અધૂરું પ્રેમપ્રકરણ - ૬

                એક બે કલાકમાં તો જાનવી એની સગી માં જ બની ગઈ..એમને શુ ગમે , એમને સહુ ના ગમે..?, એમની ફેવરિટ ડીસ કઈ એમની ફેવરિટ ગેમ્સ કઈ છે..એમની નાની નાની જરૂરિયાતો પુરી કરતી જાનવી જાણે એની જનની જ બની ગઈ..
                બે ત્રણ દિવસમાં તો એ બન્ને પણ એની સગી માં ને જ ભૂલી ગઈ.. કેમ કે જેટલો પ્રેમ એને જાનવી આપતી હતી.., જેટલો ખ્યાલ એમનો જાનવી રાખતી હતી એટલો ખ્યાલ તો એની સગી માં વિશાખાએ પણ નોહતો રાખ્યો..અરે એને એની બિઝનેસ ટૂરમાં થી ફુરસત જ નોહતી મળતી કે એ એની લાડલીઓ ને થોડો ટાઈમ આપી શકે..

               એક વિક પછી કરણ એની લાડલીઓ ને લેવા અમારા ઘરે આવ્યા..રિયા અને મીરા પપ્પા ને જોતા જ વ્હાલ થી એને વળગી પડી..- પપ્પા મમ્મી ક્યાં છે એ તમારી સાથે કેમ ના આવી..?
               મીરા ના સવાલો નો જવાબ કરણ આપવા જ જતો હતો ત્યાં જાનવી વચ્ચે જ બોલી..
               બેટા કહ્યું તો હતું કે તમારા મમ્મી બહાર મિટિંગમાં ગયા છે વિકેન્ડ્સ માં આવી જશે.. જાવ પપ્પાની ગાડીમાં બેસો... પપ્પા તમને લેવા આવ્યા છે..
                એ બન્ને એકસાથે બોલી - ઓકે આંટી.. અને બહાર એકીસાથે દોડીને બહાર ઉભેલી ગાડીમાં ગોઠવાઈ ગઈ..
                કરણે કહ્યું - જાનવી મને લાગે છે કે એ બન્ને ને હકીકત બતાવી દેવી જોઈએ કે..એના મમ્મી.. આમ પણ ક્યાં સુધી આ વાત એના થી છુપાયેલી રહશે.. 
                ના કરણ તમે એવું ના કરતા એ બન્ને નાદાન છે..જો આ વાતની એને અત્યારે જાણ થશે.. તો એ આમ ખિલખિલાટ હસવાનું ભૂલી જશે.. એને એની મમ્મીની ખોટ સાલશે.. 
                કરણને ને જાનવીની વાત સારી લાગી.. એ જાનવી સાથે બહાર નીકળ્યો.. ગાડીમાં બેસી ગાડી સ્ટાર્ટ કરી ત્યાં નાની રિયા એની કાલીઘેલી ભાષામાં બોલી પપ્પા આંટી ને કઓ ને અત્યાલે આપલા ઘલે આવે.. જનવીએ સ્હેજ હસીને એ બન્ને ને એક એક ચોકલેટ આપી. નહીં બેટા અત્યારે નહીં પણ ક્યારેક ચોક્કસ આવીશ. 

                                            
                 આમ ને આમ એક મહિનો વીતી ગયો.. ત્રીસ તારીખે રાત્રે જ મેં જાનવીને કોલ કર્યો..
                 હાય.., આવતી કાલે સવારે હું ઘરે આવી રહ્યો છું.. અત્યારે ટ્રેનમાં બેસી જ ગયો છું..આ સમાચાર સાંભળતા જ એ એકદમ ખુશ થઈ ગઈ..અત્યાર સુધીનો મારા પર રાખેલો તમામ ગુસ્સો ભૂલી એ આવતી કાલની સવાર ની રાહ જોવા લાગી..એણે આ સમાચાર દોડીને આખા ઘરમાં સંભળાવી દીધા..મારા આવવાની ખુશીમાં પપ્પાએ ઘરમાં એક શાનદાર વેલકમ પાર્ટી પણ ગોઠવી નાખી..

                 અને એ સવાર પણ આવી ગઈ જેનો જાનવી ને બેસબરી થી ઈંતઝાર હતો..
                 એકદમ બ્લેક રંગની પર્પલબોર્ડરવાળી સુંદર સાડી પહેરી. સજીધજી એ નીચે હોલમાં આવી.  આજે એ બહુ જ ખુશ હતી કારણ કે આજે એક મહિના પછી એ એના વિરને મળવાની હતી.. એનો વીર એને મળવાનો હતો..
                 ધીમે ધીમે એક પછી એક એમ મહેમાનો આવવા લાગ્યા જાનવીના મમ્મી પપ્પા વર્ષા અને એનો પતિ પણ આવી ગયા..મહેન્દ્રભાઈ એમના પત્ની તથા કરણ એની લાડલીઓ જોડે પોહચી ગયો. મારા મિત્રો.., પપ્પાનો ઓફિસનો સ્ટાફ મમ્મીની સહેલીઓ વગેરે મહેમાનો થી હોલ ભરાઈ ગયો.. મમ્મી પપ્પા મહેમાનોનું વેલકમ કરતા હતા.. રાની ફોટોઝ પાડતી હતી. જાનવી બધા જ બાળકોને ચોકલેટ્સ બાટતી હતી. 

                 બધા ને ફક્ત મારો જ ઇંતજાર હતો ખાસ તો જાનવી ને એક એટલા વર્ષોનો ઈંતઝાર પછી પાછો એક મહિનાનો ઈંતઝાર એની આંખો મને જોવા બેચેન હતી.. સમય એની રીતે પોતાના ચક્ર બદલી રહ્યો હતો જાણે એને જાનવી ના મનની કઈ પડી જ ના હોય.. એ તો બસ આગળ ને આગળ ચાલ્યે જતો હતો.. દસ વાગ્યા.. દસના સાડા દસ થયા.. પપ્પાએ મને ચાર પાંચ ફોન કર્યા પણ દર વખતે ફોન સ્વીચઓફ આવી રહ્યો હતો.. પપ્પાની ચિંતા વધવા લાગી.. મમ્મીને મન ભય સતાવવા લાગ્યો..- ક્યાંક એને કઈક થઈ ગયું હશે તો..? જાનવીએ મમ્મીને સમજાવ્યા મમ્મી તમે ખોટી ચિંતા કરો છો.. વીર આવતા જ હશે.. આવવામાં જરાક મોડું તો થાય જ ને.. 

              આખરે બપોર થયા ઘરની બહાર એક ગાડી આવી ઉભી રહી..એમાં થી કફન ઢાંકેલી એક લાશ બહાર કાઢી ઘરમાં લઈ આવવામાં આવી..સાથે કેટલાક ફોજી યુવાનો પણ ઘરમાં આવ્યા જેમાં થી એક મારો મિત્ર કેતન હતો..એણે ઘરમાં પ્રવેશતા ની સાથે જ પૂછ્યું - કેપ્ટન અમનસિંહ રાઠોર નું ઘર આ જ છે..
              પપ્પા બોલ્યા - હા.. પણ મારો દીકરો અમન ક્યાં છે.. 
             એ હવે આપણી વચ્ચે નથી રહ્યા..
             આટલું સાંભળતા માં રડવા લાગી પપ્પા અંદર થી જ ભાંગી પડ્યા.. અને જાનવી.. જાનવી કેતન પર ગુસ્સામાં ચિલ્લાવા લાગી
             તમને ખબર છે કે તમે આ શુ બોલી રહ્યા છો.. મારા વીર ને કાઈ નથી થયું એ આવતા જ હશે.. અત્યારે હમણાં જ આવશે..અરે કાલે રાત્રે તો મારી એમની જોડે વાત થઈ હતી.. અને એમણે કહ્યું હતું કે હું સવારે જ આવું છું..એ આવતા જ હશે..આ લાશ એમની હોઈ જ ના શકે..

             અને એકાએક હોલના મેઈનડોર તરફ થી આવેલી પવન ની એક નાની લહેરખી એ લાશ ના ચહેરા પર ઢાંકેલું કફન સહેજ ખસેડી દીધું..બધાનું ધ્યાન એ ચહેરા પર ગયું.. અરે આ તો અમન જ છે.. 

            એ ચહેરો જોતા જ જાનવી ચક્કર ખાઈ ને ત્યાં જ ઢળી પડી.. પપ્પાને હાર્ટઅટેક આવ્યો.. મેં ક્યારેય સપનામાં પણ નોહતું વિચાર્યું કે મારા મોત પછી મારા પરિવાર ની આ હાલત થશે..

                               ******
                    


                 એ ઘટના ને ત્રણેક મહિના વીતી ગયા. એ અમારું ઘર.. એ ઘર તો એવું ને એવું જ રહ્યું.. બસ એ ઘરના રંગો, એ ઘરની ખુશીયા મારી સાથે જ હમેશા ને માટે ચાલી ગઈ..પપ્પા છેલ્લા ત્રણેક મહિના થી ખાટલે હતા.. માં આખો દિવસ પપ્પાને ખાટલે બેસી રડ્યા કરતી. રાની નો હસતો ચહેરો કરમાઈ ગયો હતો.. અને મારી જાનવી...
              એની જિંદગીના તો દરેક રંગ એકસામટા ભૂંસાઈ ગયા હતા. સફેદ સાડીમાં બસ મારા હાર ચડેલા ફોટા સામે બેસી રહેતી..

              મારી માં એની આવી હાલત જોઈ ના શકતી. એના પર ઘણીવાર બીજા લગ્નનું દબાણ આપવામાં આવ્યું પણ એ હતી કે મને.., મારી યાદો ને.. ભૂલવા જ તૈયાર નોહતી.. મારી સાથે વિતાવેલી એ યાદગાર પળો  ની ફિલ્મ એની આંખ સામે સતત ફર્યા કરતી.
ક્રમશ..

***

રેટ કરો અને રિવ્યુ આપો

Rekha Patel 1 માસ પહેલા

Pandav Reeta 1 માસ પહેલા

Balkrishna patel 1 માસ પહેલા

Nilam Narola Galani 1 માસ પહેલા

Gopi Ptel 1 માસ પહેલા