અધૂરું પ્રેમપ્રકરણ - ૧ PARESH MAKWANA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

શ્રેણી
શેયર કરો

અધૂરું પ્રેમપ્રકરણ - ૧

આ વાર્તાની શરૂઆત થાય છે. રંગીલા રાજકોટ શહેરને ખૂણે ચાલતી એક શાનદાર રિસેપ્શન પાર્ટી થી..જયાં હુ પણ આવ્યો હતો મારી ફેમેલી સાથે..મારા પપ્પા શેઠ જયસુખલાલ અને કાનજીકાકાની નાનપણની ભાઈબંધી હતી અને આ રિસેપ્શન પાર્ટી કાનજીકાકાની મોટી દિકરી વર્ષાનાં લગ્નની હતી..એટ્લે એમા અમારે તો ખાસ આવવાનું થયુ વર્ષાએ હમણાં એક અઠવાડિયા પહેલા જ એનાં એક કૉલેજ ફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતાં એ છોકરો જય હાલ સોફ્ટવેર એન્જિનિયર હતો..
સાંજનો જમણવાર પતતા હુ એક ખૂણામાં ઉભો ઉભો મોબાઇલમાં વાત કરતો હતો ત્યાં મારી બહેન રાની એની સહેલી સાથે આવી..
"ભાઈ આ મારી ફ્રેન્ડ જાનવી છે.."
તરત જ મારુ ધ્યાન એનાં ચહેરા પર ગયું અને જાણે મારી આંખ સામે કેટલીક પુરાણી ઝાંખી ઝાંખી જૂની સ્મૃતિઓ તરવા લાગી..પણ ચોક્ક્સ કાઈ યાદ ના આવ્યુ..તરત જ જાનવીએ મારી સામે હાથ લંબાવ્યો..
" હેલ્લો.."
" હેલ્લો..તમે..?"
"તમે મને નહીં ઓળખતા..હુ વર્ષાની નાની બહેન છું.."
" ઓહ સોરી..પરંતુ હુ તમને ક્યારેય મળ્યો જ નથી સો..મને કેવી રીતે ખબર..?"
" ભાઇ તમે જાનવી જોડે વાતો કરો હુ હમણાં આવુ છું.."
રાની નાં ગયા પછી થોડીવાર એ ચુપ રહી હુ પણ ખામોશી થી એને જોઇ રહ્યો હતો..થોડીવારે રહીને એણે ફરી વાતચીત આગળ વધારી
"અમન તમારી પાછલી નોવેલ 'પરિભાષા' મને બહુજ ગમી હતી.."
"તો જાનવી તેં મારી નોવેલ્સ વાંચી છે..?"
"હા અમન મે તમારી બધી જ નોવેલ્સ વાંચી છે..યુ નો આઈ વોઝ અ બિગ ફેન.."
" મને એ જાણીને ખુશી થાઈ કે અહિયાં રાજકોટમાં પણ કોઈ છે જે મારી વાર્તાઓ વાંચે છે.."
" આ અમારું રાજકોટ છે..અમન..અહિયાં ગલી મહોલ્લામાં સાહિત્યના રસિયા ભર્યા છે..અને તમારી સ્ટોરીઝ..તમારી સ્ટોરીઝ તો ઢગલામોઢે વેચાય છે..આવર નવાર છાપામાં તમારાં લેખ છપાય છે.."
" જાનવી તુ તો મારા વિશે મારા કરતા પણ વધારે જાણે છે.. થેન્ક યુ.."
"ખાલી થેન્ક યુ.. થી કામ નહીં ચાલે તમારો ઓટોગ્રાફ પણ આપવો પડશે.."
"ઓહ કે..કાગળ હશે તારી પાસે..?"
" કાગળ તો નથી..એક કામ કરો મારા રૂમાલ પર ઓટોગ્રાફ લખી આપો.."
અને એણે મારા હાથમાં રૂમાલ મુક્યો અને એનાં પર મે મારો ઓટોગ્રાફ લખી આપ્યો..અને રૂમાલ એને પાછો કર્યો રૂમાલ હાથમાં લઇને એણે ચૂમી લીધો..ત્યાં એટલી વારમાં રાની પણ આવી ગઇ..
" ચાલ જાનવી...આંટી બોલાવે છે..ફોટોઝ પડાવાના છે.."
"ઓકે તો ચાલ.."
જાનવી એની સાથે ચાલવા લાગી અચાનક કાઈ યાદ આવ્યુ હોય એમ પાછી ફરી..
અમન..તમારી આવનારી સ્ટોરી કાઈ છે..?
મારી જીંદગી તમારે નામ..
શુ..? શુ કહ્યુ તમે..?
અરે..મારી આગલી વાર્તાનું શીર્ષક છે..તુ શુ સમજી..
એ શરમાઈ ગઇ ચાલ રાની..અને રાનીનો હાથ પકડી ચાલવા લાગી.. મારી નજરો એને ત્યાં સુધી જોઈ રહી જ્યાં સુધી એ મહેમાનોની ભીડમાં અદ્રશ્ય ના થઈ ગઈ..ઘણું વિચાર્યું..કે હું આ છોકરી ને ક્યાં મળ્યો હતો..પણ ખાસ કઈ યાદ ના આવ્યું તેમ છતાં વારંવાર એવું લાગી રહ્યું હતું કે આ છોકરી સાથે મારે જૂનો અને કઈક અલગ જ નાતો છે..
મેં જઈને ચોરીછુપે જાનવીના ચાર-પાંચ ફોટોગ્રાફ પાડી લીધા..

ઘરે લેપટોપની સ્ક્રીન પર વ્યુ થયેલી જાનવીની ફોટોસ જોતા..હું ત્યાં ચેર પર જ ઊંઘી ગયો.. જાનવી જોડે ની આ પહેલી મુલાકાતમાં મારુ દિલ એની જોડે કનેક્ટ થઈ ગયું..હું એને ત્યારે જ પસંદ કરવા લાગ્યો હતો એટલે જ તો ચોરીછુપે એના ફોટોઝ પણ ક્લિક કરી લીધા..હવે તો બસ એક જ વાત નો દર હતો કે એને આઈ લવ યુ કહેવું કઈ રીતે..? સાલી હિંમત જ નોંહતી.
******

અમારી બીજી મુલાકાત થાય છે..બે વિક પછી વરસાદી વાતાવરણ હતું..અને આ વરસાદ સવાર નો આવ જા આવ જા કરતો હતો..શહેરના રસ્તાઓ મન મૂકીને ભીંજાયા હતા..જાનવી એની કોલેજની સામે આવેલા ઓટોસ્ટેન્ડ પર ઉભી હતી..મેં એની સામે મારુ રોયલ એંફેલ્ડ ઉભું રાખ્યું..
જાનવી તું ચાહે તો..ચાલ તને ઘરે મૂકી જાવ..
ઓકે..
અને એ મારી પાછલી સીટ પર બેઠી..અને હળવેક થી એનો એક હાથ મારા ખભા પર મુક્યો..બાઈક સ્ટાર્ટ થઈ..અને ભીની ભીની મૌસમમાં ભીની ભીની રાહ પર દોડવા લાગી..
એનું ઘર એકાદ કી.મી. દૂર હતું ત્યાં ફરી વરસાદે એનો રંગ દેખાડ્યો..અને પવનને સહારે એણે સારું એવું જોર પકડ્યું..
એણે કહ્યું અમન આપણે વધારે પલળી જઈએ એના કરતા ક્યાંક છાપરા નીચે ઘડી બે ઘડી..ઉભા રહી જઈએ..
હું પણ એ જ કહેવાનો હતો..આમ પણ શરદીમાં વધારે પલળાઇ નહીં..
બાઈક સાઈડમાં પાર્ક કરી હું એનો હાથ પકડી બાજુ ની દુકાનના છાપરા નીચે ખેંચી ગયો..
દુકાનના છપર નીચે અમે થોડીવાર ખામોશ ઉભા રહ્યા.. આખરે એણે એની ખામોશી તોડી અને સ્હેજ ચિડાઈ ને કહ્યું અમન આ વરસાદનું કઈ કરો ને..
શુ કરું..? તું કહે તો ગીતો ગાવ..મોરલાની જેમ ડાન્સ કરું.. કે
એણે વાત કાપતા કહ્યું મજાક ના કરો હું એમ કહું છું કે આ વરસાદ થી બચવાનું કઈક કરો.. જો હું લેટ થઈ જઈશ ને તો..
જાનવી તું શુ કામ ચિંતા કરે છે.. હું છું ને તારી સાથે.. તું બધું મારા પર છોડી દે..
એટલા માં મારુ. ધ્યાન સામેની સમોસાની દુકાન પર ગયું..
જાનવી જો સામે કેવા ગરમાગરમ સમોસા બને છે તું ખાઈશ..?
એણે મારી ઓફર નકારી - નહીં અમન ઘણું જ મોડું થઈ ગયું છે..ફરી ક્યારેક ખાઈશું..
શુ ફરી ક્યારેક.. જાનવી ફરી શાયદ આવી સુંદર મૌસમ નહીં આવે.. જો તો ખરે કેવો વરસાદી માહોલ છે..
ઓકે અમન.. તો આજે આ મૌસમનો લાભ લઈ લઈએ.
ક્રમશઃ..