અધૂરું પ્રેમપ્રકરણ - ૭ PARESH MAKWANA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

શ્રેણી
શેયર કરો

અધૂરું પ્રેમપ્રકરણ - ૭

બીજી તરફ કરણની દીકરીઓ મીરા અને રિયા ને પણ જાનવી વિના ચાલતું નહીં એ ઘરમાં આવતી ને જાણે જાનવી નો ચહેરો પ્રસન્નતા થી ખીલી ઉઠતો.. એને જોઈને જ જાનવી એની એકલતા ભૂલી જતી. કરણ જ્યારે એ બન્ને ને અમારે ઘરે તેડવા આવતો ત્યારે એ જાનવી આંટી સાથે રહેવાની જીદ કરતી..
આખરે મમ્મીએ જાનવી અને કરણ ના પુનઃલગ્ન વિશે વિચાર્યું. આ તરફ જાનવી અને કરણ બન્ને આ લગ્ન માટે તૈયાર નોહતા..કરણ પોતાની દીકરીઓ ખાતર જાનવી સાથે લગ્ન માટે તૈયાર થઈ ગયો.
બીજી તરફ જાનવીની માં એ જાનવી ને લગ્ન માટે સમજાવી.
જાનું તું તારી જીદ છોડી દે... ક્યાં સુધી આમ ને આમ વિરાના ફોટા સામે બેસી રહીશ.. મરનાર માણસ ક્યારેય પાછો નથી આવતો..તારી સામે તારી આખી જિંદગી પડી છે.
મમ્મી હું વીરની જગ્યા કોઈ ને ના આપી શકું..મારા દિલમાં વીર હતો અને હમેશા રહશે..
બેટા હું તારી માં છું..હું બધું જ જાણું છું.. સમજુ છું કે તું વીર ને કેટલો પ્રેમ કરે છે..પણ બેટા કોઈને ક્યારેય ધારેલું નથી મળતું..આપણે જેવું વિચાર્યું હોય એવું કશું જ નથી બનતું આ જ તો જગતનો નિયમ છે. જાનું તું કરણ ને વીરની જગ્યા ના આપી શક તો કઈ નહીં..પણ કરણની દીકરીઓ ને મમતા તો આપ. ઘણીવાર માણસે જિંદગીમાં ઘણા બધા સંજોતા કરવા પડે છે.. એક સંજોતો તારે પણ કરવો પડશે..માં વિનાની એ અનાથ છોકરીઓ માટે..

માં ની સમજાવટ થી જાનવી કરણ જોડે લગ્ન કરવા માની ગઈ..કરણ અને જાનવી ના લગ્ન થયા મમ્મી પપ્પાએ જાનવીના કન્યાદાન કર્યા..
એક તરફ કરણ વિશાખા ને ભૂલી નોહતો શકતો. તો બીજી તરફ જાનવી કોઈપણ કાળે મને ભૂલવા તૈયાર નોહતી. દુનિયા ની નજરો માં તો એ બન્ને પતિ પત્ની હતા.. એક જ રૂમમાં એક જ છત નીચે રહેતા હોવા છતાં બન્ને એકબીજાથી સાવ અજાણ્યા હોય એવું લાગતું. પતિ-પત્ની જેવો તો એમની વચ્ચે કોઈ જ સબંધ નોહતો.
પણ સમય સામે કોનુ ચાલ્યુ છે.. સમય જેને ના જીવવું હોય એને પણ જીવતા શીખવી જ દે છે.. અહીં પણ સમયે ધીરે-ધીરે બધું જ સરખું કરી નાખ્યું.. જાનવીનો પોતાની દીકરીઓ પ્રત્યેનો પ્રેમ જોઈને કરણ જાનવીને એની પત્ની તરીકેનો હક આપી દે છે.. બન્ને તન અને મન થી એક થઈ નવી જિંદગીની શરૂઆત કરે છે. કરણના પ્રેમના ઝરણાંમાં ડૂબેલી જાનવી ધીરે-ધીરે મને ભૂલી કરણ અને એના પરિવાર ને જ પોતાનો સમજી લે છે.
સમયે ફરી એના ચક્રો બદલ્યા.. દિવસો વીત્યા મહિનાઓ ગયા અને એ ઘટના ને પંદર વર્ષ થયા.. પંદર વર્ષમાં જાણે બધું જ બદલાઈ ગયું..કરણ એની ફેમેલીને લઈને હંમેશાને માટે દિલ્હી સ્થાયી થયો. મોટી દીકરી મીરા મેનેજમેન્ટની સ્ટડી માટે અમેરિકા ગઈ.. નાની દીકરી રિયા કોલેજમાં ભણતી હતી. દીકરો સિદ્ધાર્થ સ્કૂલમાં ભણતો હતો. જાનવીમાં પણ ઘણું બધું પરિવર્તન આવ્યું હમેશા હસતી કૂદતી જાનવી પંદર વર્ષમાં સ્હેજ ગંભીર બની ગઈ હતી.. કોઈ કોઈ વાળ સફેદ થયા ને પહેલા કરતા સ્હેજ મોટી લાગવા માંડી હતી.. ઉંમર જો થઈ ગઈ હતી. હવે એ પોતાનો ભૂતકાળ ભૂલી પતિ અને બાળકો સાથે ખુશ હતી. અહીં દિલ્હીની જ એક ગવર્મેન્ટ સ્કૂલમાં એ શિક્ષિકા તરીકે જોબ કરતી.
******
એક દિવસ એ એના સ્ટાફની એક સહેલી સાથે સાહિત્ય પરિષદના હોલમાં થી બહાર નીકળતી હતી. ત્યાં જ દરવાજા આગળ એક લાંબી દાઢીવાળો આધેડ ઉંમરનો માણસ એની સામે આવી ઉભો રહી ગયો. એ તો એને નોહતી ઓળખતી પણ એ માણસ એને ઓળખતો હતો.. કોણ હતો એ ?
એ માણસને મન હતું કે એ મને ઓળખી જશે.. મારી જોડે વાત કરશે..પણ જાનવી એની સહેલી સાથે વાતોમાં એટલી મશગુલ હતી કે એનું પેલા માણસ તરફ ધ્યાન પણ ના ગયું એ તો વાતોમાં ને વાતોમાં એની બાજુમાં થી જ પસાર થઈ ગઈ. એ માણસ માંડ ધીમે થી પાછળ ફર્યો..અને દરવાજે થી અદ્રશ્ય થતી જાનવીને રોકવા એનો કરચલીવાળો હાથ સ્હેજ ઉંચો કર્યો.. એ કઈક બોલવા જતો હતો.. પણ જાણે મોઢામાં થી અવાજ જ ના નીકળ્યો.. ધૂંધળા બની ગયેલા ચશ્મા કાઢી એ ભીના થઈ ગયેલા આંખના ખુણાને સાફ કરે છે.. અને બહાર દૂર દરવાજે ઝાંખી આકૃતિમાં ઝાંખી-પાંખી દેખાતી એ આધેડ વયની સ્ત્રી જાનવીને જ્યાં સુધી એ આંખો થી ઓઝલ ના થાય ત્યાં સુધી જોયા કરે છે.. કોણ છે આ માણસ..? જાનવી સાથે એનો શુ સબંધ છે..?
એ માણસ બીજું કોઈ નહીં પણ એક જમાનાનો જાંબાઝ આર્મી ઓફિસર કેપ્ટન અમનસિંહ રાઠોર ઉર્ફે વીર હતો.
સવાલ એ થાય કે શુ પંદર વર્ષ પહેલા મૃત્યુ પામેલો એ માણસ ખરેખર જીવતો હતો..તો પછી પેલી લાશ કોની હતી.

એ સાંજે શુ થયું હતું એ ફક્ત હું જ જાણતો હતો. કર્નલસાહેબ મને પોતાની ગાડીમાં દિલ્હી સ્ટેશન સુધી મુકવા આવ્યા. હું મારો સામાન લઈ મારી સીટ પર આવી બેસી ગયો. ત્યાં જ મારુ ધ્યાન મારી સામે બેઠેલા એક માણસ પર પડી.. એકદમ સેઇમ ટુ સેઇમ મારી જેવો જ ચહેરો.. જાણે અમે બાળપણમાં છુટા પડેલા કોઈ જુડવા ભાઈઓ હોય એવું લાગતું હતું. ફરક હતો તો બસ હેરસ્ટાઇલનો મારા વાળ નાના હતા.. જ્યારે એ સ્હેજ લાંબા અને વાંકડિયા વાળવાળો હતો.એનું ધ્યાન એની હાથમાં રહેલી બુક હલ્ફ ગર્લફ્રેન્ડમાં હતું.. મેં પૂછ્યું - લાગે છે કે તમને પ્રેમકહાનીમાં વધારે રસ છે.. મારો સવાલ સાંભળતા જ એણે મારી સામે જોયું.. અને જાણે બે ઘડી મને જોતો જ રહ્યો.. અને કહ્યું- ઓહ માય ગોડ.. લાગે છે કે આપણે મેળામાં અલગ થયેલા જુડવા ભાઈઓ છીએ..
મને પણ એવું જ લાગે છે દોસ્ત.. બાય ધ વે તમે ક્યાં જઇ રહ્યા છો.?
એણે એનો ટૂંકો પરિચય આપતા કહ્યું - મારુ નામ રાજેશ છે. નોકરીને લીધે અહીંયા રહેવું પડે છે.. હોળીનો તહેવાર આવે છે અને થોડા દિવસો ની રજા છે.. તો થયું બા-બાપુજી ને મળતો આવું..તમને જોતા લાગે છે કે તમે પણ તમારે વતન જાવ છો કેપ્ટન..
હા.. હું પણ હોળી તમારી જેમ ગામડે જ મનવીશ..
એમની સાથે થોડી ઔપચારિક વાતો કર્યા પછી. મેં જાનવી ને કોલ કર્યો બેટરી ડાઉન થવાની તૈયારીમાં હતી એટલે મેં સામે થી ટૂંકી વાત કરી ફોન કટ કર્યો.
રાજેશ બુકમાં મોઢું નાખી.. રિયા અને માધવની પ્રેમકહાનીમાં ખોવાઈ ગયો. મોબાઇલ ચાર્જમાં લગાવી બેગમાં થી એક નોવેલ કાઢી હું વાંચવા લાગ્યો. દશમાં પેઈજ પર પોહચ્યો ત્યાં એક સ્ટેશન આવ્યું હું બુકમાં જ ખોવાયેલો હતો ગાડી ઉભી રહી. વ્યાકુળ બેનલી એક સ્ત્રી. પોતાની દીકરી સાથે ફટાફટ ટ્રેનમાં ચડી..એની પાછળ કેટલાક ઘાતક હથિયાળો લઈ બે ચાર ગુંડાઓ ચડ્યા.. મારુ નજર એમના પર ગઈ.. એક જે ગુંડાઓનો સરદાર લાગી રહ્યો હતો એની હાથમાં એક દેશી તમંચો હતો.. બાકી ચારેક ત્રણેક પાસે નાના મોટા ધારીયા હતા. મને આખી પરિસ્થિતિનો અંદાજો આવી ગયો.
મારુ નાનું બેગ મેં રાજેશને આપ્યું.. રાજેશભાઇ જરા આ બેગનું ધ્યાન રાખો હું પાંચ મિનિટમાં આવું છું..હું મારી જગ્યાએ થી ઉભો થઈ સીટની બહાર આવ્યો. મને જોઈ એ અજાણી સ્ત્રી મારી પાસે આવી કરગવા લાગી..- ભાઈ પ્લીઝ મને અને મારી દીકરીને આ લોકો થી બચાવો..

ચિંતા ના કરો જ્યાં સુધી હું છું ત્યાં સુધી કોઈ તમારો કે તમારી દીકરીનો વાળ પણ વાંકો નહીં કરે..
ગુંડાઓ માં થી એકે પૂછ્યું - કોને બે તું..?
એમાં થી બીજો એક ગુંડો સરદાર પાસે સ્હેજ આગળ આવ્યો અને એણે સરદાર ને કહ્યું - ભાઈ એ વહી આર્મીવાલા હે જીસે અપુન દો સાલ સે ખોજ રહે હે..આપ બોલે તો યહી ગેમ બજા દે સાલે કા..
એનો સરદારે એના માણસ ન પૂછ્યું- તું કિસકી બાત કર રેલા હે..? કોન હે યે..?
એ ગુંડો ફરી બોલ્યો- એ વહી હે જો દો સાલ પહેલે રામપુર આયા થા અમનસિંહ રાઠોર..ઇસીને મુખ્યાજી કે બેટે કો મારા થા..

******
ક્રમશ...