માથાભારે નાથો - 3 bharat chaklashiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

માથાભારે નાથો - 3

માથાભારે નાથો [3]
મગન માવાણી એટલે બહુમુખી પ્રતિભા ! તલત મહેમુદથી લઈને મહમદ અઝીઝ સુધીના તમામ ગાયકોનો અવાજ એના ગળામાંથી બખૂબી નીકળતો. પહેલેથી જ કોઈક મિત્રના આશરે જ એ પડ્યો પાથર્યો રહેતો. સરસ મજાના ચિત્રો પણ દોરતો અને કવિતાઓ અને ગઝલો પણ ઠીક ઠીક લખી નાખતો. ગીતા દત્ત, શમશાદ બેગમ અને સુરૈયાએ ગાયેલા ગીતો ઝીણા અવાજે ગાઈને દોસ્તોના દિલ બહેલાવતો. હોસ્ટેલના બાથરુમમાં કપડાં ધોતા ધોતા એ ગાતો....
"તકદીર કા..ફસાના...જાકર કિસે સુનાએ...
ઇસ દિલમે જલ રહી હે એ..એ . અરમાન કી ચિતાએ....
શહનાઈઓ સે કહે દો.. કંઈ ઓર જા કે ગાયે...
તકદીર કા ફસાના...."
તો ક્યારેક વળી તલત મહેમુદ નું કોઈ કરુણ ગીત ગાંગરતો.
"એક બંગલા બને ન્યારરા.. "
મુકેશના દર્દ ભર્યા ગીતો અને કિશોર કુમારના કોમેડી સોંગ પણ એ પગથી માથા સુધી ઓઢીને સુતેલા નાથાના માથા પાસે બેસીને ગાતો. નાથો ખિજાઇને બંધ થવાનું કહે તો વળી કોઈ કરુણ ગીત ગાતો. હોસ્ટેલમાં લુંગી અને ગંજી પહેરીને બધા વિદ્યાર્થીઓ ફરતા.મગને પોતાની લુંગી વસાવી નહોતી એટલે એ ગમે તેની નવરી લુંગી પહેરી લેતો.અને કોઈની ન મળે તો માત્ર નિકર પહેરીને આંટા મારતો.
"એ ખુલ્લા બદન કો તીરછી નજરો સે મત દેખો યારો.. પ્યાર હો જાયેગા..." એ ડાયલોગ સાંભળીને એના દોસ્તો ચપ્પલનો છુટ્ટો ઘા કરતા.
" એ દુનિયાવાલો ચપ્પલ સે ન મારો મેરે દિવાને કો..." કહીને એ બે પગ વચ્ચે હાથ રાખીને ઉભો રહેતો. કોક વળી કંટાળીને લુંગી આપી દેતું. ત્યારે એ બોલતો
"ખુદા કે ઘર દેર હે પર અંધેર નહિ હે, જા બચ્ચા તેરે ઘરમેં લુંગી કી બરસાત હોગી, યા તો લૂંગીમેં બરસાત હોગી.."
એક દિવસ કોઈ મિત્રની લુંગી અને પોતાની એકની એક ગંજી ઉપર નાથાનો પીળો ઝભ્ભો પહેરીને મગન હોસ્ટેલના ગ્રાઉન્ડમાં પાર્ક થયેલી સાઇકલ પાસેથી પસાર થયો. એ જ વખતે હોસ્ટેલમાં ધીંગા મસ્તી કરતા બે જણ એની બાજુમાંથી પસાર થયા અને મગન સાથે અથડાયા, એટલે મગન પણ લથડયો અને બાજુમાં લાઈનમાં પાર્ક થયેલી સાઈકલો પર પડ્યો. સાઈકલો એક પછી એક લાઈનસર પડી.અને ન જાણે કેમ છેલ્લી સાઈકલનું પેડલ તૂટી ગયું.
હવે જે સાઈકલનું પેડલ તૂટી ગયેલું એ સાઇકલ આ હોસ્ટેલ જે વણિક જ્ઞાતિએ બનાવેલી એ જ્ઞાતિના અને થોડા માથાભારે છોકરાની હતી !
મગન તો કંઈ જ બન્યું નથી એમ સમજીને પોતાની રૂમમાં આવીને વાંચવા બેઠો હતો, ત્યાં જ પેલો તૂટેલું પેડલ લઈને આવ્યો.
"અરે ઓ ઝભ્ભાધારી, તેં મારી સાઈકલનું પેડલ તોડી નાખ્યું છે, ચાલ બસ્સો રૂપિયા લાવ.." પેલાએ તૂટેલું પેડલ બતાવીને ઉઘરાણી કરી.
મગન, ડાઘીયો કૂતરો ગલુડિયા સામું જોઈને ઘુરકે એમ બોલ્યો
"જો ભાઈ, આ મારું શરીર છે એ સાઇકલ સાથે ભટકાયું હતું અને સાઈકલો પડી ગઈ હતી.અને બનવાકાળે તારી સાઇકલ છેલ્લે હતી અને વિધીએ તારો જનમ થયો ત્યારે છઠ્ઠીમાં એવા લેખ લખ્યા હશે કે તારી સાઈકલનું પેડલ તૂટી જશે,એટલે હે વત્સ તું પેડલનો મોહ ત્યાગી દે ,અને નાહકનો વિલાપ કરીને તારા આત્માને દુઃખ ન આપ.તારી સાઇકલ તરત જ કોઈ સાઈકલકાર પાસે દોરી જા અને નવું નખાવી દે..અહીં મારી પાસે કોઈ ધનરાશી સંગ્રહાયેલી નથી નહિતર તને આખી સાઇકલ જ નવી અપાવી દેત. હું તો ફકીર આદમી છવ.આ દુનિયામાં કેટલાક જીવોનું કલ્યાણ કરવાનું પરમ કૃપાળુ પરમાત્માએ મારા માથે નાખ્યું છે એટલે અવતાર ધરવો પડ્યો છે, માટે હે પામર મનુષ્ય, પેડલના વિયોગે કરીને અતિ દુઃખી થયેલા જીવ, તું તરત જ મારી નજર સામેથી અદ્રશ્ય થઈ જા, નહીંતર મારુ ત્રીજું નેત્ર ખુલશે તો પેડલની જેમ તું પણ લબડી પડીશ..માટે કહું છું કે તું અહીંથી અબઘડી ચાલ્યો જા..." મગને પેલાને પગથી માથા સુધી પોતાની નજરમાં માપીને ઉપર પ્રમાણે કહ્યું.
પેલો આટલા બધા લાંબા જવાબમાં બીજું તો કંઈ સમજયો નહી પણ એટલું અવશ્ય સમજ્યો કે મારા પેડલના પૈસા આ ભાઈ આપવાની ના પાડે છે.હવે એની જ્ઞાતિની હોસ્ટેલમાં પડ્યા પાથર્યા રહેતા આવા તત્વો આવી દાદાગીરી કરે તો એ ચલાવી ન જ લે એ સ્વભાવિક છે.અને વળી એ છોકરો એની કોલેજમાં જીએસ હતો અને એનો પિતા એની જ્ઞાતિનો આગેવાન હતો.એટલે મગન ત્રીજું નેત્ર ખોલે એ પહેલાં એણે મોં ખોલ્યું અને ગુસ્સે થઈને બોલ્યો, " તું તારી જાતને સમજે છે શું ? મારા પેડલના બસ્સો રૂપિયા આપી દે નહિતર આ હોસ્ટેલમાંથી તને કાઢી મુકાવીશ અને પુરા પાંચસો આપવા પડશે.."
"જો ભાઈ સંતોની જોળીમાં આશીર્વાદ હોય, રૂપિયા ન હોય. તારું દુઃખ હું સમજી શકું છું,અને એટલે જ તને હું આશીર્વાદ આપું છું કે જા, તું સાઇકલ સ્ટોર પર જઈને સો પચાસ રૂપિયા આપીશ એટલે તારી સાઈકલને નવું પેડલ નાખી આપશે, આ મગનેશ્વર મહાદેવના તને આશિષ છે, દીકરા તું ધન્ય થઈ ગયો, તારા સાત જમનના પાપ બળીને ભષ્મ થઈ ગયા,લે ચાલ જલ્દી મારા ચરણ સ્પર્શ કરીને મોક્ષ મેળવી લે અને ચાલ્યો જા અહીંથી..." મગને પોતાના પગ લાંબા કરીને પેલાને કહ્યું.
"તો તું સીધી રીતે નહીં સમજે એમ ને ? હું જાઉં છું રેક્ટરસાહેબ પાસે, સાલ્લા તને તો હવે અહીંથી કઢાવું નહિ તો જોઈ લે જે " મગનના ભાષણોની પેલા ઉપર ધારી અસર થવા લાગી.એટલે ફરી એ વદયો, " હે વત્સ આ દુનિયા ક્ષણભંગુર છે, કોને ક્યારે ક્યાંથી નીકળવાનું છે એ તો પ્રભુશ્રી રામ પણ જાણતા નહોતા.પણ તું પામર મનુષ્ય મારા શરણે તારું તૂટેલું પેડલ લઈને આવ્યો જ છો ત્યારે મારે તારું કલ્યાણ કરવું જ રહ્યું. તું અજ્ઞાની છો પણ હું પૂર્ણ બ્રહ્મજ્ઞાન લઈને બેઠેલો છું,માટે હે કુબુદ્ધિ તું પણ ભ્રમમાં રાચ્યા વગર બ્રહ્મનાં દર્શન કરી ને કૃતાર્થ થઈ જા..."એમ કહીને મગને પોતાની લુંગી ઉંચી કરી.અને ઉમેર્યું , " પ્રભુ અત્યારે પોઢેલા છે,એટલે આવરણ આડું રાખ્યું છે, છતાં તુજ ગરીબ કાજે હું આવરણ દૂર કરીને તને દર્શન કરાવીશ.પણ એ માટે તારે એકાંતમાં મારી સાથે જ્ઞાનનો સમાગમ કરવો પડશે...."
પેલો ગુસ્સે થઈને ચાલ્યો ગયો.અને રૂમમાં હાજર નાથાએ અને પ્રવીણ સેજલિયાએ ઉભા થઈને મગનના ચરણ સ્પર્શ કર્યા.
"મહારાજ અમારું કલ્યાણ કરો..." ક્યારના હસવું ખાળી રાખીને બેઠેલા એ બન્ને અને મગન ખડખડાટ હસી પડ્યા.
"સાલ્લા મગના તું આવું બધું ક્યાંથી શીખી આવ્યો છો ? અને આ લુંગી ઉંચી કરીને બ્રહ્મનાં દર્શન કરાવવાનું તને ક્યાંથી સુજ્યું..ડફોળ હવે પેલો રેક્ટર સાહેબ પાસે જઈને તને અહીંથી કઢાવશે એ ચોક્કસ છે..."
"રેક્ટર સાહેબને પણ હું બ્રહ્મજ્ઞાન કરાવીશ.."મગને કહ્યું.
થોડીવાર પછી હોસ્ટેલનો ગુરખો મગનને બોલાવવા આવ્યો.
"ઓ ભાઈ પીલે ઝભ્ભેવાલા કોણ હે યહાં..ચલો સાબ બુલતા હે.."
"મેં હું...ચલો..સાબ કો જાકર બોલો..અભી આતા.. હે..." મગનને જાણે કોઈ બીક જ નહોતી.તરત જ એ રેક્ટર સાહેબની ઓફિસમાં જઈને ઉભો રહ્યો.
"કેમ ભાઈ, શું નામ તારું ? આ છોકરાની સાઇકલ તોડી નાખી અને પાછો સરખા જવાબ આપવાનો બદલે લુંગી ઉંચી કરે છે ? આવા સંસ્કાર આપ્યા છે તમને તમારા માં બાપે ?"
"મારુ નામ તો મગન છે સાહેબ, મેં કોઈની સાઇકલનું પેડલ તોડ્યું નથી,મને બીજા છોકરાઓએ ધક્કો માર્યો એટલે હું સાઈકલો પર પડ્યો અને મને ખુબ વાગ્યું એ હું આ ભાઈને બતાવતો હતો. અને એ બતાવવા માટે લુંગી તો ઉંચી કરવી જ પડે ને...સાહેબ તમને ખાનગી જગ્યામાં ગૂમડું થયું હોય તો ડોક્ટરને બતાવવા માટે લૂગડાં નો કાઢો ? અને લૂગડાં કાઢો એટલે તમે અસંસ્કારી કે'વાવ ઇમ ? ડોકટર તમને ઇમ પૂછે કે કેમ લૂગડાં કાઢ્યા ? તમારા માબાપે આવું શીખવાડ્યું છે ? સાહેબ બધું માબાપ નો શીખવાડે, અમૂક અમુક વસ્તુ આપણે જાતે જ શીખવાની હોય છે..બાકી સાઇકલ બાબતમાં હું નિર્દોષ છું, પકડવા હોય તો પેલા બે જણ ને પકડો, એ લોકો મારી હારે ભટકાણા... એટલે આ બન્યું..સાહેબ તમે ઘટનાના મૂળ સુધી જવા માંગતા હોવ તો હું તમને સાચી માહિતી આપવા બંધાયેલો છું. ખોટું બોલતા અને ખોટું સહન કરતા મને નથી ફાવતું. મારા માં બાપે મને શીખવાડ્યું છે કે કોઈ દી ખોટું કરવું નહીં અને ખોટું બોલવું નહિ, સામે ભલે રાવણ હોય તોય પાછું પડવું નહીં.. તમે રાવણ તો નથી ને..બસ ત્યારે..."
સાહેબ મગનને તાકી રહ્યા. હવે આને શુ કહેવું એ સાહેબને સુજ્યું જ નહીં. એટલે મગને જ કહ્યું, "તો હવે તમારી પૂછપરછ પૂર્ણ થઈ હોય તો હું જઈ શકું સાહેબ ? કારણ કે હું અહીં તમારી સાથે સવાલ જવાબ કરવા નહીં પણ વિદ્યા પ્રાપ્ત કરવા આવ્યો છું, દિવસ રાત હું અભ્યાસમાં રત રહું છું, મારી પાસે આવી ક્સુલક (ક્ષ-- પ્રિન્ટ થતો નથી) બાબતો માટે સમય નથી..ચાલો ત્યારે જે માતાજી..." કહીને મગને પેલા પેડલ પકડીને ઉભેલા છોકરા સામે આંખ મારી. "તું આવ પછી આપણે સમાગમ કરીશું.."
સાહેબ જાણે કે મૂર્છામાંથી જાગ્યા, "ઉભો રહે એ છોકરા.. તારું નામ શું છે ? અને આવી બધી વાતો અહીં નહિ ચાલે. તું પેડલના સો રૂપિયા આપી દે ચાલ. સો એ ભોગવશે...નહિતર હું તારી વિરુદ્ધમાં પગલાં લઈશ..."સાહેબે ચુકાદો આપતા કહ્યું.
"જુઓ સાહેબ, મારુ નામ મગન છે, મગન એટલે મગ્ન. જે જીવનમાં બધું કામ મગ્ન થઈને કરે એ મગન. અમારે કાઠિયાવાડમાં મગન એટલે જગ્યા પણ થાય. કોઈ એમ કહે કે ભાઈ તમે બેઠા છો ન્યા મગન છે ?એટલે એમ સમજવાનું કે જગ્યા છે એમ પૂછે છે.એટલે હું મગ્ન પણ લોકબોલીમાં મગન થઈ ગયો છું.
અને મારી ઉપર લક્ષમીજી સાવ મહેરબાન નથી..એટલે સો રૂપિયા તો શું હું સો પૈસા એટલે એક રૂપિયો પણ નહીં આપું.અન્યાય સહન કરવો એ પણ એક ગુન્હો જ છે અને આ ઉંમરે હું આવી ગુનાહિત પ્રવૃત્તિ ન કરી શકું, મારી પણ સમાજમાં ઈજ્જત છે, કાલે ઉઠીને મને કોઈ માણસ કન્યા ન આપે..બધાને ખબર પડે કે મગને કોઈની સાઈકલનું પેડલ નહોતું તોડ્યું તો પણ સો રૂપિયા દંડ ભર્યો'તો. સમાજમાં હું મોઢું બતાવવા જેવો ન રહું.. માટે હે વડીલ તમે જે દિશામાં ભરવા હોય એ દિશામાં અને જેટલા પગલાં મારી વિરુદ્ધમાં ભરવા હોય એટલા અત્યારથી જ ભરવા માંડો.અને હું મારી રૂમની દિશામાં પગલાં ભરીશ.તમે મને નિર્દોષને આરોપી બનાવીને મારો સમય બગાડી નાખ્યો છે છતાં હું તમારી ફરજ સમજીને તમને માફ કરું છું,આ મારા સંસ્કાર છે સમજ્યા ? ચાલો ત્યારે જે માતાજી..." મગન ચાલ્યો ગયો.અને જતા જતા ફરી પેલાને આંખ મારીને ડાબા હાથની બીજી આંગળી વાંકી કરીને બતાવતો પણ ગયો.
મગનની સાથે આવેલા નાથો અને પ્રવીણ ફરી વખત હસી હસીને બેવડ વળી ગયા..!!
ન સાહેબે કોઈ પગલાં લીધા કે ન પેલો પેડલના પૈસા લેવા આવ્યો. પ્રવીણ સેંજલિયો અને નાથો રૂમમાં મગનને ધોકાવી રહ્યા હતા.
* * * * * * * * * * * *
મગન અને નાથો ત્રણ વરસ અમદાવાદમાં સાથે રહ્યા હતા.નાથો પણ કમ નહોતો. બી.કોમ. પૂરું કરીને મગન સુરત આવ્યો. અને એમ.કોમ કરવા કોલેજમાં ફોર્મ ભર્યું.સવારના સમયે કોલેજ જવું અને બપોર પછી હીરા ઘસવા એમ નક્કી કરીને એણે નાથાને પણ બોલાવી લીધો. નાથો પણ એ જ કોલેજમાં ફોર્મ ભરીને રમેશની રૂમ પર આવ્યો એ આપણે પ્રથમ પ્રકરણમાં જોયું.
મગનની આર્થિક હાલત ખૂબ જ ખરાબ હતી.ગામમાં તેના પિતાજી ખૂબ ઓછી જમીનમાં ખેતી કરીને પરિવારનું ભરણપોષણ કરતા હતાં. મગનના બન્ને મોટાભાઈઓ સુરતમાં જ હીરા ઘસતા હતા પણ મગનની ભાભીઓ મગનને એક ટંક પણ સરખી રીતે જમવા દેતી નહિ. અને ભણી ભણીને હવે બેકાર રખડવા અને નોકરી શોધતા રહેતા મગનને મહેણાં ટોણાં માર્યા કરતી. ભલભલાને ચૂપ કરી દેનારો મગન એની ભાભીઓને પણ જવાબ દઈ શકે એમ હોવા છતાં એ ક્યારેય ભાભીઓને કોઈ જવાબ આપતો નહીં. અને ભાઈઓને કોઈ જ ફરિયાદ કરતો નહિ.
મગનના ભાઈઓ પણ બેકાર મગનને હડધૂત કરતા. ભણી ગણીને રખડયા કરતા મગનને હીરા ઘસવા બેસાડી દેવાની બન્ને ભાઈઓની ઈચ્છા હતી. પણ મગનને હજુ આગળ ભણવાની ઈચ્છા હતી અને એ માટેનો ખર્ચ એ લોકો આપવા તૈયાર નહોતા. કારણ કે જો મગન હીરાનો કારીગર બને તો દર મહીને એનો પગાર આવવા લાગે. જ્યારે ભણવા જાય તો દર મહીને ખર્ચ આપવો પડે. એટલે એ મગનને અભ્યાસ છોડી દેવા માટે ખૂબ દબાણ કરવામાં આવ્યું.અને જો ભણવું જ હોય તો તારો ખર્ચ પણ તારે જ કાઢવો પડશે એમ જણાવી દેવામાં આવ્યું. હવે આ મગનને તો આપણે ઓળખીએ જ છીએ ને ! એણે તરત જ ભાઈઓને પૂછી લીધું કે ખર્ચ ન આપો તો કંઈ નહીં પણ તમારા ઘેર જમવા આવું કે નહીં તે જણાવો. ત્યારે એની ભાભીઓ બોલી કે "દર મહિને લોજીંગ પાંચસો ચાલે છે, જો વેંત હોય તો આવજો.નકર ગમે ત્યાં જમી લેજો."
મગન બન્ને ભાઈઓ સામું જોઈ રહ્યો. સગા નાના ભાઈ પાસે ઘેર જમવાના પૈસા માગવામાં આવી રહ્યા હતા.
"ભાઈ, સાંભળ્યું ? મારી ભાભી કહે છે કે જમવાના પાંચસો રૂપિયા હોય તો જ આવજો. હું તમારો ભાઈ છું એ મારી ભાભી ભૂલી ગઈ લાગે છે, તમને તો યાદ છે ને ?" મગને આંખમાં આવેલા આંસુ લૂછતાં પૂછ્યું.
"પણ તો તું હીરા ઘસવા બેહી જાને ભાઈ..કોઈ કંઈ કે તો કે'જે... ભણીને કોને નોકરો મળવાનો છે, તું ઘાટનો (હીરાને પેલ પાડતા પહેલા ઘાટ કરવામાં આવે છે) અચ્છો કારીગર થઈ હકે ઇમ છો..મઈને ઓસામા ઓસુ દસ હજાર તો પાડીશ જ.." મોટાભાઈએ મગનના સવાલનો જવાબ આપવાનો બદલે સલાહ આપી.
"એટલે જો હું તમારી વાત ન માનું તો આ ઘરમાં હું રહી ન શકું એવું જ ને ? જમવા પણ ન આવી શકું અને તમારો નાનો ભાઈ પણ મટી જઉં બરાબર ને ?" ભાઈઓનો, પોતાના પ્રત્યે મરી પરવારેલો પ્રેમ જોઈને મગનનું દિલ દ્રવી રહ્યું હતું.
"અમે એવું કાંઈ નથી કે'તા..તું બસ હીરામાં બેહી જા..." ભાઈએ કહ્યું.
"પણ મારે ભણવું જ છે, અને હું મારી ડીગ્રી પુરી કરીશ. આજથી અત્યારથી જ હું ચાલ્યો જાઉં છું, તમારી આગળ હાથ લાંબો કરવા નહિ આવું. પણ તમારે જો કોઈ દિવસ તકલીફ પડે તો યાદ કરજો.તમે મારા ભાઈ છો,હું મારાથી જે બનશે એ તમારી મદદ કરીશ. તમે ભલે ભાભીઓની ચડમણીથી મારી કારકિર્દી રોળવા ઉભા થયા છો,પણ મને મારી જિંદગી જીવવાનો અધિકાર છે. ચાલો આવજો..જીવતા રહ્યા તો મળીશું...."મગન પહેરેલા કપડે ઘરમાંથી બહાર નીકળી ગયો. જતા જતા ભાભીઓ સામે જોઇને ઉમેર્યું, "ભાભી, માં સમાન હોય એવું મેં વાંચ્યું છે..પણ એ કોક મૂરખ માણસે લખ્યું હશે.બિચારાને તમારી જેવી ભાભીઓ નહિ ભટકાણી હોય. આજ સગા દેરને બે ટાઈમ બટકું રોટલો દેવામાં'ય તમને બે જણીને બળ પડ્યું એ જોઈને થાય છે કે આ જગતમાં હવે જીવવા જેવું રહ્યું નથી.ખૂબ સુખી થાજો અને મારા બેય ભાઈને ખૂબ સાચવજો.
જે..સિતારામ.."
ઘર બહાર નીકળીને મગન તાપી કિનારા તરફ ચાલી નીકળ્યો.તાપી નદીના કિનારે દૂર દૂર સુધી ચાલતો રહ્યો. પછી એક ઝાડ નીચે બેસીને જોર જોરથી રડવા લાગ્યો.પણ એના આંસુ લુછવા વાળું કોઈ નહોતું. પોતે ઘરમાંથી નીકળ્યો ત્યારે જે શબ્દો એણે ભાઈ અને ભાભીને કહ્યા હતા એની એના ભાઈઓ પર કોઈ અસર જ ન થઈ, એ વાતનું એને ખૂબ લાગી આવ્યું હતું. બા અને બાપા એને ખૂબ યાદ આવ્યાં.બિચારા ગામડે ખેતી કરીને જીવતરનું ગાડુ ખેંચી રહ્યા હતા. બન્ને ભાઈઓ બે પૈસાની મદદ કરતા હતા. એમને જઈને ફરિયાદ કરીશ તો એ પણ એમ જ કહેશે જે ભાઈ કહે એમ કર..તો પછી ઘેર જઈને બાપાને કહેવાનો કોઈ અર્થ નથી. જ્યારે પોતાના સગા ભાઈઓને જ મારી જરૂર નથી ત્યારે હું તો સાવ નકામો જ કહેવાઉં અને આવા નકામા માણસોની દુનિયાને પણ શી જરૂર છે ? આ વિશાળ અને અનેક માનવ કીડાઓથી ખદબદતી દુનિયામાં હું એક કીડો જીવું કે ન જીવું એનાથી કોને શુ ફરક પડવાનો છે ? તાપી મૈયાની આ શીતળ ગોદમાં કેવી પરમ શાંતિ હશે. જીવીશ તો આ પેટ હમણાં ખાવાનું માગશે ? ખિસ્સામાં એક નવો પૈસો પણ નથી..આજ ખાવા નહીં મળે તો ચાલશે, પણ કાલે તો ખાવું જ પડશે, ભીખ માંગીને હું મગન, હું...હું..હું..ભીખ માગીને જીવીશ શું ? ના ના..એમ તો ન થાય..તો શું મરી જવું ? ભાઈએ ભણવાની ના પાડી એટલે હું મરી જઉં એમ ? હું મગન.. હું..હું..મરી જઉં..? આ તાપીમાં પડીને ? તો તો પછી મારે આગળ ભણવાનું છે એનું શું ? મરી જ જવું હોય તો ભાઈનું કહેવું માનીને હીરા ઘસવા માંડવા શુ ખોટા ? એ રીતે ભણવા માંગતા મગનનું તો મોત જ થશે ને ? પણ હીરા ઘસીને માં બાપનું ઋણ તો અદા કરી શકીશને ! અને આત્મહત્યા તો કાયરનું કામ ! શુ મારા જેવો મગનેશ્વર મહાદેવ આત્મહત્યા કરે ? અને એ પણ આવા કારણે ? ભાભીઓએ ઘરમાં આવવાની, જમવાની ના પાડી એટલે ? શું જોઈને રડવા બેઠો તું મગના...તારામાં તાકાત છે..પાટું મારીને પ્રાપ્ત કરવાની..ઉઠ ઉભો થા..જોઈએ તારા ભાઈઓ અને ભાભીઓ ક્યાં સુધી તને શોધવા નથી આવતા..આ એક મારા પોતાના શરીરનો ખાડો હું નહિ ભરી શકું ? શુ હું એટલો રાંકો છું ? ભાઈએ હીરા ઘસવાનું કહ્યું અને ભાભીએ ઘરમાં જમવાની ના પાડી એટલે મગનો તાપીમાં પડીને મરી ગયો...આ સમાચાર તારા ભાઈબંધો સાંભળશે ત્યારે એ બધાને તારા ભાઈબંધ હોવા બદલ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવાનું મન થશે.. દોસ્તોને ગમે તેવી પરિસ્થિતિમાં પાછા નહિ પડવાની સલાહ આપનારો હું...હું મગનો...મગનેશ્વર મહાદેવ..આજ નાની એવી વાતમાં ભાઈઓ સાથે ઝગડીને એમને ન કહેવાનું કહીને અહીં આવીને ભેંકવા બેઠો છું...ફટ છે મને..."
મગન ઉભો થઈને ચાલવા માંડ્યો. અને યાદ આવ્યો રમેશ. રચના સોસાયટીમાં રૂમ રાખીને રહેતો એનો જીગરજાન દોસ્ત રમેશ. મગને રમેશની રુમે જવા ચાલવા માંડ્યું.રાત્રે સાડા અગિયાર વાગ્યે રમેશના રૂમનો દરવાજો ખખડાવ્યો ત્યારે રમેશ સુઈ ગયો હતો..!
"અલ્યા આટલી રાત્રે ? કેમ ?'' રમેશે આંખો ચોળતા પૂછ્યું. મકાનમાલિકનો સાળો પણ એ રૂમમાં સૂતો હતો એ પણ જાગી ગયો.
મગન કંઈ પણ બોલ્યા વગર અંદર જઈને રમેશની પથારીમાં સુઈ ગયો. રમેશે પણ લાઈટ બંધ કરી.
" કેમ મગન, કંઈ બોલતો નથી..? વાચાળ અને રમુજી મગન સાવ મુગો મંતર થઈને આવે અને આમ સુઈ જાય એ રમેશના ગળે ઉતરતું નહોતું.રમેશના પૂછવા છતાં મગન કંઈ જ ન બોલ્યો ત્યારે જરૂર કંઇક ગંભીર બાબત હશે એમ સમજીને રમેશે લાઈટ ચાલુ કરી અને મગન પાસે આવીને બેઠો.
"તું જમ્યો છો ?" આંખ બંધ કરીને સુતેલા દોસ્તની સ્થિતિ બીજા દોસ્તને સમજતા વાર લાગી નહીં. ભાભીઓની કનડગત વિશે રમેશને ઘણીવાર મગને વાત કરી હતી.
એના માટે પીરસેલા શાકમાં વધુ મીઠું નાખવું,બળેલી રોટલી ખાવા આપવી, દૂર દૂર રહેતા સબંધીઓને ત્યાં ગમે તેવી વસ્તુ આપવા મોકલવો, કપડાં ધોઈ ન આપવા, સવારે ન્હાવા માટે ગરમ પાણી ન આપવું,અને સાબુ પણ સંતાડી દેવો, ભાઈએ પરાણે પરાણે વાપરવા આપેલા પૈસા છાનામાના ખીસ્સામાંથી કાઢી લેવા, બપોરે સૂતો હોય ત્યારે પંખો બંધ કરી દેવો..વગેરે અનેક જાતની પજવણીઓ મગન હસતા મોંએ સહી રહ્યો હતો એ વાત રમેશ જાણતો હતો. ક્યારેક રમેશ, મગન સાથે એના ભાઈઓ રહેતા ત્યાં જતો ત્યારે મગનનો મોટો ભાઈ કે નાનો ભાઈ બે માંથી જે હાજર હોય એ તરત જ રમેશને, એ શું કરી રહ્યો છે એ પૂછતાં.અને જ્યારે રમેશ પોતે નોકરી અને ટ્યૂશન કરે છે એ જણાવતો ત્યારે કેટલું કમાય છે એ પણ પૂછવાનું ચૂકતા નહીં.
રમેશને કમાઈ રહેલો જોઈ એની હાજરીમાં જ મગનને એના ભાઈઓ ઉતારી પાડતા.
"કંઇક શીખ, આ તારા ભાઈબંધ પાસેથી, નકરું રખડી ખાવું છે અને ભાઈના માથે ભાર થઈને પડ્યા છો. ભણીને જાણે કલેકટર થવાનો હોય એમ હજી ભણવું છે..છાનોમાનો ધંધો કર નકર આની જેમ નોકરી કર..."
મગનની ભાભીઓ મગન સાથે આવેલા એના દોસ્તને લીંબુ શરબત પણ પાતી નહીં.
મોજીલા મગનની આ અવદશા એનો દોસ્ત રમેશ સારી રીતે જાણતો હતો. આજે આટલી મોડી રાત્રે આમ અચાનક આવીને આંખો બંધ કરીને પોતાની પથારીમાં સુઈ ગયેલા મગનનું રડેલું મોં રમેશ પારખીને ,પોતાનો દોસ્ત જરૂર ભૂખ્યો હશે એ સમજી ગયો.પણ રૂમમાં ખાવાનું તો કંઈ હતું નહીં.એ પોતે પણ કોઈ બીજાને ત્યાં લોંજીગ આપીને જમતો હતો.
પેલો જેન્તી પણ જાગીને પથારીમાં બેઠો હતો.મગન કંઈ પહેલીવાર અહીં આવ્યો નહોતો.કેટલીય વાર આ જેન્તીને બથમાં ઘાલીને મગને મસળ્યો હતો.અને ખૂબ હસાવ્યો હતો.અને જેન્તી પણ મગનનો દોસ્ત બની ગયો હતો.તેથી આજ ચુપચાપ આવીને સુઈ ગયેલા મગનની એને પણ ચિંતા થઈ.એ તરત જ પોતાની સાઇકલ લઈને ગયો અને ક્યાંકથી નાસ્તો લઈ આવ્યો. મગનને ઉઠાડીને પરાણે એ બન્નેએ નાસ્તો કરાવ્યો. મગનનો મૂડ જોઈને વધુ કંઈ પૂછ્યા વગર ત્રણેય સુઈ ગયા.
(ક્રમશ :)