(આગળના ભાગમાં જોયું કે ઈન્સ્પેકટર દિગ્વિજય સિંહ ને ડેવિલ આઈ વિશે ખબર પડે છે, બીજી તરફ શૌર્ય પણ હવે તૈયાર થઈ જાય છે કારણ કે બહુ જલ્દી ખરાખરી નો ખેલ શરૂ થવાનો હતો, શૌર્ય પોતાની કંપની પર જતો રહે છે અને ત્યાં જ રહેવાનું નક્કી કરે છે અને કોઈક હતું જે શૌર્ય ની સોચ કરતાં પણ વધારે ખતરનાક હતું કોણ છે એ ખલનાયક? )
કાનજીભાઈ પોતાના રૂમમાં ખુરશી પર બેઠાં બેઠાં વિચારો મા ખોવાય ગયા હતા, આજે સાંજે ફંકશન હતું, પણ એક દિવસ તેમણે કંઈ રીતે વિતાવ્યો તે પોતે જ જાણતા હતા, શૌર્ય તો કંપની પાસે આવેલા પેન્ટ હાઉસ મા એ દિવસ વિતાવ્યો હતો.
“પપ્પા આ જુવો તમારા માટે આજના ફંકશનમાં પહેરવા આ કપડાં તૈયાર કરાવ્યા છે ” મોહનભાઈએ રૂમમાં આવતા કહ્યું
કાનજીભાઈ પોતાના વિચારો મા ખોવાયેલા હતાં તેને ખબર પણ ન હતી કે કયારે મોહનભાઈ રૂમમાં આવ્યા, મોહનભાઈએ તેમને ખભે હાથ મૂકયો અને કહ્યું, “કયાં ખોવાઈ ગયા પપ્પા? ”
કાનજીભાઈ વિચારોમાંથી બહાર આવતાં કહ્યું, “અરે કંઈ નહીં બેટા એ તો બસ ”
“પપ્પા કોઈ પ્રોબ્લેમ છે? ” મોહનભાઈએ કહ્યું
“ના બેટા એવું કંઈ નથી ” કાનજીભાઈ એ કહ્યું
“પપ્પા તમે ત્રીજીવાર ચેરમેન બનવાના છો અને આજ ના દિવસે તો ખુશી નો સમય છે ” મોહનભાઈએ ખુશ થતાં કહ્યું
“તારી વાત સાચી છે પણ મને એવો અહેસાસ થઈ રહ્યો છે કે આ ખુશીઆેમાં કોઈ તો મુસીબત આવશે ” કાનજીભાઈ એ કહ્યું
“પપ્પા તમે આવું નેગેટિવ કેમ વિચારો છો ” મોહનભાઈએ કહ્યું
“બેટા બે દિવસ પહેલાં જ આપણી કંપની નંબર વન પર થી નંબર ટુ પર આવી ગઈ ” કાનજીભાઈ એ કહ્યું
“હું માનું છું પપ્પા કે છેલ્લા દસ વર્ષમાં પહેલી વાર આપણી કંપની નંબર ટુ પર આવી છે પણ આપણે વધારે મહેનત કરી ને ફરીથી નંબર વન પર આવી જશું ” મોહનભાઈએ કહ્યું
“મને નથી લાગતું કે હવે કયારેય આપણે નંબર વન પર આવી શકશું ” કાનજીભાઈ એ કહ્યું
“કેમ? શું કારણ છે ” મોહનભાઈએ કહ્યું
“કિંગ ” કાનજીભાઈ એ કહ્યું
“પપ્પા છે તો એ એક બિઝનેસમેન આજ એ એવોર્ડ લેવા ફંકશન મા આવશે ત્યારે ખબર પડી જશે શું છે આ કિંગ ” મોહનભાઈએ કટાક્ષ સાથે કહ્યું
“એ આજ ફંકશન મા એવોર્ડ લેવા નહીં આવે, તને ખબર છે કિંગ કોણ છે? ” કાનજીભાઈ એ કહ્યું
“નહીં કોઈ ને ખબર નથી કોણ છે ” મોહનભાઈએ કહ્યું
“મે કાલ આખો દિવસ એના વિશે જાણકારી મેળવી ત્યારે ખબર પડી કિંગ આ ફિલ્ડ મા નવો નથી, વિદોશો મા કિંગ નામ નહીં પણ એક બ્રાન્ડ છે જે દેશોમાં આપણે આપણી કંપની ને પહોંચાડવાનો વિચાર કરી એ છીએ ત્યાં કિંગ એ વર્ષો પહેલાં જ પોતાનું નામ બનાવી લીધું છે ” કાનજીભાઈ એ કહ્યું
“તો પછી એ ઈન્ડિયા કેમ આવ્યો? ” મોહનભાઈએ કહ્યું
“એ અહીં બિઝનેસ કરવા નથી આવ્યો પણ કંઈક બીજું જ કરવા આવ્યો છે, આજ ફંકશન મા એ એવોર્ડ લેવા નહીં આવે કારણ કે તેની પાસે આવા કેટલાય એવોર્ડ છે એ આજ ફંકશન મા આવશે પોતાની પાવર બતાવવા ” કાનજીભાઈ એ કહ્યું
કાનજીભાઈ ની વાત પણ સાચી હતી, કાનજીભાઈ એ કિંગ ને હલકાં મા લીધો પણ એ જ કિંગ એ દસ વર્ષ થી નંબર વન રહેલી કંપની ને પછાડી હતી અને આ કારણ થી કાનજીભાઈ ના અહમ ને ચોટ લાગી હતી. કાનજીભાઈ કિંગ ને લઈ ને ચિંતિત હતા તો આ તરફ શૌર્ય ઘરે આવી ગયો હતો અને ફંકશન મા જવાની તૈયારી કરી રહ્યો હતો.
“આમાંથી કયાં કપડાં પહેરું સમજાતું નથી ” અર્જુન એ કહ્યું
“ગમે તે પહેરી લે ને યાર ” S.P. એ કહ્યું
“શું ગમે તે આજ તો તમારે બંને એ એકસરખા કપડાં પહેરવા ના છે ” શૌર્ય એ કહ્યું
“કેમ સર? ” અર્જુન એ કહ્યું
“યાર વટ પડવો જોવે આજે ફંકશનમા ” શૌર્ય એ કહ્યું
“અચ્છા સર તો તમે શું પહેરવાનાં છો? ” S.P. એ કહ્યું
“હું કન્ફયુઝ છું શું પહેરું? ” શૌર્ય એ બેડ પર પડેલા કપડાં ના ઢગલા સામે જોતાં કહ્યું
“સર તમારુ તો નકકી નથી અને તમે અમને સલાહ આપો છો ” S.P. એ કહ્યું
“આ દુનિયા મા સલાહ જ એવી વસ્તુ છે જે દેવી બધા ને ગમે પણ લેવી કોઈ ને નથી ગમતી ” શૌર્ય એ કહ્યું
ત્રણેય કપડાં ને કન્ફયુઝ હતાં કે કોણ શું પહેરે પણ એ લોકો જે પણ પહેરે આજ ધમાકેદાર એન્ટ્રી થવાની હતી, પ્રીતિ પણ આજ તૈયાર થઈ ચૂકી હતી કારણ કે તેના દાદાજી ફરીથી ચેરમેન બનવાના હતા અને બીજી ખુશી ની વાત એ હતી કે એ શૌર્ય ને આેળખી ચૂકી હતી બસ એને મળવાનું બાકી હતું પણ પ્રીતિ ને એ ખબર ન હતી કે શૌર્ય જ કિંગ છે કારણ કે કિંગ નો જન્મ તો દસ વર્ષ પહેલાં થયો હતો અને શૌર્ય નો તો વીસ વર્ષ પહેલાં એટલે એના માટે પણ આ સરપ્રાઈઝ હતું, વિદેશ થી કેટલાંક મોટા બિઝનેસ મેન આવ્યા હતા, મોટા મોટા નેતાઓ પણ આવવાના હતા, પણ બધા ફંકશન મા એક જ કારણ થી આવી રહ્યાં હતા અને એ છે કિંગ ને મળવા માટે ,શું દર્શન થશે કે પછી ખાલી હાથે જવું પડશે એ તો સાંજે જ ખબર પડશે.
સાંજ ના સાડા સાત વાગ્યા હતા, મુંબઈ ના સૌથી મોટા બેન્કવેટ હોલ દુલ્હન ની જેમ શણગારવામાં આવ્યો હતો, અંદર પ્રવેશતા જ બ્લુ કાર્પેટ પાથરેલ હતું અને આજ આ બ્લુ કાર્પેટ પર મહાન હસ્તીઓ આવવાની હતી, અંદર જતાં જ પ્રેસ અને મીડિયા ઉભું હતું આવનાર બધા લોકો ના ફોટો પાડી રહ્યાં હતાં અને કેટલાંક લોકો ને સવાલો પણ પૂછી રહ્યા હતા અને તેની પાછળ વિશાળ બેનર લાગેલું હતું જેમાં લખ્યું હતું “ BUSINESS WORLD 2K19 ”. ધીમે ધીમે લોકો આવી રહ્યાં હતા અને બધા ના ફોટો પાડવામાં આવી રહ્યાં હતા અને કેટલાંક મોટા લોકો ને મીડિયા ના સવાલો નો સામનો કરવો પડ્યો.
“સર તમને શું લાગે છે આ વખતે ચેરમેન કોણ બનશે? ” એક પત્રકારે પૂછયું
“બધા ને ખબર મિસ્ટર કાનજી પટેલ જ ચેરમેન બનશે ” એ વ્યક્તિ એ કહ્યું
“સર બિઝનેસ ઓફ ધ યર નો અવોર્ડ કોને મળશે? ” બીજા એક પત્રકાર એ કહ્યું
“એ તો એવોર્ડ મળે પછી ખબર પડશે ” એ વ્યક્તિ એ કહ્યું
કાનજીભાઈ તેના પરિવાર સાથે જેવા અંદર આવ્યા બધા લોકો એમના ફોટા પાડવા લાગ્યા, બધા તેમને ઘેરી વળ્યા પણ સિકયુરિટી વાળા એ ઘેરો બનાવી દિધો.ધીમે ધીમે બધા તેમને સવાલ પુછવા લાગ્યા પણ તેમણે તેના જવાબ દેવાનું ટાળ્યું કારણ કે તે જાણતા હતા કે આ સવાલોમાં એક સવાલ તેની કંપની હાલમાં જ નંબર ટુ પર આવી તેના પર પણ હશે.
તેમના અંદર જતાં જ પાછળ પ્રીતિ, શ્રેયા અને અક્ષય આવ્યા એટલે તેના ફોટો પાડવા લાગ્યા, પ્રીતિ એ એકદમ બ્લુ કલરનો વન પીસ ગ્રાઉન પહેરયો હતો અને તેને મેંચિગ જવેલરી અને હિલ વાળા સેન્ડલ પહેર્યો હતા, આમ પણ મોઢા મા ચાંદીની ચમચી લઈ ને જન્મેલા હતા એેટલે ફેમસ તો હોવાના જ એટલે બધા એમના ફોટો પાડવા લાગ્યા.
“તમને શું લાગે છે કોણ બનશે નવા ચેરમેન? ” એક પત્રકાર એ પ્રીતિ ને પૂછયું
“અફકોર્સ મારા દાદુ જ બનશે કારણ કે એ એમના માટે પરફેક્ટ છે ” પ્રીતિ એ કહ્યું અને બીજા કોઈ સવાલ પૂછે એ પહેલાં તે અંદર જતાં રહ્યાં, બધા ધીમે ધીમે આવી ગયા હતા પણ મીડિયા વાળા તો કિંગ ની રાહ જોઈ રહ્યાં હતાં પણ એ હજી સુધી આવ્યો ન હતો અને અંદર કાર્યક્રમ ચાલુ થઈ ગયો હતો.
“Welcome Everyone To BUSINESS WORLD 2K19 , આજ ના ઐતિહાસિક ફંકશનમાં આપ બધા નું સ્વાગત છે ” એન્કર તુષાર એ કહ્યું
“આજનાં આ ફંકશન મા દેશના એ બધા જ બિઝનેસમેન ને મળવાનો મોકો મળશે જેને આજ સુધી ખાલી મેગેઝીન અને ન્યૂઝપેપર પર જ જોયા હશે ” એન્કર માનસી એ કહ્યું
ધીમે ધીમે અલગ અલગ લોકો ને બિઝનેસ મા અલગ અલગ ફિલ્ડ મા એવોર્ડ મળી રહ્યાં હતાં અને પછી ટાઈમ આવ્યો બિઝનેસમેન ઓફ ધ યર ના એવોર્ડ નો પણ તેની અનાઉસ્મેટ છેલ્લે રાખવામાં આવી અને તેની પહેલા જ નવા ચેરમેન ના નામની જાહેરાત કરવામાં આવી.
“તો હવે ટાઈમ આવી ગયો છે બિઝનેસ એમ્પાયર કંપની ના નવા ચેરમેન ની જાહેરાત કરવાનો ” માનસી એ કહ્યું
“આજ નવા ચેરમેન ના નામ ને જાહેર કરવા હું આજના ફંકશન BUSINESS WORLD 2K19 ના ઓર્ગેનાઈઝર ઈન્ડિયા ના ડાયમંડ કિંગ એવા મિસ્ટર ઝવેરી ને સ્ટેજ પર ઈન્વાઈટ કરું છું તો પ્લીઝ Big Hands For મિસ્ટર ઝવેરી ” તુષાર એ કહ્યું
મિસ્ટર ઝવેરી ઈન્ડિયા ના સૌથી મોટા ડાયમંડ મર્ચન્ટ જે દેશની ડાયમંડ કંપની ના મોટા ભાગનો હિસ્સો ધરાવતા હતા અને ઈન્ડિયન ડાયમંડ એસોસિયેશનના ચેરમેન હતા. સફેદ કલરનો સુટ, લંબગોળ ચહેરો, માથામાં થોડા વાળ સફેદ અને હાથમાં ડાયમંડ રીંગ અને અને એક ગોલ્ડન કલરની ઘડિયાળ જેમાં ડાયમંડ જડેલા હતા અને તેની અંદાજિત કિંમત એક કરોડ હતી.
“પહેલાં તો આજે જે પણ વ્યક્તિ ને એવોર્ડ મળ્યાં એમને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ અને હવે વાત આવી રહી છે નવા ચેરમેન ની તો તમે બધા જાણો જ છો કે છેલ્લી બે ટર્મથી ચેરમેન પદ પર મિસ્ટર કાનજી પટેલ જ આવ્યા છે ” મિસ્ટર ઝવેરી એ કહ્યું
માનસી એ એક એન્વોલેપ આપ્યું જેમાં નવા ચેરમેન નું નામ લખ્યું હતું, બધા ની નજર એ એન્વોલેપ પર હતી, બધા લોકો ને એવું જ લાગી રહ્યું હતું કે એ એન્વોલેપ ખૂલતા જ નવા ચેરમેન પર કાનજીભાઈ પટેલ નું નામ જ જાહેર થશે લોકો ને આમા કંઈ નવું લાગતું ન હતું કેમ કે છેલ્લી બે ટર્મથી એજ ચેરમેન બન્યાં હતાં પણ તમે જાણો છો ટીવ્સટ વગર તો સ્ટોરી મા કંઈ પણ મજા ન આવે.
મિસ્ટર ઝવેરી એ એન્વોલેપ હાથમાં લીધું અને તેને ખોલ્યું, તમે જાણો છો જયારે આવી મોમેન્ટ હોય ત્યારે આપણાં હદય ના ધબકારા વધી જાય છે અને આપણે ઘણીવાર આવું અનુભવી ચૂક્યા છીએ પણ આ ફંકશનમાં કોઈ ને આવો અનુભવ થતો ન હતો કારણ કે જો તમને કોઈ સરપ્રાઈઝ આપવાનું હોય અને તમને ખબર હોય એ સરપ્રાઈઝ શું છે તો એ સરપ્રાઈઝ ની કોઈ મજા નથી.
“હવે જે આવતાં પાંચ વર્ષ સુધી બિઝનેસ એમ્પાયર ના નવા ચેરમેન રહેશે એ છે.... ટેક્ષટાઇલ કંપની મા આેછા સમયમાં હરણફાળ ભરી છે એવા મિસ્ટર જયદેવ પવાર ” મિસ્ટર ઝવેરી એ કહ્યું
હવે બધા ને ઝટકો લાગ્યો, કારણ કે કોઈ ધારાસભ્યને તમે પ્રધાનમંત્રી બનાવો તો સ્વાભાવિક છે ઝટકો લાગવાનો જ છે અને જયદેવ પવાર તો એટલો મોટો બિઝનેસમેન પણ ન હતો છતાં તેનું નામ ચેરમેન તરીકે જાહેર થયું એટલે તમે સમજી જ ગયા હશો કે આમા શૌર્ય ની જ કોઈ ચાલ હશે, હવે બધા ના હદયના ધબકારા વધી ગયા હતા, કાનજીભાઈ, મોહનભાઇ અને તેમનો પરિવાર બધા ને જોરદાર ઝટકો લાગ્યો, ત્યાં ઉપસ્થિત બધા લોકો ને વિશ્વાસ આવતો ન હતો પણ હકીકત તો એ જ હતી કે હવે નવા ચેરમેન તરીકે જયદેવ પવાર ની નિમણૂંક કરવામાં આવી છે.
આખાં હોલમાં પાછળ ની તરફ થી જયદેવ પવાર ઉભા થયા અને સ્ટેજ તરફ જવા લાગ્યા, બધા લોકો એ તેમને ટાળીઓ થી વધાવ્યા, કેટલાક લોકો એ પરાણે ટાળીઓ પાડી, જયદેવ પવાર નો પરીવાર બહુ ખુશ હતો કારણ કે અચાનક આટલી મોટી પદવી મળવી સાધારણ વાત ન હતી, પણ જયદેવ પવાર ને કયાંક ને કયાંક તો એ ખબર હતી જ કે તે ચેરમેન બનશે.
જયદેવ પવાર સ્ટેજ પર પહોંચ્યા, મિસ્ટર ઝવેરી એ તેમને અભિનંદન આપ્યા અને ગોલ્ડન ફ્રેમમાં એક પ્રમાણપત્ર આપ્યું. ત્યારબાદ જયદેવ પવાર ને બધા લોકો ને સંબોધવા કહ્યું
“સૌપ્રથમ તો હું બધા લોકો નો આભારી છું કે તમે લોકો એ મને આ લાયક સમજયો, હું માનું છું કે હું એટલો મોટો બિઝનેસમેન તો નથી એટલે આટલી મોટી કંપની ના નિણૅય લેવા શરૂઆત મા મારા માટે થોડા કઠીન છે પણ હું મારા આ પદ ની ગરિમા ને જાળવી રાખી અને એક ખાસ વાત એ કે હું પોતે નાનો બિઝનેસમેન રહી ચૂકયો છું એેટલે મે અનુભવ કર્યો છે કે એ લોકોને કેટલી મુશ્કેલી નો સામનો કરવો પડે છે પોતાના બિઝનેસ ને સ્થાયી કરવામાં એટલે હું સૌપ્રથમ એ બધા નાના-નાના બિઝનેસ એમ્પાયર ધરાવતા લોકો ને એક પેલ્ટફ્રોર્મ આપી જે એ લોકોને આગળ વધવામાં મદદરૂપ થશે અને અંતમાં એટલું જ કહી મને આ પદ અને પ્રતિષ્ઠા મળી છે એ બદલ જે પણ લોકો એ મને મદદ કરી છે એમનો હું દિલપૂર્વક આભાર વ્યક્ત કરું છું ” જયદેવ પવારે પોતાનું સંબોધન પુર્ણ કરતાં કહ્યું અને ત્યારબાદ તે પોતાના સ્થાન તરફ આગળ વધ્યો
જયદેવ પવાર ના સંબોધન પછી આખો હોલ ટાળીઓ થી ગુંજી ઉઠ્યો કારણ કે ત્યાં ઉપસ્થિત નાના બિઝનેસમેન ને તેણે જે વચન આપ્યું તેના લીધે તે લોકો ખુશ થઈ ગયા હતા પણ કેટલાંક લોકો જયદેવ પવાર ને જોઈ ને મો બગાડી રહ્યાં હતાં.
“હું મિસ્ટર ઝવેરી ની વિનંતી કરી કે તે આ ફંકશન ના છેલ્લાં એવોર્ડ ની જાહેરાત કરે અને એ વ્યક્તિ ને આ સ્ટેજ પર આમંત્રિત કરે ” તુષારે એક એન્વોલેપ આપતાં કહ્યું
“હવે સમય છે આ વર્ષે ના બિઝનેસમેન ઓફ ધ યર ના નામ ને જાહેર કરવાનો જેણે એક વર્ષ ની અંદર બધા થી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને પોતાનું એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું તો એ નામ છે...... ” મિસ્ટર ઝવેરી એ એન્વોલેપ ખોલતાં કહ્યું
ઘણા લોકોને એમ હતું કે તેમને આ એવોર્ડ મળી શકશે કારણ કે તેમણે બહુ સારો બિઝનેસ કર્યો છે પણ જે વ્યક્તિ બેઠા બેઠા ચેરમેન બદલી શકે એના માટે આ એવોર્ડ લેવો મોટી વાત નથી.
“આ વખતે બિઝનેસમેન ઓફ ધ યર નો એવોર્ડ જાય છે KING INDUSTRY ના માલિક Mr.KING ” મિસ્ટર ઝવેરી એ કહ્યું
હવે તો બધા જોર જોરથી ટાળીઓ પાડતા હતા કારણ કે હવે તેમને કિંગ ના દર્શન થશે. જયદેવ પવાર તો પોતાની જગ્યા પર ઉભો થઈ ને ટાળીઓ પાડી. અચાનક હોલમાં અંદર આવવાના દરવાજા થી બ્લેક સુટ પહેરલ ગાર્ડ અંદર આવ્યા અને તેણે સ્ટેજ ની આગળ ગોઠવાય ગયા જયાં લોકો બેઠા હતા ત્યાં વચ્ચે ચાલવાના ગેલેરી મા પણ ગાર્ડ ગોઠવાય ગયા, કાનજીભાઈ મનમાં જ વિચાર્યું, “મને ખબર જ હતી આ કિંગ એવોર્ડ લેવા નહીં પણ પોતાની પાવર બતાવવા આવી રહ્યો છે ”
બધા ની નજર હોલમાં અંદર આવવાના દરવાજા પર પડી પણ એ શૌર્ય હતો સીધી રીતે તો આવવાનો ન હતો, અચાનક સ્ટેજ પર રહેલ વિશાળ ડિજિટલ સ્ક્રીન ખૂલી અને તેની અંદર થી પણ ચાર ગાર્ડ આવ્યા અને સ્ટેજ ના ચારેય ખૂણા પર ગોઠવાય ગયા. હવે શૌર્ય કંઈ બાજુ થી આવશે બધા એ વિચારવા લાગ્યા.
માફ કરજો આ વખતે તો શૌર્ય ની એન્ટ્રી ના કરાવી શકયો પણ આવતાં એપિસોડ મા તેની એન્ટ્રી પણ થશે અને અમુક લોકો ને તે ખુલ્લેઆમ ધમકી પણ આપશે, શૌર્ય એ ચેરમેન જ બદલી નાખ્યો પણ આવું શા માટે કર્યું તે પણ ચેરમેન બની શકતો હતો પણ તેણે એ ન કર્યું, હવે શું થશે એ તો આગળ જ ખબર પડશે તો ત્યાં સુધી તમે માત્ર એજ વિચારો શૌર્ય કયાં થી આવશે, દરવાજા માંથી કે સ્ટેજ પરથી જો ખબર પડે તો કહી દેજો નહીંતર જાણવા માટે વાંચતા રહ્યો, “KING - POWER OF EMPIRE ”