KING - POWER OF EMPIRE - 45 books and stories free download online pdf in Gujarati

KING - POWER OF EMPIRE - 45

( આગળના ભાગમાં જોયું કે દિગ્વિજયસિંહ રઘુ ને ધમકાવી ને રહસ્ય જાણવાની કોશિશ કરે છે પણ રઘુ તેને એ વ્યક્તિ નું નામ તો નથી બતાવતો પણ એટલું અવશ્ય કહે છે કે તે જેની વિરુદ્ધ જવાનું વિચારી રહ્યાં છે એ વ્યક્તિ તેને બહુ સરળતાથી ખતમ કરી શકે છે અને રઘુ નું મોત થઈ જાય છે અને તપાસ કરતાં ખબર પડે છે કે રઘુ નું મોત હાર્ટ એટેક થી થાય છે આ વાત મા કેટલીક હકીકત છે એ તો આગળ જઈને જ ખબર પડશે) 

દિગ્વિજય સિંહ આખી રાત પોલીસ હેડક્વાર્ટર મા જ રહ્યા, એ પોતાની જાતને કમજોર મહેસૂસ કરી રહ્યો હતો એનું મગજ હવે આગળ વિચારવા સક્ષમ ન હતું. પણ અચાનક જ તેના મગજ મા એક વિચાર આવે છે અને તે તરત જ પાટિલ ને કેબિન માં બોલાવે છે. 

“બોલો સાહેબ શું લાવું ચા કે કોફી? ” પાટિલે કેબિન માં આવતા જ કહ્યું 

“પાટીલ ચા ની સાથે એક બીજી વસ્તુ પણ લાવવાની છે ” દિગ્વિજય સિંહે આળસ મરડતા કહ્યું 

“શું લાવવાનું છે બોલો સાહેબ ” પાટીલે કહ્યું 

“હુસેન ના મર્ડર કેસ ની ફાઈલ ” દિગ્વિજય સિંહે કહ્યું 

“ઓકે સાહેબ ” આટલું કહીને પાટીલ જતો રહ્યો, થોડીવારમાં પાટીલ ચા નો કપ અને હુસેન ના મર્ડર કેસ ની ફાઈલ દિગ્વિજય સિંહ ના ટેબલ પર મૂકી ગયો, દિગ્વિજયસિંહ પણ ફ્રેશ થઈને પાછો કેબિન માં આવ્યો અને ચા ચસૂકી લેતાં તેણે હુસેન ના મર્ડર કેસની ફાઈલ ખોલી અને ક્રાઈમ સ્નિના ફોટોગ્રાફ જોવા લાગ્યો, તે બારિક રીતે ત્યાં પડેલા ડેડબૉડી ના ફોટો જોઈ રહ્યો હતો પણ બ્લાસ્ટ ને કારણે બધું કાળું પડી ગયું હતું પણ એ જે વસ્તુ ને શોધી રહ્યો હતો એ આખરે તેને મળી જ ગઈ, ડેડબૉડી મા અમુક લોકો ની હાથની કલાઈ પર તેને એજ ડેવિલ આઈ નું ટેટું દેખાયું. દિગ્વિજયસિંહ જાણી ચૂક્યા હતો કે કોઈ સાધારણ ટેટું નથી આ કોઈ મોટી ગેંગ છે અને આનો માસ્ટર માઇન્ડ જ છે આ બધી ઘટનાઓ પાછળ. 

દિગ્વિજય સિંહ નું આકલન સાચું હતું પણ એ જે રીતે ડેવિલ આઈ ના માસ્ટર માઇન્ડ ને સમજી રહ્યો હતો એ વ્યક્તિ એના કરતાં પણ વધારે ખતરનાક હતો, શૌર્ય એ અજાણતા જ હુસેન ને માર્યો પણ એને કયાં ખબર હતી કે એજ ડેવિલ આઈ તેની લાઈફ નું લક્ષ્ય બની જશે. 

શૌર્ય ઘરનાં ટેરેસ પર વ્હાઈટ ટી-શર્ટ અને બ્લેક શૌર્ટસ પહેરીને ઉભો હતો, S.P. અને અર્જુન બંને શૌર્ય ને શોધતા ટેરેસ પર આવ્યા.  

“ગુડ મોર્નિંગ સર ” S.P. એ કહ્યું 

“ગુડ મોર્નિંગ ” શૌર્ય એ ખુશ થતાં કહ્યું 

“સર આજ નું ન્યૂઝ પેપર વાંચ્યું ? ” અર્જુન એ ખુશ થતાં કહ્યું 

“હા ખબર છે મને શું ન્યૂઝ છે ” શૌર્ય એ કહ્યું 

“સર વિશ્વાસ નથી આવતો કે આટલી સરળતાથી આપણને આ સ્થાન મળશે ” S.P. એ કહ્યું 

“એ તો છે આપણે આવ્યાં હતાં બીજા કામથી અને આ વિશે વિચાર્યું પણ ન હતું ” શૌર્ય એ કહ્યું 

“તારું ઝુનૂન અને તારું બેધડક રહેવું એ જ તારી બધી મુશ્કેલીઓ ને દૂર કરે છે ” પાછળ મિસ્ટર બક્ષી એ કહ્યું 

“બક્ષી અંકલ તમે? ” શૌર્ય એ કહ્યું 

“હા હું આટલી મોટી ખુશ ખબર છે ભાઈ, M.K.INDUSTRY ને પાછળ છોડીને KING INDUSTRY  આ દેશની નંબર વન કંપની બની ગઈ છે ” મિસ્ટર બક્ષી એ કહ્યું 

“હા પણ મે આ વિશે કયારેય પણ વિચાર્યું ન હતું ” શૌર્ય એ કહ્યું 

“સર આજ નહીં તો કાલ આપણે અહીં સુધી પહોંચવાના જ હતા અને સૌથી સારી વાત એ છે કે ફંકશન પહેલાં જ આ ન્યૂઝ આવી ગયા હવે ખુશી મા ચાર ચાંદ લાગી જશે ” અર્જુન એ કહ્યું 

“બક્ષી અંકલ થેન્કયું, તમે સાથ ના આપ્યો હોત તો શાયદ આજ હું જીવતો પણ ન હોત ” શૌર્ય એ કહ્યું 

“શૌર્ય જે મોત ને પણ પાછળ છોડી દે મોત એનું શું બગાડી શકવાની અને મેં કંઈ નથી કર્યું તને બચાવવા વાળા આજ આ દુનિયા મા નથી પણ એ લોકો એ કુરબાની આપી કારણ કે જાણતા હતા એ લોકો તું ફરી પાછો આવીશ ” મિસ્ટર બક્ષી એ કહ્યું 

“હું એ ઘટના ભૂલી નથી શકતો બસ એકવાર મારે કાનજી પટેલ ને પૂછવું છે એમણે આવું શા માટે કર્યું, મે એને ગુરૂ માન્યા હતા પણ તેણે પોતાના જ શિષ્ય સાથે અરે શિષ્ય તો છોડો પોતાના ભાઈ થી અજીજ મિત્ર સાથે વિશ્વાસઘાત કર્યો ” શૌર્ય એ ગુસ્સે થતાં કહ્યું 

“શૌર્ય દસ વર્ષ સુધી તું આ દેશ થી દૂર રહ્યો છે પણ માત્ર બે વર્ષ મા તે એ બધું મેળવી લીધું જે તે ગુમાવ્યું હતું ” મિસ્ટર બક્ષી એ કહ્યું 

“બક્ષી અંકલ સિંહ ની સંતાન ને શિકાર કરતા શિખવાડવું ન પડે ” અર્જુન એ કહ્યું 

“હા પણ તમે બંને ના હોવ તો આ સિંહ પણ કંઈ નથી કરી શકે ” શૌર્ય એ S.P. અને અર્જુન ને કહ્યું 

“હા આ વાત સાચી છે, તમારા પિતાજી એ શૌર્ય ના દાદાજી ને સાથ આપ્યો હતો અને તમે બંને એ શૌર્ય ને સાથ આપ્યો છે ” મિસ્ટર બક્ષી એ કહ્યું 

“સાચું કહું બક્ષી અંકલ આજ ના સમય માં બધા પોતાના જ સ્વાર્થ જોવે છે પણ આ બંને બેવકૂફ વચન નિભાવવા માટે મોત સાથે પણ બાથ ભીડી લે છે ” શૌર્ય એ કહ્યું 

“સર શું કરી એ તમારા દાદાજી ને કારણે જ અમે અહીં સુધી પહોંચ્યા છે અને પપ્પા ને વચન પણ આપ્યું હતું એટલે તમારા સુધી મોત ને જયાં સુધી અમે જીવીએ છીએ ત્યાં સુધી તો પહોંચવા તો નહીં જ દઈએ” S.P. એ કહ્યું 

“શૌર્ય તારા દાદાજી ને કારણે આજ અમે લોકો આ સ્થાન પર પહોંચ્યા એટલે એ ઉપકાર ચૂકવવા તો અમે કંઈ પણ કરી દેશું ” મિસ્ટર બક્ષી એ કહ્યું 

“હું જે પણ છું દાદાજી ના કારણે છું, દાદાજી હમેંશા કહેતાં અંત જ આરંભ છે એક અંત ને કારણે મારી જિંદગી બદલાઈ ગઈ પણ એ અંત થી જ મેં નવો આરંભ કર્યો ” શૌર્ય એ કહ્યું 

“તું તારા દાદાજી જેવો જ છે ” મિસ્ટર બક્ષી એ કહ્યું 

“નહીં.... હું એમના જેવો બિલકુલ નથી એમણે બધા ને પ્રેમ ની પરિભાષા શીખવી, બધા ને પોતાના માન્યા પણ એ હરામીઓ એ એની જ પીઠ પાછળ ખંજર ભોંકયું, આજ એ બધા આ દેશ ની હસ્તીઓ બની ને બેઠા છે કસમ મહાદેવ ની એ હરામીઓ ને હું બરબાદ કરી મૂકી ” શૌર્ય એ ગુસ્સામાં કહ્યું 

“સર એ બધા ની બરબાદી ની શરૂઆત તો થઈ ગઈ છે અમુક લોકો ને તો આપણે બરબાદ પણ કરી મૂકયા ” અર્જુન એ કહ્યું 

“નહીં અર્જુન એ બધા એ પૈસા અને પાવર માટે વિશ્વાસઘાત કર્યો હું એ બધું છીનવી લઇ ” શૌર્ય એ કહ્યું 

“શૌર્ય ગુસ્સામાં  આવીને કોઈ નિણૅય લેતો નહીં ” મિસ્ટર બક્ષી એ કહ્યું 

“બક્ષી અંકલ શૌર્ય એ ગુસ્સા ને પાળતા શીખી લીધું છે એટલે હવે એ ચિંતા કરવા ની કોઈ જરૂર નથી ” શૌર્ય એ કહ્યું 

“ઠીક છે હું નીકળું છું મારે પણ થોડું કામ છે ” મિસ્ટર બક્ષી એ કહ્યું 

“ઓકે અંકલ ” શૌર્ય એ કહ્યું 

મિસ્ટર બક્ષી ત્યાં થી નીકળી ગયાં, S.P. એ કહ્યું, “સર આપણે હવે કયાં જશું? ”

“કાલનો એક જ દિવસ છે પછી ફંકશન છે એટલે એક દિવસ આરામ જ કરવાનો છે એટલે કંપની પર જશું ” શૌર્ય એ કહ્યું 

શૌર્ય, S.P. અને અર્જુન ત્રણેય કંપની પર ગયા, શૌર્ય બાલ્કની જેવી જગ્યા પર વ્હાઈટ ખુરશી પર બેસી ગયો, “સર કેટલાક લોકો તમને મળવા અપોઈન્મેન્ટ માંગી રહ્યા છે ” અર્જુન એ કહ્યું 

“એ લોકોને કહો કિંગ ફંકશન પછી જ મળશે અને બીજી વાત એ બધા રાહ જોવડાવો ” શૌર્ય એ કહ્યું 

“પણ સર એ મિટીંગ આપણા માટે પણ ફાયદાકારક છે ” અર્જુન એ કહ્યું 

“એ લોકો ને આપણી જરૂર છે આપણે એની નહીં અને આ દુનિયા મા ગરજ બતાવવા જશું તો લોકો આપણ ને નીચોવી લેશે ”શૌર્ય એ કહ્યું 

શૌર્ય કાચની પાળી પાસે જઈ ને ઉભો રહ્યો તેની નજર દૂર દૂર સુધી ફેલાઈ વિસ્તાર પર હતી, દુનિયાના બીજા ખૂણે એક વ્યક્તિ પોતાના આલિશાન મહેલ માંથી આમ જ દૂર સુધી ફેલાયેલા વિસ્તાર ને માણી રહ્યો હતો, બંને ની આજુબાજુ જંગલ જ ફેલાયલું હતું, પણ બંને ની નજરમાં એક જ ફર્ક હતો, શૌર્ય ની આંખોમાં બધુ મેળવાનું ઝુનૂન હતું અને એ વ્યક્તિ ની આંખો મા બધું મેળવી લેવાનું શુકુન હતું, શૌર્ય એ નવી શરૂઆત કરી હતી એ વ્યક્તિ એ કેટલાય અંત કર્યો હતા. બે એવા વ્યક્તિ ટકરાવા ના હતા જેમા કેટલાય લોકો પીસાય જવાના હતા, શૌર્ય એક દિવસ કંપની પર જ રહેવાનો હતો, પ્રીતિ તેની હકીકત જાણી ચૂકી હતી પણ કોઈ ને કહેવા માંગતી નથી, પોતાની કંપની ને કોઈ વિદેશી કંપની એ પછાડી દીધી એ વાત નું કાનજી પટેલ ને દુઃખ હતું કારણ કે ફંકશન મા તેને બિઝનેસ એમ્પાયર નું ચેરમેન પદ મળવાનું હતું પણ બિઝનેસમેન ઓફ ધ યર કિંગ ને, હવે તમારી રાહ નો અંત આવશે કારણ કે આવતા એપિસોડ મા કોઈ બીજી વાત નહીં બસ શૌર્ય નું સરનેમ જાણવાની છે એ બધા રહસ્યો ને ઉજાગર કરશે અને શરૂ થશે ઈંતકામ ની નવી દાસ્તાન પણ આ જ દાસ્તાન મા એન્ટ્રી થશે ખલનાયક ની, શૌર્ય મા અને તે વ્યક્તિ મા ઘણી સમાનતા છે બસ બંને ના રસ્તા ઓ અલગ છે. 

હવે શૌર્ય ની પાછળ તેની સરનેમ લાગશે, શૌર્ય ના દાદાજી કોણ છે?  કારણ કે એમના અંત થી જ આરંભ થયો છે આ સ્ટોરી નો તો હવે શું છે અતિત ના અંધકારમાં, આ અંધકાર આવતાં એપિસોડ મા દૂર થશે તો બસ વાંચતા રહ્યો, “KING - POWER OF EMPIRE ”

આપ સહુ નો ખૂબ ખૂબ આભાર કે તમે આ સ્ટોરી ને આટલી પસંદ કરી અને આટલી રાહ જોઈ પણ હવે પછી ના બધા એપિસોડમાં રહસ્યો પર થી પડદા ઉઠવાના છે અને તમારી આતુરતા નો અંત થશે, અને આ સિઝન નો અંત થશે પણ એક સૌથી મોટા રહસ્યો નો આરંભ કારણ કે “ અંત જ આરંભ છે ”

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED