સફર ( એક અજાણી મંજિલની ) -12 Ishan shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સફર ( એક અજાણી મંજિલની ) -12

( આપને અગાઉ જોયુ એમ પોલ સાથે થયેલા ભયંકર અનુભવ પછી લક્ષ્ય અને એના સાથીદારો હિંમત રાખીને આગળ વધે છે , તેઓ ⭕ વાળા નિશાન વાળી જગ્યાએ પહોંચી જાય છે અને માઈકલ અને એના સાથીદારોની રાહ જોતા ત્યાં બેસે છે .....હવે આગળ )


એલ હવે પહેલા કરતા સ્વસ્થ જણાતી હતી. જિંદગી ઘણીવાર એવી હકીકતોનો સામનો કરાવે છે કે , જેને આપણે સપને પણ ધારતા ન હોય.પણ સાથે કઈ અણધાર્યુ મેળવી પણ આપે છે. દેવ અને એલ એકબીજાને હવે સારી રીતે સમજવા લાગ્યા હતા. એલની એકલતામાં દેવ એનો સારો એવો સાથ આપી રહ્યો હતો. જીવનના પાનખરની પણ એક વિશેષતા છે કે એમાં પણ જો કોઈ વસંત બનીને તમારો સાથ આપી રહ્યુ હોય તો એ પાનખર પણ જલ્દી જતી રહે છે. સમય વ્યક્તિને મજબૂત બનાવે છે એ વાત સાથે હું સંમત નથી , ગયેલાની ખોટ તો ક્યારેય પૂરી નઈ થાય પણ હા સમય દુઃખ સાથે લડવાની હિંમત અને પરિપકવતા જરૂર આપે છે.

એટલામાં સામેથી માણસોનુ ટોળુ આવી રહ્યુ હોય એમ લાગ્યુ. ધીમે-ધીમે હિલચાલ વધી રહી હતી , જાણે એ લોકો કંઇક ચર્ચા કરતા આવી રહ્યા હતા.અમે હવે સાવધાન થઈ ગયા. થોડીવારમાં ત્યાં છ વ્યક્તિઓ આવીને ઉભા રહી ગયા. એમાંથી હું માઇકલને બરાબર ઓળખી શક્યો , એની દાઢી ખૂબ વધી ગઈ હતી અને સફરનો થાક એના મોઢા પર સ્પષ્ટ દેખાતો હતો. હું મારી જગ્યાએથી સાવચેતીપૂર્વક થોડો આગળ વધ્યો અને એમની વાત સાંભળવાનો પ્રયત્ન કરવા લાગ્યો.


" આપને અહીંથી ઝડપથી બહાર નીકળવુ પડશે, એમ પણ કાલ રાતના અનુભવ પછી હું અહીં વધુ સમય રહેવા માંગતો નથી.એમ પણ મુહમ્મદ સાહેબને માલની જલ્દીથી ડિલિવરી કરવી જ રહી. શિકાગો જવાની હવે જરૂર નથી , આ હીરા લઈને સીધા ન્યૂયોર્ક જતા રહીએ ત્યાંથી સાહેબ સાથે મિયામી જવા રવાના થઈ જઈશુ." માઈકલ બોલ્યો.


આ વાતથી એતો સ્પષ્ટ હતુ કે આ લોકો સીધા અહીંથી ન્યૂયોર્ક જવાના હતા અને અહી તેઓ હીરા લેવા જ આવ્યા હતા. જે રીતે એ ઘટનાઓનુ વર્ણન કરી રહ્યો હતો તે મુજબ જરૂર પોલ સાથે જેવી ભયાનક ઘટના બની તેવી આમના કોઈ સાથી સાથે પણ બની હોવી જોઈએ. તો જ તેઓ આટલા ગભરાયેલા હોય.


એટલામાં આમને તો જમીન ખોદવાનુ શરૂ કરી દીધુ. હવે મને ફાડ પડી કે જો બધા હીરા આમના હાથમાં આવી ગયા તો તેઓ જો એના વડે કંઇક અનિચ્છનીય કરવા ઈચ્છે અને ધારે તો એ કરી શકે એમ હતુ.જોકે આ લોકોના ઇરાદા શું હતા એતો હું હજુ પણ નહોતો જાણતો. અમારા બધાના ચહેરા પર એક ચિંતાની લકીર હતી બસ અબાના એકદમ શાંત દેખાતો હતો.


થોડીક જ વારમાં માઈકલ ખુશીથી ઝુમી ઉઠયો . જોરજોરથી ચીસો પાડવા લાગ્યો.એના સાથીદારો પણ એકદમ ખુશ દેખાતા હતા. મને કંઈ સમજાયુ નહિ. પણ થોડીવારમાં જ હું સૂરજમાં ચમકતા એ હીરાઓને જોઈ શક્યો અને મેં કીધુ ખલાસ !! મને થયુ હવે બધા જ હીરા આ લોકો લઈ જશે , સાચુ કહુ તો મને પણ અંદરોઅંદર હીરા મેળવવાની ઈચ્છા હતી. એ સૂરજના તાપમાં એવા ચમકી રહ્યા હતા કે જાણે અંજાઈ જ જાઓ. આમાંથી થોડા મળી ગયા હોત તો ભારત પાછા ફરી પરિવાર સાથે આરામથી બાકીની જિંદગી વિતાવી શક્યા હોત. પણ અત્યારે તો આ લોકો બધા હીરા લઈ જશે એ વિચાર માત્રથી અમે દુઃખી હતા.


દેવ તો એમના પર અચાનક આક્રમણ કરી હીરા એમની પાસેથી આંચકી લેવા માંગતો હતો પણ અબાનાએ અમને રોક્યા." તેઓ છ લોકો છે અને એમની પાસે હત્યાર છે , આમ હીરા માટે આપના જીવ દાવ પર ના લગાવાય." અમે ક-મને પણ અબાનાની વાત સાથે સહમત થયા.

હીરા ન મળવાના ગમમાં હું લગભગ શૂન્ય મસ્તક બેઠો હતો પણ અબાનાએ મને કાનમાં આવીને કંઇક કહ્યુ અને મારી આંખો ચમકી ઉઠી !!!!!





( એવી તે કઈ વાત અબાનાએ લક્ષ્યના કાનમાં કહી હશે ? શું બધા હીરા માઈકલ અને એના સાથીદારો લઈ જશે ? શું થશે આગળની સફરમાં .... વધુ આવતા અંકે )