અધૂરું પ્રેમપ્રકરણ - ૩ PARESH MAKWANA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરું પ્રેમપ્રકરણ - ૩



મેં ફટાફટ 12 જાન્યુઆરીવાળું પેઈજ ખોલ્યું..એ લખતી હતી..,
“ અમન મેં ક્યારેય સપનામાં પણ નોહતું વિચાર્યું કે.. તું મને છોડીને ચાલ્યો જઈશ.. મને હમેશા ને ભૂલી જઈશ..તારી યાદાસ્ત ચાલી ગઈ છે.. તને પાછલી એકપણ વાત યાદ નથી.., અરે તને તો તારું અસલી નામ પણ યાદ નથી.. તારું અસલી નામ વીર છે..અને હું તારી જાનુ.. એ તસવીર આજથી આઠેક વર્ષ પહેલાની છે.. જેમાં હું છું ને બીજો તું છે..

ચાલ તને એકવખત ભૂતકાળની સ્મૃતિમાં લઈ જવ.. એ ગામમાં લઈ જાવ જ્યાં આપણે સાથે મોટા થયા એ શેરીઓ માં લઈ જવ જ્યાં આપણે સાથે રમતા કૂદતાં.. , એ નિશાળમાં લઈ જાવ જ્યાં.. સાથે ભણતા.. મોજમસ્તી કરતા..
સીતાપૂરની એ સાત નંબરની શેરીમાં આપણા બાજુ બાજુમાં જુના મકાનો.. અને એ મકાનોના સભ્યો વચ્ચે ઘર જેવો સબંધ.. જયુકાકા અને પપ્પા ની ભાઈબંધી આખા ગામમાં વખણાતી..
આપણે શેરીમાં અખોદીવસ નવી નવી રમતો રમતા.., જેમાં ક્યારેક હું ચીટિંગ કરતી..તું મારા પર ગુસ્સે થતો ને હું જોરજોર થી રડવા લાગતી.. જયુકાકા લાકડી લઈને તને મારવા દોડતા..અને તું ઉઘાડા પગે છેક સીમાડા સુધી દોડયે જતો. તને આમ માર ખતો હું જોઈ ના શકતી.
અને તું તું પણ કાઈ ઓછો નોહતો.. તારી શરારતો બતાવું.., તું આખો દિવસ મને હેરાન કરતો..,ક્યાકેક મને વાંદરી કહેતો તો ક્યારેક મારી ચોટલીઓ ખેંચતો..
હું નિશાળે જવાની ચોર.. માંડ માંડ પાંચમા સુધી પોહચી.. મને યાદ છે એ દિવસ કે જ્યારે નિશાળે ના જવા મેં ઘરમાં ધમપછાડા કરેલા.. માં મને મારવા આવી ને તું વચ્ચે આવી ગયો..
અરે.. શારદામાસી શુ કામ બિચારી ને મારો છો..?
કોઈ બિચારી નથી.., મહારાણી ને ભણવા નથી જવું..
તું મને પુછતો.. જાનું કેમ ભણવા નથી જાવું..?
ને હું રોવા લાગતી.. તું કહેતો કે હું તને સાઈકલની સવારી કરાવીશ..
અને હું તારી સાથે આવવા તૈયાર થઈ જાતી..સાઈકલની કેરિયર પર હું બેસી જાતી ને તું ગામમાં નિશાળ તરફ સાઇકલ મારી મુકતો.. રસ્તામાં તું પુછતો - જાનુ તું નિશાળે જવામાં આટલા ધમપછાડા શુ કામ કરે છે.. નિશાળે જાવું તો સારું કહેવાય.. ત્યારે હું તને કહેતી કે નિશાળે મને પેલી અમારી ટીચર રોજ મારે છે..તને ખબર છે પરમદિવસે એણે મને ચાર ફૂટપટ્ટીઓ મારી..
તું કહેતો - તો તારે નિશાળે નથી જવું એમ ને..?
હા.. નથી જ જાવું.. અને હું ફરી રડવા લાગતી.. તું મને છાની રાખતો કહેતો - યાર આપણે નિશાળે નથી જાતા.. શુ કામ ચિંતા કરે છે..
તો પછી આપણે ક્યાં જઈએ છીએ..
ફરવા..

અને તું મને તારા કાકાની વાડીએ લઈ ગયો..ત્યાં બાંધેલો હિંચકો જોતા હું હિંચકા ખાવા દોડી ગઈ.. તું મને ધીમે ધીમે હિંચકા નાખતો.. અને હિંચકો ખાતી.. તું આંબલી પર ચડી મારા માટે કાતરા તોડતો.. ખાટા મીઠા ને ચટપટા કાતરાનો ખોબો ભરી લેતી.. તું કહેતો જાનુ ઘરે ના કહેતી કે હું તને અહીં લાવ્યો હતો.. અને હું મજાકમાં કહેતી કે હું તો કહી દઈશ મમ્મીને.. તું ડરી જાતો અને મને મનાવતો કહેતો - જાનુ આ વાત ઘરમાં ખબર પડી તો. બાપુ મને બહુજ મારશે... તું આ વિશે કાઈ ના કહેતી.. હું કહેતી કે તો તારે મને અહીં રોજ લાવવી પડશે નહિતર હું મમ્મીને કહી દઈશ.
એ પછી તો તું મારી ધમકી થી ડરીને મને રોજ નિશાળે લઈ જવાના બદલે વાડીએ લઈ જતો.. જ્યાં આપણે રમતા, હિંચકા ખાતા, ખૂબ મસ્તી કરતા.. આપણો આ ક્રમ માંડ પાંચેક દિવસ ચાલ્યો કે વર્ષાએ ઘરમાં મમ્મીને કહી દીધું કે જાનુ કેટલાય દિવસ થી નિશાળે નથી આવતી.. પપ્પા મને શોધતા વાડીએ આવી પોહચ્યા.. અને આપણે ને વાડીએ જોઈ ગયા તરત જ પપ્પાએ મને મારા ગાલ પર એક ફડાકો ચોંટાડી દીધો.. - આ બધું શુ છે જાનુ..? નિશાળે જવાને બદલે તું આ નાલાયક જોડે વાડીએ મજા કરવા આવે છે.. હું ખૂબ જ ડરી ગઈ..એટલે મેં બધું જ તારા પર નાખી દીધું..- વિરો જ મને રોજ અહીં લાવતો હતો પપ્પા..
ત્યારે. મારા પપ્પા અને કાકા તને મારતા મારતા ઘરે છેક લઈ ગયા.. જ્યાં જયુકાકા સામે પપ્પાએ બધો જ ખુલાસો કર્યો.. જયુકાકાએ મારી પાસે આવી મને પૂછ્યું..- જાનુ તું કહી દે સાચું શુ છે.. અને ત્યારે પણ હું એ જ બોલી જે મેં પપ્પાને કહ્યું હતું.. ત્યારે જયુકાકા તારા પર ખૂબ જ ગુસ્સે થયા અને તારો હાથ પકડી ઘરની બહાર મૂકી આવ્યા..- આજ પછી તારે આ ઘર સાથે કોઈ જ સબંધ નથી..
એ પછી મને તારી ખોટ સલવા લાગી.. હું તારા વિના નોહતી રહી શકતી અને તું પણ મને ખૂબ જ ચાહતો હતો.. એક દિવસ રાત્રે તું ચોરી છુપે મને મળવા મારા ઘરમાં ઘુસી ગયો.. તને જોતા જ હું તારી છાતીએ વળગી પડી.. મને માફ કરી દે વીરા.. જો એ. દિવસે હું.. ત્યારે તે મારા હોઠો પર આંગળી મૂકી દીધી.. જાનુ હું તારા વિના નહીં રહી શકું.. ચાલ મારી જોડે આપણે ક્યાંક ભાગી જઈએ.. ત્યાં પપ્પા આપણે ને જોઈ ગયા.. મને તારા થી અલગ કરી.. પપ્પાએ રૂમમાં બંધ કરી દીધી..તે પપ્પા ને કહી દીધું - કાનાકાકા હું જાનુ ને પ્રેમ કરું છું.. ત્યારે પપ્પાએ તને ધક્કો મારી ઘરમાં થી કાઢી મુક્યો.. - આજ પછી જાનું નું નામ પણ લીધું છે ને તો જીવ લઈ લઈશ..
એ પછી તો તું રોજ અમારા ઘરે આવતો કાનાકાકા જાનુ જોડે એકવાર મળવા દો પ્લીઝ..પપ્પા તને જોઈને જ દરવાજો બંધ કરી દેતા..
એક દિવસ તારા એક મિત્રને તારા વિશે પૂછ્યું તો એણે કહ્યું - વીર તો મહિના દિવસ પહેલા ગામ છોડીને ચાલ્યો ગયો..
મને હતું કે હું તારા વિરહમાં જેટલી તડપુ છું એટલો તું પણ મારા વગર તડપતો હશે.. હતું કે તું એક દિવસ મને લેવા પાછો આવીશ..
ચાર પાંચ વર્ષમાં અમે પણ તારા પરિવારની જેમ ગામમાં થી રાજકોટ આવી ગયા.. આટલાવર્ષો પછી પણ પપ્પાની અને જયુકાકાની દોસ્તીમાં કોઈ ફેર નોહતો પડ્યો પણ તારા મમ્મી.., તું ઘર છોડીને ચાલ્યો ગયો એમાં મને જ દોષી માનતા હતા. હું જ્યારે પણ એમને તારા વિશે પૂછતી એ મારા ઉપર ગુસ્સે થતી..
પણ રાની મારી બેસ્ટ ફ્રેન્ડ હતી..એ મારી લાગણીઓ સમજતી.. એણે જ. મને કહ્યું કે તું આર્મીમાં છે.. અને આગલા વર્ષે રજાઓમાં રાજકોટ આવવાનો છો.
અને એક વર્ષ પછી તું આવ્યો મને હતું કે તું તારી જાનુ ને જોતા જ ભેટી પડીશ પણ તે મારી સામું પણ ના જોયું અને એક અજાણ્યા માણસની જેમ જ બાજુમાં થી પસાર થઈ ગયો. એ પછી મને ખબર પડી તું તારી યાદાસ્ત ખોઈ ચુક્યો છો.. પાછલી એકપણ વાતો તને યાદ નથી.
ક્રમશ...