સંબધો ની આરપાર... પેજ - ૨૦ PANKAJ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંબધો ની આરપાર... પેજ - ૨૦


અંજલિ અનેે પ્રયાગ બન્નેવ માં દિકરો .....બંંગલો ની લોન માં ગોઠવેલા હિચકે બેેેેઠા છેે....

હવે આગળ......

******* પેજ - 20 *******

પ્રયાગે તેની મમ્મી અંજલિ ને આસ્થા વાળી વાત કરી કે...એને હમણાં થી રોજે એના ઘરે ડ્રોપ કરી ને આવે છે.
અંજલિ.....મનમાં જ હસવા લાગી...અને મન મા જ બોલી ...હવે મારો પ્રયાગ મોટો થવા લાગ્યો છે.

હા..તો એમાં શું વાંધો બેટા ?? એવુ તો ફ્રેન્ડસ માં ચાલ્યા કરે. અંજલિ વિચારોથી હર હંમેશ યુવાન જ હતી. તેને ક્યારેય એવુ નહોતું કે પ્રયાગ આમ કરેજ...અથવા તો નાં જ કરે. એને સમય ની સાથે અને સમય ના તાલે રહેવું ગમતું હતુ. અને એટલેજ કદાચ તેને પ્રયાગ સાથે આટલી ઘનિષ્ટતા હતી.

મમ્મી...પણ મારે તો હજુ એબ્રોડ જઇને ભણવાનું છે, અને પછી મારુ માસ્ટર્સ પતાવીને પાછુ ઈન્ડીયા આવવું છે અને પછી આપણો બીઝનેસ શીખવો છે અને પછી કરવો પણ છે.
અત્યારે તો મારુ ફોકસ એકજ છે.

જો બેટા....સમય ની ગતિ ખુબ ન્યારી છે. કોઈપણ વ્યક્તિ કઈ પણ વિચારીને ચાલતી હોય પણ સમય જ્યારે તેની ચાલ ચાલે છે ને ત્યારે મોટાં મોટાં હાથી પણ તેને રોકી શકતા નથી. છેક ટોચ પર ની વ્યક્તિ જમીન થી નીચે એવી પાતાળ ની પછળાટ ખઈ જાય છે.
અને રંક કે ફકીર જેવા માણસો કરોડ પતી થઈ જતા મે મારી આંખે જોયેલા છે.

એટલે ,તુ સ્વપ્નો જો એની સામે વાંધો નથી મને, પરંતુ હર હંમેશા આજ માં જ જીવવાનુ નહિતર વધારે દુઃખી થવાશે.

અંજલિ નાં આવતા પહેલા જ પ્રયાગે તેનાં અને અંજલિ બન્ને માટે સેવક ને આઈસ્ક્રીમ ઓર્ડર કર્યો હતો, એટલે સેવક તેને આપેલા સમયે આઈસ્ક્રીમ લઈને હાજર થઈ ગયો.

બન્ને વ માં અને દિકરા એ આઈસ્ક્રીમ ની મઝા માણી...પછી મોડાં સુધી વાતો કરી અને ઘરમાં આવ્યા સુવા માટે.

અંજલિ ને પગે લાગીને પ્રયાગ તેનાં રૂમમાં ગયો. અંજલિ એ તેના રૂમમાં જોયું તો વિશાલ હજુ ટી.વી પર ન્યૂઝ જોઈ રહ્યો હતો.
અંજલિ તેના બેડ માં ગઈ અને પ્રભુ સ્મરણ કરી અને સુઇ જાય છે.

********

અંજલિ ને પરિવાર માં બધુંજ રૂટીન ચાલી રહ્યું છે. રોજ નિત્યક્રમ મુજબ બીઝનેસ નાં ચઢાવ અને ઊતરાવ ...નવા આયોજન અને તેમાં આવતી તકલીફો ...આ બધુ હવે સામાન્ય થઈ ગયુ હતુ.
પ્રયાગ ગ્રુપનાં કર્મચારી ઓ બેંગ્લોર નાં પ્રોજેક્ટ અંતર્ગત ત્યાં નાં પ્રવાસે હતાં. અનુરાગ ગ્રુપ ની હોટેલ "બીઝનેસ પાર્ક પ્લાઝા " માં પ્રયાગ ગ્રુપ નાં કર્મચારી ઓ માટે ડિસ્કાઉન્ટેડ રેટ્સ થી રૂમ બુક થઈ ગયા હતા.

અંજલિ ના અતિ વિશ્વાસુ મેનેજર મહેતા સાહેબે બેંગ્લોર પહોંચી ને તરતજ આખા પ્રોજેક્ટ ની કમાન્ડ સંભાળી લીધી હતી.
બેંગ્લોર પ્રોજેક્ટ ના હેડ ની મીટીંગ અનુરાગ ગ્રુપ ના હેડ ની સાથે પણ કરાવી દીધી હતી.
જો પ્રયાગ ગ્રુપ ને કોઈપણ નાની મોટી ઈમરજન્સી જરૂરીઆત ઊદભવે તો અનુરાગ ગ્રુપ હંમેશા તેમની સાથે જ છે...તે પણ સારી રીતે સમજાવી દેવા માં આવ્યું હતું.

મહેતા સાહેબે જરુરીયાત મુજબ નિષ્ણાતો ની નિમણુંક નુ કામ પતાવતા પહેલા એક રનિંગ ઓફિસ ભાડા પર લઈને તેને પ્રયાગ ઈન્ડસ્ટ્રીઝ ની ઓફીસ ની જરુરીયાત અને તેના મોભા ને અનુરૂપ કરાવી દીધી. શક્ય એટલું ઝડપી દરેક કામ શરુ કરી શકે તેમ આયોજન પણ કરી લીધુ. સરકારી અને અર્ધ સરકારી ઓફીસોમાં થી જરુરી પરમીશન મેળવવા માટે અરજી ઓ કરી અને તેના માટે લાયઝન ઓફિસર ની નિમણુંક પણ કરી દીધી.
દરેક કામ કેટલું પુરુ થઈ ગયુ છે તેની બધીઝ ડીટેલ અંજલિ મેડમ ને ઈ.મેલ દ્વારા મોકલી આપવામાં આવતી હતી.

મહેતા સાહેબ ને ચાર દિવસ થઈ ગયા હતા અને બીજા દિવસે રવિવાર આવતો હોવાથી તેમણે અંજલિ ની રજા માંગી અને પરત ફરતા પહેલા રાવ સાહેબ કે જેઓ ઈનચાર્જ હતા બેંગ્લોર ના તેમને બધુ સમજાવી દીધું હતુ.

મહેતા સાહેબ તેમનાં કામ ને સંપૂર્ણ ન્યાય આપી અને પરત ફરે છે.

***

આજે સન્ડે હતો....પ્રયાગ ના ગ્રુપ ની પાર્ટી નો દિવસ...કે જે સાંજના સમયે રોકર્સ ક્લબ માં રાખી હતી, એટલે પ્રયાગ આજે સવાર થીજ તેની તૈયારીઓ માં બીઝી હતો.
આજની પાર્ટી યુ.એસ થી આવેલા બે ફ્રેન્ડસ સિવાયના બીજા બધા ફ્રેન્ડસ સાથે મળી ને આપવાનાં હતા. અને આજ ની પાર્ટી નો ડ્રેસ કોડ પણ આસ્થા એ નક્કી કરયો હતો.
બધાય ને બ્લેક એન્ડ બ્લેક કપડાં પહેરીને જ આવવાનું એમ નક્કી થયું હતુ.
ગલ્સ ને બ્લેક વન પીસ...કે જે સ્હેજ પણ વલ્ગર ના લાગે તેવું અને જેન્ટસ ને તેમની અનુકુળતા મુજબ નુ પણ બ્લેક ફિક્સ હતુ.

નિયમો નકકી થઈ ગયાં હતાં.
બધુંજ ક્લીઅર હતું.
નો..ડ્રીંક્સ...અલાઉડ.

જોકે આમ પણ પ્રયાગ નાં ગ્રુપ માં કોઈ ને પણ તેની આદત કે ટેવ નહોતી પડી.જેથી તેનો પ્રશ્ન જ નહોતો.
પાર્ટી માં કોઈ જાત નો વિક્ષેપ નાં પડે બસ તે અગત્ય નુ હતુ.

આજે સન્ડે હતો...અને સાંજે પ્રયાગ ને જવાનું હતું , એટલે અંજલિ એ આજે જમવામાં ગુજરાતી દાળ ઢોકડી બનાવડાવી હતી.
પ્રયાગ બંગલો ના ડાઇનીંગ રૂમમાં રવિવારે સવારે જમવાનો સમય સામાન્ય દિવસોમાં હોય તેના કરતાં થોડો અલગ રહેતો હતો.

સવારે લગભગ ૧૨ વાગે...જમવાનું ટેબલ પર મુકાઇ ગયુ હતું. પ્રયાગ, અંજલિ અને વિશાલ આખા અઠવાડિયા દરમ્યાન બનેલી નાની મોટી વાતો ની મિજબાની કરી રહ્યા હતા. ક્યારેક જમવાની સાથે મિષ્ટાન્ન નાં હોય અને જુની યાદો નાં સંભારણા ને પણ જો વાગોળવા માં આવે તો પણ તે મિષ્ટાન્ન થી પણ વધારે મીઠા લાગતાં હોય છે. અને તેનો સાચો અનુભવ અંજલિ નો પરિવાર હંમેશા કરતો.


બપોર ના સમયે વિશાલ તેનાં રૂમમાં આરામ ફરમાવતો હતો, જ્યારે અંજલિ તેના બેંગ્લોર પ્રોજેક્ટ માટે સતત મહેતા સાહેબ સાથે ફોન પર ડિસ્કશન કરી રહી હતી અને દરેક કામ નું સ્ટેટ્સ સમજી રહી હતી.
અંજલિ આરામ કરવા ને બદલે તેના બેંગ્લોર પ્રોજેક્ટ અંગે વિચારો કરી રહી હતી, અને લેપટોપ પર દુનિયા ભર ની ડીટેલસ કલેકટ કરી રહી હતી.
તેના હરીફ કંપની વાળા શુ કરી રહ્યાં છે ?
તેમની બીઝનેસ સ્ટ્રેટેજી શુ છે ?
તેમની માર્કેટીંગ માં અને તેમની પ્રોડક્ટ ની મેઈન સ્ટ્રેન્થ શુ છે ?
શક્ય હોય એટલી નાનાં માં નાની અને ઝીણાં માં ઝીણી વિગતો ને અંજલિ કલેક્ટ કરી રહી હતી. અને તેની અલગજ ફાઈલ બનાવી રહી હતી. અને પ્રયાગ ગ્રુપ ની દરેક બાબતો સાથે તેને કમ્પેર કરી રહી હતી.
તેને પોતાને ક્યાં શું ઇનપુટસ આપવા પડશે , કોને કયા પોર્ટફોલીયો આપવાથી સારા માં સારુ પરિણામ મેળવી શકાય તેમ છે...તેનાં અંગે સતત ચિંતન કરી રહી હતી. ક્યારે શુ પોલીસી એડોપ્ટ કરવી જોઈએ કે જેનાં થી કંપની નો સતત ,સરળ અને કાયમી ગ્રોથ કરી શકાય...કંપની ના સારા ખોટા પાસાં અંગે સતત વિચાર કરી રહી હતી.
કંપની ની ચેરમેન , સી.ઈ.ઓ અને એમ.ડી જે ગણો તે અંજલિ જ હતી. દરેક જવાબદારી એકલા હાથે નિભાવવી તે અંજલિ નો વર્ષો નો અનુભવ હતો. અને હંમેશા કુદરતે પણ તેને સાથ આપ્યો હતો.
અને અંજલિ એ પણ ક્યારેય મહેનત કરવામાં પાછું વળીને જોયું નહોતું.

અંજલિ એ અનુરાગ સાથે રહી ને તેનાં કામમાં જે ધાર લાવી હતી તે લાજવાબ હતી. તેણે અનુરાગ સાથે રહીનેજ કામ ને કેવી રીતે ઝીણાં માં ઝીણી બાબતો ને સમજ્યા પછી કરવાની કુનેહ કેળવી હતી. કામ ને ખાલી કરી નાખવું નહી પણ કામ ને સતત એન્જોય કરતા રહેવું અને કરવું આ વસ્તુ પણ તે અનુરાગ પાસે થી જ શીખી હતી.
કદાચ તે પણ એક કારણ હતું કે અંજલિ દરેક કામ ને કરી શકતી હતી અને સફળ બનાવી શકતી હતી.

****

પ્રયાગ તેનાં રૂમમાં હતો...સાંજના ચાર વાગ્યા હતા...સેવક તેના રૂટીન મુજબ ચ્હા અને ખાખરા તૈયાર કરી ને ટેબલ પાસે ઊભો હતો.

અંજલિ એ આજે પણ આરામ કરવા ને બદલે સતત કામ કરી રહી હતી.આવનારા બીજા સન્ડે નાં તેનાં ડ્રીમ પ્રોજેક્ટ નું ભુમી પૂજન હતું..એટલે હજુ તો તેની પણ તૈયારી તેને કરવાની હતી.

અંજલિ એ વિશાલ ને જગાડી દીધો , જ્યારે પ્રયાગ ને આજે પાર્ટી માં જવાનું હોવાથી તે ટાઈમસર આવી ગયો હતો. સાંજના સમયે સન્ડે નાં ઘણીવાર ત્રણેય જણા સાથે ડીનર કરવા જતા....પરંતુ આજે તો પ્રયાગ ને બહાર જવાનું હતુ.

ચ્હા પુરી થતા જ પ્રયાગ બોલ્યો....મમ્મી તુ જરા પછી મારા રૂમમાં આવજે ને..કામ છે મારે.
અંજલિ ને ટુંકારે બોલાવી પ્રયાગે ,એટલે સમજી ગઈ અંજલિ કે નક્કી કંઈક કહેવું છે સાહેબ ને નહિંતર સાંજે શુ પહેરવું પાર્ટી માં એ પૂછવું હશે.


એ હા બેટા...તુ જા...હું આવુ હમણાં...કહી ને અંજલિ એ પ્રયાગ ને તેના રૂમમાં મોકલ્યો.

વળી પાછું શુ થયુ તારા દિકરા ને ??
વિશાલ થી પુછ્યા વજર રહી નાં શકાયું.
અરે કઇ નઈ હોય....એતો સાંજે બધા ફ્રેન્ડસ ભેગા થઈ ને પાર્ટી માં જવાનાં છે એટલે.. શુ પહેરવું આજ સવાલ હશે...સાહેબ ને.
અંજલિ હસતાં હસતાં બોલી.

એમ તને ક્યાંથી ખબર પડી કે તને આજ કામ થી બોલાવી હશે..?
કંઈ બીજુ નાં હોઈ શકે ??
વિશાલ આજે અંજલિ ને એમજ... સવાલો કરતો હતો...!

વિશાલ તમે નહી સમજો અમારા માં દિકરા નો મન મેળ...!!

પ્રયાગ શ્વાસ લે તો પણ મને ખબર પડી જાય કે તે કઈ નાડી થી શ્વાસ લેજે...ડાબી કે જમણી....!!
પણ આ તમને ખબર નહિં જ પડે અમારા બન્ને ની આત્મા એક જેવી છે. હું તેની માં નથી ખાલી..
તેની મિત્ર છુ,
તેની હમરાઝ છુ..
પ્રયાગ તેનાં વિચારો ને મને ખુલ્લા મનથી કહી શકે છે..
તેના સુખ અને દુઃખ બન્ને મને વહેંચે છે.
તેની પસંદ ના પસંદ પણ મારી સાથે હળવા મન થી વહેંચી શકે છે.
અમારા માં દિકરા નો સંબંધ કદાચ તમે ક્યારેય નહીં જ સમજી શકો.

વિશાલ ને તો શું જવાબ આપવો તે પણ સમજાયું નહીં.

અને હા...અંજલિ ખૂબ આત્મવિશ્વાસ સાથે બોલી હવે...
મને...ચોક્કસ વિશ્વાસ છે કે પ્રયાગ ખુબ મહાન વ્યક્તિ બનશે...
મારા કરતા પણ ...મહાન....અને કદાચ.....

આ છેલ્લા કદાચ માં બહુ બધુ ..સમાઈ ગયું હતું...
પરંતુ વિશાલ તેને સમજી નહોતો શક્યો.

અંજલિ...વિશ્વાસ પૂર્વક પ્રયાગ નાં રૂમ તરફ ચાલી.
પ્રયાગ બોલો બેટા...શુ કહેતો હતો...કહેતા અંજુ એ પ્રયાગ ના ડોર પર નોક કર્યું.

મમ્મી...આ તારે મારા રૂમમાં આવવા માટે નોક કેમ કરવાનુ ?
સીધાજ અંદર નાં અવાય ?
પ્રયાગ કાયમ અંજલિ ને આમજ કહેતો.

બેટા...જો તુ હવે મોટો થયો...આમતો તારી માં છું એટલે મારા થી કોઈ શરમ પણ નાં જ હોય તને...તેમ છતાંય એ શિષ્ટાચાર તો નાં જ કહેવાય ને....અંજલિ એ સૌમ્યતા થી જવાબ આપ્યો.

સારુ..ભઈ ચલો...આજે પાર્ટી માં શુ પહેરુ ??? કહી ને પ્રયાગ હસતાં હસતાં અંજલિ ને ભેટી પડ્યો.

બસ...આજ કામ હતું ?? અંજલિ મલકી પડી...બોલતા બોલતા.

કેમ...મમ્મી તું નહિં કહે ??
પ્રયાગ ને એમ કે મમ્મી....નાં મન મા કંઈક છે જે કહેતી નથી મને...પણ તેનાં ચહેરા પર નુ છૂપું હાસ્ય જરુર એવુ જ કહેછે...એટલે પ્રયાગે પણ અંજલિ ને મસ્કો માર્યો...

શું વાત છે...મમ્મી ??? કેમ તુ હસે છે ? અને કંઈ બોલતી નથી...?
ક્યાંય મારા માટે કોઈ ની સાથે વાત નથી ચલાવી ને ???
જોજે પાછુ....તને તો ખબર જ છે ને મારો પ્લાન....??
મારે હજુ ભણવાનું બાકી છે... રાઈટ ??

અરે ના બેટા નાં....આતો હમણાં જ તારા પપ્પા સાથે ચર્ચા થઈ હતી તે મને ઉપર આવવા કહ્યું તે વાત પર....અંજલિ હસતી જ હતી હજુ.

શું ચર્ચા થઈ મમ્મી ?? પ્રયાગે કુતુહલતા થી પુછ્યુ.

એજ...બેટા....કે તારે શુ પહેરવાનું છે તેના માટે જ તે મને બોલાવી છે ઉપર એમ, એવુ મે તારા પપ્પા ને કીધુ.

અને તારા પપ્પા નું કહેવું એમ હતુ...કે પ્રયાગે કશુંય કીધું જ નથી તો...મને ખબર કેવી રીતે પડી કે તારે આજ કામ છે મારું.....??
બસ આજ વાત પર અમારે ચર્ચા થઈ હતી.

અચ્છા મમ્મી...પણ એમાં પપ્પા નો શુ વાંક બિચારા નો....
એમને આપણા બે ની નિકટતા નો ખ્યાલ જ નાં હોય ને.

આપણા બન્ને વચ્ચે એક માં દિકરા કરતા ઘણો જ અલગ અને વધુ સબંધ છે.

જ્યારે...માણસ નો જન્મ થાય ત્યારે...ભવોભવ ના રુણાનુબંધ સબંધો માં એના માતા પિતા સાથે જોડાયેલો હોય છે.
એક માં ના ગર્ભમાં જ્યારે બાળક ઉછરતુ હોય ત્યારે માં જે કાંઈ જમે...તે જ તેના બાળક નું પોષણ કરે...તેમ કહેવાય.
પિતા ની સાથે ખાલી લોહી નાં સબંધ હોય જ્યારે એક માં સાથે લોહી ની સાથે સાથે ..પ્રેમ....તેનાં વિચારો થી માંડીને એની નશે નશ માં વહેતી દરેક વસ્તુ ઓ સાથે બાળક જોડાયેલું હોય છે.

એટલે ...સામાન્ય એક બાળક ને તેની માં સાથે હોય તે સબંધ તો આપણી વચ્ચે હોય જ, અને છે જ...પરંતુ તારી સાથે મારો સબંધ એક અંગત મિત્ર કરતા પણ વિશેષ છે.
માણસ જે નાં ખભા પર માથું મુકીને રડી શકે તે પણ મારા માટે તુ જ મમ્મી. અને તારા ખોળામાં હું માથું મુકીને સુઇ જઉ એટલે સ્વર્ગ નું સુખ મળે મને જાણે.
એક માં...એક બાપ....એક અંગત મિત્ર અને કોણ જાણે કંઈ કેટલાય અવનવાં સબંધો નાં તાંતણે ગૂંથાયેલા છીએ આપણે.

મમ્મી એક બહું સાચી વાત કહું તને આજે ....??

હમમમમમ...બોલ બેટા....અંજલિ બહુજ ધ્યાન થી આજે પ્રયાગ ની દરેક વાત અને દરેક શબ્દ ને સાંભળી અને સમજી રહી હતી. અને પ્રયાગ નાં શબ્દે શબ્દે અનુભવી રહી હતી કે દિકરો હવે મોટો થઈ ગયો છે.

મમ્મી કોણ જાણે કેમ પણ...મને પપ્પા માટે...ક્યારેય તે મારા પપ્પા છે તેવી ભાવના કે લાગણી નથી થઈ...! ભલે તેમની સાથે મારે લોહી નાં સબંધ છે...તેમ છતાં પણ તે અહેસાસ જ નથી થતો.
કદાચ શક્ય છે કે તમે મને પપ્પા નો પણ પ્રેમ આપ્યો છે એટલે મને તેમનાં માટે તેવી ફિલીંગ નાં જન્મી હોય તેમના માટે, પણ સાથે સાથે પપ્પા ને પણ મારાં માટે કોઈ લાગણી હોય તેવુ મને ક્યારેય લાગ્યુ જ નથી. પરંતુ તે મારા પપ્પા છે અને હું તેમનું ખુબ રીષ્પેક્ટ કરું છું.


આ છેલ્લા વાક્ય ને સાંભળી ને અંજલિ એક વખત ધબકારો ચૂકી ગઈ, આમ તો ક્યારેય વિશાલે પ્રયાગ ને એવુ કઈ કીધું હોય કે તેને બોલ્યો હોય કે જેનાં થી પ્રયાગ ની લાગણી ને ઠેસ પંહોચે તેવું ધ્યાન નહોતું આવતુ. કોણ જાણે પ્રયાગ ને કેમ એવું લાગ્યું હશે ??
મનમાં ને મન મા જ બોલી ગઈ અંજલિ અને કશુ અલગ જ અનુભવી રહી હતી આજે.

જો...બેટા આવુ વિચારાય જ નહીં અને આવું બોલાય પણ નહી.અંજલિ હવે વાત ને બીજી દિશા માં જ લઈ જવા માંગતી હતી કે જેથી પ્રયાગ નું અને તેનું પોતાનું મન પણ એવી વાતો માં નાં ઉલઝાય.

બેટા..આજે કોણ કોણ આવશે એમ તો કહે તો આપણે તારા કપડા નક્કી કરી લઈએ. અંજલિ એ હવે વાત ને વાળી લીધી.

અરે ...મમ્મી બધાજ ફ્રેન્ડસ આવાના છે. મેલ ફિમેલ બધાજ. અને ડ્રેસ કોડ પણ ફાઈનલ જ છે બ્લેક એન્ડ બ્લેક.
ઓહ...ધેટ્સ ગ્રેટ બેટા....ચલો તો આપણે એક કામ કરીએ, પેલી બ્લેક ટી.શર્ટ કાઢ જેનાં પર સીલ્વર ઝરી થી P લખેલો છે.

અચ્છા પેલી પ્રાડો ની છે તેજ ને ?? પ્રયાગ ને યાદ આવી ગઈ અંજલિ એ જે ટી.શર્ટ ની વાત કરી તે.

હા..બસ એજ બેટા...અંજલિ બોલી.
અને સાથે પ્રાડો નું જ બ્લેઝર કાઢ જેનાં પર નાનો P એમ્રોડરી કરેલો છે. અને સાથે સેમ બ્લેક જીન્સ. અને બ્લેઝર ને ઓપન જ રાખજે બેટા.
અંજલિ એ પ્રયાગ ને તેમના નક્કી કરેલા ડ્રેસ કોડ મુજબ ના કપડા સજેસ્ટ કરી આપ્યા. અને તે બધા જ તેના વોર્ડ રોપ માં થી કાઢી ને તેનાં બેડ પર મુક્યા. સાથે ટોમ ફોર્ડ નું ઉદ ની ફ્રરેગરન્સ નું પરફયુમ પણ અંજલિ એજ તેનાં ડ્રેસીંગ ટેબલ પર મુક્યુ.

બોલ બેટા હવે બધુ ઓ.કે ને ?? અંજલિ એ પુછ્યુ.

હા..મમ્મી તમારે આરામ કરવો હોય તો જાઓ વાંધો નહી, અને અંહી મારી સાથે બેસવું હોય તો પણ મને વાંધો નથી.

અંજલિ ને આજે પ્રયાગ ની વાતો માં કંઈક એવું બન્યું હતું કે જેનાંથી અંજલિ ને અત્યારે આગળ પ્રયાગ સાથે વાતો કરવા માં એવુ લાગતુ હતું કે કદાચ આજે હવે બહુજ ચર્ચા નાં થાય તો સારૂં....એટલે અંજલિ એ તેનાં રૂમમાં જવા નુ નક્કી કર્યું.

બેટા...તુ તારે ફ્રેસ થા....અને તારા ટાઈમે નીકળે ત્યારે મળતો જજે....હું મારા રૂમમાં જ છુ....કહી ને અંજલિ તેનાં રૂમમાં જવા નીકળી.



******** ( ક્રમશ: ) *************