Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

શ્રેણી
શેયર કરો

સંબંધો ની આરપાર... પેજ - ૨૧



પ્રયાગ સાંજના ફ્રેન્ડસ સાથે ની પાર્ટી ની તૈયારીઓ માં વ્યસ્ત થઈ જાય છે....અને અંજલિ, પ્રયાગ ને તેનાં પાર્ટી ના કપડા તૈયાર કરાવીને તેના રૂમમાં જાય છે.

હવે....આગળ....

.........................પેજ -૨૧ ...............

અંજલિ તેના જ ઘર ની સીડી માંથી નીચે ઉતરી રહી હતી અને પ્રયાગ ના શબ્દો ને સ્પર્શી અને સમજી રહી હતી. કોણ જાણે કેમ પણ આજે બહુ બધુ યાદ આવવા લાગ્યું હતું તેને પ્રયાગ નાં જન્મ પહેલાં નું અને પછી નું બધુ જ. એક સુવર્ણ કાળ પહેલા પણ હતો અને ભવિષ્ય પણ એટલું જ સમૃદ્ધ હતું તેનો આનંદ હતો તેને.

પ્રયાગ સાંજના પાર્ટી ના આયોજન માં વ્યસ્ત હતો. દરેક ફ્રેન્ડસ ને ફોન અથવા વોટ્સએપ થી જાણ કરી રહ્યો હતો. આજે સાંજે એક ડી.જે.પાર્ટી નું આયોજન પણ કરવામાં આવ્યુ હતુ.

સાંજનાં પાંચ વાગવા આવ્યા હતા...એટલે પ્રયાગ સાવર લેવા ગયો.
સાવર લઈને નીકળેલા પ્રયાગે વ્હાઈટ કલર નો ટોવેલ લપેટેલો હતો, એકદમ સ્માર્ટ,હેન્ડસમ ગોરો વાન...મજબુત બાંધો...શેમ્પુ કરેલુ હતું એટલે એકદમ સીલ્કી હેર માં પ્રયાગ હંમેશા ની જેમ જ હીરો ને પણ ટક્કર મારે તેવો દેખાતો હતો.

અંજલિ એ કાઢીને આપેલાં કપડા પહેરીને પ્રયાગ પોતાના વાળ ઓળતા ઓળતા મિરર માં જોઈ ને વિચારતો હતો...મમ્મી નો દિકરો છું એટલે મમ્મી જેવો તો દેખાઉ છુ થોડોક, પણ....સેમ મમ્મી જેવો નથી લાગતો અને ...પપ્પા જેવો તો નથી જ દેખાતો. માથામાં જમણા હાથની આંગળીઓ ફેરવતાં ફેરવતાં પ્રયાગ મન મા જ બોલી રહ્યો હતો.

બ્લેક કલર ના સોક્સ પહેરીને...ચહેરા પર ફેસ ક્રીમ લગાવ્યું. અને પછી હલકો હલકો ફેસ પાવડર પણ. પ્રયાગ ને આટલી વસ્તુ ઓ રોજે તેનાં રૂટીન જીવન માં લગાવવા ની ટેવ હતી.
કપડાં પર ટોમ ફોર્ડ નુ ઉદ પરફયુમ લગાવી ને સાહેબ હાથ માં આજે અનુરાગ સર ની આપેલી રોલેક્ષ પહેરેલી હતી. જાણે સોને પે સુહાગા.

આ રોલેક્ષ પહેરવાનું પ્રયાગે જાતે જ નક્કી કર્યું હતું કારણકે અંજલિ બીજુ બધુ રેડી કરી ને ગઈ હતી પણ....ઘડીયાળ ભૂલી ગઈ હતી.એટલે તે કામ તેણે જાતે જ કર્યું.
અરમાની નાં ગોગલ્સ માં પ્રયાગ હોલી વુડ નાં હીરો જેવો જ લાગતો હતો.
હવે...સમય થવા આવ્યો હતો એટલે પ્રયાગ નીચે ઉતર્યો અને અંજલિ ને પગે લાગવા ગયો. અંજલિ ડ્રોઈંગ રૂમ માં સોફા માં જ બેઠી હતી, પ્રયાગે તેની મમ્મી ની પાસે જઈને તેને પગે લાગ્યો.

મમ્મી હું જઉ ??

હા..જાવ બેટા અને સમય સર આવી જજો. જય અંબે.

જય અંબે....મમ્મી...કહી ને પ્રયાગે અંજલિ ને હગ કર્યું.
અંજલિ એ ...પ્રયાગ ના શેમ્પુ કરેલાં વાળ માં તેનો હાથ ફેરવતાં ફેરવતાં વ્હાલ કર્યું અને પ્રયાગ ના ગાલ પર હળવેથી કીસ કરી...
અંજલિ મન માં કંઈક બોલી...અને પ્રયાગ ના ઓવારણા લીધા.

પ્રયાગે ...બ્લેક શુઝ પહેર્યા...અને સાંજ નાં છ વાગતા પહેલાજ નીકળી ગયો.

વિશાલ તેનાં રૂમમાં આરામ ફરમાવી રહ્યો હતો...એટલે પ્રયાગ તેને ડીસ્ટર્બ કર્યા વિના જ નીકળી જાય છે.

અંજલિ એ ડ્રાઈવર ને પહેલાં જ સુચના આપીદીધેલી હતી, એટલે પ્રયાગ ની મન પસંદ રેડ મર્સિડીઝ ઘર નાં પોર્ચ માં તૈયાર જ હતી.
ઘર થી થોડાક દૂર હતી ક્લબ ....અને અંજલિ ક્યારેય તેના ઘર થી બહુ દુર જવાનું હોય ત્યારે પ્રયાગ ને એકલા ને ન્હોતી જવા દેતી.એટલે આજે પણ પ્રયાગ ની સાથે ડ્રાઈવર હતો.

આજે પણ....પ્રયાગ ને સાથે આસ્થા ને તેનાં ઘરે થી લઈને જવાનું હતુ. કાર માં બેસી ને ફરી થી પ્રયાગે અંજલિ ને બાય...અને જય અંબે કીધુ, મમ્મી આમતો બહુ લેટ નહીં જ થાય..છતાં પણ જો લેટ થાય તેમ હશે તો હું ફોન કરી દઇશ કહી ને પ્રયાગ તેની કાર માં બેઠો.

જબરજસ્ત પર્સનાલિટી માં પ્રયાગ આજે ખુબ સૌમ્ય લાગતો હતો. કોઈપણ કુંવારી છોકરી ની મમ્મી જો પ્રયાગ ને આજે જોઈલે તો ચોક્કસ પણે તેની દીકરી માટે પ્રયાગ ના સ્વપ્નાં જોવે.

કાર ધીમે રહીને પ્રયાગ બંગલો નાં કંપાઉન્ડ ને વટાવી ગઈ...

રવિવાર ની સાંજ હતી એટલે ટ્રાફીક ઓફીસ છુટ્યા જેવો તો નહોતો પણ હવે લોકો સન્ડે સાંજે બહાર જમવા અને ફરવા વધારે જતા હોય તો તે ટ્રાફીક ઘણો રહેતો. જાત જાતના મોડેલ ની કાર નાં હોર્ન ના અવાજોથી વાતાવરણ ચીસાચીસ કરી રહ્યું હોય એવું ભાસતું હતું.

થોડીક વારમાં જ પ્રયાગ તેની ફ્રેન્ડ આસ્થા નાં ઘરે પહોંચી ગયો. જ્યાં આસ્થા પણ પ્રયાગ ની રાહ જોતી તેના બંગલો નાં ગેટ પર જ ઉભી હતી.

શિયાળાની સીઝન ની શરુઆત થઈ ગઈ હતી, અંઘારુ પ્રમાણમાં થોડુંક વહેલું થવા આવ્યુ હતુ. આસ્થા નાં મમ્મી અને પપ્પા બહાર તેમના બંગલો ની લોન નાં ગાર્ડનમાં રાખેલાં ઝુલા પર બેઠા હતા.

દુર થી જ પ્રયાગ ની રેડ મર્સિડીઝ ને જોતા જ આસ્થા એ તેનાં મમ્મી અને પપ્પા ને કીધું કે હું જઉં છું.
આસ્થા ના પેરેન્ટ્સ ને પ્રયાગ વિશે કોઈ વિશેષ જાણકારી નહોતી, તેમને તો એટલું જ ખ્યાલ હતું કે પ્રયાગ એક સારો છોકરો છે, અને આસ્થા નાં ગ્રુપ નો છે.
પ્રયાગ ની કાર આસ્થા નાં ઘર નાં ગેટ પર પહોંચતા ની સાથેજ આસ્થા ની મમ્મી એ દુર થી જ પ્રયાગ ને જોવા પ્રયત્ન કર્યો, બહુ સારી રીતે નાં જોઈ શક્યા પણ તેમની અનુભવી આંખો એ પ્રયાગ ની સૌમ્યતા અને ખુદ્દારી ને દુર થી પણ ઓળખી ગયા.

તરતજ આસ્થા નાં પપ્પા ને કીધું....વાહ...જુઓ કેવો સરસ છોકરો છે ?? કહી ને આસ્થા નાં પપ્પા ને પ્રયાગ બતાવ્યો.

જુઓ....આપણી આસ્થા નું આ છોકરા સાથે નક્કી કરવાનું આવે તો પણ મને કંઈજ વાંધો નથી.આમ કહી ને તેમણે પોતાનો અઘોષિત નિર્ણય ની ઘોષણા કરી દીધી.
હવે આસ્થા નાં પપ્પા સિરીયસ થયા....અને પ્રયાગ ને જોવા માટે તેમની આંખો ને આમતેમ ફેરવવા લાગ્યા....
લો...બોલો...હજુ મારી આસ્થા નાં મન માં શું છે તેની તો ખબર પણ નથી...અને માં એ તો અત્યાર થીજ જમાઈ નક્કી કરી લીધો.
આસ્થા નાં પપ્પા મજાક માં બોલ્યા.

આસ્થા પણ આજે નક્કી કરેલી થીમ મુજબ નાં ડ્રેસ માં પ્રયાગ સાથે પરફેક્ટ મેચ થતી હતી.
બ્લેક કલર નાં વન પીસ નાઈટ ગાઉન માં ચેસ્ટ ની નીચે નાં ભાગ સુધી બ્લેક માં સિલ્વર એન્ડ બ્લેક ઝરી માં એમ્બ્રોઇડરી...અને કમર થી નીચે માં ફૂલ સીફોન નું ફ્લેર વાળુ ગાઉન. અને સાથે સેમ મેચીંગ નાં મીડીયમ હીલ નાં ચપ્પલ, અને તેના પર ડાયમંડ થી જડેલુ ઈંગ્લીશ માં A લખેલુ બક્કલ હતુ. માથા માં શેમ્પુ કરેલું હતું અને વાળ ખુલ્લા રાખ્યા હતા. ઊજળો વાન અને કપાળ પર સરસ મજાનો ચાંલ્લો કરેલો હતો....હાથ માં ક્રીસ્ટન ડાયર ની વોચ અને...મઘ મઘતા પરફ્યુમ ની સુગંધ.....આ બધાય નો સરવાળો એટલે...." આસ્થા ".

બન્નેવ ને સાથે જોઈ એ તો જાણે કોઈ ફિલ્મી યુગલને જોતાં હોઈએ તેવું જ આપણને લાગે.
આસ્થા...ને જોતાં જ પ્રયાગ બોલ્યો.....વાહ આજે તો ખુબ જ સુંદર લાગે છો ને મેડમજી ...પ્રયાગ હંમેશા આસ્થા જોડે....મસ્તી મજાક કરતો હતો. કારણ એનો સ્વભાવ જ એવો હતો.
હસતો રમતો અને મસ્તી ખોર....પણ કોઈને દુઃખ થાય તેવી મજાક ક્યારેય ન્હોતો કરતો.

થેંક્યુ...પ્રયાગ....કહીને આસ્થા લજામણી ના છોડ ની જેમ શરમાઈ ગઈ. તેની અણીયારી આંખો ની પાંપણો ઝુકી ગઈ.
લો......પાછાં મેડમ...શરમાઈ ગયા...કહીને ફરીથી પ્રયાગે હળવી મજાક કરી.

આસ્થા નાં મન માં પ્રયાગ માટે પ્રેમ નાં અંકુર રોપાઈ ગતા હતા...જ્યારે પ્રયાગ ને હજુ પણ આસ્થા માં તેની ફ્રેન્ડ જ નજર આવતી હતી.

રેડ મર્સિડીઝ માં એર કન્ડીશન ની ઠંડી હવા લહેરાતી હતી, અને બહાર ઢડતી સાંજના વાતાવરણમાં પણ શીતળતા છવાતી જતી હતી. બન્નેવના કપડામાંથી ઈમ્પોર્ટેડ પરફયુમ ની મઘમઘતી ખુશ્બુ કાર નાં વાતાવરણ ને લીધે મદહોશ બનાવી રહ્યું હતું.

કાર...હવે તેનાં મુકામ ની નજીક પહોંચી ગઈ હતી. રોકર્સ ક્લબ જેમાં શહેર નાં નામી અને પ્રતિષ્ઠિત લોકો મેમ્બર્સ હતાં...એટલે પ્રયાગ અને આસ્થા બન્નેવ નાં પેરેન્ટ્સ પણ તેમાં મેમ્બર હતાં જ. એટલે ક્લબમાં જવું આવવું તથા ક્લબ કલ્ચર થી પણ બન્નેવ યુવાનો ભલી ભાતી પરિચીત જ હતા. બન્નેવ માટે ક્લબ નું વાતાવરણ સામાન્ય હતુ.

આજે જે પાર્ટી હતી તે સ્પેશિયલ....પ્રયાગ ની બર્થડે એટેન્ડ કરવા માટે યુ.એસ.થી આવેલાં તેનાં બે ફ્રેન્ડસ...પ્રેમ અને રોહન માટે ની પાર્ટી હતી.એટલે ખાસ પ્રયાગ ને તેનો વિશેષ આનંદ હતો અને તેની વિશેષ અગત્યતા હતી.

કાર....હવે ક્લબમાં એન્ટર થઈ ચૂકી હતી ..પ્રયાગ અને આસ્થા...એક પરફેક્ટ કપલ ની માફક જ ઉતર્યા કાર માં થી...એટલે ડ્રાઈવર કાર ને લઈને પાર્ક કરવા ગયો.

પ્રયાગ નાં ગ્રુપ નાં બધાજ ફ્રેન્ડસ ધીમે ધીમે આવવા લાગ્યા હતા. બધાજ ફ્રેન્ડસ મેલ એન્ડ ફિમેલ આજ ની નક્કી કરેલી થીમ મુજબ નાં ડ્રેસિંગ માં જ હતાં. આખી ક્લબમાં અલગ ડ્રેસીંગ ને લીધે પ્રયાગ નું ગ્રુપ અલગ જ પડી જતું હતું.

એકબીજાને મળી લીધાં પછીથી આજના આયોજન મુજબ...અલગ નાનાં બેન્કવેટ માં ડી .જે નાં તાલે પાર્ટી શરૂ થઈ ગઈ હતી. કોલ્ડ ડ્રીંક્સ એન્ડ સ્નેક્સ વારા ફરતી આવતું હતું...

યુવાન હૈયા ઓની મોસમ હતી....અને મોસમ મુજબ નું જ વાતાવરણ હતુ. બધાજ ફ્રેન્ડસ ખુબ જ મસ્તી અને મજાક ડી.જે. નાં તાલે કરી રહ્યા હતા. દરેક ફ્રેન્ડસ થોડી થોડી વારે ઈંગ્લીશ મ્યુઝીક અને હિન્દી રેપ સોંગ વગાવડાવતા હતા....અને પાર્ટી નો આનંદ લઈ રહ્યા હતા.

લગભગ...૯ વાગવા આવ્યા હતા એટલે...કેપ્ટન આવી અને પ્રયાગ ને સાઈડમાં લઈ જઈ ને પુછે છે...
સર..હવે ...ટેબલ સ્ટાર્ટ કરાવડાવુ ??

પ્રયાગે....ડાન્સ કરી રહેલાં ફ્રેન્ડસ નેજ પુછ્યુ....
હેય....એવરીબડી...પ્લીઝ સ્ટોપ...
બધાય ને....હવે જમવું છે ?? કે હજુ...પણ ડાન્સ કરવો છે ??
હવે...આમ પણ નોન સ્ટોપ બે કલાક થી બધા ડાન્સ કરતા હતા...એટલે થાક્યા પણ હતા....અને વળી હજુ...ટેબલ લગાવે અને જમી અને બધાં છૂટા પડે તો પણ બીજો એક થી ડોઢ કલાક લાગે...
એટલે બધાંજ ફ્રેન્ડસ ની સંમતિ થી ...ડાન્સ અને ડી.જે. ને બંધ કરાવ્યું અને જમવા નું શરુ કરાવ્યું.

થોડીકવાર માં પાર્ટી પતાવીને તથા જમી ને સૌ છુટા પડ્યા. આસ્થા અને પ્રયાગ સાથે આવ્યા હતા એટલે પ્રયાગ તેને મુકવા તેના ઘરે ગયો જ્યાં આસ્થા નાં મમ્મી અને પપ્પા પણ બહારથી જ આવ્યા હતા એટલે તરતજ તેની મમ્મી બોલી....આવી ગઈ બેટા...!!

યસ..મમ્મી...પ્લીઝ કમ ફોર અ વ્હાઈલ...મીટ માય ફ્રેન્ડ" પ્રયાગ "...

ઓહ....ગુડ બેટા...આવી ..કહેતાં જ આસ્થા ની મમ્મી સુપ્રિયા....પ્રયાગ ને મળવા માટે આવ્યા.

જયશ્રી કૃષ્ણ.....આન્ટી...કહી ને પ્રયાગ તરતજ આસ્થા ની મમ્મી ને પગે લાગ્યો.
ખુબ સુખી થાઓ બેટા....કહી ને આસ્થા ની મમ્મી એ પ્રયાગ ને આશીર્વાદ આપ્યા.

થેંક્યુ....આન્ટી...!!
જુઓ તમારી લાડકી ને સાચવી ને ઘરે મુકી દીધી છે. હવે મારી જવાબદારી પૂરી....

આસ્થા મનમાં જ બોલી....એ પ્રયાગ....આમ દરવાજા પર ઉતારી ને જવાબદારી પુરી નથી કરવાની....તારે....
હું તો...તારી હંમેશા ની જવાબદારી બનવા માંગુ છું.

ચલો આન્ટી...અને...એય...મેડમ...હું જઉ ને હવે ???કહી આસ્થા અને તેની મમ્મી બન્નેવ પાસે રજા માંગી.

સુપ્રિયાબ્હેન....આસ્થા નાં મમ્મી....પ્રયાગ ને આવી રીતે બોલતા સાંભળી ને હસવા લાગ્યા....
ફરી થી ક્યારેક આવજે બેટા....ગુડ નાઈટ..કહી ને વિદાય આપી.
આસ્થા એ પણ ગુડનાઈટ કહ્યું.

પ્રયાગ તરતજ તેના ઘર તરફ ગયો....
આસ્થા ની મમ્મી એ....પ્રયાગ ને વળાવ્યો તેના ઘરે જવા માટે...પણ તેમનાં મન માં વસાવી લીધો.
પ્રયાગ જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે અંજલિ તેની રાહ જોતી સોફા પર જ બેઠી હતી. તેને જોતાજ પ્રયાગ એની મમ્મી ને પગે લાગ્યો અને તેની સાથે જ બેઠો સોફા પર.

આવી ગયો બેટા....કેવી રહી તમારી પાર્ટી ??? અને આસ્થા ને તેનાં ઘરે મુકી ને આવ્યો ને ...બેટા ??

હા મમ્મી....બસ ....આસ્થા ને મુકીને જ આવ્યો અને આજે તો આન્ટી પણ મળ્યા... અને હાં.....પાર્ટી પણ સારી રહી...બધાયે ખુબ એન્જોય કર્યું. અને મારા બન્ને ફ્રેન્ડસ પરમ દિવસે યુ.એસ. પાછા જઈ રહ્યા છે.

ગુડ...બેટા...સમય થાય એટલે દરેક વ્યક્તિ એ પોતાની સફર ખેડવી જ પડે....ચાહે તારા મિત્રો હોય કે તુ પોતે જ હોય.
બેટા....તુ પણ સુવા જા....અને હું પણ સુવા માટે જઉ મારાં રૂમમાં..!

પ્રયાગ....ને થયું કે કંઈક બન્યુ હશે કે શુ ?આમ અચાનક...મમ્મી...આવું કહેજ નહીં...કે તુ સુવા જા....
હશે ...જે કંઈ પણ હશે...
વાત ...તો જરુર હશે જ....પરંતુ ગંભીર નહીં હોય..નહિંતર મમ્મી મને અત્યારે જ કહી દેતી..
પરંતુ પ્રયાગે હાલ કશુ નહી કહેતા....ઠીક છે મમ્મી....કહીને....જય અંબે....કહી ને તેનાં રૂમમાં ગયો.

બન્નેવ માં અને દિકરો....પોત પોતાના રૂમમાં ગયા....અને સુઈ ગયા.

*****

બીજા દિવસે પ્રયાગે તેની એક્ઝામ નજીક આવતી હતી....એટલે તેની તૈયારીઓ માં વ્યસ્ત થઈ ગયો...તથા તેનાં ભવિષ્ય ના સ્વપ્નો ને સાકાર કરવા માટે તેની પણ તૈયારીઓ કરી રહ્યો હતો. પ્રયાગે શહેર ના ખ્યાતનામ કન્સલ્ટન્ટ ને મળી ને બધી વાત સમજી લીધી હતી.

જીવન માં ઘણીવાર આપણે એવા સમય માથી પસાર થતા હોઈએ છીએ જ્યારે....જે તે સમયે આપણ ને તેની અગત્યતા સમજાતી નથી હોતી...પરંતુ સમય જતા....ખ્યાલ આવે છે કે....આપણે કેટલો અગત્ય નો સમય વટાવી ચુક્યા છીએ...!!
એક સાચો નિર્ણય જીવન ને સકારાત્મકતા અને સફળતા બક્ષે છે..જ્યારે એક ભુલ ભરેલો નિર્ણય માણસ ને બરબાદ અને બદનામ કરીદે છે.

અને...હાલમાં પ્રયાગ પોતે પણ એવાજ એક સમય માં થી પસાર થઈ રહ્યો હતો.
પરંતુ તેમ છતાં પણ....પ્રયાગ ને એક વાત ની શાંતિ હતી...એની પાસે..અને એની સાથે...હરહંમેશ એની મમ્મી અંજલિ તેની સાથે જ હતી.
*******

અંજલિ તેની ઓફીસમાં તેના રૂટીન કામમાં વ્યસ્ત હતી. સવાર નાં ૧૧.૩૦ નો સમય હતો. અંજલિ નાં ઇન્ટરકોમ પર કોલ આવ્યો...

યસ...અંજલિ હીઅર...

ગુડ મોર્નિંગ...મેડમ...મહેતા હીઅર..

યસ..મી.મહેતા...વેરી ગુડ મોર્નિંગ...!
આપ આવી ગયા....છો...તે જોયું હતુ મે...ઈટ્સ ગુડ હેબીટ ...નોટ ટુ ટેક અ રેસ્ટ....આફ્ટર અ બીઝનેસ ટ્રીપ. આઈ એમ પ્રાઉડ ટુ હેવ અ ગુડ પર્સન લાઈક યુ આર...એસ અવર ટીમ લીડર.

નો ..મેડમ...ઈટ્સ માય ડ્યુટી..
આમાં કશુંજ નવુ નથી...જો આપ કંપની ના ઓનર થઈ ને પણ ટાઈમ ના આટલા ચોક્કસ હોવ તો, હું તો આપણી કંપની નો જનરલ મેનેજર છુ...મારી જવાબદારી વધુ છે.
એક્ચ્યુઅલી...હું આપણા બેંગ્લોર પ્રોજેક્ટ ના અનુસંધાન માં આપને મળવા માંગુ છુ...તો આપને કેટલા વાગે અનુકુળ રહેશે ??

ઓકે....મહેતા સાહેબ...આપણે લંચ પછી ૨.૩૦ વાગે મળિએ. આપ તે સમયે આવો. ત્યાં સુધી હું મારું કામ પતાવી દઉ.

ઓકે...મેડમ થેન્કસ....હું...લંચ પછી આવુ..કહી ને મહેતા સાહેબે ફોન પતાવ્યો.

અંજલિ ને...આજે તેનાં સ્ટાફ પર માન વધી ગયુ.તેમના વર્ક ડેડીકેશન ને લીધે...તેને મહેતા સાહેબ માટે માન થઈ આવ્યું.

અંજલિ એ મનોમન નક્કી કર્યું કે જો...મહેતા સાહેબ..બેંગ્લોર પ્રોજેક્ટ ને બરોબર હેન્ડલ કરી લે તો નેકસ્ટ ઈયર પ્રયાગ ની બર્થડે પર તેમને કંપની નાં પ્રેસીડેન્ટ તરીકે પ્રમોશન આપીશું.

જે વ્યક્તિ ને તમારે પ્રમોશન આપવું હોય તે વ્યક્તિ ને ખબર પણ ના પડે તે રીતે તેમને....જે તે પદ જેટલુ અને જેવું કાર્યભાર એડવાન્સ માં જ આપવાનું શરુ કરી દેવુ...જે અંજલિ એ કરી જ દીધું હતુ.જેથી જ્યારે તમે તે વ્યક્તિને આવી જવાબદારી સોંપવામાં આવે ત્યારે તે આસાની થી કરી શકે. આ કળા પણ અંજલિ એ અનુરાગ પાસે થી જ શીખી હતી..

અંજલિ નાં દિલ નાં.....એક ખુણા મા આજે પણ અને હર હંમેશા અનુરાગ સર...અને તેમની યાદો જીવતી હતી. ખુબ પ્રેમ થી અંજુ એ તે યાદો ને સાચવી ને રાખી હતી.

આજે ફરી થી....તે યાદો ના પાનાં પર થી.. ઝામી ગયેલી ધુળ ને....અંજલિ ખંખેરીને ફરી તાજી કરવા મથી રહી હતી.
અંજલિ નાં મન...માં હવે આજીવન અનુરાગ નું સ્થાન કોઈપણ વ્યક્તિ લઈ શકે તેમ નહોતું...!

સામે....વિશાલ અને અંજલિ....જેઓ એક જ છત નીચે રહેતાં બે અલગ અલગ વ્યક્તિઓ હતા, જેમનાં મન, વિચારો, કામ, કાર્યશૈલી...અને આમ તો બધુ જ લગભગ અલગ હતું, એક હતું તો તેમનું એકજ છત નીચે રહેવું...જે ભાગ્ય વિધાતાએ નક્કી કરેલું હતુ,જે તેમનાં હાથ માં નહોતું ,અને કદાચ એટલા માટે જ બે વિભિન્ન વ્યક્તિ તથા વ્યક્તિત્વ એક સાથે રહી રહ્યા હતા. બાકી મન થી તો બન્ને વ અલગઅલગ જ હતા.

પરંતુ...એક વાત હતી....કે.. અંજુ અને વિશાલ ને ક્યારેય બહુ મોટો ઝગડો અથવા તકલીફ ઉદભવી નહોતી...અથવા એમ કહી શકાય કે અંજલિ એ તેવું થવા નહોતું દીધુ.

બન્નેવ ની પોત પોતાની દુનિયા હતી....અને છતા બન્નેવ સમજી અને રહ્યા હતા....અને જીવતા હતા....!!

અંજલિ એ.....પરિસ્થતિ મુજબ જીવતા...અને ગમે તેવી પરિસ્થિતિ ને સાચવી ને સંભાળી લેતા પણ શીખી લીધું હતું. બન્નેવ ને એકબીજા માટે કોઈ કંપલેન નહોતી...અને કોઈ મોટું મન દુઃખ પણ નહોતું.

કદાચ આ એક માત્ર કારણ હતુ કે જેનાં લીધે એક પરિવાર સુખે થી એક જ છત ની નીચે રહેતો હતો.

અંજલિ એ હંમેશા જીવન ના દરેક પડાવ પર પોતાનું શ્રેષ્ઠ આપવા પ્રયત્ન કરેલો હતો.....જેના લીધે જ તે આજે આ સ્થાન અને આવો વૈભવ પામી શકી હતી.



**************** ( ક્રમશ: ) ****************