Sambandho ni aarpar - 19 books and stories free download online pdf in Gujarati

સંબંધો ની આરપાર.... - પેજ -૧૯



અંજલિ તથા મહેતા સાહેબ આવતી કાલે બેંગ્લોર જઇ રહેલી ટીમ અંગે ચર્ચા કરી રહ્યા છે.

********** હવેે આગળ.....પેજ -૧૯ ********************

મેડમ જે કામ અથવા અગત્યની વાત નો ઈ.મેલ નહીં થઈ શકે તેમ હોય તો હું આપને મેસેજ કરીશ, આપની અનુકૂળતાએ આપ મને ફોન કરજો જેથી આપણે ચર્ચા કરી શકીએ.

ઓકેે મહેતા, સાહેબ આપ નિશ્ચિત રહો અનેે કંઈ પણ મુંઝવણ હોય તો આપ મને જણાવી દેેેજો. અંજલિ વાત પુરી કરવા તરફ આગળ વધે છે.

ઓકેે..મેડમ જો મારુ કોઈ કામ ના હોય તો હું રજા લઉ ???
હજુુ મારે આવતીકાલ ની તૈયારી કરવાની છેે. કહી ને મહેતા સાહેબે રજા માંગી.

જી મહેેેેતા સાહેેેબ આપ જઈ શકો છો. કંઈ હશે તો હું આપને જણાવીશ.
વીસ ઓલ ધ બેસ્ટ ટુ યુ એન્ડ ઓલ ધી ટીમ ઓફ અવર કંપની...!

થેંક્યુ..મેડમજી કહીને મહેતા સાહેબ...અંજલિ ની રજા લઈને તેમની કેબીન માં ગયા.

***

અંજલિ થોડાક સમય થી અનુરાગસર સાથે વિતેલા અનમોલ સમય ની યાદ માં સરી પડતી હતી. કદાચ સમય જતા અંજલિ ને અનુરાગ ની તેનાં જીવન માં જે અગત્યતા હતી તેનાં કરતાં પણ હવે વધી રહી હતી તેનો અહેસાસ થઈ રહ્યો હતો.

અને, ખરેખર તો અંજલિ ચાહે તો પણ અનુરાગ ના સાથ અને સહકાર ની સાથે સાથે....અનુરાગે તેને એવુ પણ કંઈક આપ્યું હતું જેના લીધે પણ અંજલિ અનુરાગ ને ભુલી શકે તેમ જ ન્હોતી.

જીવન ના દરેક પ્રસંગે...અનુરાગ ની ઉપસ્થિતિ,અંજલિ ને જરુરી લાગતી હતી.અને મન માં અંદરખાને અંજલિ હંમેશા એવુ ઈચ્છતી પણ હતી કે અનુરાગસર તેને આમજ સાથ આપતા રહે.
કદાચ હવે જ અંજલિ ને અનુરાગ ના સાથ અને સહકાર ની જરૂર પડવાની હતી તેવો આભાસ થઇ રહ્યો હતો તેને. કારણકે હવે પ્રયાગ મોટો થઈ ગયો હતો અને હવે પ્રયાગ ને તેનાં જીવન ના મોટા અને મહત્વ નાં નિર્ણયો લેવાનો સમય નજીક માં જ આવવાનો હતો, અને તે સમયે અંજલિ માટે અનુરાગ ની સલાહ, સુચન અને જરુરીયાત ઉભી થવાની જ હતી.
વિશાલે હંમેશા અંજલિ ની જરુરીયાત ,તકલીફ કે ઈચ્છા ઓ ને અવગણી હતી અથવા તો અંજલિ ને સમજવા માટે પ્રયત્ન સુધ્ધા નહોતો કર્યો, અને કદાચ એટલા માટે જ અંજલિ એ પોતાની જાતે જ પોતાની ઈચ્છા અને આકાંક્ષાઓ ને પુરી કરવાનું નક્કી કર્યું હતું.

આમ...અંજલિ ને હવે પ્રયાગ ને પોતાના બીઝનેસ માં અને તેના પોતાના કેરીયરમાં સેટ કરવાનો આ એક એક સ્વપ્નું બાકી હતું હજુ....!! અને કદાચ અનુરાગ નું પણ...!
કારણકે અનુરાગ નુ વ્યક્તિત્વ જ એવુ હતું કે તે જો અંજલિ એ જે વફાદારી થી તેનાં એટલે કે અનુરાગ ગ્રુપ માટે જે કામ કર્યું હતું...તેનુ
ૠણ તે પોતાના છેલ્લા શ્વાસ સુધી નિભાવે જ.

***

અંજલિ નું ધ્યાન દિવાલ પર લાગેલી ઘડીયાળ તરફ ગયુ, જમવાનો સમય થઈ ગયો હતો.
મહારાજ પણ સમય નાં પાક્કા હતા એટલે સમય મુજબ જમવાનું લઈને આવી ગયા...અંજલિ એ જમવાનું કામ પતાવી અને થોડીક જ વાર માં ઈન્ટરકોમ થી ચીફ એકાઉન્ટ ઓફીસર આચાર્ય સાહેબ ને ફોન લગાવ્યો.

આચાર્ય સાહેબ તેમની કેબીનમાં કોઈ અગત્ય ના કામ માં વ્યસ્ત હતા, ઈન્ટરકોમ પર ફોન આવતાં જ તેમણે ફોન લીધો.

યસ..આચાર્ય હીઅર....!!
મી.આચાર્ય...અંજલિ હીઅર...!!
યસ..યસ..મેડમજી....., પ્લીઝ....કહો...મેડમ..
આચાર્ય સાહેબ જો કોઇ અગત્ય ના કામ માં આપ બીઝી ના હોવ તો..થોડીકવાર માટે આવજો.

જી..મેડમજી...જો આપને અરજ્નટ નાં હોય તો એક અગત્ય નુ કામ પતાવી ને હું તરતજ આવુ આપની કેબીનમાં.

જી..આચાર્ય સાહેબ નથીંગ...અરજન્ટ. આપનું કામ પહેલા પુરુ કરી અને પછીથી આવો. અંજલિ એ શાંતિ થી જવાબ આપ્યો.

સામાન્ય રીતે બપોરે ૧ થી ૨ વાગ્યા ના સમયે અંજલિ ની ઓફીસમાં લંચ બ્રેક રહેતો...એટલે અંજલિ ક્યારેય કોઇ ને તે સમયે ફોન કરી ને ડીસ્ટર્બ નહોતી કરતી. પરંતુ અત્યારે લંચ બ્રેક નો સમય પૂરો થઈ ચુક્યો હતો.

પાંચ જ મીનીટ પછીથી અંજલિ ની કેબીન ના દરવાજા પર નોક.. થયુ.
યસ...કમઇન...આચાર્ય સાહેબ...!
અંજલિ એ તેના મોનીટર પર જોઈ લીધું હતું કે...આચાર્ય સાહેબે દરવાજા ને નોક કર્યું છે.

જી...ગુડ આફ્ટરનુન...મેડમજી...કહી ને આચાર્ય સાહેબ અંજલિ ની સામે હાજર થઈ ગયા.

પ્લીઝ આપ બેસો...આચાર્ય સાહેબ...કહી અંજલિ એ વિવેક પુર્વક તેમને બેસવા જણાવ્યું.

જી..મેડમ...શું કહેતા હતા...આપ ??

આચાર્ય સાહેબ મને ..એકાદ -બે કલાક માં બેંગ્લોર પ્રોજેક્ટ ની ફાઈનલ ફાઈનાન્સ ની રીક્વાયરમેન્ટ મન્થ વાઇઝ આપો.
ટોટલ પ્રોજેક્ટ આપણે એક વર્ષ માં શરૂ કરવો છે, એટલે બેન્ક ની એપ્રુવ્ડ લોન સીવાય કેટલા ફન્ડસ ની જરુરીયાત રહેવાની છે ? અને તે ફન્ડસ ને આપણે કેટલા સમય માં પ્રયાગ ઈન્ડસ્ટ્રીઝ ના એકાઉન્ટ માં થી ટ્રાન્સફર કરવું પડશે ??
અને હાલ માં આપણી કંપની માં રીઝર્વ ફન્ડ કેટલું પડ્યું છે ??

અંજલિ હંમેશા કોઈપણ કામ કરતાં પહેલા ઝીણામાં ઝીણી વિગતો ને ચકાસ્યા વિના કોઈપણ કામ શરુ ન્હોતી કરતી !

જી...મેડમ..મને પાંચ મીનીટ આપશો ??
બધીજ ડીટેલ મારી પાસે તૈયાર છે, જો આપ કહો તો હું ફાઈલ લઈને આવુ કહી ને આચાર્ય સાહેબ તેમની ચેર પર થી ઉભા થયા અને અંજલિ ની રજા માંગી.

ઓહ...ધેટ્સ વેરી ગુડ...આચાર્ય સાહેબ...પ્લીઝ આપ લેતા આવો..
હું વેઇટ કરું છું.

બરાબર પાંચ મીનીટ પછીથી...ફરીથી આચાર્ય સાહેબ તેમનાં હાથ માં બેંગ્લોર પ્રોજેક્ટ ની ફાઈલ લઈને હાજર થઈ ગયા.

મેડમ...મે આઈ કમ ઈન ???

યસ..પ્લીઝ આવો આચાર્ય સાહેબ...! બેસો..!

જી..મેડમજી...કહીને આચાર્ય સાહેબે તેમની સાથે લઈને આવેલા તે ફાઈલ ને ખોલી ને આપી અંજલિ મેડમ ને.

મેડમ..આપણો ટોટલ પ્રોજેક્ટ ૧૩૮ કરોડ નો છે, જેમાં થી બેન્ક આપણ ને ૯૫ કરોડ રૂપિયા આપશે, જેમાં ટર્મ લોન, વર્કીંગ કેપિટલ લોન, પ્લાન્ટ એન્ડ મશીનરી લોન તથા સી.સી. લીમીટ આ બધાજ અલગઅલગ હેડ નો સમાવેશ થાય છે. અને બાકી ના ૪૩ કરોડ રૂપિયા ની વ્યવસ્થા આપણે કરવાની છે.

જેનાં માટે મેં આપણી પ્રયાગ ઈન્ડસ્ટ્રીઝમાં જે ૮૦ કરોડ રૂપિયા નું રીઝર્વ ફંડ એકઠું થયુ છે તેમાં થી હાલ પુરતું બેંગ્લોર પ્રોજેક્ટ માટે લોન સ્વરૂપે આપવાનું વિચાર્યું છે.
બીજું કે આપને એક વખત સી.એ સાહેબ સાથે મીટીંગ કરી અને નક્કી કરવા નું છે કે બેંગ્લોર ની કંપની માં શેર કેપિટલ જનરેટ કરવાની છે.. તો આપનાં એકલા નાં નામે કરવાનું છે કે પ્રયાગ સર ની પણ કરવાની છે ?

અંજલિ ...બહુ ધ્યાન થી આચાર્ય સાહેબ ને સાંભળી રહી હતી.

એક...કામ કરો. આચાર્ય સાહેબ..તમે બેસો...અંહિ...આપણે સી.એ.ને અંહિ જ બોલાવી લઈએ, કહી ને અંજલિ એ ફરી થી ઈન્ટર કોમ થી સી.એ. ને ફોન લગાવ્યો અને તત્કાલ સી.એ પણ હાજર થઈ ગયા.

સી.એ. સાહેબ આવો આપ પણ બેસો ...અમે બેંગ્લોર પ્રોજેક્ટ પર હાલ ચર્ચા કરી રહ્યા છીએ તો તેમાં આપની હેલ્પ જોઈતી હતી.

જી..મેડમ ..શુ હેલ્પ ની જરૂર છે ?? સી.એ. પણ જાણતાં હતા કે મેડમ ગમે ત્યારે આ કામ માટે બોલાવી શકે છે, એટલે પોતે તૈયાર જ હતા. એમ પણ હું આપણી કંપની નો સી.એ. છુ એટલે આપને અનુકુળ હશે તેમ બધુ જ ગોઠવી દઈશુ આપણે.

અંજલિ તરતજ બોલી....સોરી...બટ, હું જે કહું તેનાં કરતાં પ્રયાગ ઈન્ડસ્ટ્રીઝ નાં ભવિષ્ય માટે જે સારુ હોય તે પહેલા કરવુ જોઈએ આપણે.

યસ...કરેક્ટ મેડમ....કહી ને સી.એ. સાહેબે તેમની ભૂલ સ્વીકારી લીધી.

જરા મારા પર્સનલ એકાઉન્ટ માં ચેક કરો અને જુઓ કે આપણે જો પ્રયાગ ને બેંગ્લોર પ્રોજેક્ટ માં શેર એલોટ કરવા હશે તો કેટલું ફંડ ટ્રાન્સફર કરવુ પડશે ??
મેડમજી પ્રયાગ સર પોતે અત્યારે આશરે ૧૮કરોડ જેટલું કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ કરી શકે તેવી રીતે આપણે પ્લાન કરી શકીએ તેમ છીએ.અને તેનાથી વધુ કરવુ હશે તો આપણે આપનાં એકાઉન્ટ માથી ટ્રાન્સફર કરવા પડે જે હાલ ના તબક્કે કદાચ ના કરીએ તો સારૂ રહેશે.
જો ભવિષ્યમાં આપણે પ્રયાગસર ની કેપિટલ ને વધારવી જ હશે તો તે વખતે કદાચ બેટર ઓપ્શન્સ મળી રહેશે. બાકી આપ જેમ કહો તેમ આપણે કરીશું.
સી.એ. સેહેબે તેમની વાત ને આટલું કહી અને અટકાવી.

અંજલિ એ સહેજ વિચાર્યું...............પછી બોલી...

ઓકે....આપણે એક કામ કરીએ છીએ...હાલ પ્રયાગ ને ૧૨ કરોડ રૂપિયા ના શેર એલોટ કરીએ અને બાકી નાં મારા ખાતે રાખો.

અંજલિ નો જવાબ હંમેશા તરતજ હોય...તેને અમુક ગણિત મોંઢે જ હોય...એટલે તરત જ કામ પતાવ્યું.

ઠીક છે સી.એ. સાહેબ ??? સી.એસ. કુલકર્ણી સાહેબ સાથે પણ આપ સમજી લેજો અને મારી જરુર જણાય તો મને મળી લેજો. બાકી કોઈ કામ ના હોય તો આપ જઈ શકો છો...

હું આચાર્ય સાહેબસાથે સમજી લઉં છું.

ઓકે..મેડમજી કહીને સી.એ. સાહેબ અંજલિ ની કેબીનમાં થી નીકળી ને તેમની પોતાની કેબીનમાં ગયા.

આચાર્ય સાહેબ તમે જરા ચેક કરીલો ..મારી અને પ્રયાગ ની કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ પછી જેટલા ફન્ડસ ની જરુરીયાત રહેતી હોય તેટલુ જ ફન્ડ આપ પ્રયાગ ઈન્ડસ્ટ્રીઝમાં થી ફક્ત બે વર્ષની મુદત માટે લોન સ્વરૂપે આપજો.
ઓકે મેડમ...આપની સુચના મુજબ જ થશે કહી ને આચાર્ય સાહેબે કામ ને પુરું કરવા તરફ વાત ને વાળી.

ઓકે ધેટ્સ ગુડ...કહી ને અંજલિ પણ વાત ને પતાવી.

હવે...સામાન્ય રીતે કામ પુરુ થઇ ગયુ હતુ, પરંતુ આચાર્ય સાહેબ ને આજે અંજલિ મેડમ ને તેમના અંગત કામ માટે રજુઆત કરવી હતી એટલે રોકાઈ જાય છે.

મેડમ.....આપને એક રીકવેસ્ટ કરવાની હતી..., જો આપને વાંધો નાં હોય તો અત્યારે મારી રજુઆત કરી શકુ છુ ??

આચાર્ય સાહેબ ની રજુઆત ને અંજલિ પણ ના કહી ના શકી.

જી..ચોક્કસ કહો આચાર્ય સાહેબ....નિસંદેહ આપ કહી શકો છો.

મેડમજી...વાત એમ છે કે...આપણી કંપની ના યોગદાન થી જ કંપની ના દરેક કર્મચારી નાં બાળકો સારુ શિક્ષણ મેળવી રહ્યા છે, જેનાં માટે કંપની ના દરેક કર્મચારી આપનાં આજીવન રુણી રહેશે.

અરે... નાં નાં...આચાર્ય સાહેબ...એમાં શું ??
એતો મારી ફરજ માં આવેછે...એટલે કરુ છુ, અને મને તેમ કરવા માં આનંદ આવે છે. ભગવાને આપણને ઘણું બધું આપ્યું છે, અને આમ પણ કંપની ના વિકાસ માં દરેક કર્મચારી નો ફાળો છે, તો યોગ્ય જગ્યાએ પૈસા નો ઉપયોગ થાય તે પણ જરુરી છે ને.

અંજલિ ભાવુકતા થી બોલી.

અરે..પણ તમે શુ કહેતા હતા ??
આ વાત અત્યારે ક્યાં થી યાદ આવી તમને ??
અંજલિ ને આચાર્ય સાહેબ ની વાત ને સમજવી હતી...હજુ.

મેડમજી....એક્ચ્યુઅલી ....." અદિતી" મારી દિકરી આજ સુધી કંપની નાં ખર્ચ થીજ ભણી રહી છે. હવે તેનો અભ્યાસ અંહિ આવતા ૩-૪ મહિના માં પૂરો થઈ જશે. અને અદિતી ની બહુજ ઇચ્છા જે કે તેને માસ્ટર્સ યુ .એસ જઈ ને કરવું છે.

મારી પાસે તો હાલ એટલું ફન્ડસ નથી કે હું અદિતી ને યુ.એસ. ભણવા મોકલી શકું કે હું તેને એબ્રોડ ભણાવવા મોકલી શકુ.

હવે....આચાર્ય સાહેબ ની નજર અંજલિ મેડમ ની સામે ઝુકી ગઈ હતી.

મેડમજી...મારી સેલેરી માં થી હું કંપની નાં નિયમ મુજબ દર મહિને થોડા થોડા રૂપિયા કપાવી લઈશ...

આચાર્ય સાહેબ વર્ષો થી અંજલિ પાસે પ્રયાગ ગ્રુપ માં સિનીયર એકાઉન્ટન્ટ ની નોકરી કરતા હતાં...અને આજ સુધી માં તેમની સૂઝબૂઝ થી કંપની ને લાખો રૂપિયા બચાવીને આપ્યા હતા, તેમની ઈમાનદારી અને ખુદ્દારી માટે કોઈ ને પણ શંકા નહોતી.
આજે પહેલીવાર તેમને કંપની પાસે થી કોઈ અપેક્ષા રાખી હતી. પહેલીવાર જ તેમણે આવી રજુઆત કરી હતી...અને તે પણ તેમની દિકરી ના ભણવા માટે. આચાર્ય સાહેબ આખી વાત બોલી ને પુરી કરી ત્યાં સુધી તેઓની નજર નીચી જ હતી. એક વાર પણ તેમણે અંજલિ ની નજર માં નજર મિલાવી નહોતી.

એક ખુદ્દાર માણસ જ્યારે....કોઈ ની પાસે પૈસા ની માંગણી કરે છે...ત્યારે તે વ્યક્તિ પોતાને કેટલી તકલીફ માં થી પસાર થઈ રહી હોય છે...તે વાત ને આજે અંજલિ પ્રત્યક્ષ અનુભવી રહી હતી.

અંજલિબોલી....આચાર્ય સાહેબ પ્લીઝ જરા મારી સામે જુઓ તો...

અંજલિ આટલુ જ બોલી.....ત્યાં તો....આચાર્ય સાહેબ ની આંખો માંથી....આંસુઓ ની ધારા વહેવા લાગી....!

એક સજ્જન અને સ્વમાની વ્યક્તિ પોતાની દિકરી માટે જ્યારે કોઈ ની પાસે હાથ લંબાવે છે...ત્યારે તેનાં મન માં જે અસહ્ય પીડા અને વેદના ...ઉદભવતી હશે તે...દુઃખ અને પીડા એક પિતા જ સમજી શકે....એક માં ને પણ દુનિયા નો કોઈપણ પિતા ક્યારેય તે દુઃખ નો અહેસાસ સુધ્ધા નથી થવા દેતો હોતો...કે પોતે કઈ પરિસ્થિતિ માં થી પસાર થઈ રહ્યો છે...

શરમ થી હજુ પણ આચાર્ય સાહેબ નજર ને ઝુકાવીને જ ઉભા હતા.

અંજલિ હવે પોતાની ચેર પર થી ઊભી થઈ ગઈ...અને જાતે જ આચાર્ય સાહેબ માટે તેની કેબીનમાં રાખેલા ફ્રીજ માં થી પાણી ની બોટલ લાવી અને ગ્લાસ ભરીને પાણી પીવડાવ્યું...!

અંજલિ બોલી.....આચાર્ય સાહેબ સૌથી પહેલા તો આપનાં કિમતી આંસુઓ ને લુછી નાંખો...તમારી દિકરી ને જ્યારે..વળાવસો ત્યારે કામ આવશે.. એટલે તેને બચાવી ને રાખજો.

અને શું તમે મને આટલા વર્ષો પછી પણ ઓળખી નથી શક્યા ??
શું...આપને મારા પર વિશ્વાસ નહોતો ??
કે તમારે આવું વિચારવું પડ્યું ?? કે કંપની આપને મદદ કરશે કે કેમ ?
અને બીજી અગત્યની વાત કે ...તમારે આ બધી ચિંતા કરવાની આવી જ ક્યાંથી ?

તમે...તમારી અદિતી ની બધી જ ચિંતા છોડી દો...એનાં ભણવાનો તથા એના એડમિશન નો બધો જ ખર્ચ કંપની કરશે....તમારે તે પૈસા ની લોન પણ લેવા ની જરૂર નથી. તેનો બધો જ ખર્ચ કંપનીના ખર્ચ માં જ જશે.

તમે અદિતી ને તેની આવનારી એક્ઝામ ની તૈયારીઓ કરાવો ...તેનાં યુ.એસ. નાં એડમીશન માટે તેને જે કોલેજ માં ભણવું હોય ત્યાં જ લેજો. અને જરુર પડે તો મારુ ધ્યાન દોરજો..હું તે પણ કરાવી દઈશ.
અને હા...તમારી લોન ની રજુઆત ને હું અત્યારે સ્વીકારતી નથી, કારણકે તે પૈસા કંપની જ ચુકવશે.

આચાર્ય સાહેબ તો..મેડમ..કહી ને ફરી થી રડી પડ્યા. અને ધીમે થી બોલ્યા આપ મહાન છો.

અંજલિ એ એ ધીમે થી બોલાયેલા શબ્દો સાંભળી લીધા હતા એટલે શાંતિ થી બોલી....આચાર્ય સાહેબ હું કંઇ મહાન નથી....હું એક સામાન્ય વ્યક્તિ જ છું અને તેવી જ બની રહેવા માંગું છુ. અને વ્યક્તિ ક્યારેય મહાન નથી હોતી...સમય જ સૌથી મહાન હોય છે.

આપ વોશરૂમ માં જઈ અને તમારો ફેસ વોસ કરી ને જજો બહાર.

જી..મેડમ કહીને આચાર્ય સાહેબ ફ્રેસ થઈ ને તેમની કેબીનમાં ગયા.


*****

સાંજ થવા લાગી હતી. કોલેજ માં હવે આસ્થા ને પ્રયાગ ની સાથે આવવા મળે એટલે...જાતેજ પોતે હવે વ્હીકલ લીધા વગર આવવા નું શરુ કરી દીધુ હતું મેડમે.
પ્રયાગ આજે પણ તારે જ મને ઘરે ડ્રોપ કરવી પડશે...!!
ફાવશે ને ??
આસ્થા એ વિનંતી ની સાથે પોતાનો હક પણ જતાવી દીધો.

શું વાત છે ?? મેડમ..!
આજે શુ તકલીફ થઈ ??
કાર માં પંચર પડ્યું છે કે પછી આ બંદા સાથે ફાવી ગયુ છે.
વાત શુ છે ?

બસ ...આ લાસ્ટ વાળુ જે કીધુ ને તે જ...એજ વાત છે...પ્રયાગ..કહેતા જ ખડખડાટ હસી પડી આસ્થા.

અચ્છા...તો એમ વાત છે..!
મેડમ..મને તો વાંધો નથી, પણ તમારુ ભણવાનું બગડે નહી તે ધ્યાન રાખજો...!! પ્રયાગે પણ સાથે થોડીક મજાક કરી લીધી.

નાના...ચિંતા ના કરીશ પ્રયાગ....એમ તો હું ધ્યાન રાખુ જ છુ.આસ્થા એ ગંભીરતાથી જવાબ આપ્યો.


હમમ....તો ઠીક ....બાકી અંકલ કહેશે કે આ પ્રયાગે મારી છોકરી ને ભણવા પણ ના દીધી....આમ બોલી ને હસવા લાગ્યો..પ્રયાગ.

કોલેજ પુરી થતા જ આસ્થા...પ્રયાગ ની કાર પાસે આવી અને ઉભી રહી ગઈ. પ્રયાગે દુર થી તે જોઈ લીધું અને હસી પડ્યો.
ચલો...ભાઈ ...મેડમ ની સવારી આવી ગઈ છે.

*****


ત્યાં...પ્રયાગ ઈન્ડસ્ટ્રીઝમાં પણ સંધ્યા સમય થવા આવ્યો હતો. અંજલિ નો ઘરે જવાનો સમય થયો એટલે...નિયમિત રીતે કાર પોર્ચ માં આવી ને ગેટ ની સામે જ ગોઠવાઈ ગઈ હતી. પ્યુન પણ અંજલિ ની બેગ ને તેની કાર માં મુકી ગયો હતો.
અંજલિ પણ તેના સમય અનુસાર ભગવાન ને પગે લાગી અને ઓફીસ થી ઘર તરફ જવા નીકળી.

ડ્રાઈવરે કાર નો દરવાજો ખોલ્યો અને અંજલિ તેની સીટ પર ગોઠવાઈ એટલે કાર ફરીથી તેજ રૂટીન મુજબ ...સાંજ ના ઘોંઘાટીયા અને ઈન ડીસીપ્લીન ટ્રાફીક વાળા રસ્તા ઓને વટાવતી તેની મંઝિલ તરફ આગળ વધી રહી હતી.

પેલી બાજુ...પ્રયાગ અને આસ્થા પણ એક બીજા ની કંપની માં સમય ને મહાલતા ઘર તરફ આવી રહ્યા હતા.
પ્રયાગ.....એક વાત પુછુ ? તને આમ રોજે મને ઘરે ડ્રોપ કરવા માં કોઈ તકલીફ તો નથી ને ?
આસ્થા એ છેક આજે...પ્રયાગ ને આમ પુછ્યુ.

ના....ભાઈ ના....તારા જેવી ખુબ જ સુંદર છોકરી...જે મારી ફ્રેન્ડ હોય...તો તેને આમ ડ્રોપ કરવા મુકવા મળતુ હોય તો મને શુ કામ તકલીફ હોય ??
પ્રયાગે જવાબ આપ્યો.

બન્નેવ મિત્રો...હસતા હસતા રેડ કલર ની મર્સીડીસ ની સહેલ કરતા કરતા ઘર તરફ આવી રહ્યા હતા.

પ્રયાગ આપણાં બન્ને ની મંઝિલ તો એક જ છે ને ??
આસ્થા એ પ્રયાગ ને પુછ્યુ.

મંઝિલ તો કદાચ એક ના કહેવાય આસ્થા.....હા રસ્તો કદાચ એક છે.

તારી મંઝિલ તારા પપ્પા નું ઘર છે....આજે...
જે કદાચ કાલે બદલાઈ જશે.

જ્યારે મારી મંઝિલ મારુ ઘર છે....અત્યારે....
અને કાલ નું હું પણ કશુ કહી ના શકુ.

પ્રયાગ આજે એકદમ તર્કબદ્ધ વાત કરી રહ્યો હતો. આસ્થા એ જોયુ તો તેનું ઘર આવી ગયું હતું.

અચ્છા...પ્રયાગ જો તને કંઈ વાંધો ના હોય તો આમ રોજે મને ઘરે ડ્રોપ કરતો જાય તું ??? આસ્થા એ હવે મન ની વાત જણાવી.

પ્રયાગ મન મા જ બોલ્યો....અરે આતો કાયમ ની ડ્યુટી લગાવી દીધી.

અરે.....આસ્થા મેડમ.....આ બંદા ને કોઈ જ વાંધો નથી....પહેલાજ કીધું હતુ ને. જરા તમારા પપ્પા ની પરમીશન લઈ લેજો. પ્રયાગ હસતા હસતા જવાબ આપી રહ્યો હતો.

આસ્થા ને તેનાં ઘરે ડ્રોપ કરી ને ..પ્રયાગ ઈંગ્લીશ મ્યુઝીક નાં તાલે ...તેના ઘર તરફ જવા નીકળ્યો.

પ્રયાગ તેનાં સમયે જ આવી ગયો હતો ત્યારે...મમ્મી અંજલિ પણ તે સમયે તેનાં પહેલા જ ઘર માં પ્રવેશી ચુકી હતી.

પ્રયાગે તેની કાર ને પાર્ક કરી અને ઘર માં પ્રવેશતાં જ જોયું તો અંજલિ પહેલેથી જ ડ્રોઈંગરૂમમાં સોફા પર બેસી ને પ્રયાગ ની રાહ જોઈ રહી હતી.

આવ્યો મારો દીકરો...કહેતા જ અંજલિ...પ્રયાગ ને જોતાં જ ઊભી થઈ ગઈ.
જી..મમ્મી..કહેતા..પ્રયાગ પણ તેની મમ્મી અંજલિ ને હગ કરી ને ઊભો રહી ગયો.

મમ્મી...શું વાત છે ? પપ્પા ??
બસ....આવતા જ હશે...બેટા...એમને થોડુંક લેટ થવાનું છે તેવો મેસેજ આવ્યો હતો તેમનો.

ઓકે...મમ્મી...હું જરા ફ્રેશ થઈ જઉ તો...??

હમમ....જાઓ અને ફ્રેશ થઈ ને આવો નીચે,ત્યાં સુધી માં પપ્પા પણ આવતા જ હશે.

પ્રયાગ તેનાં રૂમમાં ગયો....અને તે દરમ્યાન અંજલિ એ જરૂરી સુચનો આપ્યા..શેફ ને અને સેવક ને પણ.

થોડીક જ વાર માં વિશાલ પણ આવી ગયો, અને આવી ને સીધાજ તેના રૂમમાં ગયો. વિશાલ તૈયાર થઈ ને આવ્યો ત્યારે પ્રયાગ પણ રેડી થઇ ને નીચે આવી ચુક્યો હતો.

જમવાનું કઢાવુ કે ??? અંજલિ એ બન્ને વ બાપ અને દિકરા ને સાથે પુછ્યુ.

બસ...મમ્મી જેવી સૌ ની ઈચ્છા. કહી ને પ્રયાગે સંમતિ આપી.

વિશાલ તમારે કઈ કામ નથી ને તો સેવક ને કહું કે તે ટેબલ ગોઠવે.

ના...ના...અંજુ.. સેવક ને કહી દે..મને હાલ કોઈ જ કામ નથી. કહેતા વિશાલ પણ જમવા માટે રેડી થઈ ગયો.

હવે...અંજુ એ સેવક ને ટેબલ રેડી કરવાનું જણાવ્યું.

જી...મેડમજી..બસ પાંચ મીનીટ માં જ રેડી હશે...ટેબલ.

થોડીકવાર માં જ ટેબલ ગોઠવાઈ ગયુ..અને જમવા ના સમયે બધાયે પોત પોતાનાં રૂટીન ની વાતો કરી અને જમવાનું પુરુ કર્યું.

પ્રયાગ ને આજે ફરી થી અંજલિ સાથે...તેની વ્હાલી મમ્મી સાથે બેસી ને વાતો કરવી હતી...એટલે અંજલિ ને કીધું...મમ્મી આપણે બહાર ગાર્ડન માં હિંચકે બેસીસુ ??

હાસ્તો વળી કેમ નહીં...તું બહાર ઝુલા પર બેસ હું...આવુ છુ થોડીકવાર રહીને.
પ્રયાગ બહાર હિંચકે જઈ ને બેઠો.

વિશાલ તમારે પણ આવવું છે ?? બહાર હિંચકે ??
અંજલિ એ વિશાલ ની મરજી જાણવા પુછ્યુ


નાં ...ભઈ નાં....તમારા બે માં દિકરા ની વાતો માં મારુ શું કામ ??
હું તો મારા ન્યુઝ જોઇશ બસ. આમ કહી ને વિશાલે પોતાની ઈચ્છા જણાવી દીધી.


ઠીક..છે...તો હું...મારા દિકરા સાથે છુ..બહાર ..તમારે તમારા ટાઈમે જો સુઈ જવાનું હોય તો સુઈ જજો. હું પ્રયાગ સાથે બહાર હિંચકે બેઠી છુ. આમ કહી ને...અંજલિ બહાર પ્રયાગ સાથે હિંચકે બેસવા ગઈ.


**************** ( ક્રમશ : )*******,******

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED