સ્માઈલ Riyansh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્માઈલ

8માં ધોરણમાં પાસ થઈને વિજય 9માં ધોરણમાં આવ્યો. કાલે સ્કૂલે જવાનો પેલો દિવસ વિજય ખૂબ ખુશી સાથે રાત્રે સૂતો પણ ખૂબ ખુશી ના કારણે એને ઊંઘ આવતી ના હતી, આવે તો વિચાર કે કાલે સ્કૂલનો પેલો દિવસ નવા મિત્રો, નવી નિશાળ, નવા શિક્ષકો કેવા હશે. આવા વિચારો સાથે વિજય આખી રાત જાગ્યો એના કારણે ઉઠવામાં મોડુ થીઇ ગયું. વિજયનો એક નાનપણનો મિત્ર આકાશ સવારે વહેલા આવી ગયો અને આકાશે બૂમ પાડી,

આકાશ :- વિજય ચાલ આજે પેલો દિવસ છે આજે મોડુ ના કર !

વિજય :- આવું છું રુક થોડીવાર.

એમ કહીને થોડીવારમાં તૈયાર થઈને વિજય આવ્યો અને બંને મિત્રો સાથે ગયા. સ્કૂલે પોહચીને જોયું તો બધાં છોકરા સ્કૂલમાં જતાં રહ્યા અને પ્રાર્થના પણ પૂરી થીઇ ગઈ અને ક્લાસ શરૂ થઇ ગયો. વિજય અને આકાશ દોડીયા અને ક્લાસ રૂમના દરવાજે આવીને નીચે જોતાં હાફતા હાફતા બોલ્યા મી આઈ કમિન સર અને આટલું બોલી વિજયએ સામે જોયું તો જાણે આસમાનનો ચાંદ ધરતી પર આવીને ચમકતો હતો. વિજયએ રંજનને પેલી વાર જોઈ અને રંજન પણ વિજયને જોઈ રહી હતી. જોતાજ બને એક-બીજાને જોઈ રહ્યો સરનો અવાજ પણ વિજયના કાનમાં લાગતો ના હતો. આકાશે વિજયનો હાથ પકડી કીધું વિજય સરે હા પાડી ચાલ અંદર જવી. વિજય હોશમાં આવ્યો અને અંદર રૂમમાં ગયો. રૂમમાં જઈને ક્યાય જગ્યા હતી નહીં એટલે બંને પેલી બેચમાં બેઠા અને ત્યાંથી રંજન એકદમ નજીક જ હતી. આખો ક્લાસ દરમિયાન વિજય રંજનને જોતો જ રહ્યો. વિજયના મનમાં રંજન પ્રતિએ પ્રેમની લાગણીના ફૂલ ખીલવા લાગ્યા. બે ક્લાસ પછી બ્રેક પડ્યો, વિજય અને આકાશ બંને બારે આવ્યા અને દુકાનેથી નાસ્તો લઇને નાસ્તો કરતાં કરતાં વિજય બોલ્યો,,,

વિજય :- આકાશ તને એક વાત કવ ?

આકાશ :- હા બોલને શું વાત છે.

વિજય :- આજે આપડે સવારે ક્લાસમાં ગયા ત્યાં ઓલી પહેલી બેંચમાં બેઠેલી છોકરી જોઈ હતી તે ?

આકાશ :- ના મે નથી જોઈ હું તો સર સામે જોતો હતો મને ખબર નથી તું કોની વાત કરે છે.

વિજય :- યાર શું વાત કવ એ કેટલી સુંદર હતી, નાજુક નમણી આંખો, ગુલાબી હોઠ, રેશ્મિ વાળ, ખૂબ સુરત હતી.

આકાશ :- તું તો જાણે એને જોતાજ એના પ્રેમમાં પડી ગયો હોય એવું લાગે છે. જોજે યાર આ પ્રેમના ચક્કર બવ સારા નથી હોતા.

વિજય :- હવે તો સારા કે ખરાબ પણ એની જોડે વાત તો કરવી જ છે.

આકાશ :- પણ મને તો બતાવ કોણ છે એ છોકરી ?
વિજય :- અત્યારે આપડે ક્લાસમાં જવી એટલે હું તને બતાવીશ.

આટલી વાતો કરી ત્યાં બ્રેક પૂરો થવાની બેલ વાગી બંને ક્લાસમાં ગયા રંજન પણ સામે જ બેઠી હતી અને વિજય સામે જોતી હતી. વિજયએ આકાશને હાથ મારીને કહ્યું,,,,,

વિજય :- આકાશ જો સામે પેલી બેચમાં ગુલાબી કલરનો ડ્રેશ પહેરીયો છે એ જ છે.

આકાશ :- વાહ વિજય ભાભી તો ખૂબ સુંદર લાગે છે.પણ તારી સામે જોવે છે ખરા ?

વિજય :- જો એને હું ગમતો હોઈશ તો, સામે તો જોવે છે પણ એના દિલમાં શું છે એ પણ જાણવું જોઈએ.

આકાશ :- હવે શું કરીશું ?

વિજય :- જોઈએ આજે તો પેલો દિવસ છે આગળ શું થાય છે ?
બસ આમ આખો દિવસ ગયો બંને ઘરે આવ્યા વિજયના મમ્મીએ વિજયને કહ્યું કેમ કેવો રહ્યો આજનો પહેલો દિવસ ?
વિજય :- ખુબજ સારો મમ્મી મજા આવી ગઈ આજે તો બવ
વિજય તો હવે જમીને સૂતો પણ રંજનનો ચહેરો એની આંખો સામેથી હટતો ના હતો. વિજય આખી રાત બસ રંજનના સ્વપ્નોમાં જ ખોવાયેલો હતો, અને હવે વિજયને એમ થાય છે કે ક્યારે સવાર પડે અને ક્યારે એ સ્કૂલે જાય અને રંજનને જોવે.

મિત્રો વિચારો આવતી કાલ વિજયને અને રંજનની સ્ટોરીમાં શુ થયું હશે અને કોમેન્ટમાં લખીને જણાવો અથવા wait for next part ,,,,,,,,,,,,Thank you