Unique book books and stories free download online pdf in Gujarati

અનોખું પુસ્તક

આકાશમાં અંધકારની ચાદર ઓટવાઈ રહી હતી. પક્ષીઓ પોતાના માળે જઇ રહ્યા હતા. સાંજનો સમય સુમન પોતાની બાલ્કનીમાં બેઠી આ બધુ નિહાળી રહી હતી. કોણ જાણે ક્યાં વિચારમાં ખોવાયેલી અને અંધકારમાં ઓટવાઇ હતી. મધદરિયે કિનારો ક્યારે મળે એ શોધી રહી હતી.કોઈ વ્યક્તિ દુ:ખી થવા માંગતુ ના હોય પણ સમય અને સંજોગ વ્યક્તિને આપો-આપ દુ:ખી કરી દેતા હોય છે. સુમન પણ સમય અને સંજોગો સામે દુ:ખી અને નિશ્હાયા હતી. નાનપણથી જ સુમન દુ:ખના ભવરમાં ઓટવાઈ હતી. 13વર્ષની ઉંમરે તેના મમ્મી અને પપ્પા એક એક્શિડન્ટમાં મૃત્યુ પામ્યા. ત્યાર બાદ તેના મામા તેને પોતાના ઘરે લઈ ગયા. મામાતો સારા પણ મામીનો ચિડિયો સ્વભાવને કારણે સુમનને કઈ ગમતું નહીં. મામાએ ભણવા માટે સુમનને નિશાળે મૂકી પણ મામીને આ ના ગમ્યું. કે ઘરનું કામ કોણ કરશે. મામી કોઈના કોઈ કામ બતાવીને સુમનને ભણવાના દેતા. 10માં ધોરણમાં સુમનનું પહેલું પેપર હતું. પણ મામીને એમ કે સુમન પાસ થઇ જશે તો ? પણ નાપાસ થશે તો ઘરે કામ કરશે. માટે સુમનના પહેલા પેપરમાં મામીએ સુમન પેપરના આપી શકે માટે તેના પેપરના સમયે તેને દૂધમાં ઊંઘની દવા પીવડાવીને ઘરમાં સુવડાવી દીધી. આ બધું મામાને ખબર પડી પણ મામા કઈ કરી ના શક્યા. સુમને મામાનું ઘર છોડી અને શહેરમાં આવી. ક્યાં રેવું શું કરવું આવું કઈ ખબર નહીં. પણ જેનું કોઈ નહીં એનો ભગવાન હોય છે. માટે સુમન એક મંદિરમાં જઈને રડવા લાગી. ત્યાં એક વૃદ્ધ વ્યક્તિ એના માથે હાથ મૂકીને કહ્યું દિકરી કેમ રડે છે. શું થયું ? સુમને રડતાં-રડતાં બધી હકીકત કહી એ વૃદ્ધને પણ જાણે જે જોઈતું હતું એ મળ્યું. કારણ એ વૃદ્ધને કોઈ સંતાન હતું નહીં એ બે વ્યક્તિ એકલા રહેતા હતા. માટે સુમનને એની સાથે લઈ જવાની વાત કરી. સુમને વિચારીને હા પાડી. બંને ઘરે આવ્યા. ઘરમાં એક દાદા હતા. સુમન અને બંને વ્યક્તિ બેઠા અને બધી વાતો કરી. બંને વ્યક્તિને સુમને પોતાના દાદા-દાદી બનાવ્યા. સુમને કહ્યું મારે ભણવું છે. દાદા-દાદીએ હા પડી પણ પૈસાની થોડી તકલીફ હતી. કારણ બંને વૃદ્ધ હતા અને કામે ક્યાય જઈના શકે જેમ-તેમ ગુજરાન ચાલતું હતું. સુમને કહ્યું તો હું કોઈ જગ્યાએ કામે જઈશ અને ભણીશ, અને દાદીએ એક બાજુના બેનના ઘરે કપડાં શિવવાનું કામ ગોતી આપ્યું એક મહિના સુધી સુમન શીખી અને દિવસે ભણવા જાય અને રાતે આવીને કામ કરતી જેટલા પણ પૈસા આવે એમાંથી થોડા ભણવામાં અને થોડા ઘરે આપતી. આમને આમ સુમને 10માં ધોરણમાં પાસ થઈ 11,12 પાસ કર્યું અને કોલેજ પણ સારા માર્ક સાથે પાસ કરી. સુમન ખૂબ ખુશ હતી પણ જ્યારે વધારે ખુશી આવે એની પછાડ દૂ:ખ પણ આવતું જ હોય છે. સુમન જ્યાં કપડાં શિવવાનું કામ કરતી એ બેનને કોઈ મુશ્કેલીના કારણે શહેર છોડીને જતાં રહ્યા હતા. સુમન પાછી અંધકારમાં ખોવાઈ કે હવે કેમ કરીને આગળ ભણીશ ઘર કેમ ચાલશે ?, આવા બધા પ્રશ્નો સુમનને સતાવવા લાગ્યા. સુમન જ્યારે ઉદાસ થઈ જાય ત્યારે તે પુસ્તકાલયમાં જઈને કોઈ સારું પુસ્તક વાંચતી હોય છે. બસ આવી રીતે એ પોતાની જાતને સમજાવીને ફરી મનને કહે છે કે એ બેન જતાં રહ્યા એમાં શું કોઈ વાંધો નહીં હું બીજી કોઈ જોબ કરીશ. પણ બીજી જોબ મળે એ બવ મુશ્કેલ હતું. છતાં એની કોલેજની ફ્રેન્ડ આરતી સાથે વાત કરી, કે મારે જોબ જોઈએ છે તું કોઈ સારી એવી જોબ હોય તો મને કેજે, બીજા દિવસે આરતીએ સુમનને કોલ સેન્ટરમાં જોબ અપાવી. 
                                                સુમન ખૂબ મહેનતું છોકરી હતી, એને એકાગ્રતા એવી કોઈ પણ કામ ખૂબ જડપથી શીખે, અને કામ પણ એક દમ સારું હોય માત્ર 4 મહિનામાં સુમનને ખૂબ સારું કામ કરવા માટે એને જોબમાં પ્રમોશન આપવામાં આવ્યું. એના કામ અને મહેનતથી આખો સ્ટાફ ખુશ હતો પણ રિયાને આ વાત હજમના થઈ. રિયા એ સુમનના સ્ટાફમાં જ છે, સુમનના બાજુના ટેબલમાં રિયા બેસે છે. રિયા છેલ્લા પાંચ વર્ષથી જોબ કરે છે એને અત્યાર સુધી જોબમાં પ્રમોશન મળે એના માટે ઘણું કર્યું પણ એને કઈ મળ્યું નહીં અને સુમન માત્ર 4 મહિનામાં એનું પ્રમોશન લઈ જાય આ વાત રિયાને મનમાં ખટકવા લાગી એને એમ થયું કે ગમે તેમ કરીને સુમનને જોબ માંથી કાઢી મૂકે એવું કઈક કરવું. બસ થોડા દિવસ આમ ચાલ્યું સુમન પણ હવે ખુશ હતી કે એને સારી જોબ અને પ્રમોશન મળ્યું પણ રિયા સુમનને જોઇને જ ગુસ્સે થઇ જતી. હવે તો રિયા સુમનને ઓફિસમાં પણ જોઈ શક્તિના હતી, એ માત્ર સુમનને જોબ છોડાવા માંગતી હતી. એટલા માટે રિયાના મગચમાં એક વિચાર આવ્યો. કે સુમનના કોમ્પુટર માંથી ડેટા લિક કરી નાખે જેનાથી એને જોબ માંથી કાઢી મૂકે. પછી રિયા સુમનને બોલાવા લાગી એની જોડે વાતો કરે, રિયા સુમનની ફ્રેન્ડ બની અને એક દિવસે સુમન ફ્રેશ થવા માટે વોસ રૂમમાં ગઈ રિયાને મોકો મળ્યો અને સુમનના કોમ્પુટર માંથી ડેટા કોપી કરી લીધા, અને તેના ફોનમાં નાખી લીધા. સુમનને આ કોઈ વાતનો ખ્યાલના હતો. બસ રિયાનું કામ થઈ ગયું રિયા સુમનના ડેટા લિક કરતી હતી ત્યાં એના મનમાં વિચાર આવ્યો કે તે જો તેના ફોન માંથી ડેટા લિક કરશે તો તે પકડાઈ જશે જેના કારણે તેને પણ જોબ છોડવી પડે પણ એ ડેટા જો સુમનના ફોન માંથી લિક થાય તો એનું કોઈ જ્ગ્યાએ નામ આવશે નહીં. માટે હવે રિયાને થોડી રાહ જોવી પડશે. અને થોડા દિવસોમાં બને છે પણ એવું સુમનને સર જોડે કોઈ મિટિંગ હતી જેના કારણે સુમન ખૂબ કામમાં વ્યસ્ત હતી તેને તેનો પણ ખ્યાલ ના હતો કે એ કઈ હાલતમાં છે. રિયા સુમન પાસે આવીને કહ્યું કેમ સુમન આજે બવ કામમાં છો ! સુમને કહ્યું હા રિયા સર જોડે આજે મિટિંગ છે અને એમણે મને આ કામ પૂરું કરવાનું કહ્યું છે. એટલામાં પિયુન આવીને બોલ્યો સુમનમેડમ તમને સર એમની ઓફિસમાં બોલાવે છે. સુમન જલ્દી થી ઓફિસમાં ગઈ પણ એનો ફોન ત્યાં ટેબલ પર ભૂલી ગઈ. રિયાને ખૂબ સારો મોકો મળ્યો અને તેને સુમનના ફોન માંથી ડેટા લિક કરી નાખ્યા. અને રિયા તેના ટેબલ પાસે આવીને બેસી ગઈ. સુમન થોડી વારમાં પાછી આવી અને તેનો ફોન લઈને પાછી સરના ઓફિસમાં ગઈ. ઓફિસમાં સુમન અને તેના સર બંને કામની વાત કરતાં હતા ત્યાં સર ના મોબાઈલની રિંગ વાગી અને ફોન ઉપર મેનેજર હતો એને કહ્યું સર તમે સોશિયલ મીડિયામાં જોવો આપડા ડેટા સુમન મેડમે લિક કર્યા છે. આ વાત સાંભળતા જ સુમનના સરે સોશિયલ મીડિયામાં જોયું તો સુમન ના આઈડી પર એમની કંપની ના ડેટા લિક થઇ ગયા હતા. આ સુમનને બતાવ્યુ અને સુમન ઉપર ખૂબ ગુસ્સે થયા અને કીધું કે આ ડેટા લિક કેમ કર્યા સુમનને કહ્યું હું આ ના વિશે કઈ જાણતી નથી. સર મને ખબર નહીં પણ કેમ, કોને, શા માટે અને કઈ રીતે આ ડેટા લિક કર્યા એનો મને કોઈ ખ્યાલ નથી સર, એમ કહીને રડવા લાગી.

                                 સરે ખૂબ ગુસ્સામાં કીધું કે તમારા કોમ્પુટર માંથી કોઈ ટેડા કોપી કરીને તમારા મોબાઈલ માંથી લિક કરે અને તમને ખબર પણ ના પડે આ વાત સારી નહીં તમે તમારી જવાબદારી સાંભળી ના શકો. સુમનબેન તમને આના માટે જોબ માંથી રિજેક્ટ કરવામાં આવે છે. મને માફ કરજો પણ તમારી આ ભૂલ માફ નહીં થાય. સુમન રડતાં રડતાં બાર આવી બધાને આ વાત ખબર પડી કે સુમને ડેટા લિક કર્યા છે. રિયા ખુશ થઈ ગઈ કે સુમનને જોબ માંથી કાઢી નાખવામાં આવી છે. સુમન રડતાં રડતાં ઘરે આવી અને દાદા-દાદીને વાત કરી. દાદા-દાદીએ હિમંત આપી કે જે થયું એ જવા દે અને કોઈ નવી જોબ ગોતી લે,એમ કહી જમવાનું કહ્યું પણ સુમન કહે કે મારે આજે જમવું નથી. એમ કહીને સુમન રૂમમાં ગઈ અને રડવા લાગી. આખી રાત સુમનને વિચાર આવ્યો કે ડેટા કોને લિક કર્યા હશે ? સવાર પડી સુમનને જાણે કઈ સમજાતું ના હતું કે એ શું કરે એવામાં એના મનમાં રિયાનો વિચાર આવ્યો કે રિયા પહેલા એની જોડે વાત પણ નોહતી કરતી અને મને પ્રમોશન મળ્યું ત્યાં આખો સ્ટાફ ખુશ હતો પણ રિયા ખુશ નોહતી લાગતી અને પછી એને મારી જોડે ફ્રેન્ડશિપ કરી અને એક વાર જ્યારે હું ફ્રેશ થવા ગઈ ત્યારે મારા કોમ્પુટર પર રિયા જ હતી અને કાલે જ્યારે હું સરની ઓફિસમાં ગઈ ત્યાં મારો મોબાઈલ ભૂલી ગઈ ત્યારે પણ રિયા જ હતી મારા ટેબલ પર ! રિયાએ તો જ આ કામ નહીં કર્યું હોય ને ? સુમનને રિયા પર શક થવા લાગ્યો. સુમનને થયું રિયાને ફોન કરી જોવ. સુમને રિયાને ફોન કર્યો, રિયાએ ફોન ઉપડયો અને કહ્યું બોલ સુમન શું થયું સુમન કહ્યું કે શું ના થયું એ પૂછ સુમને કહ્યું રિયા તને ખબર છે મારા કોમ્પુટર માંથી ડેટા કોણે લિક કર્યા હશે ? રિયાના મનમાં હવે આ વાત રહી શક્તિના હતી રિયા કહ્યું હા મને ખબર છે કે તારા કોમ્પુટર માંથી ડેટા કોણે લિક કર્યા. સુમને કહ્યું કોણે મને નામ દે એનું, રિયાએ જવાબ આપ્યો કે મે તારા કોમ્પુટર માંથી ડેટા લિક કર્યા છે. આ વાત સંભાળતા જ સુમનના પગ નીચેથી ધરતી ખશી ગઈ. સુમને કહ્યું કે રિયા તે આવું કર્યું પણ શા માટે મે તારું શું બગાડ્યું હતું તો તે આવું કર્યું. રિયાએ કહ્યું કે હું છેલ્લા પાંચ વર્ષથી પ્રમોશન માટે કામ કરું છું અને તું 4 મહિનામાં લઈજા એવું થોડી ચાલે. એટલા માટે મે આ બધુ કરી તને જોબ માંથી કઢાવી હવે મારૂ પ્રમોશન થશે. સુમન કઈના બોલી શકી અને કહ્યું કે રિયા મને જોબ માંથી કઢાવીને તું ખુશ છો ? રિયાએ કહ્યું હા હું ખૂબ ખુશ છું. બસ આ વાત સંભાળતા જ સુમને ફોન કાપી નાખ્યો અને રડવા લાગી અને સાંજના સમય બાલ્કનીમાં બેઠી આ બધુ વિચારી રહી હતી.
                           રાત થતાં દાદીએ સુમનને જમવા નીચે બોલાવી સુમન આવી અને જમવા બેઠી દાદા-દાદીએ સુમનને કહ્યું બેટા અમુક વ્યક્તિ જીવનમાં મળે જેમને આપડી ખુશી અને પ્રગતિ જોઈ ના શકતા હોય અને એ આપડી વચ્ચે ઘણા બધા અવરોધ ઊભા કરે છે પણ જો આપડે એ અવરોધથી અટકી ગયા તો સફળના થઈ શકવી. માટે એની ચિંતા છોડીને જીવનમાં આગળ વધવું. દાદા-દાદીની વાતથી સુમનને થોડી રાહત મળી અને રૂમમાં ગઈ અને સૂઈ ગઈ. સુમનને એમ થયું કે સવારે વહેલા તે પુસ્તકાલયમાં વાંચવા જશે.
                             જ્યારે ઉદાસ થઈ જાય જિંદગી ત્યારે જીવનમાં એક નવો મોડ આવે છે. બસ આજે સુમનના જીવનમાં એક નવો મોડ આવવાનો હતો. સાવર પડતા જ સુમન પુસ્તકાલયમાં વાંચવા ગઇ અને ઘણી બૂકો જોઈ એક પણ બુક ગમી નહીં. અને પુસ્તકાલયના વ્યક્તિ ને કહ્યું કે મારે કોઈ નવી બુક વાંચવી છે.હોય તો આપોને, ત્યાં તે વ્યક્તિએ એક બુક લાવીને આપી લો મેડમ આ બુક વાંચો એક દમ નવી છે. બુક તો દેખાવમાં સારી હતી અને સુમનને પણ વાંચવા નું મન થયું એટલે એ બુક વાંચવા લીધી. સુમન થોડી વાર વાંચે છે બુક વાંચતા વાંચતા સુમનને એવું લાગ્યું કે જાણે એના  જીવનમાં બન્યું એને મળતું હોય ત્યાં એક ફકરો આવે છે.

જિંદગીમાં તારી ઘણી મુશ્કેલીઓ આવી છે,
છતાં તારી હિંમત ક્યારે ના હારી છે,
દરવાજે આવી પોહચી છે નવી સફળતા,
જેને દુઃખ પોહચડ્યું એ આજે માફી માંગે છે.

એટલું વાંચતા જ સુમનના ફોનની રિંગ વાગી. ફોન ઉપર દાદી હતા એમને કહ્યું કે તને મળવા માટે કોઈક આવ્યું છે તું ઘરે આવીજા સુમને કહ્યું કે કોણ છે ? દાદી કહે મને નથી ખબર તું ઘરે આવીજા સુમને કહ્યું હા આવું છુ. એમ કહી સુમન બુકને પાછી મૂકીને ઘરે જાવા માટે નીકળી ગઈ. 10 મિનિટમાં સુમન ઘરે પોહચી ઘરે આવીને જોયું તો ત્યાં તેને જે સરે ઓફિસ માંથી કાઢી નાખી હતી એ  હતા. સુમનને આશ્ચર્ય થયો અને કહયું કે સર તમે અહીંયા કેમ ? સરે કહ્યું સુમન તું કઈ ના બોલ બધું હું જ તને જાણવું છું. મને ખબર છે કે એ ડેટા તે નહીં પણ રિયાએ લિક  કર્યા હતા. સાચુંને આ વાત મને કેમ ખબર પડી સુમન તારા જેવી હોશિયાર અને વિશ્વાશું છોકરીને જોબ માંથી કાઢીને મેં ભૂલ કરી છે. મને માફ કરજે. સુમન બોલી ના ના સર તમે માફી ના માંગો પણ તમને આ વાતની ખબર કેમ પડી સરે કહયું સુમન તારા જવાથી સ્ટાફમાં કોઈ ખુશ ના હતું એટલા માં અપડા પિયુને આવીને કહ્યું કે સર હકીકત જાણ્યા વગર તમે મેડમ ને કાઢી નાખયા એ સારી વાત નથી. સ્ટાફમાં કોઈ તમારી આ વાત સાથે સહમત નથી સુમન મેડમ એવું કરીજ ના શકે. બસ આ વાત સાંભળીને મને પણ થયું કે આ વાત તો સાચી પછી મેં પીયૂનને કહ્યું કે કેમેરા ચેક કરો અમે કેમેરા ચેક કર્યા એમાં સાફ સાફ બતાવી રહ્યું હતું કે રિયાએ તારા કોમ્પ્યુટર માંથી ડેટા લઈને પછી તારા ફોન માંથી લિક કર્યા છે. માટે એને ત્યારે જ જોબ માંથી કાઢી મુકવામાં આવી છે. અને હું આજે મારી ભૂલનું પર્યાશ્ચિત કરવા માટે આવ્યું છું કે તું મને માફ કરી દે અને પાછી તારી જોબ પર આવી જા.
             સુમને પણ રડતાં રડતાં હા પાડી અને પછી સુમને કહ્યું કે સર આવ્યા છો તો ચા-પાણી પિતા જ જાવ અને દાદી-દાદા, સુમન અને તેના સર બધા બેઠા અને વાતો કરી, પછી સાંજ પડી સરે જતા જતા કહ્યું સુમન કાલે આવી જજો ઓફિસના સમયે. સુમને કહ્યું ok સર આવી જઈશ. આ બધું સુમનને સપના જેવું લાગતું હતું અને સુમન ખુશીના મારે નાચવા લાગી અને ગીતો ગાવા લાગી. ત્યાં સુમનના ફોનની રિંગ વાગી. સુમને ફોન ઉપાડ્યો, ફોન ઉપર રિયા હતી. રિયાનો આવજ સાંભળતા જ સુમને ફોન કાપી નાખ્યો. રિયાએ ઘણી વાર કોલ કર્યો પણ સુમને ના ઉપાડ્યો, ઘણી રિંગ વાગ્યા પછી સુમને ફોન ઉપાડ્યો રિયા બોલી સુમન પહેલા મારી વાત સાંભળ પછી ભલે તું ફોન મૂકી દે પણ મારી એક વાત સાંભળ પેલા. સુમને કહ્યું બોલ શુ વાત છે. સુમન મને માફ કરજે તારા જેવી ફ્રેન્ડ સાથે મે દગો કર્યો તને જોબ માથી કાઢવીને મને પણ કઈ ના મળ્યું મને પણ મારા પાપની સજા મળી રહી છે. તું પણ મને થઈ શકે તો માફ કરજે મે તને ઘણું બધુ દૂ:ખ પોચાહડિયું છે મારી ભૂલ માટે મને માફ કરજે. બસ આ વાત થી સુમનનું દિલ પણ પીગળી ગયું અને કહ્યું રિયા મે તને માફ કરી પણ એક વાત યાદ રાખજે બીજાની ખુશી જોઈને આપડે દૂ:ખી ક્યારે નહીં થવાનું એને જે પણ કર્યું એની કાબિલિયત સાથે કર્યું છે એમાં તું પણ કઈ ના કરી શકે. માટે બીજાની પ્રગતિ જોઈને ખુશ થવાનું એમાં જ ખુશી છે. રિયાએ કહ્યું સારું હવે આગળથી તારી આ સલાહ હું યાદ રાખીશ થેન્ક યુ. એમ કહી રિયાએ ફોન કાપી નાખ્યો. બસ સુમનને એની જિંદગી પાછી મળી ગઈ હતી. સુમન ખુશ હતી રાત્રે જમીને સૂતી હતી ત્યાં એને પેલુ પુસ્તક યાદ આવી કે આજે એની સાથે જે પણ બન્યું એ પેલા પુસ્તકમાં પણ એને વાચ્યું હતું એ પુસ્તકમાં જે લખ્યું હતું એ તો આજે સાચું જ થઈ ગયું. સુમનને એમ થયું કે એ પુસ્તકમાં કઈક જાદુ લાગે છે. એ પુસ્તક મારા જીવન ઉપર છે અથવા મારૂ જીવન એ પુસ્તક ઉપર છે. સુમનને એ પુસ્તક વચવા માટે ઉતાવડ જાગી કે એના જીવનમાં આગળ શું થવાનું છે એ જાણવા માંગતી હતી. સવાર પડતાં જ સુમન પાછી પુસ્તકાલયમાં ગઈ અને કહયું કે મને પેલી કાલ વાડુ પુસ્તક આપોને એ મારે વાચવુ જરૂરી છે. તે વ્યક્તિ એ કહ્યું કે સોરી મેડમ એ પુસ્તક એક વ્યક્તિ લઈ ગયો છે તેના ઘરે વચવા માટે એને પણ એ પુસ્તક ખૂબ ગમ્યું છે. સૂમને કહ્યું કે મને એ પુસ્તકની બીજી કોપી હોય તો આપો. તે વ્યક્તિએ કહ્યું કે મેડમ એ એક જ કોપી આવી હતી આપડી પાસે બીજી કોઈ કોપી નથી. સુમન ને તો જાણે ગમે તે થાય પણ એ પુસ્તક વાચવું જરૂરી થઇ ગઈ હતું. માટે કહ્યું કે તો મને એ વ્યક્તિનો નંબર અને એડરશ આપો હું એમની સાથે વાત કરીને એ પુસ્તક માંગીશ. તે વ્યક્તિ એ વ્યક્તિનો નંબર અને એડરશ આપયુ સુમન ઓફિસમાં ગઈ અને એ વ્યક્તિને ફોન કર્યો એ વ્યક્તિએ ફોન ઉપાડીયો સુમને કહ્યું હેલો એને કહ્યું હેલો કોણ ? સુમને કહ્યું કે હું સુમન છું કાલે તમે પેલા પુસ્તકાલય માંથી એક પુસ્તક વાંચવા માટે લાવ્યા છો ? વ્યક્તિ કહ્યું હા હું લાવ્યો છું પણ તમને કેમ ખબર ? સુમને કહ્યું કે કાલે સવારે મે એજ પુસ્તક વાંચવા માટે લીધુ હતું.પણ મારે થોડું કામ આવ્યું એટલે પછી અધૂરૂ રહી ગયુ છે આજે  પુસ્તકાલયમાં ગઈ અને તે વ્યક્તિ ને કહ્યું કે બીજી કોઈ કોપી હોય તો મને આપે પણ એની પાસે આ છેલ્લી કોપી હતી. અને મારે આ પુસ્તક વાંચવુ જરૂરી છે. તો તમે મને એ વાંચવા આપશો.

એ વ્યક્તિ એ વિચાર કર્યો અને કહ્યું ઓક વાંધો નહીં તમે લઈ જઇ શકો છો. સુમન ખૂબ ખુશ થઇ ગઈ અને કહ્યું થેન્ક યુ સો મચ તમે મારી મદદ કરી તમે ક્યાં છું હું  એ પુસ્તક લેવા ત્યાં આવું. એ વ્યક્તિ એ કહ્યું કે એક કામ કરો આજે મારે જોબનો પેલો દિવસ છે જો તમને પુસ્તક આપવા માટે રહીશ તો હું લેટ થઈ જઈશ માટે તમે સાંજે લઈ જજો. સુમને કહ્યું કે તમે ક્યાં જોબ કરો છો ? એ વ્યક્તિએ કહ્યું કે હું સિદ્ધાર્થ કંપનીમાં જોબે જાવ છું. સુમન હસવા લાગી. એ વ્યક્તિને આશ્ચર્ય થયો અને કહ્યું તમે કે હશો છો ? સુમને કહ્યું કે તમે જ્યાં આજે પહેલા દિવસે જોબ પર જાવ છો, ત્યાં જ હું જોબ કરું છું. એ વ્યક્તિ પણ હસવા લાગ્યો અને કહ્યું કે સારું મેડમ હું એ પુસ્તક લઈને આવું છું. 10.30 થઈ ગયા સુમન એ વ્યક્તિની રાહ જોઈ રહી હતી. અને એ વ્યક્તિ આવ્યો સુમન અને એ વ્યક્તિ બંને ગેટ પાસે જ મળ્યા અને એક-બીજાને જોતાં રહ્યા થોડી વાર પછી એ વ્યક્તિ બોલ્યો સુમન તમે છો ? સુમને હા પાડી હું જ છું કયારની તમારી રાહ જોઈ રહી છું. એ વ્યક્તિએ કહ્યું માફ કરજો તમને બવ વધારે રાહ જોવડાવી. સુમને કહ્યું ના ના બવ વાર નથી લાગી, તમે પુસ્તક લાવ્યા ? એને કહ્યું હા આ રહ્યું તમારૂ પુસ્તક. સુમનને કહ્યું થેન્ક યુ. પણ તમારું નામ શું છે એ તો કહો . એ વ્યક્તિએ કહ્યું કે મારૂ નામ દિપક છે. એમ કહી બંને વાતો કરતાં કરતાં ઓફિસમાં આવીને પોત-પોતાના કામે લાગી ગયા. સાંજ પડી આખો દિવસ કામ હોવાના કારણે સુમન પુસ્તક વાંચી ના શકી.અને ઘરે આવી. આ બાજુ દિપક સુમનને પહેલી વાર જોતા જ જાણે એના પ્રેમમાં પડી ગયો હોય એવું લાગી રહ્યું હતું. દીપકે સુમન સાથે લગ્ન કરવાના સપના જોવા લાગ્યો. અને અહિયાં સુમન આ વાતથી અંજાન હતી એને તો બસ પુસ્તક વાંચવાની જલ્દી હતી. જમીને રાતે એના રૂમમાં ગઈ અને એ પુસ્તક વાંચવા લાગી. અને પાછો અચાનક એક ફકરો આવ્યો.............

પુષ્પ સમાન દિલમાં પ્રેમની લાગણી ફૂટી છે,
અંધકાર માંથી હવે ઉજાશ બહાર આવી છે,
બાંધી લહીશ તું હૈયા કેરો હાર,
જાણે ઉંમર તારા લગ્નની હવે આવી છે.

     આ ફકરો વાંચતા જ સુમનને એ પુસ્તક બંદ કરીને વિચારમાં પડી કે મને કોની સાથે પ્રેમ થશે, નકે પછી મારા લગ્નની ઉંમર છે તો દાદા-દાદી મારા માટે કોઈ છોકરો જોવા લાવશે શું થશે. આ વિચાર કરતાં કરતાં સુમન સૂઈ ગઈ. અને સવારે મોડી જાગી અને ઓફિસે જાવા માટે લેઈટ થઈ ગયું સુમન જલ્દી જલ્દી તૈયાર થઈને ઑફિસે ગઈ ત્યાં દિપક આજે વહેલા આવીને એની રાહ જોતો હતો. સુમન આવી દિપકે કહ્યું ગુડ મોર્નિંગ સુમન.સુમને પણ કહ્યું ગૂડ મોર્નિંગ. દિપકે કહ્યું કેમ સુમન આજે લેઈટ થયું. સુમને કહ્યું ખબર નહીં પણ સવારે ઉઠી જ ન શકી. દિપક કહે ઓકે કોઈ વાંધો નહીં એમ કહીને કહ્યું  સુમન એક વાત તને કવ ? સુમને કહ્યું હા બોલને શુ થયું. દિપકે કહ્યું કઇ નહીં માત્ર એ પૂછતો હતો કે આજે મારી સાથે કોફી પીવા આવીશ? સુમને હસતાં હસતાં કહ્યું કેમ બુક આપી એના માટે ઇનામ જોઈએ છે. દિપકે કહ્યું ના ના એવું નથી. સુમન બોલી અરે મજાક કરું છું. ચાલ જવી. એમ કહી બંને કોફી પીવા ગયા ત્યાં દિપકે એની જીવનમાં બનેલી ઘટના કીધી અને ઘણી વાતો કરી કોફી પીધી અને પાછા ઓફિસના કામ આવી ગયા સુમનને એક સારો એવો ફ્રેન્ડ તરીકે દિપક મળી ગયો જ્યારે પણ ઓફિસમાં કે ઘરે કોઈ પણ કામ હોય તો દિપક સુમનને કહે અને સુમન દીપકને કહે. સુમન ઘરે દાદા સાથે વાત કરતી હતી ત્યારે દિપક નો કોલ આવ્યો. સુમને ફોન ઉપાડીને કહ્યું બોલ શુ તકલીફ પડી. દીપકે કહ્યું કઇ તકલીફ તો નથી પણ કઈ ગમતું નથી. સુમને કહ્યું કેમ શુ થયું બીમાર તો થઈ ગયો નથી ને? દિપકે કહ્યું ના એવું નથી પણ મગજને ફ્રેશ કરવું છે. સુમને કહ્યું જે હોય એ સાચું કહી દે ને. દીપકે કહ્યું કે મારી જોડે મુવી જોવા આવીશ. સુમને કહ્યું એમાં શુ ચાલ ક્યારે જવું છે. દીપકે કહ્યું અત્યારે હું તારા ઘરની નીચે ઉભો છું તું આવીજા. સુમનને વિશ્વાસના આવ્યો અને કહ્યું સાચું તું મારા ઘરની નીચે છો ? દીપકે કહ્યું વિશ્વાસના આવતો હોય તો બાલ્કની માં આવીને જોઇલે. સુમાન બાલ્કની માં ગઈ અને જોયું તો દિપક સાચું સુમનના ઘરની નીચે ઉભો હતો. સુમનને ખુશ થઈ ને કહ્યું આવું છું. સુમનને દાદા-દાદીને કહ્યું કે હું મારા ફ્રેન્ડ જોડે મુવી જોવા જાવ છું. દાદા-દાદીએ કહ્યું જલ્દી પાછી આવી જજે.સુમનને કહ્યું હા જલ્દી આવી જઇશ. એમ કહીને સુમન ગઈ અને બારે દિપક એની બાઇક લઈને આવ્યો હતો. દાદા-દાદીએ જોયું કે સુમન દિપક સાથે હળી-મળી ગઈ છે. દાદાએ કહ્યું કે એક વાત કવ તને ? દાદીએ કહ્યું બોલો દાદાએ કહ્યું મને લાગે છે દિપક સુમનને પસંદ કરે છે. દાદીએ કહ્યું ના એવું ના હોય એ તો એનો ફ્રેન્ડ છે એટલા માટે દાદાએ કહ્યું પણ ફ્રેન્ડને પણ પસંદ કરી શકાય ને દાદીએ કહ્યું હા એ વાત તો સાચી અને આમ પણ આપડી સુમનની હવે ઉંમર થઈ ગઈ છે.અને દિપક પણ સારો છોકરો છે બંનેની જોડી સારી લાગશે. સુમન અને દિપક મુવી જોવા ગયા અને ઘણી બધી મજા કરી સુમન આના પહેલા આટલી બધી ખુશ ક્યારે પણ થઈ ના હતી. દિપક એને ઘરે પાછી મૂકી ગયો. સુમને જતા જતા બાય કહી ને ગુડ નાઈટ કહ્યું પણ સુમન અને દિપક બને માંથી કોઈ જાવા માંગતું ના હતું. સુમને બાય કહી ને જતી રહી અને ઘરે આવી ને બેડ પર સુતા સુતા દિપકના વિચારોમાં ખોવાઈ ગઈ. સુમનને પણ હવે દિપક પ્રત્યે પ્રેમની લાગણી જાગી રહી હતી. પણ હવે કહેવું કઇ રીતે ? હવે તો સુમનને દિપકને જોયા વગર ચેન મળતોના હતો. અને કાલે સવાર થતાંજ સુમન ઓફિસે ગઈ ત્યાં દિપક આવ્યો ના હતો ઘણી રાહ જોઈ પણ એ આવ્યો નહીં સુમનને થયું કે કોલ કરું અને દિપકને કોલ કર્યો દિપકનો ફોન બંધ આવતો હતો. સુમન ને ચિંતા થવા લાગી કે શું થયું હશે કેમ આજે દિપક આવ્યો નહીં ફોન પણ બંધ છે. સુમનની ચિંતા વધી અને તેને નકી કર્યું કે એ દીપકના ઘરે જશે. સુમન દિપકના ઘરે આવી અને ડોર બેલ વગાડી દિપકના મમ્મીએ દરવાજો ખોલ્યો અને કહ્યું કે સુમન તું અહીંયા અંદર આવને કેમ આવવાનું થયું. સુમને કહ્યું આન્ટી કઈ નહીં આ તો દિપક આજે ઓફિએ આવ્યો નહીં એટલે મને એમ થયું કે બધું ઠીક તો છે ને. દિપકના મમ્મીએ કહ્યું  દિપકને તો બવ તાવ આવ્યો છે એ બીમાર થઈ ગયો છે. સુમને આ વાત સાંભળતા જ કહ્યું ક્યાં છે દિપક ? દિપકના મમ્મી સુમનને દિપકના રૂમમાં લઇ ગયા અને સુમને રૂમ માં જઈને જોયું તો દિપક તાવમાં ધમ ધમી રહ્યો હતો. દિપકે કહ્યું કે સુમન તું અહીંયા ? દિપકના મમ્મીએ કહ્યું કે તમે વાતો કરો હું આવું કામ કરીને. સુમનને કહ્યું આટલો બધો તાવ આવ્યો છે અને કોલ પણ ના કર્યો જા તારી સાથે મારી કટા દિપકે કહ્યું ના સુમન એવું ના કર પેલા મારી વાત તો સાંભળ એક વાર. સુમન બોલ શુ વાત છે. દિપકે કહ્યું કાલે તને ઘરે મૂકીને હું આવ્યો પણ કોણ જાણે કેમ મને ઊંઘ નોહતી આવતી હતી. સુમનને થયું કે દિપક પણ એને પસંદ કરે છે અને કાલે રાતે દિપક મારા  જ વિચાર કરતો હશે જેમ હું કરતી હતી.સુમન બોલી કોના વિચાર કરતો હતો દીપક હવે રહી શકતો ના હતો એને કહ્યું કે તારા વિચાર કરતો હતો. સુમનને ખબર પડી કે દિપક શુ કહેવાનો છે સુમન ઝીણા સ્મિત સાથે બોલી શુ વિચારતો હતો મારા વિશે. દિપકે કહ્યું સુમન હું તને ખૂબ જ પસંદ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માગું છું. સુમાનની આંખોમાં ખુશી ના આશુ આવી ગયા અને સુમને પણ રડતાં રડતાં હા પાડી.દિપક ખુશીને મારે તેના બેડ પર નાચવા લાગ્યો. અને બધાને આ વાતની ખબર પડી સુમન ઘરે આવી સુમનના મનમાં હતું કે દાદા-દાદી એને બોલશે પણ દાદા-દાદીએ કહ્યું બેટા તે ખૂબ સારો જીવન સાથી પસંદ કર્યો છે. અમે પણ તારા માટે કોઈ સારો છોકરો મળે એની તલાશ કરતા હતા. પણ તારા માટે દિપક કરતા સારો છોકરો કોઈના હોય શકે. માટે અમે તારા આ  નિર્ણય સાથે સહમત છીઇએ. સુમન રડતાં રડતા દાદા-દાદીને ભેટી ગઈ અને દાદા-દાદીએ કહ્યું કે હવે બવ વાર ના લગાવતી જલ્દી થી દિપક સાથે લગ્ન કરીલે. આ વાતથી સુમન અને દિપક બંને ખુશ હતા. અને એક-બીજાના પરિવારોને મેળવ્યા. અને બંને પરિવારોએ બીજા મહિના માં સુમન અને દિપકના લગ્ન નક્કી કર્યા. સુમનતો એટલી બધી ખુશીમાં હતી કે પેલા પુસ્તકને ભૂલી જ ગઈ છે. અને હવે સુમાનના લગ્નની તૈયારી શરૂ થઈ ગઈ છે. સુમન અને દાદા-દાદી બધા ખૂબ તૈયારી કરતા હોય છે એવા માં દાદા અને દાંદી ના એક સબંધી આવે છે એમને  એક લેખક હોય છે. એમને સુમનની પાસે આવે છે અને એને આશીર્વાદ આપતા કહે છે કે બેટા તારા માટે એક પુસ્તક લાવ્યો છું જે લગ્નજીવનમાં કામ આવે એવું છે. પુસ્તકનું નામ સાંભળતા જ સુમનને પેલા પુસ્તકમાં વાંચેલી લાઈન યાદ આવી. અને થયું કે દિપક અને ઓફિસના કામના કારણે એ તે પુસ્તકને ભૂલી જ ગઈ હતી. અને એ પુસ્તક પ્રમાણે મને દિપક સાથે પ્રેમ થયો અને 3દિવસ પછી એની સાથે મારા લગ્ન પણ છે એ પુસ્તકમાં જે પણ લખ્યું છે એ સાચું જ થયું છે. હવે સુમનની ચિંતા વધવા લાગી કે હવે એના જીવનમાં શુ થશે. સુમન બધી તૈયારી છોડીને એ પુસ્તક ને ગોતવા લાગી આખું ઘર આમ-તેમ કરી નાખ્યું સુમન ના દાદી બોલ્યા કે સુમન શુ જોઈએ છે તારે સુમન બોલી દાદી મેં થોડા મહિના પહેલા એક પુસ્તક લાવી હતી તમને ખબર છે એ ક્યાં છે. દાદીએ કહ્યું એ બધું તો સ્ટોરરૂમમાં છે. સુમન દોડીને સ્ટોરરૂમમાં ગઈ અને એ પુસ્તકને બહાર કાઢીને સાફ કર્યું. અને વાંચવા લાગી થોડી વાર વાંચયુ અને પાછો એક ફકરો આવ્યો.

લગ્ન તારા લેવાશે,
બધા ખુશ થશે,
સાથે દુ:ખની વાત આવશે,
જેણે તને સાચવી એનું જીવન અટકાશે.

આ વાંચતા જ સુમન અટકી ગઈ એને વિચાર આવ્યો કે જ્યારે કોઈએ સાથ આપ્યો ના હતો ત્યારે આ દાદા અને દાદીએ એનો સાથ આપ્યો હતો. અને અત્યારે જ્યારે એના દાદા અને દાંદીના જીવનની અંતિમ શણો છે અને એ જો દિપક સાથે લગ્ન કરશે તો એના પછી એના દાદા અને દાદીનું કોણ ? કોણ એમનો સાથ આપશે. માટે સુમને નક્કી કર્યું કે એ જ્યાં સુધી એના દાદા-દાદી છે ત્યાં સુધી એમની સાથે રહશે અને પછી જ દિપક સાથે લગ્ન કરશે. સુમને દિપકને કોલ કર્યો અને એના જીવનની બધી હકીકત કહી દીધી. દિપકને પણ એવું લાગ્યું કે સુમનની વાત સાચી છે. પણ દિપકે કહ્યું કે આમ કરવું સારું રેહશે ? સુમને કહ્યું બીજો કોઈ ઉપાય નથી મારી પાસે તારી પાસે હોય તો મને કહી દે. દીપકે કહ્યું કે એક કામ કર તું અત્યારે સુઈ જા કાલે સવારે આપડે મળવી અને પછી આના વિશે વાત કરવી.સુમનને કહ્યુ સારું એમ કહીને ફોન મુકીયો અને વિચાર કરવા લાગી કે હવે શું કરવું. દિપક પણ આ વાત વિશે વિચાર કરતો હતો. આમને આમ સવાર પડી અને દિપક સુમનના ઘરે આવ્યો. અને સુમન સાથે રૂમમાં બેઠો દીપકે કહ્યું સુમન એક વાત કવ સુમને કહ્યું બોલ દિપકે કહ્યું કે સુમન હું સમજુ છું કે જ્યારે તારું કોઈ ના હતું ત્યારે આ દાદા-દાદીએ તારો સાથ આપ્યો હતો. અને હવે જ્યારે એમને તારી જરૂર છે ત્યારે તારે એમનો સાથ આપવો જોઈએ. પણ સુમન હું તને ખૂબ જ પ્રેમ કરું છું તારા વગર મારા જીવનમાં પણ અંધકાર જ છે. તારી સાથે મારા લગ્ન નહીં થાય તો હું બીજા કોઈ સાથે નહીં કરું માટે મને એક વિચાર આવ્યો છે, કે અત્યારે આપડે બધા માટે લગ્ન કરી લઈએ અને પછી  હું પણ તારી સાથે અહીંયા જ  રહીશ અને જ્યાં સુધી દાદા-દાદી છે આપડે બંને મળી ને એમની સેવા કરીશું. બોલ આમ કરવું કેમ રેહશે. સુમને આ વાત સાંભળી ને આંખ માંથી જળ જળીયા આવી ગયા અને રડતાં રડતાં એ દીપકને ભેટી પડી.

અને પછી દિપક અને સુમનને લગ્ન કર્યા અને દાદા-દાદી સાથે રહ્યા.

  

બીજા રસપ્રદ વિકલ્પો