Hello friends
( તમે જોયુ કે હર્ષ અને તેના કજીન એક સાધુ ના આશ્રમ મા જાય છે જ્યાં તે લોકોને તે સાધુ મળે છે અને એ લોકોને ત્યાં રહેવાની પરવાનગી આપે છે પણ અહિંયા થી તે લોકોની મુસિબતો આવવાની હતી )
હવે આગળ
બધુજ હજી સુધી સરખુ ચાલતુ હતુ, પણ એ લોકો એ વાતથી અજાણ હતા કે જ્યાં તે અત્યારે છે તે આશ્રમમાં જે અઘોરીઓ છે તે નરભક્ષી શેતાન છે.
" માસી તમે પેલા બંનેને ક્યાં છોડી આવ્યા ?" મનિષ શક કરતો હોય તેમ બોલ્યો.
" અરે એવુ નથી " તેના માસી હજુ વાક્ય પુરુ કરે તે પહેલા કોમલ આવી ગઇ. " લ્યો આ જો આવી ગયા " તેના માસીએ કોમલને આવતા જોઈ બોલ્યા
" અરે હર્ષ ક્યાં છે ?" મમતાએ કોમલને આવતા પુછ્યુ
" મમ મને શું ખબર હોય " કોમલ ડરતા બોલી
" હરે હું તો અમસ્થા કહુ છુ " મમતા એ કહ્યુ
એ લોકો વાતો કરી રહ્યા હતા ત્યાં હર્ષ આવી ગયો.
" ક્યાં ગયો હતો ભાઇ ?" મનિષ બોલ્યો
" કેમ "
" એ બધુ છોડો ચાલો જમવા બેસી જાવ " તેના માસી વાતને બદલાવતા બોલ્યા.
બધી વાતો છોડી એ બધા જમવા બેસી ગયા
" શું થયુ કેમ સ્ટ્રેસમા છો " મનિષે હર્ષને તણાવમા જોતા પુછ્યુ
" મને એમ લાગે છે કે આપણે અહિંયા રોકાવુ સારુ નથી " હર્ષ ગંભીરતાથી બોલ્યો
" કેમ શુ થયુ ? " તેના માસીએ પણ પુછ્યુ
" હું જ્યારે આ તરફ આવતો હતો ત્યારે મે તે સાધુ ના રુમમાથી અજીબ અવાજો આવી રહ્યા હતા અને તેનો એક ચેલો કોઇ જાતના હથિયાર લઈ જતો હતો. કંઇ તો ગડબડ છે.
" એવુ કંઇ ન હોય " મનિષ તેની વાતનો કોઇ અર્થ ન હોય તેમ બોલ્યો
" તો મે જોયુ તે ખોટુ " હર્ષે કહ્યુ
" જો તુ કહે છો તે સાચુ છે તો આપણે જાણવા જઇએ " મનિષ હર્ષની વાત સાચી છે કે નઇ તે જાણવા કહ્યુ.
તે બંને જમીને તે સાધુના રુમ તરફ ગયા રુમ બંધ હતો પણ ત્યાં કંઇક ચાલી રહ્યુ હોય તેમ લાગ્યુ જ્યારે એ બંનેએ દરવાજા ઉપરથી જોયુ તો તે જોઇ એ બંને ડરથી પરસેવો પરસેવો થઈ ગયા મનિષ એ બધુ જોઇ ઉલટી થવા લાગી હર્ષ તેને તે દરવાજાથી દુર લઇ ગયો. પરંતુ
તેના ગયા પછી તે દરવાજો ખુલતા લાઇટના પ્રકાશમાં એક ખૌફનાક આક્રુતી દેખાય જેને જોઇ કોઇપણને પોતાનુ મોત સામુ દેખાય જાય.
હર્ષ અને મનિષ ત્યાંથી દુર આવી ગયા, તે બંનેની આંખોની સામે તે દ્રશ્ય જ ચાલતુ હતુ જે તેઓએ તે અઘોરીઓના રુમમા જોયુ હતુ, અચાનક તે બંનેને વિચાર આવ્યો અને તે ભાગ્યા.
" માસી, પ્રિયા મમતા એ બધુ છોડો અને કાર તરફ ચાલો જલ્દી" હર્ષ હડબડીમાં બોલતો ગયો,મનિષ પોતાની બધી જરુરી વસ્તુ લેવા લાગ્યો બધુ એટલુ ઝડપથી થઈ રહ્યુ હતુ કે કોઇને કંઇ પણ સમજાતુ ન હતુ .
" અરે થયુ છે શું ?" તેના માસીએ બંનેને આમ જોઈ પુછ્યુ
" એ બધુ હું તમને પછી કહીશ અત્યારે કંઈપણ સમજાવાનો સમય નથી" હર્ષ ડરેલા સ્વરે બોલ્યો.
તે બધા જલ્દીથી ત્યાંથી નિકળવા માંગતા હતા. મનિષ અને હર્ષને એ વાતનો ડર હતો કે જો તે લોકો એ અઘોરીઓના હથ્થે ચડી ગયા તો તેઓની જાન જોખમમાં છે. તેઓ હજુ જઇ રહ્યા હતા, ત્યાં અચાનક વાતાવરણ બદલાય ગયુ તે કાર પાંસે પહોંચ્યા બધા કારમાં બેસી ગયા.
"અરે કોમલ નથી આવી " તેના માસીને યાદ આવતા કહ્યુ
"મને ખબર છે માસી અને બીજી વાત કોઇ કારથી બહાર નઇ આવતા" હર્ષે ગંભીરતાથી અને બધાની સેફ્ટીમાટેથી કહ્યુ
"હું પણ સાથે આવુ છુ " મનિષે કહ્યુ
" હા ઠિક છે ચાલ " હર્ષે પરિસ્થિતીની ગંભીરતાને સમજતા કહ્યુ
એ બંને કોમલને આજુ બાજુ બધી જગ્યાએ શોધવા લાગ્યા આ દરમિયાન હર્ષે અને મનિષે જે જોયુ તે પછી એ ખુબજ ટેન્શનમાં હતા. અચાનક હર્ષને કોમલ દેખાઇ તે એ બાજુ ગયો ત્યાં સામેથી એ રુમનો દરવાજો ખુલ્યો અને વિજળી ના ચમકારામાં એ આક્રુતિ હતી તેનુ સ્વરુપ દેખાયુ
Tbc...
આગળ શું થવાનુ છે તે જાણવા માટે વાંચતા રહો ' સફર the trip of fear '
જે વાંચકો મારી સ્ટોરીની રાહ જોઇ રહ્યા હતા તેનો આભાર અને રાહ જોવરાવવા બદલ સોરી મારા થોડા પ્રસનલ કામને કારણ મારી સ્ટોરી લેટ થઇ