Note : hello friends જીવનમાં કેટલીય ઘટનાઓ ઘટે છે કોઈ ઘટના સુંદર સપના જેવી હોય છે તો કોઇ ભયાનક ક્ષણ જેવી હોય છે
( આગળ ના ભાગમા જોયુ કે હર્ષ તેના કજીન સાથે ટ્રિપ નુ આયોજન કરે છે તે હોસ્ટેલથી ઘર તરફ જતા તેને એક સાધુ મળે છે જે તેના જીવનમાં બનવાની ઘટના ની આગાહી કરે છે અને હર્ષ તેનો ભ્રમ સમજી ઘરે પહોંચી તે બીજા દિવસે તેના માસીના ઘરે જાય છે જ્યાં તે તેના કજીન ને મળે છે)
હવે આગળ
->>
બધા હસી મજાક કરતા હતા ત્યાં હર્ષ કોઇને કોલ કરવા બહાર આવ્યો હતો તે વાત કરી અંદર જઇ રહ્યો હતો ત્યાં તેને તેના માસીનો અવાજ સાંભળયો
"અરે આવ કોમલ બધા આવીજ ગયા છે"
"હું લેટ તો નથી થઇને "
" ના ના હજી તો ટાઇમ છે"
કોમલ અંદર જાય છે ત્યાં હર્ષને જોઇ તે અટકી જાય છે
"હાઈ "
"હાઈ"
બંને એકબીજાને જોઇ ખોવાઇ જાય છે
ત્યાં હર્ષના જીયા માસી એ બંનેને જોઇ ને બોલે છે " ઓકે તો મળીલીધા બંને "
અચાનક બંને નિંદરમા થી ઉઠ્યા હોય તેમ હાથ છોડીને કોમલ અંદર ચાલી ગઇ
" કેમ ભાઇ કોઇ ઘરે નથી" તેના જિયા માસીએ તેનો કાન પકડતા બોલ્યા
" સોરી માસી "
"ચાલો હવે બ્રેક ફાસ્ટ કરવા આવી જાવ"
બધા બ્રેક ફાસ્ટ કરી બધા આરામથી બેઠા હોય છે ત્યા ફરી હર્ષને કોઇને કોલ આવે છે તે બહાર જતો રહે
"કોણ હતુ " હર્ષને અંદર આવતા જોઇ મનિષ મજાક કરતા બોલ્યો
" કેમ ભાઈ તુ કાંઈ મારા પપ્પા છો ?"
" અરે ના ના હું અમસ્તાજ પુછતો હતો "
" ડરે છે શુ કામ i'm just jocking યાર "
"એ બધુ છોડ તો હવે ક્યારે નિકળવાનુ છે"
"ચાલો તો હવે જઇએજ તે "
"ચાલો હવે "
કારમા બેસી બધા જૂનાગઢ તરફ નિકળે છે આ બાજુ એક વ્યક્તી બાઇક લઇને તેમનો પીછો કરે છે
"અરે હર્ષ ત્યા રહેવાનો ક્યાં બંદોબસ્ત છે "
"ફોર યોર કાઇંડ ઇનફોર્મેશન આ જવાબદારી તારી હતી "
"ઓ સોરી પણ ત્યાં હોટલ મા રુમ મળી જશે "
"જો પ્રોબ્લમ ન થાઇ "
" ન જ થાઇ "
વાતો મા ને વાતોમા કોઇને એ વાતની જાણ ન હતી કે કોઈ તેમનો પીછો કરી રહ્યુ છે તે લોકો એક સુમસાન રસ્તા પર આવી ગયા.
"હર્ષ તે શોપ પાંસે રોકતો " રસ્તાની બાજુમા એક નાની શોપ જોઇ મનિષ બોલ્યો
" અરે અહિંયા શુ છે હવે "હર્ષ કાર સ્ટોપ કરી બોલ્યો
" અરે કંઇ નઇ થોડી ચા પી લઇએ "
" તમે લોકો આવશો કે? " હર્ષ બધાની તરફ જોઇ બોલ્યો
" અમે હમણાજ આવીએ છીએ " હર્ષના જીયા માસીએ જવાબ આપતા કહ્યુ
" ઓકે " હર્ષ બહાર આવી બોલ્યો
તે ત્રણેય શોપ પાસે આવી ઉભા રહ્યા શોપ કોઇ ખાસ ન હતી થોડી સૂવિધા વાળી સામાન્ય હતી ત્યાં એક દુકાનદાર અને એક સાંઠ વર્ષ ના વ્રુધ હતા તે થોડા અજીબ હતા. તે એક બાજુના ટેબલ પર બેઠા હતા તે એ ત્રણેયને જ ઘુરી રહ્યા હતા
" અંકલ ત્રણ કપ ચા આપોતો" હર્ષ તે વ્રુધને ઇગ્નોર કરતા બોલ્યો
" ક્યાં જઇ રહ્યા છો? " દુકાનદાર કપ માં ચા ભરતા પુછ્યુ
"જુનાગઢ બાજુ" મનિષે જવાબ આપતા બોલ્યો
" તો તમે પેલા રસ્તાથી જજો"
" પણ જુનાગઢ નો ટૂંકો રસ્તો તો આ છે" નિલેશ ફોનમાં જોઇ બોલ્યો
" પણ આ રસ્તો તમારા માટે સુરક્ષિત છે " અચાનક તે વ્રુધ માણસ બોલ્યો, તેનો અવાજ સાંભળી તે ત્રણેય ડરી ગયા
" કેમ શા માટે ? " હર્ષ થોડી હિમ્મત કરી બોલ્યો
" ત્યાંના લોકોનુ કહેવૂ છે કે ત્યાં એક મુત વ્યક્તિને અંતિમ સંસ્કાર આપવા જતા લોકોની આત્મા ભટકે છે અને હુ પણ વહેલા દુકાન બંધ કરી જતો રહુ છુ" દુકાનદાર ડરતા હોય તેમ બોલ્યો
હર્ષે ચા ના પૈસા આપી ત્રણેય તે વાતને ઇગ્નોર કરી કાર તરફ જતા રહે છે તે વ્રુધ હજી સુધી તેમનેજ ઘુરી રહ્યો હતો.
" અરે તમે લોકો ન આવ્યા " હર્ષ કારમા બેસતા બોલ્યો
" અમારુ શુ કામ ત્યાં અમે ચા તો પિતા નથી" મમતા મજાક કરતા બોલી
"હર્ષ શુ આપણે તે રસ્તેથી જવાનુ છે કે પછી " મનિષ પેલા લોકોની સામે જોતા બોલે છે
"તો તુ ડરે છે? "
" એવી વાત નથી "
" તો આપણે શુ કાંઈ આખી રાત સફર કરવાનો છે ?"
" હા પણ આ રસ્તો તેની કરતા સારો રહેશે નઇ? " નિલેશ ડરતા સ્વરે બોલ્યો
" તુ એ લોકોની વાતમાં ધ્યાન ન દે " હર્ષે તેને સમજાવતા કહ્યુ
" એની વે તો ચાલો ત્યાંથી જ જઇએ " મનિષે ઊંડો શ્વાસ લેતા બોલ્યો
" કેમ શુ થયુ કે તમે રસ્તા વિશે વિવાદ કરો છવો ?"
" અરે કંઇ નઇ મમતા આ નિલેશ પેલા અંકલની વાત નો વિશ્વાસ કરી ડરે છે "
" કઈ વાત? "
"પેલા વ્રુધ અને દુકાન દાર કહે છે કે ત્યાં તે રસ્તા પર આત્મા રસ્તો રોકે છે "
" એવુ કંઈ ન હોય "
" તો ફાઇનલ આપણે તે રસ્તે થી જઇશુ "
બધાને એ વાત નો ડર તો હતો પણ જલ્દી પણ પહોચવાનુ હોવાથી માની ગયા પણ તે લોકો ને એ વાતની જાણ ન હતી કે આગળ તે લોકો સાથે શુ ઘટવાનુ છે
હર્ષે કાર તે રસ્તા પર ભગાડી તેના જતાજ જે વ્યક્તી તેનો પીછો કરતો હતો તે પણ તેની પાછળ જતો રહ્યો
આ બાજુ પેલા બંને વ્યક્તિ રસ્તા પર ઊભા રહી તે દિશા તરફ નજર રાખી અટ્ટહાસ્ય કરવા લાગ્યા તે લોકોનુ રુપ બદલવા લાગ્યૂ તેમના દાત વધવા લાગ્યા આંખો નો રંગ બદલાય ગયો અને તે એક સાથે હવામા ગાયબ થઇ ગયા...
| | | | | | Tbc...
આગળ શું થવાનુ છે તે જાણવા માટે વાંચતા રહો " સફર the trip of fear "
મારી સ્ટોરી ને તમારા પ્રતિસાદ બદલ આભાર
આ સ્ટોરીમાં કોઈપણ ભુલ હોય તો જરુરથી જણાવજો