સફર - the trip of fear - 6 - છેલ્લો ભાગ Dipak Sosa દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

સફર - the trip of fear - 6 - છેલ્લો ભાગ

Hello friends so sorry to come late

[ આગળના ભાગમા જોયુ કે હર્ષ સાધુના ચેલા ને હથિયાર લઇ જતા જોવે છે ત્યારે તેને શંકા થાય છે તે બધાને સચેત કરે છે અને તે અને મનિષ બંને તે સાધુના રુમમા જોવા જાય છે જોકે દરવાજો અંદરથી લોક હોય છે પણ દરવાજાની ઉપરની જગ્યાએથી જે જોવે તે જોઇ બંનેના હોશ ઉડી જાય છે અને તે બંને ત્યાથી દુર જઈ કાર પાંસે આવે છે બધી બાજુ ખૌફ નો માહોલ હોય છે ત્યાં કોમલ ન હોવાની ખબર મળે છે હર્ષ અને મનિષ બંને કોમલને શોધવા નિકળે છે ત્યાં હર્ષને કોમલ દેખાય છે હજુ તે એની પાંસે પહોંચે તે પહેલા સામેનો દરવાજો ખુલે છે અને વિજળીના પ્રકાશે એક શેતાન દેખાય છે ]

તા : 9 એપ્રિલ 2018

સમય : 8: 15 am

" અ આ અરે યાર માથુ એટલુ ભારે કેમ લાગી રહ્યુ છે? " મનિષ પોતાનુ માથુ પકડી ઉભો થાય છે

આ બાજુ એક સાધુ વ્રુક્ષ પાંસે કંઈક બનાવી રહ્યો હોય છે.

" અરે મનિષ આ બધુ શુ છે? અને આપણે કયાં છીએ? " હર્ષ ઉઠતા બધાને એક રુમમાં સુતેલા જોતા પુછે છે

" અરે યાર મને પણ કંઇ નથી સમજાતુ કે આ બધુ શું છે " મનિષ પોતાનુ માથુ પકડતા કહે છે

" તુ ઠિક તો છે. એક મિનીટ " હર્ષ કંઇક યાદ કરતા કહેતા અટકે છે

" આપડે તે દ્રશ્ય જોયુ પછી બધાઇ કાર પાંસે આવ્યા ,કોમલનુ ગુમ થવુ આપણે બંને તેને શોધવા ગયા ,મને તે મળી અને ત્યાં એ શેતાન માંનો એક શેતાન દેખાયો અને પછી શું થયું મને કશું યાદ નથી." હર્ષે યાદ કરતા કહ્યુ

" એ બધુ તો ઠિક પણ અહિયાં આપણે પહોંચ્યા કેવી રીતે? " મનિષ ઉભો થતા કહ્યુ

"છોડ એ બધુ તુ આ લોકો ને ઉઠાવ હું બહાર જોવ છુ " હર્ષ એમ કહી બહાર જાય છે

તેણે બહાર જોયુ તો તે લોકો એક આશ્રમ જેવા ઘરમાં હતા જે આમ તો આશ્રમ લાગતો ન હતો તે એ જગ્યા ની ચારેબાજુ ફરવા લાગ્યો ત્યાં તેની સામે એક સાધુ આવ્યો.

" જાગી ગયો બચ્ચા " તે સાધુ હર્ષની સામે હસીને બોલ્યો.

" હા તમે કોણ ? એક મિનિટ તમે એ મંદિર મા હતા એ જ સાધુ છોને? અને અમે અહિંયા કેવી રિતે પહોંચ્યા ? " હર્ષે સવાલ કર્યો.

સાધુ કંઇપણ ન બોલ્યો અને એને જોઈ હસવા લાગ્યો

હર્ષને કંઈપણ સમજાતુ ન હતું એટલામા મનિષને બધાં તેની પાછળ આવી ગયા.

"હર્ષ આ સાધુ કોણ છે? " મનિષ તેની પાસે આવીને પુછ્યું, સાધુ ને જોઈ બધાનાં મનમાં ડર પણ હતો અને આશ્ચર્ય પણ.

" તમે કોઈ ગભરાશો નહિ તમે લોકો હવે સુરક્ષિત છવો" એમ કહી તે જોઈ સાધુ એક રુમ તરફ આગળ વધ્યો. જતા જતા તે હર્ષ અને મનિષ ને સાથે આવવાનું કેહતો ગયા.

"તમે અહીંયા વાટ જુઓ અમે આવીએ છીએ " હર્ષ એમ કહીને બંને તે સાધુની પાછળ જવા લાગ્યા.

તે બંને એક રુમમાં પહોંચ્યા તે કદાચ એ સાધુનો જ રુમ હતો.

"આવી ગયા તમે " સાધુ બોલ્યો.

"હવે બોલો શું છે આ બધું? અને અમે અહીંયા કેવી રીતે પહોંચ્યા? અને તમે અહીંયા કેવી રીતે? તમે તો " હર્ષે એક સાથે જે મનમાં સવાલ હતાં એ પુછી લીધાં

" મેં તને કહું હતું કે ધ્યાન રાખજે હવે તમારા બધાનો જીવ જોખમમાં છે " સાધુ એ હર્ષને જોઈ કહ્યું

"તો હવે અમે કેવી રીતે અહીંયાથી નિકળીશુ તમે અમારી મદદ કરી શકો છો? " મનિષે સાધુ ની વાત સાંભળી કહ્યું.

" હવે તમને બચાવી શકે એ તમારી સાથે જ છે" સાધુ બોલ્યો.

"કોણ છે એ? "હર્ષે આતુરતાથી પુછ્યું.

" સમય આવતા તમને સમજાઈ જશે "સાધુ એટલુ કહી ગાયબ થઈ ગયો.

"આ ગાયબ કેવી રીતે થયો " મનિષ આ જોઈ ચોંકીને બોલ્યો.

"એમની પાસે એવી શક્તિ છે " હર્ષ એમ કહી વિચારતો વિચારતો બહાર જવા લાગ્યો.

"કેમ થયું શું કહ્યું એ સાધુએ? " હર્ષ ને બહાર આવતા જોઈ તેના માસીએ પુછ્યું.

"તેણે કહ્યું કે આપણને બચાવવા વાળો આપણી વચ્ચે જ છે" મનિષ બહાર આવતા બોલ્યો.

"આપણામાંથી એ કોણ હશે? " તેના માસીને સવાલ થતા કહ્યું.

"એ હું કહું કોણ હશે તે" ઉત્સાહીત થઈ બોલી

"હર્ષ" બધા એક સાથે બોલ્યા

"શેટ આપ ઓકે" હર્ષ આ સાંભળી બોલ્યો. "ચાલો હવે બધા અહીંયાથી " હર્ષ તેની કાર ત્યાં જોતાં બોલ્યો.

"કાર અહીંયાં ક્યાથી પહોંચી " મનિષને કાર ત્યાં જોતા સવાલ થયો.

બધા કારમાં બેસી ત્યાંથી નીકળવા માંગતા હતા પણ રસ્તામાં કાર બંધ પડી. હર્ષ અને મનિષ બહાર આવી જોયું કારને પાણી ની ટાંકીમાં પાણી ખૂટી ગયું હતું. મનિષ આસપાસ પાણી શોધવા ગયો હર્ષ થોડે દૂર એક હનુમાનજી નુ મંદિર હતું ત્યાં હનુમાનજી ની ગદા પાસે એક નાની ગદા હતી હર્ષે તેને હાથમાં લેતા જ તેને શોક લાગ્યો. હર્ષના હાથ માથી ગદા છુંટી ગઈ મનિષ પાણી ભરી ને આવી જતા હર્ષ દર્શન કરી ચાલ્યો ગયો. હર્ષના જતા જ તે ગદા પ્રકાશીત થવા લાગી.

"ક્યાં ચાલ્યો ગયો હતો? " મનિષે હર્ષ ને આવતા પુછ્યું

" કેમ? " હર્ષ તેને જોઈ બોલ્યો.

તે લોકો આગળ વધતા રાત થઈ ગઈ હતી એ લોકોને એમ થયું કે હવે કોઇ ખતરો નથી. આખા રસ્તા પર અંધકાર સિવાય કશું જ ન હતું. અચાનક કારની હેડલાઇટ બંધ થઈ ગઈ તો હર્ષે કારને તરત બ્રેક મારી તેણે કાર બંધ કરી શરૂ કરી જોયું તો તે બંને ડરી ગયા.

સામે તે જ નરભક્ષી શેતાન હતાં. કાર બંધ પડવા છતાં કોઇ નિંદર માંથી ઉઠ્યું ન હતું હર્ષ કાર શરૂ કરવાની અસફળ કોશિશ કરતો હતો.તે શેતાનો હવે ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા, હર્ષે કાર ભગવાનનુ નામ લઇને કાર શરૂ કરી કાર શરૂ થતાં જ હર્ષે કારને રીવર્સ લીધી ત્યાં પાછળ સફેદ કપડાં પહેરેલા માણસો ઉભા હતા. હર્ષે કાર બંધ કરી બંને બહાર આવ્યા.

"હવે શું કરી શું? " મનિષ ડરીને બોલ્યો

હર્ષને કંઈ સમજાતું ન હતું ત્યાં એક શેતાને બંને પર હુમલો કર્યો એ બંને હટી ગયા ત્યાં બીજા શેતાને મનિષ પર હુમલો કર્યો. મનિષ હટ્યો પણ તે ઘાયલ થઈ ગયો. એમાં ત્રીજો શેતાન કાર તરફ આગળ વધ્યો એટલામાં હર્ષે આવીને તેને એક જાડના થડનુ એક લાકડુ માર્યુ પણ તે વારની તેના પર કોઈ અસર ન થઈ તે શેતાને હર્ષને એક હાથ માર્યો ત્યાં હર્ષ એક વ્રુક્ષ સાથે અથડાયો. હર્ષ પણ ઘાયલ થઈ ગયો હતો તે ઉભો થયો ત્યાં તેનો પગ એક ખાડામાં ખુચી ગયો તેણે જોયું તો ત્યાં ત્રણ કંકાલ હતા તે સમજી ગયો કે આ તે શેતાનોના જ છે તેણે તે કંકાલને જલાવવા તે કાર પાંસે ધીમે ધીમે જાય છે તે શેતાન કારને તોડવાની કોશિશ કરતાં હતા ત્યાં કારમાં બધા ડરી ગયા હતા. હર્ષે કારનુ પેટ્રોલ કાઢી તે શેતાનના કંકાલની ઉપર છાટવા લાગ્યો ત્યાં એક શેતાને તેની તરફ આગળ વધ્યો ત્યાં મનિષે તેને એક થડ્યુ માર્યુ તે શેતાન મનિષ તરફ જવા લાગ્યો ત્યાં હર્ષે તે કંકાલની તરફ લાઈટર ફેક્યું તે કંકાલની સાથે સાથે તે શેતાનો પણ બળવા લાગ્યા. એટલામાં હર્ષ મનિષને કારમાં બેસાડી તે ત્યાંથી કાર શરૂ કરી જવા લાગ્યો. અને તે સફેદ કપડાં પહેરેલ લોકો તે શેતાનની સાથે ગાયબ થઈ ગયા. તે લોકો ત્યાંથી નીકળીને હાઈવે પર ચડી ગયા અને ઘર તરફ જવા લાગ્યા.

પાછળ તે રસ્તા પર એક માણસની લાશ હતી એક બાઈક સાથે તે લોકો જતા રહ્યા પછી તે લાશ ઉભી થઈ તેનો ચહેરો ખોરાએલો હતો તે જોર થી હસવા લાગ્યો અને તે જંગલ ની અંદર જતો રહ્યો... Over



So friends

કેવી લાગી સ્ટોરી મને કેહજો અને ફરી એક વાર સોરી લેટ થયું એટલે અને આપણે ફરી મળીશુ નેક્સ્ટ સ્ટોરીમાં બાય બાય