સફર The Trip of fear Dipak Sosa દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સફર The Trip of fear

note : hello friends ફરી એક વાર હું આવી ગયો છુ એક નવી હોરર સિરીજ સાથે જે એક સફર છે ડર અને થ્રીલ નો આ સ્ટોરી માં બધા પાત્રો અને ઘટના કાલ્પનિક છે

તારિખ : 8 એપ્રિલ 2018

હર્ષની સેકેન્ડ યરની એક્જામ પુરી થઇ ગઈ હતી અને તે પોતાના ઘરે જવા ઉત્સુક હતો કારણ કે એ પોતાના કજીન્સ સાથે વિકેન્ડ એંજોય કરવા એક ટ્રીપ નુ પ્લાનીંગ કર્યુ હતુ તે પોતાનો સામાન બાંધી હોસ્ટેલથી ઘરે જવા નિકળીયો તે પોતાની બાઇક લઇને જઇ રહ્યો હતો ત્યાં થોડે દુર કાલી માતા નુ મંદીર આવ્યુ તે મંદિર માં દર્શન કરવા ગયો તે દર્શન કરી આવ્યો ત્યાં તેની બાજુમા એક સાધુ જોયા

" અરે હું આવ્યો ત્યારે તો આ અહીં ન હતા અચાનક " હર્ષને વિચાર આવ્યો

"દિમાગ ઉપર જોર ન લગાડ બચ્ચા મને ખબર છે કે તુ તારા ભાઇ બહેનો સાથે ફરવા જઇ રહ્યો છે પણ સંભાળીને જજે આ સફર તને જીવનભર યાદ રહેશે "સાધુએ હર્ષની સામે જોતા કહ્યુ

હર્ષને આ વાત થી ખુબ જ આચર્ય થયુ તે હજી કંઈ બોલે તે પહેલા તે સાધુ ત્યાંથી ગાયબ થઇ ગયા હતા હર્ષ થોડીક મુંઝવણમા હતો છતા તેણે તેનો ભ્રમ સમજીને તે ઘર તરફ નિકળી ગયો , તે ઘરે પહોઁચ્યો ઘરે પહોંચતા ઘણો સમય વિતી ગયો હતો તે પોતાના પરિવાર સાથે ડિનર કરી બધા સાથે બેસ્યો

" તો કેવી ગઇ એક્જામ? " તેના પપ્પાએ પુછ્યુ

"સરસ" હર્ષે જવાબ આપતા કહ્યુ

પછી બધી આસપાસ વાતો કર્યા પછી બધા પોતપોતાના રુમમા ચાલ્યા ગયા રૂમમા જઇ હર્ષ ને સાધુ ની કહેલી વાત યાદ આવી તે સાધુને અમારી ટ્રિપના વિશે કેમ ખબર તે અચાનક ગાયબ ક્યાં થઇ ગયા તેમ છતા વધુ ન વિચારતા સુઈ ગયો સવાર થતા હર્ષની બહેન તેને ઉઠાડવા આવી

" ચાલ હર્ષ નઇતર લેટ થશે જો કેટલા વાગ્યા છે પપ્પા ગુસ્સે થશે ચાલ ઉઠ " હર્ષની બહેન તેને ઉઠાડતા કહ્યુ

" સવાર સવારમા જુઠ્ઠુ શુ બોલો મને ખબર છે પપ્પા સવારે ઉઠતાજ ઓફિસે જતા રહે છે " હર્ષ ફરી સુતા બોલ્યો

ત્યાં હર્ષનો ફોન વાગ્યો

" હા માસી બોલો "

"કોણ પ્રિયા ?"

"હા હર્ષ સુતો છે"

" તમે લોકો ક્યારે જવાના છવો ?"

" હર્ષ કહેતો કે આજ 4 વાગ્યે નિકળીશુ"

" ઓકે " તેના માસીને કઈ ન સમજાતા કોલ કટ કર્યો

વાત પુરી થતાજ હર્ષના માસીને નવાઇ લાગી કારણ કે હર્ષે તેમને 11 વાગ્યે પહોંચી જશે તેમ કહ્યુ હતૂ આ બાજુ પ્રિયા ફોન મેકતા જોયુ તો હર્ષ બેડ પર ન હતો પ્રિયા ને કંઈ સમજાયુ નહીં કે અચાનક હર્ષને શુ થઈ ગયુ પ્રિયા નિચે જઇ તેના મમ્મી ની રસોઇ મા મદદ કરવા લાગી આ બાજૂ હર્ષ ફ્રેશ થઇને જલ્દી જલ્દી સામાન બાંધવા લાગ્યો

"અરે હર્ષ તૂ ભૂલી કેમ ગયો કે તારે જલ્દી પહોંચવાનુ છે કોઇ તારી રાહ જોઇ રહ્યુ છે "હર્ષ ફોનમા ફોટો જોઇ મનોમન બોલ્યો

હર્ષે મનિષને કોલ કરી 11 વાગ્યે માસીના ઘરે આવવા કહી દિધુ અને તે કાર નિ ચાવી લઇ નાસ્તો કરવા બેસી ગયો તેણે તેના દિદીને તૈયાર ન થયા જોઈ તેને પણ તૈયાર થવા કહી દિધુ તે બંને નાસ્તો કરી ને તેમના માસીના ઘરે જવા નિકળીલા

બંને તેમના માસીના ઘરે પહોંચ્યા જ્યાં તેના કજીન મનિષ, નિલેશ અને મમતા અને મનિષની ફ્યુચર વાઇફ હાજર હતા પણ હર્ષ કોઇ બિજાને શોધતો હતો

"અરે તે સડન્લી જવાનો સમય ચેન્જ કેમ કર્યો ?" મનિષે હર્ષને જોઇ પછ્યુ

" અરે એ તો આપણે પ્લાનીંગ માટે સમય મળે એ માટે " હર્ષ વિચારીને બોલ્યો

" એમ જ વાત છે ને ?" હર્ષ સામે જોઈ તેના જિયા માસીએ પુછ્યી

" હ હાં અ એમ બિજુ શુ હોય" હર્ષ અચકાતા બોલ્યો

હર્ષને શરમાતા જોઇ બધા તેની પર હસવા લાગ્યા પણ એ બધાયની ખુશી ક્યારે દુ:ખ મા બદલાય જશે, એ વાત થી એ લોકો અજાણ હતા કે તેની સાથે આગળ એક ભયાનક ઘટના ઘટવાની છે,,,

| | | | | | T b c....

આગળ શુ થવાનુ છે તે જાણવા માટે વાંચતા રહો 'સફર The trip of fear'

મારી પેલાની સ્ટોરી કોઇ ખાસ ન હતી તે વાતનો મને અફસોસ છે આ સ્ટોરી તમને ગમે તેવી આશા રાખુ છુ આ સ્ટોરી મા કોઇ ભુલ હોય તો જરુરથી જણાવજો અને પોતાના પ્રતિભાવ આપતા રહેજો