Sambandho ni aarpar - 17 books and stories free download online pdf in Gujarati

સંબંધો ની આરપાર... પેજ - ૧૭

મી. રાવ ને....અંજલિ બેંગ્લોર પ્રોજેક્ટ ઝડપ થી શરૂ થાય તેમ સમજાવે છે....

પેજ -૧૬ થી હવે....આગળ....

********

મી.રાવ આખો બેંગ્લોર પ્રોજેક્ટ તમારા અંડર માં રહેશે...તથા ફાઈનાન્સીયલ પ્લાનીંગ માટે તમે મી.મહેતા સાથે કોઓર્ડીનેટ કરતા રહેજો...
મહેતા સાહેબ આપને જરુરી ફંડ રીલીઝ કરી આપશે, અને આપની બીજી પણ કોઈપણ રીક્વાયરમેન્ટ હશે તે પણ મહેતા સાહેબ જોઈ આપશે.

અંજલિ એ મહેતા સાહેબ ની સામે જોયું અને બોલી...મી.મહેતા આપને નાની મોટી કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો આપ મારો સંપર્ક કરી શકો છો.

આપણે સહુએ સાથે મળી ને આપણા બેંગ્લોર પ્રોજેક્ટ ને એક વર્ષ માં કાર્યરત કરી દેવો છે. આપણો બેંગ્લોર પ્રોજેક્ટ જો ધાર્યા સમય માં શરૂ થઈ જશે તો બેંગ્લોર પ્રોજેક્ટ માટે કામ કરતા દરેક કર્મચારી ને ફેમિલી સાથે ની યુરોપ ટુર કંપની નાં ખર્ચે ફ્રી આપવામાં આવશે.


એની બડી હેવ એની ક્વેસ્ચન ??? કહી ને અંજલિ એ આખી મીટીંગ એકજ વખત માં કોઈ ની પણ દલીલ વિનાં પુરી કરી દીધી.

બધાજ અંજલિ ની વાત માં સહેમત હતા , એટલે નાં કહેવાનો કોઈ સવાલ જ નહોતો.

અંતે બધા ની સર્વ સંમતિ થી મીટીંગ પુરી કરી અને બધાજ પોત પોતાનાં કામ માં વ્યસ્ત થઈ ગયા.

******

વિશાલે ક્યારેય અંજુ ના કામમાં ઈન્ટરેસ્ટ લીધો જ નહોતો, આટલા વર્ષો માં ક્યારેય વિશાલે અંજલિ ને પુછ્યુ પણ નહોતું કે તુ કેવીરીતે આ બધુ અને આટલું બધુ હેન્ડલ કરે છે ? અને અંજલિ ને કોઈપણ જાતની હેલ્પ કરવા માટે વિશાલે આશ્વાસન પણ નહોતું આપ્યું ક્યારેય.

સામે...અંજલિ એ ક્યારેય વિશાલ પાસે થી કોઈ અપેક્ષા પણ નહોતી રાખી કે વિશાલ તેનાં કામમાં ઈન્ટરેસ્ટ લે, અથવા એને આવી કોઈ ફોર્માલીટી કરે.


અંજલિ એકલી પોતેજ કાફી હતી, એનું ઘડતર જ એવી વ્યક્તિ સાથે રહી ને થયુ હતુ કે તેને ક્યારેય કોઈપણ વ્યક્તિ ની હેલ્પ ની જરૂર જ ના પડે. અંજલિ એ ક્યારેય કોઈ ની મદદ ની આશા કે અપેક્ષા એ કોઈ કામ કર્યા જ નહોતા. અંજલિ એકલા હાથે બધાજ કામ કરવા માટે સક્ષમ હતી, અને એટલા માટે જ ,અને અંજલિ ની આ કાબેલિયત ના લીધે જ અનુરાગે ....અંજલિ ને તેનો પોતાનો બીઝનેસ શરૂ કરવાની મંજુરી આપી હતી.

અંજલિ ને હંમેશા પ્રોત્સાહન આપતો અનુરાગ, અને કોઈપણ કામ ને શાંતિ થી કઈ રીતે ઉકેલી શકાય તે અંજુ....અનુરાગ પાસેથી જ શીખી હતી.

કોઈ પણ કામ ને તેનાં નિર્ધારિત સમય માં જ પુરુ કરવું તે અનુરાગ સર દ્વારા જ અંજલિ ને શીખવા મળ્યું હતું.

ના જાણે...કંઇક કેટલાંય..નિયમો અને બીઝનેસ ની ના સમજાય અને નાં ઉકેલી શકાય એવી સમસ્યા ઓ નું ચપટી વગાડતાં કામ થઈ જાય તે આવડત ....અનુરાગ ની નીતિ નો જ એક ભાગ હતો.

અંજલિ ને જ્યારે કોઈ મુંઝવણ હોય કે પ્લાનિંગ કરવા માં કોઈ તકલીફ આવે તો અનુરાગ સર જાતે પ્રયાગ ઇન્ડસ્ટ્રીઝ ની ઓફીસ માં....અંજલિ ની સાથે બેસીને તેને ઉકેલી આપતા. ક્યારેય ફન્ડસ માટે પણ અંજુ નુ કામ અટકવા દેતા નહોતાં.


અનુરાગસર અંજલિ ના સાચા અર્થમાં શુભ ચિંતક હતા.

........


ઓફીસ નો સમય પુરો થવા આવ્યો હતો...એટલે, અંજલિ પોતાનું કામ પતાવી ને જરૂરી મીટીંગ કરી અને હવે આજ નાં દિવસ ના અંત ભાગ તરફ આગળ વધી રહી હતી.

ઓફીસ નું કામ પુરુ થઇ ગયુ હતુ એટલે ડ્રાઈવર એની ફરજ નાં ભાગ રુપે સમય થઈ ગયો હતો એટલે કાર ને પોર્ચ માં લાવી ને તૈયાર હતો. પ્યુન અંજલિ મેડમ ની બેગ અને ફાઈલો લાવી ને કાર માં મુકી ગયો.
અંજલિ એ તેની કેબીન છોડી દીધી હતી..અને આજે દરેક સ્ટાફ નાં ટેબલ પર જઈ નહોતી શકી એટલે ...ઘરે જતા પહેલાં એક રાઉન્ડ દરેક નાં ટેબલ પર પર માર્યો. અંજલિ ના દરેક કર્મચારી પાસે એકવાર જવાની ટેવ ને લીધે દરેક ને એક હૂંફ રહેતી અને મેડમ પોતાનાં જ છે તેવી લાગણી અનુભવાતી હતી.

કોઈ ની નાની મોટી ભૂલ પણ થતી તો અંજલિ કોઈ ને લડ્યા વિનાં તેની ભૂલને સમજાવીને સુધરાઈ લેતી,તથા ફરી થી એની એજ ભૂલ ના થાય તેની તકેદારી રાખવા સમજાવી દેતી.

રાઉન્ડ પુરો થતા અંજલિ તેની કાર તરફ રવાના થઈ. સ્ટાફ હજુ પણ ઓફીસ માં જ હતો. હજુ સંધ્યા આરતી અને પ્રસાદ થવાનાં બાકી હતા. અને એમ પણ હજુ ઓફીસ ટાઈમ પણ પુરો નહોતો થયો.

અંજલિ તેની સીટ પર ગોઠવાઈ એટલે કાર.. પ્રયાગ ઇન્ડસ્ટ્રીઝ માંથી પ્રયાગ બંગલો ના રસ્તે..ધૂળ ની ડમરીઓ ઉડાડતી અને સાંજ નાં ખળભળીયા વાતાવરણ ને ચીરતી તેની મંઝિલ તરફ આગળ વધી રહી હતી.

ડ્રાઈવર ,અંજલિ મેડમ ના રૂટીન મુજબ સાંજે આરતી અને ભજન વગાડતો કાર માં, અંજુ તે સ્મરણ કરતી કરતી જ ઘરે જતી હતી કાયમ. અંજલિ તેના નિત્યક્રમ માં શક્ય હોય ત્યાં સુધી કોઈ પણ ફેરફાર નહોતી કરતી ક્યારેય.

*****

પ્રયાગ ની કોલેજ પણ પુરી થઈ ગઈ હતી. બધાય ફ્રેન્ડસ કોલેજ પતાવીને પોત પોતાના ઘર તરફ જવાની તૈયારી કરતા હતા.
પ્રેમ અને રોહન સ્પેશિયલ યુ.એસ થી આવેલા હતા એટલે આ સન્ડે...બધાય મિત્રો એ ગેટ ટુ ગેધર અને ડિનર પર જવાનું પ્લાન કર્યું હતું. સન્ડે સાંજે ૫.૩૦ ના રોકર્સ ક્લબ માં મળવાનું નક્કી કર્યું અને પછી બધા છુટા પડ્યા.


આસ્થા મેડમ ચલોજી.....આ બંદો તમારી સવારી લઈને નીકળવા તૈયાર છે...અને રસ્તા માં કોઈ સ્પેશિયલ ફરમાઇશ હોય તો પણ જણાવજો....પાછા સરમાસો નહીં , નહિતર રહી જશો.

પ્રયાગે હસતા હસતા ...આસ્થા ને તેના ઘરે તે પોતે જ ડ્રોપ કરી ને જશે...તેમ જણાવ્યું.

આસ્થા...મલકાતી મલકાતી...એટલુ જ બોલી....થેંક્યુ..પ્રયાગ ફોર ગીવીંગ મી લીફ્ટ.

ઓ ....મેડમ...આ થેંક્યુ ને બચાવી ને રાખ તારી પાસે જ....કોઈ બીજાને કહેવું હશે ને તો કામ આવશે. પ્રયાગ ને તારા થેંક્યુ ની જરૂર નથી....!!

આવો ચલો હવે...બેસો ...કહી ને પ્રયાગે તેની કાર ને રીમોટ કી થી ખોલી અને આસ્થા ને સાથે બેસવા જણાવ્યું.
આજે પ્રયાગ પણ કોણ જાણે કેમ અલગ જ મૂડમાં હતો, એટલે આસ્થા ને હસાવવા અવનવી યુક્તિ ઓ કરતો હતો.

કાર હવે તેની સવારી લઈને નીકળી ગઈ.... બે યુવાન હૈયા......આગળ ની સીટ ને શોભાવતા હતા.

આજે ખરેખર પ્રયાગ ને કૉફી પીવા નો મુડ હતો...કારણકે વાતાવરણ માં થોડીક ઠંડક પ્રસરેલી હતી...શિયાળો માથે હતો..એટલે સાંજ થતા જ ઠંડી જેવું મહેસૂસ થઇ રહ્યું હતું. એટલે પ્રયાગે આસ્થા ને પુછ્યુ...

મેડમ...કૉફી લેશો ???


આજે મને ઇચ્છા છે ...કૉફી પીવાની.. ..જો તુ કંપની આપે તો...ગાડી ને સી.સી.ડી. પર લઈ લઉ.
આસ્થા ને તો જાણે....જમવામાં અજાણતાં જ કોઈ એ કંસાર પીરસ્યો હોય એવું લાગતું હતુ. "ભાવતુ હોય અને વૈધે કીધુ" એનાં જેવો ઘાટ હતો આસ્થા નો.
આસ્થા ને તો આમ પણ પ્રયાગ જોડે સમય વિતાવવો ગમતો જ હતો...ચાહે તે કોલેજ મા હોય કે કોલેજ ની બહાર હોય...ક્યાંય પણ હોય એતો હંમેશા તૈયાર જ રહેતી.

આસ્થા તો પ્રયાગ સાથે જીંદગી ભર નો સમય સાથે રહી ને વીતાવવા ઇચ્છતી હતી..તો કૉફી માં તો ના...જ ક્યાંથી
કહેવાની હતી...??



વ્હાય નોટ....પ્રયાગ...!! લેટ્સ ગો....!! આસ્થા એ સાથે કોફી લેવાની સંમતી આપી દીધી....એટલે પ્રયાગે કાર ને સી.સી.ડી તરફ ટર્ન કરી..!


બન્ને વ હજુ તો ફ્રેન્ડસ જ હતા.....સી.સી.ડી પર પહોંચ્યા એટલે કાર ને પાર્ક કરી ને ...ઠંડી થઈ રહેલી સાંજ ને હુંફાળી બનાવવા કેફે માં પ્રવેશ્યા.

આસ્થા એ જોયું તો...એમના જેવા અને એમની જ ઉંમર નાં કેટલાંય છોકરીઓ તથા છોકરાઓ પહેલેથી અડ્ડો જમાવીને બેઠા હતા.

એક ખુણામાં બે ચેર વાળું ટેબલ ખાલી મડી ગયું..એટલે પ્રયાગ ને બતાવ્યું.....


સી....ધેર...પ્રયાગ....!! ત્યાં જો એક ટેબલ આપણા માટે જ રીઝર્વ છે જાણે.....!!


ઓકે...ફાઇન.. આવ બેસીએ...કહીને..પ્રયાગ તે ખુણા વાળા ખાલી ટેબલ તરફ ચાલવા લાગ્યો.


રેડ કલર ની ચમ ચમાતી મર્સિડીઝ માંથી જ્યારે....પ્રયાગ અને આસ્થા ઉતર્યા ત્યારે જ કેફે નાં માલિક ની નજર આ બે જુવાન જોત કપલ જેવા જ દેખાતા.....પ્રયાગ અને આસ્થા પર પડી હતી, કેફે ના માલિક ને પણ આ સરસ કપલ ને જોતા જ પોતાના જુવાનીના દિવસો યાદ આવી ગયા હતા.



પ્રયાગ ની ચાલવાની સ્ટાઇલ જબરજસ્ત હતી...હંમેશા ટટાર અને આત્મવિશ્વાસ થી છલો છલ જ ...ચાલતો. એક અલગ જ અંદાજ હતો પ્રયાગ ની ચાલ નો.


જ્યારે આસ્થા પણ પ્રયાગ ની સાથે મેચ થતી હતી...ગોરો વાન...અને નમણી દેખાતી...અણીયાળી આંખ અને લચકતી ચાલ...જાણે કે ઉપરવાળાએ બન્ને વ ને એકબીજાને માટે જ બનાવ્યા હતા એવું લાગતું હતું.

કેફે પાર્લર વાળા ને પણ આ જોડી ને જોઈ ને આનંદ થયો એકદમ.
વાહ....ભગવાને સરસ જોડી બનાવી છે. મનમાં ને મનમાં તે ભાઈ ખુશ થતા હતા...!!


બન્ને વ જણા....ચેર પર બેઠા અને મેન્યુ હાથ માં લીધા....!!

પ્રયાગ મસ્તી ના મુડ માં જ બોલ્યો...


બોલો મેડમ... શુ લેશો ??

હોટ... ?? કે ...કોલ્ડ ??

અને કઈ કોફી લેશો ??

આસ્થા એ મેનુ જોયા વિનાં જ કહી દીધું...જે તારા માટે મંગાવે...તેજ મારા માટે પણ ઓર્ડર કરીદે.


અરે ..ભાઈ તને જે ફાવતી અને ભાવતી હોય તેજ મંગાવને...વળી પાછુ મારા ટેસ્ટ નું તને નહીં ફાવે તો મને મન માં ને મન મા ગાળો દઈશ તુ.

એનાં કરતા તારી પસંદ મુજબ જ ઓર્ડર કર...! પ્રયાગ મસ્તી માં જ હતો આજે.


આસ્થા મન માં..બોલી... હવેથી તારી અને મારી પસંદ એકજ બની રહે એવું વિચારુંછુ હું...તો..પછી ભલે ને ભાવે કે નાં ભાવે ..પણ મને ભાવશેજ એ વાત પણ નક્કી....!!


આસ્થા હજુ વિચારો માં જ હતી...!

ઓ. ...મેડમ....!! ક્યાં ખોવાઈ જાઓ છો ??
જરા...મેનું સામે જોઈને જવાબ આપો...!
પ્રયાગ આજે...આસ્થા ને મેડમ કહીને જ બોલાવતો હતો.


આસ્થા એ...પલક ઝપકાવી ને પ્રયાગ સામે જોઈને જવાબ આપ્યો...ના ના...તુ જે મંગાવે તે જ ફાઇનલ મારે.


ઓકે....તો હું તો....લાટે...લઇશ....તને ફાવશે ?? પ્રયાગે જવાબ આપી અને સવાલ કર્યો.


આસ્થા તો મન માં જ જવાબો આપી દેતી...પ્રયાગ ના અમુક સવાલો નાં...
હવે તને જે ફાવશે તે મને પણ ફાવશે જ...પ્રયાગ..!
તારી સાથે હવે....ભાવશે....ફાવશે અને ચાલશે...
હવે બધુ જ તારી જ પસંદ નું મને પણ પસંદ જ હશે..પ્રયાગ...!!


પ્રયાગ...૨ લાટે ઓર્ડર કરી ને કોફી આવે ત્યાં સુધી વેઇટ કરતો હતો.
૨..જુવાન હૈયા...એક નાં વિચારો માં મિત્રતા હતી..જ્યારે બીજા ના મન માં સબંધો નાં સમીકરણો ગોઠવાઈ રહ્યા હતા.


બે...નદી ઓ....બન્નેવ ની દિશા અલગઅલગ....

એક...ઉછળતી... કુદતી .. પ્રેમ થી..પ્રેમ નાં ઢોડાવ તરફ જતી હતી.
જ્યારે...બીજી. તોફાન અને મસ્તી થી ખળખળ વહેતી...કેટલાય કિનારા અને ઓવારા ને કુદાવતી...ભવિષ્ય નાં મોટાં મોટાં સ્વપ્નો સાથે...મહારથી બનવા માટે ..મહાન બની ને ....બીઝનેસ ની દુનિયા નાં સાગર ને મળવા તરફ વહેતી હતી.

બન્નેવ નાં અલગઅલગ વિચારો સાથે આગળ વહી જતી નદીઓ નુ સંગમ અત્યારે ભલે આ કોફી પાર્લર મા થયું,
પણ આ બે નદીઓ કદાચ મળે તો પણ એક બીજા નાં વહાવ માં ભળી ને આગળ નીકળવા માટે સર્જાઈ હોય તેવુ લાગતું હતુ.

પ્રયાગ અને આસ્થા એ કોફી પુરી કરી એટલે પ્રયાગે બીલ ક્લીઅર કર્યું, અને ફરીથી તેની રેડ મર્સિડીઝ લઇને તૈયાર થઈ ગયો...


લો ...ચલો આસ્થા મેડમ...સ્વપ્ના ની દુનિયા માંથી બહાર નીકળી ને હકીકત ની દુનિયા માં આવો જરા...

તમારો સારથી તૈયાર છે...જે તમને તમારાં ઘર સુધી મૂકી જશે.

પ્રયાગ આજે સખત મુડમાં હતો, એટલે શક્ય હચય એટલું મસ્તી મા જ બોલતો હતો.


આસ્થા....ચમકી અને ભાગી કાર માં..બેસવા.
એ....સૉરી...સૉરી..પ્રયાગ મારું ધ્યાન ક્યાંક બીજે હતું.

ઈટ્સ ઓકે...મેડમ..મને લાગ્યું જ હતું કે આજે
આસ્થા ક્યાંક ખોવાયેલી છે. એક્ઝામ નું બહુ ટેન્સન હોય તો એ નાં લઇશ...પાસીંગ જેટલા માર્કસ તો આવી જ જશે.


આ બાજુ....ખાલી આસ્થા નું મન જ જાણતું હતું કે તે સેના અને કોનાં વિચારોમાં ખોવાયેલી હતી..!
એક્ઝામ તો ખરી જ..પણ જીવન ની એક્ઝામ વિશે વિચારતી હતી.

લેટ્સ ગો...પ્રયાગ કરતી..આસ્થા..પ્રયાગ ની સાથે તેની કાર માં..આગળ ની સીટ પર બેસી ગઇ.
બન્ને સ્વપ્ના ના સોદાગર હવે ઘર તરફ પ્રયાણ કરી રહ્યાં હતા.

કાર માં ઈંગ્લીશ મ્યુઝીક ની ધૂન વાગી રહી હતી. જેમાં મીઠું સંગીત વાગી રહ્યું હતુ. જેમાં પ્રયાગ પણ સાથે સાથે સુર પુરાવતો હતો.
આસ્થા પણ...સાથે ગુન ગુનાવતી હતી.
કાર ખળભળીઆ વાતાવરણ માંથી પસાર થઈ રહી હતી.


મર્સીડીસ નાં ચીલ્ડ એર કન્ડીશન ની હવા માં...આસ્થા નું દિલ...પ્રયાગ ની હુંફ માં ગરમી પકડી રહ્યું હતુ.
જ્યારે પ્રયાગ તેની મસ્તી માં અને મ્યુઝીક ના તાલે મુડ માં હતો.


એને તો આસ્થા ના દિલ ની હાલત ખબર જ નહોતી...આ વાત થી બેખબર બની ને જ કાર ડ્રાઈવ કરી રહ્યો હતો પ્રયાગ.
થોડીક જ વાર માં આસ્થા નું ઘર આવી ગયું...પ્રયાગે કાર ને સહેજ ધીમી કરી અને આસ્થા નાં ઘર તરફ વાળી લીધી.


આસ્થા નાં ઘર પાસે પહોંચ્યા એટલે પ્રયાગ ને આજના દિવસ ની છેલ્લી વાર ની મસ્તી કરવા નો મૂડ સૂઝ્યો.


ઓ...મેડમજી....આ બંદા ની ડ્યુટી પુરી થઈ ..અંકલ ને કહેજો કે એમની લાડકી દિકરી ને સેફ્લી ઘરે ઉતારી દીધી છે.

આસ્થા ..પ્રયાગ ની સામે જોઈને હસી પડી...!!

શું....આજે આ મેડમ...મેડમ ચલાવ્યું હતુ ?? હું આસ્થા છુ...અને આસ્થા જ રહેવા માંગુ છુ.
પ્રયાગ ને પણ સહેજ હસવુ આવી ગયુ, બસ આતો એમજ ..આસ્થા મજાક કરતો હતો..કહીને જવા માટે રજા માંગી..!


પ્રયાગ ... ક્યારેક ઘરે આવને ...આપણે વાતો કરીશું....તારી....મારી અને આપણી..!!


પ્રયાગ ને એકદમ ચમકારો થયો....આ તારી... અને મારી તો સમજાયું...પણ આ આપણી વાત ...વળી ક્યાંથી આવી ??

મેડમ....આ બંદા ને હજુ તો એબ્રોડ ભણવા જવાનું છે....ત્યાં સુધી...ખાલી તારી...અને મારી જ રાખજો.. બોલી ને પ્રયાગ હસતાં હસતાં છુટો પડ્યો.

ચલ...બાય આસ્થા....હવે લેટ થઈ જવાશે....એમ કહી ને કાર સ્ટાર્ટ કરી ને તેનાં ઘર તરફ જવા નીકળ્યો.


આસ્થા નાં ઘર થી પ્રયાગ નું ઘર બહુ દુર નહોતું.
પણ આજે સહેજ નજીક જ લાગ્યું એને...!

આસ્થા નાં છેલ્લા વાક્ય માં વિશેષ ભાર હતો..."આપણી વાત"
મન માં થયું કે...આસ્થા અને હું તો જસ્ટ ફ્રેન્ડસ છીએ...
આસ્થા ને મારા માટે..કંઈ અલગ ભાવ તો નહીં હોય ને ??
આસ્થા એ કેમ આવા શબ્દો વાપર્યા હશે ??

શુ કરવુ ??આસ્થા ને ફોન કે વોટસેપ કરી ને પુછવુ જોવું જોઈએ ??


કદચ મારી સમજફેર હશે... અમે તો બધાજ ફ્રેન્ડસ છીએ. અને મારે તો હજુ એબ્રોડ જઇને ભણવાનું પણ છે...એટલે એટલીસ્ટ મારે તો એવુ કશુ વિચારવાનું જ ના હોય.

કાર માં ઈંગ્લીશ મ્યુઝીક વાગી રહ્યું હતું..પણ પ્રયાગ નું ધ્યાન નહોતું.
એનું ધ્યાન તો આજે છુટા પડતી વખતે....આસ્થા એ કીધેલા શબ્દો માં જ હતું, એટલે ક્યારે ઘર આવી ગયું એ ખબર જ નહોતી પડી...પ્રયાગ ને.
કાર ઘર ના ગેટ પર પહોંચતા જ સિકયુરીટી એ ગેટ ખોલી નાખ્યો, કાર સીધે સીધીજ આજે પાર્કિંગ માં જતી રહી હતી.


પ્રયાગ તેની બધીજ ચિંતા ઓને તેની કાર માં જ પાર્ક કરી ને જ આવ્યો હતો. ઘર માં પ્રવેશતાં જ જોયું તો...મમ્મી પહેલેથીજ આવી ગયા હતાં...એટલે તરત અંજલિ પાસે જઇને તેની પ્યારી મમ્મી ને ગળે ભેટ્યો.
મમ્મીજી...હું ફ્રેશ થઈ ને આવુ....પ્રયાગ અંજુ ને ભેટી ને બોલ્યો.
અંજલિ એ પણ...પ્રયાગ ને પ્રેમ થી હગ કર્યું અને....તેના માથા માં હાથ ફેરવતાં ફેરવતાં બોલી....

ઠીક છે.....બેટા જાવ....!!

હું રાહ જોવું છું......મારાં દિકરા ની...!!


********* ( ક્રમશઃ ) *********

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED