Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

સંબંધો ની આરપાર.... - પેજ - ૧૮

પ્રયાગ ઘરે આવીને...તેની મમ્મી અંજલિ ને ....હગ કરે છે...અને અંજલિ પણ સામે પ્રયાગ ને વ્હાલ કરે છે.. .અને પ્રયાગ ને ફ્રેશ થવા માટે જવા કહેછે....!!


હવે આગળ....

******* ***** પેજ -૧૮

મમ્મીજી...પપ્પા ???
આવી ગયા કે ??

હમમમ....આવી ગયા છે બેટા....અજલિ એ બેઠા બેઠા જ જવાબ આપ્યો....
તે એમના રૂમમાં છે...અને કદાચ એમનું કંઈ કામ કરતાં હશે, અથવા ન્યુઝ જોતા હશે.

ઓકે...ફાઈન મમ્મી....કહેતા પ્રયાગ તેના રૂમ તરફ ગયો.

તુ આવ ફ્રેશ થઈ ને બેટા, ત્યાં સુધી હું જમવાનું રેડી કરાવુ છુ.

જી..મમ્મીજી..બસ આવ્યો દસેક મીનીટ માં, પણ એક્ચ્યુઅલી મેં થોડીકવાર પહેલાં જ કોફી પીધી છે, એટલે જો બધાય ને લેટ નાં થતું હોય તો આપણે વીસેક મીનીટ પછી થી જમીશું ??

બેટા..હું તો તારા માટે અને તારી સાથે બેસવા માટે જન્મો જનમ બેસી રહું...પણ...અંજુ મન માં ને મન મા બોલી...
હમમમ....વાંધો નહી બેટા...આરામ થી આવ..ચિંતા ના કરતો, અંજલિ એ પ્રયાગ ને વહાલ થી કીધું.

પ્રયાગ સાવર લેવા ગયો, થોડીકવાર માં સાવર લઈને ફ્રેશ થઈ ગયો અને સફેદ કુર્તા-પાયજામા માં સજ્જ થઈને...બોડી મીન્ટ લગાવી ને આવી ગયો નીચે...તેની મમ્મી પાસે.

સાંજે....સાવર લીધેલા પ્રયાગ ને પણ હંમેશા જોવા જેવો હોય...
સફેદ કુર્તા પાયજામા માં સજ્જ... શેમ્પુ કરેલા હેર...બોડી મીન્ટ ની મઘમઘતી ખુશ્બુ....અને સાંજ નો સમય...

ઈન્દ્ર દેવ શાક્ષાત નીચે ધરતી પર આવ્યા હોય તેવું જ લાગે.

બેટા..જરા કાજલ લગાવી દેજે...મારી જ નજર લાગી જશે નહી તો....કહેતાં અંજુ હસવા લાગી.

શું મમ્મી....તું પણ ?? કંઈક હજારો અને લાખો લોકો છે દુનિયા માં...જે મારાં કરતાં પણ સ્માર્ટ લાગતાં હોય છે....કઇ કોઈનીયે નજર નથી લાગવાની મને..

બેટા તું નહિં..સમજે..કહી ને અંજલિ એ તેની પાસે બેસાડ્યો પ્રયાગ ને...!

વિશાલ હજુ પણ તેનાં રૂમમાં જ હતો, એટલે અંજલિ એ તેના રૂમમાં જઇને પૂછી લીધું...જમવાનું રેડી કરાવું ???

હમમ...હું રેડી જ છું..આવુજ છું..કહી ને વિશાલ પણ સાથે જ આવી ગયો....અંજલિ ની.

ટેબલ પર જમવાનું આવતા અને ટેબલ ને રેડી થતા હજુ બીજી દસેક મીનીટ થાય તેમ હતી, અંજલિ એ સેવક ને બોલાવી ને જમવાનું ટેબલ રેડી કરવા જણાવ્યું.

જી મેડમજી.. .આપ પ્રયાગ સર સાથે બેસો હું ટેબલ તૈયાર કરુ છું.

સેવક ...અંજલિ ને કહી ને ફરી થી કીચન તરફ ગયો.
થોડીકજ વાર માં ટેબલ ગોઠવાઈ ગયું...

આજે જમવામાં...ગરમાગરમ ભાખરી, કાજુ કારેલા નું શાક, અડદ ની દાળ, ભીંડા ની કઢી, વઘારેલી ખીચડી, પાપડ, સલાડ, અને આચાર બન્યા હતા.
અંજલિ નાં ઘરે દરરોજ સાંજે સાદુ જમવાનું જ બનતું હતુ...એટલે માંદા ના પડે ઘર માં કોઈ.


મેડમજી...જમવાનું તૈયાર છે...કહી સેવકે અંજલિ ને જમવા નાં ટેબલ પર આવવાનું જણાવ્યું.

પ્રયાગ તુ બેસ બેટા....તારી ચેર પર...હું જરા પપ્પા ને બોલાવી લઉં....કહીને અંજલિ ફરી થી વિશાલ ને બોલાવા ગઇ.

વિશાલ તેનાં રૂમમાં ન્યુઝ જોતો હતો...એટલે ટી.વી. ઓફ કરીને આવી ગયો.
આજે ફરી થી પ્રયાગ હંમેશા ની જેમ જ પરિવાર ની સાથે જમવા બેઠો હતો...હંમેશા પ્રયાગ જ... પહેલા તેના દિવસ અંગે ની ચર્ચા કરતો...!

મમ્મી...આ સન્ડે સાંજે...રોકર્સ કલ્બ માં અમારા ગ્રુપ નું એક ગેટ ટુ ગેઘર અને ડીનર છે.

ઓકે ..ગ્રેટ બેટા...અંજલિ એ જવાબ આપ્યો.

અને આજે સવારે....આસ્થા ને તેના પપ્પા કોલેજ ડ્રોપ કરી ગયા હતા, પણ સાંજે અંકલ ને કોઈ કામ હતું....તો હું અને આસ્થા સાથે જ ઘરે આવ્યાં.
અને સીઝન ઠંડી ની છે...એટલે મને જરા કોફી પીવા નો મૂળ આવ્યો હતો....તો બન્નેવ જણા સી.સી.ડી.ગયા હતા...પછી આસ્થા ને ડ્રોપ કરી ને આવ્યો.
મમ્મી....આસ્થા તેનાં ઘરે ક્યારેક આવ એમ મને કહેતી હતી.

સારી...છોકરી છે ??? અંજુ એ હલકી સ્માઈલ સાથે પ્રયાગ ને સવાલ કર્યો.

પ્રયાગ તરત જ સમજી ગયો...અંજલિ ની વાત ને.

મમ્મી....તારા છોકરા ને હજુ...ભણવાનું બાકી છે...અનેશ હજુ એબ્રોડ ભણવા જવાનું છે....!

બાકી છોકરી તો સારી જ છે.

અંજલિ ...મન માં જ હસી પડી....સાલો હોશીયાર છે...વાત નું મુળ પકડી લેછે....બાપ ની જેમ...!! મન માં જ બોલી ગઇ અંજુ.

અંજલિ જ્યારે...જ્યારે પ્રયાગ માટે...આવું વિચારતી અને મન માં જ બોલતી...ત્યારે હંમેશા...એના બાપ જેવો તેવું મન માંજ બોલતી..
કેમ ?? એતો અંજુ જ જાણે...!!


ના બેટા...આતો એમજ પુછ્યુ હતુ...એના પપ્પા શુ કરે છે ??

અંજલિ એ હવે વાત ને થોડીક બદલી..કારણકે પ્રયાગ નો મુળ જાણી લીધો હતો તેણે.

એના પપ્પા વિશે ક્યારેય પુછ્યુ નથી..મમ્મી..પણ ક્યારેક વાત થશે તો પૂછીશ.
પણ..આપણે શુ કામ તેના પપ્પા નુ ??? મમ્મી..

અરે બેટા..કંઈ કામ હોય તોજ માહીતિ રખાય ??
સારું ચલો....ગુડ..કહી ને અંજલિ એ વાત ને પતાવી.

અંજલિ એ હવે પોતાની વાત શેર કરવાનું શરુ કર્યું.

આજે..એક અગત્યની મીટીંગ માં...આપણી કંપની એ બેંગ્લોર નો પ્રોજેક્ટ જલદી થી શરુ કરવાનુ નક્કી કર્યું છે.અને એના માટે મારે થોડું કામ પતાવવુ પડશે ઝડપથી.

અંજલિ હંમેશા....પ્રયાગ ઈન્ડસ્ટ્રીઝ ના દરેક કામ ને અને પ્રોજેક્ટ ને આપણો જ કહેતી...ભલે તેણે એકલા હાથે જ કંપની ને ઊભી કરી હતી...અને આજે પણ તે એકલી જ કંપની ના જરુરી નિર્ણયો લેતી હતી.

ઓહ..ધેટ્સ ગુડ મમ્મી...તારે હવે બહુ લાંબો સમય એકલા હાથે નહીં કરવુ પડે બધું...બે - ત્રણ વર્ષ માં જ હું આપને જોઈન કરીશ.

પ્રયાગ ના અવાજ મા આમ બોલ્યો ત્યારે સખત આત્મ વિશ્વાસ અને આંખો માં તેજ ચમક અંજલિ ને સ્પષ્ટ નજર આવતી હતી.


બસ..બેટા...હું પણ હવે...કંપની માં તારા આગમન ની રાહ જોઉં છુ બસ..!!

વિશાલ ....બધુંજ સાંભળતો હતો..કંઇ બોલ્યો ન્હોતો તથા તેનું જમવા નું ચાલુ જ હતુ.

થોડીકવાર માટે નિરવ શાંતિ છવાયેલી રહી...બધાજ જમી રહ્યા હતા.

વિશાલ હવે સહેજ બોલ્યો....મારે પણ ...નવા પ્રોજેક્ટ વાળી સાઇટ નેકસ્ટ મન્થ સ્ટાર્ટ થઈ જશે. થોડીક ડીપાર્ટમેન્ટ ની અડચણ હતી પણ આજે જ બધુ ક્લીઅર થઈ ગયું છે.

ઓહ...ધેટ્સ ગુડ...વિશાલ....અભિનંદન..!! અંજુ બોલી.

પ્રયાગ સાંભળતો હતો...અને એક વાત ને નોટીસ કરી રહ્યો હતો, મમ્મી કાયમ એના કામ ને આપણું કહેતી હોય છે... જ્યારે પપ્પા એમનું કહેતા હોય છે.


કેમ ...પપ્પા આવુ વિચારતા અને આવુ બોલતા હશે ??

હજુ...ગઇકાલે જ અંજલિ એ શીખવાળ્યુ હતું, એટલે પ્રયાગ કંઈ બોલ્યો નહિ.
પપ્પા.. કોન્ગરેચ્યુલેશન કહી ને પ્રયાગે પણ વિશાલ ને અભિનંદન આપ્યા.

જમવાનું હવે પુરુ થઈ ગયુ હતું, એટલે ત્રણેય જણા ડાઇનીંગ ટેબલ પર થી છુટા પડ્યા.

પ્રયાગ તેની મમ્મી...ની રાહ જોતો સોફા પર બેઠો.

વિશાલ તેના રૂમમાં ગયો.

અંજલિ તેના લાડકા દિકરા સાથે સોફા પર જ બેઠી.

બન્ને માં-દિકરો ...સોફા પર બેસી ને અલક મલક ની વાતો કરતા હોય છે.
મમ્મી જલદી મારું ભણવાનું પૂરું થઈ જશે, હવે તમે મારા માટે યુ.એસ. માં એડમીશન નું પ્લાન કરી રાખજો.
પ્રયાગ હવે થોડાક જ દિવસો પછી...તેની વ્હાલી મમ્મી થી દૂર....ખુબ દૂર જવાનો હતો.


જી...બેટા..તુ ચિંતા ના કરીશ...!
બધુંજ એના સમયે અને જરુરીયાત મુજબ ગોઠવાઈ જશે. પહેલાં અહીં તારુ ભણવાનું પુરુ થઈ જવાદે...પછી એડમીશન તો થઈ જશે.

હમમમ...ઓકે મમ્મી....!! પ્રયાગ એમ પણ અંજલિ નો દિકરો હતો એટલે આવી બાબત માટે નિશ્ચિત હતો.


અંજલિ...હળવેથી બોલી...,
બેટા તું....આસ્થા ની વાત માં ગંભીર હતો ??

અરે....મમ્મી...હું તો નહોતો ગંભીર...પણ હા, તુ નાં થઈ જઈશ એના માટે ગંભીર.

અમે ...જસ્ટ ફ્રેન્ડસ છીએ....નથીંગ...સમથીંગ સ્પેશિયલ એન્ડ સિરીયસ.

ઓકે ...બેટા એતો આમજ પુછ્યુ....આતો તારુ મન જાણેલુ હોય તો સારું ને....!! એટલે જ પુછ્યુ.

એ..હા મમ્મી..!! મારું મન જાણી લીધુ ને તો ?? કહી પ્રયાગ હસવા લાગ્યો.

હમમમ....ભણીલો પહેલા બેટા...બધુંજ સમય આવે આપ મેળે ગોઠવાઈજ જશે. અંજુ પણ હસતી હતી.

બેટા....બાકી તો બધું બરાબર ચાલે છે ને ?? ભણવામાં..અને કોલેજમાં ??

હા મમ્મી...એવરીથીંગ ઇસ ઓલ રાઈટ.

પ્રયાગે ધીમે રહીને...અંજલિ નાં ખોળામાં માથું મુક્યું.
અંજલિ એ પણ...પ્રયાગ ને વહાલ કર્યું...પ્રયાગ ને...માથા માં હળવે હળવે હાથ ફેરવ્યો.

એકદમજ ....અંજલિ અલગ જ દુનિયા માં પહોંચી ગઈ, કંઈક યાદ આવી ગયું અંજુ ને....પ્રયાગ નાં માથા માં હાથ ફેરવતાં ફેરવતાં.

આજે...એક માં ની મમતા ..વાળો હાથ હતો.. પણ...હાથ તો એજ હતો..!

અંજુ...ઝબકીગઈ...એકદમ, અને જોયું તો પ્રયાગ ને પણ ઉંઘ આવવા લાગી હતી.
બેઠા. જો...તારી આંખો ઘેરાવા લાગી છે...જા..અને સુઈ જા તારા રૂમમાં...

પ્રયાગ ને પણ...સાચે જ અંજુ ના ખોળામાં ઊંઘ આવી ગઈ હતી.
અંજલિ નો ખોળો હતો.. એટલે તેનાં દિકરા ને ઊંઘ આવે તે સ્વાભાવિક જ હતુ.

પ્રયાગ ઉભો થયો...અને અંજલિ ને પગે લાગ્યો.
મમ્મી નાં બેડરૂમમાં જોયું તો...હજુ લાઇટો ચાલુ જ હતી, અને તેના પપ્પા કોઈ ટી.વી. નો પ્રોગ્રામ જોઈ રહ્યા હતા. પ્રયાગ તેમના રુમ નાં બારણાં પાસે ગયો અને નોક કર્યું, પછી તેના પપ્પા ને પગે લાગવા તેમનાં રુમમાં ગયો અને પગે લાગ્યો.
પપ્પા...હું જઉછુ, સુવા માટે મારા રુમમાં...."જય અંબે."

હમમ...જય અંબે...બેટા.. ..વિશાલ ફરી થી તેનાં ટી.વી. નાં પ્રોગ્રામ માં વ્યસ્ત થઈ જાય છે.

પ્રયાગ તેની મમ્મી નો.. દિકરો.. .કદાચ મમ્મી નો જ.....એટલે ફરીથી તેના રૂમમાં જતા પહેલા આજ્ઞા માંગી...હું જઉ મમ્મીજી ??

હા..બેટા....જાવ...જય અંબે....જયશ્રી ક્રિષ્ણા...કહી અંજુ એ પણ તેનાં દિકરા ને સુવા જવા માટે રજા આપી.

પ્રયાગ...ઘર ના મંદિર માં બહાર થીજ માં અંબાજી ને પગે લાગ્યો...પછી તેના રૂમમાં ગયો.

અંજલિ કોઈ બુક લઈ ને...બહાર સોફા પર જ બેઠી. થોડાક ટાઈમ થી અંજલિ કોઈ વિચારોમાં ખોવાઈ જતી હતી, કદાચ કોઈ જુનાં વિચારો અને યાદો માં...

અંજલિ નું મન આજે તેની બુક માં ના લાગ્યું...એટલે બુક એની જગ્યાએ મુકીને તેનાં રૂમમાં સુવા ગઈ.

તેનાં નિત્યક્રમ માં પાકી અંજુ રૂમમાં જઇને તેનાં બેડ પર સુવાની તૈયારી કરી રહી હતી અને ભગવાન નું સ્મરણ કરતી હતી.

વિશાલ નાં ટી.વી. પ્રોગ્રામ ને પુરો થવામાં હજુ થોડી વાર હતી, એટલે અંજુ એ તેનાં બેડ પર સુવા ની તૈયારી કરી..
હું હવે સુઈ જઉં છું...."જય અંબે " વિશાલ....કહી ને...અંજલિ એ ફરીથી હરી સ્મરણ માં મન વાળ્યું અને થોડીક વાર માં જ સુઇ ગઈ.


વિશાલ પણ કોઈ ને ડીસ્ટર્બ ના થાય તેવી રીતે તેનો ટી.વી. નો પ્રોગ્રામ જોઈ અને સુઈ જાય છે.

***********


બીજા દિવસે....સવારે...ફરીથી પ્રયાગ બંગલો રુપી માળા માં રહેતા ત્રણેય પક્ષીઓ...એમનાં માળામાં પોત પોતાના કામમાં વ્યસ્ત અને મસ્ત....પોત પોતાનાં રુટીન કામોને પતાવીને પોતાનાં કામે જવા નીકળી ગયા.

વિશાલ તેની ઓફીસ જાય છે, જ્યારે પ્રયાગ તેની કોલેજ અને અંજલિ તેની ઓફીસ જવા માટે નીકળે છે.

ઓફીસ પહોંચી ને અંજુ એ તેનાં રૂટીન કામકાજ હાથ માં લેતા પહેલા તેના નિત્યક્રમ મુજબ ભગવાનને પગે લાગી લીધું હતું.

અંજલિ એ પોતાની ચેર સંભાળી લીધી..એટલે તરતજ મહેતા સાહેબ ને જરૂરી સુચનાઓ આપવા માટે ઇન્ટરકોમ થી ફોન કરીને બોલાવી લે છે.

થોડીકવાર માં જ અંજલિ ની કેબીન ના દરવાજા પર નોક થયું.
મે આઇ કમ ઇન મેડમ ?? કહીને મહેતા સાહેબ દરવાજા પાસે ઊભા રહી ગયા.


મહેતા સાહેબ પ્રમાણિક અને સૌથી સીનીયર વ્યક્તિ હતા ....પ્રયાગ ઈન્ડસ્ટ્રીઝમાં.
યસ...પ્લીઝ કમ ઇનસાઇડ, મહેતાસાહેબ કહી ને અંજલિ એ તેમને કેબીનમાં બોલાવી લીધા.

અંજલિ..કંપની ની માલિક હતી, છતાં પણ ક્યારેય કોઈ ને પણ ટુંકારા થી ન્હોતી બોલાવતી. દરેક ને પોતાનું સ્વમાન વહાલું હોય ..તે એવું સમજતી હતી, અને તે મુજબ જ વર્તન કરતી હતી.

મહેતા સાહેબ કેબીનમાં આવ્યા અને અંજલિ ની રજા લઈને સામે રાખેલી વીઝીટર ચેર પર બેઠા.


મહેતાસાહેબ... તમે આવતી કાલે બેંગ્લોર જઇ રહ્યા છો, એટલે જરુરી બધાજ ડોક્યુમેન્ટ સાથે રાખજો. આપણે બેંગ્લોર માં હજુ નવાં છીએ એટલે તમને ત્યાં કોઈ તકલીફ પડે અથવા કોઈપણ જાતની હેલ્પ ની જરૂર પડે તો ..અનુરાગ ગ્રુપ ની ત્યાં ઓફીસ તથા હોટેલ પણ છે.
તમે એમનો સંપર્ક કરી લેજો. આપને એવું લાગતું હોય તો હું અનુરાગ સર ને વાત કરીને તેમના બેંગ્લોર નાં મેનેજર ની ડીટેલ લઇ આપુ.

મહેતા સાહેબ ને શું જવાબ આપવો એ ના સમજાયું. એમને થયું કદાચ મેડમ ને કઇ ખ્યાલ જ નથી લાગતો કશો.
એટલે..સહેજ હસતા ચહેરે બોલ્યા....મેડમ શું આપને ખરેખર કંઈજ ખ્યાલ નથી ?

મહેતા સાહેબ , શું વાત છે ? જરા ચોખવટ થી કહો, મને કશુ ધ્યાન નથી. શું કહેવા માગો છો આપ ??


મેડમ...એક્ચ્યુઅલી આજે જ બેંગ્લોર થી મી.ભટાચાર્ય નો ફોન આવી ગયો છે.

અંજલિ ને વાત નો ખ્યાલ જ નહોતો. કોણ મી. ભટ્ટાચાર્ય ??

મેડમ...મી.ભટ્ટાચાર્ય...જેઓ અનુરાગ ગ્રુપ નાં બેંગ્લોર ડીવીઝન નાં હેડ અને ઈનચાર્જ છે.
આજે સવારે જ તેમનો ઈ.મેલ આવેલ છે, મારા મેલ આઈ.ડી પર તેઓએ પ્રયાગ ગ્રુપ નું બેંગ્લોર માં સ્વાગત કર્યું છે. તથા તેમનો ફોન પણ આવ્યો હતો.

મી.ભટ્ટાચાર્ય એ કીધું છે કે પ્રયાગ ગ્રુપ નાં કોઈપણ કર્મચારી ને જ્યારે અને જેવા પ્રકારની જરુર હોય ત્યારે તેમનો સંપર્ક કરી શકે છે. ડીપાર્ટમેન્ટ ને લગતો હોય કે બીજો કોઈપણ હોય.

અને..હા મેડમ મેં એમને જણાવ્યું છે કે...આવતીકાલે આપણા પ્રયાગ ગ્રુપ ની એક ટીમ બેંગ્લોર પ્લાન્ટ ના કામ થી આવી રહી છે.

મેડમ...તેમણે...અમારા માટે એમની કંપની ની કાર મોકલવાનો આગ્રહ કર્યો છે, અને આપણાં સ્ટાફ માટે તેમની હોટેલ માં જ સ્ટે કરવા નું કીધું છે.


ઓહો..ધેટસ્ ગુડ...બટ એમને ખબર કેવી રીતે પડી ??
અંજલિ નાં મન માં ખુશી ની સાથે સરપ્રાઇઝ પણ થઈ હતી.. આ વાત ને જાણી ને.



ખુશી એ વાત ની હતી..કે આજે પણ અનુરાગ સર તેની એટલી જ કેર લેછે..જેટલી પહેલા લેતાં હતા.

ખરેખર સંબંધ ને બાંધવો તેનાં કરતા તેને નિભાવવો અને તે સંબંધ ને દિપાવીદેવો....તેજ બહુજ મોટી વાત છે.

અને અનુરાગે તેમના સંબંધો ને દિપાવી દીધો હતો. ગમે તેવા સમય અને સંજોગો કે પરિસ્થિતિ આવી...અને ગઈ...બન્ને પક્ષે છતાં પણ કોઈપણ જાત ની મૂંઝવણ કે ગેર સમજ થઈ નહોતી. બન્નેવ એક બીજા ને સમજ્યા હતાં...બન્નેવ જણા એ એકબીજાને પુરુ સન્માન આપ્યું હતુ.
અનુરાગે હંમેશા અંજલિ ને વગર કીધે...અને વગર માંગેજ એનાથી શક્ય હોય તેટલું સાથે રહી ને અંજલિ ને તથા તેની પ્રયાગ ઈન્ડસ્ટ્રીઝ ને સપોર્ટ અને મદદ કરતો આવ્યો હતો.

મહેતા સાહેબ...અનુરાગ સર પાસે આપણા આ નવા પ્રોજેક્ટ ની માહિતી કેવી રીતે પહોંચી ??


મેડમ...આજનાં સમયે આપની મહેનત અને દરેક પ્રોજેક્ટ માં સફળતા મેળવી રહેલુ પ્રયાગ ગ્રુપ નવું શું કરી રહ્યું છે...તેની નોંધ અને જાણકારી આખુ શહેર, ઈન્ડસ્ટ્રીઝ ના લોકો તથા ભારતભર માં મોટા ઉધોગ ગ્રુપ લઇ રહ્યા છે. જેમાં આપના વેલ વીસર્સ, તથા હરિફો બધાજ સામેલ છે.

જ્યારે અનુરાગ ગ્રુપ તો આપનાં સૌથી નજીક ના તથા સૌથી મોટા વેલ વીસર છે.
હું ક્યાં કોઈ વાત થી અજાણ છું..મેડમ..કે પ્રયાગ ગ્રુપ ને આગળ લાવવામાં અને આપણી કંપની આજે જે પોઝીશનમાં છે તેમાં...આપની અથાગ મહેનત તથા અનુરાગ સર નું કેટલું મોટું યોગદાન છે.

એટલે શક્ય છે કે...એમની પાસે આપણે શુ કરી રહ્યાં છીએ તેની બધીજ માહિતી હોયજ. કદાચ મને નવાઈ લાગત....મેડમ..જો અનુરાગ સર ને આપણા આ નવા પ્રોજેક્ટ ની માહિતી નાં હોત તો...!!


આમતો તમારી વાત એકદમ સાચી છે મહેતા સાહેબ, જો અનુરાગ સર આપણી નાનાં માં નાની તકલીફ માં સાથે નાં હોત તો કદાચ આપણે આટલા ઝડપથી અથવાતો આવી સફળતા નાં મેળવી શક્યા હોત. અને આપની એ વાત પણ સાચી જ છે કે અનુરાગ સર જેવી વ્યક્તિ ને આપણી કોઈપણ બાબત ની જાણકારી ના હોય તોજ નવાઈ કહેવાય.

એનીવેઝ...તો શું પ્લાન કર્યું છે આવતી કાલ નુ ??
અંજલિ એવાત ને બદલી અને પ્રોજેક્ટ અંગે ચર્ચા કરવા વાત ફેરવી.

મેડમ...આવતીકાલે સવારે હું જાતે...મી.રાવ અને તેમના બે આસીસ્ટન્ટ સાથે બેંગ્લોર જઇ રહ્યો છુ...સવારે ૬.૩૦ વાગ્યા ની ફ્લાઈટ છે. આપણે વાત થયા મુજબ બધી તૈયારીઓ થઈ ચુકી છે.

આપનાં સંબંધો ને જોતા મે નાનાં કામ માટે અનુરાગ ગ્રુપ ને હેરાન નહિ કરવાનું નક્કી કર્યું છે. કંઈ મેજર કામ હશે તો એમને તકલીફ આપીશું.
હા ..એમની હોટેલ માં કોર્પોરેટ ડિસ્કાઉન્ટ થી અમારો સ્ટે કરવાનું નક્કી કર્યું છે.

આઈ હોપ કે આપ મારી વાત થી સંમંત હશો...!!

જી..મહેતા સાહેબ પરફેક્ટ છે...કહીને અંજલિ એ મહેતા સાહેબ નાં નિર્ણય ને વધાવી લે છે.

મેડમ..બેંગ્લોર પહોંચ્યા પછી..ડેઈલી હું આપને સાંજે આખા દિવસ દરમિયાન ના કામ ની માહિતી ઈ.મેલ દ્વારા મોકલી આપીશ જેથી આપની ઈચ્છા મુજબ બધીજ માહિતી ઓન રેકોર્ડ રહેશે.



*********** ( ક્રમશ : ) *************