પેજ -૧૫ ..
અંજલિ..પ્રયાગ નાં રૂમમાં થી નીચે જાય છે ...અને સેવક ને ડાઇનીંગ ટેબલ થોડીકવાર માં ગોઠવવા જણાવે છે.
**** હવે આગળ.....
જી મેડમ...કહીને સેવક કિચન તરફ ગયો.
વિશાલ ન્યુઝ પેપર માં થી થોડી થોડી વારે નાસ્તા નાં ટેબલ તરફ નજર નાંખતો હતો. આજે રેગ્યુલર સમય થઈ ગયો હતો છતાંય નાસ્તો હજુ ટેબલ પર આવ્યો નહોતો.
એટલે વિશાલે અંજલિ ને સવાલ કર્યો...કેમ આજે સમય થઈ ગયો છે છતા પણ... ?
પાછળ નું વાક્ય અંજલિ એ જ જવાબ આપી ને પુરું કરી દીધુ.
બસ....આજે જરા પ્રયાગ સાથે પાંચ મિનિટ વાતો એ વળગી હતી, એટલે મેં જ સેવક ને સહેજ વાર રહીને નાસ્તો મુકે તેમ સૂચના આપી હતી..
અંજુ નો જવાબ સાંભળીને વિશાલ ને થયું કે શું વાતો કરી હશે ? સવાર સવારમાં આ માં-દિકરા એ ?
જો તમને લેટ થતું હોય કે ભૂખ લાગી હોય તો તમે શરૂ કરી શકો છો. હું સેવક ને કહું કે તે તમારો નાસ્તો ટેબલ પર મુકી દે. ?
અંજુ એ વિશાલ ની મરજી જાણવા માટે જવાબ આપી ને સવાલ કર્યો .
નાં....નાં....જો પ્રયાગ પાંચ મીનીટ માં આવતોજ હોય તો હું વેઈટ કરીશ. વિશાલે જવાબ આપ્યો.
ઠીક છે...જેવી આપની મરજી....પરંતુ ખરે ખર જો આપને નાસ્તો-ચ્હા લેવા હોય તો આપ નાહક ના દુઃખી ના થશો. અંજલિ હવે વિશાલ ની સાચી મરજી જાણવા પ્રયત્ન કરી રહી હતી.
ઠીક છે એક કામ કર ...અંજુ....પાંચ મીનીટ પછીથી સેવક નાસ્તો મુકી દે ટેબલ પર એમ જણાવી દે .વિશાલ થી રહેવાયું નહી એટલે પોતાના ચ્હા અને નાસ્તા માટે કહી દીધુ.
ઠીક છે...વિશાલ...કહી ને....અંજુ એ સેવક ને પાંચેક મીનીટ પછી વિશાલ નો ચ્હા-નાસ્તો લાવવા સુચના આપી દીધી.
અંજલિ ને....આમતો વિશાલ ની આ પાંચ મિનિટ વધુ રાહ ના જોવા વાળી વાત ગમી નહોતી. પરંતુ અંજુ ક્યારેય વિશાલ નાં નિર્ણયો અને તેનાં કામમાં દખલ ન્હોતી કરતી.
થોડીકવાર માં જ નાસ્તો ડાઇનીંગ ટેબલ પર ગોઠવાઈ ગયો હતો.
વિશાલ પણ તૈયાર થઈ ને તેની ડાઇનીંગ ચેર પર ગોઠવાઈ ગયો , અને તેના બ્રેકફાસ્ટ અને ચ્હા લેવાનું શરું કર્યું....હજું તો નાસ્તો મ્હો માં જ મુક્યો અને....
ત્યાં જ....પ્રયાગ આસમાની બ્લ્યુ રંગની ટી.શર્ટ...અને અરમાની નું કોડ્રોય નું નેવી બ્લ્યુ પેન્ટ પહેરીને નીચે ઉતર્યો..
જય શ્રી કૃષ્ણ ....જય અંબે....પપ્પા કહી ને...તરત પગે લાગ્યો....વિશાલ ને...
જ્યારે અંજુ હજુ...પ્રયાગ ની રાહ જોતી બેઠી જ હતી....એટલે પ્રયાગ અંજુ પાસે જઈને તેને પગે લાગ્યો....જય અંબે મમ્મી...કહી ને પુજા રૂમમાં ગયો....ભગવાન ને પગે લાગ્યો અને પછી....નાસ્તા નાં ટેબલ પર ગોઠવાયો.
આ આખી....પ્રયાગ ના ઊપર થી નીચે આવવા નાં સમય દરમ્યાન બે વ્યક્તિ ઓ નાં મન માં તોફાન સર્જાયું હતુ...એક હતી અંજલિ...અને બીજો હતો પ્રયાગ....
બન્ને વ નાં મન માં એકજ સવાલ અલગ અલગ રીતે ઉદભવેલો.
અંજલિ વિચારતી હતી...કે...વિશાલ પાંચ મીનીટ પણ વધુ રાહ ના જોઈ શક્યો પ્રયાગ ની...?
હજુ તો વિશાલ નો નાસ્તો શરુજ થયો છે.. અને પ્રયાગ આવીજ ગયો હતો ને નીચે....છતાં પણ કેમ આમ...??
જ્યારે પ્રયાગ વિચારતો હતો કે...આજે કેમ પપ્પા જલદી નાસ્તો કરવા બેઠા હશે ? કેમ મારા માટે વેઈટ નહી કર્યુ હોય ?
શુ હશે ??? એમને કોઈ મીટીંગ હશે આજે ??
કે પછી....કોઈ બીજુ જ કારણ હશે ?
જોકે.. આજે જ સવારે અંજલિ એ પ્રયાગ ને સમજાવ્યો હતો કે....
કોઈ ને પણ આપણાં મન માં ઉદભવતા સવાલો કરતા પહેલા...સામેની વ્યક્તિને જવાબ આપીને દુઃખ થાય એવુ હોય તો અથવા તેનાં જવાબ સાંભળીને આપણ ને દુઃખ થાય તેમ હોય તો તેવા સંજોગોમાં કોઈ ને એવા સવાલો કરવા નહીં. એટલે પ્રયાગે ...વિશાલ ને કઈ ના પુછ્યુ. પરંતુ પ્રયાગ ની લાગણી ને આજે અનાયાસે જ વિશાલ દ્વારા ઠેસ વાગી ગઈ હતી....! જે સાચુ હતું કે ખોટું ....એ નાં સમજી શકાયુ ...પ્રયાગ ને.
ડાઇનીંગ ટેબલ પર એક નાનું અને સુખી કુટુંબ બેઠું હતુ. જે ત્રણેય વ્યક્તિ ઓ ખુબ સમજું હતી. અને પોત પોતાના કામ માં આગળ વધી રહી હતી.
વિશાલે નાસ્તો પુરો કર્યો એટલે....બોલ્યો...ચાલો હું ઓફીસ જઉં છું...જય અંબે...
કહી ને પોતે ઓફીસ જવા માટે નીકળે છે.
વિશાલ નાં ડ્રાઈવરે કાર તૈયાર કરેલી જ હતી ,એટલે કાર રેડી કરી ને વિશાલ ની બેગ તેની કાર માં મુકી અને કાર ને તૈયાર કરી ને બંગલો નાં પોર્ચ માં આવી ને તેનાં સાહેબ ની વેઇટ કરી રહ્યો હતો.
વિશાલ આવ્યો એટલે...ડ્રાઈવરે દરવાજો ખોલી આપ્યો, વિશાલ ગાડી માં બેઠો...એટલે ડ્રાઈવરે પોતાની સીટ સંભાળી લીધી..અને એના નિયત સમય માં જ વિશાલ ઓફીસ જવા માટે નીકળી ગયો.
પ્રયાગ ને પણ આજે કોલેજ હતી, એટલે તે પણ નાસ્તો-ચ્હા પતાવી ને....અંજલિ ને પગે લાગ્યો...અને જય અંબે કહી ને આશીર્વાદ લીધા અંજલિ નાં...પછી ગોગલ્સ પહેરીને કોલેજ જવા માટે નીકળ્યો.
અંજલિ નાં ડ્રાઈવરે પણ તેની કાર ને રેડી કરી ને પોર્ચ માં ગોઠવી દીધી હતી....એટલે પ્રયાગ તેની મન પસંદ કાર લઈને કોલેજ ગયો.
અંજલિ પણ તેનાં નિત્ય સમયે ઓફીસ જવા માટે તૈયાર હતી. પુજા રૂમમાં અંબાજી માતાજીને પ્રાર્થના કરી..પગે લાગી અને ઓફીસ જવા માટે તે પણ પોર્ચ માં આવી ગઈ.
અંજલિ ના ડ્રાઈવરે અગત્યની ફાઇલો તથા અંજુ ની ઓફીસ બેગ પહેલાજ લાવી અને કાર માં ગોઠવી દીધું હતું.
અંજલિ ને જોતાં જ ડ્રાઈવરે પાછલી સીટ નો દરવાજો ખોલી નાખ્યો અને અંજલિ ને બેસવા કહ્યું.
અંજલિ પણ...હવે ...ઘર ના બાકી ના બે સભ્યો ના ગયા પછી...પોતાની ઓફીસ જવા માટે નીકળી.
આજે અંજલિ નું મન અનેક તર્ક - વિતર્ક કરતું હતુ. આજે અંજુ પ્રયાગ ના ભવિષ્ય અંગે વિચારતી હતી. નવા પ્રોજેક્ટ માં અંજુ પ્રયાગ ભણીને આવે એટલે તેને સેટ કરવા માટે અત્યાર થીજ વિચારતી હતી.જોકે હજુ તો તે વાત ને પણ ઘણો લાંબો સમય લાગવાનો હતો.
અંજલિ ની કાર આજે થોડાંક ઓછા અને આછા ટ્રાફીક ને લીધે રૂટીન કરતા થોડી વહેલી ઓફીસ પંહોચી ગઈ.
સીક્યોરિટી એ મેડમ ની કાર ને જોતાજ તેની ડ્યુટી પુરી કરી આપી.
ગેટ ખોલી ને બે હાથ જોડીને અંજલિ ને વંદન કર્યા.
કાર પોર્ચ માં આવે તે પહેલા જ દરેક કર્મચારી ને મેડમ આવી ગયા છે નો અણસાર આવી ગયો હતો, એટલે બધાજ પોત પોતાનાં કામ માં વ્યસ્ત થઈ ગયા હતા.
અંજલિ ઓફીસમાં પ્રવેશતા જ એનાં નિત્યક્રમ મુજબ ભગવાનને પગે લાગી અને તેની કેબીન તરફ ગઈ.
પાછળ પ્યુન અંજલિ ની બેગ તથા તેના ડોક્યુમેન્ટસ અને ફાઈલો લાવી ને અંજુ ની કેબીનમાં મુકીને ગયો.
અંજલિ એ તેની કેબીન માં રાખેલા મંદિર માં અંબાજી માતાજીને પગે લાગીને તરતજ પોતાની ચેર સંભાળી લીધી.
****
પેલી બાજુ...પ્રયાગ પણ તેની કોલેજ ના ક્લાસીસ એટેન્ડ કરી રહ્યો હતો, અને બધાજ ફ્રેન્ડસ લગભગ એકજ ક્લાસ માં હતા.
આસ્થા.....આજે ઈન્ડીગો કલર ના વનપીસ માં સજ્જ થઈને આવી હતી.....ઉપરવાળાએ...આસ્થા ને મન મુકી ને સૌંદર્ય બક્ષ્યુ હતુ.
સફેદ દુધ જેવી આસ્થા ના શરીર પર આ કલર પણ શોભતો હતો.
ગોરી ગોરી આસ્થા ના શરીર પર આમ તો દરેક કલર શોભતો જ હતો. તેના ગોળ મટોડ ચહેરા પર નાનુ તલ હતુ....જે આસ્થા ની ઓળખ નું પ્રતિક હતુ.
ભણવામાં પણ આસ્થા ખુબજ હોંશીયાર હતી, કોલેજ ની દરેક સ્પર્ધા માં આસ્થા ભાગ લેતી હતી....અને તે પાછી હંમેશા અવ્વલ જ આવતી. આસ્થા એ ઘર ની એક દિવાલ ના શૉકેસ માં ફ્કત તેણે જીતેલા એવોર્ડ્સ જ ગોઠવેલા હતા. જાણે કોઈ સ્પોર્ટ્સ નાં ખેલાડી નું ઘર હોય તેમજ લાગે.
પણ આજે કોણ જાણે કેમ....આસ્થા નું મન ક્લાસમાં ચાલી રહેલા લેકચર માં નહોતું. એ તો પ્રયાગ ને જોતાજ એના ખ્વાબો માં અને એના જ ખયાલો માં ખોવાઈ ગઈ હતી.
આજે પણ પ્રયાગ દરરોજ ની જેમ જ ...એકદમ હેન્ડસમ લાગતો હતો. ઘણી વાર તો યંગ લેડી પ્રોફેસર પણ...પ્રયાગ ને જોતાં જ પોતાનું ધ્યાન લેકચર ને બદલે પ્રયાગ માં આપતા હોય તેવું લાગતું હતુ.
પણ પ્રયાગ ને તેમાં કોઈ રસ ન્હોતો...એને તો તેનું ભણવાનું ભલું અને તેના ફ્રેન્ડસ અને મસ્તી ભલી.
પરંતુ હવે પ્રયાગ ને ધીરે ધીરે મ્યુઝીક નો શોખ લાગવા માંડ્યો હતો. ઈંગ્લીશ મ્યુઝીક માં પ્રયાગ ને એટલો બધો ઈન્ટરેસ્ટ વધી ગયો હતો કે અમુક વખતે તો પ્રયાગ મોડી રાત સુધી મ્યુઝીક સાંભળવામાં લીન રહેતો હતો.
આસ્થા...મનોમન પ્રયાગ ને ચાહવા લાગી હતી એવુ તેને પોતાને લાગી રહ્યું હતું. જોકે હજુ સુધી તેણે આ વાત ની રજુઆત પ્રયાગ ને કરી પણ નહોતી. પરંતુ આસ્થા ને લાગી રહ્યું હતું કે આ પ્રેમ જ છે.. જે અહેસાસ મને પ્રયાગ માટે થઈ રહ્યો છે ...તે પ્રેમ નહીં તો બીજું શુ છે ??
આસ્થા શક્ય હોય તેટલું પ્રયાગ ની નજીક રહેવા પ્રયત્ન કરતી હતી હંમેશા.
જ્યારે પ્રયાગ ને હજુ આસ્થા માટે મન માં તેવા ભાવ નહોતા જાગ્યા...એટલે પ્રયાગ તો આસ્થા ને પણ તેનાં બીજા ફ્રેન્ડસ ની જેમજ સમજતો હતો. એટલે પ્રયાગ તેની મસ્તી માં જ રહેતો.
આજે આસ્થા તેની કાર કે અન્ય કૉઈ વ્હીકલ લઈને નહોતી આવી.
આજે આસ્થા ને તેનાં પપ્પા તેમની ઓફીસ જતી વખતે ડ્રોપ કરતા ગયા હતા. એટલે આસ્થા તેના ઘરે થી જ નક્કી કરી ને રાખ્યું હતુ કે આજે પ્રયાગ ની સાથે જ તેની કાર માં જ ઘરે આવીશ. આમ પણ આસ્થા નું ઘર તો પ્રયાગ ને રસ્તા માં જ આવતું હતુ. આસ્થા લેકચર પુરું થતા જ પ્રયાગ પાસે પહોંચી ગઈ....
હેય....પ્રયાગ તું બોર નથી થતો ?? આટલુ બધું ભણી ને ??
આસ્થા એ પ્રયાગ સાથે વાત કરવા બહાનું શોધી કાઢ્યું.
ઓ ...મેડમ...ફ્રેન્ડશીપ માં વાત કરવા માટે બહાનાં ની જરૂર નાં હોય...સમજી ?
મને ખબર છે...કે ..આજે તને...અંકલ ડ્રોપ કરી ગયા છે..એટલે આ બંદો તમારો હમસફર બનીને તમારા ઘર સુધી મુકી જશે...
તુ જ્યારે અંકલ ની કાર માંથી ઉતરતી હતી ત્યારે જ મેં તને જોઈ લીધી હતી. એટલે મને ખબર જ હતી....કે આજે આસ્થા મેડમ ને...ઘરે ડ્રોપ કરવા ની ડ્યુટી આવવાની જ છે...
પ્રયાગ હસતાં હસતાં બોલ્યો....
આસ્થા થી પણ રહેવાયું નહીં..એટલે જોર જોર થી હસવા લાગી...
પ્રયાગ તુ સાચે જ બહુ હોંશીયાર છુ...મારા મન ની વાત જાણી લીધી..તે...
લે હવે એમાં શુ...મન ની વાત ?? તારા પપ્પા તને ડ્રોપ કરી ગયા ત્યારે જોઈ હતી તને...અને તારા ઘર નો રસ્તો મારા ઘર તરફ જ છે..એટલે ફ્રેન્ડશીપ માં હું આમ પણ તને કહેવાનો જ હતો...કે અંકલ ને સાંજે હેરાન નાં કરતી...હું તને તારા ઘરે ડ્રોપ કરતો જઇશ.
આસ્થા મનોમન કહેવા લાગી....ખાલી મારા ઘર સુધી નોજ હમસફર બનીશ પ્રયાગ ???
આપણા ઘર નો રસ્તો એક છે. .તો શું આપણાં મન...આપણાં દિલ નો રસ્તો એક નાં બની શકે ?? આપણો એક સાથે જતો રસ્તો...આપણી એક જ મંઝીલ નાં બની શકે પ્રયાગ...????
આસ્થા વગર બોલે...શાંત હતી..પણ મન માં કંઈક જુદીજ વાત આકાર લઈ રહી હતી....તેના....એટલે આસ્થા એ હસી ને..વાત ને...હસવામાં લઇ લીધી....!!
****
પ્રયાગ ઇન્ડસ્ટ્રીઝ માં...ત્યાં ઓફીસમાં અંજલિ એ તેનાં રૂટીન કામકાજ ને પતાવી ને પોતાનું.. લંચ પણ પતાવી દીધું હતુ.
આજે ફરીથી અંજલિ એ મેનેજર મહેતા સાહેબ તથા બેંગ્લોર નાં પ્રોજેક્ટ ના ઈનચાર્જ રાવ સાહેબ ને...જરૂરી ડોક્યુમેન્ટસ લઈને બોર્ડ રૂમમાં હાજર રહેવા જણાવ્યું હતું.
મીટીંગ તેના સમય મુજબ શરુ થઈ ગઈહતી...અંજલિ..મી.મહેતા..મી.રાવ તથા તેમના આસીસ્ટન્ટ..બધાજ જરુરી ફાઇલો સાથે હાજર હતા.
મી.રાવ હું વિચારું છુ કે..નેકસ્ટ સન્ડે આપણાં પ્લાન્ટ નું ભૂમિપૂજન કરી લઇશુ ? અને ત્યાર બાદ બીજા દિવસે આપણે કામ શરુ કરાવી શકીએ ??
તમે બેંગ્લોર ના સીવીલ અને લેબર કોન્ટ્રાક્ટર નો સંપર્ક કરો અને કંપની એ નોમિનેટ કરેલા હોય તેવા એ ગ્રેડ નાં કોન્ટ્રાક્ટરને પ્રોજેક્ટ ની બધીજ ડીટેલ ઈ.મેલ કરી ને ક્વોટેશન મંગાવીલો.
બે દિવસ માં તમે જાતે કોન્ટ્રાક્ટરને સાઇટ વીસીટ કરાવવા પ્લાનિંગ ના બધાજ પેપર્સ લઇ ને બેંગ્લોર જતા આવો, તથા સાથે મહેતાસાહેબ તથા આપનાં આસીસ્ટન્ટ ને પણ લેતાં જાવ. બેંગ્લોર માં ડે ટુ ડે હાજર રહી ને કામ કરાવી શકાય એટલે તાત્કાલિક એક વેલ ફરનીસ્ડ ઓફીસ રેન્ટ પર લઇ લો .
મી.મહેતા આપ બેંગ્લોર પ્રોજેક્ટ ઝડપ થી શરૂ થાય તે માટે તાત્કાલિક અંહીના રનીંગ એકાઉન્ટ માંથી અલગ ફંડ એલોટ કરી આપો..જેથી પ્રયાગ ઇન્ડસ્ટ્રીઝ નો બેંગ્લોર પ્રોજેક્ટ ઝડપ થી શરૂ થાય.
મી .રાવ તમે તથા મી.મહેતા બેંગ્લોર જઇ રહ્યા છો એટલે ત્યાં એમ્પલોય રીક્રુટમેન્ટ કરાવવા વાળી કોઇ એજન્સી સાથે વાત કરીને ..સાઇટ એન્જીનીયરની તથા સાઈટ સુપર વાઇઝર તથા બીજા જરુરી સ્ટાફ ને એપોઈન્ટ કરી લેજો.
જો હાલ ત્યાં કોઇ પ્રોપર સ્ટાફ ના મળે તો..મી.રાવ આપ એક મહિના માટે બેંગ્લોર સીફ્ટ થઈ જાવ...અને પછી થી દર મહિને એક વીક આપ બેંગ્લોર જવાનું રાખજો....જ્યાં સુધી પ્રોજેક્ટ શરૂ ના થાય ત્યાં સુધી આપ આવવા જવાનું ગોઠવી દેજો.
****** ( ક્રમશ: ) **********