બ્લેક આઇ - પાટૅ 17 AVANI HIRAPARA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

બ્લેક આઇ - પાટૅ 17

બ્લેક આઇ પાટૅ 17

અમર : સાગર તું તો જાણે છે ને કે આપણું કામ કેવું હોય છે , આપણે આપણા ફેમિલી મેમ્બર ને પણ આ વાત નથી જણાવી શકતા .

સાગર : હા હા હું બધું જ સમજુ છું તારે મને એક્સપ્લેઇન કરવાની કોઈ જરૂર નથી . એમ કહીને મોઢું ફેરવીને ઉભો રહી જાય છે .

અમર : ( કાન પકડીને )સોરી ભાઈ હવે આવું નહીં થાય , માફ કરી દેને .

સાગર : ( અમર ને ધીમે ધીમે મારતા ) ગાંડા , ગધેડા હું તને બધું જાણવું છું ને તું તો મને કહી કેતો જ નથી . તને ખબર હતી હું પણ આમાં છું તો પણ મને તારા વિશે કઈ કીધું નહીં . દ્રષ્ટિ ની બાબતેય મારે તારા મોઢા માં આંગળા નાખીને બોલાવવો પડ્યો હતો અને અત્યારે પણ તે એવું જ કર્યું . તે પાછો મોઢું ફેરવી લે છે .

અમર : આમાં વચ્ચે દ્રષ્ટિ વાળી વાત ક્યાંથી આવી ?

સાગર : વાત ભલે એક ન હોય પરંતુ પરિસ્થિતિ તો એક જ છે ને .

અમર ને સમજાય ગયું હતું કે સાગર આસાની થી માનવાનો નથી .આથી તેણે નાટક કરવાનું ચાલુ કર્યું .

અમર : ( આકાશ તરફ જોઈને ) ભગવાન કોઈક તો એમ કહેતું હતું કે ગમે તેવી પરિસ્થિતિ કેમ ન આવે હું તારો સાથ ક્યારેય નહીં છોડું , હું તારી વાત સમજવાનો પ્રયાસ જરૂર કરીશ , તારી દોસ્તી ક્યારેય નહીં છોડું , પણ હવે જયારે દોસ્તી નિભાવવાનો સમય આવ્યો ત્યારે જ પીછેહઠ કરી લીધી . ભગવાન હવે તું જ કે હું શું કરું .

અમર પણ મોઢું ફેરવીને ઉભો રહી જાય છે પણ તે જાણતો હોય છે કે તેણે ફેંકેલી ગુગલી એકદમ નિશાના પર જ લાગશે આથી તેના મોઢા પર સ્માઈલ હોય છે .

થોડીવાર તો રીસ માં ને રીસ માં સાગર કહી બોલ્યો નહીં પણ પછી તેને મોઢું ફેરવ્યું તો અમર તેની વિરુદ્ધ સાઈડ જોઈને ઉભો હતો . તે તેની સામે જાય છે . અમર તો કાઉન્ટડાઉન કરતો જ હોય છે કે હમણાં સામે આવશે . સાગર સામે જઈને કહે છે ચોરી ને પાછી સિનાચોરી , એક તો ભૂલ પોતાની ને પાછો વાત એવી કરે ને કે આપને જ પછતાવો થાય . ચલ હવે તારી નૌટંકી બંધ કર મને ખબર છે તું નાટક જ કરે છે . આટલું બોલ્યો ત્યાં જ અમર પણ હસતા હસતા સાગર ને ગળે મળે છે .

બંને ગળે મળેલા જ હોય ત્યાં ચીફ બે કોફી મગ લઈને તેમની પાસે આવે છે અને મગ આપતા આપતા કહે છે ગિલા સીકવા મટી ગયા હોય તો થોડી કામ ની વાત કરી લઈએ .

અમર : સર મારી પાસે એક જોરદાર પ્લાન છે. થોડો રિસ્કી જરૂર છે પણ જો તેનો અમલ થાય તો આપણા કામયાબ થવાના ચાન્સીસ વધી જાય છે.

ચીફ : અમર તુ રીસ્ક નુ ફિકર ન કર , ભારતમાતા ન ના રક્ષણ માટે આપણે પ્રાણ પણ ન્યોછાવર કરવા પડે તો આપણે હમેશાં તૈયાર રહેશું.

સાગર : ચીફ ની વાત સાચી છે ,તુ પ્લાન બતાવ ને આપણે તેને ગમે તે રીતે અમલ માં લાવીશું.

અમર બોલે છે.......