સ્ત્રીની વાત Khyati Lakhani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્ત્રીની વાત

વર્ષોથી જ સાંભળતી આવી છું કે,"સ્ત્રીઓ નું સન્માન કરવું જોઈએ,નારી તું નારાયણી,સ્ત્રી અને પુરૂષ ને એક સમાન દરજજો આપવો જોઈએ વગેરે વગેરે.." પણ શું આવું થયું છે ખરાં?? મારા મત પ્રમાણે તો આવું મહદ થોડાં-ઘણાં અંશે જ થયું છે બાકી પરીસ્થીતી જે પહેલાં હતી એ જ અત્યારે પણ છે.

પહેલાં ના સમય માં દીકરી ને દૂધપીતી કરવામાં આવતી હતી, તો આજે ગર્ભપરીક્ષણ ની મદદથી તેને માતા ના ગર્ભ માં જ મારી નાખવામાં આવે છે.દીકરી આવે તો હજુ આજે પણ ઘણાં લોકો નાખુશ થાય છે,અને કહે છે કે "ભગવાને દીકરો દીધો હોત તો સારું હતું.." આવું કેમ??હજુ આજે પણ ઘણાં લોકો કોઈ સ્ત્રી ને પુરુષ મિત્ર હોય તો તેના ચરિત્ર પર શંકા કરે છે.જ્યારે કોઈ છોકરો અને છોકરી ભાગી ને પોતાની ઇચ્છા થી લગ્ન કરે ત્યારે સમાજ હમેશાં વાતો તો છોકરી ની જ કરશે. "અરે પેલા ભાઈ ની દીકરી ભાગી ગઈ, પોતાના માતા-પિતા ની ઈજ્જત નું પણ ન વિચાર્યું." આવું કેમ ખાલી એક છોકરી માટે જ કહેવામાં આવે છે??લગ્ન તો બંને એ કર્યા છે‌ ને.. ઘણા માતા-પિતા પણ દિકરી એ કોઈ યોગ્ય પાત્ર પોતાના માટે પસંદ કર્યું હશે તો લગ્ન કરાવવા માં આનાકાની કરશે પણ દિકરા એ એવું કર્યું હશે તો તરત જ લગ્ન માટે તૈયાર થઈ જશે...ક્યારે આ ભેદભાવ દૂર થશે??

નાનપણ થી જ માતા-પિતા દિકરી ને મર્યાદા માં રહેવાનાં સંસ્કાર આપે છે. પરંતુ ક્યારેય દિકરા ને એવું નહિ કેહવામાં આવે કે તું બીજી સ્ત્રીઓનું સન્માન કરજે,જ્યારે તું કોઈ સ્ત્રી ને જોતો હોય ત્યારે એમ વિચારજે કે તેની જગ્યા એ તારી બહેન હોત તો? જો પહેલાં થી જ આવું સમજાવવા માં આવ્યું હોત તો બળાત્કાર ના આટલાં કિસ્સા ન બનતાં હોત..
સમાજ ઘણીવાર તો બળાત્કાર કે છેડતી ના કિસ્સા માં પણ સ્ત્રી ને જ જવાબદાર ગણતો હોય છે,તે સ્ત્રી ના કપડાં ને દોષ આપે છે.કપડાં ને દોષ આપવા કરતા જે આવું કૃત્ય કરે એને દોષ આપવો જોઇએ એવું મારું માનવું છે. નાની કૂમળીવય ની બાળકીઓ સાથે પણ આવું થાય છે તો ત્યારે તેનો શું વાંક હોય છે?તેને તો આવી કાંઈ જ ખબર નથી હોતી.નાની બાળકી ઓ પણ હવે સુરક્ષીત નથી રહી.કોઈ છોકરો કોઈ છોકરી ને પ્રપોઝ કરે અને જો છોકરી એ ના પાડી તો તેને રસ્તા માં હેરાન કરે છે,અને હવે તો એસિડ એટેક પણ કરે છે.આવા કિસ્સા તેમજ અભદ્ર વાણી વર્તન,બળાત્કાર અને ઘર માં પતિ દ્વારા મારઝૂડ ના કારણે સ્ત્રીઓના આપઘાત ના કિસ્સા માં વધારો થઈ રહ્યો છે.આ બધાં માં "નારી તું નારાયણી" તો બાજુ રહી ગયું પરંતુ સ્ત્રીના અસ્તિત્વ સામે જ ખતરો ઉભો થયો છે.

હવે ઘણી સ્ત્રીઓ પોતાના પર થતા અત્યાચાર સામે અવાજ ઉઠાવતી થઈ છે.હવે સ્ત્રીઓ પોતાના વિકાસ ના માર્ગ માં આવતી અડચણો દૂર કરી આગળ વધી રહી છે.તેમજ અનેક ક્ષેત્રોમાં સિદ્ધિ હાંસલ કરી રહી છે. પરંતુ આજે પણ ઘણી સ્ત્રીઓ ઘર ની ચાર દીવાલો માં નિરક્ષરતા અને અજ્ઞાનતા ના અંધકાર માં જીવન વિતાવી રહી છે..સ્ત્રી આજે પુરુષ સમોવડી થઈને પુરુષ સાથે હરણફાળ ભરવા જાય છે પણ સમાજ એ સ્વીકારવા તૈયાર નથી.સ્ત્રીઓ માટે ઘણાં નિયમો બનાવવા માં આવ્યા છે..મને તો એ નથી સમજાતું કે બધાં નિયમો અને પાબંદી સ્ત્રીઓ માટે જ કેમ હોય છે??આપણો દેશ પુરુષ પ્રધાન છે તેમાં જેટલું મહત્વ પુરુષ ને આપવામાં આવે છે તેટલું એક સ્ત્રી ને હજુ નથી આપવામાં આવતું.આ આજની વાસ્તવિકતા છે..

બધાં લોકો સ્ત્રીઓના વિકાસ ના વિરોધી નથી હોતા..બસ અમુક લોકો ની વિચારસરણી સ્ત્રીઓના વિકાસ વિરોધી હોય છે,હું એવા લોકો ની વિચારસરણી ની જ વિરોધી છું..બાકી જે લોકો સ્ત્રીઓને માન આપે છે,સ્ત્રી નું મહત્વ સમજે છે તેવા લોકો ને દિલ થી વંદન કરું છું...

મે જે લખ્યું એ મારા વિચારો છે..અને એમાં હું ક્યાંક ખોટી પણ હોય શકું અને અમુક લોકો ને મારા વિચારો ન પણ ગમે તો માફ કરવા વિનંતી....