પ્રેમનાં ધબકારા Khyati Lakhani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમનાં ધબકારા

સાહિલ, આપણે બે દિવસ પછી અમદાવાદ જવાનું છે મારી ફ્રેન્ડ નાં લગ્નમાં યાદ છે ને તને? પછી કોઈ મીટીંગ નું બહાનું નો કાઢતો પ્લીઝ... ગુંજન એ સાહિલ ને કહ્યું... હા મને યાદ છે પણ તને નથી લાગતું તારે આ હાલત માં આટલી મુસાફરી ન કરવી જોઇએ..બાળક ને નુકશાન થઈ શકે છે ગુંજન આમાં. સાહિલ થોડો અકળાઈ ને બોલ્યો..

બાળક ની ચિંતા મને પણ છે, તું બધે જવાં માં આવું જ કરે છે.. તું મને પ્રેમ જ નથી કરતો..તારા કરતાં તો મારી બીજી ફ્રેન્ડસ ના પતિ સારા તે ના તો ન પાડે.. ગુંજન ગુસ્સા માં બોલી ગઈ.. ઠીક છે મારી નકચડી પત્ની તું કે એમ બસ..હવે લગ્ન માં જવાનું પાકું બસ ખુશ.. સાહિલ એ પ્રેમ થી ગુંજન ને મનાવી લીધી.. ચાલ હવે પેકિંગ ચાલુ કરી દે, મારું પેકિંગ પણ તમારે જ કરવું પડશે મેડમ ખબર છે ને..

હા કરી જ દીધું તું મે... તારું બધું મારે જ કરવું પડે છે હું નહિ હોવ ત્યારે શું કરીશ તું??

સાહિલ એ પ્રેમ થી કહ્યું, તું નહિ હો તો તારો આ સાહિલ પણ તારી પાછળ આવશે..અને પ્રેમ નથી કરતો એવી વાત કરતી હતી ને તું પરંતુ મારા જેટલો પ્રેમ કોઈ નહિ કરતું હોય કોઈ ને..હું તને એટલો પ્રેમ કરું છું કે મારી દરેક ધડકન માં શ્વાસ તારો છે.. વિશ્વાસ ન આવતો હોય તો તારો શ્વાસ રોકી રાખ થોડીવાર મારું દિલ આપોઆપ ધડકવા નું બંધ કરી દેશે..

બસ સાહિલ શું તું પણ આવી વાતો કરે છે..હવે આવી વાતો ક્યારેય ન કરતો.. ગુંજન ગુસ્સા માં બોલી.. અને હા જો સાંભળ તન્વી પણ આપણી સાથે આવશે લગ્ન માં..

અરે યાર ગુંજન તને ખબર છે છતાં પણ તે તન્વી ને સાથે આવવાંનું કહ્યું.. તન્વીસાથે અજાણતા મે જે કર્યું.. સાહિલ ને વચ્ચે જ અટકાવતાં ગુંજન બોલી ,મને ખબર છે કોલેજ માં તન્વી તને પ્રેમ કરતી પરંતુ તે તન્વી ને બદલે મને પસંદ કરી.. હવે તન્વી એ બધું ભૂલી ગઈ છે તું પણ ભૂલી જા.. જો તને નો ગમતું હોય તો ના કહી દવ બસ.. ના ગુંજન હવે એવું કંઈ નથી કરવું..

બે દિવસ પછી,સાહિલ ચાલ હવે હું તૈયાર થઈ ગઈ છું..તન્વી સાથે વાત થઈ તો એણે કહ્યું કે એ આજે નહિ નીકળી શકે તો મારા પતિદેવ હવે આપણે બંને જ છીએ...
અરે વાહ, ચાલ ફટાફટ.. સાહિલ એ ખુશ થઈ ને કહ્યું..

બંને નીકળે છે લગ્ન માં જવા..રસ્તા માં ગુંજન એ સાહિલ ને કહ્યું,સાહિલ આપણે થોડીવારમાં પહોંચી જશું ચાલ ને એ પેલા મારે ફેસબુકમાં લાઈવ થવું છે... સાહિલ આ બાજુ જોઈને એક સ્માઈલ તો કરજે..

ગુંજન મને શાંતિથી ડ્રાઇવિંગ કરવા દે,તને ખબર છે મને ડ્રાઇવિંગ કરતાં કરતાં આવું નથી ગમતું..તને આવું જ ગમે છે. મારે ધ્યાન રાખવું પડે ચલાવવામાં..

સાહિલ શું તું પણ એમાં કંઈ નો થાય.. બે મિનિટમાં કાંઈ એક્સીડન્ટ ન થઈ જાય..ચાલ લાઈવ નહી તો એક સેલ્ફી તો લઈ શકાય ને.. મારે સ્ટેટસ માં રાખવી છે પ્લીઝ.. સાહિલ સ્માઈલ... હજુ એક-બે લઈ લવ.. સાહિલ આ બાજુ જો ને... અરે ગુંજન પણ શું છે..હા ચાલ લઈ લે હવે..

ત્યાં અચાનક સામેથી એક ટ્રક રોંગ સાઈડ માં આવ્યો પરંતુ સાહિલ નું ધ્યાન સેલ્ફી માં હોવાથી તેને ખબર ન પડી...
ઓ માય ગોડ સાહિલ સામે જો ટ્રક હજી તો ગુંજન એટલું બોલી ત્યાં તો તેમની કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ.. બંને લોહીલોહાણ થઈ ગયા હતાં. લોકો ભેગા થયાં ફટાફટ એમ્બ્યુલન્સ બોલાવી અને ગુંજન,સાહિલ તેમજ ટ્રક ડ્રાઇવર ને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા..

અરે હું અહી કેવી રીતે પોહચ્યો??અને આ બધું શું છે?? મારી પત્ની ક્યાં છે??મારું બાળક બરાબર તો છે ને??

ડોક્ટર મહેતા રૂમ નં.11 ના પેશન્ટ ભાન આવી ગયાં છે.. નર્સે ડૉક્ટર ને ફોન કરી કહ્યું...થોડીવાર માં ડૉક્ટર આવ્યાં તેમને સાહિલ નું ચેક અપ કર્યું..તમે બે દિવસ પછી ભાન માં આવ્યા છો...બધું બરાબર હતું..એટલે સાહિલ ના મમ્મી પપ્પાને સાહિલ ને મળવા માટે હા પાડી..

મમ્મી-પપ્પા ગુંજન ક્યાં છે, તેને કાંઈ થયું તો નથી ને?? અને અમારું બાળક તો બરાબર છે ને??? કંઇક તો કહો મને.. મમ્મીપપ્પા ને જોઈ ને સાહિલ તરત બોલી ગયો..

બેટા,ગુંજન તો કોમા માં છે..ગુંજન ની હાલત ખરાબ હતી.ડૉક્ટર એ તેને અને બાળક ને બચાવવાની ઘણી કોશિશ કરી,ડૉક્ટર એ સિજર ઓપરેશન કર્યું અને ગુંજન એ તમારી પરી જેવી દીકરી ને જન્મ આપ્યો પણ તે પોતે ભાન માં જ ન આવી..સાહિલ ના મમ્મી એ રડતાં રડતાં કહ્યું..

સાહિલ માટે એકબાજુ પોતાની દીકરી ના જન્મ ની ખુશી હતી,તો બીજી બાજુ પોતાની પત્ની કોમામાં છે તેનું દુઃખ..મારે મારી દીકરી ને જોવી છે, ક્યાં છે તે??

તેને આત્યરે ડૉકટર એ નિરીક્ષણ માટે રાખી છે..થોડીવાર પછી આપણને આપશે..તું હવે આરામ કર બેટા..

સાહિલ, કેમ છે તને હવે?? અને આ જો તારી અને ગુંજન ની પરી આવી..અચાનક કોઈક બોલ્યું.. અરે તન્વી તું અહી.. સાહિલ અચાનક આવેલી તન્વી ને જોઈ ને બોલ્યો.. અમારી દીકરી છે આ..સાહિલ ની ખુશી નો પાર નો રહ્યો,પરંતુ એની આંખમાં તેણે અને ગુંજન એ બાળક માટે જોયેલા સપના હતા જે અધૂરા રહી ગયા. તેણે પોતાની દીકરીને માતાપિતા બંનેનો પ્રેમ સાથે આપી વ્હાલથી ગળે લગાડી...આ મારી નિયતિ જે નસીબ ના કારણે મારી પાસે છે..

################################

બેટા ગુંજન ને કોમા માં ગયા ના છ મહિના થઈ ગયા,અને હવે એ ક્યારે કોમા માંથી બહાર આવશે,અને આવશે કે નહીં એ પણ નક્કી નથી..તને નથી લાગતું તારે બીજાં લગ્ન માટે વિચારવું જોઈએ.. સાહિલ ના મમ્મી એ કહ્યું..

સાહિલ ગુસ્સામાં, મમ્મી મારા જીવનમાં ગુંજન સિવાય કોઈ માટે જગ્યા નથી..હું ગુંજન ની જગ્યા કોઈ ને નહિ આપી શકું..

તારા જીવન માં નહિ આપ તો ચાલશે બેટા પણ નિયતિ ને તો એક માં ની જરૂર પડશે ને..તું બંને ની જવાબદારી નહી પૂરી કરી શક..બેટા મને તો તન્વી સારી લાગે છે તે નિયતિ નું એક મા ની જેમ જ ધ્યાન રાખે અને તારું પણ.. તમારા એક્સિડન્ટ ની ખબર પડી ત્યાર થી લઈને અત્યાર સુધી એણે ઘણું કર્યું છે આપણા માટે.. અને એ તો તૈયાર જ છે તારી સાથે લગ્ન માટે બસ તારી હા ની રાહ છે..

આખરે ઘણું કહ્યાં પછી સાહિલ એ તન્વી સાથે લગ્ન ની હા પાડી પરંતુ ખાલી નિયતિ ની મા તરીકે, પોતાની પત્ની તરીકે નહિ..

સાહિલ અને તન્વી ના લગ્ન થયાં, તન્વી નિયતિ ને પોતાની દીકરી ની જેમ સાચવતી..સાથે ગુંજન નું પણ ધ્યાન રાખતી પરંતુ સાહિલ એ ક્યારેય તેને ગુંજન ની જગ્યા નહોતી આપી..

એક વર્ષ પછી, સાહિલ ગુંજન પાસે બેઠો હતો, ગુંજન તને ખબર છે આપણી દીકરી આજે એક વર્ષ ની થઈ ગઈ... તેને તન્વી ના રૂપ માં એક મા મળી ગઈ છે...તન્વી તેને ખૂબ જ પ્રેમ કરે છે..પરંતુ મારા માટે તું જ મારી પત્ની છો..હવે બહુ થયુ ગુંજન તારા વગર હવે હું નથી રહી શકતો.. તારા વગર મારું જીવન અધુરું છે...

આ સાંભળી ગુંજન ની આંખમાંથી આંસુ નિકળ્યું..અને અચાનક તેણે પોતાના શ્વાસ ત્યાં જ છોડી દીધાં..જેવા ગુંજન ના શ્વાસ બંધ થયાં કે તરત જ સાહિલ નું હૃદય ધડકતું બંધ થઈ ગયું.ખરેખર સાહિલ જેટલો પ્રેમ કોઈ નો કરી શકે..બંને એ એકસાથે દુનિયા ને અલવિદા કહી દીધું...બંનેના પ્રેમ ની નિશાની રૂપે નિયતિ ને દુનિયા માં છોડી ગયા....