બ્લેક મેઈલ-૪
“કપિલ જીવે છે.” સ્વાતી બોલી.
“કેમ માર્યો નહિ?”
“મારામાં તેને મારી નાખવાની હિંમત કે જીગર હોતું તો તમને કેમ વચ્ચે લાવતી?”
“તો આજે મને કેમ રોક્યો?”
સ્વાતી કશું બોલી નહિ, ને મને ધકેલીને બરાબર સોફા પર બેઠી. મેં ખુરશી ખેંચીને તેની સામે બેઠો અને તેના બંને હાથ એક હાથમાં પકડીને બોલ્યો, “બોલે છે કે માર ખાવાની થઇ છે?”
“કારણકે,... કારણકે હવે હું તમને પ્રેમ કરું છું.... “ કહીને તેણે મારી આંખોમાં જોયું. બાપ રે.... ગજબનો અનુભવ છે આ. મને શું થઇ રહ્યું હતું કે હું શું અનુભવી રહ્યો હતો તે તમને સમજાવી શકતો નથી, પણ ટૂંકમાં હું હવામાં ઉડી રહ્યો હતો. મન થયું કે સ્વાતિને હું પ્રેમથી ગૂંગળાવી નાખું.... આખું ચિત્ર સાફ થઇ ગયું હતું. પણ મારે સ્વાતિના મોઢે સાંભળવું હતું. હું મારી લાગણીઓ પર કંટ્રોલ કરી શકું છું, મારા મો પરના ભાવોને પણ નિયંત્રણમાં રાખી શકું છું. એટલે નિર્લેપતા ઓઢીને બોલ્યો, “તો?”
“તો એજ કે કપિલ કરતા મારે મન તમારી કિંમત વધારે છે.”
“સમજ્યો નહિ.”
“તમને ખોવા નથી... મારા સ્વાર્થને કારણે તમે હાથ ખરડો, અને તમને કશું થાય તો??”
સ્વાતિના હોંઠ ખુબ જ રસીલા છે, ખાસ તો સહેજ જાડો ઉપલો હોંઠ...
***
“બેબી, હું ન જાણતો હોઉં તે બધું જ હવે બોલી નાખ.”
“કપિલને હું મારી નાખવા માંગું છું.”
“જાણું છું.”
“એટલે જ તમારી સાથે પ્યારનું નાટક કરતી હતી.”
“તે પણ હું જાણતો હતો.”
“જાણતા હતા? છતાં તમે મારા કહેવાથી કપિલને મારી નાખવા આવ્યા?”
“હા, કારણકે તુ નાટક કરતી હતી, હું નહિ....”
કહીને હું સ્વાતિને ઊંચકીને બેડરૂમમાં લાવ્યો. અને તેને બેડ પર બેસાડી. તે બોલી, “કપિલ અને...”
“પછી બેબી, પહેલા આપણે જન્નતમાં ફરી આવીએ.”
ઘણા સવાલો હતા, પણ પ્રેમ કરતા જરૂરી બીજું કઈ જ નથી.
સુતા સુતા જ સિગરેટ સળગાવીને હું બોલ્યો, “સ્વીટી, કપિલ સાથે તને શું દુશ્મની છે?”
“તમને નહોતું કહ્યું કે તે મને બ્લેક મેઈલ કરે છે? તેની પાસે મારી કલીપો છે? તમે ચા પીશો?” સ્વાતી પેન્ટી પહેરતા બોલી.
ઓહો!! તો કપિલ મારી સામે જુઠું બોલ્યો હતો... પણ મને હજુય વિશ્વાસ નથી પડતો. પણ સ્વાતી કહે છે તો સાચું જ હશે.
“હા ચા પીશ, પણ પહેલા એ કહે કે હું કપિલને પહેલીવાર મળ્યો, તે પછી તેણે તને બોલાવી નથી ને? કે આજે પણ ફાર્મ હાઉસ પર બોલાવી નહોતી ને?”
“ના”
“તો સ્વીટી વાત પૂરી થઇ ન ગણાય? ગુસ્સામાં મારી નાખવો અને પ્લાન કરીને ઠંડે કલેજે તેનું ખૂન કરાવડાવવું, તેમાં બહુ ફરક છે. જે તુ કરવા માંગતી હતી. આ વધારે પડતું નથી?”
“એટલે? તમે કહેવા શું માંગો છો? કપિલ નિર્દોષ છે?”
“નિર્દોષ નહિ, પણ એટલો મોટો ગુનો નથી કે તેને મારી નાખવો પડે. સજા જરૂરી છે, પણ...”
સ્વાતી કશું બોલ્યા વગર કિચનમાં ગઈ. મને લાગ્યું કે તેનું મો ચડી ગયું હતું, રિસાઈ હતી. કિચનમાં જઈને મેં તેને પાછળથી જકડી લીધી, ને બોલ્યો, “સોરી સ્વીટી, તુ કહે તો કપિલ શું એના બાપને પણ ગુનો જાણ્યા વગર હું મારી શકું... મને શંકા એટલે થઇ કે તેની વાતો પરથી મને એવું લાગ્યું નહિ કે તે તને બ્લેકમેઈલ કરીને સેક્સ માટે મજબુર કરતો હોય.”
“તેની સાથેનો સબંધ તોડ્યા પછી તેણે ક્યારેય મારી સાથે સેક્સ કર્યો જ નથી.”
મને આંચકો લાગ્યો, તેને મારી સામે ફેરવીને બોલ્યો, “તેં જ તો કહ્યું કે તારી ક્લીપોને કારણે....”
“હા તે મને બ્લેક મેઈલ કરે છે, કરતો હતો, પણ પોતાના માટે નહિ.”
હવે મને ગંભીરતાનો અંદાજ આવી રહ્યો હતો. મારા જડબા સખત થવા માંડ્યા. “બોલ, બોલ...”
“તમને કહ્યું હતું એમ, તે મને પ્રેમ નહોતો કરતો. તેની માંગણી નકારી અને તેના દોસ્ત સામે મેં તેનું જે અપમાન કર્યું તેને કારણે તે ખુબ ગુસ્સામાં હતો, અને મને ધમકી આપી હતી કે સતી બને છે, પણ તને એક બજારુ રંડી કરતાય બદતર ન બનાવી દઉં તો મારું નામ કપિલ શેઠ નહિ. અને તેણે ખરેખર મને એવી જ કરી નાખી. ટપોરીઓ, તેનો લેબર કોન્ટ્રાકટર, કડીયાઓ સુધ્ધા.... બધાને કહી રાખ્યું હતું કે ગમે ત્યારે ફોન કરીને બોલાવી લેવી, ના નહિ પાડે. આપણી કંપનીનો માલ છે.” કહેતા સ્વાતી ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
મેં તેને મારી છાતી સાથે ભીંસી, ને કહ્યું, “જાનથી ઓછું કશું જ નહિ... જોકે તે પણ નાની જ સજા ગણાય.. સોરી ડાર્લિંગ.”
તે ઝટકાથી અલગ થતા બોલી, “ના, તમે કશું જ નહિ કરો... આપણે સાથે રહેવું, સાથે જીવવું છે.”
“મને પણ... હું પણ મરવા કે જેલમાં જવા નથી માંગતો.”
“આમ પણ તમે ધમકી આપી આવ્યા તે પછી બધું બંધ થઇ જ ગયું છે.”
“ભલે બંધ થઇ ગયું, પણ તેણે તારી સાથે જે કર્યું છે તેની સજા તો તેને મળશે જ.
મારે માટે કપિલ હવે મરી ચુક્યો હતો. તેનું અસ્તિત્વ જ ન હોવું જોઈએ. તેનું મોત મારે હાથે અફર છે. તે પહેલા તેને આર્થિક ફટકો પણ મારી લેવાનો મારી પાસે મોકો છે. સ્વાતિને મેં કપિલ સાથેની ડીલ અને દારૂવાલા મેન્શનની વાત કરી. અને હવે હું શું કરવા માંગું છું તે સમજાવ્યું. તે પણ માની ગઈ, મને કહ્યું કે કપિલ સાથે બીજું ગમે તે કરો પણ એવું કશું નહિ કે જેનાથી આપણે સાથે ન રહી શકીએ. ટૂંકમાં તે ઈચ્છતી નહોતી કે કપિલનું ખૂન કરીને હું જેલમાં જાઉં.
***
સ્વાતી હવે અહી જ મારી સાથે રહી જવા માંગતી હતી. મેં તેને સમજાવીને તેને ઘેર મોકલી.
દારૂવાલા ભાઈનો ફોન આવ્યો કે સોમવારે તે ત્રણે ભાઈઓ મુંબઈ સાથે મળી શકશે.
મેં મુંબઈ જવાની તાય્યારી કરી લીધી. ૫૦૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર કાયદેસરનો બાનાખત ટાઈપ કરાવડાવ્યો અને ખરીદનાર તરીકે મારું જ નામ લખાવડાવ્યું. કપિલને કહીને મેં તેની પાસેથી બીજી ૫૦ પેટી પણ મંગાવી લીધી. જોકે આ પ્યોર બીઝનેસ ડીલ હતી, તેમાં કશુય ગેરકાયદેસર નહોતું. એ બધું પછી ભાડુઆતો સાથે પતાવટ કરતી વખતે શરુ થવાનું હતું.
સ્વાતી હોટલ પર આવી કે હું બોલ્યો, “બોમ્બે ફરવા આવીશ?”
“બોલાવ્યો છે, એમ ને? કિંમત કેટલી નક્કી થઇ?”
“એ તો ત્યાં જઈને ઊંચું-નીચું થશે, પણ પતિ જશે.”
“હું પણ આવીશ.. કેટલા દિવસ?”
“ઓછામાં ઓછા બે, અને વધારેમાં વધારે તુ કહે એટલા...” કહીને હું હસ્યો, ને બોલ્યો, “તારો બાપ માનશે? કે કહેવાની જ નથી?”
“કહેવાની જ નથી. આપણે ખુબ ફરીશું.. કેવી રીતે જઈશું?.”
હું ઉભો થયો ને બોલ્યો, “કારમાં....ચાલ.”
“ક્યાં?”
“તારા બાપને મળવા.”
“તે નહિ માને, અને તમને ગમેતેમ બોલશે.” કહેતી તે મારી પાછળ દોડી, પણ હું રોકાયો નહિ ને રોડ ક્રોસ કરીને તેને ઘેર ગયો. સ્વાતી પણ મારી પાછળ જ હતી.
તેની મમ્મી બારણું ખોલીને ખસી ગઈ, મને આવકાર આપ્યો નહિ. પણ હું પરવા કર્યા વગર હોલમાં ગયો અને બેસી ગયો. સ્વાતી પણ ઉભી. તેના પપ્પા હોલમાં આવતા જ બોલ્યા, “બોલો, કેમ આવ્યા? “
હું ઉભો થઈને બોલ્યો, “અંકલ, સ્વાતી તમે માનો છો એવી બિલકુલ નથી.”
તેના પપ્પા સ્વાતી સામે જોઇને બોલ્યા, “ઓહો!! વકીલાત કરવા માટે ખુબ મોટા અને ઈજજતદાર વ્યક્તિને લાવી છે ને કાઈં?”
મને ગુસ્સો આવ્યો, પણ સંયમ રાખીને બોલ્યો, “સ્વાતી મને લાવી નથી. અમારા સબંધને કારણે તમને તકલીફ થઇ રહી છે તે હું સમજુ છું. અને અમે લગન કરવાના પણ છીએ,”
“ક્યારે? આવતા જનમમાં??”
“બહુ જલ્દી.. હમણાં તો હું સોમવારે અમે ત્રણેક દિવસ માટે બહાર જઈ રહ્યા છે, તે કહેવા આવ્યોછું.”
અંકલ સ્વાતી સામે જોઇને બોલ્યા, “આભાર.... જાણ કરવા માટે.”
“પપ્પા કિશન તમારી પરમીશન માંગે છે...”
અંકલ મારી સામે જોઇને બોલ્યા, “અમે ના કહીએ તો? પહેલા લગન કરી લો પછી ગમે ત્યાં જાવ...”
“લગન તો કરવાના જ છીએ, પણ તે માટે થોડા દિવસો લાગે એમ છે, અને બહાર જવું જરૂરી છે. તો અમે જઈએ ને? તમારા માનવા મુજબ જે તમારી ઈજ્જત ગઈ છે, તેમાં ખાસ કઈ ફરક પડશે નહિ.”
“ના કહીશ તો પણ તમે લોકો જવાના જ છો. પણ પૂછવા આવ્યા તે સારું લાગ્યું.” કહીને અંકલે મારી સામે હાથ લાંબો કર્યો, મેં હાથ મિલાવ્યો, ને “આભાર...“ કહીને નીકળી આવ્યો. “ચા પી ને જાવ...” સ્વાતિનો અવાજ આવ્યો, પણ હું રોકાયો નહિ.
***
મુંબઈમાં કોઈ તકલીફ પડી નહિ. સ્વાતિની ઓળખાણ મેં મારી પત્ની તરીકે જ આપી હતી. સારા, સજ્જન લોકો હતા. ૬૫ લાખમાં માની ગયા અને બાનાખત પર સહીઓ કરી આપી. અને સાક્ષીની સહીઓ પણ કરાવી. ટોકન તરીકે અમે તેમણે ૨૦ લાખ આપ્યા, અને બાકીના પૈસા અમદાવાદ આવીને પાકો દસ્તાવેજ લખી આપે ત્યારે આપવાનું કહ્યું. અમારી સારી મહેમાની કરી અને રાત્રે ડીનર માટે અમને બહાર પણ લઇ ગયા. અને દસેક દિવસમાં જ અમદાવાદ આવીને તેઓએ કાયદેસર વેચાણ ખત લખી આપવાનું કહ્યું. અમે સાથે ખુબ મજા કરી અને ખુબ ફર્યા.
***
પંદરેક દિવસ નીકળી ગયા. કપિલ સાથે મેં વાત કરી નહોતી કે તેને મળ્યો પણ નહોતો. ક્યાંક મારો ગુસ્સો ફાટી પડે તો? એટલે બને ત્યાં સુધી તેનાથી દુર રહેવું જ સારું. સ્વાતીમાં કોઈ જ ફેર પડ્યો નહોતો. તે હંમેશ જેવી જ અને બિન્દાસ હતી. તે રોજ હોટલ પર આવતી કે અચાનક ઘેરે પણ આવી ચડતી. બને ત્યાં સુધી હું તેની સાથે ફરવાનું ટાળતો હતો.
દારૂવાલા ભાઈનો ફોન આવ્યો કે પૈસા તય્યાર હોય તો અમે આવીએ.. અને મેં તેમણે બોલાવીને કાયદેસર દારૂવાલા મેન્શન લખાવી લીધું. હવે તેનો માલિક હું હતો. ત્રણેય ભાઈઓને હું મારે ઘેર પણ લઇ ગયો હતો અને સ્વાતિએ તેમણે જમાડ્યા હતા.
રાત્રે જ કપિલનો ફોન આવ્યો, પતિ ગયું?? તે પણ જાય એવો નથી. મારી દરેક હિલચાલ પર જરૂર તે નજર રખાવતો જ હશે. “હા શેઠ.”
“આ સ્વાતી સાથે તારા શું ચક્કર છે?”
“તમને ખબર તો છે.”
“મને તો કંઇક બીજા લાગે છે... પ્રેમ-બેમમાં તો નથી પડ્યો ને? એંઠો માલ છે. લાવ કોઈવાર પાર્ટીમાં, સાત-આઠ મહિના જેવા થયા...”
મને ગુસ્સો આવ્યો, પણ અવાજ નોર્મલ રાખવાની કોશિશ કરતા કહ્યું, “શેઠ, પ્રેમ પણ કરું તો? તમને કશો વાંધો છે?”
“મને શું વાંધો હોય?? પણ મારી સાથેની દુશ્મની કાઢવા તને કશું કહે તો માની લેતો નહિ.”
“બીજુ કંઈ?”
“હવે ભાડુઆત માટે શું વિચાર્યું છે?”
“એ મારું કામ છે, તમે આરામ કરો.” કહેતા મેં ફોન કાપી નાખ્યો.
ભાડુઆતને ખાલી કરાવવા થોડા આકરા થવું પડશે. સ્વાતિએ કહ્યું હતું કે ડરાવીને મફતમાં લેતા નહિ. અને મારી રીત પણ એ જ હતી. પણ જોઈએ હવે.. ગમે તે રીતે ભગાડવા તો પડશે જ. દરેક ભાડુઆત વિષે મેં માહિતી એકઠી કરી હતી. બધા લગભગ ગરીબ કે લોઅર મિડલ ક્લાસના હતા. તેમાંથી એકને કે જેની આર્થિક સ્થિતિ સામાન્ય હતી તેને પસંદ કરીને હોટલ પર પત્ની સાથે આવવાનું કહેણ મોકલ્યું. કિશનભાઈ બોલાવે છે, એ સંભાળતા જ તેમના દિલમાં ફફડાટ ચાલુ થઇ ગયો હશે.
બંને પતિ પત્નીને હોટલની પાછળ સ્ટોર રૂમમાં લઇ ગયો અને કાઉન્ટર પર કહીને ગયો કે સ્વાતી આવે તો પાછળ મોકલવી નહિ. કહેવું કે હું હાજર નથી.
બંને ડરેલા લાગી રહ્યા હતા. જતા જ મેં ટેબલ પર હાથ પછાડીને બોલ્યો, “કેટલું ભાડું આપો છો?”
“ભાઈ, અમે ૫૦ વર્ષથી રહીએ છીએ.”
“કેટલું ભાડું આપે છે તે કહે ને......”
તે ધીરેથી બોલ્યો, “૩૦ રૂપિયા...”
સાંભળતા જ મેં બરાડો પાડ્યો, “સાલ્લા, તમારા બાપનું ઘર છે? ૩૦ રૂપિયા? શરમ નથી આવતી? હરામનું, મફતમાં પચાવી પાડવું છે? હવે માલિક હું છું. આજના બજારભાવ મુજબ ભાડું લાગશે, ૧૫ હજાર રૂપિયા... પોસાય તો રહો, નહિ તો ચાલવા માંડો.”
તેની પત્ની રડવા લાગી. મને જરાય સારું લાગતું નહોતું. પહેલી જ વાર મને આવું થઇ રહ્યું હતું. કેમ? ખબર નથી, પણ ધંધામાં લાગણીવેડા કરાય નહિ. તે ડરતા બોલ્યો, “ભાઈ, નીચલી કોર્ટમાં અમે જીતી ગયા છીએ..”
તેની વાત કાપતા હું બરાડ્યો, “કોર્ટની મા નો........ હવે મારી જ કોર્ટ ચાલશે. ભાડું ૧૫ લાગશે.”
તેની પત્ની રડતા બોલી, “માઈ-બાપ, અમે ક્યાંથી લાવીશું?”
“તો શું ૩૦ ભાડામાં રહેવું છે? સાલાઓ શરમ પણ નથી આવતી? એક કામ કરો, તમે તે ઘર ખરીદી લો... ૧૫ લાખ આપો, હું તમને વેચાણ લખી આપું છું.” આ ૧૫ લાખનો પાસો ખતરનાક પણ સાબિત થઇ શકે, પણ માણસોને ઓળખીને તેમની કિંમત આંકવામાં મેં આજ સુધી થાપ ખાધી નથી. અને એવું જ થયું જે હું સાંભળવા માંગતો હતો. “ભાઈ ૧૫ લાખ અમારી પાસે હોતા તો બીજું ઘર લઈને જતા ન રહેતા?”
હું ઉભો થયો અને કબાટમાંથી બે હજ્જારની નોટના આઠ બંડલ કાઢીને તેની સામે ફેંકતા બોલ્યો, “૧૫ લાખ હોતા તો તુ બીજે ઘર લઇ લેતો ને? લે આ સોળ છે, ચલ, ચાલવા માંડ...”
બંને હત-પ્રત થઇ ગયા. “ભાઈ, ૧૫ દિવસમાં દીકરીના લગન છે, તે પતી જવા ધ્યો, પછી અમે જતા રહીશું.”
“ભલે.. પણ યાદ રાખજે કે તેં જબાન આપી છે. એવું ન થાય કે દીકરીની મહેંદી પણ ના નીકળે ને તેને બાપના કે નાના ભાઈના મોત પર રોવા પિયર આવવું પડે.”
બંને કાંપતા ઉભા થયા, “માઈ-બાપ અમે ગરીબ છે, બીજે કશે જતા રહીશું.” અને જવા લાગ્યા. હું બોલ્યો, “પૈસા ઉઠાવ... એ તારા જ છે. અને તારી દીકરીના લગન પણ મારી તરફથી.. આજ પૈસાથી લગનમાં ખર્ચો કરજે, જેટલા વાપરીશ તેટલા હું ઉમેરી આપીશ.”
તેમના ગયા પછી થોડીવારે હું આગળ આવ્યો. સ્વાતી કાઉન્ટર પર બેઠી હતી ને મારો મેનેજર ઉભો હતો, બંને વાતો કરી રહ્યા હતા. મને જોતા જ તે મેનેજરને સંબોધીને બોલી, “લે આ તો અહી છે, તમે તો કહેતા હતા કે કિશન બહાર છે...” હું કશું બોલ્યો નહી. મેનેજર બોલ્યો, “ભાભીજી, મનેય ખબર નહોતી, મને એમ કે ભાઈ બહાર ગયા છે.” અને તે જતો રહ્યો. ખુરશી ખેંચીને મારા બેસતા જ સ્વાતી બોલી, “હમણાં બે અહીંથી ગયા, ભાડૂત હતા ને?”
“હા,એક પત્યો,. હવે બીજાના વારા કાઢવા પડશે.”
“મારી કહેલી વાત યાદ છે ને?”
“હા બેબી, ડરાવીશ ખરો, પણ પૈસા પણ સારા જ આપીશ. આને પણ સોળ આપ્યા અને દીકરીના લગનનો ખર્ચો પણ આપણે આપીશું.”
“સરસ.. મને એક વાત કહેવી છે, આપણે ઘેર જઈએ?”
હું હસીને બોલ્યો, “ચાલ.. ઘેર બે કામ થશે.” કહીને આંખ મારી.
ઘેર સોફા પર તે મને અડીને બેઠી, “કિશન, હવે તમારો શું પ્લાન છે? દારૂવાલા મેન્શનની વાત કરું છું.”
“બધું જ તો તુ જાણે છે.”
“હા, તમે કપિલને વેચાણ લખી આપવાના નથી, પણ હું તો તે પછીનું પૂછું છું.”
“પછી કશું નહિ.. આપણે તે મિલકત ઓપન માર્કેટમાં પાંચ ખોખામાં વેચી મારશું.”
“તો?”
“તો શું? કપિલના પૈસે આપણે પાંચ ખોખા કમાઈશું. ટૂંકમાં કપિલ સાથે ચીટીંગ.. એક પ્રકારનો બદલો.. બદલાની શરૂઆત.”
“તે કશું નહિ કરે?”
“કરશે જ. અને તે માટે હું તય્યાર છું. તુ જરાય ટેન્શન ન લે.”
સ્વાતી મને તાકી રહી, થોડીવારે તે મારો હાથ પકડીને બોલી, “કિશન, આપણે પાંચ ખોખા કમાઈશું, તમે કપિલને પણ નિપટી લેશો, મને વિશ્વાસ છે જ, પણ પૈસાને શું કરવા છે?”
“પૈસાને શું કરવા છે? તને રાજ નથી કરવું? રાણી નથી બનવું?”
“ઘણું કમાયા, અને ઘણું છે. અને હું તો રાણી જેવું જ ફિલ કરું છું અને રાજ પણ કરું છું, તમારા પર... હોટલ પણ સારી ચાલે છે, હું ચલાવીશ. બસ, પુરતું છે.”
“તુ કહેવા શું માંગે છે? પૈસા નથી જોઈતા તો શું હું કપિલને લખી આપું? એ તો કોઇકાળે હું કરવાનો નથી. આ તો શરૂઆત છે, તુ બોલીશ જ નહિ.”
“હું ક્યાં કહું છું કે કપિલને આપી દેજો... મારો વિચાર બીજો છે.”
“શું?”
“બચારા ગરીબોને બેઘર કરવાનું રહેવા ધ્યો, અને તે દરેકને વેચાણ લખી આપીને ઘર માલિક બનાવી ધ્યો.”
હું સ્વાતિને તાકી રહ્યો હતો. તે આગળ બોલી, “શું કહો છો? તમારા મોઢા પર તો કોઈ ભાવ જ નથી આવતા... ગુસ્સામાં છો, દુખી છો કે ખુશ છો? કાઈ કળાતું જ નથી. જે હોય તે એક્સપ્રેસ કેમ નથી કરતા? કે કેમ થવા દેતા નથી?”
મેં હસીને કહ્યું, “જો બેબી હું હસ્યો... જોવાયું ને? બધું તો એક્સપ્રેસ થાય છે.”
“મારી વાતનો તો કોઈ જવાબ આપ્યો નહિ. બીજી વાત, હોટલ હવે હું ચલાવીશ, મને મજા આવે છે.”
“ડાર્લિંગ, તુ મને સાધુ બનાવીને છોડીશ... ડન, તુ કહે એમ બધા ભાડૂતને આપણે માલિક બનાવી દઈશું, બસ? પણ તે પહેલા કપિલને થોડો ખંખેરી લેવો છે.” કહીને હું ઉભો થયો.
તે પણ ઉભી થતા બોલી, “તમે કહેતા હતાને કે ઘેર જઈને બે કામ થશે? બીજું કામ તો બાકી જ છે...”
તેને કિસ કરતા હું બોલ્યો, “એ કામ બાકી, પછી ઓવરટાઈમ કરી લઈશું...”
“પણ તમે જાવ છો ક્યાં?”
“વ્હીલ ખરીદવા... તને હોટલને ચલાવવી છે ને?”
***
(બાકી છે...)