Black Mail - 5 books and stories free download online pdf in Gujarati

બ્લેક મેઈલ - ૫

કપિલે ફોન કરીને મને ઓફિસ બોલાવ્યો.તેને અંદર એસ્ટીમેટ કરવા જેવો નથી. જોકે તેનામાં અને મારામાં એક તફાવત એ હતો કે તે પૈસાના જોરે બીજા પાસે કામ કરાવતો હતો, જયારે હું પોતે કામ કરું છું. ટૂંકમાં હું પોતે લડુ છું, જયારે તેને પોતાના માટે લડવા ભાડુતી માણસો રાખવા પડે, અને ભાડુતી માણસો કંઈ...... આ મારો એડવાન્ટેજ ગણી શકો.

“કામ કેટલે પહોંચ્યું? તુ બહુ ઢીલો છે, બહુ પંપાળે છે, એક-બે ને ત્રણ....” તે ભાડૂત વિષે બોલી રહ્યો હતો. મારી છઠ્ઠી ઇન્દ્રિય કહી રહી હતી કે કંઇક ખોટું છે. તેને શક થયો છે, મારા પર. તે પણ મારા પર નજર રખાવડાવતો જ હશે. અને સ્વાતી સાથેના મારા ઘનિષ્ઠ સબંધોને કારણે તેને મારા પર અવિશ્વાસ થયો છે. જે કાલે થવાનું હતું તે ભલેને આજે થઇ જાય... મને કોઈ ફરક પડતો નથી.

મેં કશો જવાબ આપ્યો નહિ, ફોનમાં તાકતો રહ્યો. તે અકળાઈને બોલ્યો, “કેટલો સમય લાગશે?”

“શેઠ, ભાડૂતો સાથે વાટા-ઘાટો ચાલે છે.” મેં બેફિકરાઈથી જવાબ આપ્યો.

તે ચિડાયો, “ઘંટો વાટા-ઘાટો? તને વાટા-ઘાટો કરવા રાખ્યો છે? અમને વાટા-ઘાટો કરતા નહોતી આવડતી?”

“શેઠ મારી સ્ટાઈલ અલગ છે.”

“સ્ટાઈલની મા નો ...... એક કામ કર ભાઈ, તુ ખસી જા. મેન્સન હું કહું તે પાર્ટીના નામે કરી દે, તે ભાડૂતો સાથે નિપટી લેશે.”

હું ઉભો થતા બોલ્યો, “વાંધો નહિ શેઠ, એમાં શું મોટી વાત છે? બાકીના બે કરોડ વીસ લાખ કાલે મોકલી આપો તો તમે કહેશો એના નામે હું લખી આપીશ.”

કપિલે અચાનક રંગ બદલ્યો અને વાત ફેરવી, “બેસ બેસ ગાંડા.. આટલી ઢીલાશ કરે તો મારે ક્યાં સુધી રાહ જોવાની? એક ચોક્કસ સમય તો આપ. હું જાણું છું, તને ઘણા કામ છે, જો તને સમય ન મળતો હોય તો આપણે બીજી વ્યવસ્થા કરીએ. અને હમણાં સુધીની તારી મહેનત પણ એળે થોડી જવા દેવાનો છું? વીસ લાખ બરાબર છે?”

“ના શેઠ, પૈસા મહત્વના નથી. પણ અડધેથી તમે મારી પાસેથી કામ લઈને બીજાને આપો તો મારી ઈજ્જત શું રહે? તમારું કામ મહિનામાં પતાવી દઈશ, પણ બાકીના પૈસા મને કાલે જ જોઇશે.” કહીને હું ફરી ઉભો થયો.

“ગાંડા, તને વિશ્વાસ નથી મારા પર?”

“શેઠ, આ જ વાત હું પણ કહી શકું ને? તમે વાત જ એવી કરી નાખી કે.....”

“અરે બેસ બેસ હવે.... ૫૦ પેટી કાલે મોકલું છું. બાકીના પણ તારા કહ્યા વગર મોકલતો રહીશ. તુ સહેજ ઉતાવળ રાખજે. ચલ છોડ, બીજી વાત કર... સ્વાતી જોડે તારું કેવુક ચાલે છે? એકને શું પકડી રાખી છે, મારી સાથે, પાર્ટીમાં આવતો-જતો રહે તો મજા કરાવી દઉં. વાત સાંભળી છે કે તુ સ્વાતી પર ખુબ મહેરબાન છે. સ્કુટર પણ તેં જ અપાવ્યું છે ને?”

હું હસીને બોલ્યો, “શેઠ હું પણ વેપારી છું.”

“બરાબર છે, પણ તારા જેવા માણસે ગળે ઘંટી બાંધવાની જરૂર નથી. જરૂર હોય ત્યારે પાંચના પચીસ ખર્ચી નાખવા સારા... અરે મને પણ ફક્ત ઈશારો કરે તો દર વીકે નવી નવી વેરાયટીઓ ચખાડું.”

કપિલને સ્વાતી ખટકી રહી હતી. તેની સાથેના મારા સબંધ ખટકી રહ્યા હતા. તેને ડર હતો કે સ્વાતી મને તેના વિરુધ ઉશ્કેરી શકે છે. “અરે શેઠ, ટાઈમ પાસ છે. હાથવગું હોય તો સારું એમ... જરૂર પડે ત્યારે ક્યાં શોધવા નીકળવું?”

“ચેતીને રહેજે તેનાથી.”

કપિલ સાંપ છે, પણ હમણાં દબાણમાં છે, એટલે ઢીલો લાગે છે. તેનાથી ચેતવાની જરૂર છે. પહેલીવાર, હા પહેલીવાર મારા દિલમાં ડર પેઠો. સ્વાતિને કારણે હવે હું ડરપોક બની રહ્યો હતો? કપિલને જો ખબર પડે કે સ્વાતી મારે માટે શું છે, કે સ્વાતિની મારે મન કેટલી કિંમત છે તો તે સ્વાતિનો ઉપયોગ કરીને મને ઘૂંટણીયે લાવી શકે...

ઓફિસનો દરવાજો નોક કરીને કપિલનો પીએ અંદર આવીને બોલ્યો, “મોટો મામો આવ્યો છે, ભગાડી દઉં?”

“ના, અંદર મોકલ.”

મોટો મામો સાંભળીને મારા કાન ચમક્યા. સ્વાતિએ કહેલ વાત યાદ આવી. તેને જોવો જ પડે. હું ઉભો થયો ને બોલ્યો, “કાલે ૫૦ પેટી, બરાબર શેઠ? હું જાઉં છું.”

અને ઓફિસમાં કાળો, લાલધૂમ આંખોવાળો, પેટાળો અને પસીને રેબઝેબ વ્યક્તિ પ્રવેશ્યો. ચીતરી ચડે એવો. કન્સ્ટ્રકશન ફિલ્ડમાં લગભગ મજુરો પંચમહાલના જ હોય છે, અને તે બધાને અહી ગોધરીયા કે મામા કહીને જ ઓળખવામાં આવે છે. અને તેમનામાંનો જ એક માથાભારે લેબર કોન્ટ્રાકટર બની જાય છે. અને દરેક સાઈટ પર જોઈતા મજુરો મોકલે છે. તેમની પીઠ પાછળ તેને મોટો મામો કહીને સંબોધવામાં આવે છે. અચ્છા તો આ મોટો મામો, લેબર કોન્ટ્રાકટર છે.. આ?? જોતા જ ચીતરી ચડે એવો સ્વાતી પર બળાત્કાર કરતો હતો? અને એ પણ મરજી પડે ત્યારે, વારંવાર? મારો જમણો હાથ ખિસ્સામાં ગયો. આઠે આઠ બુલેટ ધરબી દીધી હોય તો? ના, આ મગતરાને ગોળીઓ મારીને શું સેલીબ્રિટી બનાવવાનો છે? કાલે ૫૦ પેટી મળે પછી.... આવા મગતરાઓ તો રાત્રે સુતા પછી ઉઠતા જ નથી. અને કોઈ નોંધ પણ નથી લેતું.

***

હું અને સ્વાતી ઘેર હતા, ને મારો ફોન વાગ્યો. કપિલ હતો. સ્વાતી બોલી, “કોણ છે?”

“કપિલ.” કહીને હું નાકે આંગળી મુકીને ફોનમાં બોલ્યો, “હા શેઠ.”

“અમારો લેબર કોન્ટ્રાકટર મરી ગયો. સવારે ઉઠ્યો જ નહિ.” કપિલ ફોનમાં બોલ્યો.

“તો મને કેમ કહો છો? અચ્છા, તમે બેસણું રાખ્યું છે? ક્યાં રાખ્યું છે? હું પહોંચી જઈશ.”

“મને આશ્ચર્ય થયું કે...” તેની વાત કાપતા હું બોલ્યો, “શેઠ એમાં કશું આશ્ચર્ય જેવું ન હોય. વધારે પોટલી પીવાઈ ગઈ હશે અને એટેક આવી ગયો હશે.” કહેતા હું હસ્યો.

“તુ મને મળ.”

ફોન બંધ કરતા જ સ્વાતી બોલી, “શું થયું? કોણ મરી ગયું?”

“કપિલનો મોટો મામો...લેબર કોન્ટ્રાકટર.. સવારે ઉઠ્યો જ નહિ.”

સ્વાતી આંખો ફાડીને મને જ તાકી રહી હતી. “શું જુએ છે, સ્વીટી? તને સારું લાગ્યું ને?”

“તમે જ માર્યો છે ને?”

“ડાર્લિંગ ચાનું શું થયું? અને હવે ક્યાય એકલી જઈશ નહિ. બને ત્યાં સુધી ઘરમાં જ કે હોટલમાં જ રહેજે. જવું પડે તો આપણા મેનેજરને લીધા વગર જઈશ નહિ.” અને ઉભો થતા બોલ્યો, “ચાલ, તને હોટલ પર છોડી દઉં.”

“તમે ક્યાં જાવ છો?”

“કપિલ બોલાવે છે.”

“સંભાળજો....”

“હા, તુ ચિંતા ન કર.”

***

કપિલ ખિન્ન અને ગુસ્સામાં લાગી રહ્યો હતો. “સાલો કાલે તારી હાજરીમાં જ અહી આવ્યો હતો, ને આજે મરી ગયો...” અને મારી સામે વેધકતાથી જોતા બોલ્યો, “તેં જ માર્યો છે ને?”

“કેમ? તે મગતરાએ એવુ તો શું કર્યું હતું કે તેને મારી નાખવો પડે?” કપિલે તાળો મેળવી જ લીધો હતો. પણ મને કહી શકે એમ નથી કે તે સ્વાતી સાથે બળાત્કાર કરતો હતો એટલે તેં એને મારી નાખ્યો .”

“એટલે તેં નથી માર્યો?”

“શેઠ, તમે જાણો છો કે કોઈ કામ હું મફત કરતો નથી. અને આવા કામ માટે મારો ભાવ ૪૦ લાખથી સ્ટાર્ટ થાય છે. મામા જેવા શુદ્ર જંતુને મારવાના ૪૦ લાખ મને કોણ આપે?”

“સાળી મને સમજ નથી પડતી... વિશ્વાસ જ નથી થતો.” અને મારી સામે જોઇને બોલ્યો, “તને કોઈ પૈસા સિવાયના ફોર્મમાં કિંમત ઓફર કરે તો?”

“હા, તો ચોક્કસ... પણ તેનું મુલ્ય ૪૦ પેટીને સમાંતર હોવું જોઈએ.”

“ચોક્ખો હા કે ના માં જવાબ આપ, તેં માર્યો છે કે નહિ?”

મને મજા આવી રહી હતી. હું બોલ્યો, “માર્યો હોય તો પણ તમને શું ફરક પડ્યો? કે તમારા કામ અટકી ગયા કે જહાજ ડૂબી ગયા?”

કપિલ માથું ધુણાવીને બોલ્યો, “કઈ સમજાતું નથી... તેને મારવામાં આવ્યો છે, તે સો ટકા ... તુ નથી તો પછી???” તેના મનમાં સ્વાતિનું નામ હતું પણ બોલ્યો નહિ.

“તમે શેઠ... “

“હું?”

હું હસીને બોલ્યો, “હા, એવા ભોંકાતા કેટલાયે કાંટા તમે કઢાવી નાખ્યા છે.”

***

(છેલ્લું પ્રકરણ બાકી છે. )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED