Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

શ્રેણી
શેયર કરો

સંબંધો ની આરપાર..... પેજ - ૧૩


પેજ નં. ૧૨ થી આગળ..
---------

મેનેજર મી.મહેતા એ બોલવા નુ શરું કર્યું. 

ફસ્ટ ઓફ ઓલ થેન્કસ ઓલ ધી બેન્ક ઓફિસર્સ ફોર એસેપ્ટ અવર પ્રપોઝલ ઓફ અવર ન્યુ વેન્ચર વીચ ઈસ કમીંગ વેરી સુન એટ બેંગ્લોર. એસ યુ ઓલ આર વેરી મચ અવેર એબાઉટ ધેટ સો મેની બેન્ક્સ આર રેડી ટુ ડુ એન્ડ રેડી ટુ મેન્ટન ગુડ એન્ડ લોન્ગ ટર્મ બિઝનેસ રીલેશનશીપ વીથ પ્રયાગ ગ્રુપ, ઈવન.. ધેર આર સો મેની પ્રાઈવેટ, એસ વેલ એસ ફોરેન બેન્કસ આર ઈન્ટરેસ્ટેડ ટુ ડુ બિઝનેસ વીથ અસ;
 બટ ધીસ ઈસ નોટ અવર પોલીસી ટુ કીપ સાઈડ ટુ ધોસ પીપલ્સ હુ ઓલ્વેસ હેલ્પડ અસ એન્ડ ઓલ્વેસ વીથ અસ. સો વી ડોન્ટ વોન્ટ ટુ ગો એની અધર બેન્ક.
વી બીલીવ ધેટ અવર બેન્ક હેલ્પડ અસ એન્ડ કીપ ટ્રસ્ટ ઇન અસ સીન્સ અવર બીગેનીંગ. સો ઈટ ઈસ અવર મોરલ ડ્યુટી ટુ ગીવ મેક્ષીમમ બિઝનેસ ટુ અવર બેન્ક ઓન્લી. વેન અવર બેન્ક વીલ ફીલ અનકમ્ફર્ટ વીથ અસ ઓર વીથ અવર બીઝનેસ મોડ્યુલ ધેન ઓન્લી વી વીલ ગો ટુ અધર બેન્ક.
નાઉ પ્લીઝ લેટ મી નો....વોટ ઈસ ધ સ્ટેટસ ઓફ અવર પ્રપોઝલ એબાઉટ અવર અપકમીંગ પ્રોજેક્ટ એટ બેંગ્લોર..?

મેનેજર મી.મહેતા એ એવી રીતે રજુઆત કરી કે બેન્કના ઓફિસર્સ એક બીજા ની સામે જોવા લાગ્યા. 
પ્રયાગ ગ્રુપ બેન્કના સહયોગ થી અને તેમના સ્ટાફ ના બિહેવીયર થી ખુશ હતા, જ્યારે બેન્ક પણ પ્રયાગ ગ્રુપ ના વ્યવહાર થી ખુશ હતી...તો હવે બીજુ કશુ વિચારવાનું ક્યાં આવે ?

પણ મહેતા સાહેબે ઈશારા ઈશારા માં કહી તો દીધુ જ હતુ કે જો તમે ના કહો તો બીજી બેન્ક અમારા પ્રોજેક્ટ માં ફાઈનાન્સ કરવા તૈયાર જ છે.
બેન્ક ના સી.એ. માથુર સાહેબ બોલ્યા....યસ મી.મહેતા યુ આર એબસ્યુલેટલી રાઈટ એટ યોર એન્ડ. વી .....એસ અ બેન્કર ઓલ્સો ફીલ વેરી પ્રાઉડ ટુ હેવ અ પ્રયાગ ગ્રુપ એસ અવર પ્રીમીયર કસ્ટમર.

પરંતુ અમારી પણ અમુક ફોર્માલીટીઝ હોય તે પણ અમારે પુરી કરવી પડે.સો વી આર ડુઇંગ ધેટ ઓન્લી.  સો ડોન્ટ વરી એબાઉટ ઓલ.

મેનેજર સાહેબ બોલ્યા....મી.મહેતા આપને આજે અંહિ બોલાવાનુ રીઝન એકજ છે કે અમે ખાત્રી કરવા માંગીએ છીએ કે આ પ્રોજેક્ટ તમને કેટલો વાએબલ છે...? અને તમે તેને કેટલા સમય મા તેને પુરો કરી અને તેને શરૂ કરી શકોછો. ?
બીજુ કે સપોઝ તમે ભવિષ્ય માં એક્ષપાનસન કરો આ પ્રોજેક્ટ માં તો તે સમયે અમારી બેન્ક ની સાથે રહેવાના ?

સવાલો બધા નોર્મલ જ હતા, એટલે મહેતા સાહેબેજ જવાબ આપ્યો. 
સર.. પ્રયાગ ગ્રુપ નો આ પ્રોજેક્ટ સાઉથ ઈન્ડીયા ની શાન બની શકે તેમ છે.  જો બધુ જ અમારી ગણતરી મુજબ નુ જ થશે તો પ્રયાગ ગ્રુપ આવનારા પાંચ વર્ષ મા બીજા બે યુનીટ આજ પ્રોડક્ટ બનાવવા માટે શરુ કરશે. જેમાં હાલ અમને કોઈજ પ્રોબ્લેમ દેખાતો નથી. તથા અમને જો થોડી મોડી સફળતા મડસે તો પણ ત્રણ વર્ષ માં જ અમે અમારા ઈન્વેસ્ટમેન્ટ ને રીકવર કરી લઈશુ. એટલેકે પ્રયાગ ગ્રુપ નો પ્રોજેક્ટ છે એટલે સફળ તો થવાનોજ છે.

મી.મહેતા ની રજૂઆત અને તેમનો આત્મવિશ્વાસ એટલો મજબુત અને ધારદાર હતો કે બેન્કના ઓફિસર્સ પાસે કોઈ સવાલો નહોતા બચ્યા. 

ઓકે. મી મહેતા આપના ડોક્યુમેન્ટસ અમારી બેન્ક ના નિયમ મુજબ સી એ. સર્ટીફાઈડ કરાવી ને મોકલી આપજો.

એક્ચ્યુઅલી પ્રયાગ ગ્રુપ ના મોટા કામકાજ ને લીધે ઓફીસ માં જ ઈનહાઉસ સી.એ. તથા સી.એસ. હતાજ, અને આખી ફાઈલ પહેલેથી જ સી.એ.સર્ટીફાઈડ હતી.

મહેતા સાહેબે ધ્યાન દોર્યુ બેન્ક ઓફિસર્સ નુ....સર વી હેવ ઓલરેડી સબમીટેડ સી.એ. સર્ટિફાઇડ ડેટા ઓન્લી. 

બેન્ક ઓફિસરે ફરી થી ધ્યાન થી ડોક્યુમેન્ટ જોયા....એટલે બોલ્યા...
સોરી મી.મહેતા ઈટસ ઓલરેડી ડન.


એનીવેસ...બેન્ક ના સીનીયર જી.એમ. બોલ્યા ..અમારી બેન્ક આપની ઑફર ને સ્વીકારવા તૈયાર છે, અને લગભગ આપની ડીમાન્ડ મુજબ અમે પુરેપુરી લોન આપીશુ, એમ હાલ ના તબક્કે અમને લાગે છે, પરંતુ  તમારે અમને એક વધારાની ગેરન્ટી આપવી પડશે...!!

અંજલિ આખી મીટીંગ પુરી થવા આવી અને લોન એપ્રુવ થવા આવી ત્યાં સુધીમાં એક પણ શબ્દ બોલી ન્હોતી. ગેરન્ટી ની વાત આવી એટલે તેણે મેનેજર મી. મહેતા ની સામે જોયુ ખાલી. 

મહેતા સાહેબે બેન્કના જી.એમ ને પુછ્યુ....યસ સર પ્લીઝ કહો શુ ગેરન્ટી જોઈએ આપને ??

જી.એમ. સાહેબ બોલ્યા...બસ બીજુ ખાસ કઈ નહિ, પણ જો પ્રયાગ ગ્રુપ સાઉથમાં જ્યારે પણ એક્ષપાનસન કરે તો તે બીઝનેસ પણ અમારી બેન્ક સાથે જ આપ કરશો.


મહેતા સાહેબે હલકી સ્માઈલ સાથે જવાબ આપ્યો, ઓહ ધેટૂસ ટ્રરયુ જી.એમ.સર ..એન્ડ વી ઓલ્સો ફીલ હોમ્લી એટમોસ્પીયર વીથ યોર બેન્ક, સો વી કેન નેવર થીંક ટુ ગો એનીવેર એક્ષેપટ યોર બેન્ક. એન્ડ વી આર ગીવીંગ ગેરન્ટી ફોર ધેટ.

જી.એમ.સાહેબ મીટીંગ નુ સમાપન કરતા બોલ્યા...
ઓકે ...અંજલિ મેડમ એન્ડ યોર ટીમ મેમ્બર્સ.....યોર લોન ઈસ એપ્રુવ્ડ ...એન્ડ વી આર ગોઇંગ ટુ ફીનીસ અવર ટુ ડેસ મીટીંગ. આટલુ બોલી ને જી.એમ.સાહેબે મીટીંગ ને પુરી કરી.

અંજલિ એ તેના અને પ્રયાગ ગ્રુપ વતી હાજર રહેલા દરેક સભ્યો નો આભાર માન્યો. તથા જી.એમ. સાહેબ ને મળી અને પ્રયાગ ગ્રુપ પર મુકેલા વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કર્યો. 

અંજલિ એ મી.મહેતા ને ,મી આચાર્ય ને તથા મી.ચતુર્વેદી ને કોન્ગરેચ્યુલેટ કર્યું, અને ત્રણેવ નો આભાર વ્યક્ત કર્યો. 

મીટીંગ પુથી થઈ ગઈ હતી, સાંજ ના ચાર વાગ્યા હતાં. અંજલિ દરોજે સાંજ ના છ વાગ્યા સુધી ઓફીસમાં બેસતી, અને હજુ બે કલાક જેટલો સમય બાકી હતો, એટલે તેણે ઓફિસ જવાનું પસંદ કર્યું. 

મેનેજર મહેતા સાહેબ તથા બીજા કર્મચારી ઓ તેમની કાર માં ઓફીસ જવા રવાના થયા. 
જ્યારે...
અંજલિ તેની કાર માં ઓફીસ જવા રવાના થઈ. 

*****
 
ફરીથી અંજલિને ગઈકાલે પાર્ટી માં જે પ્રમાણે ગોઠવણી થઈ હતી તે પાછુ યાદ આવ્યું, એટલે સીધો જ મેરીયોટ ના મેનેજર ને ફોન જોડ્યો. 

હોટેલના મેનેજર નાં મોબાઈલ ના સ્ક્રીન પર જેવુ અંજલિ મેડમ નામ ફ્લેશ થયુ, એટલે તરતજ સતર્ક થઈ ગયા.

યશ...ગુડ ઈવનીંગ મેડમ....કોઈ તકલીફ  તો નહોતી પડી ને અમારા સ્ટાફ વતી થી  પાર્ટી  માં ...? ફોન ઉપાડી ને તરતજ મેનેજર સાહેબ બોલ્યા. 

વેરી ગુડ ઈવનીંગ.....મેનેજર સાહેબ...જરા ગઈકાલ ની મારા દીકરા ની પાર્ટી નું બીલ મોકલી આપશો મને પ્લીઝ...?

જી મેડમ....થોડીક જ વારમાં આપને સોફ્ટ કોપી મેલ કરાવી આપુ છુ. અને હાર્ડ કોપી આપને આજે કુરિયર દ્વારા મોકલી આપુ છુ. જે આપને આવતી કાલે મળી જશે.

ઓકે ગુડ...થેન્ક યુ વેરી મચ...કહી ને અંજલિ એ ફોન મુક્યો. 

કાર માં બેઠી હોય અંજલિ ત્યારે હંમેશા ઓછી અને જરૂર પુરતી જ વાત કરતી, જેથી બિન જરૂરી કોઈપણ માહિતી ક્યાંય પણ પહોંચી ના જાય....આ વસ્તુ તેણે અનુરાગ પાસે થી શીખી હતી.

ડ્રાઈવર તેનુ કામ કરી રહ્યો હતો, કાર ધીમેધીમે પ્રયાગ ગ્રુપ ની ઓફીસ તરફ આગળ વધી રહી હતી. 
અંજલિ બોલ્યા વિના જ કંઇક વિચારી રહી હતી. બેન્ક પ્રયાગ ગ્રુપ ની ઓફીસ થી બહુ દુર નહોતી, એટલે અંજલિ ની ગાડી ઝડપ થી પાછી ઓફીસ પર આવી ગઈ.

અંજલિ ની કાર ની એન્ટ્રી થતાની સાથેજ બધા કર્મચારી પોત પોતાના કામ માં વ્યસ્ત થઈ ગયા. 

અંજલિ કાર માં થી ઉતરી ને સીધા એની કેબીનમાં ગઈ.
પ્યુન તરતજ અંજલિ ની કેબીનમાં પાણી અને કોફી નું પુછવા આવી ગયો.
એક કામ કરો અંજલિ બોલી....મારી કોફી બનાવી દો...

જી મેડમ....કહી ને પ્યુન અંજલિ માટે કોફી બનાવવામાં વ્યસ્ત થઈ ગયો. આમ તો ઓફીસ માં મહારાજ હતા જ, પણ અંજુ ની કોફી હંમેશા તેનો પ્યુન જ બનાવે, ઓછી ખાંડ ની અને સહેજ કડક કોફી અંજલિ ને પસંદ હતી, જે તેનો પ્યુન સારી બનાવતો હતો.

પ્યુન થોડીકવાર મા જ અંજલિ માટે કોફી બનાવીને લઈ આવ્યો અને અંજલિ મેડમ નાં ટેબલ પર તેમના મન પસંદ વ્હાઇટ કલર ના મગ પર ગોલ્ડન કલરમાં   અંગ્રેજી માં પ્રયાગ લખેલુ હતુ તે સર્વ કરી ને ગયો.

અંજલિ એ હજુ તેના મન પસંદ મગ માં ગરમાગરમ કોફી નો પહેલો સીપ લેતી હતી નેજ ઈન્ટરકોમ પર મી.મહેતા નો કોલ આવ્યો ..

મેડમ જો આપ બીઝી ના હોવ તો આજ ની મીટીંગ ના ડોક્યુમેન્ટસ માં આપની સાઈન કરવા ની છે આપને, અને આપની સુચના મુજબ ગઈકાલ ની હોટલ મેરીઅટ ની પાર્ટી ના બીલ નો મેઈલ આવ્યો છે, તો આપ રજા આપો તો હું બન્ને કામ લઈને આવુ.

સ્યોર મહેતા સાહેબ...આપ આવી શકો છો,..અંજલિ એ કોફી પીતા પીતા મગ ને સાઈડ માં રાખી અને જવાબ આપ્યો. 


થેન્ક યુ મેડમ...કહી ને મહેતા સાહેબે ફોન મુક્યો...અને અંજલિ એ વિચારતાં વિચારતા તેની મન પસંદ કોફી પુરી કરી.

લગભગ પાંચ મી મીનીટે દરવાજા પર મહેતા સાહેબે દસ્તક દીધી...નોક નોક....!!
યસ મી.મહેતા પ્લીઝ કમ ઈન...કહી અંજુ એ અંદર આવવા માટે  રજા આપી.

મહેતા સાહેબ વિવેક પુર્વક અંજલિ ના ટેબલ ની સામે ઉભા રહ્યા હતાં અને બોલ્યા....મેડમ આજની મીટીંગ ની મિનિટ્સ....તથા બેંક ઓફીસર નો લેટર...જેના પર આપની સાઈન જોઈએ છે.

દરેક મીટીંગ માં શુ ડીસકસ થયું, કોણે શુ રજુઆત કરી, અને શુ કનક્લુસન આવ્યુ તેની ઝીણાં માં ઝીણી વિગતો ની નોંધ રખાવતી અંજલિ, જેથી ભવિષ્યમાં રેફરન્સ માટે કામ આવે અને કોઈ ભૂલ થતી હોય તો અટકી જાય.

અંજલિ એ પેપર્સ પર નજર નાંખી અને સાઈન કરી દીધી. 

મેડમ...આ મેરીયટ નુ બીલ...આપનાં કહેવા મુજબ લાવ્યો છુ.મહેતા સાહેબે અંજુ ના ટેબલ પર એક બીલ મુક્યુ.

જી મહેતા સાહેબ.   હસી ને અંજલિ એ બીલ હાથ માં લીધુ, બીલ મા ખાલી ગઈકાલ ની પાર્ટી નો ઉલ્લેખ હતો, કોઈ મોટી એમાઉન્ટ ન્હોતી, ફ્કત પચાસેક હજાર ની આસપાસ નુ બીલ હતુ, અને તે પણ પેઇડ હતુ.

આટલું મોટુ આયોજન અને તે પણ "મેરીયટ" જેવી હોટેલ માં...અને ફક્ત પચાસેક હજાર ની અંદર નુ બીલ, તે પણ પાછુ પેઈડ થઈ ગયેલુ.

અંજલિ ને ગળે વાત ના ઊતરી , એટલે કહ્યું કે એક કામ કરો મહેતા સાહેબ આ બીલ ને મુકતા જાવ પછી જોઈ લઉ છુ.

ઓકે મેડમજી...કહી ને મહેતા સાહેબ અંજુ ની કેબીનમાંથી નીકળી ગયા.

અંજલિ એ બીલ હાથ માં લીધુ અને ફરીથી જોયુ...સરપ્રાઇઝ થયુ એને, મારી ક્લીયર સૂચના હતી હોટેલમાં કે બીલ મારી ઓફીસ પર મોકલી આપજો...અંહિ થી ક્લીઅર થશે.. તો પછી ...?
એક તો બીલ સાવ નાની રકમ નું છે.  અને તે પણ ક્લીયર...? 
સમજાયુ નહિં અંજુ ને....એટલે તરતજ મેરીયટ મા ફોન જોડ્યો. 

મેનેજર અંજલિ મેડમ નો ફોન જોતાજ એલર્ટ થઈ ગયા.
જી..મેડમ.  હાઉ કેન આઇ હેલ્પ યુ ?

મેનેજર સાહેબ...હું અંજલિ....ગઈકાલ ની મારા દીકરા પ્રયાગ ની બર્થડે પાર્ટી વિષે આપની સાથે થોડી વાત કરવી હતી...શું આપ વાત કરવા માટે અત્યારે કમ્ફર્ટ છો ?

યસ...મેડમ ..નો પ્રોબ્લેમ...આપ કરી શકો છો.

મેનેજર સાહેબ....એક તો આટલી મોટી સંખ્યામાં મારા ગેસ્ટ હતા, અને આટલુ મોટુ અને ભવ્ય આયોજન હતુ, જેની પણ મને પ્રયાગ દ્વારા જાણ થઈ હતી....

જેનું બીલ ફક્ત આટલુજ ? પચાસ હજાર જેટલુ જ ?
અને તે પણ ઓલરેડી પેઈડ..  !

શું આપે ચેક કરી ને મને મોકલ્યું છે ? કોઈ ભૂલ નથી થતી ને આપના સ્ટાફ ની ?  અંજલિ એ મેનેજર ને પુછ્યુ. 

જી...નહી મેડમજી...

હોટેલ ની કોઈપણ મીસ્ટેક નથી થઈ.પરંતુ આપ ની પાર્ટી એ અમને પણ ધર્મ શંકટ માં મુકી દીધા હતા, એક્ચ્યુઅલી આપનો ફોન આવ્યો હતો પાર્ટી અંગે સુચના આપવા તેના પછી તરતજ એક બીજા વ્યક્તિ વિશેષ નો ફોન આવ્યો હતો, અને આખી પાર્ટી અમે એમની સુચના ને આધારિત જ સેટ કરી હતી, વળી આખી પાર્ટી નુ બીલ તેજ ક્લીઅર કરશે તેવી સ્પસ્ટતા તેઓએ પહેલેથી જ કરેલી હતી. અને જે ઓલરેડી આજે સવારે જ ક્લીયર થઈ ગયા છે.

અમે તેમને જણાવ્યું હતું કે સર..પાર્ટી તો અંજલિ મેડમ ની છે...તથા તેમની અમને સુચના છે કે બીલ અમારે પ્રયાગ સર ને પણ નથી આપવાનુ અને સીધુ અંજલિ મેડમ ને મોકલવા નુ છે..! પરંતુ તેમણે અમને એવુ કીધુ હતુ કે જરુર જણાશે તો તે પોતેજ આપને વાત કરી લેશે. પરંતુ બીલ ક્લીઅર કરવાનો આગ્રહ એમનો જ હતો. અમને એમ થયું કે આપને થોડુ બીલ પણ નહીં બતાવીએ તો અમારે ભવિષ્ય માં કદાચ આપના જેવા ક્લાયન્ટ ગુમાવવા ના પડે, એટલે બીલ ને સ્પલીટ કરી ને થોડુંક આપને મોકલ્યું, અને મને હમણાં જ માહિતી મળી કે તે બીલ પણ તે મહાનુભાવ દ્વારા જ ચુકવાઈ ગયુ છે.
એક્ચ્યુઅલી તેઓ પણ અમારા બહુ મોટા અને બહુ રીસ્પેકટેડ ક્લાયન્ટ છે. તેમના દરેક ગેસ્ટ અમારી જ હોટેલ માં  સ્ટે કરેછે, એટલે અમારે તેમને પણ રીસ્પેકટ આપવુ પડ્યુ છે..

અંજલિ મેનેજર ના જવાબ થી નારાજ થઈ ગઈ. 

અરે.  મી.મેનેજર હાઉ ઇસ ધીસ પોસીબલ ? તમે મારી પાર્ટી અને મારા દીકરા નું બીલ કોઈ બીજી વ્યક્તિ ને કેવી રીતે આપી શકો ??
અને તે પણ પાછુ મને ઈન્ફોર્મ કર્યા વીનાજ ...??

મેનેજર પણ થોડા ડરી ગયા...કે કદાચ અંજલિ મેડમ નારાજ થઈ જશે તો ....? એટલે ડરતા ડરતા જવાબ આપ્યો..

મેડમ....એક્ચ્યુઅલી તેમણે અમને એવુ કીધુ હતુ...કે તે પોતે જ આપને વાત કરી લેશે....એટલે ...અમે...તેમને ના કહી શકાય તેવુ કોઈ કારણ ના જણાયુ.

અંજલિ એ નારાજગી વાળા સ્વર માં પુછ્યુ....

ઓકે...આપ મને જણાવી શકશો ? કોણ છે તે મહાનુભાવ  ?????? કે જેમણે અંજલિ પર આવી મહેરબાની કરી છે...!

જી મેડમ....મી.અનુરાગસર.....છે તેઓ....જે અનુરાગ ગ્રુપ ના માલિક છે તે...!! 
 
અનુરાગ નુ નામ સાંભળતા જ અંજુ એક હરફ પણ ના ઉચ્ચારી શકી...જે અંજલિ હજુ થોડીક જ ક્ષણ પહેલા....નારાજ હતી...તેજ અંજલિ ના કાને અનુરાગ નુ નામ પડતા જ....જાણે... .હોઠ સિવાઇ ગયા અને હોઠો પર મૌન ધારણ થઈ ગયુ.

અંજલિ  એક પણ શબ્દ ના બોલી શકી...અને આંખો માં ઝડઝડીયા...આવી ગયા...ગડા માં ડુમો ભરાઈ ગયો....કંઈજ બોલી શકવા ની સ્થિતિ માં જ નહોતી અંજલિ..એટલે દબાતા અવાજે જ ફોન પર...ઓકે થેંક્યુ કહી ને ફોન કટ કરી દીધો.

અંજલિ બોલ્યા વિનાજ ચોધાર આંસુ એ રડી પડી. અને મનો મન અનુરાગ ને યાદ કરી રહી હતી...!!
હજુ કેટલુ કરવાનું બાકી છે આ માણસ ને ? મારા માટે...!!

આટલુ બધુ કર્યું છે તે શુ ઓછુ છે ?? તે હજુ આ પણ....?
બધુજ....ધન, વૈભવ, વ્યાપાર, ખુશી, સંપત્તિ...અને...અને...આ પ્રયાગ....ગ્રુપ...બધુ જ એમને તો આભારી છે..!!

અંજલિ એ ચુપચાપ તેની કેબીનમાં રડી લીધું....થોડીક મીનીટોમાં બધુ યાદ આવી ગયું તેને.
અંજલિ એ રડી લીધુ થોડુ....ખરેખર આ વેદના દુઃખ ની પણ નહોતી કે સુખ ની પણ નહોતી....રડવા જેવુ કારણ નહોતું છતા પણ અંજલિ તેની ભાવના ઓ ને વશ માં ના રાખી શકી.

વોશરૂમ માં જઈ ને અંજલિ એ તેના રડેલા ચહેરા પર પાણી ની છાલક મારી....ચહેરો ધોઈ નાખ્યો....અને ટોવેલ થી ચહેરા ને સાફ કરી  ને સ્વસ્થ થઈ ગઈ.....બહાર આવી ને ફરી થી તેની ચેર પર બેઠી... અને ટેબલ પર  ભરેલા પડેલા  પાણી ના ગ્લાસ માંથી આખો ગ્લાસ ભરી ને પાણી પી ગઈ....!!

થોડી સ્વસ્થ થયા પછી.....અંજલિ એ...મનોમન વિચાર્યું....
શુ કરુ ??? અનુરાગ સર ને ફોન કરુ ? કે ના કરુ ??

કરુ કે ના કરુ ?? ની દ્વિધામાં લગભગ પંદર મીનીટ વિચારો કર્યા....
આખરે ખુબ વિચાર કરી ને અંજલિ એ પોતાનો મોબાઈલ હાથ મા લીધો.......અને.....મોસ્ટ ઈમ્પોર્ટન્ટ ના લીસ્ટમાંથી અનુરાગ સર નો નંબર ડાયલ કરવા .....બટન દબાવ્યુ.....!!



***********      ( ક્રમશ: )    *******