Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

સંબંધો ની આરપાર.... - પેજ - ૧૪

પેજ -૧૩ થી આગળ..
અંજલિ એ અનુરાગસર ને ફોન કરવા માટે મોબાઈલ હાથ માં લીધો..


હવે આગળ.....

*******

અંજલિ એ મોબાઈલ હાથમાં લીધો અને અનુરાગ સર ને ફોન કરવા બટન દબાવ્યુ....અને તરત જ કટ કરી નાાંખ્યો ફોન. 

શુ કરુ ? ફોન કરુ કે ના કરુ ??
ફોન કરુ અને અનુરાગ સર ઉપાડે તો શું કહેવું મારે ? કેમ તમે પ્રયાગ ની બર્થડે પાર્ટીનું બીલ ચુકવ્યું  ??

કેમ તમે પ્રયાગ ની બર્થડે પાર્ટી માં હોટેલ માં સૂચના આપી ને ભવ્ય પાર્ટી નું આયોજન કર્યું  ?

કેમ તમે મને કશું ઈન્ફોર્મ કર્યા વગર જ કર્યું આ બધુ ??

કેેમ ??કેેમ ?? કેેમ ???

અંજલિ ને કઈ સમજાયું નહીં....મોબાઈલ માં લગાવેલો નંબર કટ કરી નાંખ્યો અને....વિચારો માં ચઢી ગઈ...

અંજલિ ને એકદમ હોંશ આવ્યો....!!
શુ કરી રહી છુ હું  ??
શુ હું જે કરવા જઈ રહી છુ તે યોગ્ય છે ??

શું અનુરાગસરે જે કર્યું તે ખોટુ હતુ ??
જો અનુરાગસર મને સામો આવો સવાલ કરશે તો હું શુ જવાબ આપીશ ??
શું એમનો મારા પર કોઈ હક નથી ??

પોતાના જ સવાલો માં અંજલિ ગુંચવાઈ ગઈ...પોતાના જ સવાલો ના જવાબ અંજુ પોતેજ નાં આપી શકી એટલે મોબાઈલ ને સાઈડ માં મુકી દીધો. અને બીલ ને ટેબલ પર મુક્યું..અને વિચારો માં ખોવાઈ ગઈ.....એના ભૂતકાળમાં...!!

એવા સ્મરણો માં જેમાં એને રહેવું અને મ્હાલવુ હંમેશા........ ગમતું હતુ....! ક્યારેક અંજલિ ને તે સ્મરણો ને વાગોળવા હોય...તેમાં જીવવું હોય...પરંતુ બીઝનેસ માં એટલી બધી ગળાડુબ થઈ ગઈ હતી કે....બસ...!!

અંજલિ પોતાના વિચારો માં ખોવાઈ ગઈ, થોડીક વારમાં જ દરવાજા પર નોક..નોક..નો અવાજ સંભળાયો....એટલે સફાળી જાગી ગઈ..
અંજુ એ જોયુ તો પ્યુન તેની બેગ લેવા આવી ગયો હતો. અંજલિ એ સામે ની વોલ પર લાગેલા વોલ ક્લોક પર નજર કરી તો ...૬ વાગી ગયા હતા. અંજલિ નો આ નિત્યક્રમ હતો...એટલે પ્યુન હાજર થઈ ગયો હતો.
અંજલિ એ પ્યુન ને અંદર બોલાવી લીધો....યસ...આવી જાવ...
પ્યુને અંજલિ ની કેબીન માં થી તેની બેગ લીધી અને કેબીન માથી નીકળી ગયો. 
અંજલિ તેની કેબીન માં રાખેલા મંદિર માં ભગવાનને દિવો કરવા ઉભી રહી ગઈ....દિવો કરી ને અંજલિ ભગવાન ને પગે લાગી ને ઘરે જવા માટે નીકળી ગઈ.

બધાજ કર્મચારી ઓ તેમના કામ માં વ્યસ્ત હતા. રીસેપ્શન કાઉન્ટર પર બેઠેલી રિસેપ્શનીસ્ટે સુંદર સ્મીત સાથે અંજલિ ને..."જય અંબે" મેડમ કહી ને વિદાય આપી. 

ડ્રાઈવર કાર ને પોર્ચ માં લાવી ને તૈયાર  હતો.અંજલિ મેડમ ને જોતાજ કાર નો પાછલો દરવાજો ખોલી આપ્યો. અંજલિ તેની સીટ પર ગોઠવાઈ ગઈ, એટલે ડ્રાઈવરે કાર ને ધીમી ગતિએ ઘર તરફ હંકારી. અંજલિ હવે ઘર તરફ પરત ફરી રહી હતી...કદાચ એક વધુ સફળ કહી શકાય તેવા દિવસ ને સંપન્ન કરી ને...!!

ગાડી ધીમી કહી શકાય તેવી સ્પીડમાં ઘર તરફ આગળ વધી રહી હતી....સાંજ નો સમય હતો....પક્ષી ઓ પોત પોતાના માળા તરફ કુચ કરી રહ્યા હતા....શહેર નો ઘોંઘાટ ભર્યો ટ્રાફીક વધી રહ્યો હતો...તથા અંજુ ની કાર માં હંમેશા ની માફક ભજનો વાગી રહ્યા હતા. 

અંજલિ આજે થોડીક લાગણી માં ભીંજાઈ ગયેલી હતી....અનુરાગ સર ના આજના વ્યવહાર થી...પણ હોઠ અને મન વચ્ચે દ્ધન્દ યુદ્ધ ને પતાવીને આવી હતી આજે અંજલિ....મન અલગ કહેતુ હતું...શબ્દો હોઠ પર આવી ને રોકાઈ ગયા હતા...! પરંતુ મૌન જ ઉચિત લાગ્યું હતુ આજે....અંજુ ને. 
ગાડી શહેર નાં ખડભડીયા અને ઘોંઘાટ વાળા વાતાવરણ ને ચીરતી...તથા ડીસીપ્લીન વગર ના ટ્રાફીક ને વટાવતી... વટાવતી...પ્રયાગ બંગલો ના ગેટ પર બરાબર ૬.૩૦ વાગે આવી પહોંચી. 
પ્રયાગ બંગલો નો ગેટ...સમય મુજબ ખોલી નાખ્યો હતો...એટલે કાર સીધી જ બંગલો માં પ્રવેશી ગઈ...અને અંજલિ ને ઘર ના દ્વાર પર ઊતારીને ડ્રાઈવર કાર ને પાર્ક કરવા કાર હંકારી ગયો.

અંજલિ નો આજ નો દિવસ સફળ રહ્યો હતો. બેન્ક માથી લોન એપ્રુવ થઈ ગઈ હતી, એટલે ખુબ ઝડપથી પ્રયાગ ગ્રુપ સાઉથ ઈન્ડીયા માં પણ પોતાની ઉપસ્થિતિ ની તૈયારી કરવાનું હતુ હવે.

સાંજ ના ૭.૧૫ આસ પાસ નો સમય એટલે... પ્રયાગ બંગલો માં સંધ્યા આરતી નો સમય...અંજલિ સાંજે ઘરે પહોંચી અને ફ્રેસ થઈ ને સૌથી પહેલા ઘર મંદિર માં...માં અંબાજી ની આરતી અને પુજા કરતી...એટલે તેના નિત્યક્રમ મુજબ તે આરતી પુજા માં વ્યસ્ત થઈ ગઈ. 

પ્રયાગ ઈન્ડસ્ટ્રીઝ ની ઓફીસ પણ સામાન્ય રીતે  ...સાંજે ૭. ૧૫ ની આરતી કર્યાં પછી જ બંધ થતી હતી. ઓફીસમાં પૂજારી સંધ્યા આરતી કર્યાં પછી બધા ને પ્રસાદ વહેંચાય પછીજ બધો સ્ટાફ ઘરે જતા.

અંજલિ ખુબ ધાર્મિક હતી...અને કદાચ તેનાં આટલા ધર્મ કરવાની આદત ના લીધે જ પ્રયાગ ગ્રુપ આટલું ઝડપથી અને મજબૂત રીતે સફળ થઈ રહ્યું હતું.  કારણો જે પણ હોય બસ એક વાત નક્કી હતી કે..પ્રયાગ ગ્રુપ નો ગોલ્ડન સમય ચાલી રહ્યો હતો. 

આમ જોવા જઈએ તો પ્રયાગ નાં જન્મ પછી...અંજલિ એ દરેક ક્ષેત્ર માં સફળતા હાંસલ કરી રહી હતી. એટલે બીજી રીતે જોઈએ તો પ્રયાગ ના પગલે અંજલિ ના સારા દિવસો અથવા સારો સમય ચાલુ થયો હતો. જોકે આમ જોવા જઈએ તો અંજલિ પરણી ને ઘર માં આવી ત્યારે પણ કોઈ જાત ની તકલીફ તો ન્હોતી જ...!
હા એટલું સાચુ કે પરણ્યા પહેલા અંજુ વિશાલ કરતા થોડાક મધ્યમ પરિવાર માં થી આવી હતી તે જરૂર. 
પણ અંજલિ તેના મમ્મી અને પપ્પા નું ખુબ રિસ્પેક્ટ કરતી.ઓછી આવક હતી છતા પણ ક્યારેય તેની મમ્મી કે પપ્પા એ સંતાનો ને ઓછુ આવે એવો વ્યવહાર નહોતો કર્યો. હંમેશા ખુબ લાડ થી ઉછેર કર્યો હતો.

અંજલિ નાં પપ્પા એટલે અશોકભાઈ...એટલે કે એક ખુદ્દાર સરકારી ઓફિસર.  ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા ની નોકરી હતી...પણ પગાર વ્યવસ્થિત હતો તેમનો. ઘર માં આખો પરિવાર તેમના પગાર પરજ નભતો હતો.
અંજલિ ના મમ્મી એટલે જ્યોતિબેન....ઘરકામ મા અને છોકરા ઓને ઉછેરવામાં વ્યસ્ત અને મસ્ત એકદમ.

અંજલિ ઘર માં મોટી હતી એટલે થોડીક પહેલા થીજ ગંભીર હતી.
******

સાંજ ના સમયે... ગૂગળ નો ધૂપ....અને ચોખ્ખા ઘી નાં દીવા ની સુગંધ થી પ્રયાગ બંગલો તથા પ્રયાગ ગ્રુપ ની ઓફીસ મહેકતી હતી તથા બન્ને વ જગ્યા પર પવિત્ર વાતાવરણ નો અહેસાસ થતો હતો.

વિશાલ નો ઘરે આવવાનો સમય થઈ ગયૉ હતો. અને સાથે સાથે પ્રયાગ નો આવવા નો સમય પણ થઇ ગયો હતો. આમ તો પ્રયાગ રેગ્યુલર સમયે આવીજ જતો હતો, પરંતુ ક્યારેક એક્સ્ટ્રા ક્લાસીસ હોય તો તે એટેન્ડ કરે ત્યારે મોડા માં મોડા ૮.૦૦ વાગતા સુધીમાં ઘર માં હાજર હોય.

અંજલિ એ ઘરે આવી  ને ફ્રેશ થઈ ને તરતજ શેફ ને જમવાનું મેનુ આપી દીધુ હતુ....એટલે સાડા આઠ વાગતા સુધીમાં એટલે કે વિશાલ અને પ્રયાગ ના આવવા ના ટાઈમ સુધી રેડી હોય.

આ બધો અંજુ નો નિત્યક્રમ હતો...જેનું ખુબ સારી રીતે બધાય પાલન કરતા હતા ....અરે ખુદ અંજલિ એ પોતાના માટે પણ અમુક નિયમો બનાવેલાં હતા...અને તે નિયમો નુ પોતે પણ ચુસ્તપણે પાલન કરતી અંજુ.

આઠ વાગતા જ વિશાલ ની કાર ગેટ માથી પ્રવેશી અને પોર્ચ માં આવી ને ઉભી રહી ગઈ. ડ્રાઈવરે કાર માથી વિશાલ ને ઉતારી ને કાર ને પાર્ક કરવા મુકવા ગયો. 
પાછળ જ ...અંજુ નો લાડકો અને ઘર નો કુળ દિપક....પ્રયાગ પણ તેની માનીતી રેડ મર્સિડીઝ લઈને ઘર માં પ્રવેશ્યો અને સીધો જ કાર ને પાર્કિંગ માં લઈ ગયો....પ્રયાગ બંગલો ના પાર્કિંગ માં બધી ગાડી ઓ પોત પોતાના સ્થાને ગોઠવાઈ ગઈ હતી.

પ્રયાગ એટલે સાદગી નો આદર્શ નમૂનો....આટલુ બધુ ધન અને વૈભવ હતો, પણ ભાઈ ને કોઈપણ જાતનો મોહ નહોતો. 

આ બધુ ક્યાંથી આવ્યુ હતુ પ્રયાગ માં  ???

ક્યારેય અંજુ એ આવુ કશુંય શીખવ્યું નહોતું...પણ કોણ જાણે બહુ સીધો, ખુબ સરળ અને અને એકદમ શાંત હતો પ્રયાગ...!!

ઘરમાં પણ મમ્મી અને પપ્પા નું એટલુ બધુ રીસ્પેક્ટ કરતો હતો પ્રયાગ..પણ અંજલિ થી વધારે નજીક હતો. અને સામે અંજલિ પણ પ્રયાગ ની માં હતી...પ્રયાગ ની રગ રગ માં તેનું લોહી હતું....અંજલિ પ્રયાગ ના દરેક ધબકાર ને ઓળખતી હતી.

જ્યારે વિશાલ હંમેશા તેના કામ માં વ્યસ્ત રહેતો હતો...એટલે મમ્મી તથા પપ્પા બન્નેવ નો પ્રેમ અંજલિ એજ આપ્યો હતો પ્રયાગ ને...અને કદાચ એટલેજ અંજલિ થી પ્રયાગ વધારે નજીક હતો.

પ્રયાગ ઘર માં આવ્યો એટલે અંજલિ ને જોઈને તરતજ પગે લાગ્યો...વિશાલ ને પણ ત્યાં જ જોતા તેને પણ પગે લાગ્યો..!
મમ્મી હું ફ્રેશ થઈ ને આવુ છુ... કહી ને પોતાના રૂમ તરફ ચાલ્યો.

હમમમમ...બેટા જમવાનું તૈયાર જ છે...એટલે ડાઇનીંગ ટેબલ પર આવી જજો..અંજુ એ હસતાં હસતાં કીધુ.

જી મમ્મી...કહેતા પ્રયાગ તેના રૂમમાં ગયો.

વિશાલ કશુ બોલ્યા વગર જ પોતાના રૂમમાં જતો રહ્યો. 

સેવક...જે ઘર નો નોકર હતો તેણે ડાઇનીંગ ટેબલ ગોઠવવા નું શરૂ કર્યું. 
આજે જમવામાં...ભાખરી...રીંગણ બટાકા નું શાક,કઢી, ખીચડી,અડદ ની દાળ,પાપડ, કચુંબર બનાવ્યાં હતા.
સાંજ ના સમયે હંમેશા અંજુ લાઈટ જમવાનુ જ બનાવડાવતી હતી.
સેવકે બધુ જમવાનું તથા ત્રણેય ની ડીસ તથા બાઉલ અને પાણી ના ગ્લાસ ને ગોઠવી દીધા...
લગભગ પચ્ચીસ મીનીટ થવા આવી હતી...પણ વિશાલ કે પ્રયાગ આવ્યા નહોતા....એટલે

અંજુ એ સેવક ને મોકલ્યો...વિશાલ ના રૂમ માં તેને જમવા માટે બોલાવવા ,જ્યારે પોતે ગઈ પ્રયાગ નાં રૂમ તરફ....

પ્રયાગ બેટા ચલો જમવા કહી ને પ્રયાગ ના ડોર ને નોક કર્યું...

એ હા મમ્મી....આવ્યો ચલો...કહેતો પ્રયાગ સફેદ કુર્તા-પાયજામા માં સજ્જ થઈને રૂમ ની બહાર આવ્યો. અને હા મમ્મી....તારે વળી મારા દરવાજા ને નોક શુ કામ કરવાનો ?  સીધે સીધું તારે તો રૂમ માં આવી જ જવાનું હોય ને...!

હા બેટા....વાત તો બરાબર તારી...પણ તુ હવે મોટો થયો ને...એટલે...એમ કહેતા કહેતા અંજુ હસી.. !!

બન્ને વ માં- દિકરો સાથે જ ઉતર્યા અને સાથે જ ડાઇનીંગ ટેબલ પર જમવા માટે બેઠા.

વિશાલ આવી ગયેલો હતો તથા તેની....ચેર માં બેઠો હતો. સેવકે વિશાલ ની ડીસ માં જમવાનું પીરસી દીધુ હતુ. 

આમ ભલે જમવા માટે ત્રણેવ સાથે બેસે...પણ વિશાલ ક્યારેય અંજુ ની કે પ્રયાગ ની રાહ ના જોવે. 

જ્યારે અંજલિ એનાથી ઉલટું....પ્રયાગ અને વિશાલ ને મુકીને ક્યારેય જમતી નહી.
ત્રણેય જણા ડાઇનીંગ ચેર પર ગોઠવાયા....સેવકે હવે અંજલિ તથા પ્રયાગ ની ડીસ પણ તૈયાર કરી દીધી.
મા દિકરો અને વિશાલ ત્રણેય જણા સાથે જમવા બેઠા હતા.

જમતી વખતે દિવસ દરમ્યાન બનેલી...અગત્યની વાત હોય તો એકબીજાને હંમેશા સેર કરતા.

પ્રયાગ બોલ્યો....મમ્મી આજે તો ખુબ મઝા પડી ગઈ...કાલ ની પાર્ટી ના મારા બધાજ ફ્રેન્ડસ ખુબ વખાણ કરતા હતા, અને તેમાં પણ જે થીમ સેટ કરી હતી તમે...રજવાડી બધુ જ..તે મારા ફ્રેન્ડસ ને બહુજ પસંદ આવ્યું. 

સ્પેશિયલ યુ.એસ.થી પેલા પ્રેમ અને રોહન આવેલા છે તેમના પણ આજે ફોન આવ્યા હતા....તેઓ પણ બહુજ ખુશ છે. અને આ સન્ડે અમે બનાજ ફ્રેન્ડસ ડીનર માટે બહાર જવાનું પ્લાન કર્યું છે, તો જઉ ને મમ્મી  ??

હમમમ...બેટા..જવાનું જ હોય ને...તારા ફ્રેન્ડસ તને મળવા અને તારી બર્થડે પાર્ટી એટેન્ડ કરવા છેક યુ.એસ. થી આવ્યા છે...તો તારે પણ સાથે જવાનું જ હોય ને બેટા...! અંજુ બોલી. 

અરે હા મમ્મી....બન્નેવે તને જયશ્રી કૃષ્ણ કીધુ છે.

હમમમ..બન્નેવ ને મારા જયશ્રી કૃષ્ણ...અને આશીર્વાદ પણ. અંજુ એ બોલતા બોલતા વિશાલ સામે જોયું. 

વિશાલ પણ જમતા જમતા બોલ્યો કે આજે મારે કાંઈ વિશેષ નહોતું, નવી સાઈટ નું ખાત મૂહુર્ત નેક્સટ મન્થ પ્લાન કર્યું છે. હાલ જે સ્કીમ ચાલી રહી છે તેમાં હવે બહુ ધ્યાન આપવાની જરૂર નથી. 

ઓહ...ધેટ્સ ગુડ પપ્પા.....કોન્ગ્રેટસ ...પ્રયાગે ...તેના પપ્પા વિશાલ ને અભિનંદન આપ્યા. 

અંજલિ બોલ્યા વિના બન્નેવ ની વાત એક સારા શ્રોતા ની જેમ સાંભળતી હતી. પણ હવે અંજલિ બોલી....!

પ્રયાગ ગ્રુપ..નેકસ્ટ વીક બેંગ્લોર માં નવો પ્રોજેક્ટ સ્ટાર્ટ કરી રહ્યુ છે....જેનું ભૂમિપૂજન આવતા વીક ના સન્ડે નાં રાખ્યુ છે. આપણે બધાએ એક દિવસ માટે બેંગ્લોર જવાનું છે. 

ઓહ...વ્હોટ એ સરપ્રાઇઝ મમ્મી....એટલે આપણે હવે બેંગ્લોર માં પણ ??? પ્રયાગે ખુશ થતા કીધું. 

હમમમ...આજેજ આ પ્રોજેક્ટ માટે બેન્ક સાથે મીટીંગ હતી...અને તે સફળ રહી...બહુજ જલદી બેન્ક લોન આપી દેશે. ઓરલી તેમણે હા કહી દીધુ છે...ફ્કત થોડી ફોર્માલીટી પતાવવા ની છે બસ.

વિશાલે આપેલા નવી સાઈટ નાં સમાચાર ના કરતા અંજુ એ આપેલા નવા પ્રોજેક્ટ ના સમાચાર વધારે એક્સાઈટમેન્ટ થાય તેવા હતા.છતાં પણ કોણ જાણે કેમ પણ વિશાલ ના ચહેરા પર કોઈ પણ જાત ના હાવભાવ જ નહોતાં જણાતા. ના ખુશી....કે ના ગમ...!

વિશાલ નાં આવા વર્તન થી અમુક વખતે એને સમજવો અંજલિ માટે બહુ મુશ્કેલ થઈ જતુ હતુ. પણ અંજુ ક્યારેય આવી બાબત ને બહુ સીરીયસલી ન્હોતી લેતી.

વિશાલે....અંજુ ને નોર્મલ કોન્ગ્રેટ્સ કહ્યું અને પાછો જમવામાં વ્યસ્ત થઈ ગયો. 

પ્રયાગ ખુબ હોશીયાર હતો...દરેક ઝીણામાં ઝીણી બાબત ની તે ચતુરાઈ થી નોંધ લેતો હતો.

મમ્મી એ આટલી મોટી અને ખુશીની વાત જણાવી...પ્રયાગ ગ્રુપ...એકલા હાથે આટલો મોટો વહીવટ....અને એકલા હાથે જ નવો પ્રોજેક્ટ કરવા જઈરહી હતી તેની મમ્મી...જેના થી દેશ ને પણ ફેર પડવાનો હતો અને પ્રયાગ ગ્રુપ ને પણ....
પરંતુ વિશાલ ને તે વાત નો કોઈ ફેર પડ્યો હોય તેવું લાગતું નહોતુ.
પપ્પા કેમ આવું કરતા હશે ??? પ્રયાગ મનોમન બોલ્યો. 
પણ ગમેતેમ તોય પ્રયાગ  હતો તો...અંજલિ નો દિકરો ને...એટલે સમજે બધુંજ..પણ બોલે કશુ નહી.

બધાય જમીને છુટા પડ્યા...સેવકે તેનું કામ પતાવ્યું, વિશાલ તેના રૂમમાં ગયો જમીને, જ્યારે પ્રયાગ અને અંજુ બંગલા ની વિશાળ લોન માં ગોઠવેલા ઝુલા પર બેસવા ગયા.

આજે...પ્રયાગે અંજલિ ને કીધુ હતુ...કે ચાલ ને મમ્મી તારે કોઈ અગત્યનુ કામ ના હોય તો આપણે ગાર્ડનમાં હીંચકા પર બેસીએ.

અરે બેટા તારા થી વધારે અગત્ય નું મારે માટે શુ હોય ? કહી ને અંજલિ તેના પ્રયાગ સાથે બહાર લોન માં ગોઠવેલ ઝુલા પર આવી ને બેઠી.
જમ્યા પછી હવા ખાવા કે...પછી..દુનિયાદારી ની હવા જાણવા ?

બન્નેવ માં અને દિકરો ઝુલા પર ઝુલતા હતા.

મમ્મી તમને એક સવાલ કરી શકુ ?? જો તમે કહો તોજ...!!
અને જરૂરી પણ નથી કે મારા દરેક સવાલો નો તમારે જવાબ આપવોજ પડે. પ્રયાગ હંમેશા અંજલિ ને રીસ્પેક્ટ આપતો, એટલે માન થી જ બોલાવતો હતો, પણ ક્યારેક બહુ લાડ કરે અથવાતો બહુ પ્રેમ આવ્યો હોય ત્યારે અંજલિ ને ટુકારો કરી ને સંબોધતો.

હમમમ..તે પુછ ને બેટા.....અંજુ એ પ્રયાગ નાં માથે હાથ ફેરવતા ફેરવતા બોલી..આપણાં વચ્ચે ક્યાં એવુ છે કે કશુ ના પુછી શકાય એક બીજા ને ..?
તુ મારો દિકરો છે..અને તારા મન માં કોઈપણ સવાલ હોય તો તારે પૂછવો જોઈએ જ. હું તને જેટલા જવાબો આપવા શક્ય હશે તેટલાં આપીશજ.

હમમમ...મમ્મી..તો પપ્પા નું વર્તન કેમ આવું હોય છે ?? શુ તે આપણી એટલે કે તમારી પ્રગતિ થી ખુશ નહી હોય ??
શું તે નહિ સ્વીકારી શકતા હોય કે તે એકલા હાથે જે રીતે મહેનત કરીને આપણી કંપની ને આ સ્ટેજ પર પહોંચાડી છે....તે એમને નહીં સમજાતુ હોય ?

અને પપ્પા  નુ જે વર્તન હોય છે તે શું  યોગ્ય છે ?

અંજલિ એ આખી વાત ને શાંતિ થી સાંભળી....વચ્ચે કશુંય ના બોલી...પ્રયાગ ના દરેક સવાલ ને સમજવા નો પ્રયત્ન કરી રહી હતી.

પ્રયાગ ના મનમાં ઉદભવેલા સવાલ નો શાંતિ થી અંજલિ એ જવાબ આપ્યો. 
હમમમ....કહી ને અંજલિ બોલી....જો બેટા...એ વાત સાચી છે કે મારી મહેનતથી અને સૂઝબૂઝ થી આજે પ્રયાગ ગ્રુપ આ સ્થાને છે. 
અને પપ્પા હંમેશા એમના પોતાના કામ માં જ ખુશ રહેવા વાળા વ્યક્તિ છે. 
તેમ છતાં એક વાત માટે હું તેમની આભારી છું, કે ભલે તેમણે મને ક્યારેય કોઈપણ જાતનો સપોર્ટ નથી કર્યો..મારા કામ માં...કે નથી તેમણે ક્યારેય મને પુછ્યુ પણ નથી કે કામ કેમનુ ચાલે છે...?

પરંતુ એક વાત તેમની સારી છે કે ક્યારેય કોઈ કામ કરવામાં તેમણે મને ટોકી પણ નથી, એમણે કાયમ એકજ વાત કહી છે કે તને જે ઠીક લાગતુ હોય તારા કામ માં તે કર. હું તને કોઈ હેલ્પ નહીં કરું,પણ રોકીશ પણ નહીં. 
અને બહુ સાચુ કહુ બેટા તો મારા માટે તો આટલો સપોર્ટ પણ ઇનફ હતો.

અનુરાગ સર નાં હાથ નીચે તૈયાર થયેલી છુ હું......એટલે મને ક્યારેય કશો ડર હતો પણ નહીં. હા જ્યારે જ્યારે જરૂર પડી હતી અને પડતી હોય છે ત્યારે અનુરાગ સર.....અંજલિ ની આંખોમાં થી દડદડ કરતા આંસુ આવી ગયા...અનુરાગ સર બોલતા બોલતા.. અંજુ ના ગળે ડૂમો ભરાઈ આવ્યો....હવે બોલી નહોતી શકતી. 
પ્રયાગ ને પણ આમ અચાનક અંજલિ ને રળતા જોઈ ને શુ કરવુ સમજાયું નહીં, પણ તરતજ બાજુ ના ટેબલ પર પડેલી પાણી ની બોટલ માંથી ગ્લાસ ભરી ને પાણી આપ્યું...અને અંજુ ને પીવડાવ્યુ.

સ્હેજ સ્વસ્થ થઈ અંજુ અને બોલી....
બેટા અનુરાગ સર ની હંમેશા મને મદદ મળતી હતી...અને આજે પણ મારા વગર કીધે પણ તે હંમેશા મારી સાથે મારી મદદ માટે તૈયાર જ હોય છે.

પણ તને એક વાત કહુ બેટા...ક્યારેય તારા પપ્પા માટે અથવા કોઇ ના પણ માટે આવી ભાવના ના રાખતો.

"જે વ્યક્તિ જેવી હોય તે વ્યક્તિ ને તેવીજ સ્વીકારી લેવાની "
તો જીવન માં ક્યારેય દુઃખી નહીં થવાય બેટા.

અંજલિ રળી હતી...એટલે અવાજ થોડો બદલાઈ ગયો હતો. 

પ્રયાગ બોલ્યો....હમમમ મમ્મી તેનો મતલબ તો એમ થયો કે અનુરાગ સર નો તારા ઘડતરમાં અને જીવન માં બહુ મોટો હિસ્સો રહ્યો છે.

હા..બેટા જો એવું કહીએ તો પણ ખોટુ ના કહેવાય. અંજુ હવે સ્વસ્થ થવા લાગી હતી. 

પ્રયાગ નો સવાલો નો મારો હજુ ચાલુ જ હતો..
તો તો આપણે તેમના આભારી કહેવાઈએ...અને મારો અનુરાગ સર ના હાથ નીચે તૈયાર થવાનો નિર્ણય પણ યોગ્ય જ કહેવાય કદાચ.

હમમમ...સાચુ બેટા.....અંજલિ બોલી.

પરંતુ મમ્મી......એક વાત મને ના સમજાઈ.. કે અનુરાગ સર તને કેમ આટલી હેલ્પ કરતાં હતા ? અને કરી રહ્યા છે...???હજુ પણ...!

બેટા...તને અત્યારે નહીં સમજાય...તે વાત.....જ્યારે તુ એમની સાથે રહીશ  અને તૈયાર થઈશ પછી તને તેમનુ વ્યક્તિત્વ સમજાશે.

અને હા ...એમની સાથે જ્યારે હું કામ કરતી ત્યારે મેં કંપની માટે ખુબ મહેનત કરેલી હતી...અને લાખો..અને કરોડો નો બેનીફીટ થતો તે સમયે મારા કામ થી.
પરંતુ તે મારા કામ અને મારી કંપની પ્રત્યેની ફરજ હતી..એટલે મે પણ ક્યારેય તેનો જશ નહોતો લીધો,અને મને ક્યારેય મન માં એવો અહેસાસ પણ નથી થયો.

અચ્છા તો...શક્ય જે કે તેના લીધે જ કદાચ....અનુરાગ સર તને તારા દરેક કામ માં મદદ કરતા હશે....પ્રયાગ હવે વધારે સવાલો કરી રહ્યો હતો....!! 
અંજલિ એ વાત ને અને પ્રયાગ ના સવાલો ને અંહિ જ વિરામ મળે તેમ ઈચ્છતી હતી....એટલે ધીરે થી બોલી....

દિકરા હવે...સમય થઈ ગયો છે....આપણે સુવા જઈશુ ???

છેલ્લા..જવાબ માં અંજલિ એ સવાલ ને....વાતો માં ભેળવી દીધો.

પ્રયાગ પણ હોશીયાર હતો....સમજી ગયો કે મમ્મી ને હાલ જવાબ આપવાનું મન નથી...અથવા કદાચ આ યોગ્ય સમય નથી મારા પૂછવાનો....એટલે પ્રયાગે પણ અંજલિ ની વાત માં હા ભરી....

હમમમ...રાઈટ મમ્મી....ચાલો તો આપણે જઈએ....કહી ને પ્રયાગ ઉભો થયો...
ચલો બેટા..  કહી ને અંજલિ પણ સાથે ઉભી થઈ.....!

બન્ને વ માં ઊને દિકરો ઝુલા પર થી ઘર માં જવા ચાલવા લાગ્યા....!!



 *****  (  ક્રમશ: )*******