Sambhandho ni aarpar - 12 books and stories free download online pdf in Gujarati

સંબંધો ની આરપાર....પેજ - ૧૨


પેજ - ૧૧ નુું  અનુુુુસંધાન....

 પ્રયાગ  તો એમ પણ દરરોજે સવારે ૭.૦૦ વાગે ઉઠી જતો, પણ મમ્મી ને જોઈને જ પથારીમાં થી ઊભા થવે ની ટેવ એટલે...થોડોક ટાઇમ બેડ માં આરામ ફરમાવી લેતો.

   અંજલિ ની આંખો ભરાઈ આવી ..હજુ કાલે જ પ્રયાગ ની વર્ષગાંઠ ગઇ છે... અંજલિ ને પ્રયાગ બહુ જ વ્હાલો હતો. એનાં પોતાના જીવ થી પણ વધારે વહાલો. પ્રયાગ ને ખરોચ પણ આવે તો અંજલિ નો જીવ કપાઈ જાય. પ્રયાગ ના આવ્યા પછી જ અંજલિ ની ચઢતી ની શરૂઆત થઈ હતી. પ્રયાગ ને એકલા હાથે જ મોટો કર્યો હતો અંજુ એ...કોણ જાણે શું બંધન હતું બન્ને વ ને એક બીજા માટે પણ એક સામાન્ય માં- દિકરા કરતા વધારે જ લાગણી હતી બન્ને વચ્ચે.

 અંજલિ ને હગ કરી ને પ્રયાગ બોલ્યો....તમે જાવ મમ્મી ડાઇનીંગ ટેબલ પર હું તૈયાર થઈ ને આવુ છુ બસ.

અંજલિ જયારે પ્રયાગ ને ઉઠાડવા આવે ત્યારે બે કામ હોય તેને હંમેશા....૧ ) પ્રયાગ ને ઉઠાડવા નો.  અને ૨) પ્રયાગ ઉઠે ત્યા સુધી ...પ્રયાગ ના કપડા રેડી કરી ને એના  બાથરૂમ માં ગોઠવી દેવાના. 
 
 અંજુ ને પ્રયાગ માટે એટલી લાગણી હતી કે પ્રયાગ નું નાનાં માં નાનું કામ તે જાતે જોતી.

 પ્રયાગ પથારી માં થી બહાર આવી અને અંજલિ ને પગે લાગ્યો...અને સીધો બાથરૂમ માં રેડી થવા જતો રહ્યો. 
 
અંજલિ પણ પ્રયાગ ના બાથરૂમ માં ગયા પછી જ નીછે જતી...એટલે પોતે નીચે ડાઇનીંગ ટેબલ પર બધાય સાથે નાસ્તો કરી શકે એમા વ્યસ્ત થઈ ગઈ .

આજે સવાર ના નાસ્તા માં શેફે....આલુ પરાઠા ..દહીં આચાર ..લાલ - લીલી ચટણી ...ફ્રૂટ, ડ્રાય ફ્રુટ ...જ્યુસ અને ચ્હા-કોફી બનાવ્યા હતા.

અંજલિ, પ્રયાગ અને વિશાલ..દિવસ માં બે ટાઈમ સાથે બેસતા. સવારે નાસ્તામાં અને સાંજે ડીનર માંટે.

પ્રયાગ રેડી થઈ ને આવી ગયો હતો.ડાઈનીંગ ટેબલ વિવિધ જાતના નાસ્તા ઓથી ભરેલું હતું. 

અંજલિ એ પ્રયાગ ના પગ ના અવાજ પર થી જ ડાઇનીંગ ચેર પર બેઠા બેઠા સુચના આપી....બેટા.  ..પહેલા માતાજીને પગે લાગી ને આવજે.
પ્રયાગ મનોમન વિચારે.. કે ..હું નીચે આવુ...તે મમ્મી ને કહીને તો પગથીયા ઉતરતો નથી...તો આ મમ્મી ને....મારા આવવાની ખબર કેમની પડી જતી હશે..?  

પ્રયાગ ને પણ અંજલિ કહેતી તેમાં ખુશી થતી.

એ...હા મમ્મી...બસ...જુઓ પુજા રૂમ માં જ જઉ છુ ..પ્રયાગ બોલતો જાય અને...મન માં જ ખુશ થતો જાય. 

પ્રયાગ આજે બ્લુ જીન્સ અને રેડ ટીશર્ટ માં સજ્જ હતો.. હેન્ડસમ તો હતો જ અને આવા બ્રાઇટ કપડા માં  અને લહેરાતા વાળ માં નજર લાગે એવો લાગે કાયમ..

વિશાલ પણ હવે રેડી થઈ ને ડાઇનીંગ ટેબલ પર આવી ગયો હતો, અંજલિ..પ્રયાગ...વિશાલ...ત્રણેય જણા જ્યારે સાથે ડાઇનીંગ ટેબલ પર બેસે ત્યારે બધી વાતો થાય...સવાર ના થોડીક ઓછી થાય...ડીનર ટાઈમે થોડીક વધુ થાય...પણ ચર્ચા જરૂર થતી.

પ્રયાગ એની કોલેજ ની અને ફ્રેન્ડસ ની કરે, અંજુ તેના બીઝનેસ ના કોઈ ઈમ્પોર્ટન્ટ અને જણાવવા જેવા કામો ની કરે...જ્યારે...વિશાલ ખાલી સાંભળે....વિશાલ ક્યારેય એના કામ ની બહુ વાતો ના કરે. 
કોણ જાણે કેમ પણ વિશાલ ને કાયમ તેનુ કામકાજ અંજુ ના કામકાજ કરતા નાનુ અને ઓછું લાગતું...અને એટલેજ કદાચ તે પોતાના કામ ની બહુ ચર્ચા  કરતો નહી.

બરાબર ૯.૩૦ થતાં સુધીમાં...વાતો ની સાથે સાથે..પ્રયાગે તેનું ભાવતું બોર્નવીટા એટલે તેણે નાસ્તો અને બોર્નવીટા લીધુ હતુ...! ત્રણેવ જણા પોતાનો નાસ્તો પતાવીને પોત પોતાના કામ માં વ્યસ્ત થઈ ગયા. 
ત્રણેય જણા પોતાના કામ પર જવા રેડી હતા.

અંજલિ નો ડ્રાઈવર શાર્પ ૯.૩૦ વાગે એટલે અંજલિ ને ઓફીસ જવા માટે કાર ને તૈયાર જ રાખતો. મેડમ કાર સુધી આવે ત્યારે ગાડી માં અંજલિ ની બેગ, અગત્યની ફાઇલો, બધુ ગોઠવાઈ ગયું હોય. આ કામ અંજલિ નો ડ્રાઈવર જ કરતો.

ડ્રાયકલીન સાડી માં સજ્જ..અંજુ ઓફીસ જતા પહેલા ઘર કામ માટે  જરૂરી સુચનો આપતી જાય...એટલે અંજુ એ તેનું તે કામ પણ પતાવ્યું. 
વિશાલ ની કાર નો ડ્રાઈવર પણ તેની કાર લઈને તૈયાર હતો, એટલે વિશાલ પણ બહાર આવી ગયો હતો.
પ્રયાગ તેની કોલેજ ની કોઈ બૂકસ લઈને રાહ જોતો ઉભો હતો. પ્રયાગ કોલેજ જતા તેની કાર જાતેજ ડ્રાઇવ કરતો...ડ્રાઈવર ખાલી કાર ને તૈયાર કરી અને પાર્કિંગ માં થી પોર્ચ સુધી લાવી આપતો...!

પ્રયાગ બંગલો માં સવાર નો ૯.૩૦ આસપાસ નો સમય..એટલે પરિવાર ના સભ્યો નો પોત પોતાના કામ પર જવાનો સમય.
કોઇ ને જો ઘડીયાળ મેળવવું હોય તો...આ પરિવાર ના કામકાજ નાં સમય મુજબ મેળવી શકે.

સમય થતાં જ ત્રણેય જણા પોતાના રસ્તે જવા માટે નીકળ્યા. 

 અંજલિ હંમેશા તેની કાર માં શ્રીનાથજી નાં ભજન સાંભળતા સાંભળતા ઓફીસ જાય, તેની કાર માં હંમેશા પ્રભુ સ્મરણ...સ્મરણાંજલી ના ભજન નું સંગીત રેલાતુ  હોય. 

અચાનક જ અંજલિ ને કાલ વાળી ઘટના યાદ આવી, બર્થડે પાર્ટીનું આયોજન, તેની થીમ..તેનું ઝીમવટ ભર્યું આયોજન..બધુંજ. અંજુ ને હજુ કશુંજ સમજાતુ નહોતુ કે પાકુ શું બન્યું હતું..
પણ જે કઈ બન્યું હતું તે સુખદ હતું, અને એટલેજ અંજલિ ને કોઈ તકલીફ નહોતી થઈ. 
 
છતાં પણ અંજલિ એ નક્કી કર્યું કે ...તે હોટલના મેનેજર સાથે વાત કરી ને સમજી લેશે. અંજલિ ને થયું કે અત્યારે જ હોટલ ના મેનેજર ને ફોન કરુ...પણ પાછુ યાદ આવ્યું કે સાથે ડ્રાઈવર પણ છે...અને પાછુ આટલા વહેલા જો મેનેજર ડ્યુટી પર નાં હોય તો પાછું ખરાબ લાગશે, એટલે અંજુ એ ઓફીસ પહોંચ્યા પછી મોડા ફોન કરવાનું નક્કી કર્યું. 

ગાડી મધ્યમ ગતી એ પ્રયાગ ઈન્ડસ્ટ્રીઝ ના રસ્તે જઈ રહી હતી. વિશાલ પણ તેની સાઈટ પર પહોંચી ગયો હતો.અંજલિ નાં ગયા પછી ફક્ત વિશાલ માટે જ જમવાનું બનતું હતુ. વિશાલ જે  સાઈટ પર હોય ત્યાં સેવક ૧૨.૩૦ વાગે ટીફીન પહોચાડી આવતો, અને સાંજે તે ખાલી ટીફીન ને પરત લઈ આવવાની જવાબદારી વિશાલ ના ડ્રાઈવર ની રહેતી.

પ્રયાગ કોલેજ જતો હતો એટલે સવાર ના નાસ્તા પછી તેને લંચ ની ટેવ નહોતી. પ્રયાગ એના મિત્રો સાથે નાસ્તો કરી લેતો કયારેક. 

અંજલિ  ની ઓફીસ પ્રયાગ બંગલો થી બહુ દુર નહોતી, એટલે  બરાબર ૧૦ વાગે અંજલિ ની કાર પ્રયાગ ઈન્ડસ્ટ્રીઝ ના ગેટ પર આવી જતી. પ્રયાગ ઈન્ડસ્ટ્રીઝમાં દરેક સ્ટાફ સવારે અંજલિ નાં આવ્યા પહેલાં જ ૯.૪૫ વાગે પોત પોતાનાં ટેબલ પર રેડી હોય.

અંજલિ મેડમ નાં આવતા પહેલા જ બધુ કામ સ્ટાર્ટ થઈ ગયું હોય. આમ તો અંજલિ ની ઓફિસ મા છેક સવારે ૮ વાગે સફાઈ કામ ચાલુ થઈ જાય, ઓફીસ ની ૯.૩૦ થતા સુધીમાં તો આખી ઓફીસ ના બધાય ના ટેબલ, ચેર, દરેક ની સેપરેટ કેબીનસ અને અંજલિ ની કેબીન, કોન્ફરન્સ રૂમ બધુ એકદમ ચોખ્ખું થઈ જતું.  

 સવારે ૧૦ વાગ્યે દરેક ના ટેબલ પર મહારાજ ચ્હા કોફી ની સાથે સેવ-મમરા અને બિસ્કીટ પહોંચી જાય તેની તૈયારી કરી રાખતા.

   આજે પણ અંજલિ ના ટેબલ પર ચ્હા અને બિસ્કીટ પહોંચી ગયું હતુ. અંજલિ તેની કેબીનમાં તેના અગત્ય ના કામ માં વ્યસ્ત હતી.

અંજલિ એ મેનેજર મી. મહેતા ને ઇન્ટરકોમ થી ફોન કર્યો...હેલો મી મહેતા...
યસ મેડમ...મહેતા સાહેબે આદરપુવઁક જવાબ આપ્યો...

મી મહેતા...ગઈકાલ નુ પ્રયાગ ની પાર્ટી નું બીલ અપની  પાસે આવે તો એક વખત તેને મારી પાસે મોકલી આપજો.. ક્લીઅર કરતા પહેલા. 
અંજલિ એ સુચના આપી... મહેતા સાહેબ ને. 

ઓકે મેડમ ચોક્કસ...કહી મહેતા સાહેબે ફોન મુક્યો. 

મહેતા સાહેબ પણ ફોન મુકી ને વિચાર માં પડી ગયા કે હજુ ગઈકાલે તો મેડમ એમ કહેતા હતે કે પ્રયાગ સર ની પાર્ટી નું બીલ ક્લીઅર કરી દેજો..અને હવે આજે મેડમ કેમ એવુ કહેતા હશે કે બીલ ને પહેલા એમના ટેબલ પર મોકલી આપજો...કશું સમજાતું નહોતું. 

 પણ બિચારા મેનેજર ને શું ખબર પડે કે આ અંજલિ મેડમ છે...નાના માં નાની વાત કઈ વસ્તુ ક્યારે, કેમ, અને કોની સુચના થી થઈ હોઈ શકે તે જાણી લેતી હતી, અને તેનુ સાચુ કારણ શુ હોય તે પણ પલક ઝપકતા જ સમજી જતી હતી.
 
મહેતા સાહેબે ફરીથી અંજલિ ને ઈન્ટરકોમ થી ફોન કર્યો. 
સોરી ટુ ડીસ્ટર્બ યુ અગેઈન મેડમ...પરંતુ આજે બપોરે ૩ વાગ્યે બેન્કમાં અગત્યની મીટીંગ છે, જેમાં આપને જવાનું છે . તેવી વિનંતી કરી છે બેન્કના જી.એમ. સાહેબે...

ઓ.કે. મહેતા સાહેબ તમે ફાઈનાન્સ ડીપાટઁમેન્ટ માં વાત કરો, અને આચાર્ય સાહેબ અને ચતુર્વેદી સાહેબ ને પુછી લો કે એજે બન્નેવ ની બીજી કોઈ અગત્યની મીટીંગ નથી ને ? 
જો તેમની કોઈ મીટીંગ ના હોય તો આપ બેન્કમાં જાણ કરી દો કે આપણે તેમના અનુકૂળ સમયે પહોંચી જઈશુ.

ઓકે..મેડમ કહીને મી.મહેતા એ ફોન પુરો કર્યો. 

મહેતા સાહેબ એટલે કંપનીના સઉ થી સિનીયર મોસ્ટ...અંજલિ નાં સઉ થી વિશ્વાસુ અને કંપની ના વગદાર વ્યક્તિ. લગભગ ૬૦ ની ઉંમરે પહોંચવા આવ્યા હતાં,પણ કામ કરવા ની સ્ફુર્તિ એક યુવાન ને પણ શરમાવે તેવી હતી. ખુબજ હોશીયાર, મગજ ના પણ ભારે ઠંડા, ગુસ્સો કરતા તો તેમને આવડતોજ નહોતો, કાયમ હસતા જ હોય.આમ તો એમનો આખો પરિવાર જ એવો હતો, બધાજ કોમળ હ્રદય નાં હતા, મહેતા સાહેબ ની પત્ની સુભદ્રા, અને એક ની એક દિકરી  " અદિતી" ......આખો પરિવાર અંજલિ મેડમ નું ખુબજ રીસ્પેકટ કરતું. 

અદિતી ભણવામાં ખુબ હોશીયાર હતી. ઉંમર માં આમ અદિતી અને પ્રયાગ લગભગ સરખા જ હશે. મહેતા સાહેબ કંપની ના મેનેજર હતા એટલે કંપની ની પોલીસી મુજબ અદિતી નો ભણવાનો ખર્ચ પ્રયાગ ગ્રુપ જ કરતું હતુ.

અંજલિ ના અમુક વગર લખેલા નિયમો  પણ હતાં, જેમાંનો એક નિયમ આ પણ હતો, કે પ્રયાગ ઈન્ડસ્ટ્રીઝમાં જેટલા ઉપરી અધિકારી હતા તેમના દિકરી કે દિકરા નાં ભણવાનો તમામ ખર્ચ પ્રયાગ ગ્રુપ ની રહેતી.

મી.મહેતા એ ઈન્ટરકોમ થી ફાઈનાન્સ ડીપાર્ટમેન્ટ માં આચાર્ય સાહેબ અને ચતુર્વેદી સાહેબ સાથે ડીસ્કસ કરી લીધું, બન્નેવ ના જવાબ પોસીટીવ મળતા તરતજ મહેતાસાહેબે બેન્ક ના જી.એમ.સાહેબ ને ફોન પર વાત કરી અને ૩ વાગ્યા ની મીટીંગ ફીક્ષ કરી લીધી.

મહેતા સાહેબે ફરીથી ઇન્ટરકોમ થી અંજલિ ને જાણ કરવા ફોન કર્યો. 
મેડમ...ફાઇનાન્સ ડીપાર્ટમેન્ટ માં વાત થઈ ગઈ છે, અને બપોરે ૩ વાગ્યે મીટીંગ ફીક્ષ રાખી છે. 
ઓકે મી.મહેતા જો મીટીંગ ૩ વાગ્યે રાખી હોય તો બોર્ડ રુમમાં તમે પોતે, મી.આચાર્ય તથા મી.ચતુર્વેદી સાથે મીટીંગ અંગે નાં બધાજ ડોક્યુમેન્ટસ અને આપણી કંપની નો પ્રોજેક્ટ રીપોર્ટ લઈને ૨ વાગ્યે હાજર રહેજો. આપણે મીટીંગ માં જતા પહેલા પુરી તૈયારી કરીને જવાનું છે.

ઓકે મેડમ કહીને મેનેજરે ફોન પુરો કર્યો. 

લગભગ ૧૨.૩૦ થવા આવ્યા હતા. અંજલિ યે જોયું તો હજુ પણ થોડીક ફાઇલો તેના ટેબલ પર બાકી હતી જેના પર તેણે નજર નાંખવા ની બાકી હતી, એટલે અંજુ એ તે પતાવવા પર ધ્યાન આપ્યું. 

બપોરે ૧ વાગે એટલે દરેક કર્મચારી નું જમવાનું મેસ માં રેડી રહેતુ,અંજલિ પણ ક્યારેક બધા સ્ટાફ ની સાથે જ જમવા બેસતી, પણ કામ વધુ હોય જેથી શક્ય હોય ત્યાં સુધી તેની કેબીન માં જ જમવાનું પસંદ કરતી જેથી કામ ને વધુ સારી રીતે ન્યાય આપી શકાય. 

બરાબર ૧ વાગ્યે..મહારાજે અંજલિ ની કેબીન ના દરવાજા પર નોક કર્યુ.  અંજલિ એ અંદર થી જ જોઈ લીધુ હતુ, એટલે તરત બોલી...
મહારાજ આપ આવી શકોછો.

જી મેડમ....આપનું  જમવાનું  ?? મહારાજે અધુરા વાક્ય માં જ પુરી વાત કરી લીધી.
મહારાજ આપ મારી જમવાની થાળી અંહિયા ટેબલ પર જ રાખજો.

જી મેડમજી કહી ને મહારાજ તથા તેમના હેલ્પરે અંજલિ ની જમવાની થાળી ને કેબીનમાં જ રાખેલા અલગ ટેબલ પર તૈયાર કરી ને મુકી દીધી.

આજે કોઈ સ્પેશિયલ દિવસ નહોતો, એટલે જમવામાં દાળ, ભાત, શાક, કઠોળ, સલાડ, આચાર અને પાપડ હતાં. 

અંજલિ તેના દરેક કામ માં એકદમ ચોક્કસ હતી, એટલે ૨ વાગે બોર્ડ ની મીટીંગ હતી તે નુ ધ્યાન હતુ જ તેને, તેનુ રૂટીન કામ તેણે પુરુ કરી લીધુ હતું. એટલે ઝડપ થી તેણે જમવાનું કામ પુરુ કર્યું. 

મહારાજે બરાબર ૧.૩૦ વાગે દરવાજા ને ફરી થી નોક કરી ને પ્રવેશ કર્યો અને...હેલ્પર પાસે થાળી લેવડાવી અને ટેબલ ચોખ્ખુ કરાવી ને કેબીનમાંથી નીકળ્યા.

અંજલિ એ પણ તેની ૨ વાગ્યા ની મીટીંગ માટે જરુરી એવા પેપર્સ પર નજર મારી લીધી.
બરાબર ૨ વાગે અંજલિ બોર્ડ રુમમાં પહોંચી ગઈ, જ્યાં પહેલે થી જ મેનેજર મી.મહેતા, ફાઈનાન્સ ડીપાટઁમેન્ટ નાં હેડ આચાર્ય સાહેબ, અને ચતુર્વેદી સાહેબ, બેન્ક ની મીટીંગ અંગેના જરુરી બધા જ પેપર્સ લઈને હેજર હતા 

અંજલિ મેડમ  બોર્ડ રુમમાં પ્રવેશતા જ હાજર બધાજ અંજલિ ના માન માં ઉભા થઈ ગયા. 

હેલો એવરીવન, બેસો....આપ સૌ, કહી અંજલિ એ પોતે એની ચેર સંભાળી લીધી. 
અંજુ નો પ્યુન તેની જરૂરી ફાઇલો લઈને આવી ગયો અને અંજલિ ના ટેબલ પર ગોઠવી દીધી.

અંજલિ એ મીટીંગ શરૂ કરી દીધી. 
સી...મી.આચાર્ય આપણે જે બેંગ્લોર ના પ્રોજેક્ટ ફર કામ કરી રહ્યા છીએ તેમાં ટોટલ પ્રોજેક્ટ કોસ્ટ શુ આવે છે ? 

આચાર્ય સાહેબે તેમની ફાઈલ ખોલી ને વાંચી ને જવાબ આપ્યો...મેડમ ૧૩૮ કરોડ જેટલો થાય છે.

ઓકે. ફાઈન મી.આચાર્ય...જો પ્રોજેક્ટ કોઈપણ કારણસર ડીલે થાય તો તમે પ્રોજેક્ટ કોસ્ટ માં કેટલો વધારો સુચવ્યો છે ? અંજુ એ ઝીણવટથી ડીટેલ લીધી.

જી...મેડમ  ...જો પ્રોજેક્ટ ૬ થી ૧૨ મહીના લેટ થાય તો ટોટલ  પ્રોજેક્ટ ના ૧૦ % કોસ્ટ વધી શકે છે. આચાર્ય સાહેબ તૈયારી કરીને આવ્યા હતા..એટલે તરત જવાબ આપ્યો. 

ઓકે ફાઈન....આચાર્ય સાહેબ...આમા કોઈ મેજર વધઘટ થવાના ચાન્સ નથી ને ? તમે  પ્રોજેક્ટ મેનેજર અને કન્સલ્ટન્ટ ને ફોન કરી ને રીકન્ફોર્મ કરી લેજો. અંજલિ ફટાફટ માહીતી માંગી રહી હતી. 

ઓકે..મેડમ..આચાર્યસાહેબે જવાબ આપ્યો. 

અંજલિ એ ચતુર્વેદી સાહેબ ને સવાલ કર્યો...

મી.ચતુર્વેદી આપણે બેન્ક પાસે ટોટલ કેટલા રૂપિયા  ની લોન ની ડીમાન્ડ કરી છે ?
જો બેન્ક ની એપ્રુવલ ઓછી મડે તો બાકીના ફન્ડસ નુ પ્લાન કર્યું છે ને ?

ચતુર્વેદી સાહેબ આજ સવાલ ની રાહ જોતા હતા જાણે...

જી મેડમ...એક્ચ્યુઅલી બેન્કના લોન ડીપાર્ટમેન્ટ ના હેડ સાથે મારી ટેલીફોનિક અને રૂબરૂ બે વખત ડીસ્કસન થઈ ચૂકી છે, પ્રયાગ ગ્રુપ નો પ્રોજેક્ટ છે એટલે બેન્ક ને લોન આપવા માં કોઈ ઓબ્જેકશન નથી આમતો. બેન્ક ના ઉચ્ચ અધિકારીઓ તથા મેનેજમેન્ટ આપણી કંપનીના અત્યાર સુધીના ટ્રેક રેકોર્ડ થી ખુશ છે, એટલે કોઈ સમસ્યા આવે તેમ લાગતુ નથી હાલ તો.
તેમ છતાં પણ જરૂર પડે તો ગેરન્ટી માંટે બીજી કંપની માં વાત કરેલી જ છે.

અંજલિ...ને ચતુર્વેદી સાહેબ ના જવેબ થી સંતોષ થયો..ઓકે..ધેટ્સ ગુડ....બટ તમે કઈ કંપની સાથે વાત કરેલી છે ??

જી મેડમ....અનુરાગ ગ્રુપ સાથે વાત થઈ ચૂકી છે...પરંતુ મોટા ભાગે  આપણે હેલ્પ ની જરૂર નહીં પડે. ચતુર્વેદી સાહેબ વિશ્વાસ પૂર્વક બોલ્યા. 

ધેટ વિલ બી બેટર....મી.ચતુર્વેદી...અનુરાગ ગ્રુપ આપણ ને હંમેશાં મદદ કરતુ જ રહ્યું છે પહેલેથી. પણ હવે શક્ય હોય તો આપણે પોતે જ મેનેજ કરી લેવું જોઈએ. 
 અંજલિ ને અનુરાગ સર માટે જબરજસ્ત રીસ્પેક્ટ હતુ....

પ્રયાગ ગ્રુપ ના સંકટમોચક એટલે અનુરાગ ગ્રુપ...પણ હવે છેલ્લા ખાસા સમય થી તેમની હેલ્પ ની જરૂર નહોતી પડી...પરંતુ આ વખત નો પ્રોજેક્ટ થોડો મોટો હતો એટલે...ચતુર્વેદી સાહેબે અનુરાગ ગ્રુપ માં  વાત કરી રાખી હતી.
 
મી.મહેતા તમે લીડ કરશો મીટીંગ માં, હું જરૂર હશે ત્યાંજ જવાબ આપીશ.તમે બધા ડોક્યુમેન્ટસ લઈને બેન્ક પર પહોંચો. આપણે બરાબર ૩ વાગ્યે બેન્કમાં મળીશું.  આટલુ બોલી ને અંજલિ એ મીટીંગ પુરી કરી.
ત્રણેય જણા પોતાના કામ ને ડોક્યુમેન્ટસ ની ફાઇલો લઈને કંપની ની એકજ કાર માં બેન્કમાં જવા રવાના થયા.

અંજલિ પણ તેની કેબીનમાં ગઈ અને અગત્યની ફાઇલો લીધી તથા મંદિર માં અંબાજી માતાજીને ને  પગે લાગી અને તરતજ બેન્કમાં જવા નીકળી. 
અંજલિ ની કાર હંમેશા પોર્ચ માં જ રહેતી ઓફીસમાં જેથી તેને ક્યારેક અર્જન્ટ જવાનું હોય તો પણ જઈ શકે. ડ્રાઈવર કાર લઈને રેડી જ હતો.
અંજલિ ને જોતા જ ડ્રાઈવર તરતજ આવી ને દરવાજો ખોલ્યો..અને મેડમ ને બેસવા જણાવ્યું. 
અંજલિ તેની સીટ પર ગોઠવાઈ અને પ્યુને આવી ને બધા પેપર્સ આગળ ની સીટ પર મુકી અને ડ્રાઈવર ને સમજાવી દીધું. 

અંજલિ બેન્ક મા જવા નીકળી તથા ગાડી માં બેઠા બેઠા બેંગ્લોર ના પ્રોજેક્ટ અંગે વિચારી રહી હતી. બેન્ક ઓફિસર્સ તરફ થી પહેલેથી જ ઓરલ એપ્રુવલ મળી ગઈ હતી , એટલે ખાલી ફોર્માલીટી જ કરવા ની હતી મીટીંગ ની બાકી કંઈ મોટી તકલીફ પડે તેમ નહોતી. 

પ્રયાગ ગ્રુપ ને હર હંમેશાં મદદ કરવાની ભાવના રાખતા અને સાચે જ અગાઉ પણ અંજલિ ને ઘણાય કામ માં  અને પ્રોજેક્ટ માં મદદ કરનાર અનુરાગ સર ને યાદ કરી ને અંજલિ ની આંખો ભીની થઈ ગઈ. 

બહુ વિશેષ લગાવ હતો ....તેને અનુરાગ સર સાથે. ખુબજ રીસ્પેક્ટ કરતી અંજુ હંમેશા તેમનુ.. ક્યારેય એક હરફ સુધ્ધા અંજુ તેમના વિરોધ માં બોલી નહોતી આજીવન. અનુરાગ સાથે કામ કરી ને અંજુ બહુ શીખેલી તેમની પાસે થી.

અનુરાગ પણ સામે અંજલિ ને તેવુ જ અને કદાચ તેનાં થી પણ વધારે રીસ્પેક્ટ આપતો. અંજલિ ને જ્યારે અને જ્યાં જરૂર જણાઈ હોય ત્યારે...અનુરાગ હંમેશા અંજલિ ની સાથે જ ઊભો હોય....! અનુરાગ આમ ખુબજ દરિયા દિલ માણસ હતો.

એકદમ અંજલિ નુ ધ્યાન કાર ના કાચ ની આરપાર ગયુ...તો કાર છેક બેન્કના દરવાજે પંહોચી ગઈ હતી. ડ્રાઈવરે કાર ને બેન્કના દરવાજે ઊભી રાખી જ્યાં પહેલેથી મેનેજર મી.મહેતા  અંજલિ ની રાહ જોતા ઉભા હતા. 
ડ્રાઈવરે ઊતરી ને તરત અંજલિ નો દરવાજો ખોલ્યો..અને આગળ ની સીટ પર થી પ્યુને આપેલા પેપર્સ ને મહેતા સાહેબ ને હેન્ડ ઓવર કર્યા.

અંજલિ તથા મી.મહેતા મેનેજર ની કેબીનમાં નહીં જતા સીધાજ બેન્કના મીટીંગ રુમમાં ગયા, જ્યાં પહેલેથીજ બેન્કના ઓફિસર્સ, બેન્ક ના સી.એ. અને બીજા ધણાય ઓફિસર્સ મીટીંગ માટે તૈયાર હતા. અંજલિ ના બે ઓફિસર્સ આચાર્ય સાહેબ અને ચતુર્વેદી સાહેબ પણ ત્યાં જ હાજર હતા.

અંજલિ એ દરવાજા ને નોક કર્યું અને આદર પૂર્વક રૂમ માં પ્રવેશવા માટે પુછ્યુ. 

ગુડ આફ્ટરનુન જેન્ટલમેન...કહી ને અંજલિ એ સ્મિત રેલાવ્યુ.
બેન્ક માટે પ્રયાગ ગ્રુપ એટલે ખુબ મોટુ કસ્ટમર અને રીસ્પેક્ટીવ ક્લાયન્ટ. એટલે બધાજ ઓફિસર્સ અંજલિ ને જોતાજ ઉભા થઈ ગયા અંજલિ ના સન્માન માં...અને અંજલિ ને તેની ચેર ઓફર કરી. 

અંજલિ એ તેની ચેર સંભાળી..એટલે બેન્કના મેનેજરે દરેક નો પરિચય અંજલિ ને કરાવ્યો.તથા મીટીંગ ની શરુઆત કરી અને અંજલિ નુ શબ્દો થી સ્વાગત કર્યું. અંજલિ આજે બેન્ક માં પધારી છે તેના માટે તેમણે બેન્ક વતી અંજલિ નો આભાર માન્યો. મીટીંગ હવે મુખ્ય મુદ્દા તરફ આગળ વધી. 

પ્રયાગ ગ્રુપ ઓફ કંપનીઝ તરફ થી મેનેજર મી.મહેતા હાજર હતા તથા તેઓ લીડ કરતા હતા એટલે આજ ની મીટીંગ ની કમાન્ડ તેમણે હાથ માં લીધી....!!


                    (ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED