Second chance - 14 books and stories free download online pdf in Gujarati

સેકેન્ડ ચાન્સ - ભાગ 14 (પૂર્ણ)

અર્ચના અને આશુતોષ બંને જણા એકબીજાના પ્રેમનો એકરાર કર્યા પછી એકબીજાને મળવા માટે ખૂબ ઉતાવળા હોય છે. એટલામાં અર્ચના પર પ્રાચીનો ફોન આવે છે તે ફોન રીસીવ કરે છે અને કહે છે,

અર્ચના : hiii પ્રાચી શું કરે છે બકા

પ્રાચી : કંઈ નહી દીદી બસ હમણા ઊઠી જ છું. અને તમને ફોન કર્યો. દીદી તમે પ્લીઝ વહેલાં આવશો હું ઘણું નર્વસ ફીલ કરુ છું. તમે આવશો તો મને મોરલ સપોર્ટ રેહશે.

અર્ચના : હા ડિયર હું વહેલી જ આવી જઈશ. પણ તુ ફોન મૂકે તો તૈયાર થાઉં ને.... ચલ by મળીએ.

પ્રાચી : by didi see you soon.

ફોન મૂકીને અર્ચના નાહવા જાય છે. તે એની મમ્મીને કહે છે ' મમ્મી હું પ્રાચીને ત્યાં જરા વહેલી જઈશ. તુ પછી સમયસર ભાઈ - ભાભી સાથે આવી જજે. '

આજે આઈના સામેથી અર્ચનાની નજર ખસતી જ નથી. તે વારંવાર તેના વાળ સેહલાવતી તેના ચહેરાને જોયા કરે છે. પછી ઘડિયાળ પર નજર પડતા ફટાફટ તૈયાર થઈને ગાડીની ચાવી લઈ બહાર નીકળે છે. આજે એના દિલમાં એક અનેરો ઉત્સાહ હોય છે. એનુ મન આશુતોષને મળવા બેચેન થઈ ઊઠે છે.

આ બાજુ આશુતોષ પણ અર્ચનાને મળવા ઉતાવળો હોય છે. ફોન પર તો અર્ચનાએ જવાબ આપી જ દીધો છે પણ એ એના મોઢેથી સાંભળવા માંગતો હતો.

અર્ચના પ્રાચીના ઘરે પહોંચે છે  અંદર પ્રવેશતાં તેનું હ્રદયજોરથી ધડકવા લાગે છે. એ વિચારે છે કે હું કંઈ રીતે આશુતોષની સામે જઈશ. તે અંદર જાય છે પણ તેને આશુતોષ ક્યાંય દેખાતો નથી. એને ખબર પડે છે એ કોઈ કામ માટે બહાર ગયો છે એનાથી એ થોડી નિરાશ પણ થાય છે. પ્રેમમાં આવી જ અદ્દભુત અનુભૂતિ થાય છે. ' એ સામે હોય ત્યારે એનાથી દૂર ભાગીએ છીએ અને સામે ના દેખાય તો બેચેન થઈ જઈએ છીએ. ' અર્ચના પણ અત્યારે આ જ પરિસ્થિતિમાંથી પસાર થાય છે.  આ બાજુ આશુતોષ પણ અર્ચનાનો ચેહરો જોવા ઉતાવળો થાય છે. બંને જણાની હાલત એક સમાન હોય છે પણ જાણે ભગવાન પણ એમના બેચેનીની મજા લેતા હોય તેમ એવા સંજોગો ઊભા કરે છે કે તેઓ મળી જ નથી શકતા.

અર્ચના આશુતોષની રાહ જ જોતી હોય છે કે પ્રાચી ત્યાં આવે છે અને કહે છે ' અર્ચનાદીદી ચાલોને પાર્લરવાળા આવી ગયા છે. તમે પણ મારી સાથે આવોને '

અર્ચના : સારુ ચાલ આપણે જઈએ અને તેઓ પ્રાચીના રૂમમાં જાય છે.

પાર્લરવાળા પ્રાચીને તૈયાર કરીને ચાલ્યા જાય છે. તેને જોઈને અર્ચના કહે છે 'wow Prachi u looking gorgeous. તુ ખરેખર ખૂબ જ સુંદર લાગી રહી છે. વિક્રમની આંખો તો તારા પરથી દૂર થવાની જ નથી. પ્રાચી શરમાઈ જાય છે અને કહે છે, ' શું અર્ચનાદીદી તમે પણ.' ત્યાં જ સરિતાભાભી આવે છે અને તે પણ પ્રાચીની બહુ તારીફ કરે છે. અને અર્ચનાને કહે છે, અર્ચના ચાલ તુ પણ તૈયાર થઈ જા વિક્રમ અને તેના પરિવારવાળા આવતા જ હશે.

અર્ચના : હા ભાભી હુ હમણા જ તૈયાર થઈ જાવ છુ.

  અર્ચના તૈયાર થવા લાગે છે. અને સરિતાભાભી અને પ્રાચી બહાર નીકળે છે ત્યાંજ નીચે તેને આશુતોષ મળે છે. તેને જોઈને સરિતાભાભી કહે છે આશુતોષ તુ ક્યાં હતો કેટલી વાર લાગી.

આશુતોષ : સોરી ભાભી એક અરજન્ટ કામ આવી ગયું હતું.

સરિતા : અરે આજના દિવસે પણ કામ, તને કામ સિવાય બીજી કાંઈની ખબર પડે છે કે નઈ. જા હવે જલ્દી તૈયાર થઈ જા મહેમાન આવતા જ હશે.

આશુતોષ : હા હું તૈયાર થવા જ જાઉ છું.

પ્રાચી : ભાઈ અર્ચનાદીદી તૈયાર થઈ ગયા હોય તો એમને નીચે મોકલજો. એ મારા રૂમમાં જ છે.

આશુતોષ : હા sure. અને તે ખિસ્સામાં હાથ નાખી ખુશ થતો ઉપર જાય છે.

અર્ચનાએ આજે પેરોટ કલરની એકદમ લાઈટ વર્કની ચણિયાચોલી પહેરી હોય છે. તે દુપટ્ટો નાંખતી હોય છે કે આશુતોષ દરવાજો ઠોકે છે. અર્ચનાને લાગે છે કે પ્રાચી આવી હશે એટલે એ સ્ટોપર ખોલીને પાછળ ફરી જાય છે અને કહે છે, ' સારું થયું પ્રાચી તુ આવી ગઈ મને આ દુપટ્ટો નાંખતા નથી ફાવતું તુ જરા હેલ્પ કરને.'

આશુતોષ એની નજીક જાય છે અને પાછળથી એની કમર ફરતે હાથ વિટાળીને પ્રાચીના કાન પાસે જઈ હળવેથી  I LOVE YOU કહે છે.
આશુતોષના સ્પર્શથી એકદમ ચોકી જાય છે. એના શરીરમાં જાણે હજારો વૉલ્ટની વિજળી દોડી ગઈ હોય એવી ઝણઝણાટી એ અનુભવે છે. એમા પણ  આશુતોષ I LOVE YOU કહે છે ત્યારે તો એનું હ્રદય જોરજોરથી ધડકવા લાગે છે. એના શ્વાસોશ્વાસ તીવ્ર ગતિથી ચાલવા લાગે છે. આશુતોષ એની સામે આવે છે તો અર્ચના બંને હાથ એના ચેહરા પર રાખી એનો ચેહરો ઢાંકી દે છે. આશુતોષ હળવેથી એના બંને હાથ એના ચેહરાથી પરથી દૂર કરે છે અર્ચનાની આંખો હજી પણ બંધ હોય છે.

આશુતોષ : અર્ચુ મારી મારી તરફ જો તો એકવાર હુ તારી આંખોમાં મારા પ્રતિબિંબને જોવા માંગુ છું અને તારું દિલ શું કહે છે એ તારા મોઢેથી સાંભળવા માંગુ છું.

અર્ચના હળવેથી આંખો ખોલે છે અને આશુતોષની આંખોમાં જુએ છે અને તરત પાછળ ફરીને કહે છે આશુ મને ખૂબ જ શરમ આવે છે તમને તો મારા મનની વાત ખબર જ છે. 

આશુતોષ : હા મને ખબર છે પણ મને તારા મોઢે સાંભળવું છે તુ મારી એક ઈચ્છા પૂરી ના કરી શકે.

અર્ચના હળવેથી આશુતોષ તરફ ફરે છે અને એની તરફ જોઈને  I LOVE YOU કહીને આશુતોષને વળગી જાય છે. આશુતોષ પણ જાણે એને પોતાનામાં સમાવી લેવાનો હોય એમ એને પોતાની બાહોમાં સમાવી લે છે. ક્યાંય સુધી બંને જણા એકબીજાના સાનિધ્યને માણે છે અને પછી છૂટા પડે છે.

આશુતોષ : ચાલ નીચે જઈને બધાને પણ આપણી ખુશીમાં સામેલ કરીએ અને આ ખુશખબર આપીએ.

અર્ચના : હા ચાલો પણ વાત તમારે જ કરવી પડશે એ લોકોને જોઈને તો મારા હોઠ પણ નથી ખુલવાના.

આશુતોષ : સારું નીચે હુ જ વાત કરીશ પણ તારે મારો હાથ પકડીને મને સાથ આપવો પડશે.

અર્ચના આશુતોષનો હાથ પોતાના હાથમાં લે છે અને આશુતોષ સામે હળવી સ્માઈલ આપે છે. અને બંને નીચે આવે છે.

નીચે વિક્રમ અને એનુ ફેમેલી પણ આવી ગયું હોય છે. અર્ચના અને આશુતોષ એકબીજાના હાથ પકડી દાદર ઉતરતા હોય છે ત્યારે બધાંની નજર એમની પર જાય છે. કમળાબેન કંચનબેન અને પ્રાચી સિવાય બધાને આશ્ચર્ય થાય છે. કમળાબેન એકદમ ખુશ થઈ જાય છે અને કંચનબેન તરફ જુએ છે. કંચનબેનના ચેહરા પર પણ પોતાની યોજના સફળ થયાનો આનંદ સાફ સાફદેખાય છે.

આશુતોષ : મને ખબર છે અમને આવી રીતે એકસાથે જોઈ તમને ઘણું અચરજ થાય છે અને મનમાં ઘણા સવાલ પણ ઊભા થાય છે. હુ તમારા બધા સવાલોનો જવાબ આપીશ. હુ અને અર્ચના એકબીજાને પસંદ કરીએ છીએ. અને અમે અમારુ જીવન એકબીજા સાથે રહી વિતાવવાનુ નકકી કર્યું છે. હા અમે એકબીજા સાથે મેરેજ કરવા માંગીએ છીએ.

ત્યાં હાજર રહેલા બઘા જ લોકો તાળી પાડી એમના આ નિર્ણયને વધાવી લે છે.

પ્રાચી : વાહ આશુ ભાઈ તમે તો છુપા રુસ્તમ નિકળ્યા. અમે જયારે અર્ચનાદીદી માટે કેહતા હતા ત્યારે તો ના ના કરતા હતા અને હવે અમને કેહવા વગર પ્રપોઝ પણ કરી દીધું. અને દીદી તમે પણ તમારા મનની વાત અમને ના જણાવી.   bu the way હવે તો તમને ભાભી કહેવુ પડશે કેમ અર્ચનાભાભી.

અર્ચના શરમાઈને નીચુ જોઈ જાય છે અને દોડીને કમળાબેનને વળગી જાય છે. અને બધા ફરીથી હસવા લાગે છે. અર્ચનાની ફેમેલી પણ આવી જાય છે અને તેઓ પણ આ વાત જાણીને ખુબ ખુશ થાય છે. ઘરવાળાં પ્રાચીના મેરેજ પહેલા જ આ બંનેના ધામધુમથી લગ્ન કરવાનું કહે છે પણ આશુતોષ અને અર્ચના બંને કોર્ટમેરેજ કરવાનું કહે છે. અને બધા માની પણ જાય છે.

વિહાન દોડીને અર્ચના પાસે આવે છે અને કહે છે મમ્મી હવે તમે અમારી સાથે જ રેહશોને મને છોડીને તો નહી જાવ ને . અર્ચના વિહાનને ઊંચકી લે છે અને કહે છે, ના બેટુ હવે હુ તને છોડીને ક્યાય નહી જાવ.

આમ અર્ચના અને આશુતોષ બંને એ પોતપોતાની લાઈફને સેકેન્ડ ચાન્સ આપ્યો અને જીવનભર એકબીજાના પૂરક બનીને રહ્યા.

સમાપ્ત 


  

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED