Sambandho ni aarpar - 11 books and stories free download online pdf in Gujarati

સંબંધો ની આરપાર... - પેજ - ૧૧

 પેજ ૧૦ થી આગળ....

  એક્ચ્યુઅલી મમ્મી તેમની પાસે થી જ બીઝનેસ સીખી છે, તેવું આજે મને ખબર પડી. પ્રયાગ બોલ્યો. 

તો તો..આન્ટી તેમને નજીકથી ઓળખે છે એમ કહેવાય.અને કદાચ એટલા માટે જ પ્રયાગ ગ્રુપ આટલું મજબૂત રીતે બીઝનેસ કરી રહ્યું હશે...ને ? નક્કી મી. અનુરાગ એક વ્યક્તિ વિશેષ જ હશે...પ્રયાગ. 
આસ્થા જાણે અજાણે જ અનુરાગ ના સાચા ગુણગાન કરી રહી હતી.

  કાર એના મુકામ તરફ પ્રયાણ કરી રહી હતી. અંજલિ નો ડ્રાઈવર વફાદાર હતો....અને ક્યારેય ગાડી માં કોણ શુ વાત કરી રહ્યું છે તેમા ક્યારેય રસ લેતો ન્હોતો અને ક્યારેક તેના કાને કોઈ વાત પડી હોય તો પણ ક્યારેય વાત કોઈના સુધી પંહોચતી પણ નહીં. 

 રાત્રી ના ૧૨ વાગવા આવ્યા હતા, શહેર નો ટ્રાફીક સાવ ઘટી ગયો હતો. છુટક વાહનો ની અવરજવર ચાલુ હતી. મુવી અને થીએટર છુટ્યા હોય તેવા લોકો ની અવરજવર દેખાતી હતી. સામાન્ય જનજીવન બધુ ઠપ્પ થઈ ગયું હતું. ઓછા અને આછા ટ્રાફીક ને લઈને રસ્તા થોડા ભેંકાર લાગતા હતા. કાર ની સ્પીડ પણ ઓછા ટ્રાફીક ને લઈને થોડીક વધી ગઈ હતી. 

 આસ્થા નું ઘર રસ્તા માં પહેલા આવે છે, એમ પ્રયાગે કીધું હતુ  એટલે ડ્રાઈવરે પુછ્યુ....સર મેડમ ને ક્યાં ડ્રોપ કરવા નાં છે ?

પ્રયાગ ને પણ પછી ધ્યાન ગયું કે આસ્થા ને તેનાં ઘરે  ડ્રોપ કરવાની છે. આસ્થા એ તેના ઘર નો રસ્તો ડ્રાઈવર ને બતાવ્યો તે મુજબ કાર તેના ઘરે પંહોચી ગઈ.

કાર આસ્થા નાં બંગલા નાં ગેટ પર રોકી અને ફટાફટ ડ્રાઈવર ઊતરી ને ને આસ્થા ના દરવાજા ને ખોલી આપ્યો. 

પ્રયાગ થેન્કસ....અ લોટ...મને ઘર સુધી મુકી જવા માટે...આસ્થા બોલી. 

નો...ઈટ્સ માય ડ્યુટી...આસ્થા...બટ થેન્કસ ટુ યુ...ફોર એટેન્ડ માય સ્પેશિયલ ડે, વી વીલ મીટ યુ સુન....હું જઉ આસ્થા  ??
પ્રયાગ ને હવે ઘર યાદ આવ્યું હતુ...એટલે આસ્થા પાસે જવાની રજા માંગી. 
ઓહ...ઓકે...કહી આસ્થા એ પ્રયાગ ને રજા આપી.

પ્રયાગ કાર માં બેઠો...એટલે ડ્રાઈવરે કાર ચાલુ કરી. ડ્રાઈવર અને પ્રયાગ બન્નેવ ની નજર આસ્થા નાં બંગલો પર પડી. 

પ્રયાગ બંગલો જેટલું મોટું ઘર નહોતુ આસ્થા નું ઘર..પણ સામાન્ય લોકો કરતા તો આસ્થા નો બંગલો મોટો તો હતોજ.
 
 બંગલો ના આગળ નાં ભાગ માં વિશાળ લોન હતી, સાઈડ માં થઈ ને પાછળ જઇ શકાતું હતુ જે દુર થી દેખાતુ હતુ. જ્યાં આસ્થા ની ગાડીઓ નુ પાર્કીંગ હતુ. ૩ ગાડી ઓ વારા ફરતી એક બીજા ની બાજુ માં પાર્ક કરેલી હતી. બંગલો પર સીલ્વર કલર થી "આસ્થા " લખેલું હતુ.
  ડ્રાઈવરે ગાડી હંકારી અને પ્રયાગ બંગલો તરફ લઈ જાય છે. 
પ્રયાગ આમ તો ખુબજ ધનાઢય પરિવાર નો હતો, પૈસા ની કે બીઝનેસ ની એને કોઈ ચિંતા ન્હોતી. છતાં એને પૈસા નુ કયારેય અભિમાન નહોતું, એમ કહી શકાય કે પૈસા એને મન કે મગજ પર સવાર નહોતા થયા...અને આ ગુણ તેને તેની મમ્મી અંજલિ ના માં થી જ આવેલો હતો.
પ્રયાગ ગ્રુપ એટલે શહેર નું સઉ થી ઝડપ થી ઊભરી રહેલુ ગ્રુપ હતુ, પરંતુ પરિવાર માં કોઇને પણ પૈસા નો નશો નહોતો ચઢ્યો.

કાર ધીરે રહીને પ્રયાગ બંગલો પર  આજ ના વિશેષ દિવસ ની ઉજવણી કરી ને પરત આવી ગઇ. સીક્યોરિટી એ દુર થી જ કાર જોઈ ને ગેટ ખોલી નાખ્યો હતો, ગાડી સીધી જ પ્રયાગ બંગલો ના પોર્ચ માં આવી ને ઊભી રહી ગઈ.

પ્રયાગ એની ટેવ મુજબ જાતે જ ગાડી નો દરવાજો ખોલી ને ઘર માં  ગયો. 
ડ્રાઈવર ગાડી ને પાર્કિંગ માં મુકવા જતા પહેલા....આજે પ્રયાગ ને બર્થ ડે પર મળેલી ભેટ સોગાદ અને ફૂલ સાચવીને પ્રયાગ ના રૂમમાં મુકી ગયો.
 ડ્રાઈવર આ બધુ લઈને આવ્યો એટલે અચાનક પ્રયાગ ને યાદ આવ્યું કે....આજે અનુરાગસર પણ એને એક ગીફ્ટ આપી ને ગયા હતા....જે તેણે હજુ સુધી ખોલી ને જોઈ નહોતી.
 
ડ્રાઈવર તેનુ કામ પતાવીને જતો રહ્યો, જ્યારે પ્રયાગ ઘર માં પ્રવેશ્યો ત્યારે તેણે જોયું હતુ કે અંજલિ ડ્રોઇંગરૂમમાં સોફા પર બેસી ને પ્રયાગ ની રાહ જોતા જોતા કોઇ બુક વાંચી રહી હતી. પરંતુ એમના બેડરૂમ માં થી ટી.વી. નો અવાજ આવી રહ્યો હતો. એટલે પ્રયાગ સમજી ગયો કે પપ્પા ન્યુઝ જોઈ રહ્યા હશે.

 મમ્મી.......થેન્ક યુ વેરી મચ ફોર ગીવીંગ મી સચ અ વન્ડરફુલ સરપ્રાઇઝ થ્રુ આઉટ ધ ડે, કહીને પ્રયાગ અંજલિ ના ખોળામાં માથું નાખી ને આરામદાયક સોફા માં આડો પડયો.

 આવી ગયો મારો દિકરો કહી ને અંજુ એ પ્રયાગ ના માથા પર હાથ ફેરવતા ફેરવતા વહાલ કર્યુ.
 
 હા....મમ્મી તારો કુંવર આવી ગયો...સામાન્ય સંજોગોમાં પ્રયાગ અંજલિ ને ક્યારેય તુ કહી ને નહોતો બોલાવતો. પણ જ્યારે અંજલિ પર બહુ પ્રેમ આવ્યો હોય ત્યારે જ લાડ માં આમ કહેતો.

એટલે અંજલિ સમજી ગઇ કે પ્રયાગ આજે વધુ ખુશ છે.

અરે શેનુ થેંક્યુ બેટા ?? અંજુ હસતાં હસતાં બોલી.

અરે..મમ્મી આજે હોટલ માં તમે જે એરેન્જમેન્ટ કરાવી હતી...રજવાડી થીમ અને રાજસ્થાની જમવાનું...અને આખી હોટલ ને રાજમહેલ ની જેમ દિવા ઓ થી શણગારેલી....
શુ ..લાજવાબ સીન હતો મમ્મી....!!
મારા બધા જ ફ્રેન્ડસ તો ખુશ ખુશાલ થઈ ગયા છે. અરે સાંભળો એક બીજી સરપ્રાઇઝ પણ હતી...
મારા ફ્રેન્ડસ..યુ.એસ. વાળા....પ્રેમ અને રોહન સ્પેશીયલ મારી બર્થડે પર અંહી આવ્યા છે.

ઓહ ધેટ્સ નાઇસ બેટા...બહુ પ્રેમ કરતા હશે તને ..અને બહુ સારી મિત્રતા છે બેટા તમારી...અને હાં...કાયમ માટે આવાજ મિત્રો બની રહેજો.
હા મમ્મી...ચોકકસ...પ્રયાગે જવાબ આપ્યો. 

 અંજલિ પોતે...પણ વિચારવા લાગી..કે આ...રજવાડી થીમ અને રાજસ્થાની મેન્યુ...આ બધુ શું કહેતો હતો પ્રયાગ...આ વાત અંજલિ ને પણ સમજાતી નહોતી. આવી તો કોઈ સુચના તેણે આપેલી નહોતી...તો પછી આવી સુચના કોણે આપી હશે ?
આ તો અંજલિ માટે પણ ખરેખર સરપ્રાઇઝ હતુ.
અંજલિ એ તો ખાલી બીલ પ્રયાગ પાસે ના લેતા.. અને પ્રયાગ ઇન્ડસ્ટ્રીઝ પર મોકલી આપજો એટલી જ સુચના આપી હતી મેરીયટ માં. 
અંજલિ ને આ સરપ્રાઇઝ ખુબ આનંદ દાયક લાગી, પણ હજુ પાક્કુ સમજાતુ નહોતુ અંજુ ને  ...અને એટલે જ જ્યારે પ્રયાગ આ વાત કરતો હતો ત્યારે અંજલિ એ સમજાયું નહોતું એટલે વાત ને બહુ સાવચેતી થી ઊડાવી દીધી, પણ મનોમન તે ક્યારની આજ વાત પર મંથન કરી રહી હતી.

પ્રયાગ નાનો હતો ત્યાર થી.. અંજલિ એના માથા માં હાથ ફેરવે એટલે તેને ઊંઘ આવી જતી.  એટલે અત્યારે પણ પ્રયાગ ને ઊંઘ ચઢવા લાગી હતી. 
પ્રયાગ ની ઘેરાયેલી આંખો જોઇ ને અંજલિ એ પુછ્યુ...
બેટા કંઈ વિશેષ કામ ના હોય તો ચેન્જ કરી ને  અત્યારે સુઈ જા  ..આપણે  કાલે વાત કરીશું.   તારા આજના સેલીબ્રેશન ની.!

મમ્મી આમતો મારી પણ આવીજ ઈચ્છા છે...ફાઈન...આપણે કાલે વાત કરીશું. પપ્પા ને મારા વતી જય અંબે..કહી દેજો. 
મમ્મી  હું  મારા રૂમમાં જઉં  ? પ્રયાગ ને ઊંઘ અને થાક બન્ને હતુ..એટલે અંજલિ ની રજા લઈ ને તેના રૂમ તરફ જવા ઊભો થયો.

હમમમ...જા બેટા. ..પણ તારી આજ ની ગીફ્ટ પેલા ટેબલ પર મુકી છે....તુ સાથે લેતો જા. અંજલિ ને આજે સવારથી ગીફ્ટ આપવા ની રહી ગઇ હતી  ...એટલે પ્રયાગ  ને લઇને જવાનું કીધુ.

અરે મમ્મી...શુ હજુ પણ કશું આપવાનું બાકી છે ? આટલું બધું તો આપ્યું આજે, પ્રયાગ બોલ્યો. 

અરે બેટા આજે તારી વર્ષગાંઠ છે...તો કઇંક તો હું આપુ જ ને તને...જરા લેતો જજે...અંજલિ એ પ્રયાગ ને પ્રેમ થી કીધુ.

ઓકે..સારું ચલો ..હું રજા લઉં...જય અંબે..કહી ને પ્રયાગ અંજલિ ને પગે લાગ્યો..અને ટેબલ પર રાખેલી ગીફ્ટ લઈને તેના રૂમ તરફ ગયો.
પ્રયાગ  રુમમાં પહોંચી ગયો હતો...અને બધી ગીફ્ટ ટી.વી. યુનીટ ના નીચેના ટેબલ પર ડ્રાઈવર મુકી ને ગયો હતો તેના પર નજર કરી ...અને સીધો એના બાથરૂમમાં સાવર લેવા ગયો.

   હુંફાળા પાણી થી બાથ લઈને આવ્યા પછી પ્રયાગ પોતાના વોડઁરોપ ને ખોલી ને ઉભો રહી ગયો... અને તેના વાઇટ કુર્તા પાયજામા કાઢે છે ત્યાં જ તેની નજર આજે અનુરાગે આપેલી ગીફ્ટ વાળા બોક્ષ પર પડી...એટલે પ્રયાગે તે લઈને તેના બેડ પર મુક્યું. પછી ચેન્જ કરીને..એક્વા ફ્રેગરન્સ...વાળુ બોડી મીન્ટ લગાવ્યું....અને સીઘો તેનાં બેડ પર જઇને આડો પડ્યો. 

નોર્મલી કાયમ પ્રયાગ સઉ થી પહેલા તેની મમ્મી એ આપેલી ગીફ્ટ જ જોતો...એટલે અનુરાગ વાળુ બોક્ષ સાઇડ મા મુકી ને અંજલિ એ આપેલી ગીફ્ટ લઈ આવ્યો, બોક્ષ નુ રેપીંગ પેપર થોડું ખોલી ને જોયુ...અને વોટ અ લવલી ગીફ્ટ બાય મમ્મી.. બોલી ઉઠયો. 

 અંજલિ એ તેના લાડકા ને આજે....સિલ્વર- ગોલ્ડ થી જડેલુ "રોલેક્ષ" ગીફ્ટ માં આપ્યુ હતુ. પ્રયાગ નેે  હંમેશા અંજલિ તરફ થી મોંઘી ગીફ્ટ્  મળતી હતી. પ્રયાગ આજ ની ગીફ્ટ જોઈ ને ખુબ ખુશ થઈ ગયો.

હવે તેણે....અનુરાગ વાળુ બોક્ષ હાથ માં લીધુ અને તેને પણ ઉત્સુકતાથી ખોલ્યું...અને અરે......આ...શું....  ????
એકદમ પ્રયાગ ના મ્હો માં થી નીકળી ગયું...

આતો....સેમ...." રોલેક્ષ" ....છે..!

અરે  ..મી.અનુરાગે પણ... બાપરે આટલી કોસ્ટલી ગીફ્ટ..??

પ્રયાગે ફરી બોક્ષ પર નજર કરી તો   તેના પર સ્વીસ ની કોઈ શોપ નું નામ અને એડ્રેસ કોતરેલુ હતુ. પ્રયાગે ધીરે રહીને બોક્ષ ને ખોલ્યું..અને જોયું તો.. 
ઓહ...વોટ અ વન્ડર ફુલ.. વોચ...!! પ્રયાગ ના મ્હો માં થી ઉદગાર વાચક....આહ...નીકળી ગયું..!

આ રોલેક્ષ માં ઓરિજીનલ ડાયમંડ મઢેલા હતા....અને ડાયલ ખુબ કીમતી એવા મધર ઓફ પર્લ નુ હતુ.

બોક્ષ મા સાથે ગેરેન્ટી કાર્ડ હતુ..  જેના પર લાઈફ ટાઈમ ગેરન્ટી લખેલું હતું. 

પ્રયાગ ને નહોતું કરવુ...છતા આજે પહેલીવાર તેની મમ્મી એ આપેલી ગીફ્ટ સાથે...સરખામણી કરી બેઠો. કદાચ આજે પહેલી વાર તેને અંજલિ વાળી વોચ કરતા.....અનુરાગ વાળી વોચ થોડીક વધુ ગમી હશે ??

પ્રયાગ ને ખુબ જ ઉંઘ આવતી હતી...એટલે સુવા ગયો...આંખો બંધ કરી ને ભગવાન નું નામ લેતા લેતાં  .. સુઇ ગયો. 
આ સુતી વખતે ભગવાન ને યાદ કરવાનું અંજલિ એ પ્રયાગ ને એકદમ નાનો હતો...ત્યાર થી શીખવાળ્યુ હતુ.

પ્રયાગ હજુ પુરો સુતો નહોતો...તેની પ્રાર્થના પુરી કરી એટલે પ્રયાગ ને એકદમ વિચારઆવ્યો કે...અનુરાગસર તરફ થી આટલી કિંમતી ગીફ્ટ મળીતે સારી વાત છે....પણ...આટલી બધી કિંમતી ગીફ્ટ તેમણે મને કેમ આપી હશે ??

બહુ વિચાર્યું પણ કઇ ના સમજાયું...એટલે એમ માની લીધું કે કદાચ બહુ પૈસા પાત્ર છે એટલે એમના સ્ટેટસ મુજબ એમણે ગીફ્ટ પસંદ કથી હશે. આમ વિચારી ને સુઇ ગયો.

નીચે....અંજલિ એ તેની બુક ને થોડીક વાંચી અને તેના રૂમમાં ગઈ...ત્યારે વિશાલ સુવા ની તૈયારી કરતો હતો.

વિશાલે વધુ કઈ ના પુછ્યુ પણ એટલું પુછ્યુ કે આજે પ્રયાગ  નો દિવસ તો બરાબર ગયો ને ??

અંજુ બોલી....કે.. જી...બધુ સરસ રહ્યું હતુ...એમ હમણા પ્રયાગ કહેતો હતો.
 અને સુતા પહેલા અંજુ બોલી કે આજે...પ્રયાગ ની બર્થડે હતી એટલે  તેને વીશ કરવા અને આશીર્વાદ આપવા માટે અનુરાગસર આજે ઓફીસ આવ્યા હતા. 

ઓહ ...ધેટસ ગ્રેટ અંજુ....બહુ સારા માણસ છે...અનુરાગસર.
પ્રયાગ ના જન્મ સમયે પણ તે આપણા કહેવા થી આવ્યા હતા. હજુ પણ યાદ છે તેમને ? અને સ્પેશીયલ ટાઈમ કાઢી ને પ્રયાગ ને આશીર્વાદ આપવા આવ્યા બહુ સારું કહેવાય. આમ બોલી ને વિશાલ સુવા ગયો.

  અંજલિ પણ ચેન્જ કરી આવી અને સુવા માટે પ્રયત્ન કરી રહી હતી. આદત મુજબ ભગવાન નું નામ લઈને તે બેડ પર આડી પડી. સુતા સુતા આજના આખા દિવસ  ના ઘટનાક્રમ ને યાદ કરી રહી હતી..અને આજે હોટલ માં પ્રયાગ ને જે સરપ્રાઇઝ મળી હતી તેનો પ્રાસ બેસાડવા પ્રયત્ન કરી રહી હતી.

 અચાનક અંજલિ ને કોઈ વાત યાદ આવી ગઈ...કદાચ આછો પાતળો અંદાજ આવી ગયો હતો અંજલિ ને...પણ મન મા જ ખુશ થઈ ને સુઇ ગઈ.

☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆

  સવાર પડતા જ અંજલિ તેની રોજ ની સામાન્ય ક્રિયા ઓ પતાવી ને ૬.૩૦ વાગે તૈયાર થઈ ગઈ ...આ તેનો નિત્ય ક્રમ હતો.

 પુજા ની થાળી...લઈને રોજે ઘર થી નજીક ના મંદિર માં રોજ જવાનું તે અંજલિ નો વણ લખ્યો નિયમ હતો. એટલે અંજુ રાત્રે ગમેતેટલુ મોડુ થયું હોય છતા પણ સવાર ના મંદિર જવાના સમયે બરાબર ૬.૩૦ વાગતાજ બંગલો ના પોર્ચ માં હાજર હોય.
અંજુ ના ડ્રાઈવર ને પણ ક્યારેય કહેવું ના પડે....ડ્રાઈવર પોતે પણ કાર ને સાફસૂફ કરી ને હાજર હોય...મંદિર જવાના સમયે. 

અંજલિ ને પોતાને એકદમ ચોખ્ખા રહેવાનું પસંદ હતુ, અને હંમેશા તેનુ ઘર , ઓફીસ, તેની ગાડીઓ બધુજ એકદમ સ્વચ્છ અને સુંદર રખાવતી. જોકે લગભગ બધો જ સ્ટાફ જુનો હતો એટલે બધાજ અંજલિ ની પસંદ ના પસંદ થી ટેવાયેલો હતો. કોઈ ને કંઈપણ કહેવુ પડે નહી. દરેક સ્ટાફ પુરી ઈમાનદારી, નિષ્ઠા, અને વફાદારી થી પોત પોતાનુ કાર્ય કરતો હતો. અંજલિ ને તેના સ્ટાફ પર સંપૂર્ણ ભરોસો હતો...
ઘર, ઓફીસ, ફેક્ટરી બધાજ સ્ટાફ અંજલિ ને ખુબ રિસ્પેક્ટ આપતા હતા. સામે અંજલિ પણ દરેક ને માન આપતી તથા તેમના કામ નુ યોગ્ય હોય તેના કરતાં પણ વધુ વળતર આપતી, એટલે અંજલિ નો સ્ટાફ ક્યારેય તેને છોડીને બીજે જતો નહોતો.

 અંજલિ આજે તેની મન પસંદ બ્લ્યુ સાડી માં સજ્જ હતી, હંમેશા ડ્રાઈકલીન વાળી સાડી પહેરવાનો આગ્રહ રાખતી અંજુ આજે પણ કડક ડ્રાઈક્લીન વાળી જ સાડી પહેરીને નીકળી હતી.
 
 ડ્રાઈવર કાર લઈને આવી ગયો,  એના નિર્ધારિત સમય અને જગ્યા પર અને ઉતરી ને તરત અંજલિ માટે દરવાજો ખોલ્યો. સિકયુરીટી એ સભય મુજબ બંગલા નો ગેટ ખોલી ને રાખ્યો હતો.

 અંજલિ એના ટાઈમ મેનેજમેન્ટ માં જ માનતી હતી. રોજે સૂર્ય નારાયણ ભગવાન તેમના ઊગવા ના સમય માં ફેરફાર કરે પરંતુ અંજલિ ના નિત્યક્રમ માં રતી ભાર પણ ફરક ના પડે, એટલે ઘર ના દરેક સભ્યો સમય માં જ કામ કરવાનો આગ્રહ રાખતા, ડોકે ક્યારેક કોઈ કેરણ થી સમય માં ફેરફાર થાય તો અંજલિ કયારેય કોઈ ના પર ગુસ્સો નહોતી કરતી.
 
અંજલિ  તેની કાર માં બેઠી...એટલે કાર ધીમેધીમે પ્રયાગ બંગલો માંથી મંદિર તરફ રવાના થઈ. 

મંદિર માં પુજારી રોજે અંજલિ આવે પછી જ આરતી ચાલુ કરતા. અંજલિ પણ સાથે તેની પુજા ની  થાડી થી આરતી ઉતારતી.

 આરતી ની વીધી પતાવીને અંજુ એ રોજ ના નિયમ મુજબ મંદિર ની બહાર બેસતા ગરીબો ને ધર્માદો કરતી. ગરીબો પણ રોજ અંજલિ નાં આવવા ની રાહ જોતા હોય....અંજલિ ને પણ કદાચ આવાજ ગરીબ અને કદાચ જરૂરીયાત વાળા માણસો ની દુઆ મળતી હતી ...!

  ડ્રાઈવર કાર ને મધ્યમ સ્પીડે ચલાવીને પ્રયાગ બંગલો પર પંહોચવા આવ્યો હતો....
 અંજલિ ના જવા અને પાછા આવવા નો સમય ફીક્ષ હતો...એટલે સિકયુરીટી એ ગેટ ખોલી ને તૈયાર હતો.

 ડ્રાઈવરે કાર ને પોર્ચ માં ઉભી રાખી...અને અંજલિ ને ઉતારી ને કાર પાર્ક કરી. 
 
સવારે ૬.૩૦ વાગે મંદિર જવાનું...અને ૭.૩૦ વાગે પરત આવવાનુ, ભગવાનને પુજા  ...આરતી કર્યા પછીજ અંજુ સવાર નો નાસ્તો અને ચ્હા લેતી હતી. અને ઘર માં વિશાલ તથા પ્રયાગ ને પણ આગ્રહ કરતી કે ભલે મંદિર ના જાય પરંતુ ઘર ના મંદિર માં ભગવાનને પુજા આરતી કરીને જ પછી બીજા કામ કરે. 

પરંતુ વિશાલ ને મંદિર જવામાં કંઇ રૂચી ન્હોતી, એને તો એ ભલો ને એનું કામ ભલુ. વિશાલ ને તેનો નાનો મોટો કન્સ્ટ્રક્શન નો બીઝનેસ હતો. એને એના કામ માં સંતોષ હતો, બહુ મોટા કામ કરવામાં અને મોટા બિલ્ડર બનવાનુ આ બધુ એને સમજાતું નહી.

 પરંતુ સામે...તેણે અંજલિ ને ક્યારેય કોઇ કામ કરતા રોકી કે ટોકી નહોતી. અંજલિ ને તેના બીઝનેસ માં કોઈપણ જાતનો સપોર્ટ નહોતો, પણ વિશાલ તેને કોઈ કામ માં રોકતો નહીં તેટલું પણ અંજલિ માટે પુરતું હતું. 

કારણકે...વિશાલ કરતા પણ બુદ્ધિ ચાતુર્ય માં અને નિર્ણયો લેવા માં અંજલિ એક મોટા બીઝનેસમેન ને પણ હંફાવી દેતી, એટલે અંજલિ ને ક્યારેય તેના બીઝનેસ માં કે બીજા કોઈ પણ કામમાં વિશાલ નો સપોર્ટ લેવા ની જરૂર પડી હોય એવું બન્યું નહોતું. 
 
હા...ઉપરથી..વિશાલ નાં કોઈ નાના મોટા કામ અટકે તો અંજલિ ના તેની સાથે નાં રીલેશન ની કોઈ ને જાણ માત્ર થાય તો પણ તેનું કામ સરળ થઈ જતુ હતુ. શહેર ના લોકો એટલી ઈજ્જત કરતા હતાં..પ્રયાગ ગ્રુપ અને અંજલિ ઝવેરી ની...!!

  વિશાલ પણ બાથ લઈને રેડી હતો, શેફ સવાર નો નાસ્તો બનાવતો હતો, અંજલિ એ ઘર માં પ્રવેશી અને વિશાલ ને મંદિર નો પ્રસાદ આપ્યો. અને પછી તેના નિયમ મુજબ સીધી પંહોચી ગઈ પ્રયાગ ને ઉઠાડવા એના રૂમમાં....
પ્રયાગ  ના દિવસ ની શરૂઆત અંજલિ નું મ્હો જોઈને જ થવી જોઈએ.  

પ્રયાગ નું દ્રઢપણે એવુ માનવું હતું કે ....અંજલિ..તેની.. મમ્મી ને જોઈને ઉઠે છે તો તેનો દિવસ એકદમ સફળ અને ખુશ ખુશાલ જાય છે.

પ્રયાગ ને મોડા ઉઠવું ગમતું નહોતુ, પણ ઉઠતાની સાથે જ તેને મમ્મી ના મુખારવિંદ ના દર્શન થાય....એટલે જાણી નેજ તે જાગતો હોય છતા પણ...અંજલિ ના આવવા ની રાહ જોતો પડ્યો રહેતો.

બેટા...પ્રયાગ...બરાબર ૭.૩૫ આસપાસ રોજે પ્રયાગ ને ઉઠાડવા અંજુ એના રૂમમાં પહોંચી જાય.
 જો ...બેટા....સૂર્યનારાયણ માથે આવી ગયા હવે તો....ઉઠો ચલો....!! ડાઇનીંગ ટેબલ પર આવી જા બેટા ફ્રેસ થઈ ને...૩૦ મીનીટ માં. 
અંજલિ નુ અનુશાસન એવુ કે દરેક કામ ને કલાકો માં નહીં મીનીટો માં વંહેચી ને કરવાની ટેવ હતી...તેને કામ કરવાની તથા કામ કરાવવાની પણ....!!

  પ્રયાગ ઉઠયો અને...અંજલિ ને પગે લાગ્યો....!! લવ યુ મમ્મી...!! કહેતા જ અંજલિ ને હગ કરી ને....બેસી ગયો....પ્રયાગ. 

અંજલિ ની આંખો.....ભરાઈ ગઈ..!!

રોજ નો...ઘટનાક્રમ.....
પ્રયાગ નુ...જાણી ને લેટ ઉઠવું...!! અંજલિ નું  જગાડવા જવુ....પ્રયાગ નું...જાગી ને....અંજલિ ને...હગ કરી ને...લવ યુ...કહેવુ.....અને...અને...અંજલિ ની આંખો ભરાઈ જવી.. !!



                (  ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED