ચપટી સિંદુર - ભાગ - ૯ Neel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચપટી સિંદુર - ભાગ - ૯

(નવ્યા અને નિકેશના પ્રેમ સંબંધને નામ આપનાર ગીત આજે નવ્યા માટે સંજીવની બની ગયો ગીતના શબ્દોથી અચેત નવ્યામા ચેતના જાગી ઉઠે છે અને નવ્યા કોમા માંથી બહાર આવી જાય છે. નિકેશ માટે આ એક ચમત્કારથી ઓછું ન હતું)

નવ્યા હોશમાં આવતાં જ નિકેશને પોતાની સામે જોઈને રડી પડે છે અને નિકેશ તેને ઝટથી પોતાની બાહોમાં લઈ લે છે બન્ને ખૂબ રડે છે...

નિકેશ... પ્રશાંત ક્યાં ? નવ્યા ના હોશ માં આવ્યાને પહેલા જ સવાલ નો જવાબ નિકેશ માટે અઘરો થઈ પડે છે.

નિકેશ જવાબ આપો પ્રશાંત ક્યાં.... નવ્યા એક જ વાત કરતી રહે છે....

તું રીલેક્સ રહે પ્લીઝ... પ્રશાંત આવે છે ઓકે. આ સ્થિતિમાં પ્રશાંતના મૃત્યુ નું કહેવું વ્યાજબી ન લાગતા નિકેશ જુઠું બોલે છે.

થોડા સમય બાદ નવ્યાને પોતાના શરીરમાં કાંઈ ઉણપ જેવું ફીલ થતાં ગભરાહટમાં નિકેશને કહે છે ....નિકેશ મારા પગ... મારા પગને હું ફીલ નથી કરી શકતી... નિકેશ મારા પગ... મારા પગ... બોલતી રહે છે....

નવ્યા રીલેક્સ... રીલેક્સ... નિકેશ શાંત કરે છે....

નિકેશ.. પ્લીઝ મને મારા પગ ફીલ નથી થાતાં... તું મારા પગ પરથી ચાદર હટાવ.... નવ્યા રડતાં રડતાં કહે છે..

કાંઈ નથી બચ્ચા... હાયપર ના થા...શાંત એકદમ શાંત થા... નિકેશ કહે છે....પણ નવ્યા ગમે તેમ બેઠી થઈને પગ પર ની ચાદર હટાવે છે અને જોઈને નવ્યાથી ચીખ નીકળી જાય છે.

અકસ્માતમાં ગંભીર ઈજાઓ ના કારણે નવ્યા ના બન્ને પગ પેરેલાઈઝ્ડ થઈ ગયા છે. નવ્યા બસ રડતી રહે છે અને ફરી બેહોશ થઈ જાય છે.

નિકેશ જલ્દીથી ડોક્ટરને બોલાવે છે અને બધી વાત કરે છે. ડોક્ટર પ્રાઈમરી એક્ઝામીનેશન કરે છે અને બધું ઠીક હોવા અને અશક્તિ ના લીધે બેહોશ થઈ ગયેલ હોવાનું, દવા આપેલ હોવા અને એક દિવસ બાદ ડીસ્ચાર્જ મેળવી શકતાં હોવા અને પેશન્ટને મોટીવેટ કરવાનું જણાવે છે.

નિકેશના સેલ પર કોલ આવેલ હોવાનું યાદ આવતાં તે સામે થી કોલ કરે છે...

સામેથી હેલ્લો મી. નિકેશ... હું હોસ્પિટલમાં જ છું... આપ...

નિકેશ વાત કાપીને... ઓહ.. કવિતા મેમ...

હું આઈ. સી. યુ. વિભાગમાં જ ફર્સ્ટ ફ્લોર પર છું... આપ આવો આપના કોલે તો ચમત્કાર કર્યો છે આજેે...

સામે થી... ઓકે આઈ વીલ બી ધેર રાઈટ નાવ.. કહી ને કોલ કટ કરે છે....

થોડી વાર માં કવિતા આઈ.સી.યુ. રૂમ પાસે પહોંચે છે જ્યાં નિકેશ બહાર જ વેઈટ કરતો હોય છે.

મી. નિકેશ ? કવિતા પૂછે છે.

જી હું જ નિકેશ મારી સાથે જ આપની સેલ પર વાત થઈ છે.

જી આ આપની અમાનત સેલફોન આપતાં કવિતા કહે છે.

થેન્ક યુ... થેન્ક યુ વેરી મચ નિકેશ મોબાઈલ લેતાં લેતાં કહે છે.

ના ના આ તો મારી ફરજ હતી આમા થેન્ક્સ ની કોઈ જરૂર ના હોય.. કવિતા ઉતર આપે છે.

ના...આપનો ધન્યવાદ તો કરવો પડે નહીંતર આજે મોબાઈલ જેવી વસ્તુ પરત ન મળે... આપના જેવા લોકો માટે ધન્યવાદ પુરતું પણ ના કહેવાય.... નિકેશ કહે છે.

અચ્છા... આપ મને કહેતા હતા કે મારા કોલ થી ચમત્કાર થયો! હું કાંઈ સમજી નહીં...

ઓહ ! હા મેં સાચું જ કહ્યું કે આપના કોલ થી ચમત્કાર થયો છે...

આવો... કહી ને નિકેશ તેમને આઈ.સી.યુ..રૂમમાં લઈ જાય છે... નવ્યા સુતી છે... તેના તરફ ઈશારો કરીને... આ નવ્યા છે મારી ખાસ મિત્ર અને સંબંધી પણ... સાચું કહું તો મારું બધું જ છે...

આ જે મોબાઈલ આપે આપ્યો તે એનો છે... હમણાં સુધી કોમા હતી. નવ્‍યાનો ફેવરીટ સોંગ મેં મારા મોબાઇલની રીંગ ટોન તરીકે રાખેલી. આપનો કોલ આવતાં તે રીંગ ટોન વાગી અને તે સોંગના કારણોસર અચેત નવ્‍યામાં ફરીવાર પ્રાણ પુરાઇ ગયા. હવે આ ઘટના ચમત્‍કાર નથી તો શું છે. એટલે જ મેં આપને કહ્યું કે આપના કોલ એ તો આજે ચમત્‍કાર કરી દીધો છે. નિકેશ પોતાની વાત પુરી કરે છે.

કવિતા: ઓહ... બહુ સારું કહેવાય... મેં બનાવ વાળા સ્‍થળનું નિરીક્ષણ કર્યું છે. ઘટના બહુ જ ભયંકર હતી. કિસ્‍મત વાળી છે કે નવ્‍યા તેમાંથી બચી ગયી.

નિકેશ: હા... બચી તો ગઇ છે.. પણ કમરના ભાગે ગંભીર ઇજાઓના કારણે તેના બન્‍ને પગ પેરેાઇઝ્ડ થઇ ગયા છે. કોમામાંથી બહાર આવતાં તે હકિકત જાણીને ફરીવાર તે બેહોશ થઇ ગઇ છે. ડોકટરે દવા આપી છે થોડા કલાકોમાં હોશ આવી જશે એમ કહ્યું છે અને આવતી કાલે ડીસ્‍ચાર્જ પણ આપી શકાશે.. તેવું પણ કહ્યું છેે.

કવિતા: સારું છે... પણ આ સ્થિતિમાં તેમની ધ્‍યાન પણ રાખવી પડશે.

નિકેશ: હા... એ તો છે જ... નિકેશ જવાબ આપે છે.
‍‍
નિકેશ પોતાની આગળ વાત વધારતા ... સોરી કવિતાજી હું પણ કેવી બધી વાતો લઇને બેઠો છું ... છેલ્‍લા વીસેક દિવસથી બસ નવ્યા ને અચેત જ મુંગે મોઢે જોઇ છે અને આજે આપ મળી ગયા તો બેસી ગયો વાતો કરવા... સોરી આપનો કોઇ જરૂરી કામ કે સમય મારી વાતોથી બગડ્યો હોય તો...

કવિતા : અરે એમાં સોરી ના હોય... અને ઇન્‍સાનીયત પણ હોય છે... આપે વાત કરી તો આપનું પણ મન હળવું થઇ ગયું ને... અને હું અહીં સ્‍થાનિકે જ રહું છું મારા લાયક કોઇ કામ હોય તો વિના સંકોચે કહેજો મને ખુશી થાશે.

નિકેશ : હા ચોક્કસ...

કવિતા : અચ્છા હવું જાઉં ...

નિકેશ : જી... જરૂર... બાય... ટેક કેર ..

કવિતાજીના જવા પછી નિકેશ રીલેક્સ થઇને ફરી નવ્યાની બાજુમાં બેડ પાસે બેસી જાય છે અને થોડી વાર બાદ... અરે..... નવ્યા કોમા માંથી બહાર આવી ગયી છે તે હું રાશીને કહેતા તો ભુલી જ ગયો... ચાલ નિકેશ કોલ લગાવ રાશીને... આમ ખુદથી જ વાતો કરતાં કરતાં તે રાશીને કોલ લગાવે છે.

રીંગ જાઇ રહી છે... અને સામે થી રાશી કોલ ઉપાડે છે..

નિકેશ : હેલ્લો રાશી.... ખુશ ખબર છે એક....

રાશી : હાં કહો... ઘણાં દિવસો બાદ કાંઇક સારું સાંભળવા મળશે...

નિકેશ : રાશી નવ્યા કોમાં માંથી બહાર આવી ગઇ છે અને ડોકટરે આવતી કાલ સાંજ સુધી ડીસ્‍ચાર્જ પણ લઇ શકો છો તેવું પણ કહ્યું છે..

રાશી : બહુ સરસ... પણ બહુ જલ્દી ડીસ્ચાર્જ લેવાની ના કરશો... નવ્યા બરોબર હોય તો જ ડીસ્ચાર્જ મેળવજો... અને હા નવ્યાને અત્યારે કેમ છે... વાત થઇ શકશે એનાથી...

નિકેશ : ના રાશી વાત તો નહીં થઇ શકે... કેમ કે તે ફરી પાછી બેહોશ થઇ ગયી છે.. ડોકટરે ઇન્‍જેકશન આપેલ છે અને થોડા કલાકોમાં હોશ આવી જશે એમ કહ્યું છે...

રાશી : ફરી વાર બેહોશ ? રાશી સવાલ કરે છે …

નિકેશ : હા... રાશી .... નવ્યા કોમા માંથી બહાર તો આવી ગયી છે પણ તેના બન્‍ને પગ પેરેલાઇઝડ થઇ ગયા છે અે જાણીને તે ફરી બેહોશ થઇ ગયી છે.

રાશી : સામેથી રાશી દુઃખી શ્વરમાં... હે ભગવાન.. તે આ શું કર્યું... કહીને રાશીને ડૂમો આવી જાય છે.

તમે ખયાલ રાખજો હો... એનો..

નિકેશ : હા હું ખ્યાલ રાખીશ... સાંભળ રાશી... નવ્યા કોમા માંથી બહાર આવતાં જ પ્રશાંત ની પૂછા કરતી હતી. આ સમય સાચું કહેવું યોગ્ય ન લાગતા મે નવ્યા ને પ્રશાંત આવે છે એમ કહી ને વાત ટાળી નાંખી છે. ખબર નથી પડતી બધી પરિસ્થિતિ કેમ હેન્ડલ કરવી.

રાશી : તમે ચિંતા ન કરો અને ધીરજ રાખો. એક તમે જ તો છો જે બધું કરી શકો છો અને તમે હિંમત હારશો તો કેમ ચાલશે અને પ્રશાંત ની વાત કરજો જ નહીં તમે અહીં આવી જાશો પછી આપણે સંભાળી લેશું.

રાશીની હિંમત ભરી વાતો છતાં રાશીના મન માં પણ સવાલો ઉભા થાય છે અને તે નિકેશને તરત જ કહે છે

હેલ્લો નિકેશ એક પ્રશ્ન ઉભો થયો છે મનમાં ...

નિકેશ : શું કહે ....

રાશી : નિકેશ નવ્યાનું હવે શું થાશેે... એ તો અનાથ છે અને પ્રશાંત પણ હવે નથી... અને રમણકાકા પણ એકલા છે. શું કરશું હવે... રાશી સવાલ પર સવાલ કરે છે.

સાંભળો નિકેશ આપણે નવ્યાને કાંઇ ઓછું આવવા નહીં દઇએ હું અત્યારથી જ કહી દઉં છું અને એ આપણા ઘરની સભ્ય પણ છે... સવાલો સાથે રાશી જવાબ પણ ખુદ જ આપી રહી છે.

નિકેશ : અરે... રાશી તું કેવી વાતો કરે છે... પોતે જ સવાલ કરે છે અને જવાબ પણ તું જ પોતે આપે છે... કાંઇ ખબર પડી તને... અાપણે એમ થોડીને મુકી દઇશું... અને હા તું જેમ કહી એમ કરશું ... હવે તું ‍ચિંતા ના કરીશ..

અને હા રમણકાકાને કોલ કર્યો હતો પણ લાગતો નથી... તું જરા કોલ કરીને કહી દે એમને...

રાશી.: હા.. હું હમણાં જ કોલ કરી ને કહી દઉં જો તમે હવે કોલ કટ કરો તો અને હા.. મીસ યુ બોથ નિકેશ ... જલ્‍દી આવજો...

નિકેશ : મીસ યુ ટુ... ડીઅર... બાય અને ખ્યાલ રાખજે તારી અને મારી જાહ્નવીની... ઓ.કે. બાય...

રાશી અને નિકેશની વાત પુરી થયા પછી રાશી રમણકાકાને કોલ લગાવી રહી છે પણ કોલ લાગતો નથી. રાશી ઘડીયાળ તરફ નજર કરે છે બપોરના ત્રણ જેવા વાગતા હતા એટલે રાશી રમણકાકાને ઘેર જઇને જ સમાચાર આપી આવવાનું વિચારે છે અને રાશી જાહ્નવીને લઇને રમણકાકાને ત્યાં જવા નીકળી જાય છે.

ક્રમશઃ