ના કહેવાયેલી દિલ ની વ્યથા... Vishal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

શ્રેણી
શેયર કરો

ના કહેવાયેલી દિલ ની વ્યથા...

2 june 2016 to 2 june 2019
3 year મારી જિંદગી ના...

હતો એ દિવસ કાળઝાર ગરમી નો...હૃદય બેય ના કોરા ધાકોર હતા....
હતો સમય રાત્રી નો જ્યાં બેય એકબીજા થી સાવ અજાણ હતા...

ગમી હતી મારી શાયરી એજ દિવસે એમને...એ શાયરી થકી બેય બોલતા થયા હતા...
કમી હતી બેય ની જિંદગી માં સાચા દોસ્ત ની...બેય પોતાના એકાંત માં મસ્ત હતા...

વધતી ગઈ મિત્રતા...આવતી ગઈ નિકટતા...એ પ્રથમ વર્ષ ના દિવસો બેય માટે બૌ ખાસ હતા...
કારણ મળ્યું મને લખવાનું...ગમતું હતું એમને વાંચવાનું..બંને એકબીજા માં ડૂબવા તૈયાર હતા...

આવ્યું ચોમાસુ ...ધોધમાર વરસાદ ની જેમ બેય એકબીજા પર લાગણીઓ ભરપૂર વરસાવતા હતા...
પહેલા વરસાદ ની મહેકતી ધરતી ની સોડમ માં એકબીજા નો અહેસાસ ભરપૂર કરતા હતા...

આવી પાનખર ને બેય એકબીજા ની દોસ્તી માં પુરે પુરા ડૂબેલા હતા...
હતી લાગણીઓ હવે દોસ્તી કરતા પણ વધારે એ બેય જાણતા હતા....

બેય હતા નાદાન...ડરતા હતા કે આ સ્નેહ ના સબંધ ને પ્રેમ નું નામ કોણ આપે...
તેમ છતાં રોજ મનો મન બસ જિંદગી ભર એકબીજા નો સાથ ઝંખતા હતા...

દિવસ ભર કાળજી રૂપી લાગણીઓ થી એકબીજાને ભીંજવતા હતા...
થોડીક ક્ષણો માટે પણ બંને એકબીજાની દૂર જવા ના માંગતા હતા...

જિંદગી ના બધા જ સુખ દુઃખ રોજ એકબીજા સાથે વહેંચતા હતા.....
એકબીજા ને મેળવી ને જિંદગી ના સૌથી હસીન પળ બેય વિતાવતા હતા...

એ શીતળ રાત્રી માં એકબીજા ને આખા દિવસ ની દિનચર્યા કહી ને થાક ઉતારતા હતા...
વ્હાલ રૂપી સબંધ પામ્યા ની ખુશી માં રોજ એકબીજા ની દુનિયા માં ખોવાઈ ને હસતા હસતા ઊંઘતા હતા..

કુદરત ના પાનખર ના નિયમ ની વિરુદ્ધ બેય ચાલતા હતા..પર્ણો સુકાય ને ખરતા હતા...
પણ એ બે તો બસ સ્નેહ માં એકબીજા ની વધુ નજદીક આવતા જતા હતા..

પાનખર પત્યા સુધી તો એકબીજા ની લાગણીઓ માં ગળા દુબ હતા...
ઘડીક કોઈ એક ગાયબ રહે તો મન માં ચિંતા ના વાદળો ગળા દુબ હતા...

મીઠા જગડાઓ નું મૌસમ એની પરાકાષ્ઠા એ હતું..બેય ને બસ એકબીજા માં દુબવું જ હતું...
આમ ને આમ એમની મૈત્રી નું એક વર્ષ પૂરું થયું...પણ એ એક વર્ષ બેય ની માટે બૌ ખાસ હતું...

આમ ને આમ બેય એકબીજા ની નજદીક આવતા ગયા...બસ એકબીજા ના સાથ થકી જ હંમેશા હસતા હતા...
સવાર સાંજ બસ એકબીજા સાથે વાતચીત કરતા..કૈક અણગમુ બન્યું હોય તો કહી ને દિલ હળવું કરતા હતા...

દિવસો અમુક અમાસ ના પણ આવ્યા હતા..બેય એકબીજા થી દુર જવાના નિષ્ફળ પ્રયાસ કરતા હતા..
એ પ્રયાસો પછી પૂર્ણ પણે એકબીજા ના થઇ ગયા હતા..જિંદગી ભર ના નાદાન સપના બેય જોતા હતા...

જિંદગી ભર આ સાથ નાઈ છૂટે આ વિશ્વાસ સાથે બેય જીવતા હતા...
કઈ પણ થશે હંમેશા સાથ નિભાવીશું એવાં વાયદા એકબીજા ને આપતા હતા...

અંદર ને અંદર બેય એકબીજા ને પામી ને હરખાતા હતા..હરખ ના આંશુ એકબીજા થી છુપાવતા હતા...
આમ ને આમ એમની મૈત્રી ને દોઢ વર્ષ પૂરું થયું...સાથ પામી ને બેય ને જિંદગી નું નવું સરનામું મળ્યું હતું...

આ લાગણી રૂપી સબંધ માં અતૂટ સ્નેહ સાથે બેય મધ દરિયે પહોંચી ગયા હતા..
જ્યાંથી ના બેય આગળ વધી સકતા હતા...ના પાછા વળી સકતા હતા...

આમ ને આમ એમના નામ વિનાના સબંધ ને બે વર્ષ વીતી ગયા હતા...
હતી ખાલી એક-બે રૂબરૂ મુલાકાતોજ..બેય દૂર હોવા છતાં દિલ થી એકબીજાની નજીક ભરપૂર હતા..

આવ્યું ફરી ચોમાસુ કૈક અલગ જ.. કમોસમી અશ્રુ રૂપી વરસાદ સબંધ માં આવ્યો હતો...
નાની નાની વાતો માં એકબીજા થી નારાજ થઈ મનાવાનું ચાલુ જ હતું...

સમય નું ચક્ર ચાલતું ગયું...ધીમે ધીમે હૃદય માં મારા એમને ખોવાનો ડર સતાવવા લાગ્યો હતો...
મારી ગળા દુબ લાગણીઓ હવે એમને બંધન માં રાખવા લાગી હતી...

સમય વિત તો ગયો...એમની વચ્ચે તિરાડો વધતી ગઈ...સબંધ માં હવે ગાંઠ પડવાની શરૂઆત થઈ ચૂકી હતી...
વાદળો ની ગડગડાટ થઈ રહી હતી..સબંધ માં અશ્રુ રૂપી ચોમાસુ બેસવાની તૈયારી થઈ ગઈ હતી...

જ્યાં બિંદાસ એકબીજા ને કઇ પણ કહી દેતા હતા...આજે આ સબંધો માં વિચારી વિચારી ને બેય બોલવા લાગ્યા..
બેય જાણતા હતા કે નથી પહેલા જેવી વાત હવે..અંદર ને અંદર બેય ગૂંગળામણ અનુભવ વા લાગ્યા..

હું એમને ખોવાના ડર થી વધારે ને વધારે લાગણીઓ વરસાવાના પ્રયત્નો કરતો રહ્યો...
એમને બંધન ની અનુભૂતિ કરાવી કરાવી ને એમના દિલ ને ઠેસ પહોંચાડતો ગયો...

સમય એટલો ખરાબ આવતો ગયો...1-1 દિવસ હવે તો એકબીજા થી દુર કરતો ગયો...
સમય વીતતો ગયો..સાથે મળીને જોયેલા 1-1 સ્વપ્નો વિખરતા ગયા...

ગાળા દુબ સમય આવી ગયો....જ્યાં અનહદ લાગણીઓ હોવા છતાં એકબીજા થી દુર ભાગતા ગયા...
સબંધ ને સાચવવા ની મથામણ માં એકબીજા સાથે રોજ દલીલો કરતા ગયા..અંદર ને અંદર તૂટતા ગયા...

બેય ને સબંધો નો "THE END" દેખાતો ગયો...બધી જ યાદો અંદર ને અંદર બેય ને મારતી ગઇ...
એ અંત ની ઘડી આવી ગઈ...જ્યાં ભર પૂનમ એ પણ બેય ની જિંદગી માં અમાસ છવાઈ ગઈ..

એમને એમ રોજ ની દલીલો સાથે અઢી વર્ષ નીકળી ગયા...પણ પ્રેમ ના અઢી અક્ષર ધીમે ધીમે ભૂંસાતા ગયા...
કરતો રહ્યો નાહક ના પ્રયત્નો હું એમની નજરો માં ઊંચા આવવાનો..એ પ્રયત્નો જ મને એમનાથી દૂર લેતા ગયા..

આવી વર્ષ ગાંઠ મારા જન્મ ની..ફરી એ સબંધ ની પાંપણો ફોડવાનો પ્રયત્નો બેય કરતા ગયા..
નક્કી કર્યું કે જિંદગી Restart કરીએ..દલીલો બંધ કરીને ફરી થી એ નિસ્વાર્થ મૈત્રી માં ફરી ડૂબી જઈએ...

સમય સંજોગ સાથે કોણ જીતી શક્યું છે ક્યારેય...થોડાક દિવસ માં ફરી થી એજ જુદાઈ ના એંધાણ આવતા ગયા..
મારા અમને ઈમ્પ્રેસ કરવાના પ્રયત્નો..એમને હસી આપવાના પ્રયત્નો જ અમને દુઃખ પહોંચાડતા ગયા..

આવી ગઈ હદ એમની સહન શક્તિ ની...અતૂટ સબંધ બસ એક ઝટકા માં જ તૂટી ગયા...
બળ્યા છે બેય ના દિલ એમાં..તેમ છતાં સમય ની બાજી સામે બેય હારી ગયા...

આ સબંધો રૂપી દિવા ને અશ્રુ ઓ બુજાવતા ગયા..મારા બધા જ પ્રયત્નો એમને દુઃખ આપીને વધારે દૂર કરતા ગયા..
એકબીજા ને મનાવાની જગ્યા એ એકબીજા સાથે બસ જગળતા રહ્યા....દૂર થતાં ગયા..

આજે 3 વર્ષ પુરા થયા એ મૈત્રી ના..પણ સમય સંજોગો એ આ સંબંધ ને મૈત્રી કહેવા લાયક પણ ના રાખ્યા...
આજે બેય ખાલી એકબીજા થી નઈ પણ હવે તો ખુદ થી જ દૂર ભાગવા લાગ્યા..

હું મનાવાનો પ્રયત્ન ના કરત તો કદાચ સ્વાર્થી કહેવાત..પણ એ પ્રયત્નો પણ મને આજે હરાવતા ગયા...
એમને ફરી પામવાની ચાહત સામે...મારા બધા જ પ્રયત્નો નિષ્ફળ થતા ગયા...

આખરે એ ભયાનક અંત આવી જ ગયો..જ્યાં એ મારો ચહેરો જોવા પણ ના માંગતા હતા...
રમી ગયો સમય ખૂબ સરસ દાવ જિંદગી સાથે..થોડા સમય માટે આપીને બધું જ છીનવી ગયો...

હશે ખામી મારા માં અઢળક...પણ એક વાત કહું મારી લાગણીઓ બધી જ સાચી હતી...
હજારો વાર દુઃખી કર્યા હશે મેં ..પણ જે તમને પામવાની ચાહત હતી એ દિલ થી હતી...

તૂટી ગઈ છે હવે દોર એ અતૂટ સબંધ રૂપી દોરડા ની...ગાંઠ વાળીશું તો પણ કદાચ જિંદગી ભર એટલી મજબૂત નઈ થાય...
બસ હવે તો આટલી જ પ્રાથના કરીશ હું ખુદા ને...કે આખી જિંદગી મારી એમની એ હસીનયાદો ના સહારે જ નીકળી જાય...

હશે કદાચ હજારો કારણ મારાથી દૂર જવાના..પણ હું હંમેશા એ એક કારણ શોધતો રહ્યો જે દૂર ના કરે..
પણ કદાચ છોડવા ના હજાર કારણો ની સામે હું તમને એક કારણ પણ ના આપી શક્યો જે પાસે કરે..

છે એમની જે કમી  એ કમી કદાચ જિંદગી ભર પુરાશે નહીં...
હારેલ હૈયા ને હવે કદાચ જિંદગી ભર કોઈ પ્રાણ પુરસે નઇ...

દૂર રહીને પણ હવે તો બસ એમનો દિદાર કરવો છે...નથી આપવું એમને વધારે દુઃખ..એમના ચહેરા પર હાસ્ય રૂપી ટહુકાર કરવો છે...

મનાવાના પ્રયત્નો માં પણ એમને દુઃખ જ પહોચાડ્યું છે મેં...ખુદ રડી ને પણ એમને પણ રોવડાવ્યા છે...
છોડી દીધા છે નિષ્ફળ પ્રયત્નો હવે એમને મનાવાનાં..હશે જો ચાહત મારી સાચી તો ખુદા ના નિર્ણય નો ઇન્તેજાર કરવો છે...

અંત માં એટલું જ કહીશ...

એમનો આભાર એટલી યાદો માટે જે યાદ કરીને રોજ મન માં ને મન માં હસી શકું છું...
જિંદગી ના એ સૌથી બેસ્ટ 2 વર્ષ ની યાદો થી અંતિમ શ્વાસ સુધી સમય સાથે લડી લેવું છે..
છે ચાહત ને હંમેશા રહેશે..જિંદગી ના દરેક પળો માં એમની જરૂરત રહેશે..
દિલ માં છે જે ચાહત એમની લાગણીઓની..કદાચ હંમેશા એ અધૂરી રહેશે...

"ના મૌન સમજાયું કે ન સમજાયા શબ્દો,  અજાણ બનતા રહ્યા, જાણીતા સબંધો..!!!"