અંતરનો અરીસો - 8

અંતરનો અરીસો

હિમાંશુ મેકવાન

ભાગ - 8

૭૧.

“તમામ શક્યતાઓ”

તમામ શક્યતાઓ વિચારી જોઈ છે,

જિંદગીને એકદમ નિરાળી જોઈ છે.

બધી જાહોજલાલી તવંગરને ત્યાં,

ને ઝૂંપડીમાં બહુ બિચારી જોઈ છે.

શું કરવું પડશે એમને પામવા માટે,

આખે આખી જાત સુધારી જોઈ છે.

આખા જીવનના રઝળપાટ પછી,

કબરમાં આખરી પથારી જોઈ છે.

ખોબો માંગોને, દરિયો મળી જાય,

તો ક્યાંક, સાવ જ ભિખારી જોઈ છે.

સતત હસતાં રહેતાં ચહેરાની પાછળ,

થતી ભીની આંખની કિનારી જોઈ છે.

૭૨.

“બાંધી દો ને”

ઓહ્હ આ ઝુલ્ફની સાંકળથી બાંધી દો ને,

મને પ્રેમમાં પાગલ છું અકળ સાધી દોને.

તારા વગરના દિવસો જિંદગીમાં ગણાશે નહિ,

શું છે જિંદગી તમારા વગર કોને મને?

આપ છો ને તો જીવિત અનુભવી રહ્યો છું,

બાકી નક્કી છે કબરસ્થાન ખબર છે મને.

દીવોને સુરજ આજ આમને સામને અહીં.

જાણી ને રહેશે એકબીજાની ઓકાત કો’ને મને?

તારો છું ને તારો જ રહીશ સાત જન્મો સુધી,

આપ પણ આપો આવી ભેટ સૌગાત તો કો’ને મને.

૭૩.

“પ્રેમની રાહમાં”

આમ ને આમ પ્રેમની રાહમાં,

ક્યાં સુધી જીવું તારી ચાહમાં?

લઈએ હિસાબ બંનેના સંબંધનો,

શું માંડ્યું છે આ જીવવાની ચાહમાં.

હોઈ કોઈ તો આવે ને સામે વાત કરે,

ક્યાં સુધી જીવીએ ભગવાન ની રાહમાં?

અરીસો પણ હવે જૂઠો સાબિત થયો,

સત્ય શોધતો રહ્યો સત્યની ચાહમાં.

થાય તો પરીક્ષા પણ પૂરી કરી દઈએ,

ક્યાં સુધી રહીશું આપણે વાહ વાહમાં.

લાવ લાવ આપણે એક તો છીએ,

ક્યાં સુધી રહીશું એકબીજાની રાહમાં?

૭૪.

“કોઈ રહો મારી સાથે”

અરે હવે, કોઈ રહો મારી સાથે;

હવે હોશમાં હું નથી કોઈ વાતે.

જાણ્યું છે, એ આવવાના ફરીથી,

મચાવ્યું, તોફાન કેવું મારી જાતે.

ઉન્માદ વિચારો અતિ તીવ્ર છે,

કાશ કોઈ તારો ખરી જાય રાતે .

જીવવું જંજાળ લાગે છે હવે તો ,

મોતની નીંદરમાં પોઢવું નિરાંતે .

કફન છે, કબર છે, હવે રાહ કોની ?

લાશ હિસાબો કરે છે, જીવનના ખાતે.

૭૫.

“દિવાસળી”

આગ કેટકેટલી એની અંદર ભરાઈ છે,
એટલે તો એને દીવાસળી કહેવાઈ છે.

ચોક્કસ નિર્દોષ છેવિશ્વાસ કરો ને,
ખાલી અમથી એ આગમાં લપટાઈ છે.

આપવા અજવાળું કોઈ પારકાં ઘરને,
આખે આખી એની જાત હોમાઈ છે.

ખુદને ના બાળે ત્યાં સુધી જ કામની છે,
સળગી ગયા પછીભોંયે કેવી પટકાઈ છે.

એને પણ છે ખ્યાલ મર્મ જીવનનો,
એટલે ખોખામાં, એકબીજાથી વીંટળાઈ છે.

નાની અમથી છેપણ કમાલ તો જુઓ,
આખી વસ્તી બાળવા એકલી વપરાઈ છે.

૭૬

“શિવમ”

(મારા દીકરાને અર્પણ)

હૈયામાં સતત તારી યાદોના પડઘમ,

બહુ યાદ આવે મને મારો ' શિવમ '!

શાંત કોમળ છબી તારી આંખો સામે હરદમ,

બહુ યાદ આવે મને મારો ' શિવમ '!

હસતા રમતા રહો પપ્પા બેઠા છે અડીખમ,

બહુ યાદ આવે મને મારો ' શિવમ '!

તબિયત નાદુરસ્ત તારી કરી દે છે મને  નરમ,

બહુ યાદ આવે મને મારો ' શિવમ '!

દૂરી પલટાશે જલ્દીથી મિલનમાં એ જ આશા છે,

બહુ યાદ આવે મને મારો ' શિવમ ' !

મારી માટે સર્વસ્વ છે તું તુજ મારુ શ્વસન

બહુ યાદ આવે મને મારો ' શિવમ ' !

૭૭.

“અંતરનો અરીસો”

અરીસો જરા બતાવને,

સત્યને સામે લાવને!

અમથું થાય છે દુઃખી;

તું મન ને જરા માનવને.

બહારથી તો મળી લીધું,

પરિચય અંદરથી કરાવને!

જવાબો છે બધા ભીતર,

અંતરને થોડું ઉથલાવને.

કેમ કરીને ઓછો કરી શકું,

હું તારા પ્રત્યેના લગાવને.

સતત રહે છે આસપાસ મારી;

તારી યાદોને જરા સમજાવને!

***

***

રેટ કરો અને રિવ્યુ આપો

ભારતીય

ભારતીય 11 માસ પહેલા

Rakesh Thakkar

Rakesh Thakkar ચકાસાયેલ ઉઝર 1 વર્ષ પહેલા