સફર - The trip of fear - 4 Dipak Sosa દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

સફર - The trip of fear - 4

Hello friends

[આગળ જોયુ કે બધા તે આત્માઓની વાત ન માની તે રસ્તા પર જાય છે જ્યા તેમના પર વુલ્ફ ના દ્રારા હુમલો થાય છે પણ અચાનક તે બધા વુલ્ફ ભાગી જાય છે જે હર્ષ અને મનિષ ને સમજાતુ નથી ત્યારે મનિષ અને હર્ષને એક વિચીત્ર પણ ખૌફનાક દ્રશ્ય દેખાય છે તે જોઈ એ લોકો કાર લઈ ત્યાંથી જલ્દી નિકળે છે અને જુનાગઢ પહોંચે છે જ્યાં તે એક અજાણ્યા ખતરા તરફ આગળ વધી રહ્યા હોય છે ]

હવે આગળ


-->

તે લોકો જ્યાં જઇ રહ્યા છે તે આશ્રમની કહાની ની એ લોકોને જાણ ન હતી જેનાથી તેમની સાથે એક ભયાનક ઘટના ઘટવાની હતી.

મનિષ : આ જ રસ્તો લાગે છે

હર્ષ : હાં તે જંગલ પાંસે તેનુ ઘર છે

મનિષ : યાર આ સાધુ લોકો જંગલમા ઘર શા માટે રાખતા હશે ?

હર્ષ : તેઓનુ સ્થાન જંગલમાં જ હોય છે. અને તે જે હોય તે પણ આ સાધુ છે એ અલગજ છે

મનિષ : હા એ વાતતો છે

મમતા : તો આપણે ત્યાં જવૂ જરુરી છે ?

હર્ષ : હા કારણકે બીજો કોઈ રસ્તો જ નથી આપણે ત્યાં જવુજ પડશે

તે લોકો પેલા જે સાધુને જાણતા હતા તેનાથી પણ ભયાનક સ્વરૂપ જોવા મળશે જે તેને જીવનભર યાદ રહેવાનુ હતુ,

મનિષ : આ બધી શોપ એટલી જલ્દી બંધ કેમ ?

હર્ષ : તે પહેલા તો આપણે આવ્યા હતા ત્યારે તો આ બાર વાગ્યા સૂધી ચાલુ હતી. સ્ટ્રેંજ

મનિષ : અરે જે હોય તે આપણે શુ

થોડા સમય બાદ એ લોકો તે આશ્રમે પહોંચ્યા જે નામનુજ આશ્રમ હતુ રસ્તાની બાજુમા એક ઘર જે અંધારામા ભુતબંગલાથી પણ કંઈ વિશેષ લાગતુ હતુ.

નિલેશ : આ તે જ આશ્રમ છે કે પછી આપણે રસ્તો ભુલી ગયા છીએ

હર્ષ : આ જ તે આશ્રમ છે પણ

મનિષ : પણ બણ કંઈ નઇ આનિ સિવાય

બધા એક સાથે : બિજો કોઈ રસ્તો જ નથી

મનિષ : હમમમ...

તે લોકો અંદર જાય છે અંદરનુ વાતાવરણ જોઈ તે બધાને અહીં ન આવવુ જોઈએ એમ થાય છે પણ તે લોકો હવે ઇચ્છે તો પણ ત્યાંથી જઈ શકવાના ન હતા .

જિયા માસી : આ આશ્રમજ છે ને કે પછી કોઈ શેતાનનુ ઘર

મમતા : તે પહેલા તો અહિંયા એક સાધુના આશ્રમની જેમજ કેટલા ભગવાનના અને સંતોના ફોટાઓ હતા . સામેની દિવાલ જોઈ બોલ્યા

હર્ષ : તે બધૂ છોડો મનિષ આપણે હવે તે બાપુને મળિએ તમે બધા અહિંયા જ રહેજો

હર્ષ અને મનિષ તે સાધુ ના રુમમા ગયા પણ ત્યાં તે ન હતા તે બંને બધી બાજુ તેને શોધવા લાગ્યા ત્યાં અચાનક,,

કાર પાંસેથી ચિલાવવા નો અવાજ આવ્યો બંને ત્યાં ગયા ત્યાં નિલેશ અને બધા ડરેલા કાર પાંસે ઉભા હતા.

હર્ષ : શુ થયુ?

પ્રિયા : ત્યાં તે વ્રૂક્ષ પર

મનિષ : શું છે ત્યાં ?

કોમલ : ત્યાં વ્રુક્ષ પર કોઈ લટકાયેલુ છે

હર્ષ : ઓકે ડોન્ટ સ્કેર અમે જોઇએ છીએ

બંને તે વ્રુક્ષ પાંસે જાય છે ત્યાં કોઇ હોતુ નથી બંને જોઈ જેવા તે પાછા ફરે છે ત્યાં એક અઘોરી સાધુ અને તેની સાથે બે વ્યક્તી તે બંનેની સામે આવે છે તે બંને ડરી ગયા પણ થોડી હિંમત કરી તેણે કોણ છે તે એમ પુછ્યુ

"આ મારી જગ્યા છે અહિંયા હૂ રહુ છુ રહેતો હતો અને રહીશ " સાધુ અજીબ રીતે બોલ્યો , તેના અવાજમા ગુસ્સો હતો

"તમે લોકો કોણ છવો અને અહિંયા શા માટે આવ્યા છો ?"

મનિષ : બાપુ અમે અહિંયા પહેલા પણ આવ્યા હતા

તે સાધુ : અત્યારે શું ઇચ્છો છવો ?

મનિષ : અમને કોઇ હોટેલમા રુમ ન મળિયો તો અમે અહીં એક રાત રોકાય શકિએ ,

આ વાત સાંભળી પેલા બે વ્યક્તી એકબીજાની સામે જોઈ સ્મિત કરવા લાગ્યા .

સાધુ : ઠિક છે તમે અહિંયા રહી શકો છો .

મનિષ : તો અમે અહીં રસોઇ બનાવી શકિએ ?

સાધુ : વાંધો નહી ત્યાં બધો સામાન છે, એમ કહી તે લોકો અંદર ચાલ્યા ગયા .

" હર્ષ કેમ શુ થયુ ?" મનિષ હર્ષને વિચારતા જોઈ પુછ્યુ

" મને એમ લાગે છે કે આ પહેલા જોયા એનાથી પણ વધારે અજીબ છે " હર્ષ ગંભીરતાથી બોલ્યો

" જોયુ તે શું હતુ ? " બંને ને આવતા જોઈ હર્ષના માસીએ પુછ્યુ

" તે પેલા બાપૂ અને તેના ચેલાઓ હતા " મનિષે કહ્યુ

" પણ ત્યાં અમીએ કોઇને લટકતુ જોયુ " મમતાએ ડરતા કહ્યુ

" તો એ લોકો યોગા કરતા હશે " હર્ષ મજાક કરતા બોલ્યો

"હર્ષ " તેના જીયા માસી ગુસ્સામા હોય તેમ બોલ્યા

" પણ તમે લોકો કેવી વાતુ કરી રહ્યા છવો "

" ત્યાં અમે બંને જોઈ આવ્યા કંઈ નથી ત્યાં " મનિષે સમજાવતા કહ્યુ

તે લોકો કિચનની અંદર ગયા જ્યાં તેમને જરુરી બધો સામાન હતો.

" તો તમે લોકો રસોઇ સ્ટાર્ટ કરો અમે હમણા આવીએ છીએ " મનિષ સામાન બહાર કાઢી બોલ્યો .

" કોઇએ ક્યાંય નથી જવાનુ અહિંયા આ શાક સમારો અને આ હર્ષ ક્યાં છે ?" તેના માસીએ સવાલ કરતા કહ્યુ

" હેય ગાઈઝ " અચાનક હર્ષ ત્યાં આવી બોલ્યો. તેના આમ કરવાથી બધા ડરી ગયા.

" હર્ષ શું યાર હમણા હાર્ટ એટેક આવી જાત " મનિષ સંભાળતા બોલ્યો.

" હમણા બહૂ વધી ગઈ છે મસ્તી તારી " તેના માસી બોલ્યા .

" તમને લોકોને કહીં દઉ કે અહિંયા હવે કોઈપણ જાતનો અવાજ ન થવો જોઈએ " અચાનક તે બે ચેલા આવીને એમાંથી એક બોલીને જતા રહ્યા . તેનો અવાજ અને બોલવાની રીત અજીબ હતી.

" હવે કોઈ અવાજ નહીં કરતા " જિયા માસી બધાને કહ્યુ.

" સિરયસલી માસી કોઈ બોલ્યા વગર કેમ રહી શકે ?" હર્ષને આ વાત થી સહમત ન હોય તેમ બોલ્યો .

કોઈને બોલ્યા વગર ન ચાલતુ હોવા છતા મજબુર હોય તેમ ચુપ રહ્યા. કામ સિવાય કોઇ બિજુ કંઇ બોલતા પણ નઇ .

" ઓકે કામ પૂરુ તો હું હમણાજ આવુ છુ " હર્ષ એમ કહી બહાર જતો રહ્યો.

" એ ય તમે બંને ક્યાં ? " જિયા માસી અને કોમલને બહાર જતા જોઈ મમતાએ પુછ્યુ

" આવીએ હમણા " જતા જતા તેના માસીએ કહ્યુ.તે બંને ત્યાં ગયા જ્યાં હર્ષ હતો .

" કેમ વેઇટ નથી થતો ?" હર્ષની પાછળ ઉભા રહી તેના માસી બોલ્યા.

" વેઇટ કરવાથી તો મારો વેઈટ વધી ગયો " હર્ષ પાછળ ફરી બોલ્યો .

" માસી તમને કોઈ બોલાવી રહ્યૂ છે એમ નથી લાગતુ " હર્ષ તેના માસીને જવાનુ કહેતો હોઇ તેમ બોલ્યો .

" હા હા હવે તો મનેજ બોલાવેને " હર્ષના માસી ચિડાવતા બોલ્યા

હર્ષ અને કોમલ બંને એક વ્રુક્ષ નિ નિચે બેસ્યા.

" હર્ષ ત્યા કોઇ છે " કોમલને હર્ષની પાછળ કોઇ પડછાયો જણાતા કહ્યુ .

" ત્યાં તો કોઇ નથી, લાગે છે તને નિંદર આવે છે " હર્ષ પાછળ જોઇ કોઇ ન દેખાતા બોલે છે.

" સિરયસલી ત્યાં કોઈ છોકરી છે " કોમલને તે જગ્યા પર એક મહિલા દેખાય છે

" બહુ થયુ ચાલ ત્યાં " હર્ષ કોમલને લઇ તે જગ્યા પર જાય છે . ત્યાં તેની પાછળ એક વ્યક્તી આવે છે ,

' આ બાજુ સાધુ અને તેનો ચેલો " હવે તુ એ બધી સામગ્રી લઇ આવ પણ કોઈ જોઇ ન લે આ જ શિકાર જાતેજ આપણી પાંસે આવ્યો છે " એમ કહી તે બંને હસવા લાગ્યા .

હવે એ લોકોનો જીવ જોખમમા હતો જેનાથી એ લોકો અજાણ છે,,,

Tbc ....

' આ સ્ટોરીમાં આગળ શું થવાનુ છે તે જાણવા માટે વાંચતા રહો "સફર the trip of fear" '

અને વાચકમિત્રો તમને મારી સ્ટોરી કેવી લાગી પોતાના પ્રતિભાવ આપતા રહેજો