પ્રેમ અગન 19 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ અગન 19

પ્રેમ-અગન:-19

"આમ તો છું એક પરપોટો સમયના હાથમાં

તો ય ઊભો વિશ્વને લેવા હું મારી બાથમાં

પત્ર લખવાનો તને, સાથે અદબ પણ રાખવી

યાને મસ્તક પેશ કરવાનું સજાવી થાળમાં

તારા સરનામા ઉપર શાહી ઢળી ગઈ આખરે

માત્ર તારું નામ છે હોઠે કથાના અંતમાં

મારી સામે હાથ ફેલાવી ઊભી છે જિંદગી

હું ઊભો છું મૃત સ્વપ્નોની સમીપ આઘાતમાં

ડાળીએથી એક ફૂલ ખરવાની ઘટના પણ, રમેશ

મૃત્યુના અહેસાસને પ્રસરાવી દે છે શ્વાસમાં.."

રમેશ પારેખની આ સુંદર કવિતા મુજબ શિવની શ્રી જોડેની મુલાકાત અણધારી ભલે હતી પણ એની પાછળ વર્ષોની પ્રાર્થનાઓ નો પણ સિંહ ફાળો હતો..ભલે શ્રી પોતાને ઓળખી નહોતી રહી પણ શિવનાં માટે તો એનું મળવું મહત્વનું હતું..ભલે દુવાની અસર માં થોડી અસર ઓછી થઈ અને શ્રી એવી હાલતમાં શિવને મળી હતી જેની કલ્પના પણ એ કરી શકે એમ નહોતો..આમ છતાં શિવે દિલથી શ્રી ને ગળે લગાવી હતી.

ઇન્સ્પેકટર શેખે શિવને જ્યારે શ્રીની માનસિક હાલતનાં રિપોર્ટ કઢાવી એને પોલીસ સ્ટેશનમાં જમા કરાવી શ્રી ને મેન્ટલ હોસ્પિટલમાં એડમિટ કરાવવાનું કહ્યું ત્યારે શિવે હૃદયનાં ઊંડાણથી એક નિર્ણય લીધો અને એ શેખને કહી સંભળાવ્યો.

"ઓફિસર,હું ઈચ્છું છું કે શ્રી મેન્ટલ હોસ્પિટલમાં નહીં પણ મારી સાથે આવે..હું એની કાળજી રાખીશ..હું એની દરેક નાની મોટી બાબતની જવાબદારી રાખીશ.."

"શિવ,તું જાણે છે કે શ્રી ની માનસિક હાલત બદ થી બદતર થઈ ગઈ છે..અને તે કહ્યું કે તું અમદાવાદ મોટી આઈટી કંપનીનો માલિક છે તો તું આખો દિવસ તારું બધું કામ પડતું મૂકી શ્રી ને કઈ રીતે સાચવીશ.."શેખે શિવનો નિર્ણય સાંભળી ને કહ્યું..આ દરમિયાન હમીર પણ એમની જોડે આવીને ઉભો રહી ગયો હતો.

"શેખ ભાઈ..મારાં માટે શ્રી જ મારી દુનિયા હતી,છે અને રહેશે..મારી જોડે એટલી દોલત છે કે હું આખી જીંદગી કંઈ નહીં કરું તો પણ ચેનથી જીવી શકીશ...હું તમને પ્રોમિસ કરું છું કે હું શ્રી ને એક મિનિટ પણ એકલી નહીં મુકું..પણ શ્રી મારી સાથે જ રહેશે..હવે એને મારાંથી અલગ કરીશ તો જીવી નહીં શકું.."શેખ નાં બંને હાથ ફરતે પોતાનાં હાથ રાખી પોતાનું કપાળ એનાં હાથ મૂકી લાગણીશીલ સ્વરે શિવ બોલ્યો.

શિવ નો શ્રી તરફનો આ પ્રેમ જોઈ શેખ નું હૈયું પણ ઉભરાઈ આવ્યું અને એને શિવને ગળે લગાવીને કહ્યું.

"ધન્ય છે ભાઈ તારાં શ્રી તરફનાં પ્રેમને..તું લઈ જા શ્રીને તારી જોડે..મારી દુવા છે કે એ જલ્દી હતી એવી થઈ જશે.."

ત્યારબાદ શ્રી ને લઈને શિવ શિમલા સીટી હોસ્પિટલમાં પહોંચ્યો..ડોકટર જોસેફ તો શ્રી ને પાછી આવેલી જોઈ ખુશખુશાલ થઈ ગયાં..એમને બે દિવસથી એ ચિંતિત હતાં..એક પોલીસ નાં ચોપડે ચડેલ અપરાધીનું આમ પોતાનાં અંડરથી ભાગી જવું ડોકટર જોસેફને અકળાવી રહ્યું હતું.

ડોકટર જોસેફે તાત્કાલિક શ્રી નાં જરૂરી રિપોર્ટ કઢાવવાની તૈયારી કરી દીધી..શિવ જ્યાં સુધી શ્રી ની મેન્ટલ કંડીશન ને લગતાં રિપોર્ટ નાં તૈયાર થયાં ત્યાં સુધી એની પડખે ઉભો રહ્યો.. શિવ જે રીતે પોતાનો હાથ પકડીને એની નજીક હતો એ જોઈ શ્રી ને પણ સારું લાગી રહ્યું હતું.

શ્રી શિવને દોસ્ત કહીને બોલાવતી..જે તમારાં દોષ અને દુઃખોનો અંત કરે એને દોસ્ત કહેવાય..અત્યારે શિવ શ્રી ને એ હાલતમાં પણ સ્વીકારવા તૈયાર હતો જ્યાં એનું પોતાનું કોઈ હોત તો પણ મોં ફેરવી લેત.આખરે શિવે શ્રી નાં બધાં મેડિકલ રિપોર્ટ કઢાવી લીધાં અને જતાં-જતાં ડોકટર જોસેફ ને મળવાં ગયો.

"ડોકટર,તમે આ રિપોર્ટ પરથી શ્રી ની સાથે શું થયું છે એ જણાવી શકશો..?"

"આ યુવતીની આ મેન્ટલ કન્ડિશન કોઈ માથાં પરનાં માર કે પછી ઈજા નાં લીધે તો નથી જ થઈ..કેમકે એનાં ખોપરી નાં એક્સરે પરથી એટલી તો ખબર પડે છે કે એને માથામાં કોઈ ઈજા નથી થઈ..પણ એનાં મગજનાં ફોટો જણાવે છે કે આ યુવતી લાંબો સમય મેન્ટલી સિક રહી હશે..ડિપ્રેશન નો સતત શિકાર બનતી હોવાનાં લીધે એની મગજની અમુક નસો ફૂલી ગઈ છે તો અમુક સુકાઈ ગઈ છે.."ડોકટર જોસેફે કહ્યું.

"તો સાહેબ હવે રિકવરી નાં કોઈ ચાન્સ..?"શિવ નાં આ સવાલમાં એક ઉમ્મીદ હતી એક આશા નું કિરણ હતું.

"હા,ચાન્સ તો છે અને એ પણ ઘણાં વધુ..આ યુવતીનો જો એની જૂની યાદો જોડે ફરીને મેળાપ કરાવી દેવામાં આવે તો એવું બની શકે એની રિકવરી ઝડપી થઈ શકે છે.પણ જોડે એ વાતનું ધ્યાન રાખજે કે આને ગુસ્સો ના આવે નહીં તો એ આક્રમક બની જશે.."શિવનાં સવાલનાં જવાબમાં ડૉકટરે કહ્યું.

"Thanks.."ડોકટર જોસેફનો આભાર માની શિવ હોસ્પિટલમાંથી નીકળી સીધો પોલીસ સ્ટેશન આવ્યો .ઇન્સ્પેકટર શેખ ને શ્રી નાં મેડિકલ રિપોર્ટ સુપ્રત કરી શ્રી ને પોતાની સાથે લઈ જવાની સહમતી માંગી શિવ ત્યાંથી હોટલ ઓબેરોય જવાં રવાના થઈ ગયો.

શિવે હોટલમાં જઈને હમીર માટે એક બીજો રૂમ બુક કરાવી દીધો..અને પોતે શ્રી ની જોડે જ રોકાશે એવું નક્કી કર્યું..શ્રી હજુ પણ પોતાની જોડે શું થઈ રહ્યું છે એ સમજવામાં અસમર્થ હતી..પણ શિવ ની હાજરી એને હૂંફ આપી રહી હતી..રાહત આપી રહી હતી.શ્રીનાં શરીરમાંથી હજુ પણ બદબુ આવી રહી હતી.

"શ્રી..તું બાથરૂમમાં જઈ સ્નાન કરતી આવ..પછી હું તને બીજાં કપડાં આપું પહેરવા માટે.."રૂમમાં પ્રવેશતાં જ શિવે શ્રી ની તરફ જોઈને કહ્યું.

"ના હું નહીં જાઉં..મને બીક લાગે છે..તું અંદર આવ મારી જોડે.."માનસિક સંતુલન ઘુમાવી બેસેલી શ્રી નાનું બાળક બોલતું હોય એમ બોલી.

પોતે શ્રી સુધીનાં ત્રણ વર્ષથી વધુ લાંબા પ્રેમ સંબંધ માં એનાં જોડે ચુંબન થી વધુ આગળ નહોતો વધ્યો..પણ આજે એ શ્રીની જોડે બાથરૂમમાં જવું પડશે એ વિચારી શિવ દ્વિધામાં મુકાઈ ગયો હતો..શિવને આમ વિચારમાં પડેલો જોઈ શ્રી એનો હાથ ખેંચી બોલી.

"ચાલ ને અંદર..તું મારો દોસ્ત છે ને..તો તું નહીં આવે મારી જોડે.."

હવે જો પોતે શ્રી ને સાજી-સારી કરવી હોય તો એની દરેક વાત માનવી જ રહી..શિવે પોતાની જાતને હવે મને-કમને કરવી પડતી દરેક એ વસ્તુ માટે તૈયાર કરી લીધી જેની વિનંતી શ્રી હવે કરવાની હતી.

"સારું ચાલ..હું આવું તારી જોડે.."શિવે આખરે શ્રી ની સાથે બાથરૂમમાં જવાનું મન બનાવી લીધું.

અંદર જતાં જ શિવે શાવર ચાલુ કર્યું અને શ્રી ને શાવરની નીચે ઉભી રાખી..શાવરની ઠંડી બુંદો નો સ્પર્શ થતાં જ શ્રી રોમાંચિત થઈ ઉઠી..એનાં શરીર પરનાં કપડાં પણ હવે પાણીથી ભીનાં થઈને એનાં શરીરને ચોંટી ગયાં હતાં..જો શ્રી ની માનસિક સ્થિતિ સારી હોત તો શિવ માટે આ પળ હતી મનભરીને માણવાની.

શ્રી નાં કપડાં ભીનાં થઈ ગયાં હતાં..પણ એ હજુ મજા લઈને સ્નાન કરી રહી હતી..શ્રી ની આ મસ્તી ની શિવ એની બાજુમાં ઉભો ઉભો જોઈ રહ્યો હતો..શિવે હવે પોતાની જાતને મક્કમ બનાવી અને શ્રી નાં શરીર પરનાં કપડાંનું આવરણ અલગ કર્યું..અત્યારે એ જેને પ્રેમ કરતો હતો એ યુવતી એની સામે નગ્ન ઉભી હતી છતાં શિવ માટે આ સ્થિતિ નો સામનો કરવો ભારે હતો..શિવે શ્રી ને શાંતિથી ઉભું રહેવાં કહી એનાં શરીર પર સાબુ લગાવી એને વ્યવસ્થિત સ્નાન કરાવ્યું..એનાં માથામાં શેમ્પુ નાંખી એની ગંદી થયેલી ઝુલ્ફો ને પણ સારી રીતે ધોઈ.

શ્રી નાં શરીર ને ટુવાલ વડે સાફ કરીને શિવે એનાં શરીર ફરતે ટુવાલ વીંટાળ્યો અને એને બાથરૂમમાંથી બહાર લઈને આવ્યો..શિવે પોતાનું એક નાઈટ પેન્ટ અને ટીશર્ટ શ્રી ને પહેરવાં આપ્યાં.. હવે શ્રી પહેલાંની માફક ખીલી ઉઠી હતી..શ્રી ને પણ ઘણાં સમય બાદ વ્યવસ્થિત સ્નાન કરવાંનાં લીધે સારું લાગી રહ્યું હતું..એને શિવ કોણ હતો એ તો ખબર હાલપુરતી તો નહોતી પણ એનાં માટે શિવ એનો દોસ્ત હતો..એ દોસ્ત જે એની દરેક વાત હસતાં મોંઢે સ્વીકારી લેતો.

રાતનાં એક વાગી ગયાં હતાં એટલે શિવે શ્રી ને પલંગમાં સુવડાવી દીધી અને પોતે જઈને સોફામાં સુઈ ગયો..મહિનાઓથી રસ્તા અને ફૂટપાથ ઉપર સૂતી શ્રી ને આલીશાન હોટલનાં કિંગ સાઈઝ બેડ ઉપર નીંદર નહોતી આવી રહી..એને અજુગતું લાગી રહ્યું હતું આવાં મુલાયમ પથારી પર સુવાનું.

"દોસ્ત..તું ત્યાં કેમ સુઈ ગયો છે..મારી જોડે સુઈ જા.."શિવની તરફ જોઈ પોતાની કાલી-ઘેલી ભાષામાં શ્રી બોલી.

છેલ્લાં અડધાં કલાકમાં શિવે શ્રી ને નગનાવસ્થામાં જોઈ હતી અને હવે એની સાથે સુવા માટે પણ મજબૂરીમાં શિવને જવું પડ્યું..હવે જો પોતાની પ્રિયતમા ને સ્વસ્થ કરવાનું બીડું ઝડપ્યું જ હતું તો હવે શ્રી નું કહ્યું બધું કરવાનું મન બનાવી શિવ જઈને શ્રી ની જોડે સુઈ ગયો..શ્રી શિવને લપાઈને શાંતિથી સુઈ ગઈ અને શિવ એનો ચહેરો જોતો જોતો કલાક સુધી જાગતો રહ્યો..આખરે એને પણ ઊંઘ આવી ગઈ અને એ સાથે જ શ્રી અને શિવની મુલાકાત ની સાક્ષી બનેલાં દિવસનો અંત થયો.

"ના એ જાણે મને અને ના ખુદને જાણવાનું એને ભાન..

દોસ્ત બનાવી એ મને કહે તું મારી વાતો બધી માન.."

******

બીજાં દિવસે સવારે શ્રી ને ચા-નાસ્તો કરાવી શિવ શ્રી ની સાથે એક કપડાં ની દુકાને ગયો અને શ્રી ને ગમે એવાં કપડાં ખરીદી આપ્યાં.. શ્રી ને વર્ષો બાદ કોઈ પોતાનું મળી ગયું હોવાની લાગણી મહેસુસ થઈ રહી હતી..એનાં દિલનાં ખૂણે એક પ્રેમની જ્યોત ઝળહળી રહી હતી..શિવ કોઈ પોતાનો અંગત હોય એવું એને હવે લાગવા લાગ્યું હતું.

બાકીનાં છ દિવસ જ્યાં સુધી શિવ શિમલા માં રહ્યો ત્યાં સુધી શ્રી ની સાથે ને સાથે જ શિવ દરેક સેકંડ રહ્યો..એને લઈને જુદી-જુદી જગ્યાએ ફરવા લઈ જવી..એને ભાવતું ખવડાવવું..એની દરેક નાની-મોટી જીદ પુરી કરવી એ જ શિવનું કામ બની ગયું હોય એમ એ શ્રી થી એક સેકંડ પર અળગો નહોતો થતો..ગાંડી-ઘેલી શ્રી નાં જોડે પણ શિવ એ રીતે વર્તી રહ્યો હતો જાણે એ પોતાની પહેલાંનાં જેવી જ શ્રી હોય.હમીર પણ શિવને શ્રી ની સાથે ખુશ જોઈને ખુશ હતો.

આમ ને આમ એ લોકોનું શિમલા માં રોકાણ પૂર્ણ થઈ ગયું..હવે અમદાવાદ પાછાં જવાનો વખત આવી ગયો હતો પણ હવે જો ફ્લાઈટમાં જવું હોય તો એનાં માટે શ્રી નું આઈડી જોઈએ જે શિવની જોડે નહોતું..એટલે એને ફ્લાઈટમાં અમદાવાદ જવાનાં બદલે ટ્રેઈન દ્વારા અમદાવાદ જવાનું નક્કી કર્યું..હમીરે પણ શિવની જોડે જ પોતે ટ્રેઈનમાં જશે એવું જણાવી દીધું.

આખરે એક દિવસની લાંબી મુસાફરી બાદ શિવ પોતાની શ્રી ને લઈને અમદાવાદ આવી પહોંચ્યો હતો..જય ને કોલ કરી શિવે શ્રી કેવાં સંજોગોમાં મળી એ જણાવી રાખ્યું હોવાથી એમને એરપોર્ટથી પીકઅપ કરવાં જય પોતાની કાર લઈને આવી પહોંચ્યો હતો..શ્રી ને જોતાં જ જય સમજી ગયો કે પોતાનો ભાઈ શિવ કેમ શ્રી ને બેપનાહ પ્રેમ કરતો હતો..આટલાં દિવસ શિવનાં સાનિધ્યમાં પસાર કર્યાં બાદ શ્રી માં ઘણો ખરો ફરક આવી ગયો હતો.

હવે શ્રી પોતાનું નાનું મોટું કામ જાતે કરી લેતી હતી..એને વારંવાર શિવને મદદ માટે પોકારવો નહોતો પડતો..હા એ વાત અલગ હતી કે એને પોતાનો ભૂતકાળ યાદ નહોતો..શિવ એનો ખાલી દોસ્ત નહીં પણ બધું જ હતો એ યાદ નહોતું.

શિવે જય ને કહી દીધું કે હવે જ્યાં સુધી શ્રી સાજી-સારી નહીં થાય ત્યાં સુધી પોતે ઓફિસ નહીં આવે..કામ હશે તો ઘરેથી લેપટોપ પર જ ઓનલાઈન કરી દેશે..શ્રી નું મહત્વ શિવ માટે કેટલું હતું એ જાણતો હોવા જયે પણ શિવની વાત સ્વીકારી લીધી.

ડોકટર જોસેફનાં કહ્યાં મુજબ હવે શ્રી ને એનો ભૂતકાળ અને ભૂતકાળ સાથે જોડાયેલાં પ્રસંગો ની યાદ અપાવવાની હતી..આ માટે શિવે પોતાનાં ઘરમાં જ એક અલગ વ્યવસ્થા કરી રાખી..એને નિધિ અને સાગર જોડે શ્રી નાં અને એમનાં બધાં નાં જેટલાં ગ્રૂપ ફોટો હતાં એ બધાં મંગાવી એને ફોટોફ્રેમ કરી આખા ઘરમાં સજાવી દીધાં જેથી એને જોઈને શ્રી ને કંઈક જૂની યાદો યાદ આવી જાય.

શિવ રોજ શ્રી ને પોતાની સાથે રાખી કેનેડામાં રહેતાં સાગર અને નિધિને વીડિયો કોલ કરતો..નિધિ અને સાગર પણ શ્રી ને આવી તો આવી હાલતમાં પણ શિવની સાથે જોઈને ખૂબ ખુશ હતાં..વીડિયો કોલ દરમિયાન એ બંને પણ શ્રી ને બધી જૂની વાતો યાદ કરાવવાની કોશિશ કરતાં રહેતાં.

બે મહિનાની કોશિશ બાદ શ્રી હવે ઘણે ખરે અંશે એક વિકસિત મગજનાં વ્યક્તિની જેમ વર્તવા લાગી હતી..હમીર ની સાથે એ ઘણીવાર રસોડામાં પણ મદદ કરાવવાં જઈ પહોંચતી..હવે એને શિવની જરૂર નહોતી પડતી છતાં શિવ એની જોડે જ હાજર રહેતો.

જેમ-જેમ સમય વીતતો ગયો એમ શ્રી ને ભલે પોતાનો ભૂતકાળ યાદ નહોતો પણ હવે પોતાનાં વર્તમાન માં પોતાની જોડે મોજુદ એનો દોસ્ત,એનો શિવ એને મનોમન પસંદ આવવાં લાગ્યો હતો..પોતાને નગનાવસ્થામાં જોનારો શિવ હવે જ્યારે એની સામે આવતો ત્યારે શ્રી શરમાઈ જતી.શિવને પણ હવે શ્રી કોઈ નકામું પગલું નહીં ભરે એ વિશ્વાસ આવતાં એ થોડો સમય ઓફિસે જવાં લાગ્યો હતો.

એ બંને હવે પતી-પત્ની ની માફક જ રહેતાં..એક રૂમમાં જ જોડે સૂતાં અને એકબીજાની વગર એક મિનિટ પણ નહોતાં ચલાવતાં.હા એ વસ્તુ અલગ હતી કે શિવે હજુ સુધી શ્રી ની સાથે શારીરિક સંબંધ નહોતો બાંધ્યો..શ્રી જોડે જીવવાની શિવની બધી ઈચ્છાઓ પૂરી થતી જણાતી હતી..શિવ પણ જાણી ચુક્યો હતો કે શ્રી એની તરફ આકર્ષાય રહી હતી અને પ્રેમ કરવાં લાગી હતી.હવે તો શિવ દર રવિવારે શ્રી ની મનપસંદ પાણીપુરી ખાવાંની મજા એની સાથે લેતો હતો.વર્ષો સુધી શ્રી ની તસ્વીર જોડે પાણીપુરી ખાનારાં શિવ માટે સાક્ષાત શ્રી જોડે આ લ્હાવો સાંપડવો એક અવર્ણનીય અહેસાસ હતો.

શિમલાથી શ્રી ને અમદાવાદ લઈને આવ્યાં ને છ મહિના વીતી ચુક્યાં હતાં.શિવ શ્રી ની સાથે ખૂબ ખુશ હતો જ્યારે શ્રી પણ હવે શિવ ની સાથે સંપૂર્ણ સ્વસ્થ અને ખુશ જણાતી હતી..શિવે શ્રી નું આધારકાર્ડ કઢાવી શ્રીની મરજી અને સહમતીથી એની સાથે સાદાઈથી લગ્ન પણ કરી લીધાં..શિવનાં પરિવારમાંથી એનાં મમ્મી-પપ્પા ની સાથે જય અને હમીર હાજર હતાં.માતા-પિતાનો આશીર્વાદ મેળવી શિવે શ્રી સાથે પ્રભુતાનાં પગલાં પાડ્યાં.આખરે શ્રી શિવની પત્ની બની ગઈ હતી..અને હવે શિવ કાયદાકીય રીતે શ્રી ની સાથે રહી શકે એમ હતો.શિવ અને શ્રી ને આશીર્વાદ આપી હસમુખભાઈ અને કુસુમબેન જૂનાગઢ જવાં રવાના થઈ ગયાં.

આખરે શિવે જે સપનું જોયું હતું એ પૂરું થઈ ચૂક્યું હતું..લગ્નની રાતે એ શ્રી ને પરિતૃપ્ત કરી પોતે પણ તૃપ્ત થઈ ગયો હતો..વર્ષોની તરસ,વર્ષોની તડપ આજે શાંત થઈ ગઈ હતી..શ્રી પણ બધું ભૂલી શિવની અંદર સમાઈ ગઈ હતી.

મોડે સુધી એકબીજાને સંપૂર્ણ કરવાની હોડમાં લાગ્યાં હોવાનાં લીધે શિવ જ્યારે જાગ્યો ત્યારે શ્રી આરામ ફરમાવી રહી હતી..શ્રી ને ભર ઊંઘમાં મૂકી શિવ નાહી-ધોઈને તૈયાર થઈ એક નાનકડું ઓફિસનું કામ પૂરું કરવાં માટે શ્રીનાં કપાળ ને ચૂમી એને કીધાં વગર જ ચૂપચાપ નીકળી ગયો.

સવારે શ્રી ની આંખ ખુલી ત્યારે એનું માથું ભારે ભારે થઈ ગયું..એ પોતે ક્યાં હતી એ શ્રીને સમજાઈ નહોતું રહ્યું..મગજ પર જોર આપી શ્રી વિચારવા લાગી કે એ અહીં કેમ હતી.પોતે જ્યાં મોજુદ હતી એ રૂમમાં શ્રીએ આમતેમ નજર ઘુમાવી અને પછી કંઈક યાદ આવતાં એ જોરજોરથી ચિલ્લાવા લાગી.

"શિવ..ક્યાં છે તું..શિવ.."

★★★★★★★

વધુ નવાં અધ્યાયમાં.

શ્રી ને શું થયું હતું..?શ્રી ની સ્થિતિ સુધરશે..?શ્રીની આવી હાલત પાછળનું કારણ શું હતું..?શ્રી અને શિવની મુલાકાત નો અંજામ શું આવશે..?શિવ અને શ્રી ની પ્રેમકહાની કેવાં સંજોગોમાં આગળ વધશે..?એ જાણવાં વાંચતાં રહો આ પ્રેમસભર નવલકથાનો નવો ભાગ.આ નોવેલ ગુરુવારે અને રવિવારે પ્રસારિત થાય છે.

આ નોવેલ અંગે આપના કિંમતી અભિપ્રાય મારાં whatsup નંબર 8733097096 પર મોકલાવી શકો છો.આ સિવાય આપ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થતી મારી બીજી નોવેલ મર્ડર@રિવરફ્રન્ટ પણ વાંચી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture,રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

~જતીન.આર.પટેલ (શિવાય)