ડોક્ટર બાપ-પરાશર પંડીત - 2 Vijay Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડોક્ટર બાપ-પરાશર પંડીત - 2

ડોક્ટર બાપ-પરાશર પંડીત

વિજય શાહ

( ૨ )

બહું હિંમત વાળો તમારો ભાઈ હતો

પરાશર ઉદાસ થઈ જતો ત્યારે ટીના તેને કહેતી ધવલ હતો ત્યારે તેને માટે જોયેલા સપના સાકાર કરવાનાં છે તેના વિશે વિચાર. આમ બોલીને મીતા અને ટીના ખુબ રડતા અને પાછી બે બહેનો એક મેક્ને સાંત્વના આપતા. પરાશર સમજતો હતો કે ધવલ તેનું અને ટીનાનું સહિયારું સ્વપ્ન હતું. તે ઉત્તમ કલાકાર થઈ શકવાનો હતો. બાપ બંને ગીત અને ગઝલમાં નિષ્ણાત હતા. ઘરમાં ૨૪ કલાક સંગીત વાગતું.

મગજમાં કેંસર હતું પણ કંઠમાં અદભુત કેળવેલો અવાજ હતો. કમભાગ્યે તે અવાજ હવે “હતો” થઈ ગયો હતો.

બારમુ પત્યાના દિવસે ધારા બોલી ” પપ્પા ધવલને અજર અને અમર રાખવા ધવલ એકેડેમી શરુ કરીએ તો?”

ટીના તરત જ બોલી” હું અને પરાશર એવું જ કંઇક વિચારતાં હતાં”

દાદાએ કહ્યું ” શુભ કામમાં વિલંબ નકામો. નીચેનો રૂમ તેની અકાદમી નામે ફાળવી દો અને તેના ફોટાઓનું કોલાજ બનાવો પણ ધ્યાન રહે તેનો વિષાદ ગ્રસ્ત એક પણ ફોટો કોલાજમાં ના મુકશો. ”

પરાશર કહે “નીચેનો રૂમ નહીં પણ આખો નીચેનો ફ્લોર ધવલ અકાદમી નાં નામે ફાળવી દૈશું”

મીતા પાછી હ્યુસ્ટન જતી હતી. જતા જતા તેણીએ કાઢેલા ફોટામાં થી એક ફોટાને હાથમાં લઈને પરાશરભાઇને આપતા તે બોલી ” આ ફોટામાં ધવલનું હાસ્ય બહું સરસ છે. મને ગમે છે” અને હાથમાં ૧૦૦૦ ડોલર નો ચેક લખતા કહ્યું ” ધવલ્ અકાદમીને મીતામાસીનાં બહુ બહુ આશિષ. ”

ઘરમાં સૌએ શૉક મુકી દીધો હતો. પણ જાનકી પ્રગટ રીતે રૂદન દ્વારા ધવલને યાદ કરતી હતી અને પરાશર દીકરાનાં અકારણ મોત થી વ્યથિત હતો. તે રડવા ચાહે તો પણ રડી શકતો નહોંતો. એ જાણતો હતો કે એના રુદન નો બીજો મતલબ ટીનાને રડવાનો પરવાનો મળી જતો. મીતા આજે રાત્રે હ્યુસ્ટન જશે પછી ઘરમાં ધારા, દાદાજી, ટીના અને પરાશર જ રહેવાનાં હતા.

રાત્રે એરપોર્ટ ઉપર મીતા અને અભિમન્યુ સીક્યોરીટી માં દાખલ થયા અને ડ્રાઈવર પરાશર અને ટીના ને લઈને બહાર આવ્યો અને ટીનાએ ફરી થી ઠુઠવો મુક્યો. પરાશર કહે “જો રડવાથી ધવલ આવવાનો હોય તો ચાલ હું પણ રડું. હીબકાં ભરાતા રહ્યા અને સાંટાક્રુઝ માં તેમના ઘરમાં દાખલ થયા. પહેલી વખત બંનેને લાગ્યું આ ઘર ધવલ વિના ખાલી ખમ છે. પરાશર પંડીતનો વંશજ ધવલ પંડીત હવે “હતો” થઈ ગયો હતો. પપ્પાએ બારણું ખોલ્યુ.. ટીનાઘરમાં દાખલ થતાંજ બેસી પડી. આંખ આંસુથી ભરેલી જ હતી અને બાપાએ એ રુદનમાં ધવલનાં નામે ફરીથી પોક મુકી. વાતાવરણ ભારે બની ગયું ધારા પાણી લૈને આવી અને સૌને શાંત રાખવાનાં મિથ્યા પ્રયત્નોમાં તેની આંખો પણ ભરાઈ ગઈ.

” ભૈલો મારો હવે કોને રાખડી બાંધીશ હું. ”

દાદા રીકવર થઈ રહ્યાં હતા.. ” ભઈલો તારી દાદીબાની ચાકરી કરવા પહોંચી ગયો છે. ”

ભીત પર લટકાવેલા ફોટા ઉપર ગુલાબનો હાર હવે કરમાતો હતો અને ઘીનો દીવો રાણો થઈ રહ્યો હતો. ઘરનાં હીબકાઓ શમતાં

જતાં હતાં. નવો દિવસ હવે ધવલ વિનાનો ઉગવાનો હતો. હીબકાં શમતા જતાં હતાં. દાદા કહેતાં હતાં તારી દાદીને કંપની આપજે અને તેની સેવા કરજે.

પરાશર સર્જન હતો અને ટીના લેબ આસીસ્ટંટ. બંન્ને ખુબ કમાતા હતા પણ તે કમાણી કરતા સંગીતમાં બંન્નેને ફાવતું હતું મેડિકલ અને પેરામેડીકલ જ્ઞાન કરતા સંગીત સંગત વધારે ગમતી હતી. ટીના મધુર અવાજ ની ગાયીકા હતી. લતામંગેશકરનાં અવાજમાં તેનું સંગીત બેસતું હતું. સંગીત વિશારદ થઈ હતી તેથી નાનપણ થી જ ગરબા ગાતી હતી અને ભક્તિ સંગીત પણ ગજબ હતું. ખાસ તો ભક્તામર સુત્રમાં તેના ઉચ્ચાર સ્પષ્ટ હતા. ત્યારે પરાશર રફીનાં અવાજ્માં ગાતો હતો..

કોલેજ ફંક્ષનમાં તાજમાહાલનું ગીત ‘જો વાદા કીયા નિભાના પડેગા” થી બંને પ્રખ્યાત થયા અને કલ્યાણજી આણંદજી એ તેમને બ્રેક આપ્યો. તે સમયે પ્રાઈવેટ ફંક્ષનો અને જાહેર ફંક્ષનોમાં ઘણો ફેર હતો જાહેર ફંક્ષનોમાં ટીકીટ્નો ભાવ ઉંચો હતો તેમજ ગાયકોને પ્રેક્ટીસ માટે અગાઉ સમય ફાળવવો પડતો હતો જ્યારે ખાનગી ફંકશનોમાં ટીકા ઘણી થતી અને મળતર નહીંવત મળતું હતું. પણ તે બધી જાણીતી તકલીફો હતી. અને સાચું કહીયે તો તે આવકો ઉપર તેઓ નભતા નહોંતા.

પરાશરનાં બાપુજી એ ટીના ને સામે થી માંગી હતી. બંને નાં અવાજ એક મેક્ને પુરક હતા તેથી કંકુ અને કન્યાજ માંગ્યા હતા. પણ દીકરી ખાલી હાથે ઓછી વળાવાય કહીને અગીયાર તોલા દાગીનો એકવીસ જોડા કપડા અને જમાઇને માંગ્યા વિનાજ અગીયાર જોડ કરેલી ટીના પણ સદગુણિ અને ઘરમાં સાકરની જેમ ભળી ગઈ. અને પડીત કૂળની કૂળવધુ બની ને રહી. લગ્ન સીઝન્માં નવરાત્રીમાં અને સારે માઠે પ્રસંગે ગીતો ગાતા હતા અને એક વધુ આવકનું ઝાડ લીલું છમ રાખ્યુ હતું

જિંદગીનાં ૨૦ વરસો અદભુત રીતે પસાર થયા હતા. સોળ વરસનો ધવલ અને ૧૯ વરસની ધારા બંને આંખ નાં તારા. જાનકી, ટીના અને પરાશરની કેળવણી અને ઉછેર આજનાં જમાનાની ઉત્તમ હતી.

ધારા ભણતાં ભણતાં ભરત નાટ્યમ કર્યુ અને સંગીતની તાલિમ પણ ચાલું હતી. ધવલને બાળવયે ફીલ્મ માં તક મળી અને ‘તુમ્હી હો માતા પિતા તુમ્હી હો’ સીરીયલનું ટાઇટલ ગીત ગાવા મળ્યું. સ્વર અને ફીલ્માંકન પણ થયું. દાદા કહે નાની ઉંમરે તને અ્દભુત તક મળી. પણ આવી તકો વારંવાર નથી મળતી સંગીત માં રીયાઝ થતો રહેવો જોઇએ અને આ સતત ગાતો રહીશ તો ટકશે. પ્રભુ પંડિત કૂળમાં તને સફળ બનાવે. આ આશિર્વાદ ની સાથે મનથી પ્રભુ ને વિનવતા અને કહેતા આ નાના છોડને ખીલવા દેજે.

ચઉદ વરસની ઉંમર એક સાંજે ધવલ માથામાં મને ખુબ દુઃખે છે ની ફરિયાદ સાથે ખુબ જ રડ્યો. બધી જ સારવાર ચાલુ થઈ પણ દુખાવો વધતો ચાલ્યો. એનલ્જીન નાં ઇંજેક્ષનો ની કોઇ જ અસર નહીં એટલે અઠ્વાડીયામાંએક્ષરે કઢાવ્યા અને બ્લડ કાઉંટ કરાવ્યો ત્યારે જે હકીકત કોઇને જાણવી નહોંતી તે સૌને ખબર પડી ગઈં.

મગનાં દાણા જેટ્લો કેંસર કોષ સ્પષ્ટ હતો. બાયોપ્સી કરાવી અને ટાટા કેંસર હોસ્પીટલમાં થી તેડુ આવી ગયું. કીમો ચાલુ કરાવશો તો બચવાની શક્યતા છે પણ પરાશર તો ખુદ જ ડોક્ટર હતો. રોગથી ભલી રીતે

વાકેફ હતો. વ્હાઈટ સેલનો ભરાવો તેને કહેતો હતો કે તે ભલે દુનિયાનો ઉત્તમ ઇલાજ કરાવે પણ ધવલ હવે થૉડા સમયનો જ મહેમાન હતો.

ટીના ને આ રીપોર્ટ બતાવવા ની પરાશર ને જરુર લાગતી નહોંતી. પણ નાના સર્કલમાં આ ઘટના છુપે નહીં તેમ જેણે સાંભળ્યુ તેને ખરખરો કરવા ટીના બેન ને વાત કરી. તે સાંજ બંને માટે ખરાબ હતી. ઘરે આવીને

દાદા પાસે વાત કરતા લગભગ બંને જણા એ મન મુકીને રડી લીધું.

દાદાએ સરસ વાત કરી સ્નેહ કંગન ની.

પતિ અને પત્ની વચ્ચે પુત્રનાં અવસાનથી ખાઈ પડેલી. પતિ કહે “તારી બેદરકારીને લીધે મેં પુત્ર ખોયો”

પત્ની કહે “તેનૂ “આ્યુષ્ય ખુટ્યુ તેથી તે અવસાન પામ્યો”

બંનેનો વિવાદ સાંભળતા

મુનિ મહારાજે કહ્યું, “તમારા બંને ની વાત ખોટી છે . તમારો પુત્ર એ પ્રભુની ભેટ હતી જે સોળ વરસ માટે હતી તે મુદત પુરી થઈ ગઈ એટલે તે પરત થઈ. તમારો પુત્ર તમારી પાસે જેટલો સમય હતો તેટલો તમારો હતો. ભેટ ની મુદત પતે એટલે પ્રભુને પાછી આપવી પડેને?”

આ તર્ક હતો જે સમજમાં આવ્યા પછી તે તર્ક દુઃખદ નથી રહેતો. તેનો વસવસો કે અફસોસ કેટલા દિવસ રાખવાનો તે સમજ્નો હિસ્સો છે. અને આયુષ્ય કર્મ ક્યારે ઉદય્માં આવશે અને ક્યારે અસ્તમાં આવશે તે માનવ સમજ્ની બહાર છે. માટે તે વ્યથા ભુલી જઈને કરવા યોગ્ય બધું કરો અને જનારનાં આત્માને શાંતિ થાય તેવું બધું જ કરો.

આ બાજુ પીડાથી વ્યથિત ધવલ કોણ જાણે શું ય સમજ્યો કે પપ્પા અને મમ્મીને ખબર છે કે મારો ઇલાજ શું છે પણ તેઓ કશું જ કરતા નથી. તેથી તે દિવસે દાદાને પુછ્યું “ મારા માવતર કે ડોક્ટર કેમ મારો સફળતા પૂર્વક ઇલાજ નથી કરાવતા. ? મારો આ માથાનો દુખાવો મારાથી સહન નથી થતો. ” ટીના કકળી ઉઠી.

“બેટા અમારાથી થાય તે બધું કરીયે છે પણ તું દર્દ એવું લઈને બેઠો છે કે તેની દવા હજી શોધાઈ નથી. ”

ધારા હજી માની શકતી નહોંતી કે આવતી રક્ષા બંધને ભાઈલો રહેવાનો નથી. તેણે મૌન રહીને કુદરતનાં નિર્ણય ને સ્વિકારવાનો હતો. જ્યારથી ધવલે વાસ્તવિકતા સ્વિકારી લીધી હતી ત્યારથી આંખોમાં ઉદાસિનતા વધી ગઈ હતી. તેનું હાસ્ય ઉડી ગયું હતું. આવા પ્રેમાળ પપ્પા અને મમ્મી અને દાદા ક્યાં મળશે?

બીજો ભવ કુતરા બીલાડાનો પણ મળે. એની આંખો ઉભરાવા માંડી ત્યારે ધારા બોલી ” ભઈલા આવતા ભવે પણ મારો જ નાનો

ભઈલો થઈને આવજે અને આ શું પ્રભુ નામ લેવાને બદલે તું તો નાહિંમત થવા માંડ્યો. ”

“એક બૉંબ નજર સામે ક્લીક ક્લીક થતો જોઇ રહ્યો છું”. તે બોલ્યો

ધવલનાં હાથમાં કશુંજ નથી.. ફક્ત એ બોંબ ફાટે તેની રાહ જોવા સિવાય…ધવલની આંખ ગળતી હતી. ધારા તેનાં આંસુ લુછતી હતી અને સહજ રીતે ગાયત્રી નાં જાપ બોલતી જતી હતી. અને કહેતી હતી ભાઈ મારા જોને અમારી મજબુરી …ચાહતા હોવા છતા અમે કશું નથી કરી શકતા. પણ પ્રભુ પિતાને એટલું તો કહેજે મને મારી બહેના પાસે ફરી થી લઈ જા.. પપ્પા પાસે લઇ જા અને મમ્મી પાસે લઈ જા.

તેને પાણી આપ્યું અને છાનો રાખવા તે જરા કાઠી થઈ અને ફરીથી બોલી. “પ્રભુ તું જ તારણ હાર છે તારી કૃપા અપાર છે . જે થવા નિરધાર્યુ હશે તે તો થશે જ. અમે કોણ તારા ન્યાયને ઉવેખનારા?”

પા છી સ્વગત બોલતા બોલી. “યમરાજા કે તમે જે હો તે.. મારા ભૈલાને પ્રભુ દ્વારે સંભાળી ને લઈ જજો. તે મારો એકનો એક ભાઇ છે…”તેનું ડુસકું મુકાયુ .

નર્સે આવીને ધારાને કહ્યું “તારો ભઈલો રહ્યો નથી. પેલું મશીન બંધ થઇ ગયુ છે. અને આ રડા રોળ શરુ થવા માંડી છે. તારા પપ્પા મમ્મી અને દાદા વિદાય આપી ચુક્યા છે. મૃત ભાઇલો સુઈ રહ્યો છે જાણે હમણા બોલશે પણ હવે એ ક્યાં બોલશે? અનંત ભવાટવીનાં માર્ગે તે જીવે પ્રયાણ કરવા માંડ્યું છે.

પેલી નર્સ બોલી ” બહું હિંમત વાળો તમારો ભાઈ હતો. આ દુઃખાવો તો કોઇથી સહન ના થાય તેવો હતો. પણ તે તો બહુ સમતા થી સહેતો હતો. જરુર તેમને પ્રભુ મુક્તિ દેશે” ટિના રડતી હતી તેને રડતી જોઇને ધરાનું રુદન પણ બમણું થયું

***