Doctor Baap - Parashar Pandit - 3 books and stories free download online pdf in Gujarati

ડોક્ટર બાપ-પરાશર પંડીત - 3

ડોક્ટર બાપ-પરાશર પંડીત

વિજય શાહ

( ૩ )

હા મારા રાજ્જા બેટા

ઘરનાં ઉદાસ વાતાવરણ માં ભુલાયેલ પાત્ર હતું ધવલનું ગલુડીયું ધોળું રૂનાં ઢગલા સમી “ક્વીકી”. તેનાં બે જ કામ ધવલને ભાગે હતાં. સવારે અને સાંજે તેને ફેરવવા લઈજવાનું અને તેને પોટી કરાવવાનું. પંડીત કુટુંબમાં કુતરું ક્યાંથી હોય? પણ મ્યુનિસિપાલટી વાળા પકડી જાય અને મારી નાખે તે કરતા તેને અભયદાન નાં હેતૂ થી ધવલે તેની બધી જવાબદારી માથે લીધી હતી.

દાદાજી્ કવીકી માટે સખત વિરુધ્ધ હતાં. ખાસ તો મૂંગા પ્રાણી ને તેની ઈચ્છા વિરુધ્ધ આખી રાત રુમમાં પુરી રાખવાનો અને સમય જોયા વીના ગમે ત્યારે ગમે તેની સામે ભસે તે વાત દાદાને ના ગમતી, જ્યારે ટીના કહેતી

“ધવલને ગમે છે તો ભલે રહ્યું. ” ધવલ ત્યારે તો તેર વર્ષનો હતો જ્યારે ક્વીકી ત્રણ મહીનાની. તેને ઘરનું બધું જ ભાવે. બ્રેડ ને દુધમાં ચોળીને ધવલ આપે ત્યારે પુછડી હલાવતી અને કાલુ કાલુ કણસતી ક્વીકી ને જોવાની ધવલને ખુબ ગમે.

ખાસ તો જ્યારે ટીના અને પરાશર જ્યારે રીયાઝ કરે ત્યારે ધ્યાનથી તે સાંભળે અને આ બધી સમજ ધવલને પડે. ધવલ પણ ગાતો હોય અને ગાવામાં ભુલ કરે તો જાણે તેને સમજ પડતી હોય તેમ માથુ હલાવે અને ઠપકો આપતી હોય તેમ અવાજો કાઢે.

દાદા ખીજાતા. જાણે તેને બધીજ વાતો સમજાતી હોય તેમ ક્વીકી ડહાપણ ના ડહોલતી હોય. માણસનાં મૂડને પણ ઓળખતી હોય તેમ જ્યારે ધવલ આનંદમાં હોય ત્યારે તેના પગમાં ગેલ કરતી અને ધવલનાં હાથને ચાટતી. ધારા કોલેજમાં પ્રી મેડીકલમાં હતી ત્યારે તે ભણતી હોય ત્યારે તેનાં રુમમાં તે બોલાવે ત્યારે જ જાય. પણ ધવલ તો જેવો સ્કુલે થી આવે એટલે ક્વીકીને ના બોલાવે ત્યારે જાણે તેને ખોટૂ લાગ્યુ હોય તેમ ભસે. આ દરેકે દરેક ઘટનાઓનાં જુદા જુદા સુર અને અવાજ ધવલને સમજાઈ જાય.

ઘરમાં સૌથી પહેલી રોટલી ક્વીકીની થાય. તેમજ સાંજ નો રોટલો પહેલો એનો થાય, સ્કુલથી આવે ત્યારે પહેલી ખબર ક્વીકી ની લેવાય. તેણે શું ખાધુ અને શું કર્યુ.

છે. કોક માઠા કર્મનાં ઉદયે તિર્યંચ યોની છે હવે તેનો ઉધ્ધાર નજદીક છે. એક વર્ષની ઉંમરે તો ઘરની ચોકીદારી શરુ કરી દીધિ. અજાણ્યાને ઘરમાં દાખલ ન થવા દે. અને ઘરમાં બિલાડા એરુ કે ઉંદર ઘુસ્યો તો ભસી ભસીને ગામ આખુ ભેગું કરે. ધવલને માથુ ચઢે તેની સૌથી પહેલા ખબર ક્વીકી ને પડે. ભસી ભસી ને ટીનાને જગાડે. આ ભસવાનો અવાજ જ જુદો. ટીના જ્યારે જે દવા આપવાની હોય તે આપે પછી જ ઠરે.

પરાશર જાણતો કે તેની ગાંઠ નાની છે. ઓપરેશન થશે અને આ ગાંઠ જતી રહેશે. યુધ્ધનાં ધોરણે ટાટા હોસ્પીટલમાં પહેલું ઓપરેશન કરાવ્યું. પણ મગજ્ની અંદર સહેજ કણી રહી ગઈ. લોહીની નળી ત્યાંજ હતી જે મગજ્ને લોહી પુરુ પાડતી હતી. કીમો નાં હાઈ ડોઝ થી તે જતુ રહેશે વાળી વાત ખોટી સાબિત થઈ. પંદરેક દિવસમાં સફેદ કણો ઘણા વધી ગયેલા જણાતા અમેરિકાની મેંફીસ ચાઇલ્ડ હોસ્પીટલ્માં દાખલ કર્યો.

અહીં પાલતુ પ્રાણી રાખવાની છુટ્ટી હતી તેથી ક્વિકી પણ અહીં ફ્લાય થઈ. જાનકી મા ની સાથે તે આવી. જાનકી મા તે ધવલની ખરી મા. જ્યારે ટીના મા તેની સાવકી મા. પરાશર અને જાનકીનાં લગ્ન આમ જુઓતો ધારા અને ધવલ નાં જન્મ સુધી ખરેખર રહ્યા હતા. લગ્ન થયા હતા તેથી મનમેળ હતો પણ તેને કદી ન ગમે સંગીત. અને ટીનાનો તેમના લગ્નજીવનમાં પ્રવેશનું કારણ જ સંગીત. અને જાનકી બંને બાળકોને રઝળતાં મુકીને પૂના જતી રહી હતી તેનું કારણ પણ સંગીત. ધારા પાંચની અને ધવલ દોઢ વર્ષનો હતો ત્યારે ઘરમાં એક દિવસ જાનકીને સ્વતંત્રતાનું ભુતડું ભરાયુ અને બન્ને બાળકો મુકીને પરાશરને સંગીતનાં ભરોંસે મુકીને ચાલી નીકળી. પૂના તેના માબાપને ઘરે. ધારા નિશાળે જતી હતી અને ફારગતી મહીનાનાં ૧૫૦૦ લેખે કૉર્ટ રાહે મેળવીને પૂના જતી રહી હતી.

પરાશર સમજી ગયો હતો કે તેના વ્યવસાયને અનુરુપ જાનકી થતી નહોંતી અને એ જે એને બનાવવા માંગે છે તે કદી બનવાનો નહોંતો. ડોક્ટર હતો તેથી પેશંટ તરફ અને પેશંટ ની સુખાકારી તે તેનૂં મુખ્ય ધ્યાન રહેતું પાંચ વર્ષ જે લગ્નજીવન રહ્યું તેમાં જાનકી મથતી રહી કે કિર્લોસ્કરની એજંસી પરાશર લે અને તે કામ આગળ વધારે. બૌધ્ધિક દલીલોમાં પરાશર કાયમ કહેતો મારી તાલિમ અને મારું ભણતર મને સારો સર્જન બનવા કહે છે જ્યારે તું મને એજંસી જાળવવા કહે છે. જે મારી તાલિમ નથી કે નથી મારી પસંદ. મારી પહેલી પસંદ મારી સર્જરી છે અને બીજી પસંદ મ્યુઝીક છે.

બંને જણા એક સમયે સમજી ને છુટા પડી ગયા. બંને બાળકો ભણશે તો મુંબઈ જ અને જાનકી માટે વીઝીટેશન રાઈટ્સ ખુલ્લાં મહદ અંશે રવિવાર તેનો અને જાહેર રજાઓ અને વેકેશનો બંને નાં. પુનેમાં જાનકી જોગલેકર થઈને રહેતી.

પરાશરે જાનકીમાંથી તેનું મન વાળી લીધું હતું અને સંગીતમાં તેને તક મળતી ગઇ. એ જેમ મહમંદ રફીનાં ગીતો ગાતો ગયો તેમ તેની કારકીર્દી ડોક્ટર કરતા મ્યુઝીકમાં વધુ સફળતા પુર્વક જામતી ગઈ.

આ બાજુ જાનકી જે પરાશર ને બનાવવા માંગતી હતી તે જાતે બની ને રહી. એજંસી લીધી.. બેત્રણ વર્ષે ઘરનું ઘર કર્યુ, નાના ભાઈ કંદર્પ સાથે શરુઆતનાં વરસોમાં પિતાનાં ધંધામાં રહી અને ત્રીજા વર્ષે મુંબઈ બ્રાંચમાં ભાગીદારી કરી. ધારા અને ધવલને જ્યાં જયાં અને જ્યારે જ્યારે સ્કુલમાં જરૂરત પડતી ત્યારે જાનકી હાજર રહેતી.

ધારા તો જાણે હવે સમજણી થઈ ગઈ હતી પણ ધવલ ક્યારેક જાનકી ને પ્રશ્ન પુછી બેસતો “મમ્મી તું બીજી મમ્મીને જેમ અહિં કેમ નથી રહેતી?”ત્યારે બહું સહજ્તા પુર્વક જાનકી તેને સમજાવતી કે અમે બંને સારા મિત્રો છીયે. પણ અમારામાં એક જગ્યાએ તફાવત છે અને તે જગ્યા છે તેમની ઉંડી સંગીત સમજ જ્યારે મારામાં તે નહોંતી તેથી અમે એકમેક ને ખીલવા એક મેક ને તક આપી. મારે બીઝનેસ કરવો હતો તે શરુ કર્યો અને પપ્પાને સંગીત ક્ષેત્રે તક મળી.

ધવલે તેને એક વધુ પ્રશ્ન પુછ્યો. “ મોમ મને સંગીત ગમે છે પપ્પાની જેમ તો તારો હું બેસ્ટ બોય નહીં થઉંને?”

“ બેટા

એ એક તારી ખોટી માન્યતા છે. પહેલા તું ધવલ છે . પંડીત કુટુંબનું સંતાન. જોગલેકર કુટૂંબ અને પંડીત કુટુંબ બંને તરફ થી તને વારસો મળે છે તેથી આ સારું અને બીજુ નરસુ એવું ન વિચાર. પણ જે સારું તે મારું એમ વિચાર. ”

“એટલે

મમ્મી તને વાંધો નથી હું સંગીત શિખુ તેમાં?”

“ના રે ના. ”

“ બાળ કલાકાર તરીકે એક સીરીયલ માટે મારે ગીત ગાવાનું છે. પપ્પા સાથે રીયાઝ કરીને સ્ટ્ડીયોમાં ગાવા જવાનું છે. ”

“અરે વાહ મારા નાના કલાકાર! બાપનૂં નામ રોશન કરજે હજી તો દસમું તને બેઠું છે. ધ્યાન રહે ભણવામાં પાછુ નથી પડવાનું હં કે!”

“ પપ્પા પણ મને એમ જ કહે છે…આતો પીટી ની જેમ એક વધારાનો ક્લાસ. જેમ ધારા બહેન નો નૃત્ય કલાસ તેમજ. ”

“પપ્પા પણ સર્જન થતા થતા સાથે સંગીતમાં આગળ વધ્યા હતા. ”

“સુરસંગત સ્ટુડીયોમાં રેકોર્ડીંગ થવાનું છે અને ધુન કલ્યાણ્જી આણંદજી ની છે. ”

“તેદિવસે શું પહેરવાનો છે?”

“ મારૂ ઑડીયો રેર્કોર્ડીંગ છે.. કંઈ વીડીયો નથી ઉતરવાનો. ” સહેજ ખીજવાતા ધવલે મોં ફુલાવ્યું અદ્દલ પરાશર ની જેમ. જાનકી સહજ હસી પડી.

“ બેટા પહેલું શુટીંગ કરાવજે જેમાં તુ ગાજે અને પપ્પા મુવી ઉતારશે “

“ મમ મને એમ છે કે તું આવજે અને તે કામ તું કરજે પપ્પા તો બીઝી હશે. ”

“ ભલે હું આવીશ અને વીડીઓ પણ ઉતારીશ. ”

“ સાથે સાથે તું સરસ તે દિવસને અનુરુપ સરસ સૂટ પણ લાવીશ?”

“હા મારા રાજ્જા બેટા. ”

“મોમ મને સાથે રાખજે એટલે કલર અને ફીટનેસ બંને સચવાઇ જાય “

વાત ત્યાં જ પતી જાત પણ ટીના મમ્મી પણ પહેલૂં ગાવાનુ કરીને નવો જોધપુરી શુટ લઈને આવી. આંખને ગમી જાય તેવી સજાવટ હતી. બે મમ્મીઓ ભેગી થઈ ત્યારે કયો શૂટ પહેરવાનો વિવાદ ઉભો થઈ જાત પણ આણંદજી ભાઈએ ધવલનાં શૂટ નાં ખુબ વખાણ અજાણ્તા જ કરી બેઠા. એટલે જાનકી મોમનો ડ્રેસ થોડો ઝાંખો થઈ ગયો.

જો કે જાનકી મોમનું નીચુ પડવા દે તે ધવલ નહીં એટલે તે બોલ્યો. “ટીના મોમ નો શુટ તો સ્ટેજ ઉપર પહેરાય તેટલો સરસ છે પણ જાનકી મોમ્નો શુટ આજનાં મંગળ પ્રસંગ માટે ખાસ બનાવડાવ્યો છે તેથી આજે તો તેજ હું પહેરીશ. ”

પરાશર ધવલની ચબરાકી પર ખુશ થઈ ગયો, ટીનામોમ ને કહ્યું તમે ભારે શુટ લાવ્યા છે તેને સ્ટેજ ઉપરનાં પ્રોગ્રામ માટે સાચવશું પણ આજે તો જાનકી મોમ નો શુટ જ પહેરીશ,

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED