ડોક્ટર બાપ-પરાશર પંડીત - 4 Vijay Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડોક્ટર બાપ-પરાશર પંડીત - 4

ડોક્ટર બાપ-પરાશર પંડીત

વિજય શાહ

( ૪ )

થોડુંક ખમી ગઈ હોત તો..

જાનકી મા એ આપેલ શુટ મરાઠી પાઘડી સાથે ધવલને બરોબર જચતો હતો. જાનકી મા આવી એટલે પરાશર અને જાનકીમાને સાથે ઉભા રાખીને ધવલ પગે લાગ્યો પછી ટીના મા. દીદી ,દાદાજી અને ગણપતી બાપાને પગે લાગીને ધવલ દહીં ખાઈને રેકોર્ડીંગ સ્ટેશન જવા નીકળ્યા. તેમના ઘરથી સુર સંગત રેકોર્ડીંગ બહુ દુર નહોંતુ પણ જાણે નાનક્ડો બટૂક જનોઇ પહેરવાનો હોય તેમ રુઆબથી તેઓ પહોંચ્યા.

કલ્યાણજી ભાઈ ત્યાં સમયસર પહોંચી ગયા હતા. સાજીંદા તૈયાર હતા ત્યારે ધવલ તેમને પગે લાગ્યો. ત્યારે તેની નમ્રતા જોઇ કલ્યાણજી ભાઈએ તેનો ખભો થાબડ્યો. “પરાશર પંડીત જ જેવા લાગે છે ધવલ પંડીત”

ભાઈ. આજે સરસ્વતી માને વંદના પછી તમારો પહેલો નંબર છે. તૈયાર છેને ધવલ?”

જાનકી મા કેમેરાથી આ પ્રસંગને કચકડે મઢી રહી હતી. કલ્યાણજી ભાઈએ પરાશરને બોલાવી કહ્યું ધવલ પાસે સરસ્વતી વંદના પહેલા કરાવીશું? તેનું ગળુ ખુલે તેટલો રિયાઝ પણ જરુરી છે. ધવલે બહું વિનય પૂર્વક જણાવ્યું “જેવી ગુરુ આજ્ઞા. ”

માઈક પાસે જઈને કલ્યાણજી ભાઈનાં ઇશારાની રાહ જોતો ધવલ ઉભો રહ્યો. જાનકી મા નો કેમેરો ચાલુ હતો અને સીતાર ઉપર તાન છેડાઈ પરાશર સાથી કલાકારોને ચાલ આપતા હતા અને કલ્યાણ્જી ભાઈએ ધવલને સીગ્નલ આપ્યું. અને બહુ હળવેથી ઓહમ નમો સરસ્વતે મા ગાવાનું શરુ થયું. સરસ્વતી વંદના આમ તો સાહીઠ સેકંડ

ની હતી તે પતી ગઇ. સંગીત બધું થંભી ગયૂં કલ્યાણજી ભાઈએ માઇક ઉપર ફરી થી ધવલને વાહ વાહ કહી આનંદ થી નવાજ્યો અને એક વાર એને જે ગાવાની ધુન હતી “તુમ્હી હો માતા પિતા તુમ્હી હો “ સમજાવી અને સાથે સાથે કહ્યું “ હું તને ના નહી કહું ત્યાં સુધી બગડેલી રેકોર્ડની જેમ ગાયા જ કરજે. ”

મનમાં પરાશર કહેતા “ તેં મારો ધવલ છે. રીયાઝ પણ મારી સાથે તેણે કરેલા છે. અને સુરમાં તે ગાઇ શકે છે”.

તે સમયે આણંદજી ભાઈ આવી ગયા હતા. ધવલે તેમેને વંદન કર્યા અને એનાઊંસ મેંટ થયું આખી ધુન એક વખત સંભળાવી અને ધવલને કહ્યું મારા ઇશારાની રાહ ન જોતો તને તાલ મળે એટલે ગાવા માંડજે. તારી આ ગાયકીની સફળતા ઉપર આ સીરિયલનો આધાર છે.

માઇક ઉપર બોલવાની અનુમતિ લઈને તે બોલ્યો “અંકલ! ફીકર ના કરો હું સફળ ગાયક થવા સર્જાયો છું અને સફળ પણ થઈને રહીશ”

રેકોર્ડીંગ શરુ થાય છે સૌને શાંત થઈજવાનો છેલ્લો બેલ વાગ્યો અને હલકી ધૂન વાગવા માંડી તે ધુનમાં જ્યાં તેને તાલ મળ્યો ત્યાં હલકેથી ધવલે ગાવાનું શરુ કરી દીધું. બીજી લાઇન જ્યાં પુરી થઈને ત્યાં મુઝિક વાગતુ બંધ થઈ ગયું અને કલ્યાણજી ભાઇનો “કટ” અવાજ ગુંજી રહ્યો…

બંને બંધુઓ તાળી પાડતા પાડતા બાળ કલાકાર ને વધાવી રહ્યા. નો રીટેક કે ના ફરીથી ગાવને બદલે સીધોજ સ્વિકાર.

પરાશરે દોડીને સ્ટુડીયોમાં ધવલને ઉંચકી લીધો.. તેનું સ્વપ્ન હતું કે ધવલ તેની જેમ જ ઉંચી કક્ષાનો કલાકાર થાય. જાનકી નો કેમેરો ચાલુ હતો પરાશરને આટલો ખુશ તેણે કદી જોયો નહોંતો.

એક બીજો કેમેરો પણ આ સુખદ ક્ષણો લઈ રહ્યો હતો. અને તે હતો કલ્યાણજી ભાઇનો કેમેરો. જે ઐતિહાસીક રીતે બધીજ નાનામાં નાની વિગતોને સમાચાર દેહ આપતો. આવતી કાલનાં સમાચાર માં ધવલ ચમકવાનો હતો ફિલ્મ ઇંડસ્ત્રીમાં બાળકલાકાર ધવલ પંડીતનો જન્મ. અને આ કલાકારને વધાવતા હતા જાનકી, ટીના અને દાદાજી સાથે કલ્યાણજીભાઈ અને આણંદજી ભાઈ.

સમાચારની અસર એટલી સરસ હતી કે પરાશર ભાઈ પાસે ૪ ફીલ્મોમાં થી ગીતો મલ્યા અને એક આખી બાળ ફીલ્મમાં અદાકારી માટે ધવલ લેવાયો. જાનકી સાથે સાથે ટીના પણ પ્રસન્ન હતી. કારણ કે તે પરાશરની જ નાની છબી હતો.

ઘરમાં રીયાઝ થતો હોય ત્યારે તથા સવારે પ્રાર્થના થતી હોય ત્યારે હવે ધવલની હાજરી જરુરી હતી. એક્ટીંગ સ્કુલ માં પણ તેને સક્રિય કર્યો હતો. પરાશર હવે સક્રિય થઈ ગયો હતો. તેને તેના દીકરા માટે પણ કંઈક કરવું હતું. તેથી તેની તાલિમ માટે શ્રેષ્ઠ પંડીત પાસે તેને મુક્યો તથા એક્ટીગ ની તાલિમ માટે રવૈલ એક્ટીંગ સ્કુલમાં મુક્યો. ટીના કહે તેની પાસે ૨૪ કલાક છે અને તે દસવર્ષનો છે તેની તાકાત પ્રમાણે તેને ધીમે ધીમે ખીલવા દો. એકદમ તેને તેની તાકાત કરતા વધુ આપવાની ઉતાવળમાં નાનકડો કલાકાર મુરઝાઈ ન જાય તેની કાળજી જાનકી મા અને મને લેવા દે.

જાનકીમા સુધી આ વાત પહોંચી અને તેમેણે ટીના નો આભાર માન્યો. ટીના કહે “તમારો ધવલ તો કૃષ્ણ ની જેમ બે માનું સંતાન છે તમે દેવકી મા છે જ્યારે હું યશોદા મૈયા છું અને પરાશર તો તેની પાસે છે તે બધુ શીખવાડવા માંગે છે … તેનાથી પણ સવાયો થાય તેવું સંપૂર્ણ વાતાવરણ આપવા માંગે છે. પણ શરીરની મર્યાદા યાદ કરાવવી રહી તેને જલ્દી મોટો બધુ બહુ ખવડાવીને એકદમ ના કરાય,, તેની ભુખ અને પચન પ્રમાણમાં રહે તો જ તે વિકાસને પામે. ”

જાનકીમા અને ટીના સાથે પરાશરનો વહેવાર સૌમ્ય હતો. છુટા પડી ગયા પછી પણ લાગણી નાં નિયંત્રીત સંબંધો હતા. જાનકીમા ટીનાને નાની બેન ની જેમ જ ગણતા અને પરાશર પાસેથી કશું ન ઈચ્છતા. સાજે માંદે કુટુંબી જન જેવું વર્તતા. જે ઘણાને ન સમજાતુ પણ સમજી ને છુટા પડેલા હતા તેથી હક્ક સ્વૈચ્છાથી ત્યાગેલા હતા. અને ફરજો પ્રેમથી બજાવાતી.

દાદાજી માનવીય લાગણીનાં આ વલણો ને સમજ્વા માંગતા હતા પણ તે ક્યારેય સફળ થતા નહોંતા. સૌથી મોટુ કારણ હતુ અનપેક્ષિત વલણ. જાનકી સાથે રહેવા માંગતી નહોંતી અને સંતાનો ને બધ્ં જ આપવા માંગતી હતી. તે માનતી મને પરાશર સાથે ના ફાવ્યું તે મારો પ્રશ્ન છે. મારા બંને ભુલકાઓનો તેમાં કોઇ વાંક નથી. ટીના પણ સજ્જન છે તેની કોઇ પણ માથાકૂટ નથી. તે સંગીતમાં પરાશર સાથે આગળ વધવામાં માને છે. તેની પરાશર નિસરણી છે. હું પાછળ હટી જઈને બંને બાળકોને જેટલું આપવાનું છે તેટલુ મળતું હોય તો તેના જેવું શ્રેષ્ઠ કંઈ નહીં.

ટીના પરાશરને પણ સાંભળતી પણ તેનું ઘડતર પરાશરનાં સંપર્કમાં આવી તે પહેલાનું હતું. બધી બારીકાઈને સમજતી પણ ગુરુ શિષ્યાનો સંબંધ સ્થપાવાની શક્યતા ઓછી હતી. બન્ને સાથે ગાતા ત્યારે જે માધુર્ય આવતું તે એકલા ગાય ત્યારે શક્ય ઓછુ બનતું સંગીતની દુનિયામાં તેનો અવાજ નું માધુર્ય પરાશર કરતા વધુ હતુ. પરંતુ પરાશરનો પ્રયત્ન સંગીતકાર બનવાનો વધુ હતો જ્યારે ટીના તો ગાયક બનવા માંગતી હતી અને તે બની ને રહી.

ટીના મેવાડની હતી અને તેની ગાયકીમા રાજસ્થાની લઢણ વધારે હતી જ્યારે પરાશર મહારાષ્ટ્રીયન હતો તે પહેલેથી જ સર્વગુણ સંપન્ન હતો. ડોક્ટરી કરી હતી અને મ્યુઝીકમાં પણ ગજુ કાઢ્યું હતુ. ખરું કહો તો ફીલ્મી જગતમાં સ્પર્ધા ઘણી હોય છે. તેને આશા હતી કે તેને તક મળશે પણ હજી સુધી તેની આશા સફળ નહોંતી થઈ.

ટીનાને વડાપ્રધાન નરેંદ્ર મોદી સમક્ષ ગીત ગાવાનો મોકો મળ્યો જેની છાપા ઓ લતામંગેશકર નાં ગીત સાથે થતી. અય મેરે વતન કે લોગો નું ગીત જવાહરલાલ નહેરું સમક્ષ ગાયું અને પંડીતજી નાં આંખો ભીની થઈ તેવું ટીનાએ ગીત ગાવાનું હતું. કલ્યાણજી ભાઈએ પરાશર અને ટીના ઉપર બધું સોંપ્યું હતું અને સાથે સાથે એક લાલ બત્તી પણ હતી આ ગીત ભારતિય જનતા પાર્ટી એકલીને જ ગમવું જોઇએ તેવું નહી પણ સમગ્ર દેશની જનતાને દેશભક્તિનાં રંગે રંગી દેવું જોઇએ.

આ બધા જુદાજુદા ભાવો સાથે ગીતનું સર્જન એ એક પ્રકારની ચેલેંજ હતી. હમણાં જ ધવલને ચેહ દઈને આવ્યો હતો તેથી મગજ નવા વિચારોને માટ તૈયાર નહોંતુ. ટીના પરાશરની પરિસ્થિતિ બરોબર સમજ્તી હતી. અને આમેય કસોટી તો હંમેશા સોનાની જ થાયને? ત્યારે ભારતની તમામ ઉજળી વાતોને લઈ ધવલ જ જાણે ગાતો હોય તેમ ગીત તૈયાર ટીના એ કર્યું.

ભાવાર્થ

હતો છો ને શત્રુ માથા ઉપર શસ્ત્રો લઈને ઉભા કે હયાત અણુ સત્તાઓ દેકાંરા દેતા ભારતનો દેશભક્ત ભારતીય સેનાનાં સૈનિકો છે ખડતલ અને સાવધાન ત્યારે નેતા નરેંદ્ર મોદી સાવધાન સાવધાન.

૨૬મી જાન્યુઆરી એ આ ગીત લાલકિલ્લા પર ગવાયુ.. વખણાયુ અને અમર છાપ પાડી ગયું. પરેડની પશ્ચાદ્ભૂમાં ગવાયેલું આ ગીત તરત વાઇરલ થઈ ગયુ. નરેંદ્રમોદી ચોકીદાર દેખાડ્યા અને પાછળ સરદાર વલ્લભભાઈનું યુનિટિ સ્ટેચ્યુ અદલ ભાવ બતાવતા હતા.

ધવલ પ્રોફેશનલ ની જેમ હવે દરેક અઠવાડીયે તુમ્હી હો માતા ગાતો ટીવીનાં પર્દે સંભળાવા લાગ્યો. જાનકી માનો આનંદ વધતો ગયો, જો કે જાનકી ધારાથી અસંતુષ્ટ હતી. તેનું ધાર્યુ કશું થતુ નહોંતુ. તે ઘણી બધી રીતે પરાશરની જેમજ મધુર કંઠ તેને મળ્યો હતો અને સંગીત માં તેની સમજ પરાશરની જેમજ ઉંડી હતી. ટીના તેને પોતાના પ્રોગ્રામો માં લઈ જતી . ટીનાને તે આંટી કહેતી જોકે ટીનાને તે ગમતું નહીં પણ ધવલની જેમ તેની તે કાળજી રાખતી. જોકે ટીના ને તે બહુ ભાવ આપતી નહીં

ગમે તેટલી નકલ કરવા મથે પણ ટીનાનાં કેળવાયેલા કંઠ સામે ધારાનો અવાજ પાછો પડતો જ અને તેથી હજી સુધી તેને કોરસથી આગળ જવાની તક મળતી નહીં. પરાશર જેટલો ધવલથી પ્રસન્ન હતો તેટલો ધારાથી પ્રસન્ન નહોંતો. ફરી ફરી ને તેજ વાત આવતી કે હજી વધુ પ્રયત્ન કર. અને એક નિઃસાસો પડી જતો કે ધવલ જેવું તો નહીં.

ટીના પરાશરને વાળતી કે બંન્ને તારા સંતાન છે. તું વેરો આંતરો ના કર. ધવલને જેમ સાચા મનથી ઉછેરતો તેમજ ધારાને પણ ઉછેર, પરાશર કહેતો કુમળી વયે જે તાલિમ ધવલ પામ્યો તે ઉછેર ધારા પામી નથી શકવાની. થોડીતો જાનકી જેવી તે થવાની ને. ટીના કહેતી જો ધારા જાનકીની એકલીની નથી. તેમાં તને પણ જો.

ધારા ધવલની જેમજ કહેતી. પાપા મને દીકરી તરીકે નહીં પણ ધવલની જેમજ તમારો વારસો આપજો હું પાર ઉતરીશ. આ વાતો સાંભળતી જાનકી ક્યારેક નિસાઃસો નાખતી. થોડુંક ખમી ગઈ હોત તો.. પણ તે હવે શક્ય નહોંતું

***