ડોક્ટર બાપ-પરાશર પંડીત - 6 Vijay Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડોક્ટર બાપ-પરાશર પંડીત - 6

ડોક્ટર બાપ-પરાશર પંડીત

વિજય શાહ

( ૬ )

ડોક્ટરબાપની કુદરત સામે હાર હતી

સવારથી બહુંજ સણકા નાખે છે. જાનકી મા અને ટીનામા સવારથી સેવા કરે છે સહન નથી થતું પણ ધવલ માથુ દબાવીને સહન કરે છે. પરાશર પપ્પાને સવારથી રેકૉર્ડીંગ માટે જવાનું હતુ. તે રદ કરાવી ટાટા મેમોરીયલ હોસ્પીટલ ટીના સાથે લઇ ગયા.

આમતો બધાને ખબર હતી કે ઇંજેક્શન ચઢાવશે અને એનાલ્જીન થી દુખાવાની અસરો થોડાક સમય માટે રોકાશે. સુરજ ચઢતો જશે તેમ દુખાવો વધશે અને એનાલ્જીન સાથે ઘેન ની દવા પણ આપશે એટલે થોડાક સમયમાં ઉંઘ આવશે. કલાક કે થોડુંક વધારે ઉંઘ્યા પછી જાણે કરફ્યુ છુટ્યો હોય તેમ ધવલ જાગશે અને દર્દથી માથુ ફાટી ગયું હોય તેમ ચીસાચીસ કરશે

આ તો રોજની ઘટના હતી છેલ્લા ૧૫ દિવસથી પીડાતો હતો. દવા બદલાઇ દવાખાના બદલાયા અને ડોક્ટર પણ બદલાયા. પણ રાહત ન આવી. સાંજે ૪ વાગ્યા પછી થોડુંક કણસવું શાંત થયું. જાનકીમોમ માથા ઉપર હાથ ફેરવતા હતા અને ધવલ શાંત થઈ ઉંઘી ગયો હતો. તેના વર્ગની એક વિદ્યાર્થીની હર્ષી ધવલને જોવા તેના પપ્પા સાથે આવી હતી. ત્યારે ધવલ પીડામાંથી હમણાં જ પાર ઉતર્યો હતો, પેશંટને મળવાનો સમય ૪ પછીનો હતો તેટલે તે લોકો તે રીતે આવ્યા હતા. જાનકી મોમની રડતી સુરત ચાડી ખાતી હતી.

હર્ષી કહે “ધવલ અને હું એક જ ક્લાસમાં છીયે. તેને માથુ મુંડાવ્યું ત્યારે મને ત ખબર પડીકે તેને કેંસર છે. પણ અમારામાં એવું કહેવાય છે કે હકારાત્મક મનોબળથી કેંસરને હંફાવી શકાય છે. ”

ધવલ સહેજ ફર્યો અને હર્ષીને જોઇને રાજી થયો. હર્ષી મારા દાદા મને કહે છે હકારાત્મક વિચારોથી દિવસ સારો જાય છે. અને મને જ્યારે આ સણકા શરુ થાય છે ત્યારે દાદાએ મને સમજાવ્યું છે કે આ પીડા થાય છે તે મારા શરીરને થાય છે. મારો આત્માતો તેનાથી ભીન્ન છે અને તેને આ પીડા થતી નથી.

હર્ષી તેના બાપુજી સામે જોઇ રહી. તેનાં મનમાં પ્રશ્ન હતો “ શું આ સાચુ છે?” તેના બાપુજી કહે ધાર્મિક માન્યતા છે અને એને જાણનારા લોકો કહે છે આત્મા દેહથી અલગ છે અને તેને દેહની પીડા થી અલગ પાડી શકાય છે.

ધવલ કહે એક સમયે હું પણ માનતો નહોંતો પણ હવે જ્યારે સમજાય છે ત્યારે પીડાની માત્રા જરુર ઘટે છે. તેને ડોક્તર હીપ્નોસીસ કહે છે પણ જ્યારે પીડા અસહ્ય થાય ત્યારે મને મારું હકારાત્મક મન જરુર રાહત આપે છે. દાદાજી સાવ સરળ ભાષામાં સમજાવતા કહેતા આ મત મતાંતર નો વિષય છે પણ અનેકાંત વાદનો બુધ્ધીજન્ય ઉપયોગ છે. જે દુઃખનો ઇલાજ નહોય તેને રડ્યા કરવું અને કર્મને વધારવા કરતા તેનો બુધ્ધિ પુર્ણ સ્વિકાર કરવો તે બુધ્ધિમાની છે.

હર્ષી થોડોક સમય ધવલ સામે જોઇ રહી તેની આંખો ભરાઈ ગઈ. તેના પપ્પાએ કહ્યું બેટા ધવલ ને નૈતિક ટેકો આપ. તે ઘણું મોટુ યુધ્ધ લઢે છે, અને તેમાં તેના હથિયારો છે હકારાત્મલ વલણો અને તેના પપ્પા પર શ્રધ્ધા.

“પપ્પા મને ધવલ માટે કંઇક કરવું છે “

“તું શું કરી શકે?”

“ડંકાની ચોટ ઉપર કંઇક કરવું છે. ”

“એમ કરીને શું તું મેળવવા ઇચ્છે છે?”

“ ખાસ કંઈ નહીં પણ તેને જણાવવા માંગું છું કે દોસ્ત અમે પણ તારી સાથે છીયે. અમે તારી લઢતમાં ટેકો આપીયે છે”

“જે કરવું હોય તે તું કરજે પણ ડંકાની ચોટ જેવા ભારે ભારે શબ્દો નહીં વાપરતી. છોકરી જાત એટલે વિજાતીય મૈત્રી ને તું વિચારે છે તેવી રીતે દરેક વિચારતા નથી. વાત વણસી ન જાય તે રીતે વર્તજે. ”

બીજે દિવસે હર્ષી માથૂ બોડું કરીને આવી,

તેના પછીનાં દિવસે આખો ક્લાસ બોડો હતો.

સૌને ધવલ વહાલો હતો

દરેકે વાળ ઉતારીને પ્રભુને પ્રાર્થના કરી હતી ધવલને સારું થઈ જાય.

તે દિવસે ધવલે તેની ડાયરીમાં લખ્યું

પ્રભુ મારા મિત્રોએ વાળ ઉતારીને બાધા કરી હવે તો મારા ઉપર કૃપા કર. મને આ તકલીફ માં થી મુક્ત કર. મને તેં આ શાની સજા કરી છે તે તો જણાવ.

હર્ષી મારી દોસ્ત તેં તો કમાલ કરી પહેલા જાતે કર્યુ અને પછી આખા વર્ગમાં વાત વહેતી કરી કે દોસ્તને ટેકો આવી રીતે પણ કરાય.

હર્ષીનો પ્રયાસ જગવિખ્યાત ત્યારે થયો જ્યારે “મુંબઈસમાચાર”માં નાનક્ડી નોંધ પ્રગટ થઈ.

ધવલ અને હર્ષીનાં ટકલા ફોટા પ્રગટ થયા અને બંને નાં વિચારો સાથે ધવલ નું જોડકણું પ્રસિધ્ધ થયું.

પ્રભુ મારી ખતા માફ કર. મને મુક્તિનાં દાન દે..

તારી કૃપા તો અગાધ છે. મને મુક્તિનાં દાન દે..

કેટ્લાય લોકોનાં સંદેશા અને શુભેચ્છાઓ આવ્યા ટીના અને જાનકી તે વાંચતા પણ આવેલા બધા સંદેશાઓમાં જે મળવો જોઇએ તે સંદેશ નહોંતો. બધા સદગતિ અને મુક્તિની વાત કરતા હતા પણ ક્યાંય તને સારુ થઈ જશેની વાત નહોંતી. એક સંદેશાએ તો પરાશરને વ્યથિત કરી મુક્યો. તેમાં સ્પષ્ટ કહ્યું હતું ‘”કતલખાને જાવ અને બે મુંગા જીવને છોડાવી આવો”’.

આ સંદેશો કહેતો હતો સમય ના બગાડો. અને સ્વિકારી લોકે તમારો વિલંબ ધવલને વ્યથાથી મુક્ત થવા નથી દેતો. બે જીવ જેવા છોડાવશો તેવીજ યમરાજાને તેમની સત્તા સ્વિકારવાની નિશાની મળી જશે. અને આટલી બધી આકરી સજામાં થી ધવલને મુક્તિ મળી જશે.

આવા અર્થઘટન ને પરાશર માનવા તૈયાર નહોંતો.

પણ યોગ્ય દવા વિના ધવલને પિડાતો પણ જોવાતો નહોતો. ડોક્ટર હતો સમજતો હતો અને એ સમજ જ તેને રડાવતી હતી. ધવલ સામે જોતા તેની આંખમાંનો જીવન પ્રત્યેનો મોહ તેને દેખાતો, તેને લાગતું કે પપ્પા અડીખમ ચોકીદાર છે તે મને કંઈ નહીં થવા દે …. જાનકી સાથે બેસીને પપ્પા વાતો કરતા હતા દાદા નવચંડી યજ્ઞ કરાવવા માંગતા હતા.

ઘરમાં છાની રડારોળ ચાલતી હતી. ધવલ હોસ્પીટલમાં બેહોશ હતો. સહુ વિચારને અંતે જાનકીએ રોતા મને પરાશરને સંમતિ આપી. પાંજરાપોળ માં બે જીવ છોડાવી આવવાની.

ત્યાર પછી બે દિવસ ધવલને સારું લાગ્યુ પણ જ્યારે તેનો જીવ ગયો ત્યારે પરાશર ખુબ જ રડ્યો. આ તેનામાં રહેલ ડોક્ટરબાપની કુદરત સામે હાર હતી. અને આમેય તે જાણતો હતો ડોક્ટર કંઈ ભગવાન નથી હોતો.

સમાપ્ત