ડોક્ટર બાપ-પરાશર પંડીત - 5 Vijay Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડોક્ટર બાપ-પરાશર પંડીત - 5

ડોક્ટર બાપ-પરાશર પંડીત

વિજય શાહ

( ૫ )

ડાયરીના પહેલે પાને જ પ્રશ્ન હતો

ધારા પંડીત દેખાવડી તો હતી પણ ધવલની જેમ સ્વરમાં ર્ઉતાર ચઢાવ લાવી શકતી નહોંતી. અને તે ન આવી શકે કારણ કે સ્વરપેટી કેળવાઇ નહોંતી. જે ધવલમાં કેળવાઇ હતી. ધારા ઇચ્છતી હતી પણ તે ખુબ તાલિમ ને અંતે શક્ય હતું. ધવલનાં મૃત્યુ પછી તેસમજી કે તેણે શું ખોયું હતું. દાદાજી તેને હિંમત આપતા. ટીના મોમ અને જાનકી મોમ પણ આશાવાદી તો હતા પણ પપ્પા નિરાશ હતા. તેમને લાગતું હતું

કે હવે આ કસરત અર્થહીન છે. રિયાઝ થી કંઠ કેળવાય પણ કુદરતી મીઠાશ શક્ય નથી.

ધવલનો નકરો આશાવાદ ધારાને પ્રેરતો. તે કહેતો

“આપણામાં પ્રભુએ ઘણી શક્તિઓ આપી છે તેને ખીલવવાની તકો પણ. ગણીતનાં દાખલાઓની જેમ સ્વરપેટીને કસરતો કરાવ્યા જ કર અને કોઇપણ નકારાત્મક વિચારોને વશ ન થઈશ,”

ધવલતો ડેડીનો લાડલો હતો અને તેને નીત નવી રાગીણી અને સ્વર કવાયતો સમીર કરાવતો. જ્યારે જાનકીની નબળી અને નકારત્મક ટીકાઓ ધારાનાં બાળ મગજ્માં ધવલ જેવું માન સમીર માટે પેદા ન કરતી. શુધ્ધ ગાયકી ક્યારેક લવારા બની જતી. ડોક્ટર તરીકે સફળ થયેલા પરાશરને જ્યારે સંગીતકાર થવાનું સુજ્યુ તે દિવસથી જાનકીને સંગીત પ્રત્યેનો અભાવો શરુ થયો અને તેનો ભોગ ધારા બની.

તે બોલી સરસ પ્રેક્ટીસ જમાવવાને બદલે ધ્યાન તો ગાયકી માં જ. જિંદગીમાં કેટલુંય ભણ્યા પણ તે ભણતરને અભરાઇએ મુકીને હાર્મોનિયમ અને ગાયકીનાં રવાડે ના ચઢાય.

કારકિર્દિ.. ફરીથી કરવું હોયતો એસ્ટાબ્લીશ કામ કરાય.

દાદાજી કહે જાનકીની વાત સાચી છે પણ હું માનુ છું જો આ કારકિર્દિનો ઝઘડો નથી. ગમતું કરવાનો ઝઘડો છે. ડોક્ટરી એ કરે છે પણ મન એનું સંગીતમાં છે. ડોક્ટરીમાં તેનું મન ના માનતું હોયતો તેણે મનને મનાવવું

જોઇએ. સર્જરીમાં જરી કે ભુલ ના ચાલે. કોઇનાં જીવન સાથે ના ખેલાય.

જ્યારે ધારા પાંચ વર્ષની હતી ત્યારે ધવલ એક વર્ષનો અને કિર્લોસ્કર કંપનીમાં મુંબઈ ખાતે એજ્ન્સી ખુલી તે દિવસે જાનકીએ તે એજંસી લીધી અને વીધીવત પરાશરને ફારગતી આપી કારણ સ્પષ્ટ હતું ડોક્ટરી છોડી તેણે કલ્યાણજી ભાઈની સાથે સંગીતકાર બનવાની શરુઆત કરી હતી,અને તેનું પ્રથમ ગીત હતું” સુખકે સબ સાથી દુઃખમે ન કોઇ.. ” આ ધુન બનાવી ત્યારે તેનું હૈયું રડતુ હતુ પણ ગીતની ધુન વિશ્વ વિખ્યાત થઈ.

એક કે બે ગીતોથી કારકીર્દી ના બને તેણે તો સતત સફળ અને લોક્પ્રિય ગીતો આપવાનાં છે. આવા સમયે દાદા ટીનાની વાત લાવ્યા.

તે બંને મળ્યા. પરાશરનાં અવાજ્ની ટીના ફેન હતી. અને સાત વર્ષ નાની હતી. પરાશર સાથે તેના મ્યુઝીશીયન બનવાનાં સ્વપ્નામાં અજાણતા જ તેનાથી હા પડાઇ ગઈ.

પરાશર કહે “મારા જેવા બીજવરને તું પરણીશ?”

“ હા. ”

“બીજવર જ નહીં પણ બે છોકરાનો બાપ પણ. ”

“ મારા સમયે બાપ નહીં પણ મ્યુઝીશીયન મળશે તો ચાલશે. ”

“ટીના ખરેખર તું મારી પાસેથી શું ઇચ્છે છે?”

“ મ્યુઝીકમાં મારી પણ તારી સાથે પ્રગતિ થાય તે હું ઈચ્છું છું. ”

“ આ સિવાય મારા જીવનમાં બે સંતાનો છે અને તેમના પ્રત્યેની મારી ફરજો પણ છે. ”

“ પરાશર તારા બાળકો પ્રત્યેની ફર્જોમાં હું ક્યાય બાધારુપ નહીં બનું. અને મારી સંગીત કારકીર્દી તે પહેલી પસંદ છે. અને હા મને બાળકની કોઇ ઉતાવળ નથી અને ઝંખના પણ નથી. ”

“પણ કદાપી માતૃત્વ ઇચ્છીશ તો મને વાંધો નથી”

“હા

એક વાતની ગાંઠ બાંધી લેજે જાનકી બે સંતાનોની ઓથે પાછી આવવાની વાત કરે તો તે બાબતે સ્પષ્ટ ના જ. મારું માન સચવાવું જોઇએ અને પરાશર તમારે મને સર્વત્ર પત્ની તરીકે મને જાળવવી

પડશે. ”

પરાશરે ટીનાનાં બે હાથ વહાલથી ચુમી લીધા અને આંખે લગાડી બહું

માન થી સ્વિકારી. પાછળ રેડીયા ઉપર અભિમાન નું ગીત વાગતું હતું

“ તેરે મેરે મિલન કી રૈના નયા ગુલ ખીલાયેગે”

તે દિવસે સાંજે નાના ધવલ અને ધારાએ ટીના ને આંટી કહીને સ્વિકારી જાનકી એ “આવ મારી નાની બેન! તેમને સંગીત ક્ષેત્રે પૂર્ણ કરજે. ”

તે સાંજે લાપશી રંધાઇ

અને ઘરનાં સદસ્યો સાથે બેઠક થઈ. રીયાઝ કરવા માટે આમેય પરાશર હાર્મોનિયમ ઉપર ગાતો હતો. આજે ટીના સાથે હતી જાનકી અને ઘરનાં કાયમ રસોડૂ સંભાળતા નાથી બુઆ પણ હતા આજે રીયાઝમાં

ધારા અને ધવલ પણ સાથે હતા. કેરીઓકી અને તાલ વાદ્ય પણ હતા.. પરાશર ક્યારેક ટીના જેટલો ઉંચો અવાજ ખેંચતો ન હ્તો પણ બંને સાથે જે ગાતા હતા તે શ્રેષ્ઠ ગાતા હતા. આ પ્રસંગ ઘટ્યો ત્યારે ધવલ ૧૧ નો અને ધારા ૧૬ની હતી અને જાનકી અને પરાશરને છુટા પડ્યે સાત વરસ થઈ ગયા હતા. ટીના નાં પ્રાઇવેટ શો થતા હતા. પણ દરેક શોમાં પ્રેક્ષકો જોતા પરાશર સાથેની તેની જોડી બધી જ રીતે એક મેક ને યોગ્ય હતી.

પરાશર રીયાઝ્માં બૈજુ બાવરાનું ગીત ગાતો. મહમદ રફીએ આ ગીત જ્યારે ગાયુ હતું ત્યારે તેના ભાવ અને રાગ અદ્ભુત સંભળાતા. ધવલ આ ગીતમાં પરાશર સાથે સંગત આપતો. તે દિવસે પણ આ ગીત ગવાયુ.

ભગવાન.. ભગવાન.. ઓ દુનિયા કે રખવાલે સુન દરદ ભરે નાલે ગીત ગવાવાનું શરુ થયું ત્યારે વાતાવરણ જાણે ફુલોની ખુશ્બુ

થી ભરાઈ ગયું. કેરીઓકી સંગીત વાગતું હતું અને એક આરોહમાં પરાશર નો અવાજ કપાયો ત્યારે ધવલ ગાતો હતો.. સાંભળનારા સૌ પ્રસન્ન હતા પરાશરે ખુબ જ હરખભેર ધવલને વધાવી લીધો .. દાદા બોલ્યા વાહ બેટા વાહ બાપથી સવાયો થવાનો.

ઉંમર ઉંમરનું કામ કરે. ધવલનો અવાજ બદલાઈ રહ્યો હતો. બાળકલાકાર હવે પુખ્ત અવાજનો ધણી બની ગયો હતો, રીયાઝ ચાલતો હતો પણ જે સહજતાથી તે આરોહ અવરોહ ગાતો તે સહજતા હવે રહી નહોંતી, તેના કોમળ હોંઠ ની ઉપર રુવાંટી દેખાતી હતી. નાથી બા ને ટીના એ કહ્યું હવે તેને જેઠી મધનો ભુકો મધ સાથે સવાર સાંજ આપો અને સવારનાં દુધમાં હળદર મીઠૂ આપવાનું ભુલાય ના. આતો પ્રભુનું વરદાન છે. અવાજ બદલાય છે.

પરાશર બને તેટલો સમય તો ધવલ સાથે કાઢતો અને બાકીના સમયમાં તેના મનમાં ચાલતા વિચારો જાણવા દાદાએ સુચવ્યું કે ડાયરી લખવાની ટેવ પડાવ. તેનામાં એક અદભુત પરિવર્તન જોવા મળતું હતું અને તે પુખ્તતા ઝડપથી મેળવતો જતો હતો. ખાસતો ગગલ ઉપર જ્યારે તેણે જાણી લીધું હતું કે તે બચવાનો નથી ત્યાર પછી હવે શું નાં તેના પ્રશ્નોનાં જવાબ શોધવાની માથાકુટો નાં અંતે એક જવાબ તેને મલી ગયો હતો. જે થશે તે હરી ઈચ્છા.

ડાયરીના પહેલે પાને જ પ્રશ્ન હતો.

“હેં પ્રભુ તમે જ મને કેમ તમારી પાસે આવવા તેડ્યો?”

મારે તો કેટલાય કામો કરવાના બાકી છે. હજીતો ચૌદમું બેઠુ છે અને તમે મને લઈ જવા ઉતાવળ કરી રહ્યા છો? મને મમ્મી અને પપ્પાનો મેળ કરાવવો છે. એ કબુલ મંજુર કે મારી જાનકી મોમને ટીના મોમ જેટલું સંગીત સમજાતુ નથી. પણ મમ્મીને તેટલું શીખવાની જરુર પણ નથી. અમે બે ભાઇ બહેનો જન્મ પામ્યા અને સારા સંસ્કારો પામ્યા તે શું પુરતું નથી? મને ખબર છે તમારી પાસે પણ આ પ્રશ્ન નો જવાબ નથી. તમે પણ એમ જ કહેશોને આ મારો અધિક્રુત વિસ્તાર નથી પણ એ વાત કહેજો મને કે તમે ઇચ્છ્યુ હોત તો તમે મોમ ને વાળી શકત ને?

દાદાજી કહેશે જે થશે તે હરિ ઇચ્છા મુજબ થશે. ના મને તો એ બંને ભેગા રહે અને આનંદ્થી રહે તે જોઇએ છે. પ્રભુ તમે મને સાંભળશોને ?

***