મર્ડર @ રિવરફ્રન્ટ - 15 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મર્ડર @ રિવરફ્રન્ટ - 15

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:15

(અત્યાર સુધી આ નોવેલ તરફ તમે જે પ્રકારનો પ્રેમ આપ્યો એ બદલ આપ સૌ નો આભાર..ઘણાં વાંચકો નાં મેસેજ આવે છે કે કાતીલ આ છે..કાતીલ પેલો છે..જેનો મતલબ છે કે તમે નોવેલ ખાલી વાંચતાં નથી પણ માણો છો..આવાં ઉચ્ચ કોટીનાં વાંચકો મને મળ્યાં એ બદલ હું મારી જાતને આભારી ગણું છું..હજુ નોવેલમાં ઘણાં રહસ્યો પરથી પડદો પડવાનો બાકી છે.આગળનો દરેક ભાગ એ તમારાં મગજને કસવાનો છે એ નક્કી છે..તો આમ જ વાંચતાં રહો પરફેક્ટ સિરિયલ કિલર બેઝ સસ્પેન્સ એન્ડ થ્રિલર નોવેલ મર્ડર@રિવરફ્રન્ટ.આ નોવેલ મંગળવારે અને શુક્રવારે પ્રકાશિત થાય છે.)

અમદાવાદ માં સિરિયલ કિલરનો ખૌફ વધી રહ્યો હોય છે જેને નાથવાની જવાબદારી એસીપી રાજલનાં સિરે હોય છે..હેરી દ્વારા વનરાજનાં સીમકાર્ડ નો અને વનરાજ જે કારમાં બેસીને ગયો હતો એ કારનો નંબર જાણ્યાં પછી તો રાજલ પોતની પુરી પોલીસ ટીમ ને કામે લગાવી દે છે..આ તરફ હત્યારો પોતાનો નવો શિકાર કોણ હશે એ નક્કી કરીને બેઠો હતો.

સાંજ નાં સાડા પાંચ વાગ્યાં ત્યાં હાથમાં ઘણાં બધાં પેપર સાથે ઇન્સ્પેકટર સંદીપ રાજલની કેબિનમાં આવ્યો..એને રાજલનાં ટેબલ ની ઉપર એ બધાં પેપર મુકતાં કહ્યું.

"મેડમ આ લિસ્ટ છે અમદાવાદનાં કરોડપતિ અને અબજપતિ બિઝનેસમેનનું..આ લિસ્ટમાં 24 લોકોનું નામ છે જેમમાં નામનો પહેલો અક્ષર ડ અથવા હ છે..ડ ઉપર તો ફક્ત ડોલી મેકવાન નામનાં લેડીઝ એસ્ટેટ બ્રોકર છે બાકીનાં બધાં જ લોકોનાં નામ હ ઉપરથી શરૂ થાય છે.જેમાંથી ઉપરનાં છ લોકો છે એ બધાં અબજોની પ્રોપર્ટી ધરાવે છે.."

રાજલે સંદીપનાં આપેલાં એ પેપર હાથમાં લીધાં અને એમાં રહેલાં નામ મનોમન વાંચવાનું શરૂ કર્યું..જ્યાં ઘણાં લોકો જોડે બે ટંક જમવાનું નથી ત્યાં આ લોકો ની મિલકત કરોડો અને અબોજોને આંબતી હતી.નીચેથી વાંચતાં રાજલ જેવી ઉપર આવી એટલે એને ઉપરનાં જે છ અબજોની મિલકતનાં આસામી લોકોનાં નામ હતાં એ થોડું જોરથી બોલવા લાગી.

"હેમંતભાઈ રાજપૂત"

"હાર્દિક બુચ"

"હરીશ દામાણી"

"હિમાંશુ પટેલ"

"હિતેન ગાંધી"

"હર્ષદ ગજ્જર"

ત્યારબાદ રાજલે સંદીપ ભણી જોતાં કહ્યું.

"ઓફિસર આ સિરિયલ કિલર નો નવો શિકાર આ 24 લોકોમાંથી જ કોઈક હશે એ સ્પષ્ટ છે..પણ મારું મન કહે છે આ છ અબજોપતિ લોકો એ સિરિયલ કિલરની લિસ્ટમાં ટોપ ઉપર હશે...આમાંથી જ કોઈક એનો નવો શિકાર હશે એવું મારું વિચારવું છે."

"તો મેડમ તમે કહો એમ કરીએ..."સંદીપે કહ્યું.

"આ 24 લોકો ની જીંદગી હવે આપણાં હાથમાં છે..તમે તત્કાલિક આ દરેક ને સાવચેત કરો કે એમની જાન નો ખતરો છે..એમાં પણ આ છ અબજોપતિઓને તો ખાસ સાવધાન રહેવાં કહો.. એમને એ પણ સલાહ આપજો કે જ્યાં સુધી એ સિરિયલ કિલર ના પકડાય ત્યાં સુધી એકલા ક્યાંય ના જાય.."રાજલનો સ્ફટિક જેવો સાફ અવાજ સંદીપનાં કાને પડ્યો.

"Ok મેડમ..મારાં જોડે આ લિસ્ટમાં મોજુદ દરેક વ્યક્તિનો ફોન નંબર છે..હું એ બધાં ને કોલ કરી તમારી જણાવેલી સલાહ આપી દઉં.."અદબભેર સંદીપ આટલું કહી ત્યાંથી ચાલી નીકળ્યો.

સંદીપ હજુ તો રાજલની કેબિનમાંથી નીકળે પાંચ મિનિટ માંડ વીતી હતી ત્યાં ઇન્સ્પેકટર મનોજ ત્યાં આવી પહોંચ્યો.મનોજનાં ચહેરા પર અત્યારે ઉત્સાહ સાફ-સાફ વર્તાતો હતો..જેને જોતાં રાજલ સમજી ગઈ કે એ પોતે મનોજને જે કામ સોંપ્યા હતાં એ મનોજે વ્યવસ્થિત રીતે પૂરાં કરી દીધાં છે.

"બોલો ઓફિસર..તમારો ચહેરો બતાવે છે કે કોઈ સારાં સમાચાર છે.."રાજલે મનોજની તરફ જોતાં કહ્યું.

"મેડમ આમ તો સારાં પણ છે અને ખરાબ પણ.."મનોજ ખુરશીમાં બેસતાં બોલ્યો.

"સારાં પણ છે અને ખરાબ પણ..મતલબ..?"આશ્ચર્ય સાથે રાજલે પૂછ્યું.

"મતલબ કે આ વખતે પણ વિકટીમ નાં ફોન નંબર ની લાસ્ટ લોકેશન પરથી કોઈ માહિતી મળી નથી..અને એનાં પર જેનો છેલ્લો કોલ આવ્યો એ નંબરની ડિટેઈલ પણ કઢાવી જોઈ..અને ગત વખતની જેમ એમાં જે નંબર હતો એ ડમી આઇડેન્ટિટી કાર્ડ આઈ ખરીદાયેલો હતો.જેનો ફક્ત વનરાજ ને જ કોલ કરવાં ઉપયોગ થયો હતો.."મનોજ જવાબ આપતાં બોલ્યો.

"હમ્મ..તો સારી વાત કઈ છે..?"રાજલે સવાલ કર્યો.

"સારી વાત એ છે કે વનરાજ જે કારમાં બેસીને હેરી નાં હેરકટિંગ સલુનમાંથી નીકળ્યાં બાદ બેઠો હતો એનાં માલિકનું નામ મળી ગયું છે.."આનંદપૂર્વક મનોજ બોલ્યો.

"તો જલ્દી બોલો કોણ છે એ વ્યક્તિ જેની કારમાં બેસી વનરાજ ગયો હતો..?"રાજલ ખુરશીનાં છેડે પોતાનાં દેહ નો ભાર લાવતાં બોલી.

"એ વ્યક્તિનું નામ છે હિમાંશુ પટેલ.."મનોજ બોલ્યો.

"હિમાંશુ પટેલ..આ નામ તો હમણાં જ સાંભળ્યું છે.."રાજલ મનોજની વાત સાંભળી મનોમન ધીરેથી બબડી.

"Oh my god..આ હિમાંશુ પટેલ ક્યાંક એ તો નહીં જે અબજોપતિ બિઝનેસમેન છે..?"રાજલને અચાનક ઝબકારો થતાં બોલી પડી.

"હા મેડમ.. હિમાંશુ પટેલ એ જ છે જેનો ઈમ્પોર્ટ એક્સપોર્ટ અને રેડીમેડ કપડામાં કરોડો-અબજોનો બિઝનેસ છે.."મનોજે જણાવ્યું.

"ઓફિસર,તો હવે જલ્દીથી નીકળીએ..હિમાંશુ પટેલને મળીને આ વિષયમાં સવાલ કરવાં પડશે કે વનરાજ ને પોતાની સાથે લઈને ક્યાં ગયો હતો..અને વનરાજ જોડે એને આખરે શું સંબંધ છે..?"પોતાની જગ્યાએથી ઉભાં થતાં રાજલ બોલી.

રાજલ ની સાથે-સાથે મનોજ પણ એની કેબિનમાંથી બહાર નીકળ્યો અને બહાર નીકળી ચાર કોન્સ્ટેબલોની એક ટીમ ને પોતાની સાથે આવવાં કહ્યું.જેવાં બધાં તૈયાર થઈ ગયાં એ સાથે જ રાજલ એ બધાં સાથે ત્યાંથી હિમાંશુ પટેલ નાં ગુરુકુલ રોડ પર આવેલાં ટેનામેન્ટ તરફ નીકળી પડ્યાં.

હજુ તો જીપ સી.જી રોડ પહોંચી ત્યાં જ રાજલને કંઈક યાદ આવ્યું અને એને પોતાનો ફોન હાથમાં લીધો અને સંદીપ ને કોલ લગાવ્યો.ફોન ઉપાડતાં ની સાથે જ રાજલ બોલી.

રાજલ-"હેલ્લો, ઈન્સ્પેકટર.."

સંદીપ-"હેલ્લો, મેડમ.."

રાજલ-"તમે લિસ્ટમાં જે નામ હતાં એમાં હિમાંશુ પટેલ નામનાં બિઝનેસમેન ને કોલ કર્યો..?"

સંદીપે થોડીવાર વિચાર્યા બાદ કહ્યું.

"ના હજુ તો બાકી છે..કેમ કંઈ કામ હતું..?"

જવાબમાં રાજલે કહ્યું.

"હા,તો હવે એને કોલ ના કરતાં.."

સંદીપ ને સમજાયું નહીં કે રાજલે આવું કેમ કહ્યું પણ અત્યારે સિનિયર ની વાત માનવી ઉચિત સમજી એ રાજલનાં આદેશનાં પ્રતિભાવમાં બોલ્યો.

"સારું મેડમ.."

સંદીપ નાં આટલું બોલતાં જ રાજલે ફોન ડિસ્કનેક્ટ કરી દીધો..અને બહાર સડક તરફ નજર કરી હિમાંશુ રાણા તથા વનરાજ સુથાર વચ્ચે શું કનેક્શન હતું..?શું આટલો મોટો બિઝનેસમેન એક ખૂંખાર સિરિયલ કિલર હશે..?" આ સવાલોનાં જવાબ મનોમન શોધી રહી હતી.

રાજલ સમેત પોલીસની ટીમ અડધા કલાક બાદ હિમાંશુ પટેલનાં ગુરુકુલ રોડ પર આવેલાં સ્વસ્તિક સોસાયટીનાં બંગલા જોડે પહોંચી ગયાં..આટલાં મોટાં બિઝનેસમેન ને સીધો તો પોલીસ સ્ટેશન લઈ ના જવાય એટલે અહીં જ જરૂરી સવાલો પૂછી,એમાં જો કંઈક વિચિત્ર લાગે તો જ ઉગ્ર બની વાત કરવી એવું રાજલે મનોમન વિચારી લીધું હતું અને પોતાનાં સહકર્મચારીઓને પણ એ સૂચન આપી દીધું હતું.

"હિમાંશુ પટેલ ઘરે છે..?"જીપ ની બહાર ગરદન નીકાળી બંગલાની બહાર ગેટ જોડે બેસેલાં ગેટકીપર ને ઉદ્દેશીને રાજલે પૂછ્યું.

"હા મેડમ,સાહેબ હમણાં જ આવ્યાં.. બોલો શું કામ હતું..?"એ ગેટકીપર સામો બોલ્યો.

"એમને કહો એસીપી રાજલ એમને મળવા ઈચ્છે છે.."રાજલ રુવાબદાર અવાજે બોલી.

રાજલની વાત સાંભળી એ ગેટકીપરે હિમાંશુ પટેલ ને કોલ લગાવ્યો અને રાજલ એને મળવા માંગે છે એ જણાવ્યું..હિમાંશુ દ્વારા તરત રાજલ સમેત પુરી પોલીસની ટીમ ને અંદર આવવાની અનુમતિ આપતાં એ ગેટકીપરે દરવાજો ખોલ્યો અને રાજલ તથા એમની ટીમ ને અંદર જવાં કહ્યું.

દિલીપે જીપને અંદર લઈ જઈ પાર્કિંગમાં મૂકી..રાજલે જોયું તો હિમાંશુ પટેલનો બંગલો ભવ્યાતિભવ્ય હતો..એનાં પાર્કિંગમાં આશરે 10 જેટલી લક્ઝ્યુરિયસ કાર પડી હતી..રાજલે એ પણ નોટિસ કર્યું કે એ કારમાં એ નંબર વાળી સિલ્વર કલરની કાર પણ મોજુદ હતી જેનું વર્ણન હેરી એ કર્યું હતું..સબુત હવે નજરો સામે હતું એટલે બમણાં ઉત્સાહ સાથે રાજલ અને મનોજની પાછળ બીજાં ચાર કોન્સ્ટેબલ બંગલાનો મુખ્ય દ્વાર ઓળંગી અંદર પ્રવેશ્યાં.

બંગલા ની અંદરની સુંદરતા તો બહારથી દેખાતાં વૈભવ આગળ અનેકગણી વધારે હતી..બંગલાનાં મુખ્ય હોલમાં ટીશર્ટ અને નાઈટ પેન્ટ માં એક વ્યક્તિ બેઠો હતો..જે રાજલને જોતાં જ પોતાની જગ્યાએથી ઉભો થઇ ગયો..રાજલનાં પાસે આવતાં જ એ વ્યક્તિએ પોતાનો પરિચય આપતાં કહ્યું.

"હેલ્લો, મેડમ..મારુ નામ હિમાંશુ છે..બોલો હું તમારી શું સેવા કરી શકું..?"

"સેવા માં તો એવું છે કે મારે તમને થોડાંક સવાલો પુછવા છે..હું ઈચ્છું છું કે તમે એનાં સાચા જ જવાબ આપશો.."રાજલ ફિક્કી સ્મિત સાથે બોલી.

"અરે પૂછો ને જે પૂછવું હોય એ..અને પહેલાં બેસો હું ચા-નાસ્તો મંગાવું.."હિમાંશુ પટેલ નો એક બિઝનેસમેન નો વિવેકી ટોન એની વાણી પરથી સમજાય એવો હતો.

રાજલે આંખોનાં ઈશારાથી મનોજ તથા બીજાં કોન્સ્ટેબલ ને બેસવા કહ્યું અને પોતે પણ હિમાંશુ નો આગ્રહ સ્વીકારી સોફામાં બેસી ગઈ..સોફામાં સ્થાન લેતાં જ રાજલ બોલી.

"હિમાંશુ જી..ફોર્મલિટી ની જરૂર નથી..બસ તમે મને એ જણાવો કે વનરાજ સુથાર જોડે તમારે શું સંબંધ હતાં..?"

રાજલનો આ સવાલ સાંભળી હિમાંશુ વિસ્મય ભરી નજરે રાજલ તરફ જોતાં બોલ્યો.

"કોણ વનરાજ..હું કોઈ વનરાજ ને નથી જાણતો.."

"હું એ વનરાજની વાત કરું છું જેની લાશ આજે સવારે રિવરફ્રન્ટ વોકવે પરથી મળી.."કડકાઈભર્યા સુરમાં રાજલ બોલી.

રાજલની વાત સાંભળી અચાનક યાદ આવ્યું હોય એમ હિમાંશુ બોલ્યો.

"હા મેં સાંભળ્યું હતું સવારે કે કોઈ સિરિયલ કિલર આવ્યો છે અમદાવાદમાં..અને ત્રીજો શિકાર એક વ્યક્તિ બન્યો છે જેની લાશ રિવરફ્રન્ટ પરથી મળી આવી છે.પણ મને ખ્યાલ નથી એનું નામ શું છે.."

હિમાંશુ ની વાત સાંભળી રાજલે ઇન્સ્પેકટર મનોજની તરફ જોયું અને પછી સ્મિત સાથે હિમાંશુ ભણી નજર કરી બોલી.

"એવું છે mr. પટેલ..તો પછી તમારી ગાડીમાં તમે બે દિવસ પહેલાં તમે વનરાજ સુથારને બેસાડીને ક્યાં લઈ ગયાં હતાં..?"

"કઈ ગાડી..અને ક્યાંથી..આ બધું તમે શું પૂછી રહ્યાં છો..?"રાજલનો સવાલ સાંભળી અકળાઈ જતાં હિમાંશુ બોલ્યો.

"હું એ ગાડીની વાત કરું છું જેનો નંબર છે GJ27JR2292.."રાજલ બોલી.

"હા એ મારી જ BMW નો નંબર છે..પણ એ તો છેલ્લા દસ દિવસથી એમને એમ પાર્કિંગમાં પડી છે..તો પછી તમે કઈ રીતે કહી શકો કે હું એ કારમાં વનરાજ નામનાં કોઈ વ્યક્તિને ક્યાંક લઈ ગયો હતો..?"હિમાંશુ બોલ્યો.

"પણ અમને વનરાજ નાં એક મિત્ર એ કહ્યું કે તમે તમારી કારમાં વનરાજ ને લઈને ક્યાંક ગયાં હતાં.."રાજલ પોતે ત્યાં કેમ આવી હતી એનું કારણ આપતાં બોલી.

"મેડમ,લાગે છે એ વ્યક્તિને કોઈ ભૂલ થઈ હશે..બાકી એવાં વ્યક્તિનું મારે શું કામ પડે..એક મિનિટ..મારાં આખાં બંગલા માં સીસીટીવી કેમેરા લાગેલાં છે..તમે કહો તો તમને એ દિવસનું રેકોર્ડિંગ બતાવું..જે પુરવાર કરશે કે મારી તમે કહી રહ્યાં છો એ નંબરની કાર એ દિવસે પાર્કિંગમાં જ હતી.."હિમાંશુ પોતાનાં સોફા પરથી ઉભાં થતાં બોલ્યો.

હિમાંશુ ની પાછળ-પાછળ રાજલ એની જોડે એક કેબીન તરફ ગઈ જ્યાં સીસીટીવી નું રેકોર્ડિંગ સેવ થતું..અને ત્યાં એક કોમ્પ્યુટર પણ મોજુદ હતું.હિમાંશુ ની પત્ની કે બાળકો ઘરે નહોતાં એ વાત વિશે વિચારી હિમાંશુ ને રાહત થઈ કેમકે એ હોત તો નકામી મોટી મુસીબત ઉભી થાત.

ત્યાં કેબિનમાં એક વ્યક્તિ બેઠો બેઠો મોનીટર પર આવતી સીસીટીવી ફૂટેજ પર નજર રાખીને બેઠો હતો..એ વ્યક્તિ પહેલાં તો રાજલ અને એનાં સહકર્મીઓને ત્યાં આવતાં જોઈ ડઘાઈ ગયો..હિમાંશુ એની જોડે આવ્યો અને બોલ્યો.

"દિનેશ,તું મેડમ ને બે દિવસ પહેલાંની આપણાં બંગલાનાં પાર્કિંગ ની સીસીટીવી ફૂટેજ બતાવ.."

પોતાનાં માલિક નો હુકમ મળતાં દિનેશે કોમ્પ્યુટર માં સેવ બે દિવસ પહેલાનું રેકોર્ડિંગ નીકાળી એ પ્લે કર્યું..રાજલ અને મનોજ એક ધ્યાને એ ફૂટેજ જોઈ રહ્યાં હતાં..આખા દિવસની ફૂટેજ દીનેશે ફટાફટ પ્લે કરી બતાવી દીધી..અને એ જોયાં બાદ રાજલ અને મનોજનાં ચહેરાનું નૂર ઉડી ગયું જ્યારે હિમાંશુ નાં ચહેરા પર ચમક પથરાઈ ગઈ.

"મેડમ કહ્યું હતું ને કે તમને કોઈ એ ખોટી માહિતી આપી હતી..બાકી એવાં કોઈ વ્યક્તિને હું કેમ મારી જોડે લઈ જાઉં જેને હું ઓળખતો પણ નથી.."ત્યાંથી બહાર નીકળતાં જ હિમાંશુ રાજલને ઉદ્દેશીને બોલ્યો.

"મને પણ એવું લાગે છે એ વ્યક્તિને કોઈ ભૂલ થઈ હશે નંબર જોવામાં..નાહકમાં તમને તકલીફ આપવી પડી..i am sorry for that"રાજલ બોલી.

"અરે ના મેડમ..એમાં sorry ની જરૂર નથી..તમે તો તમારી ફરજ નિભાવી રહ્યાં હતાં..અને એક જવાબદાર નાગરિક તરીકે દરેકની ફરજ બને કે પોલીસ તપાસમાં સહયોગ આપવો.."હિમાંશુ જેન્ટલમેન સ્ટાઈલમાં બોલ્યો.

"સારું તો હવે હું નીકળું.."રાજલ બોલી.

"અરે હજુ તો ચા-નાસ્તો આવવાનો બાકી છે..એ કરીને જ નીકળો.."આગ્રહ કરતાં હિમાંશુ બોલ્યો.

રાજલે હિમાંશુ પટેલની વાત સહજ સ્વીકારી લીધી અને પુનઃ હોલમાં જઈને સ્થાન લીધું..થોડીવારમાં ચા-નાસ્તો આવી ગયો એટલે થોડી નકામી વાતો સાથે બધાં એની મજા માણવામાં વ્યસ્ત હતાં..એટલામાં રાજલનાં મોબાઈલની રિંગ વાગી..રાજલે મોબાઈલ બહાર નીકાળી સ્ક્રીન તરફ જોયું તો એમાં સંદીપનું નામ બતાવતું હતું.રાજલે હિમાંશુ તરફ જોઈ એક્સકયુઝમી કહી ફોન રિસીવ કર્યો.

"હા બોલો ઓફિસર શું ખબર છે..દરેક વ્યક્તિને કોલ થઈ ગયો..?"

"હા મેડમ..લિસ્ટમાં મોજુદ બધાં લોકોને મેં કોલ કરી સાવચેત રહેવાં જણાવી દીધું છે..પણ એક વ્યક્તિનો નંબર ના લાગ્યો.."સામેથી સંદીપ બોલ્યો.

"કોની જોડે વાત નથી થઈ શકી..?"રાજલે પૂછ્યું.

"હરીશ દામાણી નામનાં બિઝનેસમેન નો નંબર out of reach આવે છે..મેં ઘણી વખત પ્રયત્ન કરી જોયો.."સંદીપ રાજલનાં સવાલનો જવાબ આપતાં બોલ્યો.

"હરીશ દામાણી નાં ઘર નું એડ્રેસ મને મેસેજ કર..હું એમનાં ઘરે જઈ એમને સૂચિત કરી દઉં કે થોડાં દિવસ સાવચેત રહે.."રાજલ બોલી.

"મેડમ,હમણાં જ whatsup કરું છું.."આટલું કહી સંદીપે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.

રાજલ અને સંદીપની વાત એ દરમિયાન હિમાંશુ પટેલ શાંત ચિત્તે સાંભળી રહ્યો હતો..જેવો જ રાજલે ફોન કટ કર્યો એ સાથે જ હિમાંશુ એ પૂછ્યું.

"મેડમ,તમે હમણાં કહ્યું હરીશ દામાણી ને સાવચેત કરવાનાં છે..પણ કઈ બાબતે..?"

"હિમાંશુ જી,અમદાવાદમાં જે સિરિયલ કિલર મોજુદ છે એનો નવો ટાર્ગેટ કોઈ મોટો બિઝનેસમેન છે..અને એમાં પણ એની રાશિ કર્ક હોય એવો બિઝનેસમેન.. માટે કર્ક રાશિ ઉપરથી જેટલાં પણ બિઝનેસમેન હોય એમને અમે કોલ કરી સાવધ કરીએ છીએ કે સિરિયલ કિલર ના પકડાય ત્યાં સુધી સાવચેત રહેવું.."રાજલ બોલી.

"તો હરીશ કુમાર જોડે વાત થઈ..?"હિમાંશુ ચિંતિત સ્વરે બોલ્યો.

"ના.."રાજલ ટૂંકમાં બોલી.

રાજલનો નકારમાં જવાબ સાંભળી હિમાંશુ એ પોતાનો મોબાઈલ કાઢી કોઈકને કોલ લગાવ્યો..બે વખત કોલ લગાવ્યાં બાદ પણ સામેથી કોલ રિસીવ ના થતાં હિમાંશુ બોલ્યો.

"દીદી પણ કોલ નથી ઉઠાવતાં.. નહીં તો પૂછી લેત કે જીજાજી ક્યાં છે.."

"કોણ દીદી..અને જીજાજી કોણ..?"રાજલે નવાઈ સાથે પૂછ્યું.

"મેડમ,હરીશ દામાણી ની પત્ની આલોચના દામાણી મારી સગી મોટી બહેન થાય અને હરીશ કુમાર મારાં જીજાજી થાય.."રાજલનાં પ્રશ્નનાં જવાબમાં હિમાંશુ બોલ્યો.

હિમાંશુનો આ જવાબ સાંભળી રાજલ અમુક વસ્તુઓ સમજી ગઈ હતી..અને એ વિશે વિચારતાં જ એની છઠ્ઠી ઇન્દ્રિય એ એને કહી દીધું કે એ હત્યારા સિરિયલ કિલરનો નવો શિકાર બીજું કોઈ નહીં પણ હરીશ દામાણી જ છે...!!

★★★★

વઘુ આવતાં ભાગમાં.

રાજલ હરીશ દામાણી ને બચાવી શકશે કે નહીં..?શું સિરિયલ કિલર પોતાનાં નવાં શિકાર ને અંજામ આપી શકશે..?ગિફ્ટ બોક્સમાં આવતી અલગ-અલગ રંગની રિબિનનું રહસ્ય શું હતું .?આ સવાલોનાં જવાબ મેળવવાં જાણતાં રહો આ દિલધડક નોવેલ મર્ડર@રિવરફ્રન્ટનો નવો ભાગ.

જેમ-જેમ નોવેલ આગળ વધશે એમ નવાં રહસ્યો આપ સમક્ષ આવતાં જ રહેશે..તમે તમારું મગજ કસવાનું શરૂ કરી દો..અને તમારાં મંતવ્યો whatsup નંબર 8733097096 અને એપ પર મેસેજ કરીને જણાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture,રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

~જતીન.આર.પટેલ (શિવાય)