વારસાગત પ્રેમ (ભાગ ૩) આર્યન પરમાર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

વારસાગત પ્રેમ (ભાગ ૩)

  આગળના ભાગમાં જોયું કે મદમસ્ત,મોજીલો સ્વભાવે એકદમ સરળ જગ્ગુ જે બધાને સરળતાથી ખુશ રાખતો, પરંતુ જ્યારે તેને પોતાની જિંદગીનો સવાલ કિશન દ્વારા પૂછવામાં આવ્યો તો  તેણે કંઇક આ રીતે ઉત્તર આપ્યો,
" તું ક્યાં જાણે છે, મારી જિંદગીની તકલીફો ! ",

  એવી તો શી મુસીબતો જગ્ગુની જિંદગીમાં હતી? એક પૈસાદાર અને ઈજ્જતદાર જગ્ગુની લાઈફમાં શુ હશે એવું ? 
જાણવા માટે ચાલો વારસાગત પ્રેમના ત્રીજા ભાગમાં 

              વારસાગત પ્રેમ ( ભાગ ૩) 

    જગ્ગુ.........,
વાત છે એ જમાનાની જે વખતે સમાજ આજની જે પરિસ્થિતિમાં છે તેના કરતાં બેવડો અને ટ્રેવડો ગુનેગાર થતો હતો કોઈની જિંદગી ખરાબ કરવામાં એ ભલેને પછી હોય સ્ત્રી,બાળક કે તરત જન્મેલી બાળકી.ના રહેમત ના પસ્તાવો કે ના કોઈ બીજું બસ સભા બોલાવામાં આવતી  કે જે 'પંચાયત' થી ઓળખાતી તે પોતાના કાયદા અનુસાર નિયમોનું પ્રતિપાદન કરાવામાં એકપણ ચૂક ન મુક્તિ ક્યારેક તે કાયદાઓના ચુકાદા સારા રહેતા પણ મોટે ભાગે તો જીવનની અવસ્થા અને  સ્વાસ્થતા જ બગાડી મુકતા, ( હા...મેં થોડા અઘરા શબ્દપ્રયોગ કરેલા છે પરંતુ જે જરૂરી છે આજના શિક્ષિત સમાજને સમજાય તે માટે) 

   તેવા જ એક ચુકાદાનો ભોગ બનેલી લાચાર સ્ત્રી જેની ઉંમર હશે કંઇક ૨૨ વર્ષ દેખાવે રૂપાળી રૂપ રંગનો અંબાર સીમાંત પરિવારની પરંતુ પિતાની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરેલા એટલે ઘર બહાર કરવામાં આવેલી, એ ભોળી અને નાજુક સ્ત્રીનો વાંક ફક્ત એટલો જ હતો કે અન્ય સમાજના પુરુષને પસન્દ કરીને એની સાથે ભાગીને લગ્ન કરેલા, અશક્ય હતું સમાજની નજરમાં તે છતાંય એ સ્ત્રીનો પ્રેમ !....ના સમજ્યો એ નાદાન પુરુષ કે ના સમજ્યો એનો પરિવાર એવી ચર્ચાઓ આજુબાજુ થતી હતી.

   આજે પંચાયત બેઠી છે,એક ૬×૮ ના છાપરા જેવી પાકી દીવાલથી ચણેલી ઓરડીના આગળના ભાગમાં પાક ઓટલા પર ખાટલો મુકવામાં આવેલો દેખાય છે જેના પર ત્રણ માણસો જેમાં વચ્ચેનો માણસ જોઈને જ નજર પારખી લે કે ગામનો આગેવાન હશે.ઠીક એમ જ,
નામ લાખો ભરવાડ, પાછળની ત્રણ પેઢી ગામની આગેવાની જ કરતી અને હાલમાં પોતે ચોથી પેઢીનો માણસ. ઉંમર હશે ૬૫ વરસ જેટલી,મૂછો ભરાવદાર અને વાંકી માથે પાઘડી પહેરેલી અને પગમાં તથા હાથમાં વજનદાર કડલા અને જમણા હાથમાં રંગબેરંગી એક ડાંગ ( લાકડી), તેમની બાજુમાં બેઠેલા બે માણસો ગામના ઉચ્ચ કોમના થોડું ઘણું ભણેલા હશે.
    આજે બેઠેલી પંચાયતમાં ગામ આખું ભેગું થયું હતું અને લાખા ભરવાડ દ્વારા શબ્દો ઉચ્ચારવામા આવ્યા," શી ભૂલ સે આ છોડી ની? ઓહિયા કેમ બોલવામાં આવેલ શે? ",
પંચાયતના અગેવાનના પ્રશ્નનો જવાબ અને તેની દ્વારા કરવામાં આવેલી ભૂલની વાત બાજુમાં બેઠેલા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતી.
વાત સાંભળી આગેવાન ભૂલ કરનાર વ્યક્તિના પુરા પરિવારને બોલાવતી અને ચુકાદો સંભળાવામાં આવતો.
  દલીલો શરૂ થઈ આઈ બાપા ( લાખો) આ છોકરી સારા ઘરની છે પણ એક વરસ પહેલાં ગામના જ છોકરાની સાથે ભાગીને લગ્ન કરેલા છે હવે આ છોકરી કહે છે કે તેનો ઘરવાળો પારખવામાં તેણે ભૂલ કરી, એ માણસ પહેલેથી જ પરણેલો હતો અને એ વાત પોતાનાથી છુપાવી એટલું તો ઠીક પણ તે માણસ તેની પહેલી પત્ની સાથે જે વર્તન કરે છે એના વિરુદ્ધ નું વર્તન તેની સાથે કરવામાં આવે છે. એક વરસ પહેલાં જ્યારે તે પરણીને આવી ત્યારે તેની સાથે રંગરલીયો મનાવી તેને પેટથી કરીને તરછોડી દીધી છે.
  
   વિરુદ્ધમાં તે જ માણસ તેના પર પ્રતિ આરોપ લગાવે છે કે તેની સ્ત્રીનું ચારિત્ર્ય સારું નથી , એક વરસ પહેલાં જ્યારે તે બન્ને એ ભાગીને ગાંધર્વ લગ્ન કર્યા ત્યાર પછી તેને જાણ થઇ કે તે  સ્ત્રીને પહેલેથી એક અન્ય પુરૂષ સાથે સબંધ હતો અને આજે પણ તેની સાથે મારાથી છુપાવીને પ્રેમસબન્ધ અંકાઈ છે,આઈ બાપા તેનો બીજો ગંભીર આરોપ છે કે તે સ્ત્રીના પેટમાં રહેલ બાળક તેનું પોતાનું નથી, એ બાળક તેના પહેલા પ્રેમી થકી મેળવ્યું છે.

   આઈ બાપા અમે આ વાતની તપાસ કરી અને આ સ્ત્રીના પતિના કહેવા પ્રમાણે એ માણસ કે જે સ્ત્રીનો પ્રેમી બતાવવામાં આવ્યો છે તેને પણ સભામાં બોલાવ્યો છે અને તે માણસનું પણ કહેવું છે કે તેને ખોટી રીતે ફસાવામાં આવ્યો છે મારા અને શંકરના પત્નીના કોઈ જ આવા સબંધો નથી, આ વાત શંકર દ્વારા ઉપજાવી કાઢવામાં આવી છે, શંકર તેની પાસેથી ઉધાર પૈસા લઈને લાંબા સમય સુધી પરત કરેલા નહોતા આથી જ્યારે એણે ઉઘરાણી માટે દબાણ કર્યું ત્યારે શંકર એ તેને આવી વાતમાં ફસાવી દીધો, અને આઈ બાપા, તેનો ગંભીર આરોપ છે કે શંકર રોજ સવાર સાંજ દારૂના નશામાં ધૂત રહે છે અને ઘણી સ્ત્રીઓ સાથે રંગરલીયો મનાવે છે અને તેની પહેલી પત્ની પણ એવા જ એક અમાન્ય અડ્ડા પરથી લવાયેલી છે.

  આવા ગંભીર ગુનાઓ વચ્ચે ફસાયેલી ત્રણ માણસોની   જિંદગી....
કોણ સાચું ને કોણ નરાધમ ? 
શુ કોઈ મોટું ષડ્યંત રચાયું હતું આ પંચાયત પાછળ? 
શંકર ની પત્નીમાં ભૂલ હતી? 
કે પેલો માણસ કે જે તેનો પ્રેમી બતાવામાં આવ્યો એ જૂઠું બોલતો હતો?

જાણવા માટે વાંચતા રહો...
વારસાગત પ્રેમ

    આપના પ્રતિભાવ અને સુચનો આવકાર્ય છે,
મારો વહોટ્સ નમ્બર ૯૯૦૪૩૫૧૭૬૫,
પર ફીડબેક આપીને તમે મારું પ્રોત્સાહન વધારી શકો છો.