સંબંધો ની આરપાર.....પેજ - 7 PANKAJ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

શ્રેણી
શેયર કરો

સંબંધો ની આરપાર.....પેજ - 7

મહારાજ દરવાજો ખોલી ને કેબીનમાં પ્રવેશ્યા, સાથે તેમનો હેલ્પર પણ હતો  ,જે જમવાનું લઈને આવ્યા હતાં. 

અંજુ એ પોતાની કેબીનમાં જ અલગ થી જમવા માટે નો એરીયા બનાવેલો હતો. જ્યાં ચાર જણા જમવા બેસી શકે તેવુ ડાઇનીંગ ટેબલ અને ચેર, ડાઈનીંગ ટેબલ પર સફેદ દૂધ જેવા ઈટાલિયન માર્બલ નુ ટોપ હતુ અને સેમ લેધર થી સજજ મેચીંગ ની  ચેર ગોઠવેલી હતી.

આજે પ્રયાગ ની વર્ષગાંઠ હતી, એટલે જમવામાં આજે મહારાજે દૂધપાક, પૂરી, સાથે સલાડ, પાપડ, ટીંડોડા નું શાક, અને કઠોડ માં દેશી ચણા ...મરચા તથા આચાર બનાવ્યા હતાં. 

ત્રણેય જણા આજે પહેલીવાર સાથે એક જ ટેબલ પર બેસી ને જમી રહ્યા હતા. 

પ્રયાગે અંજુ ને પુછ્યુ...મમ્મી આ દૂધપાક બનાવવા ની સૂચના તમે આપી હતી ??
અંજુ એ જવાબ આપ્યો...બેટા તારી વર્ષગાંઠ ના દિવસે દરેક ના માટે આજ મેનુ હોય છે ...

પ્રયાગ અને અનુરાગ ને જોગાનુજોગ દૂધપાક બહુ ભાવતો હતો. અને અંજલિ ની સૂચના થી જ વર્ષો થી ઓફિસ માં આ મેનુ ફીક્ષ કરવામાં આવ્યું હતું. 

ત્રણેય મહાનુભાવો આજે પહેલી વાર એક જ ટેબલ પર સાથે જમી રહ્યા હતા.

પ્રયાગ ને જમતાં જમતાં વિચાર આવ્યો...એટલે બોલ્યો,
મમ્મી...મેં આપને  આજેજ કીધું હતું ને કે હું ભણીને પછી કોઈ ના હાથ નીચે બીઝનેસ શીખવા માંગુ છું.  

હા ...બેટા તો એનું શું છે  ??
મમ્મી...જો  અનુરાગ સર ને કોઈ વાંધો ના હોય તો હુ તેમના હાથ નીચે તૈયાર થવા નું પસંદ કરીશ.

અંજુ ની તો પહેલે થી જ આ ઈચ્છા હતી, કે જે વ્યક્તિ મારા રોલ મોડેલ રહેલા છે...તે અનુરાગ સર ની સાથે રહી ને પ્રયાગ બીઝનેસ શીખે. 
અંજુ એજ અનુરાગ ને સવાલ કર્યો...
સર..આપ પ્રયાગ ને આપની સાથે  આપનાં હાથ નીચે ટ્રેઈન કરશો ને ??

અંજુ અને પ્રયાગ બન્ને અનુરાગ ના જવાબ ની રાહ જોતા હતા..

અનુરાગે પ્રયાગ સામે જોયું અને જવાબ આપ્યો. 

બેટા...તારે પૂછવાનું થોડું હોય ?? અંજલિ અને તારા માટે અનુરાગ હર હંમેશ ઉપલબ્ધ છે, તુ જયારે ચાહે ત્યારે આવી શકે છે. અનુરાગે ...અંજલિ ની આ ઈચ્છાને પણ પૂરી કરવા સંમતિ આપી દીધી. 

પ્રયાગ ને તો જાણે સ્વપ્નુ જોતો હોય તેવું લાગતું હતું. 
ત્રણેય જણા એ જમવાનું પુરું કર્યુ અને ફરીથી પોત પોતાની ચેર માં ગોઠવાયા. 

મહારાજ અને તેમનો હેલ્પર જમવાની ડીસ અને બાકીનો સામાન લઈ ગયા અને ટેબલ ને ચોખ્ખું કર્યુ. 

અનુરાગે હવે...જવા માટે સંમતિ માંગી ...


અંજલિ....અને બેટા પ્રયાગ...હું  નીકળું  ??
હજુ બીજુ પણ અગત્ય નુ કામ પતાવવા નું છે.....તો...!

અંજલિ ની આંખો ભરાઈ આવી હતી...આજ ની સુખદ ઘટના થી પોતે બહુ ખુશ હતી...પરંતુ તેની આંખો કંઈક અલગ જ કહેતી હતી.

જી...સર...એસ યુ વીસ...કહીને અંજુ એ અનુરાગ ને જવા માટે મંજૂરી આપી. 

બેટા પ્રયાગ...બરાબર ભણજો...અને જયારે પણ ઈચ્છા થાય ત્યારે મને મળવા આવી શકો છો. ...અને તમારું ભણવાનું પૂરું કરી ને તમે મને જોઈન કરી શકો છો બેટા....
ભગવાન તારી રક્ષા કરે....કહીને અનુરાગ ઉભો થયો. 

અંજલિ એ ફરી થી પ્રયાગ ને ઈશારા થી અનુરાગ ને પગે લાગવા જણાવ્યુ. 
પ્રયાગ તરતજ ...અનુરાગ સર થેંક્યુ વેરી મચ...કહીને અનુરાગ ને પગે લાગ્યો. 

મહાન...બનજો બેટા...કહીને અનુરાગે ફરીથી પ્રયાગ ને ગળે લગાડ્યો. 
અંજલિ અને પ્રયાગ બન્ને જણા અનુરાગ ને મુકવા ઓફીસ નાં મેઈન ગેટ સુધી ગયા.

રેડ મર્સિડીઝ જોઇને પ્રયાગ ને સુખદ આશ્ચર્ય થયું... કે કોણ જાણ કેમ પણ મારી અને અનુરાગ સર ની પસંદગી ધણી મળતી આવે છે.
પહેલા દૂધપાક..હવે રેડ મર્સિડીઝ...!!

પ્રયાગ અને અંજુ...અનુરાગ ને વળાવી ને ફરી થી તેમની કેબીન તરફ ગયા. 
અંજલિ ને હતુ જ કે ચોક્કસ આજે પ્રયાગ જાત જાતના સવાલો કરવાનો જ...એટલે અંજલિ મનોમન પ્રયાગ ના સવાલો ના જવાબો આપવાની તૈયારી કરવા લાગી ગઈ. 

ત્યાં જ પ્રયાગ બોલ્યો...
મમ્મી અનુરાગ સર ને મળી ને ખુબજ આનંદ થયો...તુ ખૂબ લક્કી છુ કે આવી વ્યક્તિ તારી સાથે જીવન ના દરેક પડાવ પર હતી..તથા આજે પણ તારી સાથેજ છે.

હા...બેટા...એતો સાચુ...કહીને અંજુ એ ટૂંક મા જ પતાવ્યું. 

મમ્મી તુ મારા નિર્ણયથી નાખુશ તો નથી ને ? પ્રયાગે ફરીથી અંજુ ને પ્રશ્ન કર્યો.

કયા નિર્ણયથી...બેટા ? અંજુ એ પ્રયાગ ના જવાબ માં સવાલ કર્યો .

અનુરાગ સર ની સાથે રહી ને તેમના હાથ નીચે તૈયાર થવા ના...પ્રયાગ સતત પ્રશ્નો કરી રહ્યો હતો. 

નારે...બેટા...શું કામ નાખુશ થઊ..હું તો ખુદ ઇચ્છતી હતી કે..તુ અનુરાગ સર ની સાથે રહીને જ તૈયાર થાય તો વધુ સારું, પણ હું તને ફોર્સ નાં કરુ.
બસ તો પછી તમારો દિકરો ...અનુરાગ સર  સાથે રહીને જ તૈયાર થશે.

બહુ જ સરસ બેટા...બેસ...હવે શું પ્રોગ્રામ છે  ??
અંજુ એ પ્રયાગ પે સાંજ ના પ્રોગ્રામ વિષે પુછયું. 

અરે..મમ્મી જુઓ જો તમારે બહુ કામ ના હોય તો આપણે સાથે જ નીકળીશું  ? 
આજે મારે ફ્રેન્ડસ ને પાર્ટી આપવાની છે તો થોડીક તૈયારી કરવાની છે.

ઓકે બેટા..મારું કામ હું કાલે જોઈ લઇશ...આમ પણ તારી બર્થ ડે પર મારે હજુ એક કામ પતાવવા નું છે, જે હું ઘરે પહોંચી ને પતાવીસ.

ઓકે...લેટ્સ ગો...ધેન..મમ્મીજી....પ્રયાગ બોલ્યો.

અંજુ એ ઈન્ટર કોમ થી ડ્રાઈવર ને ગાડી બહાર કાઢવા માટે સુચના આપી.

રેડ મર્સિડીઝ ફરી થી પ્રયાગ તથા અંજલિ ને લેવા માટે ઓફીસ ના પોર્ચ પાસે આવી ગઇ. 

પ્રયાગે ..મી.મહેતા તથા પ્રયાગ ગ્રુપ ના દરેક કમઁચારી નો આભાર વ્યક્ત કર્યો તથા અંજલિ સાથે ગાડીમાં બેસી ઘર તરફ રવાના થયો.

 

ડ્રાઇવર...ધીમી સ્પીડે ગાડી ચલાવી રહ્યો હતો...આગળ ની સીટ પર પ્રયાગ ધીમું ધીમું ઈંગ્લીશ મ્યુઝીક સાંભળી રહ્યો હતો. 

પાછળ ની સીટ પર અંજલિ.....જુની યાદો માં ખોવાયેલી હતી.

************

મે આઈ કમ ઈન સર.... ????

લગભગ વીશેક વર્ષ  ની તાજી કોલેજ પુરી કરી ને આવેલી એક નમણી  છોકરી...ગ્રીન કલર ના ડ્રેસ માં...સજજ.. 
સંધ્યા નો સમય.....ઈન્ટરવ્યૂ આપવા માટે અનુરાગ ની કેબીન ના દરવાજે ઊભી હતી.

અનુરાગ એટલે અનુરાગ ગ્રુપ ઓફ કંપનીઝ નો યંગ એન્ડ  ડાયનામીક મેનેજીંગ ડિરેકટર...!

અનુરાગ ગ્રુપ તે સમયે....શહેરમાં નવા અને એગ્રેસીવ બીઝનેસ મેન લોબી માં ધીમે ધીમે આગળ વધી રહેલુ ગ્રુપ હતુ.

અનુરાગ ગ્રુપ દ્વારા શહેર ના નામી કન્સલ્ટન્ટ ને ફ્રેશ પરંતુ ડેડીકેટેડ કેન્ડીડેટ્સ એપોઇન્ટ કરાવી આપવા નું કામ સોંપવા માં આવ્યું હતું. 

અંજલિ ને પણ તે જ એજન્સી દ્વારા અનુરાગ ને ત્યાં ઈન્ટરવ્યુ માટે મોકલવામાં આવી હતી. આમ તો બીઝનેસ શું કહેવાય તેનુ પુસ્તકીયુ જ્ઞાન અંજુ એ મેળવેલું હતુ. બાકી પ્રેક્ટિકલ કશુંજ ખ્યાલ નહોતો. 
એટલે કે બીઝનેસ થી સાવ અજાણી હતી તેમ ના કહી શકાય, પરંતુ પુરે પુરી જાણકારી પણ નહોતી.

અનુરાગ ની કેબીન ના દરવાજા પર પ્રતીક્ષા કરી રહેલી અંજલિ ને અચાનક અવાજ સંભળાયો.....

યસ....પ્લીઝ કમ ઈન....!!

આજે દિવસ દરમ્યાન લગભગ વીસેક જેટલા કેન્ડીડેટ ઈન્ટરવ્યુ આપી ને ગયા હતા, પરંતુ અનુરાગ અને તેની ટીમ ને કોઈ સફળતા મળી નહોતી. અનુરાગ દ્વારા ચાર જણા ની સ્પેશિયલ ટીમ એપોઈન્ટ કરવામાં આવી હતી, જેમાં અલગઅલગ ક્ષેત્ર નાં ટોપ ક્લાસ લોકો હતાં ,જેને અનુરાગ પોતે લીડ કરતો હતો.

આજ નાં દિવસ નો આ લાસ્ટ ઈન્ટરવ્યુ હતો...
અંજલિ...ખુબ સ્વસ્થ રીતે કેબીનમાં પ્રવેશી, અને સંપૂર્ણ આત્મ વિશ્વાસ સાથે પોતાનો બાયોડેટા અને સર્ટીફીકેટસ ની ફાઈલ અનુરાગ ના હાથમાં સોંપી. 

સર...વેરી ગુડ ઈવનીંગ ટુ યુ એન્ડ ઓલ ધી ટીમ મેમ્બર્સ, એમ કહીને અંજલિ એ વાત ની શરૂઆત કરી. 

યસ...વેરી ગુડ ઈવનીંગ મીસ...કહીને અનુરાગે ફાઈલ પર નજર નાખી ને કીધું.....મીસ.અંજલિ...પ્લીઝ યુ મે ટેક યોર શીટ.
અનુરાગે સજ્જનતા દાખવી ને અંજલિ ને ચેર ઓફર કરી. 

અનુરાગ ની નજર ફાઈલ મા રાખેલા પેપર્સ  પર અને અંજલિ પર ફરી રહી હતી. 
અનુરાગે ફટાફટ ફાઈલ ને જોઈ અને પછી બીજા ટીમ મેમ્બર્સ પાસે રેફર કરવા માટે મોકલી આપી.
અંજલિ પણ તેના જીવન ના પહેલા જ ઈન્ટરવ્યુ ને સફળ બનાવવા અને પહેલો ઈન્ટરવ્યુ જ આખરી ઈન્ટરવ્યુ બની રહે તે માટે પુરતી મહેનત કરી ને આવી હતી.

એકદમ સિંગલ બાંધા ની  નિર્દોષ દેખાતી અંજલિ નાં ચહેરા પર આત્મવિશ્વાસ ભારોભાર છલકતો હતો. 

સામાન્ય રીતે જીવન માં પહેલા ઈન્ટરવ્યુ વખતે ભલભલા મહારથીઓ જવાબ આપવા માં પરસેવે રેબઝેબ થઇ જતા હોય છે, જયારે અંજલિ ના ચહેરા પર આત્મવિશ્વાસ અને તાજગી ઝલકતા હતા.

પહેલો સવાલ અનુરાગ ના સી.એ દ્વારા કરાયો, કે જેઓ પણ આ ટીમ માં સામેલ હતા.

મીસ.અંજલિ...તમારી કંપની નો કોઈ એક કર્મચારી જો રીઝાઈન કરવા નુ જણાવે , તો કંપની ના એચ.આર.હેડ તરીકે આપ શુ નિર્ણય લેશો ?

સર...સર્વ પ્રથમ તો હું.. તે કર્મચારી ને રૂબરૂ મળીશ અને કયા કારણ થી તે કંપની છોડવા માંગે છે તે સમજીસ. જો તેમની કોઈ માંગણી હોય અને તે માંગણી યોગ્ય હોય , તથા તેમની માંગણી પુરી કરવા માં કંપની ને કોઈપણ જાતનુ નુકસાન ના જતુ હોય..તો તેમની વાત ને હું મેનેજમેન્ટ સમક્ષ રજુ કરી શકુ તેટલી મુદત માંગીસ, ત્યાર બાદ મેનેજમેન્ટ પાસે હું બન્ને પક્ષે કોઈ નુકસાન નથી થઈ રહ્યુ તેની વિગતવાર ચર્ચા કરીશ...અને ત્યાર બાદ મેનેજમેન્ટ નો જે નિર્ણય આવે તે હું તે કર્મચારી ને જણાવીશ. 

ઓકે...ફાઈન કહીને સી.એ. સાહેબે તેમનો સવાલ પુરો કર્યો. 

બહાર થી ઈન્ટરવ્યુ લેવા આવેલા એક સજ્જને સવાલ કર્યો. 

ઓકે..મીસ.અંજલિ...સપોઝ જે કર્મચારી વિસે તમે હમણાં જણાવ્યું, તે વ્યક્તિ ખરેખર કંપની ને ખોટી રીતે બ્લેક મેલ કરી અને ફક્ત તેની સેલેરી વધારવાના આશય થી તેનુ રાજીનામું આપી રહ્યો હોય તો આપ શુ કરશો ??

સર...તે કર્મ ચારી ની રજૂઆત ના સમયે હું સૌથી પહેલા તેનાં કામ ના પાસ્ટ ના રેકોર્ડ ચેક કરીશ, અને જો તે વ્યકતિ એ ભૂતકાળ માં પણ આવું કશું કરેલું જણાશે તો હું પોતે જ મેનેજમેન્ટ ને તે કર્મ ચારી ને ટર્મિનેટ કરવા જણાવીશ. 
અંજલિ એ નિડર થઈ ને જવાબ આપ્યો. 
ઓકે...થેંક્યુ કહીને બીજા સજ્જને અંજલિ ના જવાબ થી સંતોષ વ્યક્ત કર્યો. 

હવે ત્રીજી વ્યક્તિ એ સવાલ કર્યો...
મીસ.અંજલિ આપ અનુરાગ ગ્રુપ ને સા માટે જોઈન કરવા માંગો છો ??

સર...અનુરાગ ગ્રુપ આજની તારીખે શહેર માં તથા ભારત વર્ષ માં ઝડપ થી આગળ વધી રહેલું ગ્રુપ છે, કંપનીના ડાયરેક્ટર ની નિર્ણય શક્તિ, તેમની સ્ટ્રેટ ફોરવર્ડ વાત કરવાની પધ્ધતિ, કંપનીના દરેક નાના થી લઈને મોટા કર્મ ચારી ને સાથે લઇ ને ચાલવાની તેમની નીતિ ને કારણે જ હું આ કંપની જોઈન કરવા ઈચ્છુ છુ.

ઓકે થેન્કસ કહીને ત્રીજા સવાલ નો રાઉન્ડ પુરો થયો.

હવે આ અંતિમ સવાલ...અનુરાગ દ્વારા પુછવામાં આવનાર હતો.

અંજલિ ને હવે સહેજ ઉચાટ થયો ,   શું પૂછશે  અનુરાગ સર..!

અનુરાગે ફક્ત એક જ સવાલ માં અંજલિ ને સમજવા નો પ્યત્ન્ કર્યો. 
મીસ.અંજલિ વોટ ઈસ ધી અલ્ટીમેટ ગોલ ઓફ યોર લાઈફ ??

સર...હું આપની સાથે આપનાં હાથ નીચે રહીને બીઝનેસ ને સમજવા માંગું છું...અને ભવિષ્ય માં પરિસ્થિતિ મને સાથ આપે તો ...પ્રયાગ ગ્રુપ ને લેષ માત્ર નુકસાન ના થાય તો આપની સલાહ થી જ મારી પોતાની પણ એક કંપની શરુ કરવા ની ઈચ્છા રાખુ છુ.
આટલા નિખાલસ જવાબ અને સહજતાથી અંજલિ એ આપ્યા.   એ જોઈ ને જ અનુરાગ સમજી ગયો.. .કે જો આ છોકરી ને ચાન્સ મળે તો ચોક્કસ ભવિષ્ય માં બહુ મોટુ નામ અને કામ કરશે.

ઓકે..ફાઈન કહી અનુરાગે પોતાનો સવાલ પૂરો કર્યો. 

હવે સવાલો નો દોર પુરો થયો હતો. ચેર પર બેઠેલા ચાર મહાનુભાવો ને પોત પોતાના સવાલોના અંજલિ દ્વારા સંતોષ કારક જવાબો મળી ગયા હતા. કેબીનમાં સહેજ વાર શાંતિ છવાઇ ગઇ. 

હવે અંજલિ એ સામે થી પુછ્યુ...
સર...એનીથીંગ મોર યુ વોન્ટ ટુ  નો , ઓર આસ્ક ટુ મી ??

નો.. થેંક્યુ વેરી મચ મીસ.અંજલિ આપ થોડીક વાર માટે બહાર પ્રતીક્ષા કરો પ્લીઝ, અનુરાગે અંજલિ ને કીધુ.

ઓકે સર...કહીને અંજલિ કેબીન ની બહાર વેઈટીંગ લોન્જ માં મુકેલા સોફા પર બેઠી, અને ત્યા ટેબલ પર મુકેલા સાહિત્ય ને વાંચી રહી હતી.

અનુરાગ અને તેની ટીમ ને અંજલિ ના જવાબો થી સંતોષ હતો.
હવે થયું એવું કે અનુરાગ ના સી.એ  કે જેઓ આ પેનલ ના સહભાગી હતા..તેમણે અનુરાગ ને સવાલ કર્યો,
સોરી ટુ આસ્ક યુ મી.અનુરાગ.. પણ જો આ છોકરી તમને એવો જવાબ આપી શકે..કે તમાર જ માર્ગદર્શન માં તમારી જ સાથે સીખી અને ભવિષ્યમાં ચાન્સ મળે તો તેની પોતાની કંપની ઊભી કરે...તો આવા વિચારો વાળી વ્યક્તિ ને તમારી કંપની માં લેશો ?
અને જો સાચે જ તે એવુ કરે તો તમે શું કરશો ??

અનુરાગે હસતા હસતા જવાબ આપ્યો. 
( અનુરાગ જ્યારે નિસ્વાર્થ ભાવે જવાબ આપે ત્યારે હસતાં હસતાં જ જવાબ આપે )
સર...એ મારી ખુશ કિસ્મતી હશે, જો કોઈ મારી સાથે રહીને તૈયાર થાય અને પોતાની કંપની એસ્ટાબ્લીશ કરે તો હું ચોક્કસ મારા થી બનતી બધીજ સહાય એને કરીશ.
આ જવાબ સાંભળી ને સી.એ. સાહેબ મન મા બોલ્યા...આજે આ છોકરી નુ ભાગ્ય ઉઘડી ગયુ છે.
ઓકે, ફાઈન તો આપણે શુ નક્કી કર્યું  છે  ??  આ છોકરી નુ ? સી.એ. સાહેબે અનુરાગ ને પુછયુ..
અનુરાગ નો જવાબ તો ફાઈનલ જ હતો, છતાં બોલ્યો...કે આપને બધાને યોગ્ય લાગ્યું હોય તો...મારા હિસાબે  મીસ.અંજલિ કંપની માટે  બહુ મોટી એસેટ્સ સાબિત થશે. 
ઓકે તો અમારા બધા ની પણ યસ જ છે...મી.અનુરાગ.  બધાયે એક સાથે અનુરાગ ને અંજલિ ના ભવિષ્ય ની બીઝનેસ વુમન અને અનુરાગ ગ્રુપ ની સર્વે સર્વા બનાવવામાં મહોર મારી. 

અનુરાગે ઈન્ટરકોમ થી બહાર વેઈટીંગ લોન્જમાં બેઠેલી..ભોળી, નિર્દોષ પણ બાહોશ અને હોંશિયાર છોકરી મીસ.અંજલિ ને ફરીથી કેબીનમાં મોકલવા ફરમાન કર્યુ. 

અંજલિ એ ફરીથી અનુરાગ ની કેબીન ના દરવાજા પર નોક કર્યુ, અને કેબીનમાં પ્રવેશ વા માટે પરમિશન માગી. 

યસ..પ્લીઝ....આવો બેસો મીસ.અંજલિ..
અમને જણાવતા ખુબ આનંદ થાય છે કે ...જો આપ આવતીકાલ થી જ ચાહો તો અનુરાગ ગ્રુપ નો હિસ્સો બની શકો છો. આપની કાર્ય નિષ્ઠા માં અનુરાગ ગ્રુપ ખુબ પ્રગતિ કરશે, તેવી આપનાં થી અપેક્ષા છે.
અને કંપની પણ હંમેશા આપની અપેક્ષા પુરી કરવા પ્રયત્ન કરશે, તેનુ હું વચન આપું છું. 
અંજલિ એટલી હોશીયાર હતી...કે ચહેરા પર સહેજ પણ ખુશી ના ભાવ ને  દેખાવા નાં દીધા.
અંજુ બોલી...થેંક્યુ વેરી મચ સર, હું મારી સમજ અને આવડત મુજબ કંપની ના હીત માં કામ કરતી રહીશ. અને આપના માર્ગ દર્શન માં બીઝનેસ ને સમજતી જઇશ.

ફાઈન...વીસ યુ ઓલ ધ વેરી બેસ્ટ, આપનો ઓફર લેટર સાથેજ લેતા જજો...અને ક્યાર થી ઓફીસ જોઈન કરી શકો તેમ છે તે જણાવજો.

ઓકે ...સર..કહીને આત્મવિશ્વાસ થી સભર અંજલિ તેનો ઓફર લેટર લઈ ને વિદાય થઈ. 

***********

પાછલી સીટ પર અંજુ તેના જ વિચારો માં ખોવાયેલી હતી.
આગળ ની સીટ પર પ્રયાગ એની આજ સાંજ ની પાર્ટી માં શુ કરવું, તેની ચર્ચા તેના મિત્રો સાથે વોટસેપ પર કરી રહ્યો હતો.

એક જ ગાડી માં.....વર્તમાન માં એક વ્યક્તિ  પોતાના ભુતકાળમાં ખોવાયેલ હતી....જયારે બીજી પોતાના ભવિષ્ય ની તૈયારી માં હતી.

ગાડી પાણીના રેલા ની માફક ...ઘર તરફ જઈ રહી હતી.

અચાનક અંજલિ ને ગાડી નો હોર્ન સંભળાયો, બહાર ટ્રાફીક વધી રહયો હતો, શહેર પાછલા ધણા વર્ષો થી ..ધુમાડા વાળુ બની ગયું હતું. વાહનો શહેર માં કુદકે ને ભૂસકે વધી રહ્યા હતા. 
અંજલિ હવે ભુતકાળમાં થી વર્તમાનમાં આવી ગઈ હતી.
બહાર નજર કરતા ખ્યાલ આવ્યો કે ઘર આવવાની તૈયારી જ હતી.

બેટા સાંજ નો તારો પ્રોગ્રામ મેરીયોટ નો જ ફીક્ષ છે ને ? કે પછી બધાય ફ્રેન્ડસ નું જમવાનું ઘરે જ બનાવડાવુ ? અંજુ એ પ્રયાગ ને પુછ્યુ. 
      

         ( ક્રમશ: )