સંબંધો ની આરપાર..... પેજ - 8 PANKAJ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

શ્રેણી
શેયર કરો

સંબંધો ની આરપાર..... પેજ - 8

થેંક્યુ મમ્મી પરંતુ અમારો પ્રોગ્રામ ફીક્ષ જ છે, બધાજ ફ્રેન્ડસ જોઈન કરી રહ્યા છે. મારે સાંજે 7.30 વાગે પહોંચી જવાનું છે. અને બધા ફ્રેન્ડસ પણ 7.45 થી 8.00 વાગ્યા સુધી માં આવી જવાનાં છે. કદાચ રાત્રે થોડા લેટ થઈ જવાય તો ચિંતા ના કરશો.
પ્રયાગે વાત વાત માં લેટ થવાય એવુ જ છે તે અંજલિ ને જણાવી દીધું. 

ભલે બેટા..કહીને અંજલિ ઘરે પહોંચ્યા પછી નું જે કામ બાકી છે તેના અંગે વિચારવા લાગી. 
થોડીવારમાં જ ગાડી પ્રયાગ બંગલો ના ગેટ પર પહોંચી ગઈ, સિકયુરીટી વાળા ભાઈએ દુર થી જ ગાડી ને જોઈ લીધી હતી ,એટલે પોતે ગેટ ખોલી ને તૈયાર જ હતો. 
ગાડી સરરરર કરતી પ્રયાગ બંગલો ના પોર્ચ માં થઈ ને મેઈન ગેટ પર ઊભી રહી ગઈ.

ડ્રાઈવરે ફટાફટ ગાડી માં થી ઉતરીને અંજલિ ની સીટ નો દરવાજો ખોલ્યો. 
પ્રયાગ ને આ ફોર્માલીટી નહોતી પસંદ એટલે જાતે જ દરવાજો ખોલી ને ઘર માં ગયો.
મમ્મી હું મારા રૂમમાં જઉં છું કહીને પ્રયાગ તેના રૂમ તરફ ગયો.

અંજલિ એ ઘર માં પ્રવેશી અને જોયું તો ઘર માં વિશાલ નહોતો, એટલે સમજી ગઈ કે તે તેના કામ પર ગયો હશે. 
અંજલિ એ ડ્રાઈવર ને કીધુ  કે આપણે "જીવન સંધ્યા"
ઘરડાઘર માં જવાનું છે, હું ત્રીસ મીનીટ માં તૈયાર હોઈશ તમે ત્યાં સુધીમાં તમારો ચ્હા નાસ્તો પતાવીને રેડી રહેજો.

અંજલિ જે પોસ્ટ પર હતી તેમાં સમય નુ મહત્વ ખુબ હતુ. (આ સમય નુ મહત્વ અનુરાગે અંજુ ને શીખવાડ્યું હતુ.) એટલે અંજલિ હંમેશા દરેક કામ ને મીનીટો માં વહેંચી ને કરતી હતી. તમે ઘડિયાળ મેળવી લો તો હંમેશા અંજુ તેણે કીધેલી મીનીટો માં જ કામ પતાવતી.

જી મેડમ કહીને ડ્રાઈવર કાર ને પાર્ક કરવા ગયો..
જયારે અંજલિ તેના રૂમ તરફ ગઈ, અને લીલા બા ને તેના રૂમ માં આવવા જણાવ્યું. 

 લીલા બા એટલે અંજલિ ના સાસુજી ની સેવા કરવા માટે રાખ્યા હતા તે બા.
અંજલિ એ  લીલા બા ને બોલાવી ને આજ નાં દિવસે "જીવન સંધ્યા"

ઘરડાઘર માં આપવાની વસ્તુઓ તૈયાર કરવા જણાવ્યુ. દરેક સ્ત્રી અને પુરુષો ને બે - બે જોડી કપડા  , શિયાળો માથે આવી રહ્યો હતો એટલે દરેક જણા માટે ગરમ બ્લેન્કેટ, ઘરડાઘર ના મેનેજર ની સાથે અગાઉ થી વાત કરી ને નક્કી કર્યા મુજબ વાંચવા માટે ધાર્મિક પુસ્તકો, મોટુ 56" નુ ટી.વી જે ત્યાં અલગ ટી.વી.રૂમ માં મુકવા નુ હતુ તે.
અંજલિ વર્ષો થી આ ઘરડાઘર માં દાન કરતી હતી, આમ તો તે પોતે જ ચલાવતી હતી તેમ કહેવાય. 

લીલા બા એ...જી વહુ બેટા  કહીને અંજલિ ના રૂમ માં થી નીકળી ને નોકર પાસે બધો સામાન ગાડી માં મુકાવવા નીકળ્યા.

અંજલિ એ ઘડીયાળ પર નજર કરી તો હવે દસ મીનીટ જ બાકી હતી. ફટાફટ ચેન્જ કરી લીધું. અંજુ હંમેશા તેની સાડી ને ડ્રાઇક્લીન કરાવી ને જ પહેરતી, એ તેની પોતાની પસંદ હતી.

બરાબર ત્રીસ મી મીનીટે ડ્રાઈવર ગાડી ની ડેકી માં બધો સામાન ગોઠવીને મેઇન ગેટ પર ગાડી લઈ આવ્યો અને અંજલિ મેડમ ની રાહ જોતો હતો.
હવે ગાડી બદલાઈ ગઈ હતી, ડ્રાઈવર ને ખ્યાલ હતો કે સાંજે પ્રયાગ સર ને રેડ મર્સિડીઝ જોઇશે, કારણ કે  તે કાર પ્રયાગ ની ગમતી કાર માં ની એક હતી.

ડ્રાઈવર અંજુ માટે બ્લ્યુ કલર ની બી.એમ.ડબલ્યુ માં બધો સામાન ગોઠવી ને તૈયાર હતો.
અંજલિ પણ તરત જ આવી પહોંચી. ડ્રાઈવરે અંજુ માટે કાર નો પાછલો દરવાજો ખોલ્યો એટલે અંજલિ તેની સીટ પર ગોઠવાઈ. 

કાર ..ધીમે ધીમે પ્રયાગ બંગલો ને વટાવીને જીવન સંધ્યા ઘરડાઘર તરફ વહી રહી હતી.



*************

અંજલિ ફરીથી વિચારો માં ખોવાઈ ગઈ..!!

આજે પ્રયાગ નો વીસ મો જન્મ દિવસ હતો, અને આજ સુધી ના દરેક જન્મ દિવસ ફર અંજલિ એ આજ રીતે ધર્માદો કરેલો હતો.

અચાનક અંજલિ ને યાદ આવ્યું કે આજ કામ આટલા વર્ષો થી આજના દિવસે જ અનુરાગ સર પણ પૂરી ઈમાનદારી અને જવાબદારી થી કરી રહ્યા છે.
આમ તો અનુરાગ ને શુ કામ કરવાનુ હોય ?
પરંતુ જયારે પ્રયાગ નો જન્મ થયો ત્યારે અંજલિ...અનુરાગ ગ્રુપ નો હિસ્સો હતી. 
અંજલિ ના ડેડીકેશન , ઈમાનદારી, કાર્ય નિષ્ઠા ના લીધે ..અનુરાગ હંમેશા અંજલિ નુ ધ્યાન રાખતો. કારણકે અનુરાગ હંમેશા એવું માનતો હતો કે સારા કર્મોચારી એ કંપની ની મિલકત છે.

અંજલિ મેટરનીટી લીવ પર હતી ત્યારે અંજલિ ના દરેક કામ અનુરાગ જાતે જ જોતો હતો. એટલે ઘણી વખત અંજલિ ના આરામ કરવા ના સમય માં પણ અનુરાગ ને ફરજ પડતી કે તે અંજલિ ને કંપની ની જરૂરી વિગત માટે ડીસ્ટર્બ કરે.


આ સમય દરમ્યાન અચાનક પ્રયાગ ના જન્મ સમયે અંજુ ની તબિયત થોડી બગડી હતી.
વિશાલ પણ હંમેશા અનુરાગ ને અંજલિ ની જેમ જ રિસ્પેક્ટ એપતો હતો. જ્યારે પ્રયાગ ના જન્મ નો સમય હતો ત્યારે અંજલિ ખુબ ડરેલી હતી, કારણકે તેના માટે જીવન માં આ પહેલી જ ઘટના હતી.

 વિશાલ અંજલિ ને જોઈને સમજી ગયો હતો કે અંજુ ખુબ ડરી ગઈ છે, તેવે સમયે વિશાલ...અંજલિ ને માનસિક રીતે સજ્જ કરવા ખુબ પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ અંજલિ ને કોણ જાણે કેમ ડર ઓછો થતો જ નહોતો.  અજલિ ને આટલી ડરેલી જોઈ ને હવે વિશાલ પણ અંદરખાને ડરી ગયો હતો. એવે સમયે વિશાલ અને અંજુ બન્ને નો માનસિક ડર ઓછો થાય અને અંજલિ ની ડિલિવરી સરળતાથી થઈ જાય એટલે તે સમયે કૉઈ ની જરૂર હતી.

એકદમ વિશાલ ને યાદ આવ્યું કે...અંજલિ ને સમજી શકે અને એને સમજાઈ શકે, તથા એનો ડર ઓછો કરી શકે તેવી કોઈ વ્યક્તિ હોય તો કદાચ અનુરાગ સર જ છે, કારણકે જયારે જયારે અંજલિ ને મુંઝવણ હોય કે અંજુ ને કોઈ વસ્તુ માં ના સમજાય ત્યારે તે હંમેશા અનુરાગ ની મદદ લેતી હતી, અને કુદરતી અનુરાગ સમજાવે તો અંજલિ ને તરત સમજાઈ પણ જતુ હતુ. 

વિશાલે સામે થીજ અંજલિ ને કીધુ, અંજુ જો તને કાંઈ વાંધો ના હોય તો મારી ઈચ્છા છે કે હું અત્યારે અનુરાગ સર ને અહીં બોલાવી લઉ, કારણકે ડૉક્ટર નુ કહેવું એમ છેકે તારી તબિયત એવી છેકે જો તું આમ જ ડરી ને રહીશ તો તારી તબિયત વધારે બગડશે, અને અનુરાગ સર અંહિ હશે તો તને સમજી શકશે અને સમજાવી શકશે. 
તુ કહે તો હું એમને અંહિ બોલાવી લઉં...!

અંજલિ એ તરત જ વિશાલ ને પરમિશન આપી કે તમને જે યોગ્ય લાગે તેમ કરો.
વિશાલે તરત જ મોબાઈલ હાથ માં લીધો અને અનુરાગ ને ફોન કર્યો. 

સર, ગુડ ઇવનીંગ..વિશાલ હીઅર, હું જાણું છુ કે આ સમયે આપને ફોન કરવો યોગ્ય નથી જ, પરંતુ પરિસ્થિતિ જ એવી ઉદભવી છે કે મારે ના છુટકે આપને હેરાન કરવા પડયા છે.

ઓહ, પ્લીઝ ડોન્ટ વરી મી.વિશાલ...આપ અંજલિ  નાં હસબન્ડ છો, અને આપ મને કોઈપણ સમયે ફોન કરી જ શકો છો.

સર, હું અંજલિ ને લઇને હોસ્પિટલ આવ્યો છું, અંજુ ને એડમીટ કરેલી છે, અને પ્રથમ ડીલિવરી છે એટલે કદાચ ડરેલી છે બહુજ, અને મારા માટે પણ આ બધુ નવુ છે, ડિલિવરી માં કોઇ કોમ્પલીકેશન ઊભા થાય તો ? મને પણ ડર લાગી રહ્યો છે, જો આપ ને કોઈ વાંધો ના હોય તો પ્લીઝ  આપ મારી સાથે રહેશો ?

અનુરાગ ઓફીસ માં અંજલિ ને કોઈપણ મુશ્કેલી કે મુંઝવણ મા તે અંજલિ ને સાચુ માર્ગ દર્શન આપતો, અને હસતા હસતા અંજલિ ના પ્રોબ્લેમ્સ ને સોલ્વ કરી આપતો. 

જી મી.વિશાલ તમે નિશ્ચિત રહો, હું લગભગ હાફ એન અવર માં હોસ્પિટલ પહોંચી  જઇશ. અનુરાગે વિશાલ ને જવાબ આપી દીધો. 

ઓકે સર...થેંક્યુ સો મચ..કહી વિશાલે ફોન પુરો કર્યો. 

આ બાજુ અનુરાગે ભલે હંમેશા અંજલિ ને હંમેશા સપોર્ટ કરેલો હતો, બન્ને એકબીજાને સમજતા હતા, તેમછતાં પણ અનુરાગ પણ તેનુ મન મક્કમ કરવા લાગ્યો. 

આજે સંજોગો જ એવા હતા એટલે....

અનુરાગ ફટાફટ વિશાલે આપેલા સરનામે હોસ્પિટલ પહોંચ્યો. જોગાનુજોગ ડો.કોઠારી કે જેઓનું હોસ્પિટલ હતુ તે પણ અનુરાગ ના પરિચિત જ હતા.
અનુરાગ જેવો હોસ્પિટલમાં પ્રવેશ્યો કે તરત સામે થી વિશાલ તેને લેવા માટે દોડી આવ્યો. 

અનુરાગ ડો.કોઠારી ને મળી અને અંજલિ વિશે વધુ જાણકારી મેળવી શકે એટલે, રીસેપ્શન ટેબલ ફર જઇ ને પોતાની ઓળખ આપતુ વીઝીટીંગ કાર્ડ રીસેપ્શન્સટ ને આપ્યુ, અને પોતે અંજલિ ના કેસ માંટે ડો. ને મળવા માંગે છે તેમ જણાવ્યું. 

રીસેપ્શન પર બેઠેલી રીસેપ્શનીસ્ટ ...અનુરાગ નુ કાર્ડ જોઈ ને ઉભી થઈ ગઈ. 

તે જાણતી હતી ...અનુરાગ ને નામ થીજ...!! 
આખા  શહેર માં અનુરાગ ગ્રુપ ની ઓળખાણ ફક્ત તેના નામથી જ થઈ જાય તેટલું મોટુ નામ અને કામ થઈ ગયુ હતુ, અનુરાગ નુ.

તરતજ રીસેપ્શનીસ્ટે ઈન્ટરકોમ થી ડો.કોઠારી ને ફોન પર ને વાત કરી,

સર..અનુરાગ ગ્રુપ ના ચેરમેન મી. અનુરાગસર, અંજલિબેન ના કેસ અંગે આપને મળવા માંગે છે.

ડો.કોઠારી પણ અનુરાગ થી પરિચિત હતા, એટલે તરતજ અનુરાગ ને  પોતાની કેબીનમાં બોલાવી લીધો. અનુરાગ વિશાલ ને સાથે લઇ ને ડો.કોઠારી ની કેબીનમાં ગયો, અને અંજલિ ના કેસ ની તથા તેની તબિયત ની બધી માહિતી મેળવી. 

અંજલિ ની આ પહેલી જ વાર ની ડિલિવરી હતી એટલે અંજલિ ગભરાઈ ગઈ હતી, બાકી બહુ ચિંતા કરવા જેવું નહોતું. પણ અંજુ નો ડર નીકળી જવો જોઈ એ, નહીતર તકલીફ પડી શકે તેમ હતું. 

થેંક્યુ ડોક્ટર કોઠારી, હું અંજલિ ને મળી શકુ છુ ?
અનુરાગે ડો. ની રજા માંગી...

યસ, સ્યોર ...મી.અનુરાગ યુ કેન ગો ડાયરેક્ટ ટુ હર રૂમ.  
ઓકે સર, થેંક્સ કહી ને અનુરાગ વિશાલ ને લઇને અંજલિ ના રૂમ તરફ ગયો.

અંજલિ......પણ અનુરાગ સર ને જોતા જ જાણે નોર્મલ થવા લાગી.

અનુરાગ દુર ઊભા રહીને જ અંજલિ ને સમજાવા લાગ્યો, જો અંજુ બધું જ સરસ થઈ જશે...તુ બિલકુલ ડરતી નહીં, બસ હિંમત રાખજે.
હું  અંહિ જ છુ વિશાલ ની સાથે જ. તુ ચિંતા ના કરીસ બસ.

કોણ જાણે ...શું  થયુ...પરંતુ અનુરાગ ને જોતા જ ...અંજલિ માં હિંમત આવવા લાગી, અને ભીની આંખે અને ભીના અવાજે બોલી...

જી...સર....તમે છોજ ને....પછી શુ ચિંતા...!!


 અરે...વિશાલ છે, હું પણ છું....અને માં અંબાજી તારી સાથે છે..તો પછી ડરવાનું શું કામ ?

અનુરાગ....અંજલિ ને સમજાવી રહ્યો હતો...ત્યાંજ અંજુ  ને લેબર પેઇન ચાલુ થઈ ગયુ...!

વિશાલ તરતજ ડોકટર... નર્સ..નર્સ કરતો દોડી ને નર્સ ને બોલાવા ગયો.
અંજલિ એ અચાનક...અનુરાગ નો હાથ પકડી લીધો, અનુરાગે તેને ખૂબ હિંમત આપી, અને અંજલિ ના માંથે હાથ ફેરવ્યો. 

નર્સ આવી અને જોતા જ પરિસ્થિતિ ને સમજી ગઈ...આ લેબર પેઇન છે...મારે ડો. ને બોલાવા પડશે..કહી ને ડો. ને બોલાવી લાવી.

ડો. આવ્યા અને અંજલિ ને જોતા જ...ઓપરેશન થીયેટરમાં સીફ્ટ કરવા નર્સ ને જણાવ્યું. 

ડો.કોઠારી અને તેમના સ્ટાફ ના ભરોસે ...અંજલિ એ વિશાલ અને અનુરાગ ને...  જોતા જોતા....પોતાની જીંદગી ની નવી સફર ખેડવા તરફ.....મન ને મક્કમ કરતી સ્ટ્રેચર પર સુતા સુતા...ઓપરેશન થીયેટરમાં ગઇ જયાં ડો.કોઠારી ની ટીમ દરેક પરિસ્થિતિ ને અનુરૂપ સજ્જ હતી..!

અંજલિ હવે....ઓપરેશન ટેબલ પર.....બેભાન અવસ્થામાં હતી..જયારે રૂમ ની બહાર વિશાલ અને અનુરાગ......અજલિ ને કોઈપણ  જાતની મુશ્કેલી વગર ડિલિવરી થઈ જાય...અને ખુશ ખબર આવવાની રાહ જોતા ઉભા હતા.

 ( ક્રમશ : )