યારીયાં - 4 Dr.Krupali Meghani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યારીયાં - 4

બધા સ્ટુડન્ટસ લેક્ચર અટેન્ડ કરતા હોઈ છે તે દરમિયાન પ્રિન્સીપલ મેહતા દ્વારા એનાઉન્સ કરવામાં આવે છે કે આપણી કોલેજ માં ફર્સ્ટ યર ના સ્ટુડન્ટ માટે કાલે ફ્રેશર્સ પાર્ટી આયોજિત કરવા માં આવશે. 

તે સાથે ઇન્ટર કોલેજ સિંગિંગ કોમ્પિટિશન ની પણ એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે.જો કોઈ પણ સ્ટુડન્ટ સિંગિંગ માં ઈન્ટરેસ્ટેડ હોઈ તો કાલ ની પાર્ટી માં પોતાનું પર્ફોર્મન્સ બતાવી શકે છે તેમના પર્ફોર્મન્સ પર થી જ કોણ આ કોમ્પિટિશન માટે સિલેક્ટ થશે .અને કોણ આપણી કોલેજ ને રિપ્રેઝન્ટ કરશે એ નક્કી કરવામાં આવશે ..તમે લેક્ચર પૂરો થયા પછી  વધારાની સૂચના નોટીસબોર્ડ પર જોઈ શકો છો.

મિસ મીરા પોતાનો લેક્ચર કન્ટિન્યુ કરે છે .થોડી જ વાર માં લેક્ચર કમ્પલિટ થવાના બેલ નો અવાજ આવે છે 

બધા સ્ટુડેંટ્સ કલાસરૂમ ની બહાર નીકળીને નોટિસ બોર્ડ ને ઘેરી વળે છે.

પ્રિન્સિપાલ પિયૂન ને ધ રોયલ્સ ને  પર્સનલી બોલાવવા મોકલે છે.

 * * * * * * * * * * * * * * * * *

મિસ્ટર મેહતા ની ઓફિસ ના દરવાજા પર ટકોરા પડે છે.

મિસ્ટર મેહતા : યસ કમ ઈન 

સમર્થ : શું હું જાણી શકું છું તમારું આ રીતે બોલાવાનું કારણ.

મિસ્ટર મેહતા : મેં તમારા આખા ગ્રુપ ને બોલાવ્યું છે તું એકલો જ કેમ આવ્યો.

સમર્થ : તમે મારી સાથે વાત કરો કે મારા ગ્રુપ સાથે બધું એક જ છે ...

મિસ્ટર મેહતા : ઓકે ફાઈન તમે હવે આ કોલેજ માં એડમિશન લીધું જ છે તો હું ચાહું છું કે તમે લોકો કાલ ની ફ્રેશર્સ પાર્ટી માં લાઈવ પર્ફોર્મન્સ આપો .અને જો કોઈ પાર્ટી માં તમને ટક્કર ના આપી શક્યું તો તમે ઇન્ટર કોલેજ સિંગિંગ કોમ્પિટિશન માં કોલેજ ને રિપ્રેઝન્ટ કરો.

સમર્થ : ૧ સેકન્ડ સર તમે શું કીધું
કોઈ અમને ટક્કર ના આપી શક્યું તો...તમને ખબર છે ને અમારું બેન્ડ કેટલું પોપ્યુલર છે....આ કૉલેજ ના કોઈ સ્ટુડન્ટ માં હિમ્મત નથી કે અમારી સામે ઉભું રહી શકે ...ટક્કર આપવાની તો વાત જ અલગ છે 

અને હા અમે ખુદ નક્કી કરશું અમારે પાર્ટ લેવો છે કે નઈ 

મિસ્ટર મેહતા : હું જાણું છું કે તમે પર્ફોર્મન્સ જરૂર આપશો ....મને ખબર છે ત્યાં સુધી તમારી ફેમિલી પણ તમને સપોર્ટ નથી કરતી ઈનફેક્ટ ફાઇનાન્સીયલી પણ નહીં ...હું સાચું કહું છું ને ...અને હમણાં તમારા ઇસ્યુઝ પણ એટલા વધી ગયા છે કે કોઈ તમને સ્પોન્સર્સ પણ નથી મળતા જેથી તમે સ્ટેજ પર્ફોર્મન્સ પણ નથી આપી શકતા અને જો આ કોમ્પિટિશન માં પાર્ટ લેશો અને કોમ્પિટિશન જીતશો તો ૫૦ લાખ ની વિનિંગ પ્રાઈસ પણ મળશે જેનાથી તમે ખુદ પોતાની સ્ટેજ ઇવેન્ટ કરી શકો છો ..પછી કોઈ સ્પોન્સર્સ ની પણ જરૂર નહીં પડે.

સમર્થ : ( મન માં ૨ મિનિટ વિચારે છે ..સર ની વાત આમ જોવા જાય તો સાચી જ છે અમારે અત્યારે આ તક ની ખુબ જરૂર છે ) ઠીક છે સર અમારે વિચારવા માટે થોડો સમય જોઇએ છે પછી તમને જણાવીશું. 

એટલું કહીને સમર્થ બહાર નીકળી જાય છે 

* * * * * * * * * * * * * * * * * 

પંછી : સમર્થ શું કીધું પેહલા મિસ્ટર મેહતાએ.

સમર્થ : મિસ્ટર મેહતા એ કોમ્પિટિશન માં પાર્ટ લેવાનું સજેસ્ટ કર્યું છે તે અત્યારે આપણી દુખતી નસ બરોબર જાણે છે.

પંછી : વોટ... આવા ચીલાચાલુ કોમ્પિટિશન માં આપણે ક્યારથી પાર્ટ લેવા મંડ્યા.

સમર્થ : એટલું જ નહીં તેમણે ફ્રેશર્સ પાર્ટી માં પણ પર્ફોર્મન્સ આપવાનું કહ્યું છે.

રાશિ : તું એમને ના પાડી દે .તેમણે ચોખ્ખું જણાવી દે કે અમને તમારી આવી પાર્ટી કે કોમ્પિટિશન માં કોઈ રસ નથી .

સમર્થ : હું જાણું છું રાશિ પણ અત્યારે આપણી પાસે આ એક જ રસ્તો છે જો આપણે કોમ્પિટિશન માં પાર્ટ લઈશું તો આપણી પાસે વિનિંગ પ્રાઇસ નો ચાન્સ છે .તે ઈન્વેસ્ટ કરીને આપણે ઇવેન્ટ પણ કરી લઈશું અને આગળ ઇવેન્ટ કરવા માટે સ્પોન્સર્સ ની પણ જરૂર નહીં પડે.

રાશિ : લૂક સમર્થ તને ખબર છે ને મને પાર્ટી થી કેટલી નફરત થઇ ગઈ છે ...યાદ છે ને લાસ્ટ પાર્ટી માં શું થયું હતું ...તેના પરિણામો આપણે અત્યારે પણ ભોગવી રહ્યા છીએ . તમારે જે કરવું હોઈ એ કરો હું તમારો સાથ નહીં આપું .

પંથ : રાશિ સમર્થ આપણા ભલા માટે જ ક્હે છે તને જે લાગે તે પણ અત્યારે આપણને એક તક મળી છે તેનો આપણે લાભ લેવો જોઈએ.
તને પણ ખબર છે આપણા ફેમિલી ના પ્રેસર થી કોઈ સ્પોન્સર્સ પણ નથી મળતા .જો કંઈ કરીને જ દેખાડવું હોઈ તો આ જ મોકો છે.

મંથન : હા હું પણ સમર્થ નો જ સાથ આપીશ જો આવી તક ને આપણે જવા દઈએ તો ના સમજી કહેવાય ..અને હા રાશિ આટલી ઉંમર એ આપણે એટલા તો સમજદાર હોવા જોઇએ કે આપણે સમજી શકીએ કે આવી પરિસ્થિતિ માં શું કરવું જોઈએ અને શું નહીં. બધી પાર્ટી માં સીન ક્રિએટ થાય એવું જરૂરી નથી.

બધા ના સમજાવ્યા પછી રાશિ પણ હામી ભરે છે અને બધા પરફોર્મન્સ માટે માની જાય છે 

 ક્રમશઃ