વીમી પાઉસની વાતાઁ... kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વીમી પાઉસની વાતાઁ...

વીમી પાઉસની વાતાઁ...

મે મારા જીવનમાં ૮માં ધોરણમાં પહેલી વાતાઁ લખી હતી વીમીપાઉસની વાર્તાઁ તે વાતાઁમા મારો પહેલો નંબર આવ્યો હતો.જ્યારે સરે પુછયુ કે આ ક્યાંથી જોઈને લખી તો મે કહ્યું, મે જાતે લખી ..

સરને શાયદ તે વખતે મારી પર વિશ્વાસ ન હતો.મને લાગ્યું ..!!તે પછીએક જ અઢવાડીયામાં વીમીપાઉસની સરના હાથમાં દસ વાતાઁ મુકી તે સર થોડી વાર મારી સામે જોઈ રહ્યા. તે દિવસે મંગળવાર હતો.
જ્યારે બુધવારે સાહેબ સ્કુલે આવ્યા તારે મને બોલાવીને તેમણે મને કહ્યું સરસ વાતાઁ છે.

તે વાતાઁ લખેલી બુક આજ મારે હાથે લાગી ગઈ...તેમાની એક વાતાઁ..

વીમીપાઉસ અને ખિસકોલીબેન

એક વાર સુંદરવનમાં વીમીપાઉસ અને ખિસકોલીબેન વચ્ચે હરિફાઈ થઈ કે કોણ પહેલા ડોક્યું કરીને કુવામાં પોતાનું મોં જુવે.
વીમાપાઉસ તો બાહદુર હતો ખિસકોલીબેન પણ દોડવામાં માહિર હતા.

સુંદરવનમાં થોડી જ વારમાં કાગડાભાઈએ બધાના ઘરે કહી દિધી કે વીમીપાઉસ અને ખિસકોલીબેને રેસ લગાવી છે.
હાથી,વાઘ,સિંહ,કબુતર,ચકલી,પોપટ બધા જ થોડી વારમાં ભેગા થઇ ગયા.
શિયાળભાઈ પણ એક-બે-ત્રણ કહેવા લીટી ગાળીને તૈયાર થઈ ગયા.
સિંહ એ કહ્યું જે રેસ જીતશે તેને રાત્રીના ભોજનમા હું મારી સાથે બોલાવીશ.

હવે તો વિમીપાઉસ અને ખિસકોલીબેને નક્કી કરી લીધું કે રેસ તો હું જ જીતીશ.
સિંહ સાથે ક્યારે જમવા મળે..!!!
સિંહ સાથે તો ખોરાક હું જ ખાઈશ બંને એ નક્કી કરી લીધું.

હાથી,વાઘ,દીપડો જોર જોરથી પડકાર કરવા લાગ્યા.થોડીજ વારમાં શિયાળભાઈએ બંનેને 
ઊભા રહેવાનું એલાન કર્યું .વિમીપાઉસ અને ખિસકોલીબેન ઊભા રહી ગયા.શીયાળ ભાઈ એ એક-બે -ત્રણ કહીને રેસ શરુ કરાવી.

કુવો તો ઘણો દુર હતો..!!
ખિસકોલીબેને તો ઝપટ કરી...ઘણી આગળ નીકળી ગઈ.વીમીપાઉસ ધીમે ધીમે તેની રીતે જતો હતો.ખિસકોલીબેનને એટલા બધા ઝપટથી જોતાઉંદરભાઈ દરમાંથી બહાર આવ્યા.ઉંદરભાઈએ ખિસકોલીબેનને રોક્યા 
એટલા ઝડપથી કયા જાવ છો.
ખિસકોલોબેને કહ્યું મે ને વીમીપાઉસ રેસ લગાવી છે.જે જીતે તેને સિંહનું ભોજન મળવાનું છે.શુ વાત કરો છો ખિસકોલીબેન.
પણ તમે થોડાક દિવસ પહેલા કહેતા હતા ને કે તમે લાડવા બનાવો તૈયારે મને કેહજો મને બોવ ભાવે આજ મારી પત્નીએ ચુરમાંના ચોખા ઘીના લાડુ બનાવ્યા છે.એક વાર સાંખતા તો  
જાવ.આમ પણ તમને ભુખ લાગી હશે હવે કુવો તો થોડો જ દુર છે.

ખિસકોલીબેને કહયુ નારેના મારે તો જંગલ ના રાજા સિંહ સાથે ભોજન કરવું છે.
મારી પત્ની પણ તમને સાદ પાડે છે.તેમણે પહેલી વાર બનાવ્યા છે લાડુ તમારે આવુ જ પડશે.િખસકોલીબેનના મોં માં પાણી આવી ગયું.લાળ પડવા લાગી.ખિસકોલીબેનથી રહેવાણુ નહી.ખિસકોલી બેન લાડવા ખાવા તૈયાર થઈ ગયા.

ઉંદરભાઈના ઘરે જઈને પ્રસાદના બદલે પેટ
ભરીને લાડવા ખાધા.એક બે ત્રણ પાંચ બસ બસ ઉંદરભાઈ હજી મારે રાજાની સાથે ભોજન કરવાનું છે.ખિસકોલીબેનને એટલા બધા લાડવા ખાયને પેટમાં દુ:ખવા આવ્યું.
ઉંદરભાઈ હવે હુ દોડી નહી શકુ, અરે અરે ખિસકોલીબેન હજી તો તમારે રાજા સિહં સાથે ભોજન કરવાનું છે.દોડો દોડો પણ ખિસકોલીબેનનો દોડી શકયા.

વીમીપાઉસ થોડી જ વારમાં ઉંદરભાઈ પાસેથી પસાર થયા  તેને જોતા જ ઉંદરભાઈ કહ્યું આવો આવો વીમીપાઉસ મારી પત્નીએ ચોખા ઘીના લાડુ બનાવ્યા છે જમતા જાવ.
આજે નહી ઉંદરભાઈ પછી કયારેક માફ કરશો.પણ પ્રસાદી તો લેતા જાવ. આજે નહી ઉંદરભાઈ તેમ કહીને વીમીપાઉસ આગળ દોડવા લાગ્યો.થોડોક આગળ ચાલ્યો તા ખિસકોલીબેન  ધીમે ધીમે આગળ જતા હતા કુવો થોડો જ દુર હતો.

વીમીપાઉસને ખબર પડી ગઈ કે
ખિસકોલીબેને ઉંદરભાઈના ઘરના લાડવા ખાધા છે.વીમીપાઉસ ખીસકોલીબેન પાસેથી પસાર થઈ ગયો.કુવા પાસે પોંહચી તેમા ડોક્યું કરી લીધુ.

તરત જ કાગડાભાઈ એ સુંદરવનમાં હાહાકાર મંચાવી દિધો વીમીપાઉસનો વિજય થયો.
ખિસકોલીબેન પેટ પકડીને હજુ બેઠા જ હતા, રાત્રે જંગલના રાજા સિંહ સાથે વીમીપાઉસએ બત્રીસ પ્રકારના પકવાનનો સ્વાદ માણ્યો.

બોધ- મન હમેંશા વીમીપાઉસની જેમ કાબુમાં રાખવું ,ખિસકોલીબેનની જેમ ચંચલ ન રાખવું,તો જ તમારી જીવનમાં જીત થશે.

લેખક -કલ્પેશ દિયોરા


આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કૉલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ  માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)

વોટ્સપ કરી શકો....


ફેસબુક એકાઉન્ટ - કલ્પેશ દિયોરા


આપનો ખુબ ખુબ આભાર...