સફર (એક અજાણી મંજિલની) - 7 Ishan shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સફર (એક અજાણી મંજિલની) - 7

( અગાઉ જોયુ એમ લક્ષ્ય અને એના સાથીદારો માઈકલ અને એના ભેદી સાથીઓનો એમેઝોન નદીમાં પીછો શરૂ કરે છે. એવામાં આગળની બોટમાંથી ધડાધડ ફાયરિંગ શરૂ થાય છે....હવે જોઈએ આગળ )



                    અમે ગભરાઈ ગયા હતા કે આટલુ ફાયરિંગ કેમ થઈ રહ્યુ હતુ. શું અમારી હાજરી છતી થઇ ગઇ હતી ? અચાનક મારા હાથમાં હતી એ ટોર્ચનો પ્રકાશ નીચેના પાણીમાં પડ્યો ને બસ મારી રીતસરની ચીસ નીકળી ગઈ. બોટ ની ચારે તરફ મગર જ મગર !! અબાના ખૂબ ચિંતામાં દેખાતો હતો. તેને કહ્યુ " આ એલીગેટર છે."  આ દક્ષિણ અમેરિકાના મગરની પ્રજાતિ હતી.લગભગ ત્રણ થી ચાર એલીગેટર કે જે લગભગ ૨૦ ફૂટના હતા તેઓ અડધુ મોં ખુલ્લુ રાખીને બોટ ની ફરતે ઘૂમી રહ્યા હતા. ૨૦ ફૂટ ના મગર જોઈને જ અમારુ ગળુ સૂકાઈ રહ્યુ હતુ.લોહી જાણે થીજી ગયુ હતુ. હવે મને સમજાયુ કે આગળની બોટ માં ફાયર કેમ થઈ રહ્યુ હતુ.

                એલીગેટર ની ત્વચા ઘાઢ હતી. સફેદ રંગના પટ્ટા શરીરની બાજુએ હું જોઈ શકતો.જ્યારે કાળા મોંની જડબાની આસપાસ ઘટ્ટ સફેદ રંગના પટ્ટા હતા.તેમના અર્ધ ખુલ્લા મોંમા હું મોત સ્પષ્ટપણે જોઈ શક્યો.આગળની બોટ ધીમે ધીમે આગળ વધી રહી હતી.તેમના ફાયરિંગ થી છંછેડાયેલા મગર હવે વધુ વિકરાળ બનીને અમારી બોટ ફરતે ઘૂમી રહ્યા હતા.અમારી પાસે કોઈ હથિયાર નહોતા. અમારામાંથી કોઈને કંઈ સૂઝતુ નહોતુ.


              એવામાં અબાના સૌથી પેહલા સ્વસ્થ થયો. તેને બોટની ચારે તરફ મશાલ લગાવી અને એમાં ખાસ કોઈ પ્રકારનુ તેલ નાખી એને સળગાવી.ગમે તેટલુ વિકરાળ પ્રાણી હોય પરંતુ અગ્નિથી જરૂર ડરે છે , એલિગેટર પણ થોડા પાછા ખસ્યા , છતા આસપાસની દસ ફૂટની હદમાં એમના ચેહરા સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા.


             હવે  એણે થેલીમાંથી કોઈક પાંદડા કાઢ્યા એને મસળીને એનો રસ કાઢી આસપાસના પાણીમાં નાખી દીધો અને ચમત્કાર !! જોતજોતામાં બધા એલીગેટર અમારી બોટથી દૂર !! અમે ખુશીથી ઝૂમી ઉઠ્યા. મેં અબાના નો હાથ ડાબી દીધો. 

             " તારી પાસે જો આ ચમત્કારિક પાંદડા હતા તો તુ શા માટે ગભરાઈ ગયો હતો ? " મેં અબાના ને પુછ્યુ.
   
             
               " જો લક્ષ્ય , મારી પાસે આ પ્રવાહી હતુ જેનાથી એલિગેટર દૂર ભાગવાના જ હતા , પરંતુ આમાનો એક પણ એલીગેટર જો એનુ છ ફૂટ લાંબુ પૂછળુ જો જોરથી આપની બોટને ભટકાડે તો આખી બોટ જ ઉલ્ટી થઈ જાય ને આપને જોતજોતમાં એમેઝોન ના એલીગેટર ના પેટમાં.અને રખેને જો એલીગેટર બોટની નીચેથી અચાનક હુમલો કરે તો આપને એમને જોઈ પણ શકીએ નહિ , પછી સામનો કરવાની વાત તો દૂર ની છે. !! "


      અબાનાના ચેહરા પર ચિંતાના ભાવ કેમ હતા તે મને છેક હવે સમજાયુ. અહીંનો ભોમિયો જો આમ ડરી જાય તો અમારુ થર-થર કાપવુ સમજી શકાય તેમ હતુ.જો મશાલ સમયે ના સળગાવી હોત અને અબાના પાસે આ પ્રવાહી ના હોત તો શું થાત ? આ વિચાર જ લોહી થીજાવી દેનાર હતો.


              હવે અમે ઝડપથી આગળની બોટ નો પીછો કરી રહ્યા હતા. તેઓ અમારાથી થોડા આગળ નીકળી ગયા હતા પરંતુ હવે ડર પણ લાગતો કારણ કે તેમની પાસે ભરપૂર હથિયારો હતા. હું ટોર્ચ લઈને ફરીથી અબાના સાથે બોટની આગળ બેસી ગયો. પોલ અને દેવ કદાચ થાકી ને હવે સૂઈ ગયા હતા. એલ મોબાઈલના ઝાંખા પ્રકાશમાં કંઇક વાંચવાની જેહમત કરી રહી હતી. મને એની કવાયતથી આશ્ચર્ય જરૂર થયુ પરંતુ મેં પૂછવાનુ ટાળ્યુ.


          એમેઝોન નદીનો આ પેહલો ખતરનાક અનુભવ હતો અને અમે આગળ હજુ વધુ ઊંડા જંગલમાં ઉતરવાના હતા. " એમેઝોન " વિશ્વનું સૌથી ઘઢ, વિશાળ અને ખતરનાક જંગલ છે. ઘણી વાર સંશોધનો કરવા માટે ગયેલ વૈજ્ઞાનિકો પણ ત્યાંથી પાછા ફર્યા નથી. ઘણા રહસ્યોને પોતાનામાં દબાવીને બેઠેલું આ જંગલ પોતે જ પૃથ્વી પર એક અલગ દુનિયા છે. જેને રોજબરોજ ની ઘટનાઓ કે વૈજ્ઞાનિક શોધ સાથે કોઈ સબંધ નથી !! ખબર નઈ આગળ શું થવાનું હતુ !!!

                                - વધુ આવતા અંકે