આકાશ - ભાગ - ૭ ધબકાર... દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આકાશ - ભાગ - ૭

ખાસ નોંધ :-

આ વાર્તા ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને લખવામાં આવેલી એક કાલ્પનિક વાર્તા છે. એમાં પાત્રો, સ્થળ અને મિશન બધું જ કાલ્પનિક છે. આ વાર્તા દ્વારા અમે દેશના વીર જવાનોને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે એનો થોડો ચિતાર આપીને એક નાનકડી શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયત્ન કર્યો છે. અમારાથી કોઈ ભૂલ થાય તો અમારું ધ્યાન દોરીને અમારા આ પ્રયાસને યોગ્ય માર્ગે વાળવા વિનંતી.  

*****

આપણે છઠ્ઠા ભાગમાં જોયું કે હવે શાયોનાની તબિયત ઓકે થઈ ગઈ છે. શાયોના અને આર્યન જાણે થોડા નજીક આવી રહ્યા છે. સાથે મિશન એના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. આર્યન રાજપૂત આગળના પ્લાનનો લેટર વાંચતાજ ચિંતામાં પડી જાય છે. શું હશે હવે આગળનો પ્લાન એ જાણવા માટે વાંચતા રહો આકાશ. 

*****

આર્યન લેટર વાંચે છે અને એ મુજબ બધાં સાથે ડિસ્કસ કરી આગળના પ્લાનની રૂપરેખા નક્કી કરવામાં આવે છે. આર્યનને મળેલા ઓર્ડર મુજબ અહીંયાથી બધાએ અલગ પડવાનું હતું. અને બધાએ થોડા થોડા અંતરાલે અહીંયાથી નીકળવાનું હતું. જેથી કરી કોઈને શક ના જાય અને મિશનમાં કોઈજ કચાશ ના રહે. 

આગળના પ્લાન મુજબ હનુમંત ગુર્જર સૌથી પહેલા સવારે છ વાગે નીકળે છે. એને રાવલ જવાનું હોય છે જે ઇસ્લામાબાદથી 10 કિલોમીટરની દૂરી ઉપર હોય છે. ત્યાં જઈ ને એને RAW નો એજન્ટ અબ્દુલ જે ત્રણ વર્ષથી પાકિસ્તાનમાં કાર્યરત હોય છે એની મદદથી બોમ્બ બનાવવાની કામગીરી કરવાની હોય છે. જે આ મિશનનો એક મહત્વનો ભાગ હોય છે. હનુમંત ગુર્જરની આ મુખ્ય પરીક્ષા હોય છે કે જેના માટે એને આ મિશન માટે લેવામાં આવ્યો હતો. 

હનુમંત ગુર્જર સીધા જવાની જગ્યાએ એ પ્લાન મુજબ ત્રણ બસ બદલીને રાવલ પહોંચે છે. ત્યાં જેવો એ બસમાંથી ઉતરે છે એક નાનો છોકરો એને લેટર આપી ને ભાગી જાય છે. એમાં લખ્યા મુજબની જગ્યા ઉપર હનુમંત પહોંચે છે અને ત્યાં જઈને હાથમાં 'ધ રોડ અહેડ' બાય બિલ ગેટ્સ વાંચતી વ્યક્તિને શોધીને એની પાસે પહોંચી જાય છે. બંને જોડે એક બીજાની ઇન્ફોર્મેશન હોય છે એટલે તરત જ ઓળખી જાય છે. અબ્દુલ ત્યાં વહેલા પહોંચીને ઉતારાની વ્યવસ્થા કરી રાખી હોય છે તેથી એ હનુમંત ને ત્યાં જ લઈ જાય છે. 

થોડી વારે પછી કલ્લર સિદાનથી શાયોના અને અહેમદ ખાનની ટીમને આઠ વાગે ઇસ્લામાબાદ જવા નીકળવાનું હોય છે. શાયોના એની બેગપેકમાં સામાન ચેક કરતી હોય છે અને એવામાં જ આર્યન બેધ્યાન પણે અને વિચારોમાં આવતો હોય છે. જેના લીધે બંને જણ અથડાઈ જાય છે. 

આ અથડાવાના લીધે શાયોનાની બેગપેક નીચે પડી જાય છે. અને બેગ પડતાની સાથે સામાન નીચે પડી વિખેરાઈ જાય છે. શાયોના તરતજ ઝૂકીને એનો વિખરાયેલો બેગપેકનો સામાન ભરવામાં લાગી જાય છે અને આર્યન પણ એને મદદ કરે છે. 

આર્યનના હાથમાં રૂહ લખેલું લોકેટ જોઈને શાયોનાને થોડી નવાઈ લાગે છે અને એના વિશે પૂછે છે. જેના જવાબમાં આર્યન ખાલી એટલું જ કહે છે મારી વાઈફે આપ્યું છે... એ મને પ્રેમથી રૂહ કહે છે. આ સાંભળીને શાયોના થોડી ઉદાસ થઈ જાય છે અને ત્યાં જ ઉભેલા અહેમદ ખાનની નજરમાં આખી વાત આવી જાય છે. અહેમદ ખાન પણ શાયોના અને આર્યનની વચ્ચે ના થયેલી વાતોને કહ્યા વગર સમજી જાય છે. 

આર્યન મિશન અંગેની બધી માહિતીઓ A-set મારફત NSA હેડ ક્વાર્ટર મોકલાવે છે. NSA હેડ ક્વાર્ટર અને PMO માં હવે બસ આ આખરી પડાવની જ વાતોમાં બધા ટેન્શનમાં હોય છે. જેમ જેમ સમય નજીક આવતો જાય છે એમ એમ એક એક પળ કાઢવો મુશ્કેલ હોય છે. PMO વિદેશનીતિના સહારે નાપાકને ઘેરવાના પ્રયત્નો ચાલુ રાખે છે જેથી નાપાકને વિચારવાનો સમય ના મળે. 

બરાબર આઠના ટકોરે શાયોના અને એહમદ ખાન ત્યાંથી ઇસ્લામાબાદ જવા બસમાં નીકળે છે. શાયોના બારીની બહાર કાંઈક વિચારતી હોય એમ જોતી રહે છે. શાયોનાને થોડી ઉદાસ જોઈને એહમદ ખાન એની જોડે સામાન્ય વાતચીત ચાલુ કરે છે. અને શાયોનાની હિંમત અને આવડતથી પોતે પ્રભાવિત છે એવું પણ કહે છે. સાથે એની અને હનુમંત વચ્ચેનીઓ દોસ્તીથી શરૂ કરેલી વાતને એ આર્યનની તરફ વાળી દે છે. 

એ શાયોનાને આર્યન વિષે એ કેટલું જાણે છે એ પૂછે છે તો શાયોના કહે છે એની જોડે થોડી ફોર્મલ ઇન્ફોર્મેશન જ છે જેમ કે આર્યનની શૂરવીરતાની ને એના હોદ્દાની. આર્યન ખુબજ લડાયક અને દેશનો એક શૂરવીર યોદ્ધા છે એ વાત કહે છે. 

આ બધી વાતો સાંભળી એહમદ શાયોનાને ૨૦૧૭ માં વેલેન્ટાઈન ડે ના દિવસે કાશ્મીરમાં થયેલા એક આતંકવાદી હુમલાનો આર્યનની વાઇફ કેવી રીતે ભોગ બની એ વિગતે કહે છે. આર્યનના પ્રેમની વાતો પણ પ્રખ્યાત છે એ પણ કહે છે. અને જોડે એ પણ માહિતી આપે છે કે પછી આર્યન સાવ એકલો જ રહે છે અને દેશને આવી આતંકવાદી પ્રવૃત્તિથી બચાવવો એ જ એનું ધ્યેય છે. અને હવે માત્ર દેશ માટેજ જીવે છે એવું કહે છે. 

આર્યનની વાત સાંભળીને શાયોનાને એના માટે દુઃખ થાય છે. એ પોતે જાણતી હોય છે કે એકલતા કઈ હદે માણસને તોડી નાખે છે. એને પોતાનો ભૂતકાળ યાદ આવે છે. એનો પ્રેમ - અમર... એ અમરનો આપેલો એક લેટર હમેશાં સાથે રાખતી હોય છે. આ અમરે લખેલો પહેલો છેલ્લો લેટર હતો. જે એણે ભારત છોડતી વખતે શાયોનાને લખ્યો હતો. અને ભારત છોડ્યા પછી એમના એક કોમન ફ્રેન્ડ દ્વારા શાયોનાને પહોંચતો કર્યો હતો. જ્યારે પણ અમરની કડવી કે મીઠી સ્મૃતિ એને ઘેરી વળે ત્યારે એ એને ફરીફરી ને વાંચતી. એ લેટર કાઢવા બેગ ખોલે છે પણ એમાં ક્યાંય એ મળતો નથી. શાયોનાને ખ્યાલ આવી જાય છે કે એ લેટર ત્યાં કલ્લર સિદાન માં જ ક્યાંક રહી ગયો છે કદાચ જ્યારે એની બેગપેક પડી ત્યારે એમાંથી પડી ગયો હશે અને એની નજરમાં નહી આવ્યો હોય. એ થોડી વિહવળ થઈ જાય છે.

કલ્લર સિદાનમાં આર્યન અને કરણ મિશન ઉપર જવા રેડી થઈને બેઠા હોય છે. આર્યન છેલ્લી વાર આખા ઘરમાં નજર મારે છે કે ક્યાંય કંઇ રહી નથી ગયું ને અને એની નજર જમીન પર પડેલા લેટર પર પડે છે. એ લેટર ખોલીને જોવે છે તો એની નજર ડિયર શાયોના લખેલા ઉપર પડે છે અને એ સમજી જાય છે કે આ શાયોનાનો અંગત લેટર છે એટલે પાછો વાળી ને મૂકવા જાય છે પણ કંઇક હતું જે એને એમ કરતાં રોકી રહ્યું હતું અને એ ફરી ખોલીને વાંચવાનું ચાલુ કરે છે.

લેટરમાં અમરે પહેલા તો માફી માંગી હતી કે એ પરિવારના દબાણ સામે ઝૂકી ગયો અને શાયોનાના મિશન ઉપરથી પાછા ફરવાની રાહ ન જોઈ અને ઉમેર્યું હતું કે રાહ જોઈ હોત તો પણ એનો પરિવાર શાયોનાને આર્મી છોડવાની શરતે જ સ્વીકારત અને એના માટે શાયોના ક્યારેય રાજી ન થાત. અને પછી લખ્યું હતું કે એ કાયમ માટે ઇન્ડિયા છોડી રહ્યો હતો કારણ કે જો એ અહીંયા રહેશે તો એનો માટે શાયોનાને ભૂલવી અઘરી થઈ રહેશે. હવે એ એની લાઈફમાં આગળ વધવા માંગે છે અને શાયોના એ પણ એની લાઈફમાં આગળ વધવું જોઈએ. 

આર્યન સાચવીને લેટર ફોલ્ડ કરે છે. એ વખતે એની પારખી નજર નોંધી લે છે કે આ લેટર ઘણી વાર ખોલ બંધ થયો છે. અને એને શાયોનાના ફેસ ઉપર દેખાતા ઝીંદગી પ્રત્યેના રોષનું કારણ પણ સમજાઈ જાય છે. એ સાચવીને એને બેગપેકમાં મૂકી દે છે જેથી જ્યારે શાયોના મળે ત્યારે એને પાછો આપી શકાય.

કરણ યાદવ રાવત ઇસ્લામાબાદ હાઇવે કે જે આ મિશનનો આખરી પડાવ રાવત છે ત્યાં RAW એજન્ટની મદદથી પહોંચી જાય છે અને પોતાને સોપેલા કામ મુજબ આગળ વધવા પ્લાનિંગ કરવામાં લાગે છે આ મિશન ૭/૦૪/૨૦૧૯ રવિવાર ના રોજ પૂરું કરવાનું હોય છે એમાં હજુ બે દિવસનો સમય બાકી હોય છે જે પરફેક્ટ પ્લાનીંગનો ભાગ હોય છે એમાં જ વિતાવવાના હોય છે. 

આર્યન રાજપુત કલ્લર સિદાનથી નીકળી જાય છે અને આખરી પડાવ રાવત પહોંચી જાય છે. A-set મારફત NSA હેડ ક્વાર્ટરમાં મેસેજ મોકલે છે કે બધાજ પોતાની જગ્યાએ પહોંચી ગયા છે. મિશન ૭/૦૪/૨૦૧૯ રવિવાર ના રોજ સમયસર લોંચ થઈજ જશે. 

આ તરફ નાપાકની સુરક્ષા અને જાસૂસી સંસ્થાને આકાશ અંગેની કોઈજ કડી મળી નથી હોતી. સાથે એમના ત્રણ આતંકીઓને કોણે મોતને ઘાટ ઉતારી દીધા એ પણ એક રહસ્ય જ હોય છે. અમેરીકા A-setની દિશા જોઈ સમજે છે કે ભારત કોઈ પ્લાન બનાવી રહ્યું છે. ચીન પણ પોતાનું જોર પાકિસ્તાનની સહાયતા કરવામાં લગાવે છે પણ કોઈજ ધારી સફળતા મળતી નથી. 

પાકિસ્તાનમાં એક બીજી પણ હલચલ ચાલતી હોય છે. એ છે પુલવામા હુમલાના સફળતાની ઉજવણી કરવા અને નવા આતંકીઓને એ સફળ હુમલાનો શ્રેય આપવા એક ખાસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોય છે. ભારતમાં પકડાયેલા આતંકીએ આપેલી જે વિસ્ફોટક માહિતીઓ હોય છે એમાં આ પાર્ટીનો ઉલ્લેખ પણ હોય છે. અને આવી પાર્ટીઓ યોજી આતંકીઓને સન્માન આપી નવા હુમલાઓ કરવા પ્રેરણા આપવી એ જ લક્ષ્ય હોય છે. એમાં પણ અબ્દુલ ઝફર, સરફરાઝ હુસેન એ નવા આતંકીઓનું સન્માન કરવા ખાસ આ પાર્ટી યોજવામાં આવવાની હતી. એમાં આતંકી હેડ ઝાફર ખાન અને મનસૂર એઝાઝ સહિત ટોપ બધાજ આતંકીઓ ત્યાં હાજર રહેવાના હતા. છેલ્લા કેટલાએ વર્ષોથી જે આતંકીઓનું સપનું હતું એ સપનું પુલવામા હુમલો કરી પુર્ણ થયું હતું એટલે આતંકીઓ આ ઉજવણું કરવા તત્પર હતા. સાથે નવા આતંકીઓ જોડવા અને નવા હુમલાઓ કરી શકાય એ પણ લક્ષ્ય હતું. 

*****

આતંકને મૂળિયાં સાથે કાઢવા NSA અને PMO નો શું પ્લાન હશે?
AKASH ટીમ નો આગળનો શું પ્લાન હશે?
શાયોના શું ટીમ માટે અવરોધ સાબિત થશે?
આખી ટીમ અલગ પડી શું કામ કરવાની હશે? 
આર્યન અને શાયોના શું નજીક જઈ રહ્યા છે? 

આ બધાજ સવાલોના જવાબ મેળવવા વાંચતા રહો AKASH. ફરી એકવાર જલ્દી મળશું આ AKASH ની સફરમાં ત્યાં સુધી પ્રતિભાવો આપતા રહો. 

*****

આ વાર્તા અમારો સહિયારો લખવાનો પ્રથમ પ્રયાસ છે. આ પહેલાં પ્રતિલિપિ ઉપર અમારી સફળ વાર્તાઓ "અનંત દિશા" ભાગ ૧ -૨૧ (રોહિત પ્રજાપતિ) અને "પ્રેમની પેલે પાર..."  (શેફાલી શાહ અને સખી) એને વાંચી અને પ્રતિભાવો જરૂરથી આપશો.  

જય જિનેન્દ્ર
શેફાલી શાહ

આ વાર્તા AKASH ની PDF કોપી ફ્રીમાં મેળવવા કોન્ટેક્ટ કરી શકો છો.

Whatsapp (Rohit Prajapati) :- 8320610092
Face book :- #sweetbeatfrdzzzzz (Sweet Beat Frdzzzzz)
Insta :- rohit_jsrk

સદા ખુશ રહો... 
સદા જીવંત રહો... 
સદા સંબંધો મહેકાવતા રહો... 
જય શ્રી કૃષ્ણ...

રોહિત પ્રજાપતિ

©Rohit Prajapati & Shefali Shah

જય શ્રી કૃષ્ણ..... જય જીનેન્દ્ર.....