આકાશ ભાગ - ૧ ધબકાર... દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

શ્રેણી
શેયર કરો

આકાશ ભાગ - ૧

આકાશ ભાગ - ૧ 


ખાસ નોંધ :-

આ વાર્તા ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ કાશ્મીરના પુલવામા માં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને લખવામાં આવેલી એક કાલ્પનિક વાર્તા છે. એમાં પાત્રો, સ્થળ અને મિશન બધું જ કાલ્પનિક છે. આ વાર્તા દ્વારા અમે દેશના વીર જવાનોને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે એનો થોડો ચિતાર આપીને એક નાનકડી શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયત્ન કર્યો છે. અમારાથી કોઈ ભૂલ થાય તો અમારું ધ્યાન દોરીને અમારા આ પ્રયાસને યોગ્ય માર્ગે વાળવા વિનંતી.

*****

14 ફેબ્રુઆરી એટલે પ્રેમીઓનો દિવસ, વેલેન્ટાઈન ડે પણ એક વખતના આશિક મિજાજ બીએસએફ મેજર આર્યન રાજપૂતના ચહેરા ઉપર સવારથી જ ઉદાસી છવાયેલી હતી. રાજવીને યાદ કરતાંજ એનો હાથ ગળામાં લટકતા રાજવીએ આપેલા R ના લોકેટ ઉપર જાય છે. રાજવી આર્યનને પ્રેમથી રુહ કહેતી હતી. આર્યન સાથે જ્યારથી લગ્ન કર્યા ત્યારથી એને પોતાની રુહ માં વસાવ્યો હતો. એટલેજ આર્યન માટે રાજવી જ જીવન હતી. આર્યનને પત્ની રાજવી સાથે માણેલા એ છેલ્લા વેલેન્ટાઈન ડે ની યાદો સવારથી જ એમના દિલો દિમાગ પર છવાયેલી હતી. 

આમ તો રાજવીને યાદ કરવા માટે આર્યનને આવા કોઈ ખાસ દિવસની જરૂર નહતી પણ એ દિવસે રાજવીએ આર્યનને એક સૌથી મોટી ભેટ આપી હતી અને એ હતી આર્યનના પિતા બનવાના સમાચાર... ત્યારે આર્યનની પોસ્ટિંગ કાશ્મીરમાં હતી અને એના એક મહિનાના વેકેશનમાં રાજવી કાશ્મીર એની જોડે રોકાવા આવી હતી. આજથી પાંચ વર્ષ પહેલાં આર્યન સાથે રાજવીની સગાઈ અને લગ્ન થયા હતા. પણ આ લાગણીઓનું બંધન એટલું મજબૂત થતું ગયું કે જોત જોતામાં બંને એકબીજામાં ઓતપ્રોત થઈ ગયા. 

આર્યનના પિતા એર ફોર્સમાં હતા અને એમને દેશ માટે અંતિમ શ્વાસ સુધી સેવા આપી. એક મિગ વિમાન દુર્ઘટનામાં એમનું મૃત્યુ થયું ત્યારે આર્યનની ઉંમર ખૂબ જ નાની હતી, અને પછી એમની માતાએ આર્યનને મોટો કર્યો હતો. આર્યનના પિતાનું સપનું હતું કે આર્યન BSF માં જાય અને દેશ માટે જીવે. એ સપનું પૂરું કરવા આર્યનની માતાએ ખુબજ મહેનત કરી અને આખરે એ સપનું પૂરું કર્યું.

આર્યનને પણ જાણે દેશદાઝ વારસામાં મળી હતી. બીએસએફમાં જોડાયા પછી તનતોડ મહેનત અને આત્મબળથી ટુંક જ સમયમાં એની ગણના જાંબાઝમાં થવા લાગી હતી. ૨૦૧૪ માં એમના લગન રાજવી સાથે કરાવવામાં આવ્યા. રાજવી એક દમ સીધીસાદી અને ઘરેલુ ટાઇપની, દેખાવમાં સામાન્ય પણ આકર્ષક અને પ્રેમાળ યુવતી હતી. આર્યનના મમ્મી તો કેન્સરની બીમારી થી પીડાતા હતા એટલે આર્યનના લગ્નના બે મહિનામાં જ સ્વધામ સિધાવ્યા હતા. ત્યારથી રાજવી જ આર્યનના જીવનમાં બધા રંગો પૂરતી આવી હતી.

એક બીએસએફ મેજર હોવા છતાં આર્યન હજી પણ ત્રણ વર્ષ પહેલાંની એ ઘટનાને યાદ કરતા ધ્રુજી જાય છે જ્યારે એને રાજવીના શરીરને ચિંથરેહાલ દશામાં જોવું પડ્યું હતું અને એના સંતાનને દુનિયામાં આવતા પહેલા જ આતંકનો ભોગ બનવું પડ્યું. આ આર્યન માટે માત્ર એક આતંકવાદી હુમલો નહિ પરંતુ એના અરમાનો અને સપનાઓ ઉપર પણ હુમલો હતો. આમ તો એ વખતે કાશ્મીરમાં બહુ ઓછાં ટેરરિસ્ટ અટેક થતાં હતાં પણ તોય આ કાશ્મીર હતું અને ત્યાં ક્યારે શું થાય એનું નક્કી નહિ ! 

એ દિવસ હતો વેલેન્ટાઈન ડે ના બરાબર અઠવાડિયા પછી ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૭, મંગળવાર. એ વખતે કાશ્મીરમાં લગભગ શાંતિ જ પ્રવર્તતી હતી અને આર્યનને કોઈ કામથી હેડ ક્વાટર જવું પડ્યું એટલે રાજવી એકલી જ સાંજના સમયે માર્કેટમાં ગઈ હતી. એને ખબર હતી કે જો એ આર્યનને પૂછશે તો એ ના જ પાડશે એટલે એણે ત્યાં એક નોટ લખીને મૂકી દીધી કે અડધો કલાકમાં આવું છું. આર્યન જ્યારે ઘરે પાછો આવ્યો ત્યારે ઘર લોક હતું એણે પોતાની ચાવીથી ઘર ખોલ્યું અને ટેબલ પર મુકેલી નોટ જોઈને તરત રાજવીને ફોન કર્યો. બંનેની વાત ચાલુ જ હતી ને અચાનક આર્યનને ફોનમાંથી બોમ્બ વિસ્ફોટનો અવાજ સંભળાય છે. એ પળવારમાં માર્કેટ જવા નીકળી જાય છે પણ ત્યાં જઈને જોવે છે તો એને પરિસ્થિતિની ગંભીરતા સમજાઈ જાય છે. એ ફરી રાજવીને મોબાઈલ લગાવવાનો નિષ્ફળ પ્રયાસ કરે છે. એવામાં એને થોડે દૂર ચિથરેહાલ શરીર પર એ જ વોચ દેખાય છે જે આર્યને જ રાજવીને એમની પહેલી મેરેજ એનીવર્સરી ઉપર આપી હતી. આર્યન તરત જ સમજી જાય છે કે એ રાજવી જ છે.

એટલામાં આર્મી અને મેડિકલ ટીમ આવીને તરત જ પોતાના કામે લાગી જાય છે. જરૂરી વિધિ પતાવીને જ્યારે બે દિવસે આર્યનને રાજવીની બોડી મળે છે ત્યાં સુધીમાં તો એ પૂરો તૂટી ગયો હોય છે. રાજવીની બધી અંતિમ વિધિ પતાવીને એ પોતાની બાકી રહેલી રજા પણ કેન્સલ કરાવી દે છે.

હવે આર્યન માટે માત્ર દેશ અને આતંકીઓનો ખાતમો બસ એટલુંજ બચ્યું હતું. દરેક આતંકીમાં એને રાજવીના હત્યારા દેખાતા હતા. આતંકીઓનો સફાયો કરવો એ જ એનું લક્ષ્ય હતું અથવા કહોને કે ઝુનુન બની ગયું હતું. આથી જોત જોતામાં એને આર્મીમાં મેજરનું પદ આપવામાં આવ્યું અને આવા સ્પેશિયલ ઓપરેશન માટે ફાળવી દેવામાં આવ્યો. 

આજથી બે દિવસ પહેલા દસ દિવસની રજા માણવા અને પરિવારની યાદો તાજી કરી જીવંત કરવા BSF મેજર આર્યન રાજપૂત જયપુર પોતાના ઘરે આવ્યો હતો. એમાં પણ આજે Valentine Day હતો એટલે રાજવીની યાદો એ ઘેરી લીધો હતો. બપોરે બે વાગી ગયા હતા છતાં જમવાની પણ ઇચ્છા ના થઈ. અને આ વિચારો કરતો એ પલંગમાં પડ્યો રહ્યો હતો. બે કલાક જેટલી ઊંઘ થઈ હશે ને અચાનક ઝબકારા સાથે ઊંઘ ઉડી ગઈ અને રાજવી ઉપર થયેલા આતંકી હુમલાની યાદ આવી ગઈ. જાણે આજેજ કોઈ હુમલો થયો હોય એવું મનમાં લાગ્યું. 

મોઢું ધોઈ આર્યન પાછો ખુરશી પર બેઠો અને News ચાલુ કર્યા. લગભગ ચાર વાગ્યા હશે ત્યાંજ News માં breaking News flash થઈ રહ્યા હતા કે કાશ્મીરના પુલવામા માં CRPF વાહનના કાફલા ઉપર આતંકી હુમલો... ફરી મનમાં એ જ વિચારો આવ્યા કે આ આતંકી કેટલાનો ભોગ લેશે ? ક્યારે લોકોને આ આતંકથી છુટકારો મળશે? ક્યારે સરકાર સંપૂર્ણ છૂટ આપી આ આતંકી આકાઓને મારવાની છૂટ આપશે? એના મનમાં રાજકારણીઓ માટે એક ગંદી ગાળ નીકળી ગઈ કે, "સાલાઓ પોતાનું રાજકારણ ચમકાવવા માટે ગમે તે હદે જઈ આતંકીઓને છાવરી રહ્યા છે."

આર્યને તરતજ પોતાના મિત્ર કે જે અત્યારે કાશ્મીરમાં હતો એને ફોન કરીને માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો કે આ હુમલો કેવો છે, અને એમાં કેટલા જવાનો શહીદ થયા છે ? તેના મિત્રએ કહ્યું કે હજુ વધુ માહિતી આવી નથી પણ એવા સમાચાર છે કે આ અત્યાર સુધીનો સૌથી ઘાતક હુમલો છે. આ વાતો સાંભળતા જ આર્યન વિહ્વળ થઈ ઉઠયો અને એનું લોહી ઊકળી ઊઠ્યું. અને ફરી ટીવી તરફ ધ્યાન પરોવ્યું. 

થોડા કલાકોમાં જ હુમલા અંગેની માહિતીઓ મળવા લાગી. આ હુમલાની જવાબદારી પાક સમર્થિત આતંકવાદી સંગઠને લીધી. આ હુમલામાં પ્રાથમિક માહિતીમાં ચાલીસથી વધુ જવાનો શહીદ થયા એવા સમાચારો આવવા લાગ્યા. અને પચાસથી વધુ સૈનિકો ઘાયલ થવાના સમાચારો આવવા લાગ્યા. 

આ તરફ આ હુમલાની જાણ થતાં અને આવી થોડી જાણકારીઓ મળતાજ સરકાર હરકતમાં આવી અને  સાઉથ બ્લોકમાં રાત્રે દસ વાગે એક Emergency meeting બોલાવવામાં આવી. એ મિટિંગમાં NSA Chief, PM, Home Minister , CRPF Chief, Defense Minister ઉપસ્થિત થયા. આપણા દેશનો કાયદો અને વ્યવસ્થા જળવાય, કોણે આ ઘટના અંજામ આપી એ બાબત અને આગળ શું કાર્યવાહી કરવી એ બાબતે ચર્ચા કરવામાં આવી. PMO તરફથી સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા કે કોઈપણ હિસાબે આ આતંકીઓ અને એના આખા સંગઠનને શોધી એમનો ખાતમો કરવો. NSA ચિફ મનજીત સિંહને આ જવાબદારી આપવામાં આવી. 

રાત્રે બાર વાગ્યે નિર્ણય લેવામાં આવ્યો કે રજા ઉપર ગયેલા બધાજ BSF, CRPF, NAVY, AIR FORCE ના ઓફિસરોની રજાઓ કેન્સલ કરી તાત્કાલિક ફરજ ઉપર હાજર કરવા કહેવું. બધાજ લોકોને ફોન અને Email દ્વારા આ official નિર્ણયની જાણ કરવામાં આવી અને તાત્કાલિક ફરજ ઉપર હાજર થવાનું કહ્યું. 

રાત્રે બે વાગે આર્યનને Email આવ્યો અને તરતજ એણે પોતાની જગ્યા લેવા જમ્મુ જવા માટે તૈયારી કરવા લાગ્યો. જ્યારથી આ સમાચાર મળ્યા ત્યારથી આર્યન તો માનસિક રીતે જવા તૈયાર જ હતો. પણ આ Official સમાચાર મળતાંજ એના મનને શાંતિ મળી. અને સવારની પહેલી ફ્લાઇટમાં જ એ દિલ્લી પહોંચી ગયો અને ત્યાંથી જમ્મુ. હવે માત્ર આર્યન ના મનમાં એકજ વાત હતી કે આ દેશના દુશ્મનો અને ગદ્દારોનો ક્યારે સફાયો કરવાનો મોકો મળે.

"આતંકના ઓછાયાથી મા ભોમ ને આઝાદ કરવી છે,

ગદ્દારો ને દેશદ્રોહીઓ ની ગંદકી અહીંથી દૂર કરવી છે,

ભલે થાય સંગ્રામ, ભલે થઈને રહે હાથ ચાર આજે,

રક્ત રંજીત હાથ કરીને પણ જીત દિલમાં ભરવી છે. "

*****

NSA chief આતંકીઓનો સફાયો કરવા શું નિર્ણય લેશે? 
આર્યન રાજપૂતને શું જવાબદારી સોંપવામાં આવશે? 
શું આતંકનો અંત શક્ય છે? 
AKASH શું છે..!?, કોણ છે..!? એનું મહત્વ આ વાર્તામાં શું છે? 

આ બધાજ સવાલોના જવાબ મેળવવા વાંચતા રહો AKASH. ફરી એકવાર જલ્દી મળશું આ AKASH ની સફરમાં ત્યાં સુધી પ્રતિભાવો આપતા રહો. 

*****

આ વાર્તા અમારો સહિયારો લખવાનો પ્રથમ પ્રયાસ છે. આ પહેલાં પ્રતિલિપિ ઉપર અમારી સફળ વાર્તાઓ "અનંત દિશા" ભાગ ૧ -૨૧ (રોહિત પ્રજાપતિ) અને "પ્રેમની પેલે પાર..."  (શેફાલી શાહ અને સખી) એને વાંચી અને પ્રતિભાવો જરૂરથી આપશો.  

આ વાર્તા AKASH ની PDF કોપી ફ્રીમાં મેળવવા કોન્ટેક્ટ કરી શકો છો.

Whatsapp (Rohit Prajapati) :- 8320610092
Face book :- #sweetbeatfrdzzzzz (Sweet Beat Frdzzzzz)
Insta :- rohit_jsrk

સદા ખુશ રહો... 
સદા જીવંત રહો... 
સદા સંબંધો મહેકાવતા રહો... 
જય શ્રી કૃષ્ણ...

©Rohit Prajapati & Shefali Shah

જય શ્રી કૃષ્ણ.... જય જીનેન્દ્ર...