આકાશ - ભાગ - ૮ ધબકાર... દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આકાશ - ભાગ - ૮

ખાસ નોંધ :-

આ વાર્તા ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને લખવામાં આવેલી એક કાલ્પનિક વાર્તા છે. એમાં પાત્રો, સ્થળ અને મિશન બધું જ કાલ્પનિક છે. આ વાર્તા દ્વારા અમે દેશના વીર જવાનોને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે એનો થોડો ચિતાર આપીને એક નાનકડી શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયત્ન કર્યો છે. અમારાથી કોઈ ભૂલ થાય તો અમારું ધ્યાન દોરીને અમારા આ પ્રયાસને યોગ્ય માર્ગે વાળવા વિનંતી. 

*****

આપણે સાતમા ભાગમાં જોયું કે આખી ટીમ અલગ અલગ જગ્યાએ જવા નીકળી જાય છે અને તારીખ ૪/૪/૨૦૧૯ ના રોજ નિર્ધારિત જગ્યાએ પહોંચી જાય છે. લેટરમાં લખ્યા મુજબ હનુમંત ગુર્જર રાવલ પહોંચે છે. શાયોના અને એહમદ બંને ઇસ્લામાબાદ, કરણ યાદવ અને આર્યન બંને અલગ અલગ નીકળીને રાવતમાં અલગ અલગ જગ્યાએ પહોંચે છે. બધાજ નિયત જગ્યાએ જઈ શું કામ કરે છે અને આ મિશન કઈ રીતે આગળ વધે છે ચાલો એ માટે વાંચતા રહીએ આકાશ ભાગ - ૮

*****

શાયોના અને એહમદ એમના નિયત સમય પ્રમાણે ઇસ્લામાબાદ પહોંચે છે. ત્યાં RAW એ પહેલેથી જ એમને પહોંચાડવાની વ્યવસ્થા કરી રાખી હોય છે. રસ્તામાં જ એમને નવી આઇડેન્ટીટી આપી દેવામાં આવે છે. જેના પ્રમાણે શાયોના અને એહમદ હવે પતિ - પત્ની હોય છે અને એમના નવા નામ સ્મિતા સિંઘલ અને અર્જુન સિંઘલ હોય છે.

એહમદને ઇસ્લામાબાદ સ્થિત ભારતીય દૂતાવાસમાં ઓફિસર તરીકે જોઈન થવાનું હોય છે. આને લગતા રેકોર્ડ RAW એ પહેલેથી જ બદલી નાખ્યાં હોય છે. જ્યારે શાયોનાએ એરલાઇન્સની વેબસાઇટ હેક કરીને આજની તારીખમાં એ બંનેની પાકિસ્તાનમાં ઓફિશિયલ એન્ટ્રી અર્જુન સિંઘલ અને સ્મિતા સિંઘલ તરીકે કરી નાખવાની હોય છે.

બંનેને પહેલા એક આધુનિક સુવિધાથી સજ્જ મકાનમાં લઈ જવામાં આવે છે. જ્યાં એમના ખાવા પીવાથી માંડીને બધી જ સુવિધા હોય છે. ત્યાં પહોંચીને શાયોનાં તરત જ એનું કામ શરૂ કરી દે છે. શાયોના ને દર ૧૫ સેકંડે ઓટોમેટિક બદલાઈ જતાં IP એડ્રેસ વાળુ ગેરકાયદેસર હાઈ સ્પીડ ઇન્ટરનેટ કનેક્શન આપવામાં આવે છે.

આખરે એક કલાકની મહેનત પછી એરલાઇન્સની વેબસાઇટ હેક કરીને એ પોતાની અને એહમદની પાકિસ્તાનમાં ઓફિશિયલ એન્ટ્રી કરાવવામાં સફળ રહે છે. આમતો આ કામ શાયોના માટે માત્ર ૧૦ મિનિટનો ખેલ હતો પણ કોઈજ ભૂલની ગુંજાઈશ ના રહે એ રીતે આ કામ કરવાનું હોય છે.

એ મુજબ એ લોકો સાંજે સાડા પાંચ વાગે ઇસ્લામાબાદમાં દાખલ થઈ ગયા હોય છે અને કરંટ ટાઈમ સાત વાગવા આવ્યા હોય છે એટલે ફટાફટ ત્યાંથી નીકળીને એમને ફાળવામાં આવેલા ક્વાર્ટરમાં જવા નીકળી જાય છે. હવે આજની રાત એમને કોઈજ કામ નહતું. બીજા દિવસે સવારે એહમદે દૂતાવાસમાં અર્જુન સિંઘલ તરીકે એનો ચાર્જ સંભાળવાનો હોય છે અને શાયોના પણ કોઈ બહાનું કાઢીને ત્યાં જવાની હોય છે. અને ત્યાંના રેકોર્ડ પણ બદલવા આ બધુંજ જરૂરી હોય છે. એટલે એ બંને આ કામમાં લાગી જાય છે.

ભારતીય દૂતાવાસમાં કોઈક પાકિસ્તાની એજન્ટ પણ કામ કરી રહ્યો છે એ વાત પહેલાથી જ અર્જુન સિંઘલ (એહમદ ખાન) ને કહેવામાં આવી છે. એટલે અર્જુન સિંઘલ બીજા દિવસે દૂતાવાસમાં જઈને પહેલું એને શોધવાનું કામ કરવાના હતા. આ એક એવું પાસું હતું જે મિશનને નિષ્ફળ બનાવવા પૂરતું હતું.

આર્યન રાવત પહોંચી જાય છે. જે આ મિશનનો આખરી પડાવ છે. ત્યાં RAW એ એ આર્યન માટે કઈ રીતે આતંકીઓ પાસે પહોંચવું એની વ્યવસ્થા કરી રાખી હતી છે. બે RAW ના માણસો આતંકીઓના સમારંભમાં ડેકોરેશન અને કેટરીંગ સ્ટાફમાં પહેલાથી જ જોઇન થયેલા હોય છે.

આ RAW ના માણસોમાંથી એક એઝાઝ અહેમદ જે કેટરિંગમાં સ્ટાફમાં હોય છે એ પોતાના મેનેજરને અચાનક માતાની બીમારીનું કારણ હાથ ધરી ત્રણ દિવસ રજા માંગે છે. આ કાર્યક્રમ હાઈ પ્રોફાઈલ આતંકીઓનો હોવાથી આમ અચાનક બહારથી કોઈને ભરતી કરવું કેટરિંગ મેનેજરને યોગ્ય લાગતું નથી આથી એ એઝાઝ અહેમદને આ કામ સોંપે છે.

એઝાઝ અહેમદ એ મનેજરની મુલાકાત અનવર ખાન (આર્યન રાજપૂત) સાથે કરાવે છે અને એના કામની પ્રશંશા કરે છે. અને એ એક્દમ ખાસ અને વિશ્વાસુ મિત્ર છે એવી વાત કરી એને આ સ્ટાફમાં એન્ટ્રી અપાવી દે છે. આમપણ કેટરિંગ મેનેજર પાસે આથી સારો ઓપ્શન આટલી જલ્દી મળવાનો ના હોઈ અનવર ખાન (આર્યન રાજપૂત) ને કાલથી કામ જોઇન કરવાનું કહે છે. આ આકાશ મિશન માટે મહત્વની ભૂમિકા ભજવવા માટે એક અહમ પડાવ હોય છે.

આ તરફ હનુમંત ગુર્જર ઇસ્લામાબાદની નજીક રાવલ પોતાને મળેલું કામ કરવામાં લાગી જાય છે. એની સાથે RAW ના એજન્ટો પણ કામમાં લાગી જાય છે. હનુમંત ગુર્જરનું મુખ્ય કામ બોમ્બ બનાવવાનું હોય છે જે બોમ્બ ઈસ્લામાબાદમાં પ્લાન્ટ કરવાના હોય છે.

આ બોમ્બ એક હાઈ ક્વૉલિટીના મટીરીયલમાંથી બનાવવામાં આવે છે. આ ટેક્નિક માત્ર ઇઝરાયલ વપરાતું હોય છે. હનુમંત પોતે આ બોમ્બ બનાવવામાં કુશળ હોય છે. એટલેજ એને આ મિશન માટે લેવામાં આવ્યા હોય છે. આ બોમ્બ નું ઉપરનું પડ પ્લાસ્ટિક રેઝીનનું બનેલું હોય છે આથી મેટલ ડિટેક્ટરથી બહુજ મુશ્કેલમાં પકડમાં આવે એવું હોય છે.

આ સાથે RAW ની ટીમે નાપાકના ગદ્દાર આતંકીઓને પણ પૈસા આપીને ખરીદી રાખ્યા હોય છે. અને ભારત સામે ભડકાવવામાં આવ્યા હોય છે. જેમનું મુખ્ય કામ મિશનના દિવસે જ સોપવામાં આવશે એવું કહેવામાં આવ્યું હોય છે. આવી બે આતંકીઓની ટીમો RAW એજન્ટ દ્વારા તૈયાર કરવામાં આવી હોય છે. આ બધુંજ કામ ઇસ્લામાબાદ નજીક હનુમંતની આગેવાનીમાં કરવામાં આવી રહ્યું હોય છે.

કરણ યાદવ રાવત ઇસ્લામાબાદ હાઇવે ઉપર RAW એજન્ટો સાથે ગુપ્ત જગ્યાએ રોકાયેલો હોય છે. અને મિશન માટે જરૂરી સામાન ભેગો કરવામાં લાગી જાય છે. આ મિશનમાં એમની ભૂમિકા ખુબજ મહત્વની હોય છે. આકાશ ટીમમાંથી કોઈપણનું ફેલ થવું એનો મતલબ મિશન ફેલ અને અંધકારમય દિવસો એવુંજ હોય છે.

આ તરફ આતંકીઓ પણ એમનું મિશન સફળ થયું એના ઉન્માદમાં રાચતા હોય છે. અને આ ઉજવણીમાં શરાબ, શબાબ કે ભોજન કાંઈજ કમી ના રહે એવું આયોજન કરવામાં વ્યસ્ત હોય છે. આવા કાર્યક્રમો જોઈને યુવાનો આકર્ષાય અને આતંકી બને એ જ એમનું મુખ્ય લક્ષ્ય હોય છે. એટલેજ આતંકી આકાઓ સાથે નવા યુવાનો પણ આ ઉજવણીમાં ભાગ લેવા ઉત્સુક હોય છે.

હવે આખી ટીમ પોતાની જગ્યાએ પોતાનું કામ કરવા પહોંચી ગઈ છે.

A -  આર્યન રાજપૂત
K -  કરણ યાદવ
A - અહેમદ ખાન
S - શાયોના સિંહ
H - હનુમંત ગુર્જર

હવે માત્ર ૭/૦૪/૨૦૧૯ રવિવારની જ રાહ હતી જ્યારે આ મિશન પૂર્ણતાના આરે પહોંચવાનું હતું. હવે વચ્ચેના બે દિવસ પ્લાનિંગ અને મિશન માટે જરૂરી વસ્તુઓ ભેગી કરવામાં વિતાવવાના હતા.

આર્યન પણ પોતાની તૈયારીમાં લાગી ગયો હતો. અને એ પાર્ટીની તૈયારીમાં શામેલ થઈ ગયો હતો. આ તરફ NSA હેડ ક્વાર્ટરમાં પણ આ મેસેજ પહોંચી ગયા હતા. બધાનું ધ્યાન હવે માત્ર ને માત્ર આ મિશન સફળતાથી પૂર્ણ થાય એ તરફ હતું. A-set બધાના કોર્ડીનેટ, હલચલનું ધ્યાન રાખી રહ્યું હતું.


હવે તો આ મિશનમાં માત્ર એક કદમ બાકી છે,

નાપાકના શ્વાસ રોકવાના એ જ લક્ષ્ય કાફી છે,

ભારતના શહિદ સપૂતોનો બદલો હજુ બાકી છે,

એટલેજ આકાશમાંથી વીજળી ચમકે કાફી છે.

*****

આતંકને મૂળિયાં સાથે કાઢવા NSA અને PMO નો શું પ્લાન હશે?
AKASH ટીમ નો આગળનો શું પ્લાન હશે?
શાયોના શું ટીમ માટે કઈ રીતે મહત્વની સાબિત થશે?
આખી ટીમ અલગ પડી શું કામ કરી રહી છે?

આ બધાજ સવાલોના જવાબ મેળવવા વાંચતા રહો AKASH. ફરી એકવાર જલ્દી મળશું આ AKASH ની સફરમાં ત્યાં સુધી પ્રતિભાવો આપતા રહો.

*****

આ વાર્તા અમારો સહિયારો લખવાનો પ્રથમ પ્રયાસ છે. આ પહેલાં માતૃભારતી ઉપર અમારી સફળ વાર્તાઓ "અનંત દિશા" ભાગ ૧ -૨૧ (રોહિત પ્રજાપતિ) અને "પ્રેમની પેલે પાર..."  (શેફાલી શાહ અને સખી) એને વાંચી અને પ્રતિભાવો જરૂરથી આપશો. 

જય જિનેન્દ્ર
શેફાલી શાહ

આ વાર્તા AKASH ની PDF કોપી ફ્રીમાં મેળવવા કોન્ટેક્ટ કરી શકો છો.

Whatsapp (Rohit Prajapati) :- 8320610092
Face book :- #sweetbeatfrdzzzzz (Sweet Beat Frdzzzzz)
Insta :- rohit_jsrk

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...

રોહિત પ્રજાપતિ

©Rohit Prajapati & Shefali Shah

જય શ્રી કૃષ્ણ... જય જીનેન્દ્ર...